૨૪ કલાક ની લાબી ફ્લાઇટ પછી મારા મમ્મી પહેલી વખત અમેરિકા ના શિકાગો એરપોર્ટ ઉપર પહોંચ્યા
પાપા ના ગયા પછી ઘણા લાબા સમય પછી હુ મમ્મી ને એરપોર્ટ ઉપર મળ્યો. એ દ્રશ્ય ક્યારેય ભૂલાય એમ નથી. બંને ની આંખો માં આશુ. બઉ લાંબા સમય પછી મળવાની ખુશી. અને પાપા અમેરિકા નથી આવ્યા કે નથી આવી શકતા કે મમ્મી એ એકલા આવવું પડ્યું એ દુઃખ સાથે બંને ની આંખો માં આશુ આવી ગયા.
જ્યારે જ્યારે પણ એકલો હોય ત્યારે હુ વિચારતો એ દિવસ જ્યારે મને અમેરિકા ના વિઝા મળ્યા હતા. મમ્મી પાપા વિઝા ઓફિસ ની બહાર વિઝા મળે એની પ્રાર્થના કરી રહ્યા હતા. અને મને પહેલા જ ટ્રાયલ એ વિઝા મળ્યા. એ ખુશી બંને ના ચહેરા ઉપર હતી. અમેરિકા આવ્યા પછી સ્ટડિ કર્યું. મેનેજમેન્ટ માંથી આઇટી નો કોર્સ લીધો. સાથે જ હોટેલ માં જોબ કરી. રોજ રાત્રે મમ્મી પાપા સાથે વાત કરીને જ હુ સુવા જતો હતો. અમેરિકા માં કોઈ ટેન્શન નઈ.
ના સ્ટડિ નુ ના લોન નુ ના ફી ભરવાનુ.
પાપા છે ને બધુ જોઈ લે શે.
એક બેકઅપ હતો. એક છત હતી. એક પ્રોટેકશન હતુ.
ઈશ્વર ને ખબર નઈ પણ શુ થઈ ગયુ. અને પાપા નુ દેહાંત થઈ ગયુ. અમેરિકા આવ્યો એના એક વર્ષ પછી.
હુ ડેનવર કોલોરાડો માં હતો. મારે નવી જોબ લાગી હતી. એના ૧૨ દિવસ પછી સમાચાર મળ્યા કે પાપા નુ દેહાંત થઈ ગયુ છે.
જે સમાચાર સાંભળ્યા પછી મારા મોઢા માંથી શબ્દો ના નીકળે. હુ ૫ મિનિટ બોલી શકતો નાતો. અને રડવાનુ પણ બંધ થતુ નથી. એ સમયે આવેલો મારા માસી નો ફોન હજુ પણ યાદ છે. જે માસી એ જોર જોરથી રડતા કહ્યુ કે તારા પાપા જતા રહ્યા. હજુ પણ એ ફોન યાદ છે. હજુ એ સમય યાદ આવે છે. જ્યારે પાપા સાથે છેલ્લી વખત વાત કરી હતી.
એક જ ઝટકા માં બધુ જ ખતમ થઈ ગયુ.
એ બેકઅપ ગયો. એ છત ગઈ. એ ભરોસો ગયો કે હવે કોઈ એમ નઈ બોલે કે ટેન્શન ના લે હુ બેઠો છુ. તુ ભણવામાં ધ્યાન આપ અહી ઘર નુ ટેન્શન લેવાની જરૂર નથી.
હવે કોઈ સાચુ માર્ગદર્શક નથી. હવે કોઈ સાંભળ રાખવાનુ નથી. એ સમય દરમિયાન હુ કઈ પણ કરતા પહેલા મારી જાત ને યાદ આપવાતો
સમય ની એવી પલટ કે હવે મારે ઘર ની ચિંતા હતી. મમ્મી ની ચિંતા અતિશય હતી. કાકા કાકી નુ પણ ધ્યાન રાખવાનુ હતુ. અને એકલા એ લડવાનું હતુ. અને હવે તો ઘર પણ ચાલવાનુ હતુ. અને અમેરિકા ના કેલિફોર્નિયા ની મોંઘીદાટ યુનિવર્સિટી ની ફીસ પણ ભરવાની હતી.
એ છતાય ઈશ્વર એ મને એ લાયક બનાવ્યો કે હુ આ બધા મા પોચી શક્યો.
આ બધી ઈશ્વર ની પરીક્ષા પછી હુ મમ્મી ને મળ્યો. બઉ લાબા સમય પછી.
મમ્મી ની લાબા સમય પછી મળવાની ખુશી અને પાપા સાથે નથી એનુ દુઃખ પણ એટલુ જ હતુ.
હવે આ ખુશી અને દુઃખ આ બંને ની મિક્સ લાગણી વચ્ચે અમે મળ્યા.
અને હવે ભવિષ્ય માં દરેક ખુશી માં એક દુઃખ હંમેશા રહેશે કે પાપા સાથે નથી. મારી સક્સેસ કે પ્રગતિ જોઈ ગર્વ કરવા પાપા નથી. બસ હવે એ ફોટા માં છે.
હવે આટલા લાબા સમય પછી પણ પાપા ની યાદ તાજી છે. એ હસતો ચહેરો. એક પાવરફૂલ વ્યક્તિ અને ગજબ ની લીડરશીપ ક્વાલિટી જે હજુ મારે શીખવાની જરૂર હતી.