રૂપલે, સંજય ને ફોન કર્યો. વહેલી સવારે 5:30 વાગ્યા માં ફોન માં રિંગ આવી. રૂપલ બસ સ્ટેશન પર પહોંચી ગઈ હતી.
સંજય રૂપલ ને બસ સ્ટેશન લેવા માટે જાય છે. ભાવનાબેન અને સંધ્યા બંને મંદિરે ગયા હોય છે.
સંજય રૂપલ ને લઈ ને ઘરે આવે છે ત્યાં ભાવનાબેન અને સંધ્યા બંને આવી ગયા હોય છે.
સંધ્યા અને ભાવનાબેન બંને આજ નાસ્તો કર્યા વગર ગયા હતા કેમ કે રૂપલ આવવાની હતી તો સાથે નાસ્તો કરીશું એમ વિચાર્યું અને એમ નમ મંદિરે જતા રહ્યા.
રૂપલ આવીને ભાવનાબેન ને પગે લાગે છે અને સંધ્યા ને મળે છે.
ભાવનાબેન : બેટા, રૂપલ ઘરે બધા કેમ છે મજામાં છેને ?
રૂપલ : હા મોટા મમ્મી, બધા મજામાં છે અને બધાએ જયશ્રી કૃષ્ણ કીધા છે. ભાઈ માટે પેંડા અને તમારા માટે હું અડદિયા લાવી છું. ભાઈ ને પેંડા બહુ ભાવે એટલે મારા પપ્પા એ તેમની માટે સ્પેશિયલ પેંડા મોકલ્યા છે.
સંજય : હા, મારા કાકા ને તો ખબર જ હોય ને કે ભત્રીજા ને વધારે શું ભાવે છે એ. ક્યાં છે પેંડા લાવ જલ્દી હવે મારાથી રેવાંતુ નથી.
સંધ્યા : તમે પેલા ફ્રેશ થઈ ને આવો જાવ. આપણે બધા સાથે નાસ્તો કરીએ અને રૂપલબેન ત્યાં સુધી તમે પેંડાનું બોક્સ ન ખોલતા.
રૂપલ : સાચી વાત છે તમારી, જ્યાં સુધી ભાઈ તૈયાર થઈને આવે નહીં ત્યાં સુધી પેંડા આપવા જ નથી...
ભાવનાબેન : સંજય હવે આ બંને તારું કઈ નહીં ચલાવા દે, પેંડા ખાવા હોય તો જલ્દી તૈયાર થઈ ને આવ.
સંજય તૈયાર થવા જાય છે. ત્યાં રમણલાલ આવે છે.
રૂપલ રમણલાલ ને પગે લાગે છે.
રમણલાલ : કેમ છે બેટા રૂપલ,
રૂપલ : મોટા પપ્પા હું મજામાં છું.. તમે કેમ છો ?
રમણલાલ : હું તો એક દમ મસ્ત છું..
રમણલાલ ભાવનાબેન ને કહે છે ' ચા - નાસ્તો તૈયાર હોય તો આપ આજે મારે જલ્દી જવું પડે એમ છે.
ભાવનાબેન : સંધ્યા, ચા નાસ્તો તૈયાર હોય તો તારા અંકલ ને આપી દે
સંધ્યા : હા આંટી, પાંચ જ મિનિટ હમણાં જ તૈયાર કરી ને આપું.
સંધ્યા નાસ્તો ડાયનિંગ ટેબલ પર રાખે છે. રમણલાલ નાસ્તો કરીને ઓફિસ જવા નીકળે છે.
એટલીવાર માં સંજય પણ તૈયાર થઈ ને આવે છે. પછી બધા નાસ્તો કરવા બેસે છે.
નાસ્તો કરતા કરતા સંજય સંધ્યા ને કહે છે.
સંજય : સંધ્યા આ અમારા ગામ ના પેંડા ટેસ્ટ કર. અમારા આજુ બાજુના ગામ માં ખૂબ પ્રખ્યાત છે.
સંધ્યા પેંડો ટેસ્ટ કરે છે અને કહે છે.
સંધ્યા : સાચે ખૂબ જ મસ્ત પેંડા છે. આવા પેંડા મેં પહેલી વાર ખાધા છે.
રૂપલ : તો તમારે વધુ પેંડા ખાવા હોય તો અમારા ગામ આવવું પડે ત્યાં ગરમ ગરમ પેંડા ખાવાની બહુ જ મજા આવે.
ભાવનાબેન : આ દીવાળી પર અમે બધા સાથે આવવાના છીએ. સંધ્યા ને પણ સાથે લઈ ને જ આવીશું.
રૂપલ : હા, આવજો બધા ત્યાં બહુ જ મજા આવશે.
સંજય : સંધ્યા આજે કોલેજ માં અસાઇમેન્ટ જમા કરાવવાનો છેલ્લો દિવસ છે. તારે આવવું પડશે કોલેજ.
ભાવનાબેન : બેટા , તું અને સંજય બંને કોલેજ જાવ અને અસાઇમેન્ટ આપ્યાવો હું અને રૂપલ ઘર નું કામ સંભાળી લેશું.
સંધ્યા : સારું આંટી. હું તૈયાર થઈ ને આવું બસ થોડી જ વાર માં આવી.. અને રૂપલબેન તમે આવો મારી સાથે ઉપર તમારો સામાન મૂકવા મદદ કરું અને કઈ જોઈતું હોય તે હું તમને આપતી જાવ.
સંધ્યા અને રૂપલ બંને સંધ્યાના રૂમ માં જાય છે. રૂપલ નો બધો સામાન કબાટ માં મૂકવા માટે સંધ્યા મદદ કરે છે.
સંધ્યા તૈયાર થાય છે અને રૂપલ તેમની સાથે વાતો કરતી જાય છે.
સંધ્યા તૈયાર થઈ ને નીચે આવે છે ત્યાર પછી સંજય અને સંધ્યા બંને કોલેજ જવા સાથે નીકળે છે.