આવનારા 10 વર્ષમાં એટલે કે 2030 નું વર્ષ કેવું હશે એને બંને બાજુથી ચકાસી શકાય.
પરિસ્થિતિ ગત ,વ્યવસ્થા ગત, અને શાસન ની આવડત ના આધારે વૈશ્વિક અને ભારતીય બંને પરિસ્થિતિઓને ધ્યાને રાખી સ્થિતિ કેવી હશે અને શું સમસ્યા હશે શું સમાધાન હશે. એની થોડી વિગતો જોઈ લઈએ.
કુદરતી સંપત્તિનો બેફામ ઉપયોગ, ટેકનોલોજીના વપરાશ નો અવિવેક , વિજ્ઞાન, પ્રકૃતિ ,સંસ્કૃતિ ,સમાજ વ્યવસ્થા માં વિક્ષેપ જેવી બાબતો અને કુદરતી આપત્તિઓ. આવનારા બે દાયકા માં આજની સ્થિતિમાં કદાચ થોડી વધારે હશે.
ભવિષ્ય ના બે દાયકા ના સમય ને સારા અને નરસા બંને રીતે મુલવવું જોઈશે.
જો આ જ પ્રકારે હવા,જળ,અને જમીન નું પ્રદૂષણ સતત વધતું રહ્યું , વ્યક્તિગત વપરાશ ના વાહનોની સંખ્યા વધતા વિશ્વમાં સૌથી મોટા પ્રશ્નો વાહન વ્યવહારને અનુલક્ષી ને થશે.આંતરિક હેરફેર માટે સમય અને ઇંધણ નો ખુબ વપરાશ અને વેડફાટ થશે.
ગીચ શહેરો અને મહાનગરોમાં પાર્કિંગની જગ્યા નહીં મળે. વસ્તી વૃદ્ધિ ના વધતા દર પર જો નિયંત્રણો લાદી નહિ શકીએ તો આવનારા બે દાયકા સુધી માં રેહવાની જગ્યા પણ અપ્રાપ્ય અને ખૂબ જ મોંઘી થશે.
સરકાર અને પ્રજાની પ્રકૃતિ તત્વો પ્રત્યે ની ઉદાસીનતા રહી તો કેટલાક પ્રાણીઓ, પશુઓ , પક્ષીઓ અને કેટલીક વનસ્પતિઓ આવનારા ભવિષ્ય માં લુપ્ત પ્રજાતિ માં આવી જશે .દરિયાઈ પ્રદૂષણ વધવાને કારણે દરિયાઇ જીવો અતિ જોખમમાં મુકાશે.
બેરોજગારી અમર્યાદિત રીતે વધશે તો ગરીબી ને કારણે લૂંટફાટ અને ગુનાઓનું પ્રમાણ વધુ રહેશે. કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ રાજકારણ ના હસ્તક્ષેપ થી અને રાજકારણ ના પ્રભાવ ને કારણે સ્થિતિ વધુ કથળશે. રાજનીતિ વધુ અનૈતિક અને અસભ્ય થઈ જશે. તંત્ર પોતાના વિવેક ને આધારે નિર્ણય નહિ લઇ શકે.અને પ્રશાસનિક વ્યવસ્થા અને બંધારણીય વ્યવસ્થા ને જો આદર નહિ આપીએ તો રાજકારણ ના બાહુબલીઓ દેશને બાનમાં લેશે.
કોઈપણ રાષ્ટ્રની આવનારી સ્થિતિ કેવી હશે એનો આધાર દેશની પ્રજા ,દેશના સંસાધનો, દેશનું નેતૃત્વ અને વૈશ્વિક ફલક પર ના બદલતા સમીકરણો અને કુદરતી પરિસ્થિતિઓ ઉપર મોટાભાગે આધાર રાખે છે .
જો દેશ અને વિશ્વ ને સારા શાસક મળે તો કુદરતી સંસાધનો નો નિયમ પૂર્વક ઉપયોગ કરવાની ચોક્કસ નીતિ બને.કુદરતી સંપતિ ના બેફામ અને આડેધડ વપરાશ પર નિયંત્રણ લાદી આવનારા સમયની સાર્વજનિક કટોકટીને અટકાવવા પગલાં લઈ શકાય.
આવનારા 20 વર્ષ ના સમયમાં આરોગ્ય, શિક્ષણ , બેરોજગારી, વસ્તી વધારા,જળ જમીન અને હવા ના પ્રદૂષણ જેવા રાષ્ટ્રને અસર કરતા ગંભીર પ્રશ્ન સામે અત્યારથી જ આયોજનબદ્ધ રીતે પગલાં લઈ શકીએ અને આરોગ્યની સુવિધામાં વધારો કરી કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે આવનારા 20 વર્ષ ના સમયગાળામાં સજ્જતા કેળવી શકાય. કોરોના જેવી મહામારીમાં થી બોધપાઠ લઇ અને તંત્રને વધારે સાબદુ કરી શકાય.
વાહન વ્યવહાર માટે ચોક્કસ નિયમો ઘડી ,કાયદા દ્વારા નિયંત્રણ મૂકી અમુક પ્રમાણ માં ખરીદ શક્તિ ઘટે તે રીતે વાહનો દ્વારા ફેલાતું પ્રદૂષણ અને અકસ્માતોને ઘટાડી શકાય .વધુમાં વધુ વૃક્ષો વાવી સંકલ્પ બદ્ધ રીતે આવનારા સમયને ગ્રીન હાઉસ ઇફેક્ટ માંથી બચાવી શકાય અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા સામે લડવા માટેનું આગોતરું આયોજન કરી શકાય.
