નવતરંગ મેગઝીન - અંક 1 in Gujarati Magazine by Lax Somani books and stories PDF | નવતરંગ મેગઝીન - અંક 1

Featured Books
Categories
Share

નવતરંગ મેગઝીન - અંક 1

1.આત્મા :-સ્વરૂપ અને ઓળખ 

જીવન નું સત્ય એટલે આત્મા. આત્મા એ પાંચતત્વ ના શરીર ને જીવંત રાખે છે. આત્મા શબ્દ ખુબ વ્યાપક અને ગતિશીલ છે. આત્મા શબ્દ એ સંસ્કૃત ના ' અત્ ' ધાતુ પરથી ઉતારી આવેલો છે.

આત્મા એ શરીર ને જીવંત રાખવા ની સાથે સાથે પરમાત્મા સુદી પહોંચવા નો સીધો માર્ગ છે. આત્મા એ આપણી અંદર રહેલો તે બીજા બધાં કોષો, અવયવો, અંશો ની જેમ દેખાતો નથી, પણ તે આખા શરીર ને નિયંત્રિત કરે છે, આપણે વીજળી જેમ દેખાતી નથી પણ તે બલ્બ માંથી પસાર થઇ ને પ્રકાશિત કરે છે તેમ આત્મા એ દેખાતી નથી પણ તે ઊંડા આધ્યાતમ ને જાગ્રત કરે છે.

શ્રીમદ્દ ભગવદ્ગીતા માં આત્મા વિશે વર્ણન કરતા કહ્યું છે કે :-

આત્મા ને શસ્ત્રો કાપી શકતા નથી, પાણી ભીંજવી શકતું નથી અને પવન સુકવી શકતો નથી. આત્મા અજર અમર અને અવિનાશી છે. આત્મા નો સંબધ વસ્ત્રો જેવો છે જુના વસ્ત્રો ત્યજી ને નવા વસ્ત્રો ધારણ કરીયે છીએ તેમ આત્મા એક શરીર માંથી બીજા શરીર માં પ્રવેશ કરે છે તેને આપણે જન્મ-મરણ તરીકે ઓળખીયે છીએ.

જયારે આપણે આપણા આત્મા ને ઓળખવા લાગીએ છીએ અને આપણે તેમાં ઊંડા ઉતારવા લાગીએ છીએ ત્યારે આપણે ભય, લોભ, ક્રોધ, રાગ, દ્વેષ, થી દુર થતા જઇયે છીએ અને એક પરમ શાંતિ નો અહેસાસ કરતા થઇ જઈએ છેએ.

2. આધ્યાત્મિકતા : જીવ થી શિવ ની યાત્રા

આધ્યાત્મિકતા એ કોઈ ધર્મ કે સંપ્રદાય પૂરતી મર્યાદિત નથી. પરંતુ એ પોતાની જાત ને શોધવા ની અને શાંતિ પ્રાપ્ત કરવાની સુંદર સફર છે. આજ ના આધુનિક યુગ માં લોકો પૈસા કમાવવા પાછળ એટલા વ્યસ્ત હોય છે કે તેમને પોતાની અંદર ડોક્યું કરવા નો સમય હોતો નથી.

આધ્યાત્મિકતા એટલે અંતર ની ખોજ અને આત્મા નો શાક્ષાત્કાર. આધ્યાત્મિકતા એ અધ્યાત્મ પરથી ઉતારી આવેલો છે, જે બે શબ્દ નો બનેલો છે.અધિ + આત્મા જેનો અર્થ થાય છે કે ' આત્મા ને લાગતું '. જેનો અર્થ છે કે હું કોણ છું ? આ પ્રશ્ન નો ઉત્તર શોધવા ની પ્રકિયા એટલે આધ્યાત્મિકતા...

