આજે હું મેમુમાં બેઠો હતો ત્યાં સામે ત્રણ કોલેજીયન બેઠા હતા જેમાં એક છોકરી અને બે છોકરા બેસ્યા હતા.
જેમાં જીતેન્દ્ર, મુકુન્દ અને સરલાનો સમાવેશ થતો હતો.
થોડીવાર થઈ અને જીતેન્દ્ર કોલેજની આપવીતી સંભળાવવા લાગ્યો. જેમાં તે જણાવવા લાગ્યો કે કોલેજમાં કઈ રીતે તે અસાઇમેન્ટ અને વાઇવાથી બહાના મારીને છટકી જાય છે. તે અલગ અલગ યુક્તિ સરલાને સૂઝવવા લાગ્યો. તે કહેવા લાગ્યો કે જે દિવસે સભ્યતાન (સ્વાબમીશન) હોય તે દિવસે બાજુના રૂમમાં જઈને બેસી જવું અને કહેવું કે મારું અહીં આગળનું સાંભળવાનું રહી ગયું હતું એટલે લેક્ચરમાં બેસી ગયો છું.
પછી તે કહેવા લાગ્યો કે "મેડમ તારા પર ગુસ્સે થાય તો તરત જ તમે સામે તારે પ્રતિકાર કરવો અને મોટેથી બોલી ઉઠવું.જેથી ટીચર ગભરાઈ જાય અને તારું સબમિટન ટાળી દે." આમ, તે ટીચરોથી બચવા જુદા જુદા પેત્રા સમજાવવા લાગ્યો.
પછી મુકુન તેને પૂછવા લાગ્યો કે "તારે તો રોજિંદી જિંદગીમાં પણ તું અલગ અલગ પાત્ર અજમાવે છે?"
ત્યારે તે કહેવા લાગ્યો, "પહેલા તે સાંજે જઈને જીમ કરતો હતો અને હવે તેણે જીમ કરવાનું છોડી દીધું છે. કેમ કે તેના એક પોયરા ને સાચવવો, નોકરી ની થાક અને પછી જીમ ત્રણ વસ્તુ સાથે ના થાય."
મૂકને એ પાછું પૂછ્યું "પિતાજી વિશે શું કહેવું છે. તારા પિતાજી નો નેચર કેવો છે?"
ત્યારે જીતેન્દ્રએ કહ્યું, "મારા પપ્પા ખૂબ શાંત સ્વભાવના છે, જ્યારે હું સવારે વહેલો નથી ઉઠતો ત્યારે તે ફક્ત એક કામ કરે છે, સૌથી પહેલા 5:30 વાગ્યે એટલે પંખો બંધ કરે છે અને ફક્ત એક બૂમ પાડે છે અને એટલામાં હું ઉઠી પણ જાઉં છું!"
મને મારા અભિપ્રાયમાં આ વાત બિલકુલ સરખી લાગે છે, મારી સાથે પણ આવું જ થાય છે.
પછી જીતેન્દ્ર તેના ખિસ્સામાંથી ચાર્જિંગ વાળી ઈ-સિગરેટ કાઢીને પીવા લાગ્યો.તેણે બે ડમ માર્યા એટલામાં મૂકનએ પાછું પૂછ્યું, "તારા પિતાજીને ખબર છે કે તું ધુમ્રપાન કરે છે?"
જીતેન્દ્ર એ જવાબમાં કહ્યું, "મારા પપ્પા પણ પીએ છે અને તેટલે જ હું પણ પીવું છું જો મારા પપપા ન પીતા હોત, તો કદાચ હું પણ આજે ના પીતો હોત તે મને રોકી લેતા!"
હવે, એમની સાથે આયુષી આવીને બેઠી.
મુકાને પૂછ્યું, "શું તારા પપ્પા પર પીએ છે તો તે દિવસની કેટલી પીએ છે?"જીતેન્દ્રએ કહ્યું, "મારા પપ્પાને સવારમાં ઉગતા ની સાથે એક જોઈએ છે, પછી બપોરનું જમ્યા પછી એક પીએ છે, રાતે ખાઈને એક પીએ છે અને સુતા પહેલા એક પીએ છે. આમ તે સિગરેટ ને દવાની જેમ પીવે છે."
વચ્ચે વચ્ચે મુકંદ અને સરલા પ્રેમભાવની આપલે કરતા રહ્યા, તેઓ પ્રેમ ક્રિડાઓ કરતા હતા જેમાં સરલા મુકુંદના ખભા પર માથું મૂકી દેતી, પછી સરલા મુકુંદના હાથમાં હાથ નાખી દેતી હતી.
"શું તને આ આદત તારા પિતાજી તરફથી મળી છે?"મુકને પૂછ્યું."ના આ આદત મને 10 માંથી લાગી છે, પહેલીવાર હું આઠમા ધોરણમાં હતો ત્યારે એક વાર પીધી હતી. પછી તેને બે વર્ષ પછી દસમા ધોરણમાં આવ્યા પછી પીવાનું શરૂ કર્યું. પ્રારંભિક પણે હું એક દિવસમાં એક બોક્સ પૂરું કરી જતો હતો એટલે કે રોજની 10 પીતો હતો. પછી ધીરે ધીરે ઓછી કરી અને દિવસની ચાર પીવું છું. હું છેલ્લા છ વર્ષથી પીવું છું જેમાં બે વર્ષ પછી સાડા ચાર વર્ષ સુધી પીવાનું બંધ કર્યું અને ગયા મહિને પીવાનું શરૂ કર્યું. તેથી ટેસ્ટ લાવવા માટે હું સિગરેટ નહીં પરંતુ ઈ-સિગરેટ પીવું છું."
નોંધ: ગઈકાલે બસ મળી શકી નહીં પરંતુ આજે મળી છે કેમકે આજે ટ્રેન સવારે 8:00 વાગે આવી ગઈ હતી.