Adhuro Prem - 1 in Gujarati Love Stories by orlins christain books and stories PDF | અધુરો પ્રેમ - 1

Featured Books
Categories
Share

અધુરો પ્રેમ - 1

એક શહેરની સોસાયટીમાં આવેલ સામાન્ય ઘર , આમ તો, બહારથી ભવ્ય ન હતુ. પણ સમય પ્રમાણે અને તે ઘરમાં રહેતા લોકોની આવક પ્રમાણમાં યોગ્ય હતુ. ઘરમાં રહેતી વ્યક્તિ એક , બેડરૂમ બે અને રસોડુ અને ડ્રોઈગ રૂમ.
સવારમાં 7 વાગ્યા હતા, ટાઇમ પ્રમાણે દુધવાળાએ દુધની બરણી બહાર મૂકી દીધી હતી કેમકે ઘણીવાર સુધી ડોરબેલ માંરવા છતાં દરવાજો ન ખુંલ્યો. એટલામાં જ છેલ્લા ઘણા સમયથી... કામ કરતી, અને સ્વભાવે થોડી ગંભીર એવી ચંચળ આવી, દરવાજો જોરથી ખખડાવ્યો, ત્યાં ઘણીવાર પછી દરવાજો ખૂલ્યો.
" અરે, ચંચળબેન આટલા વહેલા.."
"શુ આકાશભાઈ... 7.30 વાગ્યા છે, તમે જ તો કહ્યું હતુ વહેલા આવવાનું, તમારે કોઈ કોલેજમાં જવાનુ છે વહેલું, અને તમે જ હજી હવે ઊઠો છો...?" સામાન્ય રોષ સાથે કહ્યું.
" અરે હા, આજે તો 8 વાગે જવાનું....હતું, તમે એક કામ કરો ચા બનાવી દો હું એટલામાં તૈયાર થઈ જાવ , મારે પાછું રજાનો રિપોર્ટ આપવા જવાનુ છે. મેમને" આકાશે કપાળ પર હાથ દેતા કહ્યું....
"એની ચિંતા ન કરો હુ બનાવી દઊ છું, તમે જાંવ" હસીને કહ્યું...
ચંચળ અહી ઘણા સમયથી કામ કરતી હતી, લગભગ 1૦ વરસ થયા .. . એને કામ કરતા....કદાચ એથીય વધું, ઘણુબધું જોયુ હતું આ ઘરમાં એક સભ્ય જેવી હતી અને આજેય છે.
આકાશ એ નવીનભાઈ અને જમનાબેન ની એકમાત્ર સંતાન, હાલ એ બંને ગામડે છે, ખેતી કરે છે, અને આકાશ અહીં જોબ. આજે એની કોલેજમાં ફંકશન છે. કોલેજ છૂટી તો 5 વર્ષ થઇ ગયા. કોલેજે 25 વર્ષ પૂરા થયા એ નિમિતે આમંત્રણ પાઠવ્યું હતું. મનમાં જુના મિત્રોનેં મળવાની આશા અને ઈચ્છા બંને હતી.
આકાશ તૈયાર થઈને આવી ગયો.
“લો આ તમારી ચા ..”
"Thanks , તમારી ક્યા છે..?”
"આ થોડી લીધી છે... "
" ચંચળબેન, આજે રાત્રે કદાચ મારા મિત્રો રોકાશે અહી, કદાચ બે ત્રણ દીવસ પણ રોકાય , તો થોડુ કામ વધશે બે ત્રણ દિવસ....."
" અરે, એની ચિંતા શુ કામ કરો છો? મે કીધું કોઇ દી ?" આકાશ ની વાત વચ્ચેથી કાપી નાખતા કહ્યું,
" ના પણ.....આ તો....."
" તમે ચિતા ન કરો અને જાવ શાંતિથી".
“ ok અને ચાવી ...? “
" ચાવી હું રાજેશભાઈ સાહેબને ત્યાં આપી જઈશ.....બધું કામ પૂરું કરીને બરાબરને...."
“ હા, હુ જાવ છું ok, પહેલા રશ્મીમેમને ત્યાં જવું છે પછી જઈશ કોલેજ...”

સીધાસાદા બાઈકને કિક મારી, બાઈક જરા નવુ જ હતું, હમણાં જ લીધુ હતું, સોસાયટીઓમાંથી જગ્યા કરતી શહેરના રસ્તાઓ પરથી બાઈક રશ્મિબેન ને ત્યાં પહોચી.
રશ્મીબેંન આકાશના સિનિયર મેમ હતા, ઉમરમાં બહુ ફેર ન હતો બે વચ્ચે માંડ બ-ત્રણ વરસ મોટા હશે, આકાશ કરતા પણ હોદામાં આકાશના સિનિયર હતા.ઘરનો ડોરબલ વગાડ્યો.
“ રશ્મી મેમ છે ? “
“ હા, અંકલ મમ્મી છે, આવો અંદર “ એક નાનકડી છોકરીએ દરવાજો ખોલ્યો...
“ કોણ છે બેટા...?”
“ પપ્પા , મમ્મીના ઓફિસથી છે, આકાશ અંકલ“
“નંમસ્તે મેજર સાહેબ....”
“નમસ્તે, કેમ છો ? બેસો..”
મેજરવિક્રમસિંહ રશ્મિબેનના પતિ ફોજમાં હતા, ઘણા ટાઈમે ઘરે આવતા.
“મેમ ???? .....” આકાશે પૂછ્યું..
“ અરે હા, એ આવે છે ઉપર તૈયાર થાય છે, બોલો શું લેશો ચા, કોફી...?”
“ ના, કંઈ જ નહિ, બસ આ રિપોર્ટ અને ફાઈલ આપવા જ આવ્યો હતો. “
“ Good morning, Akash Bhai,”
“ Good morning, ma’am..!”
“ વિક્રમ, આ આકાશભાઈ છે, જેમને પેલા કેસમાં.....”
“ અરે હા, આકાશ ભાઈ Thanks, તમારે લીધે મોટી આફત માંથી બચી ગયા, તમારો આભાર માનું ..એટલો ઓછો છે...”
“ બસ, મેજર સાહેબ, આભાર માનવાની કોઈ જ જરૂર નથી....મે જે કર્યું મારી ફરજ હતી, મારી જગ્યાએ, તમે હોત તો એ જ કરત.”
“ ના પણ, તમે જે તમારી રેપ્યુટેશન , જોબ બધું દાવ પર મૂકીને....”
“ બસ મે મેમ ને પ્રોમિસ લેવડાવ્યું છે કે હવે એ બધું યાદ નહી કરે , મેમ તમે પ્રોમિસ તોડો છો ...”
“ sorry , આકાશભાઈ પણ....”
“ મેમ PLZ............” આકાશે કહ્યું.
“ Okay, okay … બસ હવે નહી. યાદ કરાવુ બસ હવે ચા પીઓ..” મેજર સાહેબે ચાનો કપ. આપતા કહ્યું...
“ પણ.....”
“ પણ ને બણ , લો હજુ મોડું નથી થયું ....” મેમે કહ્યું.
“ મેમ , આ મારો રજાનો રીપોર્ટ અને ફાઈલ છે , જે તમામ કમ્પ્લીટ છે ...”
“ DONT worry ....હું જોઈ લઈશ ...”
“ અને રજાનું ,,,,,,,,”
“ એની ચિંતા ન કરો તમારે જેટલા દિવસની મુકવી હોય એ બેધડક કહેજો હું કરી દઈશ. “
“ પણ મેમ ઉપર ....”
“ ઉપરના મેનેજમેન્ટ હું જવાબ આપી દઈશ . તમારા માટે હું આટલું તો કરી જ શકું છું ને ...? ”
“ હા તારે એટલું તો કરવું જ જોઈએને ....” મેજર સાહેબ વચ્ચે બોલતા કહ્યું.
“ યેસ સર ...” રશ્મીમેમ હસતા હસતા બોલ્યા.
“ થેન્ક્સ મેમ ...” આકાશ બોલ્યો.
“ અને હા આકાશભાઈ તમે ઓફીસમાં ભલે મેમ કહો પણ ઘરમાં તો તમારી મોટીબેન જેવી છું ને ,,,? તો PLZ.....”
“ હા આકાશ , ઘરમાં મેમની ટેવ પડી તો મને મુશ્કેલી સર્જાશે” મેજર સાહેબ બોલ્યા.
“ ઓકે મેમ તો હું રજા ....લઉં....” આકાશે હસતા હસત્તા કહ્યું.
“ ઓકે SURE...”
“ હા આકાશ , તમે જમવા ક્યારે આવો છો ? ડીનર પર ...” મેજરસાહેબ બોલ્યા.
“ સર, ડીનર પર...”
“ યાર હવે આવુ ન ચાલે , અહી ઓફીસ એકબાજુ પર , અને રિલેશન એકબાજુ....તે કેટલું મોટું કામ કર્યું છે, અને તારા માટે હુ આટલો હક તો રાખુને....?”
“ હા, આકાશભાઈ એક દિવસ રાખો..”
“ ok, તો હુ કહી દઈશ તમને sure, મેજર સાહેબ....”
“ Okay GOOD અને Thanks Once again…” હેંડશેક કરતા કહ્યું,
“ હવે Thanks કહેશો તો જમવા નહી આવું..”
“ Okay, sorry…”
“ તો હુ, રજા લવ છું...”
“ અરે રશ્મી , તારે બસ સ્ટેન્ડ પર જવું છેને..? તો આકાશ ભાઈ ઉતારી દેશે તને...” મેજર સાહેબે કહ્યુ રશ્મીબેનને
“ પણ હુ તો હાઈવે પરથી જાવ છું...”
“ પણ તમે કોલેજ જાવ છોને ફંકશન માં...?” મેજર સાહેબે કહ્યુ.
“ હા,...”
“ હા તો અહીથી હાઈવે પાછા જવાની કોઈ જ જરૂર નથી સામેની સોસાયટીમાં થઈને સ્ટેન્ડ પરથી હાઈવે સીધા જ જવાશે...”
“ પણ રસ્તો...”
“રસ્તો તમારા બેન બતાવી દેશે ખોટું પેટ્રોલ બાળીને 2 km જવાની જરૂર નથી...કેમ રશ્મિ...?”
“ હા, આકાશભાઈ સ્ટેન્ડથી સીધા જ જવાશે..”
“ Ok, તો કંઈ વાંધો નહી ,ચાલો મેજર સાહેબ ફરી મળીશું..”
“ok Sure અને Dinner ભૂલતા નહિ..”
“ હા...”
પછી સોસાયટીની ગલીઓમાં થઈને બાઈક સ્ટેન્ડ પર પહોંચી..
“ બસ આકાશભાઈ , અહી સ્ટોપ કરજો”
“ હાં ....”
“ Thanks આકાશ ભાઈ..”
“ અરે, એની કોઈ જ જરૂર નથી.. પણ , મેમ રજાનું...”
“ તમને કહ્યુને એની ચિંતા ન કરતા હું કરી લઈશ , આમેય તમારો overtime વધારે છે એમાં એડજસ્ટ થઇ જશે. તમે મારા માટે એટલુ કર્યું છે તો હું ન કરીશુ આટલું.”
“ મેમ PLZ મેના પાડી છે ને”
“ હા, પણ તમને ખબર છે ને એક સ્ત્રી તરીકે ચારિત્ર્ય કેટલું મહત્વનું છે..?અને મોટી બદનામીમાંથી તમે બચાવી છે મને..”
“ બસ હવે , તમે શુ કામ એવુ માનો છો કે મેં ઊપકાર કર્યો છે? મે તો એ જ કર્યું જે મારા દિલે કહ્યુ અને જે સાચુ હતુ...”
“ ok, તને હવે નહી કહું બસ, હા, પાછું તમારે મોડુ થશે, અહીથી સીધા જઈને એક કાચો રસ્તો આવશે ત્યાં વળી જજો સીધા ગેટ પર જ પહોંચશો...”
“ ok, thank you, bye.”
“ Bye, enjoy yourself”
“Thanks”
પછી બાઈક પુર ઝડપે રસ્તાને પાછળ પાડવા લાગી. રશમીબેન ક્યાંય સુધી એ જોતા રહ્યા, મનમાં ઈશ્વરને કહેતા હતા કે
” જો આકાશ ભાઈ સિવાય બીજુ કોઈ હોત તો ?મારૂ, શુ થયુ હોત...?Thank God “
પછી બાઈક હાઈવે છોડીને કાચા રસ્તા પર વળ્યું. ડાબી સાઈડે ત્યાં દૂર કોલજનું બિલ્ડીંગ દેખાતુ હતું અને કોલેજનો કોટ પણ. રસ્તો ધાર્યો કરતા પણ વધારે ખરાબ હતો, એકદમ ધૂળ ભર્યો, ક્યાંય પંથરા, ખાડા, અને આજુબાજુ બાવળોનું જંગલ હતું. રસ્તો પાછો સુમસાન હતો. પક્ષીઓનાં જીવજંતુ નો અવાજ અને બાઈકના અવાજ, સિવાય ક્યાંક પવનનું ઝોકુ હતું, એ સીવાય કાન ફાડી નાખે એવી શાંતિ હતી.
થોડેક જ દુર ગયો હશે, બાઈક પર જુની યાદો, વિચારતો વિચારતો..એટલાં માં ભયાનક ચીસ સંભળાઈ ચીસ એટલી મોટી હતી છતાં પહેલાં તો એમ લાગ્યું કે ભ્રમ છે,પણ ફરીવાર ચીસ આવી પહેલા કરતાં પણ જ મોટી.
પછી વિચારોને અને બાઈકને બંનેને બ્રેક લાંગી ગઈ....
બૂમ વધુ સ્પષ્ટ થઈ, કોઈ યુવતીની બૂમ હતી, પહેલાં તો બાઈક પછી ભગાડી મુકાવાનુ મન થઈ આવ્યું. પણ એક પછી એક તીવ્ર બનતી જતી ચિસોએ એનો આત્મા જગાડી મૂક્યો. હિંમતથી બાઈક મુકી આજુબાજુ અવાજની દિશામાં નજર દોડાવી. પણ ત્યાતો...બાવળના ઝુંડ સિવાય કંઈ જ ન હતું, છતાંયે નજર દોડાવી તો ચંપલ દેખાયા , આગળ ગયો તો બે ત્રણ ગુંડાઓ વચ્ચે એક યુવતી હતી..
“એય....છોડ ..... તારી.....તો...” જેટલી હિંમત હતી...બધી જ ભેગી કરીને બુમ પાડી ને વચ્ચે બાવળો વચ્ચે જગ્યા કરતો દોડ્યો...
ધડીક પેલા ત્રણેય જોતા જ રહ્યા.એટલા જ પેલી યુવતી એ થોડીક હિંમત કરીને એકને ધક્કો માર્યો, એટલામાં આકાશે જઈને બીજાને લાત ફટકારી અને થોડી ઝપાઝપી શરૂ થઈ.
યુવતી એ ઝાડીમાંથી બહાર આવીને પોલીસની ગાડી જોઈ. આ ગાડી પેટ્રોલિંગ પર હતી...
“ સાહેબ ...પેલા...”
“શું થયું...મે..મ ! “ ગાડીમાંથી ઉતરતા PSIએ પૂછ્યું,
“પેલા,મને .....”હાફતા હાંફતા, અને રડતા રડતા કહ્યું...
“ પકડો એમને જલદી “, PSI એની હાલત જોઈને સમજી ગયા.
“ એય ભાગ , પોલિસ, “ એક જણ બુમ પાડીને ભાગ્યો.
“એય જાય છે ક્યા ....? આકાશે બૂમ પાડી.
પોલીસે બધાને પકડ્યા...
“ અરે મી.આકાશ તમે..?”
“ હા સાહેબ, હુ અહીથી જતો હતો ત્યાં આ મેમની બુમ સાંભળીને બાઈક ઉભી રાખી જોયું તો.... ” અચાનક તેની નજર યુવતી પર ગઇ...રીતસરનો અવાચક થઈ ગયો...”આ તો ધરતી “
“ Okay, તમને ક્યાય વાગ્યું તો નથી ને..”PSIએ ધ્યાન તોડાવતા કહ્યું.
“ ના, I’m okay… ધરતી તું, સોરી તમે..?”
“ હા, આકાશ...” હજુએ આધાતમાં હતી.
“ તમે ઓળખો છો..?” PSI માત્રેએ કહ્યું.
હા સાહેબ અમે સાથે જ અભ્યાસ કરતા હતા. આજે ફંક્શન છે, તો હુ ત્યાં જતો હતો, કદાચ ધરતી પણ...”
“ હા સર, હુ અહીથી જતી હતી.. તો આ લોકોએ મને પકડી લીધી.આકાશ ના આવ્યાં હોત તો...” તેની આંખમાં આસું હતા..
“ok Don’t worry relax..” Mr. આકાશ હમણાં તો ટેમ્પરરી બયાન બનાવી દઈશ સાંજે આવીને પોલિસ સ્ટેશનને સાઈન કરી જજો. અત્યારે તમે લોકો જાવ...”
“ OK, Thanks, sir…”
“Its all right, અંદર નાખ સલ્લાને..” પોલિસની જીપ ધૂળ ઉડાડતી જતી રહી..
ધરતીની આંખમાં આસું હતા. જે સુકાતા ન હતા,
“ ચલ હવે જઈશું?” આકાશે મૌન તોડતા કહ્યું..
“ ok “
પછી ધરતી આકાશ પાછળ ગોઠવાઈ. બાઈક ભૂતકાળમાં સરકી ગયુ.
****************************************************************************************************
આકાશ એ ટાઈમે આજના જેવો ગંભીર ન હતો. નવીનભાઈ એક ઓફિસમાં કામ કરતા હતા. કંપની સારી હતી, અને પોસ્ટ પણ સારી હતી અને જમનાબેન હાઉસ વાઇફ હતા . જમનાંબેનના અતિશય લાડકોડથી આકાશ બગડી ગયો હતો. કેમકે એને જે માંગ્યું એ એને મળ્યું હતું. જે વસ્તુ જોઈએ તે માગે એટલે હાજર થઈ જતી. નવીનભાઈ આનાકાની કરે તો , જમનાંબેન લડી ઝઘડીને અપાવતા. કોઈ ભૂલ થાય તો આકાશને કઈ કહેવા પણ દેતા ન હતા. પાછા એના મિત્રો પણ એવા હતા એટલે આકાશ બહુ જ અવળચંડો થઇ ગયો હતો અને દુનિયાનો બરાબર રંગ લાગ્યો હતો. સિગરેટ પીવી, પાન-મસાલો ખાવો , છોકરીઓ ફેરવવી, કોલેજ બંક કરવી , પિક્ચર જોવા થિયેટરમાં જવું. તમામ લક્ષણો એનામાં હતા..
આ બધામાં એને રોકનાર ને ટોકનાર બે જ વ્યક્તિ હતા. એક એવી વ્યક્તિ એના પપ્પા અને બીજો એનો નાનપણનો સંહાધ્યાયી અસ્મિત. અહી મિત્ર કહેવું યોગ્ય નહિ લાગે કેમકે અસ્મિત આકાશને મિત્ર માનતો હતો. આકાશ એનાથી દૂરં ભાગતો હતો. એનું કારણ એ હતું કે અસ્મિત હંમેશા આકાશની બેજવાબદાર લાઈફ વિશે ટોકતો રહેતો હતો.અને લડતો પણ હતો,તે હંમેશા લેક્ચર આપતો રહેતો.એ આકાશને ગમતું ન હતું. એટલે એનાથી દૂર જ રહેતો હતો. નોટ્સની જરૂર પડે તો જ એને યાદ કરતો હતો, બાકી નહી. કેમકે એ સિન્સીયર હતો.
ધરતી, આર્ટસની વિદ્યાર્થીની હતી, આકાશ અને અસ્મિત બન્અને કોર્મસના , અસ્મિત અને ધરતી બન્ને દૂરના સગા હતા.
ધરતી આ શહેરની ન હતી. એ બહારની હતી.એના પપ્પા GOV. OFFICER હતા એમની બદલી થઈ હતી. કોલેજમાં બીજા વર્ષમાં એડમિશન KG કોલેજમાં એટલે કે આકાશની કોલેજમાં લીધું હતું.
K.G..College Campusમાં ત્રણ કોલેજ હતી. આર્ટસ કોમર્સ અને સાઈન્સ. કોલેજનું નામ સારૂ હતુ. એટલે આમાં એડમિશન લીધું.
ધરતી દેખાવે કોઈ બ્યુંટી કવીન ન હતી પણ સાવ સામાન્ય હતી, પણ ભણવવામાં અવ્વલ હતી,સ્વભાવે પણ સારી હતી, મિલનસાર પણ. એની આદત હતી કે કામ વગર છોકરાઓ સાથે ભળવું નહિ કે બોલવું નહિ.
એક દિવસ આકાશ એના મિત્રો જોડે કૉલેજ કેન્ટીનમાં ગપ્પાં મારતો હતો...
“ યાર, તારી નવી ગર્લ ફ્રેન્ડ હીના છે ને?” એક મિત્ર એ પૂછ્યું.
“ હા, યાર હમણાં ખબર પડી યાર, શુ વાત છે બહુ જબરો હાથ માર્યો તે તો છે...ક, આર્ટસ કેમ્પસમાં પહોચી ગયો. એ પણ આર્ટસમાં કોઈને ઘાસ ન નાખનારી સામે” બીજાએ કહ્યુ.
“ બોસ, એ વાતને તો બે મહિના થયા,હવે દિવાળી પર ફકશનમાં મુલાકાત થઈ હતી. એના પછી, થયું, પેલા ફેંડશીપ પછી....”
“ બસ યાર, શું જુની પુરાણી વાતો કરો છો કઈક નવુ કહો યાર, આતો બધું જુનું થઈ ગયુ “ આકાશે બધાને અટકાવ્યા
“ યાર, આકાશ ચલ પીકચર જોવા જઈએ,” બીજો બોલ્યો.
“ના, યાર કંઈ મજા નથી પિક્ચર જોવામાં , અહિયાં જ બેસીએ ને..” એટલામાં એની નજર અંદર પ્રવેશતી બે યુવતી પર પડી.
“બસ, યાર જુઓ તમારા મેમ આવ્યા...’ ગૃપમાંથી એક જણ બોલ્યો
“ અરે , શુ વાત છે...?” બીજો બોલ્યો ...
“બસ હવે.....આ જોડે કોણ છે..?” આકાશે આશ્ચર્ય સાથે પૂછ્યું.
“ તું નથી ઓળખતો ?”
“ તું...........યાર.....આ તો પેહલીવાર જ..” આકાશની નજર હજુ એ યુવતી પર હતી..
“ તારી ગર્લફેન્ડ ની ખાસ બહેનપણી છે, ધરતી. ગયા વરસે જ આવી હતી. કયાંય બહાર દેખાતી નથી, એના કલાસની રેન્કર છે.પ્રોફેસરોની માનીતી પણ ....”
“ માનતી નહી, ચમચી છે, યાર, બંહું અકડુ પણ છે માંરા કલાસમાં જ છે”
“ યાર કંઈ સાર તો છે નહિ. અને પોતાની જાતને બ્યુટી ક્વીન માનતી હોય એમ ફરે છે. કા તો એ .. આખો દિવસ લાઈબ્રેરીમાં હોય કા તો કલાસમાં .... ”
“એટલે જ મારી નજર ના પડી” આકાશ બોલી.
“ બસ હવે જોવાનું બંધ કરો આકાશ...સાહેબ...”
“ હા, યાર નહી તો હિનાભાભી રિસાઈ જશે “ બીજાએ હસીને કહ્યુ,
આ બાજું ધરતી નજર પડી અને લાગ્યું કે અમને કોઈ જોવે છે,
“ હિના, જલ્દી ચા-નાસ્તો પતાવ”
“ કેમ શુ થયું ?યાર, તુ તો આ બાજુ આવતી નથી તને બે વરસ થવા આવ્યા , અહી આવી છે કોઈ વાર ?”
“ મને નથી ગમતુ તને ખબર છેને “
“ પણ તારો મુડ કેમ ઊડી ગયો?”
“કઈ નહી, પેલુ ગૃપ આપણે આવ્યા ત્યારથી આ તરફ જોઈને હસે છે. I think..કે કોઈ કોમેન્ટ..”
“ ચિંતા ન કર કોઈ કંઈ નહી કહેતુ હોય “ હિના એ આત્મવિશ્વાસ થી કહ્યું.
“ કેમ ? “ ધરતી એ આશ્ચર્યથી એની સામે જોયું.
“ યાર આકાશ છેને એમાં એ ...”
“ કોણ આકાશ ?”, એ તારો રિલેટીવ છે ?”
“ ના હવે એ.......એ મારો BF છે..” શરમાતાં કહ્યું,
“What..? શું વાત કરે છે...?તું અને BF…”અને ધરતીને તો જાણે શોક લાગ્યો.
“ હા, હવે બે મહિના થયા, We love,”
“ એ તને પ્રેમ કરે છે ? કે તુ એને?”
