#લાલરીબીન
"મહત્વની સૂચના: > આ નવલકથા 'લાલ રીબીન' એક સામાજિક જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી લખવામાં આવી છે. વાર્તામાં દર્શાવવામાં આવેલા તબીબી તથ્યો, આંકડાઓ અને સરકારી યોજનાઓ અધિકૃત સ્ત્રોતો (જેમ કે NACO અને GSACS) પર આધારિત છે. જોકે, આ માહિતી માત્ર શૈક્ષણિક અને જાગૃતિના હેતુ માટે છે. કોઈપણ તબીબી નિદાન અથવા સારવાર માટે હંમેશા લાયકાત ધરાવતા ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. વાર્તાના પાત્રો અને પ્રસંગો કાલ્પનિક છે."
ભાગ - ૧: રક્તમાં છુપાયેલું તોફાન (The Storm within the Veins)
"The architecture of a perfect life can crumble with a single medical report." (એક આદર્શ જીવનનું માળખું માત્ર એક મેડિકલ રિપોર્ટથી ધરાશાયી થઈ શકે છે.)
અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા ‘આર્યન બંગલો’ માં આજે હરખનો પગરવ હતો. આખું ઘર ફૂલો અને રોશનીથી શણગારાયેલું હતું. કારણ પણ વ્યાજબી હતું; શહેરના જાણીતા આર્કિટેક્ટ અજય્ય ના લગ્ન આડે હવે માત્ર Seven (સાત) દિવસ બાકી હતા.
અજય્ય તેની ચેમ્બરમાં બેસીને પોતાની મંગેતર ઓજસ્વિની ના ફોટા જોઈ રહ્યો હતો. પણ છેલ્લા થોડા સમયથી અજય્યને અંદરથી કંઈક અજ્ઞાત ભય સતાવી રહ્યો હતો. તેને સતત અનુભવાતો પેલો ઝીણો તાવ અને રાત્રે થતો અકારણ પરસેવો તેને મૂંઝવી રહ્યો હતો. તેને લાગ્યું કે કદાચ લગ્નની દોડધામ અને માનસિક થાક હશે. સાવચેતીના ભાગરૂપે તેણે ફેમિલી ફિઝિશિયન ડૉ. પ્રજ્ઞાન પાસે પોતાનું રૂટિન મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.
બપોરે ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે જ ડૉ. પ્રજ્ઞાનનો ફોન આવ્યો. "અજય્ય, જરા ક્લિનિક પર આવી શકીશ? અર્જન્ટ છે."
ક્લિનિક પહોંચતા જ ડૉક્ટરે તેને પોતાની કેબિનમાં બોલાવ્યો. ટેબલ પર એક સફેદ કવર હતું. ડૉક્ટરે અત્યંત ધીમા પણ મક્કમ અવાજે કહ્યું:
"અજય્ય, I am afraid the results are not what we expected. Your screening test is reactive for HIV-1."
એક ક્ષણ માટે અજય્યને લાગ્યું કે તેની આસપાસની હવા થીજી ગઈ છે. "પણ ડૉક્ટર, આ કેવી રીતે શક્ય છે? મેં તો ત્રણ મહિના પહેલા પણ ટેસ્ટ કરાવ્યો હતો, ત્યારે તો બધું નેગેટિવ હતું!" અજય્યનો અવાજ ધ્રૂજી રહ્યો હતો.
ડૉક્ટરે નિસાસો નાખ્યો, "અજય્ય, વિજ્ઞાનમાં આને 'Window Period' કહેવાય છે. જ્યારે વાયરસ શરીરમાં પ્રવેશે ત્યારે તરત રિપોર્ટમાં તે પકડાતો નથી. તેને પકડાતા ૨ અઠવાડિયાથી ૩ મહિના જેટલો સમય લાગી શકે છે. કદાચ ત્યારે વાયરસ તારા લોહીમાં હાજર હતો પણ રિપોર્ટમાં પકડાયો નહોતો, પણ તું ચેપ ફેલાવી શકે તેવી સ્થિતિમાં હતો. But now, it’s a reality."
અજય્યની નજર સામે ઓજસ્વિનીનો હસતો ચહેરો દેખાયો. તેને થયું કે શું તેની જિંદગી હવે માત્ર એક આંકડામાં બદલાઈ જશે? શું તે ભારતની ૧૪૦ કરોડની વસ્તીમાં રહેલા એ 0.20% HIV દર્દીઓનો હિસ્સો બની ગયો છે?
તેણે ધ્રૂજતા અવાજે પૂછ્યું, "શું આ મારી જિંદગીનો અંત છે?"
ડૉક્ટરે તેનો હાથ પકડીને આશ્વાસન આપતા કહ્યું, "ના અજય્ય, એડ્સ હવે જીવલેણ બીમારી મટીને 'મેનેજેબલ ક્રોનિક ડિસીઝ' જેવી બની ગઈ છે. જો તું શિસ્તબદ્ધ રીતે ART (Antiretroviral Therapy) દવાઓ લેશે, તો તું સામાન્ય માણસ જેટલું જ ૭૦ થી ૭૫ વર્ષનું આયુષ્ય જીવી શકીશ."
પરંતુ અજય્યના કાનમાં તો માત્ર પેલા Seven (સાત) દિવસના લગ્નનો ઉત્સવ જ ગુંજતો હતો. તેને સમજાતું નહોતું કે આ 'લાલ રીબીન' હવે તેની ખુશીઓને છીનવી લેશે કે નવી જિંદગી આપશે.
"ડિસ્ક્લેમર: > એડ્સ (AIDS) એ હવે જીવલેણ બીમારી નથી, પરંતુ યોગ્ય સારવાર અને સમજણથી મેનેજ કરી શકાય તેવી સ્થિતિ છે. જો તમને અથવા તમારા પરિચિતમાં કોઈને પણ શંકાસ્પદ લક્ષણો જણાય, તો ગભરાયા વગર નજીકની સરકારી સિવિલ હોસ્પિટલના ICTC (જ્યોતિ) સેન્ટરનો સંપર્ક કરો. તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. વધુ માહિતી માટે ભારત સરકારની હેલ્પલાઈન 1097 પર કોલ કરો.
- માનસી દેસાઈ શાસ્ત્રી"
#GujaratiStory #गुरातीवार्ता
#ViralPost #ShortStories
#KachnuAkash
#TrendingNow
#GujaratiLiterature
#આધુનિકવાર્તા
#BoldWriter
#MansiDesaiShastriNiVartao
#માનસીદેસાઈશાસ્ત્રીનીવાર્તાઓ
#Aneri
#SuspensethrillerStory
#Booklover
#Storylover
#Viralstory