Samaychakra - 2 in Gujarati Fiction Stories by Heena Ramkabir Hariyani books and stories PDF | સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 2

Featured Books
Categories
Share

સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 2

પ્રકરણ- ૨ 

*જીવન સંધર્ષ*

 ( રાધાએ મેધા સાથે થોડી વાતો કરી આંખો બંધ કરી શાંતિથી બેઠી. બેઠાં બેઠાં અચાનક ભૂતકાળની યાદોમાં સરી પડી. થોડીવારમાં જાણે તો તેની બંધ આંખો સામે તેના આખા ભૂતકાળનો સંઘર્ષ ખડો થઈ ગયો હોય.આ યાદો....હોય છે જ એવી, અચાનક આવી ચડે...પછી ફરી ડાયરીમાં કઈક લખવા બેસી ગઈ. ) 

    આપણા સમાજજીવનમાં એવું કહેવામાં આવે છે કે જીવન સાથી જો મનપસંદ હોય તો જીવન જીવવું સરળ થઈ જાય છે. તો જે સૈનિકો સરહદે પોતાના જીવની ચિંતા કર્યા વગર જે દેશ માટે સમર્પીત હોય એના કુટુંબ કેવી પરિસ્થિતિમાં જીવે છે એ  જાણવાની આપણે તસ્દી શુદ્ધા પણ નથી લેતા. કેમ?જીવ અને જીવન તો સૈનિકોનું  પણ હોય જ છે ને. એક યુધ્ધ જે સરહદે સૈનિક લડતો હોય છે, અને બીજી બાજુ તે સૈનિકની ગેરહાજરીમા તેનુ કુટુંબ લડતું હોય છે.અહી આપણે દેશવાસીઓ ખરેખર સ્વાર્થી જ સાબિત થઈ એ છીએ.કારણ જે સૈનિકો દિવસ રાત સરહદ પર ઘરથી દૂર પોતાના કુટુંબને છોડી પોતાના જીવ અને જીવન ની ચિંતા કર્યા વગર આપણી રક્ષા માટે તૈનાત રહે છે, અને જયારે એ જ સૈનિકો શહીદ થાય છે, તેના બાળકો અનાથ બને છે,કયારેક તો આખું કુટુંબ અનાથ બનતું હોય છે, પછી ધીમે ધીમે સમયના ચક્રમાં ફસાઇને ખતમ પણ થઈ જતાં હોય છે.અને આપણે તેના આ દુઃખના સમયે  આ સૈનિકો ને કે તેના કુટુંબ ને પૂરતું સન્માન પણ આપી શકતાં નથી.  છતાં સૈનિકો હસતાં મોઢે, દુશ્મન ની ગોળીઓ પોતાની છાતી પર લઈ લે છે અને કોઈ પણ જાતની ફરિયાદ વગર દેશ માટે કુરબાન થઈ જાય છે. આ આપણા દેશના સૈનિકોની કરૂણતા જ કહી શકાય.સમયનો માર ખાધેલું એવું જ એક કુટુંબ અને સૈનિકની પત્ની એટલે રાધા અને માધવની આ વાત. 