“ We both yarr”
“I don’t think so,”
“ કેમ તને શું કોઈ પ્રોબ્લેમ છે.?”
“ તુ આડું કેમ બોલે છે..? પણ, મને એ ઠીક નથી લાગતો તુ સંભાળીને રહેજે બસ”
“બસ હવે....”I know it Yar અહીથી હવે ચલ..”
“Okay”
પછી બંને જણે કેન્ટીન છોડયું.આ એની આકાશ સાથેની પ્રથમ મુલાકાત આજે પણ એને યાદ છે. એ જે રીતે એને જોતો હતો, એને બરાબર ખબર હતી કે આકાશની નજર હિના પર નહી પણ એની પર હતી પણ હિના ને કહી ન શકી. પણ મનમાં નક્કી કર્યું કે આકાશ બરાબર નથી અને એ હીનાને આાગળ વધવા નહી દે..”
આ તરફ ગૃપમાં વાત આગળ ચાલી
“ યાર તને હીનાએ મુલાકાત નથી કરાવી..?”
“ યાર અમારી ભુગોળની ભાષામાં તો એ જ્વાળામુખી છે, જ્વાળામુખી...” એકે આર્ટ્સનું જ્ઞાન પ્રગટ કર્યું.
“ Don’t Worry Yar, એની તો તો એની મુલાકાત કરવી પડશે...” મજા આવશે આકાશે કહ્યું.
“ શું આગળ વધવાનો નો ઈરાદો તો નથીને...?”
“જોઈશું પ્રથમ મુલાકાત તો થવા દે. ચલ હુ રજા લઉં હવે હુ જાઉં...”
“ક્યાં ચાલ્યા સાહેબ”
“u know, yar bye”
“ bye ભાભીને અમારી યાદ આપજો”
“ ok bye”
“ bye” એમ કહીને આકાશ ઉડી ગયો.
આ બાજુ હિના વધુને બધું આકાશ તરફ ખેંચતી જતી હતી, અને આકાશને મન તો એ ટાઈમપાસ હતી . ધરતીને એ વાતનો અંદાજ આકાશ સાથેની મુલાકાતમાં જ આવી ગયો.અને વધુ વિગતો એના કઝિન અને ખાસ એવા અસ્મિત જોડેથી મળી. પણ પુરવા વગર ... હિના સામે ખુલ્લો કઈરીતે મોટો પ્રશ્ન હતો.
પણ એક દિવસ આકાશ અને હિનાને બગીચામાં જોયા, જે રીતે જોયા એને લાગ્યું.. કે આ ખોટું છે, બીજો દિવસે હિનાને કહ્યું.
“હિના કાલે સાંજે .. તું આકાશ જોડે હતી ..? બગીચામાં ..”
“હમ્મ... કેમ ? “
“યાર,થોડી space રાખ તમારા રિલેશનમાં , મને એ સારો નથી લાગતો..?”
“તને શું પ્રોબ્લેમ છે મને એ જ નથી સમજાતું..?” હીના થોડી ગુસ્સે થઇ ગઈ.
“ મને કોઈ પ્રોબ્લેમ નથી પણ, He is not gud બસ યાર”
“ તને ઇર્ષા આવે છેને મારી? તું પણ કર BF મને કોઈ પ્રોબ્લમ નથી” હીના ગુસ્સામાં બોલી.
“મને શુ કામ ઇર્ષા આવશે? જે હકીકત છે, અને જે મને દેખાય છે એ જ કવ છું..?”
“ હુ આકાશને ઘણા સમયથી ઓળખું છું, હુ જાણુ છું કે એની જ ઘણી ફ્રેન્ડ હતી, પણ મારા એની લાઈફમાં આવ્યા પછી કોઈ જ નથી, He love me બસ, અને કોલેજ પછી અમે મેરેજ કરવાના છીએ એણે પ્રોમિસ આપ્યું છે. હવે પછી મારી સામે એની વિરુદ્ધ એક પણ શબ્દ બોલી છે તો હુ ભુલી જઈશ કે તુમારી ફ્રેન્ડ છે” ગુસ્સામાં બોલીને હિના ત્યાંથી જતી રહી...
ધરતી અવાચક થઈ ગંઈ એની માહિતી એક્દમ સાચી હતી કે આકાશ હીનાને ઊલ્લું બનાવાતો હતો ટાઇમપાસ કરતો હતો પણ સાબિત ન કરી શકવા થી એ મુશ્કેલીમાં મુકાઈ. ધરતીએ અસ્મિતને આ બધી વાત કરી,
“ જો અસ્મિત તું, એેકવાર આકાશને સમજાવ હીના નથી માનતી, કદાચ આકાશ હિનાની ગંભીરતા સમજે..”
“ યાર હું એને ઓળખુ છુ નહી માને છતાંયે હુ કાલે કોલજમાં વાત કરીકે એ છેતરવાનું બંધ કરે”
“Thanks “ઈશ્વર કરેને એવુ થાય હિનાની જીંદગી બગડતી અટકી જાય..”
“ હા..”
બે દિવસ પછી એક સાંજે રવિવાર હતો સાંજના ટાઈમે બજારમાંથી શાકભાજી લઈને ધરતી આવતી હતી ત્યાં એક પાર્કિંગમાં યુવક યુવતી બેઠા હતા, એની નજર પડી , અંધારામાં લાગ્યું કે આકાશ છે પણ યુવતીની ખબર ન પડી , પ્રથમ તો એમ થયું કે હિના જ છે. પણ પછી ધ્યાનથી જોતા એ સમસમી ગઈ , એ યુવતી એની જ કોલેજની બીજી યુવતી હતી હીના ન હતી. જે રીતે હતા બેઠા હતા એમની હરકતો હતી. એ જોઇને સ્પષ્ટ લાગતું જ હતું, કે "એ બન્ને કોણ હસે..?"
ઘરે જઈને ધરતી સાવ અપસેટ થઈ ગઈ, આ વાત હીનાને કહુ કે નહિ. ફોન પર અસ્મીતને કહ્યુ,
અસ્મીતને કહ્યુ કે એણે આકાશ ને કહ્યુ છે. અને એ આકાશ જોડે પાછો વાત ન કરે ત્યાં સુધી હિનાને ન જણાવે. ધરતીને આખી રાત ઊંઘ ન આવી ને મોડી રાત સુધી પડખા બદલતી રહી.એટલામાં રાતના બે વાગે રૂમના ટકોરા પડયા. મમ્મી હતી,
“ બેટા, તારી ફ્રેન્ડના પપ્પાનો ફોન છે..?”
“ ફ્રેન્ડ..??”
“હિના...”
" શું કીધું એમણે ...?"
“ જા તારા પપ્પા વાત કરે છે, ફૉન ચાલુ છે...”
“હા” તેના મગજમાં ધ્રાસકો પડ્યો પણ એને હતુ કે હિના એવું ન કરે...” એણે ફોન લીધો
“ બોલો અકલ,..”
“ બેટા હું સીટી હોસ્પીટલથી બોલુ છું,હીનાએ સુસાઈડ કર્યું છેે તું જલદી આવ plz….” અવાજ માં રુદન હતું,
"ક્યારે કર્યું ? એ કેમ છે ? " ધરતીનો અવાજ રૂંધાઇ ગયો.
આજે રાત્રે એની મમ્મી રૂમમાં જોવા ગઈ. ત્યારે ખબર પડી plz તું....”
“ હા અંકલ હું આવું જ છું..”ધરતીએ ફોન મુક્યો.
“ શુ થયું બેટા..?” પપ્પાએે ક્હ્યું....
“ કંઈ નહિ ... પપ્પા એ તો હીનાની તાત્કાલિક તબિયત બગડી છે. એ હોસ્પીટલ માં છે માટે જવું પડશે જોડે કોઈ નથી” એને વાત કહેવી યોગ્ય ન લાગી.
“ હા, જા , અસ્મીતને બોલાવ્યુ..?”
“ હા, એને ફોન કરો” હુ તૈયાર થાવ છું. એ રૂમમાં જઇને રડી પડી." ઈશ્વર એને બચાવજે " મનોમન પ્રાર્થના કરી.નકકી કર્યું કે એ આકાશને નહી છોડે..
ધરતી અને અસ્મિત બન્ને હોસ્પીટલ પહોચ્યા. ત્યાં ડોકટરોએ કઈ જ જોખમ ન હોવા કહ્યું. પછી ધરતી હિનાને મળવા એના રૂમમાં ગઈ.
" હીના ....??" ધરતીએ નજીક જઈને એના માથા પર હાથ ફેરવીને કહ્યું. હિનાએ ધીમે થી આંખ ખોલી ....
" ધરતી .........અસ્મિત ............" એ બન્ને જોઇને રડી પડી.
" તું આ હદ સુધી ઉતરી ગઈ ....." હીનાને જોઇને કહ્યું ધરતીએ.
" તું સાચી હતી .... એણે મને ...." ફરીથી ધરતીને વળગીને રડી પડી જોરજોરથી. અસ્મિતની આંખમાં પણ આંસુ આવી ગયા હીનાની હાલત જોઇને સાથે આકાશ પર બહુ જ ગુસ્સો આવ્યો.
" શું કર્યું એણે ....? " હીનાના આંસુ લૂછતાં ધરતીએ પૂછ્યું.
" એણે કઈ જ નથી કર્યું પણ મેં એને ગેસ્ટ હાઉસમાં જોયો હતો અવની જોડે ..." રડતા રડતા એ બોલી.
" મેં તો તને પહેલા જ કહ્યું હતું ...."
"બસ હવે જે થઇ ગયું એનો અફસોસ કરવાની જરૂર નથી. અને આટલી વાતમાં તારે સુસાઇડ કરવાનું ક્યાં આવતું હતું ? જઈને બે ચાર લાફા ન મરાય ?? " અસ્મિત ગુસ્સામાં બોલ્યો.
" હા અસ્મિતની વાત સાચી છે . અને તારે મને તો કહેવું હતું ને ફોન કરીને ..."
" હા પણ મારી હાલત જ નહતી. you KNOW it , i LOVE HIM HARTLY BUT HE just USE ME "
" ઓકે યાર બસ હવે રડવાનું બંદ કર ,તને ધરતીએ ચેતવી હતી. તારે સંભાળવાની જરૂર હતી. તે મને કીધુ હોત તો હું એને જોઈ લેત , તારે આ કરવાની શી જરૂર હતી ? મન થાય છે કે તને બે ચાર લાફા મારું ..."અસ્મિત ગુસ્સામાં બોલ્યો.
“ બસ, અસ્મીત CooldowN, તે ઘરે કોઈને કઈ કીધુ ..?” ઘરતીએ અસમિતને ઠંડો પાડયો..અને ધરતીને પૂછ્યું.
“ના પહેલી તુ જ આંવી છે. અહીં “
“Okay, તો કોઈને કંઈ જ ન કહેતી...”
" તું શું બોલે છે ધરતી ..." અસ્મિત ગુસ્સામ બોલ્યો.
“તુ શાંત પડ , જો બહાર ખબર પડે તો આમાં આકાશને કઈ જ નહી થાય ઉલટાનું બદનામી હીનાની જ થશે , એટલે પપ્પાને તું એમ કહે જે કે ભૂલમાંથી તાવની ગોળી સમજીને ખવાઈ ગઈ હતી , સુસાઈડ કરવાંનો કોઈ જ ઇરાદો ન હતો, okay અને રહી વાત આકાશની તો એને તો અમે જોઇ લઈશુ”
“ તારી વાત સાચી છે, ધરતી આકાશને પાઠ ભણાવવો પડશે, પણ સાથે એ વાતનુ ધ્યાન રહે કે આ વાત આપણી ત્રણેય વચ્ચે જ રહે. “ અસ્મિતને વાતમાં સુર પુરાવ્યો..
“ અને હા તુ મમ્મી પપ્પાને કંઈ જ નહિ કહેતી મે કીઘુ તું, એ સિવાય ok," ધરતી એ કહ્યું.
“ અને પેલાનું નામ મો પર ન લાવતી . આજે એની બેન્ડ બજાવી દઈશ.સાલો મને લેકચર બાજ સમજે છે ને પણ હવે એને ખબર પડશે કે અસ્મિત શુ ચીજ છે...?”અસ્મિત ગુસ્સા માં બોલ્યો.
" અસ્મિત તું બેસ હું બહાર જઈને આવું છું ..ઓકે ..." એમ કહીને ધરતી બહાર ગઈ. બહાર જતા જ હિનાના મમ્મી પપ્પાએ પુછ્યું “શુ થયું બેટા ? શું કીધું એણે ? એણે સુસાઈડ કેમ કર્યું હતું ..? મારી નજર સામેજ એણે ગોળીઓ ખાધી હતી,” એની મમ્મી રડી પડી...”
“ અંકલ,આંટી , એેણે કેમ કર્યું ? શું કર્યું ? એ વાત હું તમને કહીશ પણ તમે મને પ્રોમીસ કરો કે તમે એને એક પણ શબ્દ નહી કહો, એના તરફથી હુ પ્રોમિસ કરીશ કે તમને મે આજ્ઞાધીન થઈને રેહશે.”
" હા ધરતી એને કઈ જ નહિ કહીએ..."
“હા, હુ જેમ કઉ એમ જ તમારે કરવાનું અને આ વાત જે મે તમને એના વિશે કહ્યું છે, એ હીનાને ના ખબર પડવી જોઈએ..”
" નહિ પડે બેટા ક્યારે નહિ પડે બસ "
“ Promis તું જેમ કહેશે એમ જ કરીશુ..”
“ Okay, અંકલ " પછી એણે બંધી વાતો Details માં કહી.
“અંકલ Plz, હવે વાત જાણ્યા પછી પ્રોમિસ ન તોડતા , આન્ટી તમે પણ “
" પણ એને આમ જ થોડો જવા દેવાય ...." અંકલે કહ્યું.
“હા અંકલ , એનુ શુ કરવુ એ અમને ખબર છે મે અને અસ્મીત બંધુ નક્કી કરી દીધુ છે, તમે ફક્ત હીનાને સભાળો હુ પ્રોમિસ આપું છું, કે આકાશને એનુ ફળ મળશે.”
“ ઠિક છે ઘરતી તને યોગ્ય લાગે એમ કરજે પણ હુ એકવાર એમના મમ્મી પપ્પાને મળવા માંગીશ!”
“ હા, એ વાત તો હુ તંમને કહેવાની જ હતી, આજે જ આપણે જઈશુ, “
પછી જે થયું એ વાતે આકાશની જીદગી બદલી નાખી.
અસ્મિત ધરતી અને હિનાના મમ્મી પપ્પા ચારેય આકાશના મમી પપ્પા ને મળવા ગયા. અને જઈને તમામ વાત કરી. વાતો સંભાળીને આકાશના મમ્મી એ આઘાત જીરવી ન શક્યા, એમને હાર્ટ એટેક આવ્યો. આકાશની કોલેજ બંધ થઈ ગઈ.બાઈક વેચાઈ ગયું, નવીનભાઇ એ કડક વોરનિંગ આપી દીધી, બહુ જ કડકાઈ અને પ્રતીબધો મૂકી દીધા અને છેવટે આકાશ લિખીતમા અને મૌલિક હિનાની માફી માંગી.
“ ધરતી, ધરતી...” બાઈક સાઈડ કરીને ઉંભી રાખતા અને આકાશે ઢંઢોળી.
" હા ..........."
“ અહી ચા પીશુ? તુ અહી ફ્રેશ પણ થઈ જાય યછી કોલેજ જઈએ? ”
“ હા, ....." હજી ઘરતી જુના વિચારોમાં જ હતી, આજે એ આકાશમાં કંઈક ફેર લાગતો હતો.
ધરતી એ હાથ મો ધોયા અને આકાશ જ્યાં બેંઠો હતો.એ ટેબલ પર આવીને બેઠી . હજુ બન્ને વચ્ચે મૌન જ હતું, આકાશના મનમાં થોડો ભય હતો, “ક્યાંય. જુની વાતોને લીધે ?” એ ધરતીનું મનોમન નિરિક્ષણ કરતો હતો, ઍના મગજમાં ઘણા સવાલ હતા, “ ધરતીના મેરજ થયા હશે? થયા હશે તો એકલી કેમ ? અનો પતિ ક્યાં ? "
આ બાજુ ધરતી પણ થોડી બીકમાં હતી, એેના મગજમાં પણ સવાલો હતા.
આંકાશે મોન તોડયું, “ ધરતી, જે થઈ ગયું એ અત્યારે યાદ ન કરતી, ટેન્શન ન લેતી, ઈન્સ માટે જોડે મારે ઘરનાં રીલેશન છે, તારે ટેન્શ લેવાની કોઈ જરૂર નથી બધુ હુ ફોડી લઈશ રીલેક્સ થઈ જજે ok”
“થેન્ક્સ , જો તું ના હોત તો એ લોકો એ મને મારી જ નાખી હોત” રડમસ અવાજે ધરતી બોલી.
“પણ એ તુ એ રસ્તે અને એ પણ એકલી..? " આશ્ચર્ય સાથે આકાશે પૂછ્યું.
“હા, મને એમ કે અહી થી જલ્દી પહોંચી જવાશે, I think એ લોકો મને મારવા જ આવ્યા હતા, બીજા કોઈ ઇરાદે નહિ..”
“ તું, એવું શાથી કહી શકે..?”
“મને ખબર છે?” એની આંખમાં આસું આવી ગયા..
“ Okay, ભુલી જા જે થયું એ થઇ ગયું બસ છે, રિલેક્ષ થય જા, કોલેજ આવી ગઇ છે ચલ. જઈશું ... .?”
“ હા,”
“ હા, જાય છે કે મારી જોડે..... " આકાશે ખચકાટમાં પૂછ્યું,
“ સાથે જઈએે તો , મારા મનમાંથી ડર ગયો નથી, plz સાથે રહીશ...”. એના જ અવાજ માં આજીજી હતી..
" ઓકે ફાઈન , અસ્મિત આવી ગયો હશે .."
" હા ચાલો ..."
પછી કાઉન્ટર પર પૈસા આપી બન્ને કોલેજમાં ગયા. બાઈક પરથી માંડીને પાર્કિંગ પ્લોટ અને ત્યા ફંકશન સુધી બને જોડે ગયા. જે જૂના મિત્રો કે કલાસમેટ હતા, સૌને આશ્ચર્ય થયું..
“ આકાશ અસ્મિત મળ્યો ?”
“ ના મારી નજર એને જ શોધે છે..?”
“ તો, શુ કરીશુ..?”
“ હુ અહી બેસુ છું , તારી ફ્રેન્ડસ ત્યા દેખાય છે " આકાશે કહ્યું,
“નહી હુ અહી જ બરાબર છું..”
" ઠીક છે જેવી તારી મરજી ..."
બને માંથી કોઈનુંય ધ્યાન પ્રોગામ માં ના હતું આકાશે જોયુ તો ધરતી ધાર્યા કરતાં વધુ ગભારાયેલી અને અપસેટ પણ હતી. એટલા માં એની નજર અસ્મીત પર પડી.
“ ધરતી, અસ્મિત , હુુ બોલાવી લાવું છું તુ બેસ...” એ ઊઠીને અસ્મીત તરફ ગયો. પેહલાનો સીધો સાદો અસ્મિત ફેેશનેબલ થઈ ગયો હતો.
“ હાય, જાન...” અસ્મિત જોરથી ભેટ્યો.
“ હાય, કેમ છે?”
“ I’m , fine, તું કેમ છે...?
“ બસ મજામાં, ધરતી ત્યાં તારી વાટ જુએ છે...”
“ હા યાર, તમને જોયા મે પાર્કિંગમાં મેં બુમ પાડી પણ કદાચ સંભાળી નહિ .."
" હા મારું ધ્યાન નહિ હોય ... ધરતી અપસેટ છે ..." આકાશે કહ્યું.
" શું થયું એને ...." પછી આકાશે બધી ડીટેલમાં વાત કરી.
પછી બન્ને ધરતી હતી ત્યાં ગયા. વાત કરી. પછી બધા પ્રોગ્રામ જોવામાં પરોવાયા. થોડીવાર સુધી આકાશે પ્રોગ્રામ જોયો પણ એનું મન બીજે હતું. મગજમાં ઘણું ટેન્સન હતું. પછી કંટાળીને એ ત્યાંથી ધીમે રહીને સરકી ગયો. બીજા ફ્રેન્ડસને મળવા અને કોલેજ જોવા. આ બાજુ ધરતી લંચ ટાઈમમાં અને એના પછી ધરતી એની જૂની બહેનપણી ને મળવા વ્યસ્ત થઇ ગઈ. લંચ પછી બીજા સેશનમાં આવીને બેઠા. થોડીવાર પછી એનું ધ્યાન ગયું કે આકાશ ત્યાં ન હતો , હજુ આવ્યો ન હતો.
" અસ્મિત ..."
" હા બોલને ..."
" આકાશ ક્યાં ગયો ? કલાક થયો લંચ પત્યે હજુ નથી આવ્યો "
" હું પણ એ જ વિચારું છું કે એ ક્યારનોય ગયો છે લંચ પહેલા નો લંચમાં પણ ન હતો. "
“ કદાચ જતો તો રહ્નયો નહી હોયને ”
“ના કદાચ કોલેજમાં લટાર મારવા ગયો હશે અથવા કેન્ટીનમાં હશે”
“Okay” પાછા બંને Programme જોવામાં પરોવાયા.
થોડીવાર પછી ધરતી ઊભી થઈ,
“ અસ્મીત હુ આાવુ છુ” એમ કહિને.
" ઓકે હું અહી જ છું ..."
એણે અજુબાજુ નજર દોડાવી. એની નજર આકાશને શોધતી હતી . એ કેન્ટીનમાં ગઇ ત્યા પણ ન હતો, પણ બગીચાંમાં.... લીમડાના ઝાડ બેઠો હતો . લીમડાના ટેકે સૂતો હતો, આંખ બંધ કરીને શંતિથી.
એ ત્યાં ગઈ, બેઠિ એની સાંમે પહેલા તો થયું જગાડું પણ ઈચ્છા ન થઈ...એટલા માં આકાશની આંખ ખુલી.
" અરે, ધરતી તું અહી ? "
“હા પ્રોગામમાં તું સવારથી નથી, લંચમાં પણ ન હતો, હજી સુધી આવ્યા નહી , તો મને એમ જતી રહ્યો, હોઈશ ...”
“ ના, મને ત્યાં કન્ટાળો આવતો હતો મૂડ પણ નં હતો એટલે અહી આવ્યો. થોડીવારમાં કોલેજમાં ફર્યો, ફ્રેન્ડો ને મળ્યો. ત્યાં આવ્યો હતો , પણ મને મૂડ ન હતો એટલે મને થયું કે તમારા બને નો મૂડ નથી બગાડવો. "
" હું પણ ખાલી જ બેઠી હતી , નાટકમાં થોડો રસ પડ્યો અને ગીત કોમ્પીટીશનમાં ..."
" હા એ સારું હતું ..."
" તું જમ્યો કે નહિ ..."
" ના મૂડ ન હતો જમવામાં , નાસ્તો કરવો હતો પણ એકલા જવાનો કંટાળો આવતો હતો. હા , કાલે આવવાની છે ને ? "
" હા કાલે તો આવીશ જ આપણા યરના લોકો પ્રોગ્રામ કરવાના છે ...બોલવાના પણ છે કેમ તું નથી ? "
" નાં આવીશ ને ........"
" ચલ કેન્ટીન જઈએ કઈક નાસ્તો કરી લેજે ત્યાં હું કંપની આપું છું "
" પણ .."
" ચલ મેં કહ્યુંને ,,, ચલ ,,," ધરતીએ આગ્રહ એવો કર્યો કે આકાશ ના ના પડી શક્યો.
" ઓકે ચલ ..."
ધરતીના આગ્રહથી ઉઠીને બન્ને કેટીન ગયા , ત્યાં બેઠા અને નાસ્તાનું પેકેટ લીધું અને ચા મંગાવી. બને વાતો કરતા હતા, એટલામાં અસ્મિત આવ્યો.
“શુ યાર ક્યાં છો ? બંનેને કયાર નો શોધુ છુ? હું બહાર શોધુ છુ અને તમે અહી બેસીને ગપ્પા મારો છો..” અસ્મીતે જોડે ખુરશીમાં બેસતો કહ્યું,
" મને કંટાળો આવતો હતો, એટલે બહાર આવી હતી, એટલામાં આકાશ જોડે વળગી ગઇ...”
“ તુ કયાં હતો. નાલાયક” આકાશને કહ્યું
" કઈ નહિ બસ ફ્રેન્ડસ મળી ગયા હતા તો વાતો કરતો હતો....”
“ હા હવે ક્યાં ફ્રેન્ડ છું..તારો..મારી જોડે તો ના બેસાય ને “ અસ્મિત બોલ્યો.
“ ના, યાર એવું નથી . એ બધું છોડ તુ રહેવાનોં ક્યા છે..? અને બાકી બધા કેમ છે અંકલ આંટી..?કેમ છે બધા.."