શહેરોના પ્રદૂષણમાં ઘટાડો કરવા માટેના સોલાર એનર્જી,સીએનજી અને હાઈડ્રોપાવર એન્જિન જેવા વિકલ્પ નો મહત્તમ ઉપયોગ થાય એવી પ્રશાસનિક વ્યવસ્થા કરી તેમજ વાહન વ્યવહારની સરકારી અને જાહેર વ્યવસ્થા ઝડપી,સારી અને વધુમાં વધુ ઊભી કરી ખાનગી કે વ્યક્તિગત વપરાશના વાહનોનું પ્રમાણ ઘટાડી શકાય અને રોડ પરનું ટ્રાફિક નિયમન કરી શકાય.
અત્યારથી જ સ સૂર્ય ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરીને આવનારા સમયમાં કુદરતી સંસાધનો કોલસો અને થર્મલ પાવર થી થતી વીજળીનો વપરાશ ઘટાડી અને મહત્તમ સોલર પ્લાન્ટ સ્થાપી શકાય અને વીજળી ના વધુ પડતા આર્થિક બોજા માં થી ઘર વપરાશ અને ખેતી ના વપરાશ ની વેચાતી વીજળી માં થી પ્રજા ને મુક્ત કરી શકાય.
આધુનિક ટેકનોલોજી અને નવીન પ્રયોગો દ્વારા આવનારા બે દાયકા માં જળ પ્રદૂષણની સમસ્યા ઘટાડી ને નદીઓ અને મહાસાગરો ને પ્રદૂષણ મુક્ત બનાવી પીવાના અને વપરાશ ના પાણીની સમસ્યા માં થી પ્રજા ને મુક્તિ આપી શકાય. અને દેશને પ્રદૂષણ મુક્ત બનાવી શકાય.
ડાંગર, શેરડી , શણ અને અન્ય પાકોના રેસામાંથી વધુ માં વધુ કાગળ ઉત્પાદન કરી ,પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી, જમીન પ્રદૂષણ તેમજ તેમજ વૃક્ષ છેદન પણ અટકાવી શકાય અને ખેતી સાથે જોડાયેલ વ્યકતિ ને મજબૂત બનાવી અર્થતંત્ર માં ખેત ઉત્પાદન ની ભાગીદારી અને આવક ને વધારી શકાય.
ખેતી આધારિત ઉધોગો અને બજારોને પ્રોત્સાહન આપી જૈવિક ખેતી તરફ વળી પશુપાલન વ્યવસાય અને ખેતીની ક્રાંતિ ની સાથે સાથે શ્વેતક્રાંતિ ને વધુ વેગવાન બનાવી અને શુદ્ધ હવા પાણી અને ઓર્ગેનિક ખોરાકની વ્યવસ્થા આવનારા વર્ષોમાં કરી શકાય .
ભૂગર્ભ જળ સંચય માટે મોટા ઊંડા તળાવો નું નિર્માણ કરાવી તથા જુના તળાવો ઊંડા અને પૂનર્જીવી કરી તેમજ બિન ઉપયોગી અને અને પડી રહેલી બંજર જમીનમાં નહેરો અને ઇરિગેશન સિસ્ટમ વિકસાવી ફુવારા અને ટપક પદ્ધતિ દ્વારા ખેતીનો વ્યાપ વધારી, બાગાયત ખેતી નું ગુણવત્તા યુક્ત ઉત્પાદન વધારી જળ નો વેડફાટ બચાવી ખેતી ક્ષેત્ર મા રોકાયેલ મહત્તમ લોકો ને રોજગારી પૂરી પાડી એચ. ડી.આઇ.ઊંચો લઈ જઈ માનવ નો હેપ્પી ઇન્ડેક્સ અને માથાદીઠ આવક બમણી કરી ને આ ક્ષેત્રે આવનારા બે દાયકા સુધીમાં મોટું પરિવર્તન લાવી શકાય.
રણ વિસ્તારની જમીનમાં પાઇપલાઇનો દ્વારા પાણી પહોંચાડી ઉદ્યોગોને સ્થાપના માટેની વ્યવસ્થા કરી બિન ઉપયોગી જમીનનો ઉપયોગ કરી ઔદ્યોગિક ક્રાંતિની સાથે સાથે શહેરો પ્રદૂષણ આવનારા સમયમાં મહત્તમ રીતે ઘટાડી શકાય.
ટુંક માં શાસન વ્યવસ્થા ની પરિણામ લક્ષી ,આયોજન બદ્ધ અને વિશિષ્ટ કુનેહ દ્વારા તેમજ લોકભાગીદારી દ્વારા વિશ્વ અને ભારત ની વર્તમાન સ્થિતિ માં આગોતરા આયોજનો અને સર્વાંગીણ બાબતો ને ધ્યાને લઇ ને નિર્ણયો લેવામાં આવશે તો આવનારા બે દાયકા આપણી સૌ ની આશા પ્રમાણે પૃથ્વી પર નું શ્રેષ્ઠ વર્ષો સાબિત થશે અને જો આ બધી બાબતો માં ઉદાસીનતા અને નિષ્ઠા પૂર્વક ના પ્રયત્નો નો અભાવ રહેશે તો કોઈ મોટા ફેરબદલ ની શક્યતા ઓછી છે. જય હિન્દ.
મહેશ બી ગઢવી. "આશ"
પોલીસ ઇન્સ્પેક્ટર