અમદાવાદની ગરમ સાંજ. શહેરમાં ટ્રાફિક એ રીતે ધીમો હતો, જાણે બધાને ક્યાંક પહોંચવાની તાકીદ છે… સિવાય એક માણસના.
આર્યન.
કેફેની બહાર ઊભો, એ પાંચ વર્ષ જૂના મેસેજ વાંચતો હતો. સ્ક્રીન પર એક જ નામ - મીરા.
છેલ્લો મેસેજ: “તું મને પસંદ નથી કરતો હવે… કે તે પોતાને જ ગુમાવી દીધો છે?”
એ મેસેજનો જવાબ આજ સુધી લખાયો નહોતો.
આર્યન અને મીરા મળ્યા હતા એક કોલેજ ફેસ્ટીવલ માં..
મીરા સ્ટેજ પર ગાતી હતી… અને આર્યન, સામાન્ય રીતે જેને કોઈમાં રસ પડતો નહોતો, એ આજે એના અવાજમાં અટકી ગયો.
ફેસ્ટીવલ પૂરો થયા પછી, આર્યન સીધો એની પાસે ગયો: “તમારો અવાજ… ડેન્જરસ છે.”
મીરા હસી પડી: “ડેન્જરસ? કેમ?”
“લોકોને પ્રેમમાં પાડી દે એવો.”
બસ પછી તો એ દિવસથી બન્ને વચ્ચે વાતચીત નો દોર શરૂ થયો .
ચેટ્સ, કોલ્સ, મજાક, વાતો કરતા બંને થાકતા જ નહિ કે ના બન્ને ની વાતો ખુટતી..
અને પછી, એક દિવસ આર્યન બોલી ગયો:
“મને લાગે છે કે હું તારા વગર રહી શકતો નથી.”
મીરાએ થોડી સેકંડ શાંતિ રાખી… અને કહ્યું: “તો પછી રહીશ કેમ?”
એજ ક્ષણથી, બંને એકબીજાની દુનિયા બની ગયા.
સમય આગળ વધ્યો.
કોલેજ પૂરી થઈ, સપના બદલાયા.આર્યન પોતાના સ્ટાર્ટઅપમાં ડૂબી ગયો. મીરા મ્યુઝિકમાં આગળ વધવા લાગી.
પ્રેમ હજુ પણ એટલો જ હતો… પણ સમય નહોતો.
મીરા કોલ કરતી: “આજે મળીએ?”
આર્યનનો એક જ જવાબ હંમેશા તૈયાર: “આજે નહીં…" ઈમ્પોર્ટન્ટ મિટિંગ છે.”
એક-બે વાર સમજાય…
પણ જ્યારે "મિટિંગ” પ્રેમ કરતાં મોટી થઈ જાય, ત્યાંથી અંતની શરૂઆત થાય છે.
એક રાતે મીરાએ સીધું કહ્યું: “તું મારી સાથે છે કે ફક્ત મારી યાદોમાં?”
આર્યન ચીડાઈ ગયો: “હું બધું આપણા ફ્યુચર માટે કરી રહ્યો છું!”
મીરા શાંતિથી બોલી: “મને ફ્યુચર નહીં… પ્રેઝન્ટમાં તું જોઈએ છે.”
પણ આર્યનને લાગ્યું કે એ સમજતી નથી.
અને મીરાને લાગ્યું કે હવે એને સમજાવવાનો સમય ગયો.
બસ પછી સંબંધ માં તિરાડ પડવા લાગી
એક દિવસ, મીરાનો બિગેસ્ટ કોન્સ્ટૅ હતો.
એણે ખાસ આર્યનને બોલાવ્યો: “આજે આવજે જ … આ મારા માટે બહુ મહત્વનું ને તું પણ એટલો જ છે.”
આર્યને પ્રોમિસ તો આપ્યું પરંતુ એ દિવસે પણ મિટિંગ હતી.
“હું આવીશ,” એણે કહ્યું.પણ એ ગયો નહીં.
રાતે, મીરાએ મેસેજ કર્યો: “હું સ્ટેજ પરથી તને શોધતી રહી.”
આર્યન પાસે કોઈ સાચો જવાબ નહોતો.
ફક્ત એક જ મેસેજ લખ્યો: “સોરી...બિઝી હતો.”
એ “સોરી” એ સૌથી મોટું જુઠ્ઠાણું હતું.કેમકે દરેક વખતે અંતમાં સોરી જ સાંભળવા મળતું.
તે પછી, મીરા બદલાઈ ગઈ.
મેસેજ ઓછા, કોલ્સ બંધ…
અને એક દિવસ, એણે બધું જ બંધ કરી દીધું.
એક દિવસ મીરા છેલ્લીવાર તેને મળવા આવી.
“આપણે આ રીતે કેવી રીતે રહીશું,” એણે કહ્યું.
આર્યન ગુસ્સે: “તું જવા માંગે છે? ફાઈન, જા.”
ક્યારેક ગુસ્સો એ કામ કરી જાય છે, જે દુશ્મન પણ નથી કરી શકતો.
મીરાની આંખોમાં પાણી હતું… પણ એ પાછી વળી નહીં. અંતે એટલું જ બોલાયું કે..
“હું તને છોડું છું… કારણ કે તું મને પહેલાથી જ છોડીને ગયો છે.”
અને એ ચાલતી થઈ ગઈ.
આજે પાંચ વર્ષ પછી…
આર્યન સફળ છે. પૈસા, નામ, બધું છે.
પણ કેફેમાં એકલો બેઠો છે.
કેમ કે સફળતા તાળી વાગે છે…
પણ એકલતા અંદરથી ગુંજતી રહે છે.એણે અચાનક સ્ટેજ તરફ જોયું.એક ગાયિકા ગાતી હતી…
એ અવાજ… ઓળખી શકાય એવો હતો.
મીરા.
આર્યનનો શ્વાસ અટકી ગયો.
પરફોર્મન્સ પૂરરુ થયું લોકો તાળીઓ પાડતા રહ્યા.
આર્યન ધીમે ધીમે એની તરફ ગયો.
“મીરા…”
એણે વળીને જોયું.
થોડી સેકંડ… બંને માટે સમય અટકી ગયો.
“તું તો સાવ બદલાઈ ગયો,” મીરા બોલી.
આર્યન હળવું હસ્યો: “તું પણ… હવે વધારે સ્ટ્રોંગ લાગી રહી છે.”
થોડી શાંતિ પછી, આર્યન બોલ્યો: “શું આપણે ફરી…?”
મીરાએ વચ્ચે જ અટકાવ્યો: “કેટલીક વાર પ્રેમ પાછો નથી આવતો… ફક્ત યાદો આવે છે.”
“પણ હું હજુ પણ…”પણ હું નથી,” મીરાએ સ્પષ્ટ કહ્યું.
એક વાક્ય… અને બધું ખતમ.
મીરા ચાલતી થઈ ગઈ.
આ વખતે, આર્યન એને રોકવા દોડ્યો નહીં.
કેમ કે એને ખબર પડી ગઈ હતી
પ્રેમ ગુમાવવો એ દુખદ છે…
પણ એ પ્રેમને અવગણીને ગુમાવવો… એ સજા છે.
કેટલાક લોકો પાછા આવે છે…
ફક્ત બતાવવા માટે કે હવે એ તમારા નથી