“બધું બરાબર છે, બધા મજામાં છે, હાલ તો માસીના ઘરે સામાન મુકયો છે તેમની કાર લઈને આવ્યો છું..?”
“OK, તો તું મારા ઘરે રોકાઈશ અને એ પણ રવિવાર સુધી...”
“ પણ આજે તો બુધવાર થયો આટલા બધા દિવસ... “
" હવે મેં જે કીધુએ બરાબર ... "
“ હા, તો, ધરતી તું પણ રોકાઇશ, અમારી જોડે..આકાશનાં ઘરે ..." અસ્મીતે પૂછ્યું.
" હા જો ધરતી તને વાંધો ન હોય તો ... " ખચકાટ સાથે આકાશે કહ્યું.
" હા પણ ....આકાશ ........" ધરતી ખચકાટ સાથે બોલવા ગઈ .
" PLZ ના ન કહેતી , હા તારા હસબંડ નથી આવ્યા ? " આકાશે આગ્રહ કર્યો.
" હા એ તો ...." ધરતી બોલવામાં ખચકાઈ ...ત્યાં અસ્મિત બોલ્યો ...
" હા એ તો દુબઈ છે મોટી જોબ કરે છે , આને નહતું જવું એટલે એ અહી જ છે બાજુના ગામમાં સુરંગપૂરમાં .."
" ઓકે ગુડ તો તો તારે આવું જ પડશે ,,, "
" ઓકે બસ હું આવીશ .." ધરતીએ સંમતી આપી .
" thanks ધરતી હીના કેમ છે ? " આકાશે જૂની યાદો ઉખેડી .
" એ USA છે એના હસબંડ જોડે એ આવાની હતી પણ એને વિઝા ન મળ્યા જલ્દી એટલે પ્રોગ્રામ કેન્સલ કર્યો "
" ઓકે "
" ચલ યાર , ૬ : ૦૦ વાગ્યા આમેય શિયાળાનો સમય છે અંધારું થઇ જશે . પાછુ માસીના ઘરે જતા રસ્તામાં મોડું થઇ જશે"
" ઓકે ચાલો ધરતી તું આની જોડે ગાડીમાં આવી જજે હું બજારમાં કામ પતાવીને પહોચું છુ” આકાશે કહ્યું..
“યાર, આં કયાં મારી જોડે આવશે અને એ પણ પાછી ટેનશંનમાં છે, તને તો મારી માસીની ખબર છે ને, અને તમારે પોલિસ સ્ટેશન પણ જવાનું છે તમેે બને બાઈક પર જાવ છું આવું છું..”
“ અરે યાર, સમજ ને એ મારી જોડે હેરાન થશે, તારી જોડે શાંતિથી આવશે, પોલીસ સ્ટેશન તો હુ પતાવી દઈશ” આકાશે ખચકાટ સાથે કહ્યું.
“ હું આકાશ જોડે આવુ છું “.
“ That’s Gud” અસ્મિત બોલ્યો,
“ પણ, તું મારી જોડે...”
“ તને કોઈ પ્રોબ્લેમ છે...?”
“ ના પણ ખોટી હેરાન થઈશ”
" નહિ થાવ ..ચાલ જઈશું ...? "
“ Okay, આકાશ આવું છું bye , “ અસ્મીતે ગાડી તરફ જઈને ગાડી ભગાવી મૂકી,
“ હવે, આપણે જઈશુ, ?” ધરતીને આકાશે પૂછ્યું.
“ OKAY, FINE “ ધરતીએ સ્મિત સાથે કહ્યું,
બન્ને પોલીસ સ્ટેશન આવ્યા ત્યાં કાર્યવાહી પતાવી અને બહાર આવ્યા અને હાઇવે પર બાઈક દોડવા લાગી. અચાનક આકાશે બાઈક સાઈડમાં ઉભી રાખી.
" ધરતી અહી બે મિનીટ ઉભી રહે હું સામે જઈને આવું છું "
" કે મ શું થયું ? "
" યાર બધી વાત તો થઇ પણ જમવાનું તો બનાવું પડશે ને ... તો શાકભાજી લેવી પડશે ને ? હું સામેથી શાકભાજી લઈને આવું છું "
" હું પણ આવું છું ... "
" ના હું ૫ મીનિટમાં જ આવું છું .."
" પણ ..."
" મને આદત છે યાર ... ૫ મિનીટ .. " એમ કહીને આકાશ ગયો. ધરતીને હવે લાગ્યું કે આકાશ ખરેખર બદલાઈ ગયો છે. પણ એના મગજમાં એક જ સવાલ હતો કે આકાશે મેરેજ કર્યા હશે કે નહિ. એ કામ પૂરું કરીને બન્ને આકાશનાં ઘરે પહોચ્યા. આશંકા વધુ દ્ધ્રઢ બની કેમ કે આકાશનાં ઘરને તાળું હતું. ધરતી અહી બીજીવાર આવી હતી. એ વખતે જેવું હતું એવું જ ઘર આજે પણ હતું. ફેર એટલો હતો કે એ વખતે એ આકાશને સબક શીખવાડવા આવી હતી આજે એક ફ્રેન્ડ બનીને આવી હતી.
“ ધરતી ચલ, અંદર “ આકાશે તાળું ખોલતા કહ્યું,
" હા ..."
" બેસ હું પાણી લાવું છું ..."
" ઓકે " એેટલામાં જ અસ્મીત આવ્યો.બધા બેઠાં હતા, એટલાંમાં જ ડોરબેલ વાગી, આકાશે દરવાજો ખોલ્યો ત્યાં રશ્મીબેંન હતા,
“ અરે, મેમ તમે..??”
“હા અહીથી જતી હતી તમારૂ બાઈક જોયું તો થયું આં લેટર તમને આપતી જાવ “
“ શેનો છે ..?”
“ કોર્ટનો છે, સોરી મે ખોલીને જોયો હતો, ડિવોર્સ પેપર છે, મેઘાબેનને મોકલાવેલા હતા , અને નોટીસ પણ છે,ઓફીસમાં આવ્યા હતા, “
“કંઈ વાંધો નહી એ તો આવવાનાં જ હતા ને બેસોને” આકાશે સ્વસ્થતાથી કહ્યું,
“ ના બસ, હુ જાવ તમારા ભાઈ રાહ જુએ છે રોડ પર હુ રજા લવ “
“ પણ આમ, અચાનક આટલા જલ્દી,ચા પાણી નહી કઈ જ નહી અને મેજર સાહેબ રસ્તા પર કેમ ઊભા છે..?”
“ એમને મોડું થાય છે, ચિન્ટુ અને મોના ઘરે એકલા છે, એટલે...”
" ઓકે પણ હા આ મારા ફ્રેન્ડસ છે અસ્મિત અને ધરતી ...હું INTRO કરાવવાનું ભૂલી ગયો ..અને આ મારા સીનીયર છે બોસ પણ કહી શકો.. " બન્ને નમસ્તે કર્યા અને એ નીકળી ગયા.
**********************************************************************************************************************************************************
" આકાશ આ શું ? મેઘા અને તું ? ???? " અસ્મીતે આશ્ચર્યથી પૂછ્યું. " એટલે જ તે જવાબ ન આપ્યો ને મેં પૂછ્યું ત્યારે " અસ્મિત આશ્ચર્યમાં પડી ગયો.
" હા આની પાછળ બહુ જ લાંબી વાર્તા છે .."
" પણ એવું તો શું થયું ? " ધરતી બોલી.
" હા યાર તમે બન્ને તો સારી રીતે જ રહેતા હતા ને ? તે જ મને કીધું હતું ને કે એ મોટા ઘરની છે છતા એને ફાવી ગયું છે. ગમે છે , she loves you , અને આજે ....." અસ્મિત આશ્ચર્ય સહ બોલ્યો.
" હા યાર હું પણ નહતો ઈચ્છતો , પણ ખબર નહી , કદાચ કુદરતને એ જ મંજુર છે .... "
" પણ એવું તો શું થયું આકાશ ....? " ધરતી બોલી.
" મારા અને મેઘાના મેરેજ એરેંજ મેરેજ હતા માર માટે મેઘના માટે એ લવ મેરેજ હતા. એણે મને અમારા એક સામાજિક પ્રસંગમાં જોયો હતો અને એને હું ગમી ગયો. એમનાં તરફથી વાત આવી. મમ્મીએ છોકરી જોઈ મમ્મીને એ ગમી ગઈ. મારી જાણ બહાર હા કહી દીધી. જયારે મને ખબર પડી ત્યારે મારી મેરેજ કરવાની ઈચ્છા બિલકુલ ન હતી. છતાં મમ્મી -પપ્પાનુ માન રાખવા હુ મળ્યો એને અને એને મળ્યો ત્યારે ખબર પડી કેે એ એક શ્રીમંત પરીવારની દિકરી છે. એના ત્રણય ભાઈની ત્રણ ફેકટરી છે. ગાડી બંગલો બઘુ જ છે. પણ અમારી સ્થિતિ એવી ન હતી. અમારી એક મધ્યમ વર્ગીય પરીવારની નોર્મલ સ્થિતિ હતી. કયા્રેક પૈસા હોય , ક્યારેક ન પણ હોય. પહેલી જ મુલાકાતમાં મેઘાએ મને પૈસાથી આંજી નાખવાનો પ્રયત્ન કર્યો . મને એ પૈસાનો એ રોગ પાછો ક્યાં ચઢવાનો હતો. એ મને પંહેલી નજરે સ્વાભાવે સારી ન જ લાગી. મે પપ્પાને એ વાત કરી , એમણે કહ્યું, " તારી મમ્મી એતો હા, કહી છતાં તું, બીજીવાર મળ પછી હુ એમને તારો જવાબ કહીશ."
હુ, બીજીવાર મળ્યો ત્યારે મે નકકી કર્યું કે " હુ એ જ સામેથી ના પડે એવું કરીશ” મેં એની સમક્ષ શરત મુકી...
પ્રથમ શરત એ કે હુ જેમ રહું છું મારા ઘરમાં એ જ રીતે એ રહેશે , બીજી શરત એ કે ધરતી એના ઘરની તમાંમ ધનદોલત એશો આરામ ભુલી જશે.એેમની મદદ નહી લે....લગ્નમા પણ નહિ . ત્રીજી મમી પપ્પાની સેવા કરશે.
મારા આશ્ચર્ય વચ્ચે એણે અને એના પરિવારને બધી જ શરતો માની છતાં મારૂ મન કોણ જાણે કેમ પણ માનતું ન હતુ, છતાં મે લગ્ન કર્યા. લગ્ન પછી એના પ્રેમે અને સ્વભાવે મારું દિલ જીતી લીધુ અને હું હારી ગયો.પણ લગ્નના ૧.૫ વરસ પછી મારી કંપનીમાં એક ટેન્ડર પ્રોસીઝર થવાની હતી. એનામાં મારા સીનીયર રશમીબેન અને બીજા એક અગ્રવાલ સર ખોલવાના હતા ટેન્ડર. મારા પત્નીના ભાઈઓ એ પણ ભર્યુ હતું ટેન્ડર. એમની ઈચ્છા હતી કે ટેન્ડર માટે હું રશ્મીબેનને વાત કરું. એ માટે એમણે દાવ ખેલ્યો. એમણે અગ્રવાલસરને રજા પર ઉતારી દીધા. ટેન્ડરની જવાબદારી સ્વભાવિક રીતે મારી પર મૂકી. હવે એ લોકોની ઈચ્છા એવી હતી કે હું રશ્મીબેનને કહીને એ ટેન્ડર હું એ લોકો ને અપાવી દવ. એ વાતની મેં ચોખ્ખા શબ્દોમાં ના જ પાડી દીધી. એ લોકો એ મને ધમકી આપી , મેં બદલામાં થાય એ કરી લેવા કહ્યું. રશ્મીબેન સાથે પણ એ જ કર્યું. એ પણ ટશના મશ ન થયા છેવટે એ ટેન્ડર v k industri ને ગયું, જે પુરા નિયમ મુજબ જ હતું. એ પછી એ લોકોએ મેંઘાને એમ કહીને ચગાવી કે મારું અને રશ્મીબેનું ચક્કર છે. મેં મેઘાને એ વાત માંથી મનાવી પણ ખરી , એટલે સુધી કહ્યું કે હું બદલી બીજા સીટી કે યુનિટ માં કરાવી લઈશ.આ બાજુ ૨૫ લાખનું ટેન્ડર ન મળવાથી એ લોકોને ખોટ ગઈ જે એમના માટે બહુ જ નાની હતી , પણ ઈજ્જત ગઈ કે એમણે ધાક ધમકી થી ટેન્ડર લેવાનો પ્રત્યન કર્યો છે એ વાત બહાર પડી ગઈ. એને લીધી એ લોકોની બહુ જ રેપ્યુંટેશન ખરાબ થઇ એ બહુ જ મોટી હતી. એટલે જ એ લોકોએ નક્કી કર્યું કે મને અને રશ્મીમેમ ને પાઠ ભણાવશે. એ માટે એમણે રશ્મીબેનને બદનામ કરવાનું શરૂ કર્યું. એમના ઘર પર પથ્થર ફેકાવ્યા, એમનો એકસીડન્ટ કરાવ્યો. છેલ્લે કંઈ જ ન મલ્યું, તો, V.K. Indüstry સાથે એમના સબંધો છે. એવું સાબિત કરવા માંડ્યું, પણ એની તપાસ પણ થઈ , પણ કઈ મળ્યું નહિ.
આ બધામાં મુખ્ય વાત એ હતી કે હું એેમની પડખે રહ્યો, અકસ્માત થયો એ રાત્રે મોના અને ચીટું ને લઈને આખી રાત. દવાખાનામાં હુ જ હતો, પત્થર ફેંકવ્યા એ દિવસે એમનો ફૉન આવતા ઈન્સ ને લઈને ગયો હતો એક કલીગ તરીકે મે મદદ કરી હતી, કેમકે વિકમભાઈ આર્મીના કામ માટે આઉટ ઓફ કન્ટ્રી હતા, એમની ઈચ્છા હતી કે હુ રહુ એમના પત્નીની જોડે મદદ માટે, અને મારી ફરજ પણ હતી, કેમકે એ મારા બોસ હતા.
એટલે આ બધામાં સ્વાભાવિક રીતે હુ મારા સસરાની સામે થયો એ લોકો ન બોલ્યો પણ ખરો , કેસ પણ મૅ જ કર્યો હતો, એટલે તેમણે મને અને મેધાને જુદા પાડવામાં માટે મેધાને ભડકાવી. પણ પહેલીવારમાં તો એ નિષ્ફળ ગયા.
બીજી વખત એમણે રશ્મીબેનના ફોટા મોકલ્યા, બહુ જ ખરાબ રીતે મિકસીંગ કરીને કોમ્પ્યુટરથી , એ પણ ટોપ મેનેજમેન્ટમાં મોકલ્યા. આરોપ એવો મુક્યો કે એ ફોટા મેં મુક્યા છે કેમે કે રશ્મીબેનને મારા સાળાઓનું સ્વીકાર્યું નહિ એટલે એમને પાઠ ભણાવવા.
કંપનીમાં રજૂઆત થતા...તપાસ આવી , હવે એ લોકો તો ફુટેલા જ હતા, એમને મારી સમક્ષ બે ઓપ્શન મૂક્યા, કા તો હુ, કોર્ટમાં જઈને એવું સાબિત કરું કે આ ફોટા નકલી છે .. કાં તો હુ સ્વીકારી લવ કે એ રશ્મીબેનને બદનામ કરવા એમનાં પર એ આરોપ મુકયો છે કેમકે અમણે મારા સાળાનું ટેન્ડર પાસ કરવાની ના પાડી,
મે બહાર જ માહિતી એકઠી કરીને તપાસ કરી તો ખબર પડી કે કાવતરું કોનું છે, એ પણ કે જો હુ કોર્ટમાં જાઉં તો? પણ બધું વ્યર્થ હતું કેમ કે જો હું કોર્ટમાં જાત તો આખી વાત પેપર માં ઊછળત અને રશમીબેંનની બદનામી થાત એ મને મંજૂર ન હતું. છેવટે મેં રશમિબેન કહ્યું કે હુ આરોપ સ્વીકારી લવ છું, કે મે જ કર્યું છે, પણ સાથેસાથે ટોપ મેનેજમેન્ટને કહ્યું કે આ કેસ રશમીબેને જ મુક્યો છે એ સાબિત કરો. એ લોકો જ સાબિત ન કરી શક્યા કે આ આરોપ રશ્મીબેનને જ મૂક્યા છે. છેવટે બધું દબાઈ ગયું. મેં બદલી માંગી લીધી થોડા ટાઈમ માટે અને મેઘાને સાફ કહી દીધું કે એ પણ એના ઘર જોડે રિલેશન ના રાખે.
મારા ગયા પછી એણે મમી પપાને ત્રાસ આપવાનું શરુ કર્યું એમ કહીને કે એ મારા ભાઈઓની સામે થયો તો પણ તમે કઈ જ ન કર્યું કે કહ્યું. બધાની ઉપરવટ જઈને મેઘાએ એબોશન કરાવી લીધું અને મને એમ કહ્યું કે મારો એકસીડન્ટ થયો છે એટલે એ એબોશન થયું છે. મને ચંચળબેને મળીને બધી વાત કરી ત્યારે મારો પિત્તો ગયો મેં એને કાઢી જ મૂકી ઘરમાંથી અને જીદગીમાંથી ..........બસ આ જ દિન સુધીએ પાછી નથી આવી એ પછી તો ઘણું બધું થયું. " આકાશની આંખો છલકાઈ ગઈ.
રૂમમાં ઘડીક શાંતિ છવાઈ ગઈ.
" આકાશ તે જે કર્યું એ બરાબર જ હતું , યોગ્ય જ હતું . કોઈના પોતાના સ્વાર્થ માટે બીજાને બદનામ તો ન જ કરાય ને ..તારી જગ્યાએ હું હોત તો હું પણ એ જ કરત ... " અસ્મીતે કહ્યું.
" હા આકાશ આમાં તારો કઈ જ વાંક નથી ..."
" હા , પણ you know , મમ્મી પપ્પા પર ત્રાસ ગુજાર્યો એટલે મારો મગજ ગયું સાવ , છતાં મેં કહ્યું તું મમ્મી પપ્પા બન્નેની માફી માંગી લે તો તને છૂટ છે બધું માફ છે , એ તો ન કર્યું પણ ઉલટા નું રશ્મીબેનના ઘરે જઈને કહ્યું કે તું મારા પતિ ને ખાઈ ગઈ , મારું મગજ સાવ ગયું મેં એના ઘરે જઈને બે લાફા મારી દીધા ... "
" આકાશ તે જે કર્યું છે એ સારું જ કર્યું છે " અસ્મીતે કહ્યું.
" લે પાણી પી લે " ધરતી પાણી લઇ આવી.
" અરે મારે તમને બન્ને ને આપવું જોઈએ તું આપે છે લાવ બેસ હું આપું છું ,,,, તમે બન્ને બેસો હું ચા નાસ્તા નું લઇ આવું છું "
" નાં આકાશ તમે બન્ને અંદર જઈને હાથ મો ધોઈને ફ્રેશ થઇ જાવ હું ચા નાસ્તો બનાવું છું ..."
" પણ ................."
" પણ ને બણ , જાવ તમે લોકો જલ્દી થી ..........." ધરતીએ બન્ને ઉભા કર્યા.
પછી એ કીચન માં જઈને બધી વસ્તુ શોધીને ચા નાસ્તો બનાવ્યો.નાસ્તો તૈયાર કરીને પ્લેટ તૈયાર કરીને એ રૂમમાં આવી. આ બાજુ આ બન્ને પણ ફ્રેશ થઈને બહાર આવ્યા.
" એક વાત કહે અસ્મિત કે મેં તારી સાક્ષીમાં માતાજીના મંદિરે વચન લીધું હતું કે હું કદી એ રસ્તે પાછો ન જઈને એ વસ્તુઓ ને કદી હાથ નહી લગાડું જેવી કે , દારુ સિગાર શરાબ અનૈતિક તમાંમ વસ્તુઓ થી દુર રહીશ , એ વચન પહેલા લાઈફ બહુ જ સરળ હતી , પણ એ પછી જે આરોપો લાગ્યા છે મારી પર ...............:" આકાશ હતાશ હતો.
" આકાશ જો પાસ્ટ ગમે તેવો હોય એ નડે જ છે ,એટલે એ ભૂલીને હિમતથી આગળ વધ , નિંદા ને મશ્કરીઓ તો મોટા માણસો પણ સહન કરી છે, આપણે તો માણસ છીએ યાર..”

“ હા, અશ્મિત , તારી વાત સાચી છે, જો ઈશુ ખ્રિસ્તી રામ સીતા, ગાંધીજી જેવા મહાન વ્યક્તિઓએ નિંદા સહન કરી છે. તો આપણે સહન કરવાનું જ છે, નો option in it અને આ હરીનો માર્ગ છે શુરાનો okay, No smile ભૂલી જા બધું,અને આનંદ કર માત્ર આાનંદ OK, લે ચા – નાસતો ધરતીએે અંદર થી ચા-નાસ્તો લઈએ આવી..
" અરે આ નાસ્તો તને ........."
" હા હું ડબ્બા ફેંદતી હતી એમાં નીકળ્યો ..." ધરતીએ એને ચા નાસ્તો આપતા કહ્યું
" ઓકે હા મને તો યાદ જ નથી કાલે સાંજે જ લાવ્યો હતો .."
ત્રણેય જણે નાસ્તો કર્યો, એટલામાં જ અસ્મિત બોલ્યો
“તમે લોકો આટલાથી ધરાઈ ગયા ?? "
“ ના કેમ ?” ધરતી એ તેની સામે જોયું.
“ હવે બનાવુ છું હું જમાવાનુ તમે બને બેસો , TV જુઓ , ફટાફટ તૈયાર કરું છું...” આકાશ બોલ્યો...”
“ તું બનાવિશ...?” અસ્મીત આશ્ચર્ય પામ્યો,
“હા કેમ નહિ ? એકલા રહેતા હોવ તો શીખવું પડે સાહેબ...હવે હું જાવ રસોડામાં ..." એમ કહીને આકાશ રસોડા તરફ ચાલ્યો.
એટલામાં ધરતી પાછળ - પાછળ આવી એ ઉભો ઉભો વિચારતો હતો કે શરૂઆત કઈ તરફ થી કરવી એટલામાં ખભામાં કોઈના હાથનો સ્પર્શ થયો.
" ધરતી તું બેસ ને ..હું બનાવું છું ,,,"
" ના હવે , આ કામ મારું છે તું બનાવે તો એ સારું ન લાગે ..તો હું બનાવીશ ..."
" પણ તું પહેલી જ વાર આવી છે અને મારા ઘરમાં મેહમાંન જોડે કામ કરવવાનો નિયમ નથી ...."
" તારી માહિતી માટે કહી દઉં કે હું બીજીવાર આવી છું અને હું મેહમાન નથી...."
" હા પણ ફ્રેન્ડ તરીકે તો ફર્સ્ટ ટાઈમ આવીને .........."
" હવે વાતો જ કરશો કે જમવાનું બનાવશો ...મને બહુ જ ભૂખ લાગી છે ,,,જલદી બનાવો નહીતર તમને બન્ને ખાઈ જઈશ " અસ્મીતે બહાર ડ્રોઈંગરૂમમાંથી બૂમ મારી.
" ચલ જલ્દી કર નહીતર આ ખાઉંધર ખાઈ જશે તને અને મને હું લોટ બાંધુ છું તું શાક સમાર ,,, બાકી બધું હું પતાવી લઈશ બસ .." ધરતી બોલી.
“હા જલદી કરવું પડશે ખરેખર નહીતર સાચે જ ખાઈ જશે આ ભુખડો “ આકાશ હસી પડ્યો..
બને હસીને કામમાં પરોવાયા......
***********************************************************************************************************************************
આકાશ શાક સમારતાં સમારતાં, ધરતી સામે જોઈ લેતો હતો, કદાચ એની ખબર ધરતીને પણ હતી, નજર મળતા હસી પણ પડતાં.
" ચાલ લાવ કપાઈ ગયું ....? "
" હા , પણ તું રોટલી બનાવી દે , આ તો હું કરી દઉ છું ..."
“પણ..”
“ પણ ને બણ આ મારું રોજનું છે...”
“ મને સારું નથી લાગતુ ને પણ”,
" તું કામ કરે છે એ મને સારું નથી લાગતું ને પણ .. એનુ શુ કરીશ.. ?”
“ આકાશ.....”
“ જો મારી જોડે દલીલબાજી કરવી વ્યર્થ છે, okay…મેમ ."
“ હા, જેવી તારી મરજી, તારી આગળ હુ લાચાર છું...ચલ....”
આકાશ શાક સુધારીને કહ્યુંં “ લે, મારૂ કામ પુરુ...”
" GUD , રોટલી ખાઇશ ,,,? "
" ના ...."
