રિયા - 22 વર્ષની એક સામાન્ય છોકરી.. હાલ લંડનની ક્વીન મેરી યુનિવર્સિટી ઑફ લંડન માં msc in physics નો અભ્યાસ કરે છે..
અભીર - રિયા નો બેસ્ટ ફ્રેન્ડ.. 23 વર્ષનો એક અમીર પટેલ.. હાલ રિયા ની સાથે જ લંડન માં msc in maths નો અભ્યાસ કરે છે..
પ્રિયાંક - એક જાણીતો બિઝનેસ ટાયકૂન .. જે હાલ માં ઈન્ડિયા માં પોતાનો ફેબ્રિક બિઝનેસ ચલાવે છે..
મીરા - રિયા ની બાળપણ ની સહેલી, દોસ્ત.. હાલ માં ઈન્ડિયા માં એન્જિનિયરિંગ નો અભ્યાસ કરે છે...
ચાર જુદી જુદી જિંદગીઓ.. ચાર સાવ અલગ માણસો છતાં એક બીજા સાથે ગાઢ સંબંધથી જોડાયેલા છે..
...............
ભાગ - 1
Mile End, London
સવારની મસ્ત ગુલાબી ઠંડી માં આખું લંડન સિટી બરફ ની ચાદર ઓઢી ને બેઠું હતું.. જાન્યુઆરી મહિનો હજુ ચાલુજ થયો હતો એટલે પ્રમાણ માં ઠંડી વધુ હતી...
બગીચા માં ઘણા ટીનેજર અને બીજા લોકો દરરોજ ના નિત્યક્રમ મુજબ ચાલવા ને દોડવા આવ્યા હતા.. રસ્તા પર લોકો ની ચહેલ પહેલ દેખાતી હતી.. આવી જ રીતે એક છોકરી બારી ની બહાર લોકો ની ચહેલ પહેલ નિહાળી રહી હતી.. એ હજુ પર ત્યાં ઊભી ઊભી બધું નિહાળતી જો તેને પાછળ થી નિહારિકા એ બૂમ ના પાડી હોત...
"રિયા... રિ... શું કરે છે ત્યાં.. ચલ ને હવે.. મારે મોડું થાય છે.. જો આજે પણ આપડે લેટ થયા ને તો સાચે સર આપડને સસ્પેન્ડ કરી દેશે.. ખબર નહીં શું મજા આવે છે ત્યાં.. ચલ ચલ હવે.." નિહારિકા એ તેનો હાથ પકડી ખેંચી ને લઈ જતા બોલતી હતી... "ઓહ!! મેડમ.. એવું કશું પણ થવાનું નથી.. તને પણ ખબર છે આપડા જેવા સ્કોલર સ્ટુડન્ટ ને એ લોકો એમ ન કાઢી શકે.." રિયા એની સામે બત્રીસી બતાવી હસી ને કહી રહી હતી... સામે નિહારિકા એ એની આ વાત પર માથું કૂટી લીધું.. "હે ભગવાન!! આ છોકરી છે કંઇ!?... જો તું અડધી કલાક માં મને રેડી થયેલી નીચે જોઈએ.. નહીં તો આંટી ને ફોન કરું છું.." "વાહ.. વાહ... આ સારું છે હો.. વાત વાત માં મને ધમકી કેમ આપે છે તને શું લાગે છે હું માની જઈશ એમ.." રિયા તેની તરફ જોઈ બોલી રહી.. પછી અચાનક થી દોડતી બાથરૂમ તરફ જઈ મોટા આવજે બોલી.. "એકદમ સાચું માને છે તું.. પ્લીઝ મમ્મી ને ફોન ન કરતી.. હું બસ 20 મિનિટ માં નીચે આવું છું.."
નિહારિકા તેને આ રીતે ભાગી ને જતા જોઈ ધીમે થી હસતી રહી...
રિયા જ્યારે નીચે આવી ત્યારે નિહારિકા એ બંને માટે લંચ પેક કરી રહી હતી.. તેને નીચે આવેલી જોઈ નિહારિકા બોલી.. "ચલ નાસ્તો કરી લઈએ... મેં સ્પેશ્યિલ આજે વેજ. સેન્ડવીચ બનાવી છે.." એ સાંભળી રિયા કૂદતા કૂદતા બોલી.. "વાહ.. યાર.. થૅન્ક યૂ.. ખબર નહીં તું ન હોત તો હું શું કરત.." રિયા તેને ગાલ ખેંચવા જ જતી હતી ત્યાં નિહારિકા બે કદમ પાછળ જઈ બોલી... "ચલ ચલ હવે મીઠડી.. મસ્કા મારવાનું બંધ કર ને જલ્દી થી નાસ્તો પૂરો કર.." આ સાંભળી રિયા મોઢું ફુલાવી ને ચૂપચાપ નાસ્તો કરવા લાગી... "અરે!! બસ બસ હવે.. આ નાટક રહેવા દે.. જો આ છેલ્લી વાર તને આ કરવા દવ છું..." એમ બોલી નિહારિકા રિયા ની બાજુ માં બેસી ગઈ.. રિયા ફટાફટ તેના ગાલ ખેંચ્યા.. " થૅન્ક યુ... શું કરું યાર તું છે જ એવી.." રિયા હસતા હસતા તેની સામે જોઈ બોલી રહી..
