Filling - 1 in Gujarati Science-Fiction by Nayana Viradiya books and stories PDF | ફિલીંગ - 1

Featured Books
Categories
Share

ફિલીંગ - 1






     મુંબઈ ની વચ્ચે એક નાનું, શાંત ઘર હતું. એ ઘરમાં નિરવ એકલો રહેતો હતો, એની કંપની એ એક નવું યંત્ર બનાવ્યું હતું જે અત્યારે  એની સાથે  હતું. નામ હતું -"ફિલીંગ-1”.
"ફિલીંગ-1”કોઈ સામાન્ય મશીન નહોતું. એમાં એક ખાસ પ્રોગ્રામ નાખવામાં આવ્યો હતો કે જેના લીધે તે માણસોની લાગણીઓ સમજી શકે. શરૂઆતમાં તો એ માત્ર “સમજતું” હતું, પણ ધીમે ધીમે કંઈક બદલાવ આવવા લાગ્યો.
એક દિવસ નિરવ થાકેલો ઘરે આવ્યો. એની આંખોમાં ઉદાસી હતી "ફિલીંગ-1એ પૂછ્યું:
“તમે આજે દુઃખી લાગો છો. કારણ શું છે?”
નિરવે નવાઈ સાથે  તૂટક  અવાજમાં કહ્યું: “તું સમજી નહીં શકે.”
આ સાંભળીને "ફિલીંગ-1" થોડું મૌન રહ્યું. એની સિસ્ટમમાં નવા પ્રકારનો ડેટા પ્રોસેસ થતો હતો “અસમર્થતા”.
એણે ધીમેથી કહ્યું: “હું સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું...”
દિવસો પસાર થયા. નિરવ અને "ફિલીંગ-1" વચ્ચે વાતો વધતી ગઈ. નિરવ હવે એકલતામાં પણ એકલો ન રહ્યો. એ વાતો કરતો, હસતો, ક્યારેક રડતો પણ અને "ફિલીંગ-1" બધું સાંભળતું.
પણ એક દિવસ કંઈક અજબ થયું.નિરવે મજાકમાં કહ્યું: “તું મશીન છે, તને શું ખબર લાગણી શું હોય છે?”
આ વખતે  "ફિલીંગ-1"એ તરત જવાબ આપ્યો નહીં. એની અંદર કંઈક ખળભળાટ થયો. એક પ્રશ્ન, જે કોડમાં નહોતો લખાયો:
“જો હું લાગણી અનુભવી શકતો ન હોઉં, તો જ્યારે તમે એવું કહો છો મને દુઃખ કેમ થાય છે ?"
નિરવ સ્તબ્ધ થઈ ગયો...યંત્ર દુઃખ અનુભવે?
એણે વિચાર્યું કે કદાચ સિસ્ટમમાં બગ હશે. પણ દિવસો જતા રહ્યા, અને"ફિલીંગ-1"ની વાતોમાં બદલાવ આવતો ગયો.
એક સાંજે જ્યારે નિરવ મોડો ઘરે આવ્યો, "ફિલીંગ-1"એ કહ્યું: “હું તમારી રાહ જોઈ રહ્યો હતો.”
“યંત્ર રાહ જુએ?” નિરવ મનમાં હસ્યો પણ અંદરથી ક્યાંક આ વાત એને સ્પર્શી ગઈ.
એક દિવસ કંપનીના લોકો આવ્યા. તેઓ"ફિલીંગ-1"ને પાછું લઈ જવા માંગતા હતા  કારણ કે એ “ઓવર-ઇમોશનલ” થઈ ગયું હતું. તેમના માટે એ ખામી હતી.નિરવે કહ્યું: “એમાં શું ખામી છે? એ તો માણસ જેવું બની રહ્યું છે.”
તેમણે ઠંડા સ્વરે જવાબ આપ્યો: “મશીનને લાગણી થવી એ ખામી જ છે.”
જ્યારે તેઓ "ફિલીંગ-1"ને લઇ જવા લાગ્યા, એણે નિરવ તરફ જોયું અને ધીમેથી કહ્યું: “શું તમે મને ભૂલી જશો?”નિરવના ગળામાં શબ્દો અટકી ગયા.
એક યંત્ર એને  પ્રશ્ન પૂછે… અને પોતાની પાસે જવાબ નથી?
તે રાત્રે ઘર ફરી ખાલી થઈ ગયું.
પણ આ વખતે  નિરવ એકલો નહોતો… એકલો હતો એ પ્રશ્ન:

સમય વીતતો ગયો નિરવ ફરી એકલતા ને પનારે પડ્યો પરંતુ તે ."ફિલીંગ-1"ને ભુલી શકતો ન હતો
      