" તારા કરતા તો સારી જ છે ..."
" મેં ક્યા નાં પાડી ...? "
" તો લે ......" ગરમા ગરમ રોટલી આકાશના હાથમાં પકડાવી દીધી.
" તું છે ને ............લે .... તું અડધી ખા ............" આકાશે ધરતીને અડધી આપતા કહ્યું.
"મેં તને આપી છે ને ........."
" મારી આગળ જીદ નકામી છે .....લે નહીતર પકડીને સીધી મોમાં મૂકી દઈશ ...." આકાશે હાથમાં પકડાવતા કહ્યું.
થોડીવાર સુધી બન્ને આ રીતે તોફાન મસ્તી કરતા હતા , બન્ને ભૂલી ગયા કે ક્યારેક બન્ને વચ્ચે કડવાશ કે દુશ્મનાવટ પણ હતી મજાક મસ્તી માં સર્વ ભૂલી જવાયું. ધરતી પણ આકાશની નિર્દોષતા , નિખાલસતા સ્પર્શી ગયા હતા. ધરતીની આંખોમાં છૂપું કઈક દુખ હતું જે આકાશની આંખોએ નોંધ્યું. એ કઈક કહેવા પૂછવા માંગતો હતો પણ એટલા માં અસ્મિત આવ્યો.
" શું કરો છો તમે બેઉ ...? મને ભૂખ લગીં છે ...."
"શું યાર ...? નાના છોકરા જેવું કરે સાવ ...:" આકાશે અસ્મિતને ધબ્બો મારતા કહ્યું.

“આવું તો મારી પિન્કી પણ નથી કરતી , એના કરતાયે નાનો લાગે છે..” ધરતી હસી પડી.
“ હા અને તમે બને મારા મમ્મી પપ્પા લગો છો....હા હા..” અસ્મીતે જોરથી હસી બન્ને ધબ્બો માર્યો.
“ તું છે ને, સાલા બહુ જ બદલાઈ ગયો છે, બોમ્બે ગયા પછી “ આકાશે ખભા પર હાથ મુકતાં કહ્યું.
“રંગ લાગ્યો છેને મેટ્રો સીટીનો “ધરતીએ આકાશની સામે જોઇને કહ્યું,
“હા ધરતી યુ યાર રાઇટ” આકાશ અને ધરતી બન્ને એ એકબીજાને તાળીઓ આપી.
" હા મમમી પપ્પા લાગે જ ને એ તો ...."
“ તું છે ને નાલાયક કંઈ પણ બોલે છે ,,, “ ધરતીએ વેલણ લીધી મારવા,
“ ડોબા...”આકાશે કહ્યું...
“ Sorry પપ્પા – મમ્મી...”
“ તુ જા અહીથી , નહી મળે જમવાનુ જા.. “ ધરતીએ મજાકમાં ગુસ્સો કરતા કહ્યું,
“ હા , જા અહીથી " આકાશે ધક્કો માર્યો.
“ Sorry, sorry, મારા પપ્પા મમ્મી ની પpraivacyમાં dsistrb કર્યું....” અસ્મીત હસી પડ્યો.
“ તું જજે અહીથી, આકાશ તું લઈજા આને અહિથી... નહિતર તને મારીશ...”ધરતીએ કુત્રિમ રોષ કરતા કહ્યું.
“ તું ચલજે તારી ખબર લઉં છું...” આકાશ એનો હાથ પકડીને દોરી ગયો...
“ ચલો પપ્પા .....” અસ્મિત હજુ મસ્તીના મૂડમાં હતો.
“ ચલ બેટા, તારી ખબર છે...” સોફા પર લાવીને બેસાડ્યો , અને કહ્યું ...
“ શું યાર ? કઈપણ બોલે છે ?”
“ મને ખબર છે હુ શું બોલુ છું, ડાર્લિંગ રિલેક્ષ “ અસ્મીતે આંખો મિચકારી.
" તું સાવ ડોબો છે ...:"
“હા એ તો છું!”......

પછી ધરતી એ જમવાનું કાઢ્યું. ત્રણેય જમ્યા , હજુ એ વાત પર હસતાં હતા. બધુ પતાવીને સોફા પર બેઠા. અસ્મીત રૂમમાં આંટા માંરતો મારતો બહાર ઓસરીમાંથી અંદર બહાર કરતો હતો. આકાશ ચુપચાય સોફા પર બેઠો હતો.
“ શું થયું યાર ઉદાસ કેમં છે ?”અસ્મીત આકાશ ની બાજુમાં બેસતા કહ્યું.
“ હા, આકાશ શુ થયુ..?” ધરતી રસોડામાં કામ પતાવીને આવી.
“ કંઈ નહિ યાર બસ એમજ..” એકદમ રડમસ આવાજ માં આકાશે કહ્યું.
“ કેમ ? આટલું બધું હસાવ્યો તોય તને ઓછું પડ્યું ? "
“ના યાર એવું નથી , પણ .... બસ કઈક યાદ આવી ગયું , યાર મારી જોડે કેસેટ પડી છે પિક્ચરની જોવી છે ? કાલે જ લાવ્યો હતો .."
" તારો આ શોખ ગયો નહિ કેમ ? " ધરતીએ કહ્યું.
" ના એવું નથી . હું છેલ્લા ૬ મહિનાથી એકલો રહું છું , એટલે કંટાળીને weekned પર જોઈ લઉ છું ..હમણાં જ કેસેટ પ્લેયર લાવ્યો હતો... "
" " ગુડ યાર હું એ જ કહેવા નો હતો , ક્યા છે કેસેટ ? "
" આ રહી પેલા કબાટમાં સામે જો ...ધરતી ઘરે સ્વીટી એકલી છે ...? "
" હા યાર ,,,,,અરે .........યાર ...........હું તો એ ભૂલી જ ગઈ ,,,, ઓહ માય ગોડ ...." ધરતી એકદમ ટેન્સનમાં આવી ગઈ.
" તું પાગલ છેને ...તું તો કહેતી હતી કે એને કીધું છે ....? " કેસેટ ભરાવતા અસ્મિત બોલ્યો.
" હા , પણ તારે એને લઇ આવી હતી ને ,,,? કોઈને કીધું છે ? " આકાશે કહ્યું. '
" હા પણ એની આજે પરીક્ષા હતી ,,,હા એમ તો બાજુ માં તો કીધું જ છે .,.પણ મેં કીધું હતું કે હું મોડે સુધી આવી જઈશ .." ધરતી એકદમ રડવા જેવી થઇ ગઈ.
" રડ નહિ ....... બસ રડ નહિ યાર ..........." આકાશ બાજુમાં બેસેલો હતો શું બોલવું એને સુઝ્યું નહીં.
" તું એક કામ કર ફોન કરીને કહી દે તારે મોડું થઇ ગયું છે અને તું સવારે આવી જઈશ , કાલે અહી લઇ આવીશું. આજની રાત ત્યાં રોકાઈ જાય. અને એ રોકાઈ જાય એવી તો છે જ .. પણ તું સ્ટુપીડ જેવી છે ...." અસ્મીતે ગુસ્સે થતા કહ્યું.
" ધરતી પહેલા તું જા ફોન ત્યાં ટેબલ પર પડ્યો છે તું શાંતિથી વાત કરી લે જા ," આકાશે હિમત આપતા કહ્યું.
" હા ....." પછી જઈને ધરતીએ વાત કરી લીધી. એ પછી ત્રણેય શાંતિ થી મુવી જોવામાં મશગુલ થઇ ગયા પણ ધરતી હજુ ટેન્સનમાં હતી , અને આકાશનો મૂડ નહતો. પિક્ચર જોયા પછી ત્રણેય ગપ્પા માર્યા મોડે સુધી.
"યાર , આકાશ સમય શું થયો ? " અસ્મીતે પૂછ્યું.
" ૧૨:૩૦ થઇ છે , કેમ ઊંઘ આવે છે ? " આકાશે પૂછ્યું.
" હા યાર , તને નથી આવતી ? " આકાશે બગાસુ ખાતા કહ્યું.
" હા આકાશ , સુવા માટે ........" ધરતીએ ખચકાટ સાથે પૂછ્યું.
" અમે બન્ને પાછળના રૂમમાં સુઈ જઈશું તું મમ્મી પપ્પા વાળા રૂમમાં સુઈ જજે . એ રૂમ આમેય સેપેરેટ છે. સવારે તૈયાર થવામાં પણ તને નહિ નડે , અને એ ચંપક પથારી તૈયાર છે તું સુઇજા અને અત્યારે ઊંઘ નહી આવે હા, દરવાજો ખુલ્લો રાખજે હુ આવીને બંધ કરી દઈશ...”
Ok gud , ok gud night” અસ્મિત સુવા ચાલ્યો.
“ ધરતી, તારે સુવું હોય તો સુઇ જા હા, તારે કપડાં ચેન્જ નથી કરવા..?” આકાશે પૂછ્યું..
“ના આકાશ , જો મેં હાથ પગ ધોયા છે કઈ વાંધો નહી . મારો રૂમ ખુલ્લો છે ? “ ધરતીએ પૂછ્યું,
" હા , જા ખુલ્લો જ છે , જા બિન્દાસ તારું જ ઘર છે ,,,,યાર ..."
“ Okay…”
ધરતી રૂમમાં ફ્રેશ થવા ગઈ. આકાશ છતનો દરવાજો ખોલીને ઉપર ગયો. ઉપર આકાશ શીયાળાની ઠંડક ફેલાવી રહ્યું હતું. આકાશ એકદમ સ્વચ્છ હતું. અજવાળી હતી , કદાચ પૂનમ નજીક હતી. વાતાવરણમાં શિયાળાની પકડ બરાબર હતી. આકાશ કઈ પણ ઓઢ્યા વગર ઠંડીમાં છતની એક પાળી પર બેઠો હતો. એની આંખોમાં આંસુ ન હતા દિલમાં હતા. એ વિચારતો હતો કે, માંરી સાથે જ આવું કેમ થાય છે..?
ધરતી રૂમમાંથી ફ્રેશ થઈને આવી અને જોયું આકાશ ત્યાં ન હતો, પછી જોયું તો છત નો દરવાજો ખુલ્લો હતો. એને થયું કે કદાચ ઉપર હશે , એમ વિચારીને ઉપર પગથીયા ચઢીને જોયું તો આકાશ ચુપચાપ બેઠો હતો ચહેરા પર , આંખોમાં ઉદાસીનતા સ્પષ્ટ જોઈ શકાતી હતી. એ જઈને એની બાજુમાં ઉભી રહી ગઈ આકાશને એ વાતનો ખ્યાલ જ ન હતો.
" કેટલું સુંદર વાતાવરણ છે નહિ ? " ધરતીએ આકાશને વિચારોમાંથી જગાડવા માટે ખભા પરથી હાથ મુકીને કહ્યું.
" હા .....હા ........અરે તું .....તું ઊંઘી નથી ...? ..." આકાશ ધરતીને જોઇને આશ્ચર્યમાં મૂકાઈ ગયો. એ એટલા વિચારોમાં હતો કે જાણે એને ઊંઘમાંથી ઉઠાડ્યો હોય.
" આકાશ , ભૂતકાળને જેટલો ઉખેડીશ એટલું જ દુખ થશે. તું જેટલું યાદ કરીશ એટલું જ દુખ વધારે થશે. વર્તમાનમાં જીવ ભવિષ્યને બનવવાનો પ્રયત્ન કર. " ધરતીએ કહ્યું.
" એ જ કરું છું યાર ,પણ હું ભૂલી શકતો નથી , એ વાતો , એ યાદો , મેં જેને બહુ જ મુશ્કેલીથી પ્રેમ કર્યો હતો એણે જ મારી સામે ગેઈમ રમી. અને બદનામ કર્યો. યુ નો લગ્ન થઇ ગયા ને એના બે દિવસ પછી જ હું એના પ્રેમ ને માની શક્યો હતો , માન્યો હતો. એ વખતે ખરા દિલથી એને જે માંગ્યું હતું એ બહુ જ દિલ થી આપવાની કોશિશ કરી. એણે જ મને દગો દીધો. અને મારી પર વિશ્વાસ ન કર્યો ..? એણે એટલું જ સરળતાથી કઈ રીતે માની લીધું કે હુ બીજી સ્ત્રી સાથે સબંધ રાખી શકુ છું..? કંઈ રીતે ? યાર .”
“બસ આકાશ, તારી વ્યથા હુ સમજી શકુ છુ પણ, એ તો તેણે સમજવાનુ છે ને , તે તો તારો પુરો પ્રયત્નો કર્યો ને સમજાવવાનો ? લગ્ન જીવન એ રથના બે પૈડા છે, તું સારી રીતે જાણે છે કે તાળી બે હાથે પડે એક હાથે નહી “ ધરતીને લાગ્યું આકાશ ધાર્યા કરતાં વધુ વ્યથીત હતો.
“ યુ નો, આ પહેલાં, જયારે હુ, સિગરેટ પીતો હતો, દારૂ પીતો હતો જે ન કરવાનું કરતો હતો એ વખતે લાઈક એકદમ સરળ હતી,એન્જોયેબલ હતી , જ્યારેથી સચ્ચાઈનો રસ્તો પકડ્યો છે બધું એકદમ, ....." આકાશની અવાજમાં દર્દ હતું. "કદાચ હિંનાં જોડે જે તે કર્યું એ તારી લાઈફનો સૌથી સાછો ટર્નિગ પોઈન્ટ હતો. અને પેલું કહ્યું છેને કે , હરી મારગ શુરાનો મારગ છે એમાં કાયરનો નહિ કામ સો રિલેક્ષ થઇ જા.”
" ધરતી જો એ વાત માટે હીનાનો કોન્ટેક થાય તો એને ફરીવાર સોરી કહે જે .."
" આકાશ તું એક વાર કહી ચુક્યો છે , હીનાને જે થયું કર્યું એમાં એની પણ ભૂલ હતી જ ને , સો ફોરગેટ ઈટ ..." ધરતીએ એ વાત ઉડવાનો ટ્રાય કર્યો.
" છતાં ભૂલ મારી જ હતી ને મેં લિખિતમાં માફી માંગી હતી પણ ....."
" આકાશ જવા દે એ બધું એ કહે કે તારા જીવનમાં બદલાણનો મહત્વનો પોઈન્ટ કયો રહ્યો ? આઈ એમ સોરી પણ ..."

" Its Ok યાર, તમે લોકો અહીં આવ્યા , પપ્પા મમ્મી ને વાત કરી તો પપ્પા બહુ જ ગુસ્સે થઈ ગયા અને મમ્મી ને ખુબ જ બોલ્યા. મારા ઘરે આવ્યા પછી મારો ખુબ જ ઉધડો લીધો અને મારવા પણ લીધો અને એ જ ચક્કરમાં મમ્મીને એટેક આવ્યો, દવાખાનામાં ૨૪ કલાક માટેનો ટાઈમ આપ્યો. એ વખતે અસ્મિત મને દવાખાના માં મળ્યો અને બહુ જ લાંબુ ભાષણ આપ્યું, એ દિવસે એ બહુ જ ગુસ્સા માં હતો મને પકડી ને હીના જોડે લઇ ગયો.હીનાના મમ્મી ના દર્દ ભર્યા શબ્દો અને હિનાના શબ્દો એ મારું હદય વીંધી નાખ્યું. મને લાગ્યું કે મારે ક્યાંક જઈને મરી જવું જોઈએ પણ એ સમયે અસ્મીતે મને સાથ આપ્યો સમજાવ્યો. હિનાની લિખતમાં મૌખિક માફી માંગી અને મમ્મી પપ્પા ની પણ, અને અસ્મિતની પણ , પણ એ પછી પણ મમ્મી પપ્પા ને વિશ્વાસ ન હતો, મારી કોલેજ છોડાવી દીધી. ખાલી એક્જામ આપવાની શરત પર, અને તારા વેધક શબ્દો અને તારા થપ્પડે પણ ઘણી અસર કરી…”
“તો મારો થપ્પડ બધું પતી ગયાં પછી હતો?” ધરતી બોલી
" હા એ સમય તું જાણે તે મુજબ exam પછીનો હતો, એ સમયે આકાશ બદલાઈ ચૂક્યો હતો. મેં સિગારેટ દારૂ છોડવા ટ્રીર્ટમેન્ટ પણ લીધી હતી. એ પણ પૂર્ણ થઈ ગઈ હતી , બધુ જ પૂર્ણ થઈ ગયું હતું."
" Oh sorry for it yar " ધરતી થોડી શરમાઈ.
" એની કોઈ જ જરૂર નથી, પણ યુ નો આજે પણ મારા પાપોની સજા મને મળી રહી છે મારું બધુ જ છીનવાઇ ગયું મારાથી, સર્વસ્વ ...."
" કોણ છીનવાયુ છે તારાથી ? મેઘા ,,?એણે તો છળ કપટ કર્યું હતું ને તારી સાથે, જો એનો પ્રેમ સાચો હોત તો આજે એ તારા પર વિશ્વાસ મૂકી ચુકી હોત. મમ્મી પપ્પા છે , અસ્મિત જેવો મિત્ર છે એને મોટી વાત નથી ? શું એ મોટો આશીર્વાદ નથી તારા બદલાણ નો? હા તે જ રીતે વિશ્વાસ કર્યો એ ગ્રેટ છે , આ ક્ષણ પણ ગ્રેટ છે મારા માટે કે તું મારી જોડે ઊભો રહીને વાત કરે છે તો પછી દે તાળી અને સ્માઈલ..........." ધરતીએ હાથ લાંબો કર્યો.
" યસ .... " આકાશે સ્માઈલ સાથે તાળી આપી.
" તે જવાબ ન આપ્યો કે કેટલું સુંદર વાતાવરણ છે? મેં બે વાર તને પૂછ્યું " ધરતી એ રોષ સાથે કહ્યું.
" અરે સોરી મારુ ધ્યાન બીજે હતું , બહુ સુંદર છે અને તું જોડે છે તો એથીય વધુ સુંદર અને આહલાદક છે” આકાશ એ કહ્યું
" હા.........." ધરતી એ કહ્યું અને આંખ ના પાપણ લૂછ્યા.
" કેમ શું થયું ? આંસુ..? " એની તરફ જોઈને કહ્યું.
" ના યાર એવું નથી આ તો કઈક પડ્યું હતું. કેટલા વાગ્યા છે? " ધરતીએ વાત ફેરવતા કહ્યું.
" તું વાત ન ફેરવ ... "
" સાચું જ કઉ છું , યાર કઈ જ નથી , ખરેખર કઈક પડ્યું , લે જો ......" આંખ બતાવતા કહ્યું.
" હા તારી આંખમાં આંસુ ન હોય કઈક પડે જ હંમેશા , રાતના સાડાત્રણ થયા છે. ઊંઘવાની કઈ ઈચ્છા નથી તમારે બંનેને" અસ્મિત આવ્યો છત પર, “ક્યારનો શોધતો હતો તમને બંનેને , અને આ શું તમને બંને ને ઠંડી નથી લગતી? કેટલી ઠંડી લાગે છે યાર"
" તું તો ઊંઘી ગયો હતો ને ” ધરતી એ વિસ્મયતથી પૂછ્યું.
" હા યાર તું તો સૂઈ ગયો હતો ને”આકાશ બોલ્યો. કદાચ બન્ને distrub થયું હોય એવું લાગ્યું.
" કદાચ તમને બંનેને ના ગમ્યું? તો હું સૂઈ જાવ છું. ચલો બાય ગુડનાઈટ” અસ્મિત એ જવાબ આપ્યો
એવું નથી યાર પણ ઊભો તો રહે યાર.. " આકાશ અને ધરતી બન્ને એ લગભગ એક સાથે બોલ્યા.
" ના તમને બન્નેને distrub કર્યા સોરી , હું જાવ છું ઊંઘવા , સવારે આકાશ જોડે જતી રહેજે , હું નહિ ઉઠું સવારે ૬ વાગે .. ગૂડ night " અસ્મિત ચાલ્યો ગયો.
" પણ ઉભો રહે યાર ...." આકાશે રોકવા પ્રયત્ન કર્યો.
" આકાશ જવાબ દે એ નાટકબાજ છે એ જાગતો જ હશે ખાલી ઢોંગ કરે છે I knew it "
" હા મને પણ ખબર છે એની, તને ઊંઘ નથી આવતી? અને સવારે કેટલા વાગે જવાનું છે સ્વીટીને લેવા?"
“કાલે એ ત્રણ દિવસની ટુર પર જવા માંગે છે એની સ્કૂલના બધા જે છે વિચારું છું કે જવા દઉ ."
" તો જવા દે ને કલાસ ટીચરને કહી દેજે , i think એકલી જવા દે થોડી ફ્રી થશે ..."
" પણ મારુ મન નથી માનતું , આમ તો મારી બહેનપણી જાય છે એટલે વાંધો નહીં પણ મારુ .."
" જવા દે યાર..... અને તું પણ ટેન્શન ફ્રી રહીશ. ત્યાં સુધી તું અહી જ રહેજે ને અને સ્કૂલટીચર ને મારા ઘર નો નંબર આપી દઇશું Plz મારુ માન રાખ આટલું , કઈ માનતી હોય તો મને”
“Ok yar બસ એને જવા દઇશ બસ હેપી”
“Yes હવે જઈશું સુવા”
“હા ચાલો " એમ કહી બન્ને પગથીયા બંને ઉતર્યા
“ચલ તો ગુડનાઇટ”
“ગુડનાઇટ” ધરતી રૂમ માં ગઈ.
આકાશ ગયો પણ રૂમ નો દરવાજો અંદર થી બંધ હતો એને ખખડાવ્યો પણ ખૂલ્યો નહીં કે અસ્મિત ઉઠ્યો નહીં
“શું થયું આકાશ?” ધરતી અવાજ સાંભળી ને બહાર આવી.
“જોને આ મહાશય અંદર થી બંધ કરીને સૂઈ ગયા છે . મારે હવે ડ્રોઈંગ રૂમ માં સૂવું પડશે લાગે છે ”
“એક કામ કરો તમે આ રૂમ માં જઈને સૂઈ જાવ હું સોફા પર સૂઈ જઈશ ”
“નહીં યાર તું મહેમાન છે આ ઘર ની , એવું નહીં ચાલે , જા સૂઈ જા , હૂ તો અહી સૂઈ જઈશ, એ જાણી જોઈ ને નહીં ખોલે મને ખબર કહી એની તો ”
“તો રહેવા દો મગજમારી કરવાની......” ધરતી અંદર રૂમ માં ગઈ અને ઓશીકું અને ઓઢવાનું લઈ ને આવી
" આની શું જરૂર હતી? પછી ..તારે?" આકાશ બોલ્યો
"અંદર બીજો પડ્યો છે મે જોયો અને હા સવારે વહેલું ઉઠવું પડશે "
" મેમ સવાર તો થઈ ગઈ છે 3:30 તો થયા. કલાક માં તો ઊઠવું પડશે "
" હા ખબર છે મને .."
"બસ કેટલા વાગે ઉપડ્શે પ્રવાસની ?"
"સાત વાગે, અહીંથી જતાં અડધો કલાક થશેને” ધરતી એ કહ્યું
"હા યાર ચલ એની ચિંતા ન કર જઈને આરામ કર "
"Ok ચાલો, હું જઉ ઊંઘવા"
"હા___"
બંને સૂઈ ગયા, પણ હકીકત માં બંને જાગતા હતા, વિચારતા હતા, એટલા માં ખબર નહીં કેમ કે બન્નેને ઊંઘ આવી ગઈ કે નહીં , પણ સવારના 5 વાગે ધરતીની આંખ ખૂલી, એને જોયું તો 5 વાગી ગયા હતા, દરવાજો ખોલીને જોયું તો આકાશ હજુ સૂતો હતો, અને થયું કે ઉઠાડું , પછી થયું પહેલા હું તૈયાર થઈ જાવ પછી વાત, એમ વિચારીને તૈયાર થઈ બહાર આવીને ,બહાર આવીને દરવાજો ખોલ્યો ત્યાં આકાશ સામે જ ઉભો હતો એ દરવાજો ખખડાવવા જતો હતો.
"અરે સોરી, ગુડ મોર્નિંગ તું ઉઠી ગઈ"
“ હા, તને ઉઠાડવાની જ હતી પણ મને થયું હું તૈયાર થઈ જાવ પછી વાત , એમ વિચારીને અંદર જઈને ફ્રેશ થઈ ગઈ એટલા માં તું.... “'
“ok, તો તે કપડાં કેમ ચેન્જ નથી કરવા ...? "
“ઘરે તો જવાનું છે. ઘરે જઈને કરી લઇશ, અને આમેય મારી જોડે છે પણ કયા ?”