  એક સ્ત્રી શરીરનાં દિલમાં ધડકતું ભારત. પોતાના દેશ ભારત માટે અને ભારતીય સૈન્ય પર  રાધાને અપાર ગર્વ અને પ્રેમ. રાધાએ પોતાના જીવનસાથી તરીકે પણ એક આર્મી ઓફિસરને પસંદ કર્યા હતા જેનુ નામ હતું મેજર માધવ શાસ્ત્રી.જો કે કોલેજના સમયથી જ રાધા  અને માધવ એકબીજા ને ઓળખતા હતા.અને માધવ...એટલે ફરજનિષ્ઠ અને કર્તવ્યપાલનમા જો કોઈ સૈનિકનું નામ લેવું હોય તો આખ બંધ કરીને જેના પર વિશ્વાસ મૂકી શકાય એવો એક જીદાદિલ સૈનિક એટલે મેજર માધવ શાસ્ત્રી.મેજર માધવ માટે સૌથી પહેલા પોતાનો દેશ અને ફરજ અને કર્તવ્ય હતા. તેના રગેરગમાં માત્ર દેશપ્રેમ દોડતો હતો અને આ વાત રાધા ખૂબ સારી રીતે જાણતી હતી.  રાધા એ માધવ શાસ્ત્રીના આ દેશપ્રેમ ને જ પ્રેમ કર્યો હતો. બન્ને વચ્ચે એક સમજણ ભરી સમજૂતી હતી કે કદાચ ભવિષ્યમાં ગમે તેવી પરિસ્થિતિ આવે બંને માટે પહેલાં ક્રમે પોતાના દેશ અને દેશહિત અને ફરજનિષ્ઠા જ રહેશે.રાધા અને માધવના આ લગ્ન હવે બે દેશપ્રેમી વચ્ચે થયા હતા એવું કહેવું જરાપણ ખોટું નહી ગણાય.માધવ જ્યારે સરહદે પોતાના દેશ માટે ફરજ બજાવતા હોય ત્યારે રાધા માધવના લાંબા આયુષ્ય ની ભગવાને પ્રાર્થના કર્યા કરે અને માધવના આવવાની રાહ જોયા કરે.જીવનના ઘણા ચડાવ ઉતાર  બન્ને એ સાથે જોયા.રાધા જયારે પણ માધવને ચિઠ્ઠી લખે ત્યારે અચૂક લખે જ આ ઘરનુ આગણુ હવે સુનું સુનુ લાગે છે.માધવ જ્યારે સરહદ પર હોય અને થોડો સમય જ્યારે પોતાના માટે મળે ત્યારે રાધા ની આ ચિઠ્ઠીઓ વાચ્યા કરે.માધવ રાધાની વાતો અને રાધાની એક બાળક ની ઝંખના ખૂબ સારી રીતે સમજતો હતો અને ઈશ્વરે એ પ્રાથૅનાઓ સાભળી પણ ખરી. પણ એક અનહોનીએ રાધા અને માધવના નશીબની ચોપડી ના પન્ના વેર વિખેર કરી નાખ્યા હતા.સમયે પણ જાણે સમય જોઈને રાધાને મારેલી થપાટ એટલે એ એક ગોજારા સમાચાર અને ધટના. એ સમયે રાધા ના નશીબમા એના માધવના ઘરે પાછા આવવાની જીવનભરની રાહ.... લખી નાખી હતી. અને એ પણ એવા સમયે જ્યારે રાધાને તેના પતિ માધવની સૌથી વધુ જરૂર હતી.તેના પેટમા રહેલા બાળકના જન્મ સમયે રાહ જોતી રાધા અને તેના બાળક માટે મેજર માધવની રાહ લખાઈ ચૂકી હતી. .. રાધા સમજી શકતી ન હતી કે દીકરી જન્મી એની ખુશી મનાવે કે દેશ માટે કુરબાન થયેલા ધોષિત કરવામાં આવેલા અને પોતાના સંતાન નુ મોઢું પણ ન જોઈ શકનાર પતિ છીનવાઈ જવાનું દુઃખ.આ સમયે રચેલો એક ભયંકર કરુણ ખેલ હતો.જેમા રાધા શૂન્ય મનસ્ક ઉભી હતી. આવા કરુણ સમયે તો ભલ ભલા ભાગી પડે.સમય ક્રુર હતો કે નશીબ એ.. તો ઈશ્વર ને ખબર, પણ રાધા હાર માનવા વાળી ન હતી.એનુ મન એ સ્વિકારવા તૈયાર જ ન હતુ કે મેજર માધવનુ મૃત્યુ થયું છે કારણ ભારતના બોડૅર પર ફરજ બજાવતા જે જગ્યાએ અને જે પરિસ્થિતિમાં મેજર માધવ લાપતા બન્યા હતા એ જગ્યાનું નામ હતું સિયાચીન. સિયાચીન એટલે એક આખો બરફીલો રાક્ષસી વિસ્તાર.અહી સૈનિકો માટે એક ઐક ડગલે મોત લખેલું હોય છે. સિયાચીન એટલે ભારતનો એક એવો સરહદી વિસ્તાર છે જે પોતાના ભૌગોલિકતાને લીધે ખૂબ ખતરનાક છે.- ૭૦ જે જગ્યા નું વાતાવરણ હોય તે પહાડો પર ઓક્સિજન ની માત્રા તમે પોતે કલ્પી શકો છો. અહી સૈનિકો ને દુશ્મનો કરતાં વધુ ખતરો અહીં ના મિજાજ બદલતા વાતાવરણ નો હોય છે.  દુશ્મની હુમલાથી જેટલા સૈનિકો મૃત્યુ નહીં પામ્યા હોય એથી વધારે આ ભૌગોલિક વિષમતાએ સૈનિકો ના જીવ લીધા છે. છતાં ભારતના આ અભિન્ન હિસ્સાની રખેવાળી કરવા ભારતીય સૈનીકો દિવસ રાત જોયા વગર હંમેશા ખડેપગે રહે છે. મેજર માધવ જ્યારે લાપતા બન્યા ત્ત્યારે તેની ફરજ  મિશન સિયાચીન પર ચાલી રહયુ હતી.પરંતુ મેજર માધવ સાથે એવી શું અનહોની ધટના આકાર પામી હશે અને લાપતા બન્યા, તે તો એક ઈશ્વર અને બીજું મેજર માધવ બે જ જાણતા હતા અને અત્યારે બન્ને લાપતા હતાં. આવા સમયે શુ વિતી હશે એ સુવાવડી સ્ત્રી પર ,જેના બાળકે હજુ આ દુનિયામાં આખો ખોલી નથી ત્યાં પિતાની છત્ર છાયા જ છિનવાઈ જાય? બાળક માટે સપનાં બન્ને ના હતાં પણ એ સપના ને પૂરું થતું જોવા એક લાપતા હોય.આવા, દુઃખ એક સૈનિક ની પત્ની કેમ સહન કરતી હશે? એ વિચાર કર્યો છે ક્યારેય?અને આવા દુઃખ થી વધારે તો બીજી દુઃખ ની સીમા પણ શું હોય શકે? 