લોકો ધર્મ અને અધ્યાત્મ ને એક માને છે પરંતુ બને વચ્ચે થોડો તફાવત જોવા મળે છે. ધર્મ એ નિયમો, પરંપરા ઓ અને વિધિ ઓ પર આધારિત હોય છે પણ અધ્યાત્મ તે વ્યકિતગત છે. તેના પર કોઈ બંધન નથી. તે માત્ર સત્ય ની શોધ કરે છે.

આધ્યાત્મિક જીવન એ આજ ના તણાવ વાળા જીવન માં માનસિક શાંતિ, પ્રેમ, કરુણા અને વત્સલ્ય જગાડવા નું કાર્ય કરે છે અને આપણી સાથે ના જીવન માં નવી સુવાસ લાવવા નું કાર્ય આધ્યાત્મિકતા કરે છે.


આધ્યાત્મિક જીવન જીવવા માટે કઈ હિમાલય માં જવા ની જરૂર નથી પરંતુ અહીં રહી ને આપણા વર્તન માં પ્રેમ - ભાવ લાવી ને ની:સ્વાર્થ સેવા કરી ને અને લોકો સાથે હળી - મળી ને જ રહેવા માં આધ્યાત્મિકતા છે.

આધ્યાત્મિક જીવન એ ભૌતિક સુખ થી ઉપર લઇ જઈ ને આંતરિક સુખ માં વધારો કરે છે જેથી માનવી ના વર્તન માં બદલાવ આવે છે અને તેની સાથે આસપાસ ના વાતાવરણ માં પણ બદલાવ આવે છે. 

૩. કર્મ : વિધાન અને ફળ

આપણી મહાન સંસ્કૃતિ એવી ભારતીય સંસ્કૃતિ માં ' કર્મ ' નો સિદ્ધાંત સૌથી વધુ મહત્વ નો છે. કહેવાય છે કે, " જેવું વાવશો તેવું ઉગાશે " આ વાક્ય એ કર્મ ના મૂળ ને સ્પષ્ટ સમજાવે છે. કર્મ એ માત્ર ક્રિયા નથી પરંતુ તે આપણા જીવન નું ધડતર કરતુ એક ચક્ર છે.

' કર્મ ' શબ્દ સંસ્કૃત ના ' કૃ ' ધાતુ પરથી ઉતારી આવ્યો છે. આપણે જે વિચારી એ છીએ, વાણી થી બોલી એ છીએ અને જે શરીર થી કાર્ય કરી એ છીએ - આ ત્રણેય નો સમાવેશ કર્મ માં થાય છે. દુનિયા નો એક અતૂટ નિયમ છે કે દરેક ક્રિયા ની સમાન અને વિરુદ્ધ પ્રતિક્રિયા આવે છે. આપણે વિચાર કે કાર્ય જગત માં રજુ કરીયે છીએ તે વહેલા કે મોડા આપડી પાસે પાછા આવે છે. જો આપણે કોઈ નું ભલું કરીએ તો કુદરત કોઈ ને કોઈ સ્વરૂપે આપણું ભલું કરે છે અને જો આપણે કોઈ પ્રાણી માત્ર ને દુઃખ આપીએ તો તે દુઃખ આપણે વ્યાજ સહીત પાછુ મળે છે.

શ્રીમદ્દ ભગવદ્ ગીતા માં શ્રી કૃષ્ણ એ અર્જુન ને કર્મ નો સૌથી મોટો પાઠ ભણાવ્યો છે કે તારો અધિકાર માત્ર કર્મ કરવા નો છે, તેના ફળ ની અપેક્ષા રાખવા નો નહીં. જયારે માનવી ફળ ની ચિંતા વગર પોતાનું કર્તવ્ય નિષ્ઠા પૂર્વક નિભાવે છે ત્યારે તે ચિંતાહીન બની જાય છે.

