આપણા સમાજમાં સામાન્ય રીતે ઘણી વાતો ઘણી વાર્તાઓ ઘણી કથાઓ એવી હોય છે જે દંત કથાઓ તરીકે ઓળખાય છે સામાન્ય રીતે આ વાતોમાં સામાન્ય જીવનશૈલી અને સામાન્ય લોકોના અનુભવો જોડાયેલા હોય છે આવી જ એક કથા હું આજે લખવા જઈ રહ્યો છું
ઘણા સમય પહેલાની વાત છે અમારી બાજુમાં એક બુઢા બાબા અને દાદી રહેતા હતા લોકો કહેતા કે તેઓ પાકિસ્તાનથી હિજરત કરીને ભારત આવેલા તે લોકોનું દૈનિક જીવન આપણા કરતાં એટલે કે સામાન્ય ગુજરાતી પરિવાર કરતા થોડું અલગ હતું તેઓ જાતે બલોચ હતા બલોચિસ્તાનમાં તેમના ઘર હતા ખેતી હતી ઘણું બધું પરંતુ બંને દેશોના ભાગલા સમયે તેઓ તે બધું જ ત્યાં મૂકી અને ભારત આવી ગયેલા અમે નાના હતા ત્યારે તેમને અવારનવાર પૂછતા કે તમારે કોઈ દીકરો નથી કોઈ દીકરી નથી તો તેઓ બસ આકાશ તરફ તાકી રહેતા.
એકવાર તેમને મળવા માટે તેમના સગા સંબંધીઓ આવેલા અને તેમના ઘરે નાની એવી મેજબાની હતી અમારો પરિવાર પણ આમંત્રિત હતો એક સારા પડોશી તરીકે તેમણે અમારી ઘણી આઓભગત કરી ત્યારબાદ રાત્રે જમીને બધા મોટા ઓરડામાં બેસ્યા અને ફરી એકવાર અમારામાંથી એક ભૂલકા એ પૂછ્યું "બાબા તમારા કોઈ બેટા બેટી નથી?" આખરે ઘણા સમય પછી બુઢા દાદીમાએ મૌન તોડ્યું અને કહ્યું અમે જ્યારે બલોચિસ્તાન રહેતા હતા ત્યારે તમારા બાબા ખજૂરનો વેપાર કરતા હતા બળદગાડા અને ઊંટગાડી મારફતે ખજૂર અફઘાનિસ્તાનથી પાકિસ્તાન કાબુલ અને બલોચિસ્તાન વગેરે જે જે જગ્યાએ બજારો અને મેળા લાગતા ત્યાં જઈ અને ખજૂરનો વેપાર કરતા એક વખત લાહોર થી ખજૂર વેચી અને બાબા ઘર તરફ આવી રહ્યા હતા રસ્તો સાવ સુમસામ હતો અને તેઓ પોતાની ઊંટગાડીમાં પોતાની મોજમાં ઘર તરફ ધીરે ધીરે આવી રહ્યા હતા ત્યાં અચાનક તેમની નજર રસ્તા વચ્ચે બેસેલા એક સફેદ બકરીના બચ્ચા પર પડી બચ્ચું ખૂબ જ સુંદર હતું અને પોતાના ધણ થી છૂટું પડી ગયું હોય તેવું લાગતું હતું અને જોર જોરથી અવાજ કરી પોતાના માલિક અથવા ધણના બીજા બકરાઓને બોલાવી રહ્યું હતું, બાબાએ નીચે ઉતરી તે બચ્ચાને એક બાજુએ મૂક્યું એમ સમજીને કે કોઈ આવીને આને લઈ જશે પરંતુ બકરાના બચ્ચાએ કરુણ આક્રંદ શરૂ કર્યું તેનો અવાજ ઘણા દૂર સુધી સંભળાતો હતો આ વેરાન વગડામાં બીજું કોઈ દૂર દૂર સુધી દેખાતું નહોતું બાબાને બચ્ચા પર દયા આવી અને તેમણે તે બચ્ચાને પકડી પોતાની