( મરજી નું થાય તો સારું છે પણ મરજી વિરુદ્ધ જે પણ થાય છે એ ભગવાન ની મરજી નું હોય છે...કદાચ એ સમય એ ભગવાન તરફ નો વિશ્વાસ ડગમગ થયા કરે છે...અને એવો વિચાર દરેક ને થાય છે...કે ભગવાન એ કેમ મારી સાથે એવું કર્યું... કાશ આવું થયું હોત...એ વિશ્વાસ ની પરીક્ષા પણ એ પ્રભુ પોતે જ લે છે...પણ તમને ભગવાન પર વિશ્વાસ અચૂક રાખવાનો છે...આવી એક વાત જે મારી સાથે થયેલી એ હું તમને આજે જણાવવાનો છુ...)
ડિપ્લોમા કોલેજ પતાવી ને ઇન્ટરશીપ માં ૬ મહિના પતાવ્યા પછી...નોકરી માટે ના ઇન્ટરવ્યૂ આપવાના ચાલુ કર્યા મેં જે કોર્સ કર્યો હતો...એમાં પગાર ધોરણ એટલું બધું નીચું હતું કે...જેટલા પગાર ની અપેક્ષા હતી એટલો ક્યાંય મળતો ન હતો...ડિગ્રી કરવા માટે મારી પાસે એટલા પૈસા ન હતા..કે હું આગળ ભણી શકું..એટલે મેં ડિપ્લોમા પછી જ જોબ કરવા નું વિચાર્યું..કે એ બહાને ઘરે મદદરૂપ થાઉં...ઘણી બધી કંપની માં ઇન્ટરવ્યૂ આપ્યા પછી એક કંપની માં ૫૦૦૦ જેટલા પગાર માં હું ક્વોલિટી ડીપાર્ટમેન્ટ માં નોકરી લાગ્યો...
એ કંપની ના માલિક હતા આનંદ ભાઈ એમનો સ્વભાવ અંદર થી શાંત અને બહાર થી થોડો કઠણ હતો...મન થી એક જ અવાજ આવતો કે ભલે હું ઓછા પગાર માં નોકરી કરું છુ પણ ઘણું બધું શીખી ને જઈશ...મારી એક જ વિચારધારા હતી કે જે મને પગાર આપે છે એ મારી માટે ભગવાન સ્વરૂપ છે...આનંદભાઈ ક્યારે પણ એક જગ્યા એ રાખતા ન હતા..એ મને બધા જ ડીપાર્ટમેન્ટ નો અનુભવ અપાવતા...ત્યારે મને એમ પણ થતું કે આ માણસ બધા ડીપાર્ટમેન્ટ નું કામ મને જ આપે છે...કેમ કે ત્યારે એટલી સમજણ મને હતી નહિ... ત્યારે મારુ મન એ કામ કરવા મને પ્રેરિત કરતું...થોડા વર્ષો માં બધા જ ડીપાર્ટમેન્ટ નું કામ મને આવડી ગયું...અને મારો પગાર ધોરણ પણ એમને ૨૦૦૦૦ કરી આપ્યો...મારુ કામ જોઈ ને...
આનંદભાઈ ના ત્યાં મારો એટલો અનુભવ થઇ ગયો હતો કે ડિગ્રી વાળા સ્ટુડન્ટ ના ઇન્ટરવ્યૂ હું લેતો હતો... ત્યારે મને એવું જ લાગ્યું કે ભગવાને જ મને અહીંયા મોકલ્યો છે....આનંદભાઈ મને ડિઝાઇનિંગ શીખવા માટે પણ એક પ્રોફેસર હાયર કરી આપ્યો કે એ મને શીખવાડે... અને જોત જોતા માં હું એ પણ શીખી ગયો...કાશ આનંદભાઈ મને મળ્યા ના હોત..તો હું આગળ ના વધી શકત... ભણતર ની સાથે સાથે જેમ અનુભવ અને ગણતર ની જરૂર પડે છે એ મને અહીંયા મળ્યું.....મેં ૭ વર્ષ આનંદભાઈ ના પ્રેસ પર નોકરી કરી...મને ઘણા લોકો કેતાં હતા કે ભાઈ બીજે જઈશ તો પગાર વધારે મળશે...નોકરી પણ બદલવાનું રાખ...પણ મારુ મન તો ત્યાં જ લાગી ગયું હતું...મન લાગે ત્યાં ભગવાન હોય.. રોજ ૫૦ કિલોમીટર આવાનું અને જવાનું... આ રીતે મેં ૭ વર્ષ ત્યાં કાઢ્યા.
મારે બ્લડ પ્રેસર વધારે રહેતું તો ડૉક્ટર એ મને રોજ નું એટલા કિલોમીટર પ્રવાસ કરવાની ના પાડી...પરિવાર અને પોતાના સ્વાસ્થ્ય માટે મેં આનંદભાઈ ના ત્યાં જોબ છોડી દીધી... મને ત્યારે બહુ જ દુઃખ થયું.. ભગવાન પર પણ ગુસ્સો આવ્યો કે આટલું સારી રીતે બધું ચાલી રહ્યું હતું તો કેમ આમ કર્યું...પણ મન થી એક જ અવાજ આવ્યો આ પણ કંઈક મારા સારા માટે જ હશે...પછી મેં નજીક માં જોબ શોધવાની ચાલુ કરી મને ના મળી...પછી મેં મારુ પોતાનું ઘરે થી કરવાનું ચાલુ કર્યું મારો બધો અનુભવ એમાં લગાવી દીધો પણ એ જ સમયે કોરોના કાળ ચાલુ થઇ ગયો..