આપણા મહાન શાસ્ત્રો માં કર્મો ને ત્રણ ભાગ માં વહેંચવા માં આવ્યા છે :-
૧. સંચિત કર્મ :- ભૂતકાળ ના તમામ કર્મો નો સંગ્રહ.
૨. પારબદ્ધ કર્મ :- સંચિત કર્મ નો એ ભાગ જે અત્યારે ભોગવી એ છીએ.
૩. ક્રિયામણ કર્મ :- જે આપણે વર્તમાન માં કરી રહ્યા છીએ, જે આપણું ભવિષ્ય નક્કી કરે છે.

શ્રેષ્ઠ માર્ગ સ્વાર્થ વગર કરવા માં આવતું કર્મ ' નિષ્કામ કર્મ ' છે જયારે આપણે કોઈ ની મદદ માત્ર એટલા માટે કરીએ કે તે આપણી ફરજ છે. બદલા માં કશું મેળવવા ની ઈચ્છા ના હોય, ત્યારે તે કર્મ આપણે બંધન માંથી મુક્ત કરે છે.

કર્મ નસીબ થી પણ મોટુ છે કારણ કે આજે કરેલું કર્મ એ આવતી કાલ નું નશીબ બની શકે છે. આપડા પર આવતી મુશ્કેલી એ નશીબ ના કારણે નથી પરંતુ કર્મ ને અધિન છે.

૪. ધર્મ : જીવન ની આચારસંહિતા

ભારતીય સંસ્કૃતિ માં ' ધર્મ ' શબ્દ ને ખુબ જ વિસ્તૃત અને ઊંડાણ અર્થ ધરાવે છે. સામાન્ય લોકો ધર્મ ને મંદિર મસ્જિદ, ચર્ચ અને પૂજા-વિધિ- વિધાન તરીકે જોડે છે. પરંતુ ધર્મ જીવન જીવવા ની એક અનોખી અને સુંદર રીત છે.

ધર્મ એ ધારણા કરવા અને જીવન ના મૂલ્યો શીખવા માટે છે. ધર્મ શબ્દ એ ' ધૃ ' ધાતુ પરથી ઉતારી આવ્યો છે. જેનો અર્થ થાય છે કે ધારણ કરવું, જે ધારણા કરવા યોગ્ય છે તે ' ધર્મ '.જે તત્વ સમાજ ને જોડે છે, વ્યક્તિ ને ઉગરે છે, માનવતા લાવે છે તેજ સાચો ધર્મ છે જેમ અગ્નિ નો ધર્મ પ્રકાશ અને ગરમી આપવા નો છે તેમ માનવી નો ધર્મ ' માનવતા ' છે.

આપણે ધર્મ ના નામે ઘણી વખત ખોટું કરતા હોઈ એ કે પછી એક બીજા સાથે અયોગ્ય વ્યવહાર કરતા ના હોઈ એ જેથી કરીને આપણો માનવતા નો ધર્મ ખોટવાય જાય છે. આપણે હિન્દુ, મુસ્લિમ, શિખ, ખ્રિસ્તી ને ધર્મ તરીકે ગણતા હોઈએ છીએ પરંતુ હકીકત માં તે સંપ્રદાય છે.

મનુસ્મૃતિ નામ ના ગ્રંથ માં ધર્મ માં દસ લક્ષણો છે :-
૧.ધીરજ ૨. ક્ષમ 
    ૩. સંયમ ૪. અચૈર્ય     
                 ૫. પવિત્રતા ૬. ઇન્દ્રિયનિગ્રહ         
  ૭. બુદ્ધિ 8. વિદ્યા       
  ૯. સત્ય 10. આક્રોધ

આમ, આ દસ લક્ષણો છે. જો આપણે તેનું પાલન કરીએ તો તેજ આપનો સાચો ધર્મ છે અને સેવા કરવી એ આપનો સૌથી મોટો ધર્મ છે. ધર્મ એ ડરાવવા નું અને વિભાજીત કરવા માટે નથી પરંતુતે વિશ્વ ને એક પરિવાર તરીકે માનવ ની ભાવના છે. જયારે કોઈ વ્યકિત પર ના દુઃખએ દુઃખી અને સત્યવાદી હોય તો તે વ્યકિત સાચો ધર્મી છે.

