Hello friends, મારી આ શોર્ટ – સસ્પેન્સ સ્ટોરી ને વાંચવાની શરૂવાત કરવા માટે Thank you so much, મને આશા છે તમને વાચવામાં આનંદ થશે. આ નાનકડી એવી સ્ટોરી 3 કે 4 પાર્ટ ની જ છે. તો રીડર્સ તમને review કે comments કરવી હોય તો મને 9974133875 નંબર ઉપર કરી શકો છો..
આ વાત છે અમદાવાદની એ રાતની જેને આખું અમદાવાદ યાદ કરતું હશે અને ગુસ્સે થતું હશે કાં તો બીતું હશે.
2026 નવું વર્ષ શરૂ થયા ને લગભગ એક મહિનો વીત્યો અને ફેબ્રુઆરીના થોડા દિવસ ગયા હતા ત્યાં અમદાવાદની એ રાત્રે ગજબની અફરા–તફરી મચી ગઈ પોલીસ ખાતું, જનસેવા ખાતું તેમજ અમદાવાદની સેવા કરવા માટે બધા જ પરેશાન થઈ ગયા. ક્યાં શું કરવું તેની કંઈ જ સૂઝ પડતી ન હતી. ત્યાં વસતા લોકો પણ બીકના મારે આમ તેમ ભાગવા માંડ્યા હતા.
અમદાવાદ વાસીઓને ધમકી મળી હતી કે, "હું આવું છું અને અમદાવાદને ખંડિત કરીને જઈશ જ્યાં સુધી મને કોઈ જીવતું દેખાશે ત્યાં સુધી અમદાવાદને તબાહ કરતો રહીશ."
આ ધમકી સાંભળીને બધા લોકો બીકના માર્યા અફરા-તફરી મચાવી રહ્યા હતા અને આમ તેમ ભાગી રહ્યા હતા. બધી સ્કૂલમાં, સોશિયલ મીડિયામાં, રેડિયોમાં, સમાચારમાં અને આખા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર લગાયા હતા અને આ જ વાત ચાલતી હતી.
તે દિવસે લગભગ સાંજના 7:30 વાગ્યાથી આજ વાત ચાલુ થઈ હતી. આટલા બધા વિસ્તારોમાં પોસ્ટર કોને ચોંટાડ્યા કે કોને આવી ધમકી ભરી વાત બહાર પાડી તેવું કંઈ જ પોલીસને સમજાતું ન હતું બેસ્ટમાં બેસ્ટ ઓફીસરો ને સૂચન આપવામાં આવ્યું અને આ આરોપીને પકડવાનું કામ સોપવામાં આવ્યું.
આટલા મોટા અમદાવાદમાં જ્યાં એક બે નહીં પણ ઘણા બધા સ્પેશિયલ અને બેસ્ટ ઓફિસરો કામ કરતા હતા તો પણ તે કોણ છે કે કોને કર્યું તેવું કઈ જ જાણ થયું નહીં.
લગભગ કલાક પછી એટલે કે 8:30 એ પોલીસ ખાતાને એક વીડિયો ક્લિપ હાથ લાગી જેમાં એનું એ જ વાક્ય દોહરાવવામાં આવ્યું હતું. ધમકીના રૂપે અને તેથી જ તે બોલવા વાળા નું મોઢું દેખાઈ આવ્યું હતું તેની બધી જ ડીટેલ નીકાળવા માટે બધા જ વિસ્તારમાં ખબર પહોંચાડી દીધી.
અને એક બાજુ કોઈ જ ઘરમાંથી નીકળે નહીં અને ઘરના દરવાજો બંધ જ રાખીને રહે જ્યાં સુધી તે ધમકી આપનારો ન મળે ત્યાં સુધી જ્યારથી ધમકી મળી ત્યારથી બધાને સૂચન અપાયેલા હતા તેથી આખું અમદાવાદ ખાલી થઈ ગયું હોય તેવું લાગતું હતું. એક મિનિટ પણ બંધ ન થનારા અમદાવાદમાં જાણે કોઈ રહેતું જ ન હોય તેવો ભયાનક સન્નાટો અનુભવાતો હતો. જ્યાં મોટી મોટી સ્ટ્રીટ લાઈટ સિવાય કોઈ વ્યક્તિ નજરે દેખાતું ન હતું કદાચ આટલું તો કોરોના મહામારીના કર્ફ્યુના સમયમાં પણ શાંત ન હતું તેટલું બધું શાંત અમદાવાદ થઈ ગયું હતું.
અંદાજે રાતના 12:25 સુધીમાં તે આરોપી ક્યાં સંતાયેલો છે તેની જાણ થઈ ગઈ અને બધી બાજુથી બધા વિસ્તારોમાં પોલીસ વિભાગ અને સાથે રહેતા વાસીઓને પણ જોડાવા બોલાવી દીધા આવું જાણતા બધા જ અમદાવાદીઓ થોડા થોડા કરીને તે બાજુ જવા મંડ્યા. તે ધમકી આપવા વાળા વ્યક્તિએ પોતાનો ફોન ચાલુ કરીને કોલ લગાવ્યો હતો. એટલામાં જ તેનું લોકેશન ટ્રેસ થઈ ગયું હતું. તેથી પોલીસ વિભાગથી લઈને અમદાવાદની જાહેર જનતાને પણ સાથે જવા કહ્યું અને તે વ્યક્તિ જ્યાં હતો ત્યાંના ગેટને બંધ રાખીને ન ખબર પડે તે રીતે જ રહેવા દીધો હતો.
તેનું લોકેશન સૌથી મોટા આપણા "નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં" પકડાયું હતું. અને તે જગ્યાની પોલીસ તત્કાળ હાજર થઈ બધા ગેટ બંધ કરી જ્યાં સુધી બીજા વિસ્તારની જનતા કે કોઈ પોલીસ ન આવે ત્યાં સુધી ન ખોલવાનું પ્રબંધ કર્યું હતું.
ધીમે ધીમે રોષે ભરાયેલી પબ્લિક આવા લાગી અને યુવાઓ તો બુમાભૂમ કરતા કરતા ગાડીઓ લઈને આવવા લાગ્યા.
તો મળીએ 2nd part માં thank you 😚