    એવું કહેવાય છે ને કે અમુક એવા લોકો પણ આપણી વચ્ચે જીવતા હોય છે, જે હથિયાર વગરના યોધ્ધા હોય છે, એનાં માટે એનુ કાળજુ જ એનુ હથિયાર હોય છે. બસ, રાધા એમાંથી એક. 

      સ્ત્રી ક્યારેય એકસામટી તૂટી નથી પડતી, 

       તે તૂટે છે ટુકડે.... ટુકડે અને સંપૂર્ણ તૂટ્યા પછી,             જેનું સર્જન થાય છે એ સ્ત્રી ને પછી  તૂટવાનો ભય જ  ખતમ થઈ જાય છે. 

( સમયનુ ચક્ર ચાલી રહ્યું છે અને આટલા વર્ષો પછી પણ ખૂબ શોધખોળ પછી પણ પૂરી આર્મી માટે મેજર માધવનુ શરીર લાપતા છે, પણ માધવ જીવે છે, રાધાના વિશ્વાસમા અને દિકરીના  સથવારામા. રાધા એ વિશ્વાસે જીવે જાય છે કે ધરતી ના કોઈ ખૂણે માધવ હજુ જીવે છે.) 

કેટલી અદભૂત રાહ..... અને વિશ્વાસ...