૫. સંસ્કાર : જીવન નું ધડતર

જીવન નું કોઈ સાચું ધરેણું હોય તો તે સંસ્કાર છે. માનવી અને પ્રાણી વચ્ચે કોઈ તફાવત હોય તો તે પણ માત્ર સંસ્કાર નો છે. સંસ્કાર એટલે પૂજાપાઠ, વિધિ-વિધાન નહીં, પરંતુ વ્યકિતઓ ના વિચાર, વાણી અને વર્તન માં જોવા મળતી શુદ્ધિ. જેમ કોઈ હીરા ને ધસી ને ચમક આપવા માં આવે તે રીતે સંસ્કાર દ્વારા મનુષ્ય ના વ્યકિત્વ ને તેજસ્વી બનાવવા માં આવે છે. સંસ્કાર એ વારસા માં મળતી એવી મિલકત છે જે કયારે પણ ચોરાઈ શકતી નથી.

વ્યકિત ના ચરિત્ર નો પાયો સંસ્કાર છે, જે વ્યકિત ને સાચું અને ખોટું પારખવા ની શક્તિ આપે છે. સંસ્કાર થી સમાજ માં અગાવી ઓળખ સ્થાપિત થાય છે. સમાજ માં તેની ઓળખ તેના પદ, પૈસા થી નહીં પરંતુ તેના સંસ્કાર થી થાય છે. સદગુણો અને સારા સંસ્કાર તેને મનુષ્ય ને અંતરિક સંતોષ આપે છે.

સંસ્કાર મુખ્યત્વે ત્રણ સ્થાને થી પ્રાપ્ત થાય છે. ૧. પરિવાર, ૨. પાઠશાળા, ૩. મિત્રો. બાળક માટે ની તેમની પ્રથમ પાઠશાળા તેનું ઘર છે. માતાપિતા માં આચરણ થી બાળક અજાણતા ઘણું શીખે છે. ત્યારબાદ શાળા - કોલેજો માં મળતું જ્ઞાન તેને નૈતિકતા સાથે જોડે છે. અને મિત્રો અને વાતાવરણ દ્વારા તેને સારા કે નરસા સંસ્કાર પ્રાપ્ત થાય છે.

કહેવાય છે કે " જેવો સંગ તેવો રંગ " જેની સીધી અસર સંસ્કાર પર પડે છે. આપણે આજની આધુનિક દુનિયા માં ખુબ આગળ વધી રહ્યાં છીએ, તેના કારણે સંસ્કારો અને નૈતિક મૂલ્યો નું પતન થઇ રહ્યું છે.

સંસ્કાર એ કોઈ દેખાડો કરવા ની વસ્તુ નથી. પણ તે આપણા લોહી માં વણાયેલા ગુણો છે. જો આપણે આવનારી પેઢી ને ધન -સંપત્તિ ઓછી આપીશું તો ચાલશે પણ સંસ્કાર ઓછા આપીશું તો નહીં ચાલે.

૬. ધૈર્ય : મુશ્કેલી માં સ્થિરતા

' ધૈર્ય ' એ જીવન ની સફળતા ની ચાવી છે. કહેવાય છે કે " ધીરજ ના ફળ મીઠાં " એ માત્ર કહેવત નથી પણ જીવનનું ઊંડું સત્ય છે 
 આજ ના સમય માં જોવા મળે છે દરેક વ્યકિત ને બધું ઝડપી જોઈએ છે પરંતુ ધીરજ રાખવી ગમતી નથી.

ધૈર્ય એટલે માત્ર રાહ જોવી નથી પરંતુ ધીરજ ની સાથે સાથે સ્વભાવ અને ઉત્સાહ પણ જાળવી રાખવો જઈએ મુશ્કેલી ભર્યા સમય માં પણ શાંતિ થી અને વિચલિત થયાં વગર કામ શાંતિ થી કરવા ની ક્ષમતા એટલે ધૈર્ય.