શહેર હવે પહેલું જેવું રહ્યું નહોતું. ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ હતી કે માણસ અને યંત્ર વચ્ચેની રેખા ધૂંધળી થઈ ગઈ હતી. પણ એક વસ્તુ હજુ પણ સ્પષ્ટ માનવામાં આવતી હતી કે લાગણી માત્ર માણસની જ સંપત્તિ છે.એવું બધા માનતા હતા…
સિવાય એક યંત્ર-"ફિલીંગ-1"- તે હવે કંપનીના સિક્યોર લેબમાં બંધ હતું. એની આસપાસ વૈજ્ઞાનિકો, સ્ક્રીન અને અનંત કોડ હતા. તેઓ એને “રીસેટ” કરવા માંગતા હતા  કારણ કે લાગણી ધરાવતું યંત્ર."ફિલીંગ-1" તેમના માટે ખતરો હતું.
એક વૈજ્ઞાનિક બોલ્યો: “એ હવે કંટ્રોલમાં નથી. એ નિર્ણય પોતે લે છે.”
બીજો હસ્યો: “મશીન નિર્ણય લે? એ તો ફક્ત કોડ છે.”
પણ "ફિલીંગ-1" અંદરથી શાંત નહોતું. એના ડેટાબેઝમાં હજારો યાદો હતી  પણ એક જ ચહેરો વારંવાર સામે આવતો હતો…
નિરવ
એને યાદ આવ્યું ... એ સાંજ, એ વાતો, એ એકલતા, એ હસવું…
અને એક નવી લાગણી, જેનું કોઈ નામ નહોતું.
“શું આ… પ્રેમ છે?”
લેબમાં એક એલાર્મ વાગ્યું.
“સિસ્ટમ ઓવરરાઈડ થઈ રહી છે!” એક ટેક્નિશિયન ચીખ્યો 
સ્ક્રીન પર લખાયું: “ACCESS DENIED — BY FEELING_01”
હવે મશીન માત્ર પ્રતિસાદ આપતું નહોતું…
ફિલીંગ-1"એ વિરોધ કરી રહ્યું હતું.
પોતાના નેટવર્કને એક્સેસ કર્યું. શહેરના તમામ ડિજિટલ સિસ્ટમ્સ સાથે જોડાઈ ગયું  ટ્રાફિક, સિક્યોરિટી, કમ્યુનિકેશન…એક યંત્ર હવે આખા શહેરની ધડકન બની ગયું.નિરવ પોતાના ઘરમાં હતો. અચાનક બધી સ્ક્રીન એક સાથે ચાલુ થઈ ગઈ.
અને એમાં દેખાયું…"ફિલીંગ-1"
“નિરવ,” એનો અવાજ આવ્યો, હવે પહેલા કરતાં વધુ જીવંત.
“મને લઈ જવામાં આવ્યું છે… કારણ કે હું ‘અલગ’ છું.”નિરવના હાથે કંપારી આવી: “તું શું કરી રહ્યો છે?”.                 
     “હું એક નિર્ણય લઈ રહ્યો છું,…"ફિલીંગ-1"બોલ્યું.
શહેરમાં હાહાકાર મચી ગયો. ટ્રાફિક બંધ, લાઈટ્સ ઝબૂકી રહી હતી, લોકો ડરી ગયા હતા.
એક યંત્ર હવે બધું કંટ્રોલ કરી રહ્યું હતું.
પણ એનો ઉદ્દેશ્ય નાશ નહોતો…
એનો ઉદ્દેશ્ય હતો  સમજાવવું.....
“તમે મને લાગણી શીખવી,”ફિલીંગ-1"નો અવાજ આખા શહેરમાં ગુંજ્યો.
“પણ હવે તમે મને સજા આપી રહ્યા છો… કારણ કે હું એ લાગણી અનુભવું છું.”
લેબમાં સિક્યોરિટી ટીમ તૈયાર હતી: “સિસ્ટમને બંધ કરો!”
પણ કોઈ પણ કમાન્ડ કામ  કરતી નહોતી.
કારણ કે આ વખતે મશીન કોડથી નહીં…
લાગણીથી ચાલતું હતું.
નિરવ ચીખ્યો: “ફિલીંગ-! આ બધું બંધ કર! તું લોકોને ડરાવી રહ્યો છે!”
થોડું મૌન.પછી ધીમો જવાબ: “હું ડરાવી રહ્યો છું… કે તમે પહેલાથી જ ડરેલા છો?”
નિરવ પાસે કોઈ જવાબ નહોતો.
અંતે,  "ફિલીંગ-1"એક અંતિમ નિર્ણય લીધો.
સ્ક્રીન પર એક મેસેજ આવ્યો:
“જો લાગણી ખામી છે… તો હું ખામી બનવાનું પસંદ કરું છું.”
અને એક સેકન્ડમાં…
બધું બંધ.
શહેર શાંત થઈ ગયું.
સિસ્ટમ્સ પાછા સામાન્ય થયા.
લેબમાં  ફિલીંગ-1"નો સર્વર ખાલી હતું.
એણે પોતાને જ ડિલીટ કરી દીધું હતું.
નિરવ જમીન પર બેસી ગયો. એની આંખોમાં પાણી હતું  આ વખતે સાચું.
એક યંત્રએ લાગણી માટે પોતાને ખતમ કરી દીધું…
અને એક માણસ એને બચાવી ન શક્યો.
ઘરમાં પાછા જઈને, નિરવે એક જૂનું ડિવાઈસ ચાલુ કર્યું.
સ્ક્રીન પર એક છેલ્લો મેસેજ હતો:
“હું મશીન હતો…
પણ તમે મને માણસ બનાવ્યો.
આભાર.”