A..12 years - 1 in Gujarati Biography by Desai Pradeep books and stories PDF | એ..12 વર્ષ - ભાગ 1

Featured Books
Categories
Share

એ..12 વર્ષ - ભાગ 1

મને ખબર જ ન હતી કે 12 માં ધોરણ પછી જીંદગી માં શું શું હશે ! 

         અફસોસ... કે હું એ વર્ષોને સમજી ના શક્યો. પોતાના જીવનમાં બધાં લોકો આ 12 વર્ષ પસાર કરે ત્યારે જ મહાન બને છે, પણ મારે તો આ રીતે પસાર થશે એવી તો સૂઝ જ નહોંતી. હું તમને મારી પૂર્ણ 12 વર્ષ ની સફર કહું !

        પહેલા જ વર્ષ માં તો ખૂબ જ ડર, (મતલબ કે 1 ધોરણ માં) કારણ કે કોઈ જ દિવસ કદી એકલા ન રહેલા બાળક ને આખો દિવસ એકલો રાખો એટલે ડર તો હોય જ.. પણ માં જેવાં લાડ કરવાં વાળા જો શિક્ષક મળી જાય તો તો ખબર જ ન પડે કે ક્યારે એક વર્ષ પૂર્ણ થયું. મારા ભાગ્ય થી 1 ધોરણ માં તો માતા સમાન એક એવા ટીચર મળેલા જે મારા બધાં બહાના સ્વીકારે. 

        જાતે જ વખાણ નથી કરતો પણ, એનાથી મારો ડર ઓછો થયો અને ધીરે ધીરે મારી પ્રવૃતિ અને વર્તણૂંક પર સારી એવી અસર થઈ. માતા પિતા ની ચિંતા બી ઓછી થઇ. હું જ્યારે પહેલાં ધોરણ માં હતો ત્યારેય મિત્રો તો ઘણાં થયાં પરંતુ હાલ એકેય ના નામ યાદ નથી આવતાં, પણ એ સમયની દોસ્તી અમારી બહું જ નિખાલસ અને ભોળી ! 

         ત્યારે ઈન્ટરનેટ અને એઆઈ નો જમાનો જ નહીં ત્યારે સાદા ફોન કીપેડ વાળા હતાં એટલે ઘરે પણ બહુ જ ખુશમય વાતાવરણ, પ્રથમ ધોરણમાં તો ભણવાનું ચાલું જ કર્યું હોય એટલે ધીરે ધીરે હું ભણતર ની સીડી ચડવા લાગ્યો.

          એ દિવસોમાં પિતાશ્રી પર ઘર નો સંપૂર્ણ ભાર, મારાથી મોટાભાઈ હતાં પણ એમની ઉંમરેય ઓછી હતી. ત્યારે હું તો બમણો ખુશ જ હોતો, કારણ કે ઘરે મોટાભાઈ અને માતા પિતા, શાળામાં પણ એવાં જ ટીચર ! ચારે તરફથી ખૂબ જ લાડ કોડ મળી રહ્યાં હતાં.

           દરેક તહેવાર ધામધૂમથી ઉજવતાં અને જ્યારે દિવાળી કે ઉત્તરાયણ જેવો પસંદીદા તહેવાર આવે ત્યારે તો મારું બ્લડ પ્રેશર આકાશ ને ટચ કરી રહ્યું હોય...! હું બજારમાંથી જે વસ્તું લેવાની જિદ કરું તો ક્યારેય મારા માતા પિતા એ કોઈ પણ વસ્તુ લેવાની ના નથી પાડી. મને બહુ જ પ્રિય માતા પિતા મળ્યાં છે તેથી હું મારી જાતને બહું જ સૌભાગ્યશાળી માનું છું.

           જ્યારે હું પહેલાં ધોરણ માં ભણતો ત્યારે મારા મોટાભાઈ ૩-૪ ધોરણ મારાથી આગળ હતાં પણ શાળા તો એક જ એટલે હું ભણવા તેમના ભેગો જ જાઉં અને આવું. આ ઉપરથી મને એક કિસ્સો યાદ આવે છે એક દિવસ બપોરનો સમય રિશેષ પડવાનો ટાઇમ થયો ત્યારે મોટાભાઈ ને તેમના ક્લાસ ટીચરે શાળા ની બહાર કોઈ વસ્તુ લેવાં મોકલેલા એટલે મને ખબર નહોતી કે એ બહાર ગયા છે.

           પછી રિશેષ પડી અને તરત હું મોટાભાઈ ને ગોતવા લાગ્યો પણ ૧૦-૧૫ મિનિટ સુધી મોટાભાઈ ન મળ્યાં તેથી મારા તો ધબકારા વધવા લાગ્યાં અને હું થાકીને મારા રૂમના ખૂણે આવીને રડવા લાગ્યો. પછી તરત જ મારા ટીચરે આવીને પૂછ્યું કેમ રડે છે બેટા, મેં રડતાં રડતાં જવાબ આપ્યો બેન...(હિંબકે થી) મારા મોટાભાઈ નથી મળતાં. ટીચરે મને સમજાવ્યો કે એ શાળા ની બહાર ગયો છે હમણાં આવતો હશે. ત્યારે માંડ હું શાંત થયો પછી મોટાભાઈ આવ્યાં અને મને ઘરે મૂકવા આવ્યાં.

આવા જ કેટલાય કિસ્સાઓથી મારું પ્રથમ ધોરણ સમાપ્ત થયું 

અને હું બીજા ધોરણ માં પ્રવેશ્યો...... ક્રમશઃ (બીજો ભાગ જલ્દી જ આવશે)