જો વ્યકિત માં ધીરજ હોય તો નાની - નાની બાબતો માં ગુસ્સો આવતો નથી અને તણાવ પણ લાગતો નથી તેની સાથે માનસિક સ્વાસ્થ્ય સારુ રહે છે. જો કોઈ વાર ઉતાવળ માં લીધેલો નિર્ણય ખોટો સાબિત થઇ શકે છે. આપણે કોઈ પણ પરિસ્થિતિ માં ધીરજતા રાખવા થી આપણે યોગ્ય નિર્ણય લઇ શકીએ છીએ.

ધૈર્ય એ નિર્બળતા નથી પરંતુ અંતરિક શક્તિ છે. જો આપણે મહાન વ્યકિત ઓના જીવન પાર નજર નાખશો તો જણાશે કે તેમની સફળતા પાછળ કેટલા વર્ષો ધૈર્ય અને ખુબ પરિશ્રમ રહેલો છે. જો જીવન માં શાંતિ અને પ્રગતિ ઇચ્છતા હોઈ તો આપણે ધૈર્ય ને આપણો પરમ મિત્ર બનાવવો પડશે.

૭. ક્ષમા : મુક્તિ નો માર્ગ

ક્ષમા એ મનુષ્ય નો સૌથી મોટો મિત્ર છે અને કિંમતી આભૂષણ જેવો છે ભારતીય સંસ્કૃતિ માં કહેવાયું છે કે " ક્ષમા વિરસ્ય ભૂષણમ્ " અર્થાત્ ક્ષમા વીરો નું આભૂષણ છે. કોઈ વ્યકિત ની ભૂલ પર ક્રોધ કરવો એ સામાન્ય છે, પણ તેની ભૂલ ને માફ કરવી એ દૈવી ગુણ છે. ક્ષમા એટલે સામેની વ્યકિત ને મુક્ત કરવા ની પ્રક્રિયા નથી પરંતુ તેની સાથે પોતાની અંદર રહેલા નકારાત્મક બોજ ને પણ આઝાદી આપવા ની કાળા છે.

ક્ષમા નો અર્થ એ નથી કે સામેની વ્યકિત ની અયોગ્ય વાતને પણ યોગ્ય ગણાવી પરતું ક્ષમા નો સાચો અર્થ એ છે કે તમારા મન માં પેદા થયેલા વેર, ક્રોધ, બદલા ની ભાવના ને કાયમ માટે છોડી દેવી જયારે તમે ભૂલ ને માફ કરો છો ત્યારે ભૂતકાળ ની પીડા ને તમે ભવિષ્ય પાર હાવી થવા દેતા નથી.

એવું કહેવાય છે કે વેર, બદલા કે ક્રોધ ની ભાવના હોય તો તે વ્યક્તિ હંમેશા તણાવ માં રહે છે, અને અશાંતિ અનુભવે છે જેનાથી તેને હ્દય રોગ નું પણ જોખમ રહે છે. હમેંશા ક્રોધ માં લીધેલો નિર્ણય વ્યકિત ને નુકશાન કારક બનાવે છે. જે ભૂતકાળમાં બની ગયું છે તેને છોડી દો તેજ શ્રેષ્ઠ માર્ગ છે અને ક્ષમા ની શરૂઆત પોતાની જાત થી જ થાય છે.

જૈન ધર્મ માં મહાવીર સ્વામી એ ' મિચ્છામિ દુક્કડમ ' જેવો મહાન શબ્દ અપાયો છે, મહાત્મા ગાંધીજી એ અહિંસા અને ક્ષમા ને શસ્ત્ર તરીકે વાપર્યું છે. ઈસુખ્રિસ્ત પણ વધસ્તંભ પાર ચડતા પહેલા કહ્યું કે " હૈ ઈશ્વર આ લોકો ને માફ કરજે કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે " 
જે વ્યકિત માફ કરે છે તેજ સાચો સુખી છે ક્ષમા એ બીજા પર કરેલો ઉપકાર નથી પરંતુ આપણા પોતાના આત્મા ની શાંતિ માટે લીધેલું પવિત્ર પગલું છે.