કામ ના મળવા થી અને માર્કેટ બંધ હોવા થી પૈસા ની અછત પણ વર્તાઈ..એ સમય એ મારી નાની છોકરી પણ હતી..પૈસા કેવી રીતે લાવવા..બસ એ જ શોધતો હતો...ઘરે ડિઝાઇન બનાવી ને જેમ તેમ રોજ ના ૨૦૦-૩૦૦ કમાતો.. રાત્રે ડેટા એન્ટ્રી કરતો... આ રીતે કોરોના કાળ જેમ તેમ કાઢ્યો...
માર્કેટ ખુલવા ના ચાલુ થયા... ૨ વર્ષ મેં ઘરે થી મારો ધંધો ચાલુ રાખ્યો પણ એમાં અમારું કઈ પૂરું ન હતું થતું.. એક મહિનો કામ આવે અને બીજા ૨ મહિના બેસી રહેવાનું થતું...એના લીધે ઘરે પણ મારે માથાકૂટ થતી...મને મારો પોતાનો મોટો ધંધો સેટ કરવો હતો..પણ એની માટે મશીન ને બધું જોઈએ પૈસા પણ જોઈએ... ત્યારે મારી જોડે એવું કહી હતું જ નહિ...ભગવાન ને પ્રાર્થના કરી કે હે ભગવાન કંઈક રસ્તો બતાવો..હું શું કરું અત્યારે... મારી પત્ની એ મને સલાહ આપી કે તમે આ ધંધો મુકો અને ક્યાંક નોકરી કરો...થોડો સમય રહી મારા ઘર ની નજીક માં ડિઝાઇનિંગ માટે મને જોબ ઑફર આવી...ત્યારે મેં મારા ધંધા ને સાઈડ માં કરી ને ત્યાં ઇન્ટરવ્યૂ આપ્યું અને ત્યાં જોબ ચાલુ કરી...
ડિઝાઇનિંગ મારો વિષય હતો જ નહિ પણ આનંદભાઈ એ મને એની માટે ટ્રેન કરેલો હતો...જેનો ફાયદો મને થયો અને સારો પગાર પણ નક્કી થયો...નોકરી માં ધ્યાન આપી ને મેં ૨ વર્ષ માં મારી આર્થિક તંગી ને સરભર કરી નાખી....અને ખુશ ખુશાલ જીવન મારુ થઇ ગયું...
મારા ઘરે માથાકૂટ બંધ થઇ ગયી...પહેલા કરતા પણ વધારે સુખે થી બધું ચાલવા લાગ્યું...મારો અનુભવ મને કામ લાગ્યો...મારા કર્મ, મારી વફાદારી, મારા કામે લાગી...જીવન ના ઉતાર ચઢાવ તો દરેક મનુષ્ય માં આવે જ છે..પણ જે ક્યારે હાર નથી માનતો એ જ આગળ તરી જાય છે...મેં દરેક પરિસ્થિતિ નો સામનો કર્યો...ભગવાન પર શ્રદ્ધા હોય તો એ કામ પણ સરળ થઇ જાય છે...
ભગવાન સ્વરૂપે આનંદભાઈ : જેમને મને દરેક અનુભવ કરાવ્યો..ઘણું બધું શીખવ્યું જે મારા ભવિષ્ય માટે સારું હતું...અને જે કાર્ય કર્યું એનું વળતર સ્વરૂપ એમને મને આપ્યું...
ભગવાન સ્વરૂપે મારા માતા પિતા : જેમને પૈસા કરતા મારા સ્વાસ્થ્ય ની ચિંતા કરી...મને આ કાબિલ બનાવ્યો...સાચું શું અને ખોટું શું એ શીખવ્યું...
ભગવાન સ્વરૂપે પત્ની : જેને મને સમય સાથે કેવી રીતે ચાલવું એ સમજાવ્યું...ફરી પડી ગયો હતો ત્યારે રસ્તો બતાવ્યો..ખરાબ પરિસ્થિતિ માં મારો સાથ આપ્યો.
મન માં રહેલો મારો ભગવાન : જેને દરેક પળ મને આ કરવું કે ના કરવું એની સમજણ આપી...મારા માં હંમેશા રહેલા ભગવાન..
ભગવાન કડવા ઘૂંટડા એટલે પણ આપે છે કે આપણું ભવિષ્ય સારું થઇ જાય...નોકરી સાથે હું રાત ના સમય માં બહાર નું બીજું કામ પણ કરતો હતો.. તો મને વધારાની પણ આવક મળતી હતી...ગમતું થાય એ સારું પણ ગમતું ના થાય એ વધારે સારું કેમ કે એમાં ભગવાન ની મરજી હોય છે... એ આજ ના આ ભાગ માં અપને જોયું...
મન માં રહેલો મારો ભગવાન : ભાગ -૨ સમાપ્ત.