પછી ની અડધી કલાક માં તેઓ ઘરની બારે હતા.. તેઓ બંને ચાલી ને જ કોલેજ જતા કેમકે તેમનું પીજી અને તેમની ક્વીન મેરી યુનિવર્સિટી ઑફ લંડન કોલેજ ખૂબ નજીક હતી. 10 જ મિનિટ નું વોકિંગ ડિસ્ટન્સ હતું.. તો આજ તેમનો દરરોજ નો નિત્યક્રમ રહેતો.. નિહારિકા રિયા ને જોઈ ને બોલી.. "રિ.. આજે સાંજે બહાર જવું છે જમવા.." " જેમ ઠીક લાગે તેમ.. મને તો ક્યાં વાંધો જ હોય બહાર જમવામાં.. મસ્ત મસ્ત ટેસ્ટી ખાવા મળશે તો તો આજે..." બંને સહેલીઓ વાત કરતા કરતા કોલેજમાં દાખલ થાય છે.. નિહારિકા રિયા ને પૂછવા જતી જ હતી ત્યાં તેની નજર એક છોકરા પર પડી..
ભૂરી કથ્થાઈ આંખો... ઘુઘરાળા વાળ.. જેને જેલ લગાવી ને વ્યવસ્થિત સેટ કરેલા હતા... બ્લેક કલર નું ડેનિમ.. રેડ ચેક્સ વાળો શર્ટ.. જેની સ્લીવ કોણી સુધી વ્યવસ્થિત રીતે વાળેલી હતી.. 5 ફૂટ 8 ઇંચ ની હાઈટ ને સપ્રમાણ શરીર.. પહેલી નજરે જોતા જ ખબર પડી જાય કે કોઈક અમીર ઘર નો છોકરો છે..
તેની પણ નજર આ બંને સહેલીઓ પર પડી.. જોઈ ને તરત જ તેને હાથ ઉપર કરી અભિવાદન કર્યું.. "હેલો!! ક્યૂટી.. હેલો.. છોટુ.." એ હતો અભિર.. અભિર બુટાણી.. ઉર્ફે એબી.. તેને બધા આજ નામ થી ઓળખતા.. જન્મજાત અમીર.. ફક્ત પૈસા થી નહીં પણ બધી રીતે રૂપ રંગ.. કુટુંબ.. દોસ્તો.. દરેક બાબતમાં.. એમાં એનું ચારિત્ર્ય પણ આવી ગયું.. મસ્તીખોર પણ મયાર્દા માં રહેનારો.. એક રીતે કહીએ તો કોઈ ને પણ જોતા જ ગમી જાય એવો છોકરો...
તે બંને સહેલીઓ પણ આ બાજુ આવી.. આવતા વેંત જ નિહારિકા એ એબી ના ખભા પર હાથ મારી કર્યું.. "ખબરદાર.. જો મને પાછું આ નામ થી બોલાવી છે તો.. 5 ફૂટ 2 ઇંચ કંઇ ઓછી હાઈટ છે.. તે તું મને દર વખતે આ નામ થી બોલાવે છે.." તેની આ વાત પર એબી ખડખડાટ હસી પડ્યો.. "નિહુ.. એ મજાક કરે છે.. તને તો તેની આદત ખબર છે ને..." રિયા તેને સમજાવાના સૂર માં બોલી.. " ઠીક છે.. આ વખતે તું કે છે એટલે જવા દવ છું.. બાકી આ તારા બેસ્ટ ફ્રેન્ડ ને સમજાવી દેજે.. હું હવે પછી નહીં જવા દવ.." નિહારિકા પહેલા એબી અને પછી રિયા સામે જોઈ ને બોલી...