"ક્ષમા એ બળવાન વ્યક્તિનું આભૂષણ છે. કાયર ક્યારેય માફ કરી શકતો નથી, કારણ કે ક્ષમા આપવા માટે મોટા હૃદયની જરૂર હોય છે."

૮. આનંદ : પરમ અવસ્થા

આનંદ શબ્દ એ એવો શબ્દ છે કે જીવન માં આવતા ની સાથે જીવન ને રત્ન જેવું અનમોલ કરી દે છે માનવી સંપૂર્ણ જીવન માં જે પણ પ્રવુતિ કરે છે તેનો અંતિમ ધ્યેય માત્ર આનંદ ને જ અનુરૂપ હોય છે. જીવન નું સાચું અમૃત આનંદ છે. જીવન માં સુખ અને આનંદ બન્ને અલગ - અલગ બાબત છે સુખ ઘણીવાર માત્ર ભૌતિક બાબતો થી મળે છે. જયારે આનંદ એ મન માં પરમ શાંતિ મળવા ના કારણે થાય છે.આનંદ એ બાહ્ય કરતા આંતરિક પરિસ્થિતિ માં તે બહુ આધાર રાખે છે.

આપણે આનંદ ને ભવિષ્ય માં શોધતા હોઈએ છીએ કે, " જ્યારે મને સારી નોકરી મળશે ત્યારે હું આનંદ માં હોઈશ, કે મારી પાસે ગાડી હશે ત્યારે હું આનંદ માં હોઈશ." પણ સાચું એ છે કે આપણે જે વર્તમાન ન માં જીવીએ છીએ તેજ આનંદ છે. આનંદ ને આપણે બહાર ની દુનિયા માં શોધતા હોઈએ છીએ પરંતુ આનંદ એ આપણી અંદર કયાંક ને ક્યાંક છુપાયેલો હોય છે. દરેક વાતો માં, ધટના માં, સમય માં આનંદ મળી શકે છે અને આપણું સંપૂર્ણ જીવન આનંદમય બની શકે છે.

આપણે જીવન માં સ્વાસ્થ્ય નું ધ્યાન રાખીએ અને મન ની અંદર સારા વિચારો કરતા રહીએ તો તેનાથી આપણા જીવન માં આનંદ આવવા લાગે કેમકે સ્વસ્થ મન અને સ્વસ્થ શરીર માં આનંદ નો વાસ હોય છે. આપણે નકારાત્મકતા નો ત્યાગ કરવો જોઈએ. જેથી, વિચારો સારા આવે અને જીવન આનંદિત થાય.

" ગઈકાલની ચિંતા છોડીને વર્તમાન માં જીવવું એ જ આનંદની ચાવી છે."

જીવન એક ભેટ છે જે પરમાત્મા એ આપેલી મહામૂલી ભેટ છે. આ ભેટ ને સમાજવા માં અને જાણવા માં ધણીવાર ભૂલ કરી દઈએ છીએ. જીવન એ સોંદર્યશાળી વાતાવરણ અને દુઃખ - દર્દ વાળા વાતાવરણ બંને નો પરિચય કરાવે છે. જીવન એક પ્રવાસ જેમ છે.

જીવન એ માત્ર જન્મ અને મૃત્યુ વચ્ચે નો સમય ગાળો નથી પરંતુ તે એક એવી માલા છે જેમાં સુખ - દુઃખ, હાર - જીત, માન - સન્માન, આશા - નિરાશા જેવા મણકા ઓ પરોવાયેલા છે. પરમાત્મા એ આવી સુંદર અને વિશિષ્ટ આવવી સૃષ્ટિ પર માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા માટે નથી મોકલ્યા પરંતુ આ સૃષ્ટિ પર રહી ને કંઈક અર્થ પૂર્ણ કર્મ કરવા મોકલ્યા છે.

