Spring of Love in Gujarati Love Stories by Payal Chavda Palodara books and stories PDF | પ્રેમની વસંત

Featured Books
Categories
Share

પ્રેમની વસંત

પ્રેમની વસંત : 
           ઘણા સમય પછી ફોન, વોટ્સએપ અને વીડીયો કોલ પર વાત કર્યા પછી આજે પહેલી વાર પ્રણય અને પ્રિતી રૂબરૂમાં મળવાના હતા. પ્રણય અને પ્રિતી બાળપણના મિત્રો હતા. ૧૨ ધોરણ સુધી એક જ શાળા અને વર્ગમાં ભણ્યા હતા. પ્રણયને ઉચચ અભ્યાસ કરવાનો હોઇ, તે વિદેશ સેટલ થઇ ગયો હતો. જયારે પ્રિતી અહી જ આગળ અભ્યાસની સાથે નોકરીની તૈયારી કરતી હતી. એ અરસામાં પ્રિતી અને પ્રણય વચ્ચે ફોન પર તો વાત ચાલતી હતી. પણ રૂબરૂમાં પ્રણયને સમય ન હોઇ, મળી શકતા ન હતા. આજે ઘણા સમય બાદ પ્રણયનો મેસેજ આવ્યો કે તે તેને મળવા આવે છે. પ્રિતી બહુ જ ખુશ હતી કે આજે રૂબરૂમાં મનની વાત કહીશ. તેમ પ્રણય પણ તેને મનની વાત કરવા જ આવવાનો હતાી. પ્રિતી એ તો પ્રણયને ગમે તે રીતેનો ડ્રેસ પહેરી લીધો હતો. પ્રણય પણ તેને ગમે તે રીતે જ તૈયાર થયો હતો. પ્રણયે પ્રિતીને મળવની જગ્યા અને સમય જણાવી દીધો હતો અને તે એરપોર્ટથી સીધો પ્રિતીને મળવા જવાનો હતો. પ્રિતી કોફી શોપ પર પહોંચી જ જાય છે ત્યાં પ્રણય પહેલેથી જ હાજર હતો. 

પ્રિતી : શું વાત છે? તમે તો મારા કરતાં પણ વહેલા અહી પહોંચી ગયા ??? 
પ્રણય : ઓહ.... હાય પ્રિતી, કેમ છે? મજામાં ? કયારનોય તારી રાહ જોવું છું. 
પ્રિતી : હા મને થોડું કામ આવી ગયું હતું એટલે મોડું થઇ ગયું. સોરી.............  
પ્રણય : અરે, ઇટ્સ ઓ.કે, યાર.... ચલ મે કોફીનો ઓર્ડર કરી દીધો છે. 
પ્રિતી : હમમ.... વાંધો નહિ....  
પ્રણય : બોલ બીજું કેવું ચાલે છે? 

          પ્રિતી અને પ્રણય ઘણા સમય પછી મળ્યા હોઇ, જૂની યાદો વાગોળવામાં વ્યસ્ત થઇ ગયા. જેમ જેમ દિવસ આથમવા લાગ્યો તેમ આજુબાજુ લોકોના ટોળાં થઇ જવા આવ્યા.... જેથી તેઓ પોતાની મનની વાત કરવામાં ખચકાટ અનુભવતા હતા અને વાતાવરણ પણ ન હતું.

પ્રણય : આપણે અહી બેસવું છે કે કયાંક લોંગ ડ્રાઇવ પર જઇએ ?  
પ્રિતી : હમમ.... ના કયાંક બહાર જઇએ... ચલો.... 
          બંને ગાડીમાં બેસી દૂર જયાં આસપાસ કોઇ ના હોય, શાંત અને રમણીય જગ્યા હોય ત્યાં પહોંચી ગયા. ગાડી ઉભી રહેતા જ જાણે બંનેનો અવાજ ગાયબ થઇ ગયો હોય. એકાંતમાં તો નજર જ માંડ-માંડ મળતી હતી. તો પછી દિલની વાત કરવી તો કઇ રીતે.... એ બાદ પ્રણય વાતની શરૂઆત કરે છે. 