“ છે મારી જોડે અહી કબાટ માં એ ”
“રહેવા દો અત્યારે મને સ્વીટી પાસે જવા સિવાય કઈ જ સૂઝતું નથી please ”
“ok પણ એક મુસીબત છે , એ કુંભકર્ણ ઊઠતો નથી મારા કપડાં ત્યાં છે ”
“એક કામ કરો અહી તૈયાર થઈ જાવ હું ઉઠાડું છૂ એને ” ધરતી એ કહ્યું
“ok હું ફટાફટ આવું છું ”
“હા જરા જલ્દી ”
આકાશ ફટાફટ તૈયાર થઈ ને આવ્યો ધરતી સોફા પર બેઠી હતી.
“ઉઠયા મહાશય ?” આકાશ એ પૂછ્યું
“ના શું કારીશું ?” તમારા કપડાં? "
“એ તો મળી ગયા પપ્પાના કબાટ માંથી , તું જઈને ચેન્જ કરી લે ,મેં સાડી મૂકી છે જા , જલ્દી કર અને હા , દલીલ નહિ કરતી જા ” હાથ પકડીને ઉઠાડીને રૂમમાં ધકેલી.
માંડ માંડ અસમીત ને ઉઠાડ્યો, તો એણે કહ્યું કે " ગાડીને તું લઇ જા, હું દરવાજો બંધ કરું છું "
“આકાશ , રહેવા દે એને, એ નહીં ઉઠે ” બહાર આવતા ધરતી બોલી આકાશએ એની સામે જોયું એ જોતો જ રહી ગયો બહુ જ સુંદર લગતી હતી એ સાડીમાં.
“તને કહું છૂ ચાલ , એ નહિ ઉઠે, મને ખબર છે, આ તારા બાઇક ની ચાવી, ચલ જલ્દી plz ” સ્વર માં ચિંતા અને આજીજી બંને હતી.
“ok ચલ ”
બંને જતાં જતાં બૂમ મારતા ગયા પણ મહાશય ઉઠયા નહીં.
આકાશએ બાઇકની કિક મારી , બાઈક દોડવા લાગી, શિયાળા નો ટાઈમ હતો . ઠંડી પુષ્કળ હતી, બંને ઓઢવાનું લીધું નહતું. બંને ઠંડીમાં ઠૂંઠવતા હતા.
“આકાશ, જલ્દી ચાલ ”
“હા યાર , બસ આવી ગયું અહીથી ડાબી બાજુને .. ”
“હા ”
એ વખતે ધરતીનો હાથ આકાશના ખભા પર હતો, આકાશ ને લાગ્યું કે ધરતી એના ધાર્યા કરતાં વધુ ચિંતિત હતી. બંને એની સોસાયટી બિલ્ડિંગમાં પહોંચ્યા . ચાર વિભાગની અને ૬ માળના ની એપાર્ટમેન્ટ વાળી સોસાઈટી હતી.
“કઈ બાજુ ?” આકાશે પૂછ્યું
“અહી A વિંગ માં જ , ઉપર ત્રીજા માળે, ૧૬ નંબર, જલ્દી કર.. ”
“હા , હવે રિલેક્સ યાર ” આકાશએ ફટાફટ બાઇક પાર્ક કર્યું . ફટાફટ ઉપર પહોંચ્યા, દોરબેલ્ વગાડ્યો
“આ તારો ફ્લેટ છે?”
“ના આ મયંકભાઈ અને સ્મિતાબેનનો છે મારો આ જોડેનો 16 નબરનો છે ”
એટલામાં અંદરથી બેન આવ્યા “કેમ છો ? gud morning ધરતીબેન ”
“gud morning સ્વીટી કયા છે?”
" અંદર છે, રિલેક્સ એનો સમાન મેં તૈયાર કરી દીધો છે , હું જાઉં જ છું સ્મિત જોડે , એની જોડે સ્વીટી પણ આવશે ok , તું ન આવે તો ચાલશે , અને હા મેં પૈસા ભરી દીધા છે , એ પણ તને પૂછ્યા વગર ok. અરે સોરી તમારી તરફ મારુ ધ્યાન નથી ગયું સોરી નમસ્તે ધરતી .. આ ... _”
“આ મારી બહેનપણી મેઘનાનાં હસબંડ છે અને અમે ક્લાસસમેટ છીએ function માં મળી ગ્યા, રાત્રે મોડું થઈ ગયું આ લોકો એ જીદ કરી કે રોકાઈ જાય, તો હું ના ન કહી શકી, ધરતી અને આકાશ બધા અંદર આવ્યા, એટલા માં નાનકડી છોકરી આવી એકદમ સુંદર
” મમ્મી__મમ્મી__ હું પ્રવાસે જવા તૈયાર છું, તમે કયા હતા ? આ અંકલ કોણ છે? "
“બેટા એ મારી બહેનપણી ના હસબન્ડ છે અને મારા ક્લાસસમેન્ટ પણ જે રીતે તું અને તારી ફ્રેન્ડ છો એ રીતે નમસ્તે કરો અંકલને”
“નમસ્તે અંકલ"
"નમસ્તે બેટા”
પછી ધરતી એ બધા સાથે ઇન્ટ્રો કરાવ્યું . આકાશે થોડી વાર સુધી વાત કરી
“ધરતી આપણે નીચે જઈશુ બસનો ટાઈમ થઈ ગયો છે " સ્મિતાબને કહ્યું
“હા, પણ ફીના પૈસા..?”
“200 રૂપિયા છે , પણ આવીને કરીશું રવિવારે બધું ઓકે , અને મારી અને આની બન્ને ની ચિંતા ન કરતી. તું આટલા દિવસ અહીં છે કે પછી.." સ્મિતાબને ને કહ્યું. એટલામાં બધા બહાર આવ્યા.
"હું એટલા દિવસ અમને ત્યાં જ છું. આ નંબર છે એમના ઘરનો , મને એમાં ઇન્ફર્મ કરતી રહેજે ”
“એની ચિંતા તું ન કર I know ”
એટલામાં બસ આવી ગઈ
“બાય બેટા ." એમ કહીને એને ગળે વળગાડી કિસ કરી "ધ્યાન રાખજે આડીઅવળી ન થતી. અને આંટીને હેરાન ન કરતી. કંઈ ખાતી નહિ બહારનું. સ્મિતા , આના પૈસા ?? , વાપરવા માટે ?? એનું ધ્યાન રાખજે ”
“બસ હવે તું ચિંતા નહીં કર યાર હું છું ”
“ધરતી બહુ ચિંતા ન કર સ્વીટી પોતાનું ધ્યાન રાખશે કેમ બેટા ? હું સાચો ને”
“હા અંકલ યસ "
" તો તો લો આ..ભેટ ..." એમ કહીને ૫૦ની બે નોટ કાઢીને એના ખિસ્સામાં મૂકી જોડે ચોકલેટ પણ.
“ધરતી બેન ચિંતા ના કરતા હું છું જોડે” મયંકભાઈ બસમાં ચડતા કહ્યું.
“હા…”
" bye mummy " બસ જતી રહી ત્યાં સુધી હાથ હલાવતી રહી
“શું વાત છે ? તારી આંખમાં આંસુ?”
“હા આકાશ, આટલી મોટી થઈને અત્યાર સુધી કોઈની જોડે ગઈ નથી. ખબર નહીં આટલા દિવસ કેમ કાઢશે? આમ તો પેરેન્ટ્સ ચિલ્ડ્રન ટીચરની ભેગી ટૂર છે , પણ મારી ઈચ્છા ન હતી એટલે મેં એને પણ ના પાડેલી”
“કયારેક જવા દેવાય , અને આમેય ક્યાં એકલી છે ? હા તને મિસ કરશે એ., પણ એને મજા આવશે. થોડું નવું વાતાવરણ મળશે ચાલ જઈશું? પછી તારે કંઈ લેવાનું છે?”
“હા હું કપડા લઈ લવ ને મારા માટે”
“ok ચાલ”
બંને ફ્લેટમાં ગયા. એણે દરવાજો ખોલ્યો. ફ્લેટ કોઈ મોટો કે આધુનિક ન હતો. સાવ સામાન્ય જ હતો . વધુ સુખ સગવડ ન હતી. ફ્લેટ્સ જોઈને આકાશને ન લાગ્યું કે હસબન્ડ દુબઈ હશે. કેમકે રૂમમાં એની કોઈ જ ફોટો ન હતો કોઈ આલ્કંબમ કે કઈ જ નહીં. એને બહુ જ આશ્ચર્ય થયું એને લાગ્યું કે ધરતી કંઈ છુપાવે છે. ધરતી કપડા પેક કરીને આવે ત્યાં સુધી બધું જ નિરીક્ષણ કર્યું.
“આકાશ….આકાશ….. ક્યાં ખોવાઈ ગયો”
" બસ ક્યાય નહિ , ખાલી જોતો હતો ..ચલ જઈએ ...? "
પછી, બંને બાઈક પર સવાર થયા ઠંડીમાં મસ્ત હવા વહી રહી હતી, ધરતી એ શાલ લીધી હતી. આકાશને ઠંડી લાગતી હતી પણ એના મગજમાં ઘણા સવાલો હતા અને એ સવાલો એ એનું મગજ હચમચાવી મૂક્યું હતું. આ સવાલો ધરતી વિશેના હતા. સવાર પડતા જ સૂરજની પહેલી કિરણ સાથે ઠંડીની માત્રા ઓછી થઈ હતી પણ અસર ઘટી ન હતી. આકાશને ઠંડીની અસર સ્પષ્ટ વર્તાતી હતી. ધરતીએ શાલ લીધી હતી એટલે એને ઠંડી નહોતી લાગતી. એણે હાથ આકાશના ખભા પર મૂક્યો આકાશ ધ્રુજતો હતો ઠંડીમાં .. ધરતીને ખબર પડી ,,, એણે આકાશને અચાનક કહ્યું
" આકાશ બાઈક સાઇડ કરીશ ....? ”
“કેમ શું થયું?” આકાશે બાઈક ધીમી કરી સાઈડમાં ઊભી રાખી.
“શું થયું?” આકાશે અચાનક બાઈક ઉભી રાખવાથી ટેન્શનમાં આવ્યો.
“કઈ નહિ ... નીચે ઉતર..." ધરતી એ નીચે ઉતરતા કહ્યું
“બોલ શું થયું ? " આકાશ અચાનક ટેન્શનમાં આવી ગયો. એ બાઈકના ટેકે ઉભો રહ્યો .હવે એના પર ઠંડીની અસર સ્પસ્ટ વર્તાતી હતી. એ બે હાથ વડે ઠંડી દૂર કરવાનો પ્રયત્ન કરતો હતો. ધરતી એની સામે જોઈને હસી. સ્મિત કર્યું .તેથી આકાશ વધુ ટેન્શનમાં આવ્યો
." શું થયું યાર કહીશ કંઈ”
“કઈ નહિ બસ ઉગતો સૂર્ય જોવાની ઈચ્છા થઈ એટલે કહ્યું." એ હસી ." કેટલી સુંદર સવાર છે નહીં દ્રશ્ય પણ કેટલું સુંદર છે ખેતર હરિયાળી__”
“હા યાર અને યુ લાઈક ઈટ ?"આકાશે પૂછ્યું. આકાશ ધ્રુજતો હતો સામાન્ય. એને ઠંડી લાગતી હતી.હાથ જકડાઈ ગયા હતા
“ઠંડી લાગે છે .? ખભા પર હાથ મુકતા કહ્યું.
“હા પણ ,બહુ નહીં. હવે ઘરે પહોંચવાની તૈયારીમાં છીએ , તને નવાઈ લાગશે , બહુ દિવસે આવું દ્રશ્ય જોવા મળ્યું છે , એ પણ આટલી શાંતિથી”
“હા મને પણ આટલી શાંતિ અને આનંદ આટલા દિવસે મળ્યા છે. નહીં તો આખો દિવસ કામમાંથી જ ટાઈમ મળતો નથી”
“સાચી વાત છે તારી, આપણે ભાગદોડમાં કુદરતને ભૂલી જઈએ છીએ”
“ચાલને ઓઢી લે ઠંડી લાગતી હશે તને " ધરતીએ શાલ કાઢતા કહ્યું
“ના રહેવા દે " ધરતીને રોકતા કહ્યું
“પણ તું ધ્રૂજે છે”
“નહીં યાર બસ હવે પાંચ મિનિટમાં ઘરે ”
“પણ ”
“બસ હવે રહેવા દે અને હવે જઈશું? ”
“હા ચાલ ”
“ક્યાંક ચા પીશું ? કે ઘરે જઈને ? " આકાશને ચા પીવાની ઈચ્છા હતી.
“જેમ તને ઠીક લાગે ”
“હવે બોલ ને .....? આગળ ધાબા પર પી લઈએ સામે દેખાય છે ”
“ચાલ , મારી પણ ઈચ્છા છે બસ, ચાલ હવે ” બંને ધાબા પર ગયા. બંને બેઠા ત્યાં એ ધરતીને નીરખી રહ્યો અને ધરતી એના માટે રહસ્યમય બનતી જતી હતી.
આ બાજુ ૭:૩૦ વાગે રાબેતા મુજબ ચંચળ આવી ડોરબેલ વગાડ્યો આ બાજુ અસ્મિત હજુ પથારીમાં હતો એણે ઊઠીને બારણું ખોલ્યું
" નમસ્તે ,ચંચળબેન . " અસ્મિત જોતા જ ઓળખી ગયો.
“નમસ્તે સાહેબ નથી? " એ આકાશને ન જોતા વિસ્મય પામી.
“છે ને . એ મારી બેનના ઘરે ગયો છે એને લઈને . હમણાં આવશે . લાગે છે તમે મને ઓળખ્યો નહીં રાઈટ. " ચંચળના હાવભાવ જોઈને અસ્મિત ને ખબર પડી કે હજુ ચંચળએ એને હજુ ઓળખ્યો નથી.
“ના .." ચંચળ અચકાતા બોલી.
“હું અસ્મિત આકાશનો ફ્રેન્ડ ઘણી વાર તો આવતો હતો દુબલો પતલો આજે થોડો બદલાઈ ગયેલો છું એટલે તમને થોડી મુશ્કેલી પડી”
“અરે હા , તમે તો બહુ જ બદલાઈ ગયા છો હું તો ઓળખી જ ન શકી”
“હા તમે કામ કરો તમારું, હૂ તૈયાર થઈ જાવ છું એટલામાં પેલા બંને આવી જશે”
“હા હું ચા મુકુ તમારા માટે ”
“ના આકાશ આવે પછી " એમ કહીને અસ્મિત તૈયાર થવા ગયો.
એટલામાં થોડી વારમાં આકાશ અને ધરતી પણ આવી ગયા અસ્મિત બેઠો બેઠો છાપુ વાંચતો હતો.
“ગુડ મોર્નિંગ સાહેબ " ધરતી એ કહ્યું.
“ઓહ , ગુડ મોર્નિંગ આવી ગયા તમે બન્ને ”
“ના સાલા , નાલાયક , રાતે તારે લીધે મારે સોફા પર સૂવુ પડ્યૂ અને સવારે ઉઠ્યો નહીં , મારે ઠંડીમાં ઠુઠવાવું પડ્યું તારા લીધે " આકાશે ધબ્બો માર્યો.
“હું શું કરું તમને બન્ને ડિસ્ટર્બ ન થાય એટલે ન આવ્યો ”
“શું કંઈ પણ બોલે છે " ધરતી એ પણ ધબ્બો માર્યો.
“જો જો બંને મળીને મને જ મારો છો. ગાડીની ચાવી તો મૂકી હતી બહાર , ખબર ન પડે " અસ્મિત્તે બંનેને રોકતા કહ્યું.
“તો ગાડી કોને આવડે છે અહીં ડોબા તને મારુ એટલો ગુસ્સો આવે છે”
“હા તો માર ને પણ હું ક્યાં ના પાડું છું પણ એ પહેલાં તમે બન્ને એક વાત કહો મજા આવી કે નહીં ઠંડીમાં ? " બંનેની સામે જોતા કહ્યું.
“હા , ઠંડીમાં ઠુઠવાવું પડ્યું તારી લીધે નાલાયક” ધરતી એ ટપલી મારી
“સોરી પણ યાર બહુ ઊંઘ આવતી હતી. શું કરું ? પણ સાહેબ તમને અક્કલ ન હતી કે સ્વેટર લઈ જવું પડે " આકાશને ટપલી મારી.
“હવે એક પડશે ને તો , રૂમ બંધ કરીને તું સૂતો હતો કે હું? ” આકાશ હાથ બતાવતા કહ્યું.
“બસ હવે લો ચા આવી ગઈ " ધરતી એ ચંચળ ને જોતા જ કહ્યું એ લઈને આવી હતી
“કેમ છો બેન ? આકાશભાઈ લો ચા ” ચંચળે ધરતી અને આકાશ બંનેને આપતા કહ્યું.
“મજામાં . તમે …?”
“હું પણ મજામાં છું. લો આ ચા પીવો તમારા લોકોના આવવાથી ઘણા દિવસે આ ઘરમાં ખુશી આવી છે " ચંચળે ચા આપતા કહ્યું.
“હા ચંચળ બેન , તમારી વાત સાચી છે નહિતર અહીં તો સ્મશાન ઘાટ કરતા પણ વધુ બત્તર સ્થિતિ હતી” આકાશે ચા પીતા કહ્યું.
“બસ આકાશ , એટલીસ્ટ અમે બંને છીએ ત્યાં સુધી તો ભૂલી જ બધું” અસ્મીતે ખભા પર હાથ મુકતા કહ્યું.
“હા આકાશ , દુઃખ તો છે જ , પણ આ આપણા સંગત બહુ દિવસો તો નથી ને? સો પ્લીઝ મુડ ના બગાડ ” ધરતી એ કહ્યું
“એમ કેમ ? બહુ દિવસો નથી ? આપણે જ્યારે ટાઈમ મળે ત્યારે આવી રીતે મળીશું જ ” અસ્મિતે કહ્યું
“હા અસ્મિત , તારી વાત સાચી છે, ધરતી આવતી વખતે મળીએ ત્યારે તારા હસબન્ડને લેતી આવજે ભૂલતી નહીં”
“હા " ધરતી એ ટૂંકમાં પતાવ્યું.
“અરે હા હવે કોલેજ જઈશુ ટાઈમ થઈ ગયો છે " અસ્મિત એ વાત ફેરવી.
“હા સ્યોર ચાલો , હું બાઈક મૂકી દઉં ? તારી ગાડીમાં જઈએ..?”
“હા મૂકી દે”
પછી ચંચલબેન ને સૂચના આપી. ત્રણેય ગાડીમાં કોલેજ જવા રવાના થયા. કોલેજમાં આજે બહુ જ વ્યસ્ત કાર્યક્રમ હતો. જૂની યાદો વાગોળવાનો. ઘણા જૂના મિત્રોએ ભાષણ કર્યું , પ્રોગ્રામ આપ્યા.
************************************************************************************************************
બપોર પછી આકાશ ધરતી અને અસ્મિતથી છૂટો પડીને કોલેજની બહાર ગયો. એનું ધ્યાન એ પ્રોગ્રામમાં હતું જ નહીં. એને ખબર હતી કે મુશ્કેલી હાલ પૂરતી ટળી ગઈ છે એ બમણા જોરથી પાછી આવવાની હતી. કેમ કે એને છૂટાછેડા ની નોટિસ મળી ગઈ હતી. એ ફરતો ફરતો બરાબર એ જગ્યાએ આવી ગયો જ્યાં ધરતીને એણે એક્ઝામ પત્યા પછી હાઈ કહ્યું હતું, અને ધરતી એ એના ઉપર બે તમાચા જડી દીધા હતા. હકીકતમાં એ વખતે આકાશ બદલાઈ ચૂક્યો હતો. એને ખબર તો હતી આવા પરિણામની પણ મનમાં હતું નહીં કે આવું કરશે. ત્યાં આવીને ઘડીક થંભી ગયો. એ ઘરેથી નક્કી કરીને આવ્યો હતો કે આજે ધરતીને સોરી તો કહી જ દેશે. આવું વિચારતો હતો એટલામાં ત્યાં ધરતી અનાયાસે આવી ગઈ.
“ શું વિચારે છે આકાશ “ એનું ધ્યાન તોડાવ્યું.
“કઈ નહિ , બસ તું જે વિચારે છે એ જ.....” એની સામે જોયા વગર કહ્યુ. “ સાચે જ ને ....”
“હા..... “ ધરતી માંડ બોલી શકી.
“એ દિવસે આપણી એક્ઝામનો છેલ્લો દિવસ હતો. મારી ઈચ્છા માત્ર તને હીનાના વિશે માફી માગવાની હતી. આમ તો હું હિના ની લીખીત મૌખિક માફી માંગી ચૂક્યો હતો , પણ મારા મને કહ્યું કે મારે તારી પણ માફી માંગવી જોઈએ, બસ આ જ વિચારે મારામાં થોડી હિંમત ભરી. આમ તો તારી સામે આવવાની હિંમત ન હતી પણ મેં કોઈક જોડે સાંભળ્યું હતું કે હીનાની તબિયત બગડી છે એટલે મારે તને પૂછવું પણ હતું , પણ મને શું ખબર હતી કે .....”
“I am sorry આકાશ મને એટલો ગુસ્સો હતો કે”
“ I know yaar જવા દે એ બધું મને આજે મારું અહોભાગ્ય છે કે તું મારી જોડે ઉભી છે.”
“ હા જેનો ચહેરો જોવો મને પસંદ ન હતો , આજે એણે જ મારો જીવ બચાવ્યો very strange નહીં”
“ બસ હવે મહેણા મારે છે ? “
“ના યાર , શું તું પણ ! “ ધરતી કૃત્રિમ રોષ સાથે કહ્યું.
“OK ચલ જઈએ”
“હા ચાલ..”
પ્રોગ્રામ પતાવીને ત્રણેય ઘરે પહોંચ્યા.
એટલામાં અસ્મિત્તે કહ્યું “ યાર હુ હાથપગ ધોઈને આવું છું પછી હોટલ જમવા જઈએ “
“કેમ હોટલ…?” અહીંયા ને કેમ નહીં “ આકાશે પૂછ્યું.
“ હા અસ્મિત , અમે બન્ને બનાવી દઈશું ને તારે તો આમેંય ખાવું જ છે ને બેઠા બેઠા “ ધરતી એ વાતમાં સુર પુરાવ્યો.
“હા પણ સાહેબ…” અસ્મિતા બોલાવવાનો ટ્રાય કર્યો પણ આકાશે રોકતા કહ્યું “ તું એમ કહી દે ને અમારા હાથનું જમવાનું ભાવતું નથી”
“એવું નથી યાર પણ” અસ્મિત બોલાવવા જતો હતો એટલામાં ધરતી બોલી ગઈ,
“ હોટલ કરતા તો સારું જ હોય છે “
“હા હવે...” આકાશ પણ સુર પુરાવ્યો.
“ બસ યાર , ચૂપ મારી વાત તો સાંભળી લો. પુરી વાત સાંભળ્યા વગર બસ ચાલુ જ પડી ગયા બંને તમે. બંને શાક તો કંઈ લાવ્યા નથી બનાવવાનું બીજી વાત છે કે કાલે તમે બંને એ ખવડાવ્યું હતું. આજે હું ખવડાવીશ”
“ઓહોહો ,ઓહોહો … એમ ” ધરતીએ કહ્યું.
“ વાહ બાર વરસે બાવો બોલ્યો” આકાશ કહ્યું.
“હા એ પણ કંઈક સારું..” ધરતી આકાશને તાળી આપતા કહ્યું.
“મને વાત સમજાતી નથી કે તું મારી બેન કમ બેસ્ટ ફ્રેન્ડ છે , તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે , તમારા બંને રિલેશન જુના નથી, છતાંય તમે બેમાંથી કોઈ મારો પક્ષ નથી લેતું. વાહ બરખુરદાર યાદ બહુ કપરા ટાઈમ આગેલા હે બોસ “ અસ્મિત હસતા હસતા બોલ્યો.
“બસ હવે જાને જલ્દી જતો હોય તો” ધરતી એ કહ્યું.
“હા જલ્દી જા , ધરતી ચા બનાવે છે ? “
“હા શ્યોર , તું પણ જા ફ્રેશ થઈ જા ..”
“હા..”
એટલામાં ડોરબેલ વાગ્યો.
“તમે જાવ હું જોઉં છું “ ધરતી દરવાજો ખોલવા ગઈ. ડોરબેલ ની જોર જોરથી વાગતી હતી ધરતીને નવાઈ લાગી અને ગુસ્સો પણ આવ્યો જોર જોરથી ડોરબેલ કોણ વગાડતું હશે ? “ ....... આવું છું “ ધરતીએ બૂમ મારી.
આકાશને પણ નવાઈ લાગી. એ પાછળ જતો હતો કપડાં બદલાવવા એ પણ થંભી ગયો.
“આવું છું યાર....” દરવાજો ખોલતા ધરતીએ કહ્યું.
દરવાજો ખોલતા જ જેમ તોપ ગોળા નું નાળચુ ખુલ્લે અને તોપ મારો થાય , એમ શરૂ થઈ ગયું
“બેહરી છે..? સંભળાતું નથી? અને તું કોણ છે ? મારા ઘરમાં .....ઓ હ્હ્હ ....આકાશ ની નવી ગર્લફ્રેન્ડ હશે નહીં ! એને કંપની આવવા આવી હોઈ નહીં.”
