સ્વાગત છે તમારું એક રાત ના 2nd પાર્ટ માં,
મને આશા છે તમને વાચવામાં આનંદ થતો હશે. તમારે કોઈ કોમેન્ટ કરવી હોય તો તમે મને 9974133875 પર કરી શકો છો.
જોત – જોતા માં આખું સ્ટેડિયમ ઉભરાઈ ગયું. બૂમાબૂમ ચાલુ થઈ ગઈ અને બધાના હાથમાં કંઈક ને કંઈક હથિયાર હતા. ગ્રાઉન્ડમાં પોલીસ અધિકારીઓ વચ્ચોવચ બધા જ ઉભા હતા બીજા ગ્રાઉન્ડની બહાર તો બીજા પબ્લિકને સાચવવા ઊભા હતા.
સૌથી મોટું સ્ટેડિયમ હોવા છતાં આવવા વાળી પબ્લિક સમાય સકી નહીં. તેથી સ્ટેડિયમની બહારની સંખ્યા પણ એટલી બધી દેખાતી હતી કે જાણે આપણી નજર જ પહોંચે ત્યાં સુધી વ્યક્તિઓ જ દેખાયા કરે. ખરેખર, જાણે કોઈ મુવી જોતા હોય તેમ આજુબાજુ લોકો જ દેખાયા કરે.
જેમ આપણે સોમનાથ મંદિરમાં આવેલા દરિયાને જોઈએ અને તેનો અંત દેખાતો નથી તેમ જ અહીંયા પણ લોકો સિવાય એક પણ જગ્યા દેખાતી નથી. રોડ પર પણ ક્યાંય સુધી અવાજ જ આયા કરે અને એમાંય યુવાઓ, પુરુષો, સ્ત્રીઓ બધા જ હાજર હોય છે. ઘરમાં ખાલી વધુ ઉંમરવાળા અને નાના બાળકો જ હોય છે.
આમ જોવા જઈએ તો અમદાવાદને બે ભાગની જેમ જાણી શકાય છે. જેને અમદાવાદીઓ કહે છે નદીની પાર અને નદીની આ બાજુ. નદીની પાર, એટલે વેસ્ટ અમદાવાદ. જ્યાં વેસ્ટ સાઈડ ને થોડી મોર્ડન અને ડેવલોપમેન્ટ કહેવાય છે જેમાં પાલડી, સેટેલાઈટ, ગોતા, નવરંગપુરા, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર, ...જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે અને સ્ટેડિયમ આ બાજુ જ આવેલું છે. અને આ બાજુ એટલે કે અમદાવાદની ઇસ્ટ સાઈડ. આ સાઈડ જૂનું શહેર અને ઇન્ડસ્ટ્રીયલ એરીયા વધારે છે તેથી કહી શકાય કે પ્રમાણમાં મોર્ડન અને ડેવલપમેન્ટ ઓછું છે. જેમાં, મણીનગર, ઇસનપુર, અમરાઈવાડી, બાપુનગર, રખિયાલ, નરોડા, નિકોલ, ઓઢવ,.. જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
નદીની આ બાજુ નિકોલમાં એક ફ્લેટ આવેલો છે. તેનું નામ હરે ક્રિષ્ના એપાર્ટમેન્ટ છે. એ ફ્લેટમાં ભાજપના ધારાસભ્યો રહેતા હતા. તેથી તે આખા ફ્લેટના બધા જ ઘરો ખાલી થઈ ગયા. અને ઘરમાં તેમના નાના છોકરાઓ જ એકલા રહ્યા ઘરના બધા પુરુષો મહિલાઓ સ્ટેડિયમ બાજુ ગયા હતા તેથી.
હવે આ ફ્લેટમાં ધાબા ઉપર જ એક બે મકાન હતા. ફ્લેટનું સ્ટ્રક્ચર એવું હતું કે, આ એપાર્ટમેન્ટ ના ફ્લેટ A-1, A-2, B-1, B-2, C-1, C-2 એમ કરીને છ ફ્લેટ અડીને જ હતા અને કોઈ પણ એક ફ્લેટમાં ધાબે ચડીએ તો પારિ કુદીને આ ફ્લેટના કોઈપણ ધાબે જઈ શકાય આમાંથી ખાલી C-1, C-2 માં જ એવું હતું કે ધાબા ઉપર જ મકાન બનાવ્યું હતું.
C-1ના ધાબા ઉપર વાળા મકાનમાં ચાર ફેમિલી મેમ્બર્સ રહેતા હતા. ભાઈ બહેન અને માતા-પિતા પરંતુ માતા-પિતા અને ભાઈ તો સ્ટેડિયમ બાજુ નીકળ્યા. તેથી બહેન જેનું નામ નિયતિ હતું તે ઘરે એકલી જ હતી તેને એકલું લાગતું હતું. અને કોઈ બીક પણ ન હતી. કેમ કે ધમકી આપવા વાળો પકડાઈ ગયો હતો તેથી તે ઘરમાંથી બહાર આવી ધાબા ઉપર ફરતી હતી.
ત્યાં જ તેને બાજુવાળા ધાબા ઉપર કોઈકનો સીડી ચડવાનો અવાજ આવ્યો. તેને ખબર હતી કે કોઈ જ ઘરે હશે નહીં તો પણ કોઈ હોઈ શકે જે બુટ પહેરીને આવતું હોય. કોઈ નાના છોકરાનો ચાલવાનો આવો અવાજ ન જ હોય શકે તેવું તેને લાગ્યું એટલે અચાનક જ તેને ફાડ પડી ગઈ અને તે જલ્દી જલ્દી તેના ઘર પાસે આવેલી ભીંત પાસે છુપાઈ ગઈ.
Thank you so much readers..💌
મળીએ આગળ ના પાર્ટ માં સ્ટોરી ગમે તો શેર કરી શકો છો..☺️