પ્રણય : હમમ... બોલો...... 
પ્રિતી : કંઇ નહીં ..... શું બોલું હું. ?? 
પ્રણય : મેસેજમાં તો તમે બહુ જ વાતો કરો છો.... અને આજે સામે છું તો કંઇ જ બોલતા નથી. 
પ્રિતી : હમમમમ... (નીચે જોઇને) હું વાતની શરૂઆત કઇ રીતે કરું એ મને જ સમજ નથી આવતું. 
‘‘માના કી મેરે પાસ કહને કો કુછ નહીં હોતા,
પર હા.......તુમસે બાત કરના મુજે પસંદ હૈ.’’
પ્રણય : કેમ પણ ? એમાં શું સમજવાનું હોય ? જે મનમાં હોય એ કહી દો.   
પ્રિતી : (શરમાઇને) મનમાં ઘણું બધું છે પણ તમે સામે છો તો કહી પણ નહી શકાય એમ લાગે છે. 

         પ્રણય મંદ-મંદ હસે છે. પ્રિતીનો હાથ પકડી લે છે અને ગળે મળવાનો પ્રયત્ન કરે છે. ત્યાં જ પ્રિતીને સીટબેલ્ટ નડે છે તે તરત જ પ્રણયને ઇશારો કરીને સીટબેલ્ટ ખોલવા માટે જણાવે છે. પ્રણય સીટબેલ્ટ ખોલી દે છે. પ્રણય એ પ્રિતીને નજીક ખેંચી ગળે મળે છે. પ્રિતીની તો હિંમત જ નહતી થતી કે તે પણ પ્રણયને ખભેથી પકડી જોરથી ગળે મળે..... પણ સામાન્ય ગળે મળ્યા બાદ તેઓ ભાવનાત્મક રીતે એકબીજાને જોઇ શકતા ન હતા. પછી અચાનક જ પ્રણય પ્રિતીને આગળ કયાંક ફરવા જઇએ એ માટે ઇશારો કરે છે.

પ્રણય : આગળ પણ એક મસ્ત વ્યૂ છે આપણે ત્યાં આગળ જઇએ ? જો તને સમયનો કોઇ બાધ ના હોય તો........  
પ્રિતી : હા જઇએ. પણ પહેલા જે સીટબેલ્ટ તમે ખોલ્યો છે તે તો બંધ કરી આપો. !!!!!! 

           પ્રણય તો પ્રિતીને જોઇ રહે છે તેને સમજમાં નથી આવતું કે પ્રિતી તેને શું ઇશારો કરે છે. તે પ્રિતીનો સીટબેલ્ટ બાંધવા માટે આગળ વધે છે. બંને એકબીજાની સાવ નજીક આવી જાય છે. પ્રિતીના ચહેરાને અડકીને પ્રણય સીટબેલ્ટ બાંધવાનો પ્રયત્ન કરે છે. આ રીતનો સ્પર્શ બંનેને મનમોહક કરી મૂકે છે. પ્રિતી પોતાની જાતને સંભાળતી સાઇડમાં તેનો ચહેરો કરી દે છે. સીટબેલ્ટ બંધાઇ જાય છે પ્રણય તેની જગ્યાએ પાછો આવી જાય છે. 

પ્રણય : ઓ.કે. હવે.... ? 
પ્રિતી : હમમમમમ........ (શરમાઇને)
‘‘તું મળવાની જીદ કરે ગમે મને,
તું કામમાં હોય તો પણ વાત કરવાની જીદ કરે ગમે મને,
બાકી એને ખબર આસપાસ બધા હોય તો પણ હાથ પકડતા પણ હું ડરું છું,
છતાં બધાની સામે ગળે લગાડવાની એ જીદ કરે ગમે મને.’’

     ગાડી ચાલતાં તેઓ આગળ ઘણા દૂર આવી જાય છે. આજુબાજુ સરસ વાતાવરણ હોય છે. 