ઊંટગાડીમાં મૂક્યું થોડા આગળ જતાં ઊંટગાડીનો ભાર અચાનક વધવા લાગ્યો ઊંટ પોતાના શરીરનું બધું બળ વાપરીને પણ ગાડીને આગળ વધારી નહોતું શકતું, આ જોઈ બાબાએ પાછળ ફરીને જોયું તો તે બકરીનું બચ્ચું ઊંટ કરતા પણ વિશાળ રૂપ લઈ ચૂક્યું હતું. આ જોઈ બાબા થોડા ડરી ગયા અને ઊંટગાડી થી દૂર ચાલ્યા ગયા પરંતુ જ્યાં તેમણે પાછળ ફરી ભાગવા પ્રયત્ન કર્યો તો ત્યાં પણ તેમને તે જ વિશાળ રાક્ષસી બકરો દેખાયો. જે બાજુ તેઓ નજર કરતા તે બાજુ વિશાળ બકરો દેખાતો હતો તેમને લાગ્યું કે નક્કી કંઈક અણ બનાવ બન્યો છે તેમણે બકરા સાથે વાત કરવા કરવા કોશિશ કરી અને કહ્યું તું કોઈ સામાન્ય પ્રાણી નથી બતાવતું કોણ છો ત્યારે બકરાને વાચા ફૂટી અને બકરાએ કહ્યું હું એક તિલશમી જીન છું અહીં મારો રહેણાંક છે સમય સમયે હું લોકોને દેખાવ છું જો કોઈ ગેર વર્તણૂક કરે તો હું તેને જાનથી મારી નાખું છું પરંતુ એ મુસાફર તું ખૂબ દયાળુ છે તે મને તારા દીકરા સમાન ગણીને તારી સાથે લઈ જવા પ્રયત્ન કર્યો માંગ તારે શું જોઈએ છે તારે જે જોઈએ તે ઈચ્છા હું પૂરી કરીશ બાબાએ ડરતા ડરતા કહ્યું તમારી જેવા માયાવી જીવ પર વિશ્વાસ કઈ રીતે કરવો? જો તમે આટલું મોટું રૂપ લઈ શકો તો મને તો એક જ પલ માં મોતને ઘાટ ઉતારી શકો. આ સાંભળીને જીન અટહાસ કરવા લાગ્યો અને બોલ્યો એ મુસાફર તું ખરેખર મનનો સાફ અને દરિયાદિલ છે ખૂબ ભોળો છે હું તને ખુદાના કસમ ખાઈને વાદો કરું છું કે તું જે માંગીશ એ તને મળશે અને હું તને કોઈ જ જાતનું નુકસાન નહીં પહોંચાડુ બાબાએ ડરતા ડરતા કહ્યું જો એવું જ હોય તો મને ખુદાએ કોઈ ઓલાદ આપી નથી તું મારો દીકરો બની જાય અને મારી સાથે રહી અને મારી રોજિંદી જિંદગીમાં દીકરાનું સુખ મને અને મારી બીબી ને આપ જીન બોલ્યો હું તારી ઈચ્છા અવશ્ય પૂરી કરું પરંતુ મારી એક શરત છે જ્યારે પણ તે કોઈને કહ્યું કે હું તને કઈ રીતે મળ્યો હતો એ જ સમયે હું તને છોડીને ચાલ્યો જઈશ અને ફરી ક્યારે મળીશ નહીં બોલ છે મંજૂર બાબાએ કહ્યું મને તમારી વાત મંજૂર છે જેને સરદાર જીન પ્રથમ એક વિશાળ મનુષ્યના રૂપમાં ફેરવાઈ ગયો અને ત્યારબાદ 20 22 વર્ષના એક યુવાન છોકરાના રૂપમાં આવી અને બાબાને કહ્યું ચાલો બાબા ઘરે અમ્મા આપણી રાહ જોતી હશે બંને ઘરે આવ્યા ઘરે આવી અને બાબા હાથ મોઢું ધોવા