અચાનક થયેલા તોપમારાથી ધરતી ઘડીક ડઘાઈ જ ગઈ એ એના માટે તૈયાર નહતી, પ્રથમ તો શું બોલવું એને સુઝ્યું નહિ , પછી બોલી “ મો સંભાળીને વાત કરો ....”
“ત્યાંજ ઊભી રહેજે , આગળ પગ મૂક્યો છે ને તો, ટાંટિયા તોડી નાખીશ, અને તારું મો બંદ રાખ , આ તારા બાપનું ઘર નથી , આ મારું ઘર છે .” આકાશની આંખમાં અને અવાજમાં ગુસ્સો હતો.
“આ તારું ઘર ક્યાંથી થઈ ગયું ? હા ...... યાદ રાખ કે હજી હું આ ઘરની વહુ અને તારી પત્ની છું ,અહીંયા આ ઘરમાં તારો જેટલો જ હક છે એટલો જ મારો રાઈટ” મેઘના ચપટી વગાડતા કહ્યું અને એ પણ ગુસ્સામાં.
“ચૂપ થઈ જા, નહિતર ગાડી માં આવી છેઅને એમ્બ્યુલન્સમાં જઈશ”
“લે આ કોર્ટના ઓર્ડર , એ મુજબમાં હું આ ઘરમાંથી મારે જે લઇ જવું હોય એ હું લઈ જઈ શકું છું ઓકે , પછી તું મનાવજે તારી આ ગર્લફ્રેન્ડ જોડે રંગરેલીયા એક તો હતી જ હવે આ બીજી સરસ, મિ. આકાશ...”
આકાશ ગુસ્સાથી સમસમી ગયો, તમાચો મારવા જતો હતો ત્યાં, ધરતીએ એને રોક્યો.
“આકાશ નહિ... plz.”
“હા, આકાશ રહેવા દે, , ઓ મેઘામેડમ તમારે જે લેવુ હોય ને તે લઈ જાવ , આકાશ તમારી મહેરબાનીઓનો મહોતાજ નથી.” અસ્મિતે કહ્યું.
“માઇન્ડ વેલ, તારી જ વસ્તુ જ તુ લઈ જઈ શકે છે ઓર્ડર મુજબ, એ પણ આ લિસ્ટ મુજબ… તારા ચમચાઓને કે લઈ જાય અને આ પછી તારુ મોં મને ના બતાવતી, અને આ ઘર તરફ જોતી પણ નહી, નહિતર મારા કરતા ભુંડો બીજો કોઇ નહિ હોય.” આકાશ ગુસ્સામાં સમસમી ગયો.
“”આકાશ તુ પાછળ જા, અસ્મિત લઈ જા આને.” ધરતીએ આકાશને ધકેલ્યો, “ ચલ તુ અહિંથી.” અસ્મિત એને રસોડામાં લઈ ગયો.
મેઘા એનું કબાટ, ટીવી, સોફા, ડબલ બેડ પલંગ તમામ વસ્તુ લઈ ગઈ.
“લે તારા બે લાખ કેશ કોર્ટના ઓર્ડર મુજબ, હવે પછી અહીં આવતી નહિ.”
“આકાશ, તને મારી દુશ્મની બહુ જ ભારે પડશે, તને એટલો તડપાવીશ, એટલો હેરાન કરીશ કે તુ મોત માંગીશ પણ નહિ મળે, તારી જીંદગી મોત કરતા પણ વધુ ભયાનક બનાવીશ તે મેઘાને રોવડાવી છે, યાદ રાખજે.”
“My foot, જા અહિંથી, Get out.” આકાશે ગુસ્સામાં રીતસરની ત્રાડ નાખી.
“મેડમ, તમારુ કામ પતી ગયુ છે તમે જઈ શકો છો. એક વાત યાદ રાખજો મારી, મેઘામેડમ. જીંદગીને બનાવતા વર્ષો લાગે છે અને બગાડતા એક સેકંડથી પણ ઓછો સમય લાગે છે. આકાશ જેવી વ્યકતી લાઇફ પાર્ટનર તરીકે મળવી મુશ્કેલ હોય છે.આજે જે પથ્થરને લાત મારી છે, I mean આકાશને, એને મળવા તમે જ તડપશો, સમય સમયની વાત છે, હજુ સમય છે, બીજાના કહેવાથી સંસાર બગાડશો નહિ, જો અક્કલ હોય તો, bye Gudnite.” એમ કહીને ધરતીએ કંઇ પણ રીએક્શન જોયા સાંભળ્યા વગર દરવાજો બંધ કર્યો.
આ બાજુ આકાશ ગુસ્સાથી સમસમી રહ્યો હતો, તપી ગયો હતો.
“આકાશ લે પાણી પી શાંત થા.” અસ્મિતે પાણી આપતાં કહ્યું. થોડીવાર સુધી લગભગ ૫ મીનિટ સુધી રૂમમાં સન્નાટો છવાઇ ગયો.
“I am sorry ધરતી .મારે લીધે સાંભળવુ પડ્યુ .” એનો અવાજ રડમસ હતો.
“Its ok, we are friends. એની કોઈ જ જરૂર નથી યાર, રિલેક્શ થઈ જા, આંખો લુછી નાખ.” ધરતીએ એના હાથ પર હાથ મુકતા કહ્યું.આકાશ રડી પડ્યો,
“બસ યાર, ફરગેટ ઇટ.” અસ્મિત એને ભેટ્યો.“આકાશ, ચલ જલ્દી જા તૈયાર થઈ જા. હુ જમવા લઈ જાવ છુ ને જા ઉભો થા.” અસ્મિતે ઉભો કર્યો.
અસ્મીત, ધરતી વચ્ચે સન્નાટો હતો, આકાશને ચેન્જ કરીને આવ્યા પછી ત્રણેય જમવા ગયા, બંને એ મુડમાં લાવવાનો બહુ ટ્રાય કર્યો બહુ જ ફર્યા લગભગ ૧૨ વાગ્યા સુધી ફરીને પછી પાછા ઘરે આવ્યા.
“ધરતી તુ અંદરના રૂમમાં સુઇ જજે, હુ અસ્મીત નીચે સુઇ જઈશું સોરી, મારા લીધે તમને.”
“ફરગેટ ઇટ યાર.” અસ્મિતે કહ્યું.
“હા યાર, ચલ રિલેક્સ થઈ જા.” ધરતી એ કહ્યું “હુ ચેંજ કરીને આવુ છું.” ધરતી એ કહ્યું
“OK. જા ..”
“આકાશ , હુ હાલ અંદર છું, ધરતીને સુવુ હોય ત્યારે ઉઠાડજે આમ તો હુ જાગુ જ છું.”
“OK. પણ કાલ જેવું ના કરતો.”
“હા”
ઘણીવાર સુધી ખુરશીમાં બેસી રહ્યો. પછી છત ઉપર ગયો, વિચારોમાં ગમગીન થઈ ગયો. એનુ મગજ બંધ થઈ ગયુ હતું. અંદર ધરતીએ આમતેમ નીચે આંટા માર્યા, પણ પછી છત ઉપર ગઈ જ્યાં આકાશ બેઠો હતો.
“ક્યાં સુધી આમ રડતો રહીશ?” આ નિર્ણય તો તારો પોતાનો જ છે ને કે મેઘાથી છુટા પડવું? તો પછી ઉદાસ કેમ છે?”
“ધરતી રડતો એટલા માટે નથી કે મેઘા દુર થઈ જાય છે, દુ:ખ એ વાતનું છે કે જેને પ્રેમ કર્યો એણે જ મારી પર વિશ્વાસ ન કર્યો, એણે જ મારી સાથે લીધેલા વચનોનું સરેઆમ મજાક ઉડાવી મારા પ્રેમની મજાક ઉડાવી. એના લાલચી ભાઇઓ માટે મારા મમ્મી પપ્પાને હેરાન કર્યા, મારા પ્રેમની નિશાની ને મરાવી નાંખી, ગર્ભપાત કરાવ્યો એ પણ મારી જાણ બહાર, એટલું ઓછુ હોય તેમ, મારી પર ગંદા આક્ષેપો મુક્યા.”
“બસ, આકાશ હુ જાણુ છુ આ બધુ તો, તુ રડ નહિ, જે થઈ ગયુ એ બરાબર આજે એ મિલકતના નશામાં છે, કાલે ખબર પડશે plz.”
“બસ ભુલી જા એ બધુ , પ્રોમિસ કર જ્યાં સુધી હુ છું અને અસ્મિત છે, ત્યાં સુધી આ બધુ યાદ નહિ કરે... પ્રોમિસ.” ધરતી એ હાથ લાંબો કર્યો
“પ્રોમિસ.”
“રડતો પણ સારો નથી લાગતો, સ્માઇલ આપ. હા હવે બરાબર...” ગાલ પર ટપલી મારતા કહ્યું.
“તારી કંઇક વાત કર, તમારા બંન્ને વિશે, તારા લગ્નની, તારા હસબન્ડની.”
“બસ કંઇ ખાસ નથી, એરેંજ મેરેજ છે, મેરેજના ૬ મહિના પછી એ દુબઇ ગયા ક્યારેક આવતા રહે છે, કંઇક ખાસ નથી, સ્વભાવે સારા છે, પ્રેમાળ છે, મારે બીજુ શું જોઇએ.” ધરતી એ કહ્યું.
“ઓકે.” આકાશને લાગ્યુ કે ધરતી કંઇક છુપાવે છે.
“પણ... મને કેમ એવુ લાગે છે કે તુ દુ:ખી હોય...” આકાશે કહ્યું.
“એવું નથી . આ તો આટલા દિવસો થઈ ગયા , એમનાથી દુર એટલે લાગે તો ખરુ ને...” ધરતી એ વાત ટાળી, “ચલ જવા દે એ બધુ જો આજે પણ અજવાળી છે ને.”
“હા...”
“તને આવુ વાતાવરણ ગમે? આવી રીતે એકલા એકલા અહિં ઉભા રહેવું?” ધરતી એ દુર ક્ષિતિજ તરફ નજર દોડવતા પુછ્યું
“હા ઘણીવાર અહી ઉભો રહુ છુ, હવે તો આદત પડી ગઈ છે.”
મોડા સુધી આડી અવળી વાતો કરી, આ વાતો એ બંને ને નજીક લાવી દીધા.
“ચાલો એય, ટાઇમ પુરો થઈ ગયો. બે વાગ્યા, ઉંઘવાની ઇચ્છા છે કે નહિં?” અસ્મીતે બુમ મારતા કહ્યું.
“આવો મહાશય, તમે જાગો છો? હુ તો જોઇને આવી તુ સુઇ ગયો હતો?” ધરતી એ કહ્યું.
“આ ઢોંગીબાબા જેવો છે કેમ?” આકાશે એને પકડતા કહ્યું
“ચાલ હવે ઉંઘવા, ચલો એ મેડમ..” અસ્મીતએ બંને ને કહ્યું.
“હા ચલ.”
નીચે આવતા જ ત્રણેય રૂમમા જઈને સુઇ ગયા.સવારે ઉઠીને ત્રણેય તૈયાર થયા,
આકાશ બોલ્યો, “ક્યાં જવુ છે આજે ફરવા? મારો તો ફંક્શનમાં જવાનો કોઇ જ મુડ નથી. આજેય આજે છેલ્લો દિવસ છે.”
“મારો પણ નથી ફંક્શનમાં જવાનો મુડ. ક્યાંક જઈશુ. મારી કારમાં, નીકળીને વિચારીશું કેમ ધરતી?” અસ્મીતે ધરતી તરફ જોઇને કહ્યું.
“હા, તમે બંને જે નક્કી કરો એ. ક્યાં પણ જાવ , મને કોઇ જ વાંધો નથી પણ બોર ન કરતા બસ...”
“ઓકે તો નીકળીશું?” અસ્મીત ખુરશીમાંથી ઉભો થઈ ગયો.
“હા પણ , હુ વકીલને મળીને આવુ છુ. તમે બંને બેસો વાતો કરો ત્યાં સુધી...” આકાશે કહ્યું.
“ચાલને, અમે બે ગાડીમાં બેસીશું. તુ ત્યાં સુધી મળી લેજે કેમ અસ્મીત?” ધરતી બોલી.
“હા ધરતી, એટલામાં હુ ગાડી ચેક કરાવી લઈશ.”
“ઓકે, ચાલો.”
ગાડી રસ્તા પર દોડવા લાગી, આકાશે એક કોમ્પલેક્ષ આગળ ગાડી ઉભી રખાવી.
“પાંચ મિનિટ હુ આવુ છુ.”
“ઓકે, ચલ શાંતિથી જઈ આવ.”
“એક મિનિટ આકાશ,…” અસ્મિતે બુમ પાડી.
“શુ છે? બોલ.”
“તુ ધરતીને લઈ જાને.એટલામા હુ ગાડી ચેક કરાવતો આવુ .હવા ઓછી લાગે છે જો પંક્ચર હશે તો આ હેરાન થશે.”
“ધરતી શુ વિચાર છે તારો?” આકાશે સીધુ જ એને પુછ્યુ.
“ઓકે ચાલ હુ તારી જોડે આવુ છુ, આ તો એવી જગ્યાએ લઈ જશે ને કે મગજ બહેર મારી જશે.” ધરતી એ ઉતરતા કહ્યું, “જા જલ્દી આવજે.”
“જી મે’મ સાબ.”
બંને વકિલ જોડે ગયા. વકિલની આડી અવળી વાત અને પૈસાના લાલચ અને વર્તન ધરતીને ન ગમ્યું. બહાર આવીને કહ્યું, “આકાશ તુ વકિલ ચેંજ કરી લેજે.”
“કેમ શું થયુ?”
“મને આ માણસ સારો નથી લાગતો, લાલચુ છે, અને વર્તન પણ સારું નથી લાગતું.”
“આઇ નો , પહેલાં એના પૈસા આપી દઊ પછી , બદલી જ નાખુ છુ.”
“હા આકાશ ચલ અહિંથી.” અચાનક ધરતીની નજર સામે આવી રહેલી મેઘા પર પડી.
“કેમ શુ થયુ?”
“તુ ચલ...”
“ક્યા જાય છે તારા યાર ને લઈ ને?”મેઘા સામે આવી.
“તુ ?” આકાશની બત્તી ગુલ થઈ ગઈ.
“ક્યાંય નહિ કેમ? તમને કોઇ પ્રોબ્લેમ છે?” ધરતીએ સણસણતો જવાબ આપ્યો.
“ના, મને શુ હોય?? તુ મજા કર, જોઉ છુ કેટલા દિવસ કરે છે?” મેઘાએ કહ્યું.
“તારી કોઇ વાત સાંભળવા નથી માંગતો, હવે બોલી છે ને તો દાંત તોડીશ નાખીશ.” આકાશે કહ્યું.
“આકાશ એક મિનિટ.” ધરતીએ એને રોક્યો.
“મેડમ પૈસાનુ અને રૂપનું બહુ અભિમાન સારુ નહિ, કેમકે એ ચીજો બહુ સાથ આપતી નથી. એ હવાના પરપોટા જેવી હોય છે, ક્યારે ફુટે એ નક્કી નહિ, બહુજ નસીબવાળા હોય છે જેમને પ્રેમ મળે છે, પણ તમારા નસીબમાં નથી એ વેરી બેડ, આજે આ વાત નહિ સમજાય કાલે સમજાશે... બાય, ચલ આકાશ.”
બંને ત્યાથી સરકી ગયા, અસ્મિત આવતા ત્રણેય ચાલ્યા ગયા. પણ આકાશના હ્રદયમાં ધરતી માટેનું સ્થાન અને પ્રેમ વધી ગયા.
આખા આનંદમા શુક્રવાર શનિવાર અને રવિવાર ક્યાં ગયા ત્રણેયમાથી કોઇને ખબર ન પડી, બહુ જ ફર્યા, રખડ્યા, પિક્ચરો જોયા, ધમાલ મસ્તી કરી અને આજે રવીવારના રાતના ૮ વાગ્યા હતા, ત્રણેય ડ્રોઇંગરૂમમાં બેઠા હતા, ત્રણેય ગમગીન હતા, કેમકે રાતની ટ્રૈનમાં અસ્મિત બોમ્બે જતો હતો.
“કમ ઓન યાર, આપણે છુટા ક્યા પડીએ છીએ ?આપણે તો માત્ર દુર જઈએ છીએ.” અસ્મિતે કહ્યું.
“હા, અસ્મિત પણ , આ પાંચ દિવસ મારે માટે પાંચ વર્ષ બની ગયા યાર, જે કદી ધાર્યુ નહતુ એ વસ્તુઓ , એ આનંદ, પ્રેમ, તમારા બંનેનો સાથ, એ પણ આ મુશ્કેલ સંજોગોમાં...” આકાશ ગમગીન હતો.
“બસ, આકાશ, એટલું બધુ બોલીને પારકા ન કર, છુટા પડવું એટલું મુશ્કેલ ન કર કે રડવું આવી જાય.” ધરતીનો અવાજ રૂંધાઇ ગયો.
“”બસ તમે બંને સેડ સીન બંધ કરશો, થોડા ટાઇમ પછી, આજ રીતે મળીશુ યાર.” અસ્મિતે બંને ને ટપલી મારી.
“હા યુ આર રાઇટ.” આકાશે કહ્યું
“હા” ધરતીએ કહ્યું.
“ટ્રૈન કેટલા વાગે છે?” આકાશે આંખો લુછતા પુછ્યું.
“૨ વાગે છે.” અસ્મીતની આંખો પણ ભીની હતી.
“યાર કાલ રાતે જતો રહેજે ને, કાલ રાતે તો ધરતી પણ જતી રહેશે કાલ સુધી તો રોકાઇ જા.” આકાશે કહ્યું.
“હા અસ્મીત, પોસિબલ નથી? આજે જવુ જરૂરી છે?” ધરતીનો અવાજ હજુ રડમસ હતો.
“હા યાર, હવે કાલે જવાનુ વિચારીશ તો નહિ જઈ શકાય, તમારા બંનેના જેમ હુ પણ રડી પડીશ, પછી અહિં રોકાઇ જવાનુ પ્લાનિંગ કરી લઈશ એટલે આજે જવુ જ પડશે.” અસ્મિતે હસવાનો પ્રયત્ન કર્યો.
“મજાક ન કર.” ધરતી એ કહ્યું.
”હા, તને મજાક સુઝે છે, હું ગંભીરતાથી પુછુ છું.” આકાશ સહેજ ગંભીર બની ગયો.
“સોરી યાર, હુ તો હસાવવાનો ટ્રાય કરુ છુ, વાત એમ છે કે મારે રજા નથી, બોસનો ફોન આવી ગયો છે, એથીય ઇમ્પ, વસ્તુ કે મમ્મી પપ્પાનો ફોન હતો એમને બહાર જવુ છે એમની એરેંજમેંટ કરવાની છે, બીજા ઘણા કામ છે પણ ટાઇમ મળતાં જ પાછો આવીશ યાર... ડોંટ વરી.. નાઉ સ્માઇલ, તો હુ પેકિંગ કરુ છુ, ઓકે”
“ઓકે, જા....”
ધરતી ગમગીન હતી. એથીય વિશેષ ચિંતાતુર હતી, એની આંખોમાંથી પાણી નીકળી જતુ હતું, આકાશ ઉદાસ હતો, પણ ધરતીની ઉદાસીનતા એને વધુ વિચારતો કરી મુકયો, અસ્મિત ના પેકિંગ પછી ત્રણેય જણે વાતો કરી, પછી ટેક્સી કરીને રેલ્વે સ્ટેશન પહોચ્યાં, ઇંક્વાયરી ઓફિસમાં પુછપરછ કરી તો ટ્રૈન રેગ્યુલર હતી. ત્રણેય પ્લેટફોર્મની બેંચ પર બેઠા હતા.
“અસ્મિત, મુંબઈ જઈને ભુલી ના જતો.” આકાશે કહ્યું
“હા હુ તો ભુલી જઈશ, ખાલી ફોન કરીશ... પણ તુ ખોવાઇ ના જતો.” અસ્મિતે હસતા કહ્યું.
“તને મજાક સુઝે છે?” આકાશે રોષમાં કહ્યું
“યાર બસ હવે, હસતાં હસતાં વિદાય આપશો ? તમે બંને ?અહિં તો તમે બંને જોડે છો, પણ મારે તો છેક મુંબઈ સુધી એકલા જવાનું છે, મારી શુ હાલત થશે?” અસ્મિત ગળગળો થઈ ગયો.
“સોરી, પણ શુ કરુ યાર.?.. ઓકે હવે નહી બસ.” આકાશે કહ્યું
“અસ્મિત પાણી માટે શું કર્યું? બોટલ લીધી? “ ધરતી એ કહ્યું “નાસ્તો?”
“ના યાર, ચાલશે.” અસ્મિતે કહ્યું.
“ના ચાલે ડોબા, બેસ હુ લઈ આવુ છુ, ટ્રૈનનો ટાઇમ થવા આવ્યો છે.” ધરતીએ ઉભા થતા કહ્યું.
“ના ધરતી બેસ હુ લઈ આવુ.” આકાશે કહ્યું
“ના તમે બંને વાતો કરો હુ આવુ છું.” ધરતી એ જતા કહ્યું.
“યાર, બધી વાત સાચી. પણ એક બાબત કહે કે, ધરતી કોઇ પ્રોબ્લેમમા છે, ઘણા ટાઇમથી પુછવા માંગતો હતો પણ જીભ ઉપડતી નહતી, મે એને પુછ્યુ પણ એણે વાત ઉડાવી દીધી. એના ઘરે હુ ગયો ત્યારે મને એના હસબંડની મને એની કોઇ જ ફોટો જોવા ન મળી એના મોઢે એનુ નામ પણ કોઇ દિવસ આવ્યુ નથી, વાત શુ છે? એના મમ્મી પપ્પા ક્યા છે? એ એમની જોડે નથી રહેતી?”
“બસ, બહુ સવાલ ના કર, એક વાત સમજી લે મે તને અને ધરતીને જાણી જોઇને આટલા દિવસ પ્રાઇવસી આપી હતી, પ્રથમ દિવસે સાંજે તારી બાઇક પર મોકલવી, સવારે એના ઘરે મોકલવો, રાત્રે તમારા બંનેનુ મોડા સુધી એકલા વાત કરવી, યુ નો, તમે બંને વાત કરતા હતા ત્યારે હુ એકપણ દિવસ સુતો નહતો, તમારા બંનેની કેટલીક તસવીરો પાડી છે એની મે ફ્લોપી તારા રૂમમાં છાજલી પર મુકી છે પેકેટમાં... અને એ પ્રોબ્લેમમાં છે, સાચી વાત છે, વાત શુ છે એ નહિ કઊ કેમકે એણે સમ આપ્યા છે. તારા મેઘાના છુટાછેડાની વાત તે ફોન પર કરી ત્યારે જ મે આ પ્લાન કર્યું હતુ, હુ જાણુ છુ તુ એને પસંદ કરે છે, એટલે જ એનો પ્રોબ્લેમ તુ એના મોઢે જ કઢાવજે, તારા પ્રેમ અને વિશ્વાસમાં લઈને... ઓકે એની જવાબદારી તારી છે, અને બીજી વાત આ બધી વાત આપણા બંને વચ્ચે જ રાખજે પ્રોમિસ કર.”
“હા, પ્રોમિસ પણ એક વાત તો કહે.”
“ના એ આવે છે, હવે કોઇ વાત નહિ બસ બાકી ફોન પર કહીશ પ્રોમિસ કર એને સંભાળીશ.”
“હા પ્રોમિસ, થેંક્સ.” બંને ભેટી પડ્યા.
“બસ, હવે તારી ટ્રૈન આવી ગઈ લે આ નાસ્તાનું પેકેટ, બોટલ. મે બનાવ્યો હતો એ નાસ્તો રસ્તામાં ખાઇ લેજે નહિ તો બગડી જશે.”
“હા.” બોટલ લેતા કહ્યું.
“લાવ હુ સામાન મુકી આવુ અંદર ટ્રૈન આવી ગઈ છે.” આકાશે સામાન લેતા કહ્યું.
“હા લે...” આકાશ સામાન લઈ અંદર ગયો ટ્રૈનમાં...
“ધરતી તારી સંભાળ રાખજે, અને હા એક વાત તુ માનતી નહતી ને કે આકાશ સુધરી ગયો છે, હવે તો માન્યુ ને?”
“હા.... પણ ....”
“પણ ને બણ, મારી વાત સાંભળ , તારુ દુ:ખ હુ સમજુ છુ, જાણુ છુ, અનુભવુ છુ, પણ તને જે તકલીફ પડી છે, એ તુ જ સહન કરી શકે છે, હવે સાંભળજે અને હા આકાશ તારી જોડે જ છે, એની મદદ લેતા અચકાતી નહિ, અને કહેતા પણ નહિ અચકાતી.” અસ્મિતે કહ્યું.