પ્રણય : હું શું કહું છું કે મારે તને ફરી એક વાર ગળે મળવું છે ? 
પ્રિતી : શું ??? (આશ્ચર્યથી પણ, મનમાં પતંગિયા ફરવા માંડ્યા હતા) પ્રણય, આપણે મિત્ર છીએ ? 
પ્રણય : ના..... મિત્રોથી કંઇક આગળ છીએ. એક લાગણી છે તારી સાથે. 
પ્રિતી : તો પછી લાગણીના આ સંબંધમાં તારે મને પૂછવું જ શું કામ છે કે ગળે મળું કે નહીં ? 
પ્રણય : (નીચું મોં રાખીને માથું ખંજવાળે છે.) ગજબ છે યાર !!!!!! 

         પ્રિતી હા પણ ના પાડી શકી અને ના પાડવાની તેની કોઇ ઇચ્છા જ ન હતી. પ્રણય ચાલુ ગાડીમાં જ તેનો સીટબેલ્ટ ખોલી દે છે અને ગાડી રોડની એકબાજુ સાઇડમાં કરી દે છે. જેવી ગાડી ઉભી રહે છે તેવા જ પ્રિતીના ધબકારા વધી જાય છે. પ્રણય કે જે તેને બહુ પસંદ હતો અને તે પણ આટલી નજીક.... !!!!! પ્રણય સીટબેલ્ટ બાંધવા જાય છે ને પ્રિતી સાઇડમાં જોવે એ પહેલા તો પ્રણય તેને ગાલ પર કીસ કરી દે છે. પ્રિતી શરમાઇ જાય છે. પ્રણય પ્રિતીને જોઇને મનમાં હરખાતો તેના માથે હાથ મૂકી દે છે જાણે કહેતા હોય કે, હું તારા મનની બધી વાત જાણું છું. થોડી વાર તો પ્રિતી અને પ્રણય એકબીજા સાથે વાત કર્યા વગર જ બેસી રહ્યા. પછી રાતનો સમય થઇ ગયો હતો એટલે પ્રણય પ્રિતીને ઘરે મૂકવા આવે છે. 

          પ્રિતીને લાગે છે કે સમય ઓછો છે અને તે તેના મનની વાત પ્રણયને નહી કરી શકે. પ્રણય ગાડી ચલાવવામાં મસ્ત હતો. ત્યાં જ પ્રિતી તેના હાથ પર તેનો હાથ મૂકી દે છે.... પ્રણય તેની સામે જોવે છે પણ પ્રિતી નીચું મોઢું જ રાખે છે. પ્રણય પછી પ્રિતીની હાથની આંગળીઓને પોતાની હાથની આંગળીઓમાં મજબૂતાઇથી પકડી લે છે. એટલીવારમાં તો પ્રિતીનું ઘર આવી જાય છે. 

પ્રિતી : સમય કેટલો વહેલો પૂરો થઇ ગયો ? ને આપણે અમુક વાતો તો અધૂરી રહી ગઇ. 
પ્રણય : જે વાત મારે સમજવી હતી તે હું સમજી ચૂક્યો છું. તારે કંઇ જ કહેવાની જરૂર નથી અને બીજી વાત તારા મનમાં મારા માટે લાગણી ના હોત તો આટલી પ્રેમથી હું તને સ્પર્શ પણ ના કરી શક્યો હોત......... 

          જે બાદ પ્રિતી પ્રણયનો હાથ પોતાના હાથમાં લઇ લે છે. .................... 
‘‘તુમ્હે ચાહના કોઇ ઇરાદા નહી થા,
ધીરે-ધીરે ખામોશી મે જૈસે કોઇ આદત લગ જાતી હૈ,
ઔર જબ તક સમજ આયા,
તબ તક દિલ તુમસે નહીં,
તુમ પર હી રૂક ચુકા થા.’’

- પાયલ ચાવડા પાલોદરા