A pain of Woman in Gujarati Anything by Hasti Dangar books and stories PDF | એક સ્ત્રીની વેદના

Featured Books
  • એકત્વ

    એકત્વ   "स एकाकी न रमते, स द्वितीयमैच्छत्।" બૃહદારણ્યકોપનિષદ...

  • એક સ્ત્રીની વેદના

    એક અબળા,નિરાધાર, લાચાર સ્ત્રીને સમજવાવાળું કોઈ નથી હોતું. એક...

  • Icecream by IMTB

    આ રહી આઈસ્ક્રીમનો ઇતિહાસ + ભારતની ત્રણ દિગ્ગજ બ્રાન્ડ્સ (Hav...

  • પારિવારિક સમસ્યાઓ અને સમાધાન

    પરિવાર માનવ જીવનની સૌથી નાની પણ સૌથી મહત્વપૂર્ણ એકમ છે. માણસ...

  • ભ્રમજાળ - 1

    #ભ્રમજાળ ભાગ ૧: લોહીના ડાઘ અને લાલ રંગ​અમદાવાદની ભીડભાડવાળી...

Categories
Share

એક સ્ત્રીની વેદના

એક અબળા,નિરાધાર, લાચાર સ્ત્રીને સમજવાવાળું કોઈ નથી હોતું. એક સ્ત્રીને હંમેશા ચાર દીવાલ વચ્ચે રહીને કામ કરવાવાળી દાસી તરીકે જ સમાજ જોવે છે. ક્યારેય એક સ્ત્રીને એકેય જગ્યા એવી ના લાગે જ્યાં તેને એમ લાગે કે આ મારું છે. પિયરમાં હોય તો કહેશે પારકી છે સાસરીમાં જશે તો કહેશે પારકા ઘરેથી આવી છે ક્યાંય કોઈ એવું માણસ મેં આજ સુધી નથી જોયું કે જે કહે કે મારી છે.સ્ત્રીને પોતાનાપણું અનુભવાય એવું કોઈ શા માટે નહીં કરતું હોય??? 

  દરેક પ્રકારની બંધીઓ સમાજ દ્વારા માત્ર સ્ત્રી પર જ લગાવવામાં આવે છે.બધી બાજુએથી ધિક્કાર માત્ર એક સ્ત્રીને જ આપવામાં આવે છે. આવું શા માટે?? તે હંમેશા બધાનું બધું સહન કરે છે એટલા માટે??

એક સ્ત્રી તરીકે મને ઘણી વાર પ્રશ્ન થાય છે કે પુરુષો જેટલું માન સ્ત્રી કેમ નહીં?? દરેક બાબતમાં સ્ત્રીને જ અપરાધી કેમ ગણવામાં આવે છે.તેનું હૃદય નાજુક હોઈ છે એટલે? તે કોઈના સામે ઊંચા અવાજે બોલી નથી શકતી એટલે ?? એક સ્ત્રી પારકા ઘરે જઈને પણ બધાને અપનાવી લે છે ને એ ઘરને પોતાનું બનાવી લે છે તો એને કેમ એક દીકરી તરીકેનું માન નથી મળતું?? કારણ કે તે એક સ્ત્રી છે એક લાચાર સ્ત્રી છે ત્યાં એનું કોઈ નથી એ એકલી છે. ઘણીવાર હું જોવ છું કે એક સ્ત્રી સાસરે જાઈને પછી પોતાના પિયરની એ મહેમાન થઈ જાય છે.એ પેલા જેમ પપ્પાના ઘરમાં લાડ કરતી હોય એવા લાડ સાસરેથી પિયરમાં આવે ત્યારે થઈ શકતા નથી.