ગયા અને પાછા આવ્યા ત્યાં સુધીમાં ઊંટગાડી નો બધો માલ પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયો હતો અને તેમનો દીકરો તેમની રાહ જોઈ ઉભો હતો થોડી વારે બાબાની પત્ની આવી અને તેમણે કહ્યું કે આ નો જવાન કોણ છે ત્યારે બાબાએ કહ્યું આજથી આ છોકરો આપણી સાથે જ રહેશે મેં તેને ગોદ લીધો છે આજથી આપણો દીકરો છે અમ્મા ની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા તેને દીકરાને પૂછ્યું તારું નામ શું છે ત્યારે દીકરાએ કહ્યું મને કોઈએ નામ નથી આપ્યું તમે નામ આપો ત્યારે અમારે તેનું નામ રાખ્યું કાસમ હવે તો રોજનું થયું કાસમ બાબાની સાથે વેપાર કરવા જતો બાબાનો ધંધો પહેલા કરતા 10 ગણો વધી ગયો. સારી એવી કમાણી થતી બાબા પોતાના ઝૂંપડામાંથી એક સારા એવા પાકા મકાનમાં રહેવા લાગ્યા કાસમ સમય સમયે પોતાની શક્તિઓથી બાબા અને તેની પત્નીની જરૂરિયાતો પૂરી કરતો હતો બાબા અને તેની પત્ની તેના જીવનના સૌથી સુખી સમયમાંથી પસાર થઈ રહ્યા હતા અચાનક એક વખત એક મોટા વેપારીએ બાબાને કહ્યું કે આપણે સારા મિત્ર માંથી સંબંધી બનીએ તો કશો વાંધો તો નથી ને મારી દીકરી જાસ્મીન ના નિકાહ તમારા દીકરા કાસમ સાથે નક્કી કરીએ પરંતુ મારી એક શરત છે કે તમારે મને બતાવવું પડશે કે કાસમનો મૂળ વતન ક્યો છે અને તેનો જન્મ ક્યાં અને કઈ રીતે થયો હતો? જો આ વાત મને જાણવા મળે તો હું મારી અડધી સંપત્તિ તેના નામે કરી દઈશ અને બંનેના લગ્ન કરાવી અને હજ પર ચાલ્યો જઈશ બાબાએ વાત વાતમાં વેપારીને જણાવી દીધું કે કાસમ કોઈ માણસ નથી એ તો એક જીન છે અને પોતાને એક વેરાન વગડામાં મળ્યો હતો જેવી આ વાત પહેલા વેપારી સુધી પહોંચી અને બંને ઘરે પહોંચ્યા અને કાસમને બોલાવ્યો તો કાસમ ક્યાંય મળ્યો નહિ કાસમ એટલે કે એ તિલસ્મી જીન પોતાના વાદા અનુસાર શરત ભંગને લીધે બાબા અને તેમની પત્નીને છોડી સદા સદા ને માટે ચાલ્યો ગયો હતો તેની નિશાની રૂપે તે હાથમાં એક અંગૂઠી પહેરતો તે ત્યાં છોડી ગયો હતો.
આ વાત પૂર્ણ થતા બુઢી અમ્મા ની આંખમાંથી આંસુઓ સરી પડ્યા બાબાએ ઉભા થઈ અને પોતાના પત્નીને સંભાળ્યા અને બંને આકાશ તરફ જોઈ રહ્યા.
આજે પણ જ્યારે આ વાતનો ઉલ્લેખ હું કોઈ આગળ કરું છું તો લોકો એવું જ કહે છે આ બધું દંત કથાઓ છે આવું હકીકતમાં કશું હોતું નથી.
સમાપ્ત