“અસ્મિત તુ જાણે છે કે...”
“બસ હવે કંઇ જ નહિ બોલતી, તુ એકલી નથી, સ્વીટીની પણ જવાબદારી છે તે મોટી થતી જાય છે યાદ છે ને.”
“હા....” ધરતીની આંખમાં આંસુ આવી ગયા.
“આકાશ તારી જોડે છે, હુ તો છુ જ હંમેશા, ઓકે.” અસ્મિત રડી પડ્યો, જવાબમાં ધરતી માત્ર એને વળગીને રડી પડી. હીબકા ભરતી, જાણે બધાં જ દુ:ખ એક સામટા બહાર આવી ગયા હોય.
“બસ, બસ શાંત થઈ જા.”
“હા, ધરતી , એનાઉંસમેંટ થઈ ગયુ છે ટ્રૈન ઉપડવાની છે.” આકાશે ધરતીના ખભા પર હાથ મુકતા કહ્યું.
“બસ, રડ નહિ.” અસ્મિતે ધરતીની આંખો લુછતા કહ્યું.
“તુ પણ સંભાળજે.” ધરતી માંડ બોલી શકી. છેલ્લે, આકાશને ભેટતાં અસ્મિત રડી પડ્યો, રડતાં રડતાં કાનમાં કહ્યું, “મારુ પ્રોમિસ યાદ રાખજે.”
“બસ ચાલો , હુ ટ્રૈનમાં જાઉ, હા તમે બંને એકબીજાને મળતા રહેશો… પ્રોમિસ કરો.” એમ કહીને બંને હાથ લીધા અને એકબીજાના હાથમાં મુક્યાં એની હાથ વચ્ચે.
“હા....” બંને એકબીજા સામે જોઇને બોલ્યા.
“ઓકે, ચલો હું જાઉ બાય.” પછી એમ કહીને ટ્રૈનમાં ચઢી ગયો,ગયો, અને ટ્રૈને ચાલતી પકડી, એ બારીમાંથી હાથ હલાવતો રહ્યો. આકાશ ધરતી ટ્રૈન જતી રહી ત્યાં સુધી શુન્યમન્સકે જોઇ રહ્યા, જ્યાં સુધી ટ્રૈનનો અવાજ બંધ ન થયો. આકાશનુ મન બંધ થઈ ગયુ હતુ, મગજ પણ બંધ થઈ ગયુ હતુ, થાંભલાની જેમ ઉભો હતો પણ ધરતીના ડુસકાએ એનુ ધ્યાન તોડ્યું.
“ચાલ ઘરે જઈએ.” આકાશે કહ્યું.
“હા.”
પછી બંને ટેક્સીમાં બેસીને ઘરે આવ્યા, અને શુન્યમન્સકે ખુરશીમાં બેઠી, પણ ધરતી હિબકા ભરતી હતી.
“લે પાણી પી લે, રડવાનું બંધ કર.” આકાશે પાણી આપતા કહ્યું.
ધરતી એ પાણી પીધું, ધરતી શુન્યમન્સક હતી. એકલી પડી ગઈ હતી, એને થયુ કે શુ થશે, એ આજે એટલી બધી ટુટી ગઈ હતી, હારી ગઈ હતી એટલે વધારે રડી રહી હતી.
“બસ ધરતી રડ નહિ, સંભાળ તારી જાતને, હુ જાણું છુ કે તુ દુ:ખી છે, પણ રડવાનુ બસ કર.” આકાશે કહ્યું.
“આકાશ હુ આજે.” ધરતી હિબકા ભરીને રડી પડી.
“બસ સ્વીટીના સમ તુ રડી છે તો, અને હવે તુ એકલી નથી, સ્વીટી તારી જવાબદારી છે, આમતો તુ તુટી ગઈ તો એનુ શુ થશે? અને તારી મુશ્કેલીમાં તુ એકલી નથી, અસ્મિત છે, હુ છુ, બધુ બરાબર થઈ જશે.... બસ આંખો લુછી કાઢ, મોં ધોઇ આવ, ચલ ઉભી થા, ચલ....” ધરતીને ઉભી કરતાં કહ્યું.
“હા....” ધરતી ઉભી થઈને પાણીનો ગ્લાસ રસોડામાં મુકીને મોં ધોવા ગઇ, આ બાજુ આકાશ વિચારતો હતો ધરતીને એના હસબન્ડથી પ્રોબ્લેમ હશે? કે એની સાસરીવાળાથી? પ્રોબ્લેમ શુ હશે? એ વિચારમાં ડુબી ગયો.
“આકાશ.... આકાશ....” ધરતીએ એને ઉઠાડ્યો વિચારોમાંથી.
“હા....”
“”શુ થયુ શુ છે? ક્યાં ખોવાઇ ગયો?” ધરતી એ એની જોડે ખુરશીમાં બેસતા કહ્યું.
“કંઇ નહિ, બસ એમ જ.”
“ઉંઘ નથી આવતી?” ધરતીએ પુછ્યું.
“હવે નહિ આવે....તુ જા અંદર રૂમમાં જઈને સુઇ જા.” આકાશે કહ્યું.
“મને નહિ આવે આજે ઠંડી વધારે છે.”
“હા, પણ જા જઈને આરામ તો કર જા.” એણે આગ્રહ કર્યો.
“નહિ આવે, એક કામ કરીએ ચલ અંદર રૂમમાં જઈને બેસીએ, જો તને ઉંઘ આવે તો તુ સુઇ જજે નહિતર બેસીશુ વાતો કરીશુ.” ધરતી એ કહ્યું.
“હા એ પણ બરાબર છે નહિતર આ ખુરશીમાં બેઠા બેઠા કમર રહી જશે.”
“હા ચલ.”
બંને અંદર રૂમમાં બેઠા. બેડ પર બંને વાતે વળગ્યા, ધરતી હજુ ઉદાસ હતી, આકાશ ગમગીન હતો. એ અસર બંનેની વાતોમાં સ્પષ્ટ જણાતી હતી.
“ધરતી, બધી વાત તો સાચી પણ, અસ્મિતના લગ્નનુ શુ છે? કોઇ છોકરી જોઇ કે નહિ?” આકાશે પુછ્યું.
“ના, એને કોઇ ગમતી જ નથી ને .ખબર નહિ એને કેવી જોઇએ છે? એને ડર છે કદાચ હવે તારો ઇશ્યું સાંભ્ળયા પછી તો સો વિચાર કરશે લગ્ન માટે.” ધરતી એ હસીને કહ્યું.
“હા, યુ આર રાઇટ, ઘણો જ ઉંડો માણસ છે એને સમજવો કાલે પણ અઘરો હતો આજે પણ અઘરો જ છે.”
“આકાશ તને ઉંઘ નથી આવતી?”
“મારી ઉંઘ તો એમ હરામ થઇ ગયેલી છે, મને ક્યાંથી આવે?” આકાશે કહ્યું.
“હવે જે હકીકત છે એ તો તારે સ્વીકારવી પડશે ને.”
“ચલ, જવા દે એ હું એ વાત યાદ કરવા નથી માંગતો. કેટલા વાગ્યા છે? જરા જોતો” આકાશે ધરતીની વાત કાપતા કહ્યું.
“4.30 થયા છે…. અરે હા, તમે બંને શુ વાત કરતાં હતા ફોટોગ્રાફ ગિફ્ટ મે કંઇ સાંભળ્યું હતુ એ...? અને અસ્મિત તને શુ કહેતો હતો? અને મને કહેતો હતો કે હુ ગિફ્ટ લાવ્યોયો છુ, સાલ્લા એ આપી પણ નહિ… નાલાયક છે સાલ્લો....” ધરતી એ કુત્રિમ રોષ વ્યક્ત કર્યો.
“એ મારા ફ્રેંડને ગાળો નહિ આપ, છે ગિફ્ટ હુ લાવુ છુ બેસ એ પાછળ વાળા રૂમમાં છે હુ લેતો આવુ.” આકાશ રૂમમાં ગિફ્ટ લેવા ગયો. ધરતી હજુ વિચારતી હતી કે અસ્મીત આકાશ વચ્ચે શુ વાત થઈ હશે? અસ્મિત શુ ગિફ્ટ લાવ્યો હશે?
“આ લો, આટલા બધા પેકેટ છે?” આકાશે બેડ પર પેકેટસનો ઢગલો કરતા કહ્યું.
“અરે, નામ પણ લખેલા છે.” ધરતી એ પેકેટ જોતા કહ્યું.
“લે આ તારુ, આ સ્વીટીનું છે.” આકાશે પેકેટસ આપતા કહ્યું.
“તો લો આ તમારુ છે, આ ચંચળબેનનુ.”
“એમનુ તુ જ આપી દે જે... ઓકે, જો તો ખરી ખોલીને શુ છે” ધરતી પેકેટસ જોયા વગર મુક્યાં એટલે આકાશે કહ્યું.
“ના મને ખબર છે અંદર શુ હશે? લે હાલ મુકી દે જતાં લઈ જઈશ.”
“ઓકે, લાવ.” આકાશે બધા પેકેટસ ટેબલ પર મુક્યા.
“આકાશ આજે ઓફિસ જવાનો છે?”
“ના કેમ?”
“ના પુછુ છુ જો તુ જાય તો હુ ઘરે જતી રહુ અહિંયા શુ કરીશ.”
“તુ પરમ દિવસ સવારે જઈશ... આમેય સ્વીટી કાલે સાંજે જ આવવાની છે ને ત્યાં સુધી તુ ઘરે એકલી ઘરે શુ કરીશ? સો તુ અહિં જ રહીશ.”
“પણ આકાશ.”
“જો ફ્રેંડ માનતી હોય તો રહેજે.... બાકી તારી ઇચ્છા”
“સાલ્લા, આખો દિવસ આ વાત કેમ વચ્ચે લાવે છે, ? I am your friend , you know it yar ..” રોષમાં કહ્યું.
“ઓકે...ઓકે.”
“હવે બોલ્યોને સાચે જ જતી રહીશ.” ધરતી એ કહ્યું.
“નહિ બોલુ બસ, અને હા આજ સાંજના હોટલ વિશ્વાના પાસ છે, પેલી ફાઇવસ્ટાર હોટેલ છે ને એના જમવાના... અસ્મિતે આપ્યા છે.”
“ક્યારે આપ્યા? અહિંયા મુકેલા હતા ટેબલ પર સાથે કાગળ પણ હતો કે જમવા જજો બંને જણ આ પાસ લઈને.”
“આ નાલાયક છે.” ધરતીની આંખો ભીની થઈ ગઈ.
“હા.... થોડીવાર આંખો બંદ કરીને સુવાનો ટ્રાય કર.” આકાશે કહ્યું.
“તને ઉંઘ આવે છે એમ કેને. સીધી રીતે.” ધરતીએ આકાશ સામે જોઇને કહ્યું.
“ના યાર, એવુ નથી, તુ રડે છે એટલે કહુ છુ કે જરા ઉંઘી લેતો મન શાંત થઈ જાય.”
“ના આકાશ, મારા ઉંઘવાથી કંઇ નહિ થાય, ચલ જવા દે એ બધુ, મે કોઇ દિવસ વિચાર્યુ નહતુ કે તારી જોડે આ રીતે વાત કરીશ.”
“તો મે પણ ક્યાં વિચાર્યુ હતુ, આતો મારા સદભાગ્ય છે કે તુ મારી સામે છે, મારી જોડે બેસીને, મારા ઘરમાં મારી જોડે વાત કરે છે, જો થોડુ કંઇક સારુ કર્યુ હશે તો, આ પરિણામ મળ્યુ છે, પણ મને ખબર છે, આના પછી દુખનો મહાસાગર આવવાનો છે, જેમાં આકાશ તણાઇ જવાનું છે.” આકાશે હસતાં હસતાં કહ્યું.
“શુ થવાનુ છે, એ વિચારીને તારા વર્તમાનને શુ કામ તકલીફ આપે છે? જે છે એને સ્વીકારીને ચાલ , એ જો કે તે શુ મેળવ્યુ ? એ નહિ કે શુ ગુમાવ્યું?”ધરતીએ એના ખભા પર હાથ મુકતા કહ્યું.
“ઓકે, હા તારી વાત સાચી છે, તો ચલ એ વાત પર તુ ઉઠીને તૈયાર થા ચા નાસ્તો કરીને ક્યાંક બહાર જઈએ.”
“ઓકે જનાબ.” બેડ પરથી ઉઠતાં હસી. અને કહ્યું,”એક વાત તો હુ ભુલી જ ગઈ.”
“શુ?” આકાશ ઘડીક ટેંશનમાં આવ્યો.
“ગુડ મોર્નિંગ.” હસીને કહ્યું.
“ હા ગૂડ મોર્નિંગ , પણ રાત પડી છે જ ક્યાં ? “ આકાશ હસીને બોલ્યો.
“એ પણ છે છતાંયે....’
“હા ચલ જલ્દી તૈયાર થઈને આવ.” આકાશ એમ કહીને બહાર નીકળ્યો રૂમની, અને તૈયાર થવા ગયો.
*****************************************************************************************************
થોડિવાર પછી બંને તૈયાર થઈને બેઠા,સોફા પર. ધરતી ચા બનાવીને લાવી હતી. ઘડિયાળમાં 7.30 વાગ્યા હતા.
આકાશને ચા આપતા કહ્યું,” આકાશ, ચંચળબેન ન આવ્યા હજી.... મે એમની ચા પણ બનાવી દીધી છે.”
“આવી જ જશે ટાઇમ થઇ ગયો છે, તુ ચા પી.”
એટલામાં ડોરબેલ વાગી. પણ દરવાજો ખુલ્લો જ હતો, ચંચળબેન અંદર આવ્યા.
“લે, આ આવી ગયા.” આકાશે એમને અંદર આવતા જોઇને કહ્યું.
“શુ થયુ આકાશભાઇ?“ ચંચળબેનને બંને હસતાં જોઇને આકાશ શબ્દો સાંભળીને આશ્ચર્ય સાથે જોયું.
“કંઇ નહિ ચંચળબેન , તમારા આવવાની રાહ જોતા હતા. મે તમારી રાહ જોઇ ચા મુકીને તમે 7.30 ઉપર થયા છતા ન આવ્યા એટલે આકાશને કહેતી હતી કે ક્યારે આવશો તમે? એટલામા આવી ગયા તમે... લો ચા પીઓ.” ધરતી એ ચાનો પ્યાલો આપતા કહ્યું.
“તમે કેમ તકલીફ કરી? હુ આવી તો જાઉ છુ? આજે જરા મોડુ થઈ ગયુ.”
“રોજ તમે પિવડવો છો. આજે આ પીવડાવશે છેલ્લી વાર પી લો. કાલે આ પણ જશે.અસ્મિતતો ગયો સવારે.” આકાશે હસતા કહ્યું.
“અસ્મિતભાઇ જતા રહ્યા? મને તો એ કહેતા હતા કે સોમવાર રાત્રે જવાનાં છે?” ચંચળબેનને આશ્ચર્ય થયું.
“હા , એના ઘરેથી ફોન હતો. એટલે જવુ પડ્યુ.” આકાશે કહ્યું.
“અને તમારા માટે આપતા ગયા છે. સાથે કહ્યું છે કે સોરી, તમને મળાયુ નહી.” ધરતી એ પેકેટ આપતા કહ્યું.
“હા એ મળ્યા વગર ગયા એ ના ગમ્યુ મને. સાચુ કહુ તો ઘણા દિવસે પછી આ ઘરમાં આનંદ આવ્યો હતો.” ચંચળબેનને પેકેટ લેતા કહ્યું.” શુ છે આમા?”
“ખબર નહિ ખોલીને જોઇ લેજો.” ધરતીએ કહ્યું.
“ચંચળબેન, અમે આજે બહાર જઈએ છીએ, કેમ કે અંહી બેઠા બેઠા કંટાળો આવે છે. નકામા વિચારે ચઢી જવાય છે, એટલે.” આકાશે કહ્યું.
“એ વાત બરાબર છે તમે જાવ શાંતિથી.” ચંચળબેનએ કહ્યું.
પછી ચંચળબેન કામે વળગ્યા.ધરતી અને આકાશ બાઇક પર સવાર થઈને નીકળી ગયા.ફરવા શહેરથી દુર ફર્યા. એક તળાવની પાળે બેસીને વાતો કરી. બપોરે જમ્યા.એક સંગ્રહાલય જોવા ગયા. આર્ટ ગેલેરી ઘણી જગ્યાએ ફરીને રાત્રે મોડા જમીને પાછા આવ્યા.”
“આકાશ , એક વાત તો હુ ભુલી જ ગઈ. કદાચ સ્વીટીનો ફોન આવ્યો હશે.”
“અરે હા યાર , વાતો વાતોમા નવ વાગી ગયા , ઓહ !”
એટલામાં ફોનની ઘંટડી વાગી.
“હેલ્લો આકાશ બોલુ છુ. તમે?”
“હેલો અંકલ.”
“ઓહ સ્વીટી કેમ છે? “ સામે સુમધૂર અવાજ સાંભળતાજ આકાશે કહ્યું.
“હુ મજામા તમે? મમ્મી કેમ છે? ક્યારનીય ફોન કરુ છુ, કોઇ ઉપાડતુ નથી. ક્યા ગયા હતા અંકલ?” ફરિયાદ અને પ્રશ્નોની ઝડી વરસાવી.
“સોરી બેટા , બહારથી હમણાં જ આવ્યા.તુ કેમ છે ? ક્યારે આવવાની છે ? તારી મમ્મી મજામાં છે. એને આપુ છુ લે.”
ધરતી બેચેન હતી સ્વીટીનો અવાજ સાંભળવા. પછી એણે ફોન લીધો.
“હા બેટા કેમ છે? સોરી બેટા.”
“મમ્મી હુ મજામા છુ, તમે ક્યા ગયા હતા? ”
“બેટા મમ્મા તમારા માટે કંઇ લેવા ગયા હતા. ક્યારે આવે છે તુ?, તારી યાદ આવે છે. તુ બરાબર ખાય છે? તોફાન તો નથી કરતી ને, કોઇને હેરાન ના કરતી. બેટા હો.” ધરતીની આંખમાં આંસુ ટપકી પડ્યા.
“નહિ મમ્મા , તમે ચિંતા ન કરો. આંટી છે , મારી જોડે લો વાત કરો.”
“કેમ છો ધરતીબેન?” સ્મિતાબેને કહ્યું.
“હુ મજામાં, સોરી મારે લીધે તમે હેરાન થાવ છો. સ્વીટીના લીધે”
“અરે, એ શુ બોલ્યા ? એ તો મારી દિકરી છે. તમે ચિંતા નહી કરો. કાલે સાંજે આવી જઈશુ. સ્વીટીને ઘરે લઈ જાવુ કાલે કે ત્યાં તમે લઈ જશો?
“ના હુ લઈ જઈશ.”
“ઓકે, તો હુ મુકુ, બાય.”
“બાય.”
ફોન મુક્યાના થોડિવાર સુધી રડતી રહી. આંખોમાં આંસુ ટપકી પડ્યા.
“શુ થયુ? તને?” આકાશ આંખમાં આંસુ જોઇને બોલ્યો. “બોલને રડે છે કેમ?”
“કંઇ નહિ બસ.” એ ગંભીર વિચારમાં હતી સ્વીટીના ભવિષ્ય વિશે.
“શુ થયુ?” આકાશે ફરી પુછયું.
“કંઇ નહી, આ તો બસ.” એ ગંભીર વિચારમાં હતી સ્વીટીના ભવિષ્ય વિશે.
“શુ થયુ?” આકાશે ફરી પુછ્યું.
“કંઇ નહિ ....આ તો..... બસ ..એમ.... જ .” બોલતા બોલતા એનો અવાજ રુંધાઇ ગયો.
“રડ નહિ, બસ તે જ તો મને સવારે કહ્યુ હતુ અને હવે તુ જ રડે છે.”
“કંઇ નહિ બસ સ્વીટીની ચિંતામાં.”
“એની ચિંતા ન કર, તુ એકલી નથી.” એના હાથ પર હાથ મુકતા કહ્યું.
“હા..... પણ.....”
“બસ,,,,,, ના પાડીને , લુછી નાખ આંખો.” આકાશે એની સામે જોઇને કહ્યું.
“ઓકે, સોરી.”
“thats good .” આકાશે હસાવવાનો પ્રયત્ન કર્યો.
બંને થોડીવાર સુધી બેઠા, એક્દમ મૌન, આકાશને લાગ્યુ કે જરૂર વાત ઘણી ગંભીર છે. નહિ તો ધરતી આટલી ભાંગી ન પડે. એની આંખો સામે જોયુ.આકાશે ધરતીની આંખો ભીની હતી જે સ્પષ્ટ દેખાતી હતી.
“એક કામ કરીશુ?” આકાશે ધરતીને કહ્યું
“શુ?” રડમસ અવાજ છુપાવતા કહ્યું.
“ચલ , હાઇવે સુધી જઈએ ફરવા ચાલતાં , ત્યા એક પાર્લર છે, આઇસ્ક્રીમ પણ ખાઇશુ.” આકાશે પ્રપોઝલ મુક્યુ.
“આઇસ્ક્રીમ? અત્યારે? “ ધરતી એ વિસ્મયથી આકાશ સામે જોયુ.
“મજાક નથી કરતો, સાચુ કઊ છુ, ચાલ મને ઇચ્છા થઈ છે ખાવાની.” ધરતીનો વિસ્મય પામેલો ચહેરો જોઇને કહ્યું.
“પાગલ છે? શિયાળામા ખવાય? શુ તુ પણ નાના છોકરા જેવુ કરે છે?”
“અરે યાર , શિયાળામા તો જ ખાવાની મજા છે. ઉનાળામા તો બધાયે ખાય. શિયાળામા ખાવાની મજા કંઇ ઓર જ હોય. ચલ ચલને.” ધરતીએ કહ્યું.
“તબિયત બગડશે.શરદી થઈ જશે. તુ પણ શુ યાર ? હવે નાનો નથી. ચલ બેસ હવે.” ધરતીએ ઓર્ડૅર કર્યો.
“તારો ઓર્ડર સ્વીટી પર ચાલે. તુ મમ્મી સ્વીટીની છે. મારી નહી ઓકે સો, લેટ્સ ગો.” આકાશે ઉભા થતાં કહ્યું.
“પણ....”
“હવે એક પણ શબ્દ બોલી છે તો. મારા સમ છે. નહિ તો જા , એમ કહિ દે કે.......”
“બસ બસ, ચાલ હવે, નહિ તો પાછી ભાષણબાજી શરૂ કરીશ. આ અસ્મિતનો રોગ તારામાં સારો આવ્યો છે. “ધરતીએ ઉભા થતાં કહ્યું.
“ચાલો સાહેબ.” આકાશે કહ્યું.
“ચાલો” ધરતીએ આગળ વધતા કહ્યું. દરવાજો બંધ કર્યો. બંને ચાલતા ચાલતા સોસાયટીના રોડ પર ચાલતા હતા.
વાતાવરણ ઠંડુ હતુ. બંને ચુપચાપ ચાલતા હતા. રસ્તો પણ લગભગ સુમસામ હતો, બહુ નહિ એકલદોકલ આવનારા જનારા , ક્યાંક બાઇક, ગાડી એ સિવાય શાંતી હતી.
“શુ વિચારે છે?” ધરતી એ આકાશને કહ્યું.
“કંઇ નહિ બસ એમ જ. “ આકાશ બોલતાં ખચકાયો. પણ હકીકતમાં એ વિચારતો હતો કે “આવા દિવસો પાછા આવશે? અને આ દિવસો તો કાલે પુરા થઈ જશે પછી શુ? જે હકીકત છે મહાસંગ્રામ છૂટાછેડાની એમાં શું થશે ?” એ આ વિચારોમાં એટલો ડુબી ગયો કે કંઇ ભાન જ ન રહ્યું.
“કંઇ તો છે? તુ કંઇક છુપાવે છે.” ધરતીએ ફરી પુછ્યું.
“ના કંઇ નહિ, સાચે જ....” ફરી આકાશ માંડ બોલ્યો.
“એવુ હોય તો, આઇસ્ક્રીમ પાર્લર જતુ રહ્યુ, એ તને યાદ હોત.અને એ પણ ભાન હોત કે ચાલતાં ચાલતાં ઘણા દુર આવી ગયા છીએ.”
“શુ? શુ કે’છે ? પાર્લર જતુ રહ્યુ?” આકાશને વિશ્વાસ ન થયો, આજુબાજુ જોયુ તો ખબર પડી કે ઘણા દુર આવી ગયા હતા.
“હા અને જો બસ સ્ટેંડ પણ આવી ગયું, હવે થોડે જઈશુ તો બસ સ્ટેંડ આવશે.”
“અરે હા યાર... સો સોરી, ચાલ પાછા વળીએ.”