જીવન માં ઘણી મુશ્કેલી આવે છે પરંતુ તેનો એ અર્થ નથી કે તે કાયમી છે. જેમ નદી પથ્થર સાથે અથાડાઈ ને પોતાનો રસ્તો જાતે બનાવી લે છે તેમ આપણે પણ પણ તે મુશ્કેલી માંથી નીકળી જવાનો રસ્તો ખોજવો જ પડે છે.જીવન માં આપણે ઘણાં બધાં કર્મ કર્યા હોય છે. ભલે, પછી તે સારા હોય કે ખરાબ ! પણ આપણે તે ભૂતકાળ માં થઇ ગયેલા કર્મ પર પ્રસ્તાવો ના કરવો જોઈએ પરંતુ આજ ના વર્તમાન અને ભવિષ્ય માં આનંદિત રહે.

૯. જીવન : પરમ અનુભૂતિ

જીવન એક ભેટ છે જે પરમાત્મા એ આપેલી મહામૂલી ભેટ છે. આ ભેટ ને સમાજવા માં અને જાણવા માં ધણીવાર ભૂલ કરી દઈએ છીએ. જીવન એ સોંદર્યશાળી વાતાવરણ અને દુઃખ - દર્દ વાળા વાતાવરણ બંને નો પરિચય કરાવે છે. જીવન એક પ્રવાસ જેમ છે.

જીવન એ માત્ર જન્મ અને મૃત્યુ વચ્ચે નો સમય ગાળો નથી પરંતુ તે એક એવી માલા છે જેમાં સુખ - દુઃખ, હાર - જીત, માન - સન્માન, આશા - નિરાશા જેવા મણકા ઓ પરોવાયેલા છે. પરમાત્મા એ આવી સુંદર અને વિશિષ્ટ આવવી સૃષ્ટિ પર માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા માટે નથી મોકલ્યા પરંતુ આ સૃષ્ટિ પર રહી ને કંઈક અર્થ પૂર્ણ કર્મ કરવા મોકલ્યા છે.

જીવન માં ઘણી મુશ્કેલી આવે છે પરંતુ તેનો એ અર્થ નથી કે તે કાયમી છે. જેમ નદી પથ્થર સાથે અથાડાઈ ને પોતાનો રસ્તો જાતે બનાવી લે છે તેમ આપણે પણ પણ તે મુશ્કેલી માંથી નીકળી જવાનો રસ્તો ખોજવો જ પડે છે.જીવન માં આપણે ઘણાં બધાં કર્મ કર્યા હોય છે. ભલે, પછી તે સારા હોય કે ખરાબ ! પણ આપણે તે ભૂતકાળ માં થઇ ગયેલા કર્મ પર પ્રસ્તાવો ના કરવો જોઈએ પરંતુ આજ ના વર્તમાન અને ભવિષ્ય માં આનંદિત રહે.

જીવન માં ' પરોપકાર ' શબ્દ એ અમૂલ્ય અને અનમોલ છે. મહાત્મા ગાંધીજી નું પ્રિય ભજન " વૈષ્ણવ જન તો તેને કહીએ " તેમાં પરોપકાર ને ખુબ વિસ્તાર થી સમજાવ્યું છે. બીજા ની મદદ કરી ને તેના ચહેરા પાર સ્મિત લાવવું એ ખુબ મોટી પરોપકાર ની ભાવના છે અને સૌથી મોટી કળા પણ છે. જીવન જીવવું એ પણ કળા છે. ધણાં લોકો જીવન તો જીવે છે. પરંતુ પોતાના માટે નહીં બીજાના માટે બીજાને સમજવા માં પોતાને સમજવા નું ભૂલી જાય છે.