"ઓકે.. બાબા... નઇ કરે એ એવું.. બસ હું કહી દવ છું એને.." રિયા તેને ક્લાસરૂમ તરફ લઈ જતા બોલતી હતી.. "રિ.. હું કહેતો હતો કે સાંજે બહાર આવીશ મારી સાથે.. એક કામ હતું.." એબી રિયા ની આંખ માં જોઈ ને કહી રહ્યો.. "હા બોલ ને.. શું કામ છે.." રિયા તેને સામે જોવાનું ટાળી ને પૂછતી હતી.. "મમ્મી માટે ગિફ્ટ લેવી હતી.. હમણાં આ રવિવારે એમનો જન્મદિવસ છે... આટલા વર્ષ માં મેં ક્યારેય તેમના માટે કઈ લીધું નથી.. તો .." એબી રિયા સામે આશા થી જોઈ રહ્યો.. કેમકે રિયા મોટે ભાગે તેની સાથે આમ એકલું આવાનું ટાળતી.. કા તો કોઈ બહાનું બનાવી દેતી.. કા તો નિહારિકા ને સાથે લઈ આવતી.. આ વખતે એબી હતું કે રિયા ના ન નહીં કહે..
"હમ.. કેટલા વાગે જવું છે.. કંઇ વિચાર્યું... કે કઈ રીતે શું લેવું છે એ.." રિયા આ વખતે ના ન કહી શકી.. કેમ કે તે જ્યારે નવી નવી અહીં આ સિટી માં આવી હતી ત્યારે કામિનીબેન જ હતા જેમણે રિયા ને ઘર યાદ નહતું આવા દીધું.. એ જેટલી વાર પણ એમણે મળી છે કામિની બેને ખૂબ જ ઉમળકાથી તેને આવકારી છે... એબી તો રિયા ફક્ત હા પાડી તેનાથી જ ખુશ હતો.. તે ખુશી થી બોલી રહ્યો.. "હા.. હા.. બધું રેડી જ છે.. મેં બધું વિચાર્યું છે.. બસ તું હેલ્પ કરે.. હું સાંજે 4 વાગે તો તને લેવા આવું?.."
"ઠીક છે.. એમ કરીએ.. નિહુ હું ફ્રી થાવ પછી તને ફોન કરું.. આપડે ત્યાંથી જ કંઈક જમવાનું કરી લેશું.." રિયા નિહારિકા ને કહ્યું.. "હા.. ઓકે.. એમ કરીશું.." નિહારિકા એ વધુ કહેવાનું ટાળ્યું..
આ બધી વાતો કરતા હતા ત્યાં એબી નો ક્લાસરૂમ આવી ગયો.. "સારું.. ચાલો તો હું તને સાંજે પિક અપ કરવા આવી જઇશ.." એબી રિયા ને જોઈ કહી રહ્યો... "ઓકે.. તો મળીએ સાંજે.." રિયા એ હલકા સ્મિત સાથે એબી ને કહ્યું... એબી એ તેમના કરતા 6 મહિના પહેલા જ અહીં msc in maths માં એડમિશન લીધું હતું..
એબી ના ગયા બાદ તે બંને પણ પોતાના msc in physics નાં લેક્ચર ભરવા માટે ક્લાસ તરફ ઝડપથી ચાલવા લાગ્યા.. ક્લાસ માં પહોંચી.. તેમની જગ્યા એ બેસી નિહારિકા રિયા સામે જોઈ બોલી... "હાશ.. ટાઇમે પહોંચી ગયા.." પણ રિયા નું ધ્યાન તો બીજે જ હતું..
Mumbai, India
એક છોકરો ફ્લેટ ના બાલ્કની માં ઉભો ઊભો રૂમ માં નાચતા ઝૂમતા લોકો ને નિહાળી રહ્યો હતો.. તેને જાણે આ બધા માં કઈ રસ જ નહોતો.. તે હજુ બહાર જવા પાછળ ફર્યો જ હતો કે રિશી તેનો આસિસ્ટન્ટ અને ફ્રેન્ડ તેની નજીક આવી બોલ્યો.. "પ્લીઝ.. પ્લીઝ હા.. આજ ની આ પાર્ટી માં તારી હાજરી જરૂરી છે.. દિપકભાઈ અને માયા મેડમ આવતા જ હશે.. એમને મળી ને જજે.. ખૂબ જ મોટી ડીલ છે એ આપડા માટે.." તેને આ રીતે વિનંતી કરતો જોઈ પ્રિયાંક એ બસ માથું હલાવી હા પાડી.. "ઠીક છે.. પણ બીજી વાર મને આ રીતે પાર્ટી માં આવાનું કહેતો નહીં".. પ્રિયાંક તેને આટલું કહી ફરી થી એ નાચતા ઝૂમતા લોકો એજ ઉદાસ આંખો થી જોઈ રહ્યો.. કે કાશ.. કાશ...
રિયા શું વિચારી રહી હતી..?
પ્રિયાંક કઈ વાત ને લઈ ને આટલો ઉદાસ હતો ?
વધુ આવતા અંકે...
વધુ આવતા અંકે...