 દીકરો ગમે ત્યાં લગ્ન કરશે તો બધા શાબાશી આપશે ને એ જ ભૂલ જો દીકરીએ પોતાનું પાર્ટનર જાતે પસંદ કરવામાં કરી તો??? તો સમાજ ધિક્કારશે..નફરત કરશે ... 21 મી સદીમાં પણ આવી રૂઢિઓ નવાઈ લાગે છે કળિયુગમાં આવા રૂઢિચુસ્ત વિચારો અને દિકરા દીકરીઓ વચ્ચેનો ભેદ જોઈને.કોઈ પણ જગ્યા એવી નઈ હોય જ્યાં એક સ્ત્રીને પૂરેપૂરી સ્વતંત્રતા સાથે જીવવા દેવામાં આવતી હશે..ક્યારે બદલાશે આ વિચારો... ક્યારે બદલાશે આ સમાજની વિચારધારાઓ..એક સ્ત્રી બધે પોતાનું પોતાનું કરીને મરી જાય તો પણ બધા તેને અળગી જ રાખે છે. પારકી આ એક જ શબ્દ સ્ત્રીની જાતને બધા લોકોથી ખૂબ જ દૂર કરી દે છે.શા માટે આવું..બધે બધા સરખા નથી હોતા આ સમજવામાં હજુ પણ ઘણા લોકો થાપ ખાય જાય છે એટલે જ કદાચ સ્ત્રીને સમજી નહીં શકતા હોય એવું મને લાગે છે..
  એક સ્ત્રીનો નાજુક સ્વભાવ જોઈને જ લોકો એને છેતરી જતા હોય એવું મને ક્યારેક લાગ્યા કરે છે. દીકરો જન્મે તો એની ઉજવણી અલગ પ્રકારે કરે છે દીકરી જન્મે તો એને કચરામાં ફેંકી દે છે કેવો ઘોર કળિયુગ છે. 

    બધી જગ્યાએથી ધિક્કાર મળે એ સ્ત્રી ખુણામાં બેસીને રોઈ લેશે પણ એ ક્યારેય કોઈની સામે ફરિયાદ નહીં કરી શકે કારણ કે એને સમજવાવાળું કોઈ છે જ નહીં દુનિયામાં એને બધા લોકો એક અબળા તરીકે જ જુએ છે.એક લાચાર સ્ત્રી છે એ કોઈની સામે પોતાની પીડા વ્યક્ત નહીં કરી શકે.કારણ કે એ એક સ્ત્રી છે.કદાચ એટલે જ ભગવાને પણ બધા દુઃખો સ્ત્રીઓને એટલે જ આપ્યા હશે કારણ કે એક લાચાર સ્ત્રી જેટલી વેદનાયું કોઈ સહન ન  કરી શકે...એક માં તરીકેનું.. એક પત્ની તરીકેનું..એક દીકરી તરીકેનું પાત્ર....એક સહનશીલ સ્ત્રી સિવાય કોઈ ન ભજવી શકે..ગમે તેટલા હૈયાફાટ રુદન છતાં પોતાના બાળક સામે હંમેશા હસીને જિંદગી એક માં સિવાય કોઈ તેની સારસંભાળ કોઈ નો લઈ શકે. કારણ કે  તે એક સ્ત્રી છે.. 

     ....ક્યારેક એવા દુઃખો આવી પહોંચે ત્યારે મને વિચાર આવે કે ભગવાને મને જ કેમ એક સ્ત્રી તરીકેનો જન્મ આપ્યો હશે.. બધી સ્ત્રીઓને જ કેમ બધું સહન કરવાનું આપ્યું હશે..પુરુષોને પણ થોડું દુઃખ આપ્યું હોત તો એ ક્યાંરેક લાચાર સ્ત્રીની વેદનાને સરળતાથી સમજી શકે.
 
   દેવી દેવતાઓને માનતાઓ માનશે ત્યાં જઈ શ્રીફળ વધેરશે પણ ઘરની સ્ત્રીને આવા જ લોકો ક્યારેય નહીં સમજી શકે..આ આજના સમાજની અને આજના લોકોની હકીકત છે.
    

...એક સ્ત્રી તરીકેની વેદના એક લાચાર સ્ત્રીથી વધારે કોઈ ન સમજી શકે...
                           

                         ✍️ Hasti dangar ✍️