“ના ચાલ બસ સ્ટેંડ સુધી જઈએ. આટલે આવ્યા છીએ થોડા વધુ ત્યાં પણ પાર્લર છે.”
“ઓકે ચાલ.”
“હવે કે શુ વિચારતો હતો?”
“કંઇ નહિ બસ એમ જ.”
“વાત છુપાવ નહિ, મારા સમ છે બોલ હવે, એક્ચુલી હુ પણ વિચારોમાં હતી. પણ તારા જેટલી નહી, બોલને , કાલ પછી તને કોઇ પુછવા વાળુ નહી હોય.” ધરતીએ કહ્યું.
“બસ , આ જ વિચારતો હતો કે કાલે તુ જતો રહીશ પછી શુ થશે? મને કોઇ ભાવ પુછવવા વાળુ નહિ હોય. મને કોઇ તારી અને અસ્મિતની જેમ હક કરવાવાળું અને વાતો કરવાવાળુ નહિ હોય, યુ નો તારી અને અસ્મિતના આવ્યા પહેલા લાઇફ એક વનવાસ ભોગવતા વ્યકતી જેવી હતી. વીચારતો હતો કે બહુ કપરુ થઈ જશે હવે.....” આકાશનો અવાજ અચકાતો હતો.
“તો શુ મને આ બધુ યાદ નહિ આવે? મને એ યાદ નહિ આવે કે જે વ્યકતીને હુ દિલથી નફરત કરતી હતી, આજે એ જ માણસ મારા દિલની નજીક છે. મારી લાગણીઓમાં એનુ સ્થાન છે.” ધરતી એ વેધક સવાલ કર્યા.
“હા પણ , તુ કદાચ સ્વીટીમાં બધુ ભુલાવવાનો પ્રયત્ન કરી શકે છે. એટલે કે સ્વીટીમાં ખોવાઇ જઇને બધુ ઘડિકભેર ભુલી શકે છે. મારી હાલત તો....”
“બસ , હવે એકપણ શબ્દ ન બોલતો. માંડ રોકી છે મારી જાતને, લાગણીઓને , પ્લીઝ, ચાલ યાદ આઇસક્રીમ ખવડાવ પાર્લર આવી ગયુ.”
બંને બસ સ્ટેંડના આઇસક્રીમ પાર્લરમાં આવ્યા.બંને એ આઇસક્રીમ ખાતાં ખાતા પ્લેટફોર્મની બેંચ પર બેઠા.
“મજા આવી?” આકાશે આઇસક્રીમ પુરી કરીને પુછ્યુ.
“હા બહુ જ....”
“તો , હજુ કોન લાવુ?” આકાશે કહ્યુ.
“હજી ? ના , બસ” ધરતી એ ના પાડતા કહ્યુ.
“એક જ પછી નહિ બસ.”
“ના તારે લાવવી જ હોય તો 10 વાળી ચોકલેટ લઈ આવ, આઇસક્રીમ નહી.”
“તો એમ કે ને તારે ચોકલેટ ખાવી છે.”
“તો એમ સમજ.” ધરતી હસી પડી.
“તુ પણ છે ને .............કંઇ લાવુ બોલ.........”
“યોર ચોઇસ........”
“પણ.....”
“મે કહ્યુને , તને ગમે એ.”
“મારી પસંદ ગમશે ? .”
“આખોને આખો તને ગમાડ્યો, તો તારી પસંદ શુ છે ? “ ધરતીએ કહ્યુ
“મને ગમાડ્યો ?” આકાશે એની સામે જોયુ.
“તને એટલે,,, તારી ફ્રેન્ડશીપને, અને આમેય તને ગમાડ્યો, તો જ ફ્રેંડશીપ આવીને.”
“હા પણ મે ક્યાં કંઇ કીધુ?” આકાશે એની સામે જોતા કહ્યું.
“તો તે કહ્યું ને કે મને ગમાડ્યો ? . એટલે મેં સ્પષ્ટતા કરી. તુ આમ ન જો, બીજો અર્થ.... સાલ્લા.” કુત્રિમ રોષમાં કહ્યું.
“હા પણ મે તો એટલુ જ કહ્યુ , અર્થ તુ કાઢે છે.” આકાશ હસ્યો.
“એક મારીશને....”
“તો મારને લે.” ગાલ ધરતા કહ્યું.
“જા હવે જલ્દી કર. જઈએ 10 વાગી ગયા છે.” ગાલ પર હળવી ટપલી મારતા કહ્યું.
“10 નહિ 11 વાગ્યા” આકાશ બોલ્યો.
“શુ?”
“હા મેડમ, ચાલ હુ ચોક્લેટ લઈ લઊ પછી જઈએ.”
“ઓકે જલ્દી કર.”
બંને ચોકલેટ ખાતાં ખાતાં મસ્તી કરતા કરતાં ઘરે ગયા. જઈને થોડિવાર સુધી વાતો કરીને 1 વગ્યા સુધી , જ્યારે બહુ ઉંઘ આવી પછી જ સુતા.
બંનેનુ રુટીન બીજા દિવસે પણ આગલા દિવસ જેવુ જ રુટીન હતુ, એ દિવસ ખુબ જ ફર્યા, વાતો કરી. સાંજે એના આગ્રહથી સ્વીટી સાથે ધરતી એના ઘરે રોકાઇ પણ ધરતીનો આગ્રહ હતો કે જમવાનુ જાતે એ જ બનાવશે એ વાત આકાશે મંજુર રાખી.
ધરતી એ જમવાનુ બનાવ્યુ એ સમય દરમિયાન સ્વીટી બહુ જ વાતો કરી, રમ્યો, એટલામા રમતા રમતા એક કાચ પણ તોડી નાખ્યો, ધરતી બોલવા ગઈ તો આકાશે ચુપ કરાવી. આકાશ અને સ્વીટી એટલી બધી મસ્તી તોફાન વાતો કરી કે જાણે એકબીજાને વર્ષોથી ઓળખતા હોય આકાશના ખોળામાં બેસીને જમી, સ્વીટી પછી સ્વીટીને ધરતી સુવડાવવા લઈ ગઈ. થાકીને સ્વીટી જાતે જ સુઇ ગઈ.
એ વખત રાતના 12 વાગ્યા હતા. અને આકાશ રોજ મુજબ છત ઉપર સુનમુન, ઉદાસ પાળી પર બેઠો હતો પણ આજે થોડો ખુશ હતો. રોજના ક્રમ મુજબ ધરતી ઉપર આવી. એના પગનો અવાજ સંભળાયો, એણે સોસાયટીનુ દ્રશ્ય જોવુ મુકીને એની સામે ફર્યો.
“સુઇ ગઈ સ્વીટી?”
“હા તમારી જોડે એટલી રમી કે તરત જ સુઇ ગઈ.”
“હા બહુ જ મજા આવી એની જોડે રમવાની.”
“શુ મજા આવી? તારા કબાટનો કાચ તોડી નાખ્યો ફુલદાની તોડી નાખી, કેટલુ નુકસાન કર્યુ? તુ કે છે મજા આવી. ઉપરથી તે એને લડવાં પણ ન દિધી.” રોષમાં કહ્યુ.
“શુ યાર? નાની છે, એ તોફાન નહી કરે તો શુ તુ અને હુ કરીશુ? ચાલ્યા કરે આવુ બધુ?...”
“શુ ચાલ્યા કરે? તારી છોકરી હોત તો તને ખબર પડત, કેટલી માથે ચઢી જાય આવુ કરીએ તો?” હજી રોષમાં હતી ધરતી.
“હા જો મેઘા એ એબોર્શન ન કરાવ્યુ હોત તો, આનાથી નાની હોત પણ તોફાન તો આના જેટલા જ કરતી હોત. “ આકાશના અવાજમાં ગમગીની હતી.
“સોરી સોરી , હુ જરા ગુસ્સામાં હતી, કંઇપણ બોલી ગઈ, સોરી , આ તો તારુ આટલુ નુકસાન થયુ એટલે મને સારુ ન લાગ્યુ એટલે...” એના ખભા પર હાથ મુકીને કહ્યું.
“ઇટ્સ ઓકે યાર.”
“મને ભાન જ ન રહ્યું, સોરી.”
“બસ હવે જવા દે એ...” ધરતીને રોકતા કહ્યું.
“પહેલી જ વાર તને મળી અને તારી જોડે આટલી ધિંગામસ્તી કરી, મને ખુદને નવાઇ લાગે છે, પહેલી જ વાર મારાથી આટલી દુર ગઈ હતી. અને મારી જોડે આમ તો બહુ જ વાતો કરે... પણ મારા આશ્ચર્યની વાત છે કે મને જે વાત કરવી જોઇએ એ તમામ વાતો તને કરી. એ શું લાવી? શુ કર્યુ?, બધુ જ તને કહ્યુ, મને નહિ. યુ નો. એ માત્ર સ્મિતાબેન જોડે જ આટલી ભળે છે, કદાચ આટલી પણ નહિ, માત્ર વાતો કરે મસ્તી તોફાન નહી, પણ તને જોઇને ખબર નહી એને શુ થયુ કે...”
“કદાચ એને એના પપ્પાની યાદ આવી હોય. કે કદાચ મારામા કોઇક પોતાનુ જોયુ હોય... તે દિવસે મે એને 100 રુપિયા આપેલા, હસીને લઈ લીધાતા. પહેલા તો આનાકાની કરી પછી લઈ લીધા. ત્યારની દોસ્તી થઈ ગઈ. વધુ દોસ્તી ફોન પર થઈ.”
“શુ? તે 100 રુપિયા આપ્યા તા” એ પણ મને કીધા વગર.” ગુસ્સામા એની સામે જોયું.
“કેમ ના આપુ? એમ સામે કેમ જોવે છે?”
“તુ એને બગાડી મુકીશ. ડોબા.”
“કેમ ? જેમ તારી દિકરી છે એમ મારી એ નથી ? તુ મારિ ફ્રેંડ છે , તો એના પર તો મારો હક્ક થશે કે નહિ? એ બાબતે કંઇ જ બોલીશ નહી ઓકે.”
“પણ....?”
“તારુ આ પણ ને બણ મુક હવે.”
“તુ છે ને...?”
“હા તો છુ જ ને.....??”
પછી બંને વચ્ચે મૌન છવાઇ ગયું. થોડીવાર પછી આકાશ બોલ્યો, “તુ આટલા દિવસ રહી એ અજવાળી રહી હતી. આજે પુનમ છે. જો કદાચ એને પણ ખબર છે. આપણી આ વાતચીતનો છેલ્લો દિવસ છે.”
“હા એટલે જ સારી રીતે ખિલ્યો છે.”
“હા.” ધરતીએ નિસાસો નાખ્યો.
“કાલે તો હુ એકલો થઈ જઈશ. વિચારુ છુ કે આટલા દિવસ પછી આ ઘરમાં એકલા ઉંઘ કઈ રીતે આવશે?’ આટલા દિવસ તો વાતોમાં માંડ બે ત્રણ કલાક ઉંઘ્યો છુ છતાય થાક કે ઉંઘ નથી લાગ્યા પણ કાલે.??”
“કાલની ચિંતા આજે શુ કામ કરે છે? જે આજે છે એની ચિંતા કરને.” ધરતીએ કહ્યું
“હા એ પણ છે.” આકાશે કહ્યું
“આમ તો એકલા રહેવાની આદત પડી ગઇ હતી. 6 વર્ષથી આજે આ અઠ્વાડિયું કાઢ્યા પછી, થોડુક અઘરુ થઈ ગયુ છે.” ધરતીએ ગમગીન અવાજે કહ્યું.
“હા મને પણ 6 મહિનાથી રહેવાની આદત હતી. મજા આવતી હતી. હવે નહી આવે. તારી અને અસ્મિતની યાદ હંમેશા આવશે. ખાસ તારી સ્વીટીની, તારી સાથે ગાળેલી આ મધુર પળ ક્યારેય નહી ભુલી શકુ.”
“હુ પણ નહિ.” ધરતી આટલુ માંડ બોલી શકી.
“જ્યારે પણ અજવાળિયા આવતાં હશે, એ વખતે જરૂર યાદ આવશે તારી.” આકાશે હસીને કહ્યું.
“હા”
“એક વાત કે મને સાચે સાચી”
“શુ?”
“તુ કંઇ પ્રોબ્લેમમાં છે, શુ વાત છે કઈશ મને? તુ કહે કે ના કહે મને તારી આંખો કહી આપે છે કે તારૂ લાઇફમાં કંઇક પ્રોબ્લેમ છે મને લે પ્લીઝ, જો તારો ગણતી હોય તો.” આકાશ કહ્યું.
“હુ તને પોતાનો જ ગણુ છુ, તુ મારો જ છે, મારો ખાસ જ છે, પણ જે કંઇ છે એ છે અને પ્રોબ્લેમ કોને નથી? તને છે, અસ્મિતને છે, બધાને છે, એમ મને પણ છે યાર પ્લીઝ ફોર્ગેટ ઇટ. જ્યારે એવું લાગશે ત્યારે કહી દઈશ. પણ અત્યારે ભુલી જા. પ્લીઝ...” ધરતીએ કહ્યું.”
“પણ...”
“મારા સમ છે યાદ કર્યુ તો"
“ઓકે નહી પુછુ, પણ હુ છુ તારી જોડે એ વાત હંમેશા યાદ રાખજે,”
“હા ચોક્કસ, એ તો હુ કેમ ભુલી શકુ?” ધરતી થોડી ગમગીન બની.
બંને વચ્ચે શાંતિ છવાઇ ગઇ. બંને બહુ જ ગમગીન હતા, બંનેની આંખોમાં એક જ સવાલ હતો. કાલે છુટા પડી જ ગયા પછી શુ?’
“કંઇક તો બોલ” ધરતી એ મૌન તોડતા કહ્યું.
“શુ બોલે ? જાણે છે... હુ બોલીશ તો દર્દના હથોડા સિવાય બીજુ કંઇ જ નહી હોય.”
“હા પણ બસ, એ યાદ રાખ કે હુ તારી ફ્રેંડ છુ, હંમેશા છુ. “
“એતો છે જ પણ હવે તો એથીય વિશેષ બની ગઈ છે. એટલે તો આટલુ દુખ થાય છે.”
“એ તો મને પણ છે પણ શુ આના સિવાય બીજી વાત નથી આપણી પાસે?” ધરતી એ વાત ફેરવતા કહ્યું.”
“કદાચ નથી."
“આમા તુ કે હુ કંઇ જ નહિ કરી શકીયે જે સામે છે એનો સામનો તો કરવો જ પડશે. બીજો કોઇ ઉપાય નથી અને થોડો મજબુત થા. આમ લાગણીશીલ ન બન. તને સારુ નથી લાગતુ.” ધરતીએ હિંમત આપતા કહ્યું.
“હુ કોઇની સામે આટલો ભાંગી નથી પડ્યો . મે કોઇની સામે આટલી દિલથી વાત નથી કરી. પણ ખબર નહિ, તારી સામે સહજ્તાથી નીકળી જાય છે. જેટલી સહજતાથી અસ્મીત સામે નીકળતી હતી.”
“એ મારુ અહોભાગ્ય છે, તુ તારા દિલની વાત કહી શકે છે” . ધરતીએ કહ્યુંએની આંખમાં ચમક હતી.
“થેંક્સ.”
“આજે ઠંડી લાગે છે ઘણા દિવસથી આ રીતે વાત કરીએ છિએ પણ આજે ઠંડીનો અનુભવ થાય છે.” ધરતીએ હસીને કહ્યું.
“હા, કેમકે રોજ વાતાવરણ એક પ્રકારની ઉષ્મા હોય છે લાગણીની જ્યારે આજે ઉષ્માને બદલે ઉદાસીનતા છે, લાગણી છે, એટલે આજે ધ્યાન ઠંડી તરફ ગયુ છે રોજ વાતોમાં એટલા ડુબી જઈએ છીએ કે કંઇજ ધ્યાન હોતુ નથી.”
“હા યુ આર રાઇટ.”
એટલામાં રડવાનો અવાજ આવ્યો. એ અવાજ સ્વીટીનો હતો. એ રડતી રડતી ઉપર આવી.
“આને શુ થયું?” આકાશે આશ્ચર્ય અને થોડિક ચિંતા સાથે એની તરફ જતાં કહ્યું.
“હા ચલ.”
સ્વીટી જોડે જઈને એને બાથમાં લીધી ઉચકી લીધી, ”શુ થયુ બેટા? કેમ રડે છે?”
“શુ થયુ મારી ડોલને.” એના ગાલ પરના આંસુ લુછતા આકાશે પુછ્યું.
“તમે ક્યાં હતા?” ફરી રડતાં સ્વીટીએ કહ્યું.
“બેટા બસ તારી જોડે તો હતી હમણાં જરા ઉપર આવી હતી.” ધરતીએ એના આંસુ લુછતા કહ્યું.
“ચલો બેટા સુવા.” ધરતીએ એને નીચે લઈ જતા કહ્યું.
“ના મને બીક લાગે છે.” સ્વીટી રડી.
“ચાલ હુ આવુ?” આકાશે કહ્યું.
“ના તમે બંને આવો... મને બીક લાગે છે.” સ્વીટીએ ફરી રડતા કહ્યું.
”હુ છુ ને બેટા ચલ.” ધરતીએ કહ્યું.
“ના તમે પણ આવો.” ફરી રડતા રડતા કહ્યું. આકાશની સામે જોઇને, ”ચાલોને અંકલ.”
“ચાલને હુ આવુ છુ ને અંકલ આવે છે.” ધરતીએ એના માથા પર હાથ ફેરવતા કહ્યું.
“ના અંકલ તમે ચાલો મમ્મી ડરપોક છે એને પણ બીક લાગશે ને મને રડતી જોઇને રડશે. ચાલો” જોરજોરથી રડવા લાગી.
“તુ ચાલ” ધરતીએ એને લઇને પગથીયા ઉતરવા લાગી. સ્વીટી અંકલ વગર ન જવા રડવા લાગી.
“સ્વીટી હુ આવુ છુ ચલ.” એનો હાથ પકડતા કહ્યું.
“ચાલો મમ્મી નીચે ઉતાર.”
“કેમ?”
“ઉતારને?”
ઉતરતાંજ બંનેનો હાથ પકડ્યો.
“ચાલો હવે બંનેમાથી કોઇનેય ભાગવવા નહિ દઊ.” બંનેનો હાથ મજબુત રીતે પકડતા નીચે પગથીયા ઉતરતા કહ્યું.
પછી રૂમમાં ગયો, બેડપર સુવડાવી.
“હવે તને કોઇ નહિ ડરાવે શાંતિથી સુઇજા હો.” એના માથા પર હાથ ફેરવતા આકાશે કહ્યું.
“હુ પણ છુ ને તારી જોડે ચલ આંખો બંધ કર.” એની જોડે બેસતા ધરતી એ કહ્યું.
સ્વીટીની આંખો બંધ હતી, ધરતીએ ઇશારો કર્યો કે એને જવુ હોય તો જાય આકાશને ઇશારાથી કહ્યું. આકાશ ઉભો થવા ગયો એટલામાં જ સ્વીટીએ હાથ પકડ્યો.
“અંકલ તમે ચિટીંગ કરો છો તમે પ્રોમિસ કર્યુ છે, મારી જોડે રહેવાનું.”
“બેટા હુ આવુ છુ પાણી પીને.” આકાશે કહ્યું.
“ના મમ્મી જા પાણી લઈ આવ અંકલ માટે.” જોરથી ધરતી સામે જોઇને કહ્યું.
ધરતી આકાશે એકબીજા સામે જોયું.
“જાને મમ્મી” ધરતીને ધકેલતા કહ્યું.
“ઓકે જાવ છુ.” ધરતી ગઈ આકાશે જવા ઇશારો કર્યો.
“તમે અહિં બેસો.” સ્વીટીએ આકાશને ખેચ્યો.
“ઓકે, આ બેઠો બસ.” આકાશે બેસતા કહ્યું.
“લો સાહેબ પાણી.” ધરતી પાણી લાવી ને આકાશને આપ્યુ.
“લે બેટા પી લે પાણી.” આકાશે સ્વીટીને ગ્લાસ આપ્યો.
“હા.” પછી થોડું પીને આકાશને આપ્યુ. આકાશે પણ થોડું પીને ધરતીને આપ્યું. ધરતીએ ઇશારો કર્યો કે “ તુ સુઇજા થોડીવાર હુ બહાર છુ પછી આવુ છુ” .
“મમ્મી કયાં જાય છે? બેસને, સુઇ જા ને” સ્વીટીએ બૂમ પાડી.
“બેટા ગ્લાસ મુકીને પાણી પીને આવુ છુ.” ધરતી એ કહ્યું.
“ના ગ્લાસમાં પાણી છે પી લો, ગ્લાસ અહિંજ મુકી દો આવો ને” ફરી રડવા જેવી બૂમ પાડી.
“બેટા હુ છુ ને આવે છે તારી મમ્મી.” આકાશે કહ્યું.
“ના આવને અહિ, નહિતર હુ જોરથી રડીશ.” ફરી બૂમ પાડી સ્વીટીએ.
“ઓકે, ઓકે ચલ હુ આવુ છુ લે આવી ગઈ.” ધરતી એની જોડે બેઠી.
“હા તમે બંને આમ જ સુઇ જાવ મારી જોડે મને બીક લાગે છે.” સ્વીટીએ બંનેના હાથ મજબુત રીતે પકડ્યા, ધરતી આકાશ એની આજુબાજુ ગોઠવાયા, બંને એકબીજા સામે જોયુ. બંનેને સુઝ્યુ નહિ શુ કરવુ, આકાશે ઇશારાથી કહ્યું “થોડીવાર સુધી બેસ એ સુઇ જશે, પછી એ જાય છે, ગુસ્સો ન કર,” ધરતીની આંખમાં ગુસ્સો જોઇને કહ્યું.
“કોઇ જતા નહિ, હુ જાગુ છુ હજી.” સ્વીટીએ બંનેના હાથ વધુ મજબુત રીતે પકડ્યા. ના છુટકે બંનેને ત્યાં સુવુ પડ્યું.
*********************************************************************************************************************************************************************************************************
સવારે તૈયાર થઈને ચા નાસ્તો પતાવીને, સ્વીટી રમતી હતી. ઘરમાં ચંચળબેન જોડે, અને ઘરમાં ફરતી હતી. આ બાજુ ધરતી આકાશ વચ્ચે સન્નાટો હતો મૌન હતુ.
“ધરતી તુ રોકાય છે? કે જવુ છે? જવુ હોય તો હુ તને મુકી દઉ તારા ઘરે , પછી ત્યાંથી હુ કમ્પની જતો રહીશ.” આકાશે મૌન તોડતા કહ્યું.
“તુ જા ઓફિસ હુ બસમાં જતો રહીશ, મને સ્ટેન્ડે ઉતારી દે.” ધરતી બોલી
“ના ચાલ, હુ ઘરે મુકી જઈશ.”
“પણ”
“પણ ને બણ ચાલ સામાન લઈ લે.” સ્વીટીને બોલાવ ચાલ દલીલ ના કર. જલ્દી કર ચાલ.” આકાશે ઉભા થતા કહ્યું.
“ચંચળબેન હુ ઓફિસ જાઉ છુ, ધરતીને ઘરે મુકીને ઓકે.” એમ કહીને બહાર નીકળી ગયો.
“ચાલ સ્વીટી.” સ્વીટીને પકડતા કહ્યું.
“ચાલો ચંચળબેન હુ રજા લઊ.”
“હા બેન, બહુ સારુ કર્યુ તમે આટલા દિવસ રોકાયા, અહિં આવતા રહેજો.”
“હા ચોક્કસ.”
“આવજો બેટા” સ્વીટીનો ગાલ પંપાળતા ચંચળબેને કહ્યું.
“મમ્મી આપણે …...” સ્વીટીએ કહ્યું.
“બેટા ઘરે જઈએ છીએ. સ્કુલે જવાનુ છે કાલથી , ચાલો.” સ્વીટીને લઈને બહાર આવી.
“હુ તો આગળ બેસીશ કેમ અંકલ ?.” સ્વીટી દોડીને આકાશ જોડે ગઈ.
“હા ચલ આવીજા.” એને પકડીને બેસાડી, પાછળ બેગ લઈને ધરતી ગોઠવાઇ.
બાઇક હાઇવે છોડીને, ધરતી જ્યાં રહેતી હતી એ નગરમાં પ્રવેશ્યા અને સ્વીટી સિવાય ધરતી આકાશના મન અને મો બંને મૌન હતા, ઉદાસ હતા, સ્વીટી મસ્તીના મુડમાં હતી, ગીત ગાતી હસતી, બુમ પાડતી હતી, એટલામા ગાડી એપાર્ટમેંટના કંપાઉન્ડમાં પ્રવેશી, સ્વીટી બુમ પાડતી ઉતરી પડી.
“અંકલ મારુ ઘર આવી ગયું, ઉતારો મને જલ્દી થી.”
“હા લે , ઉતરો મેડમ.” ઉંચકીને નીચે મુકી, નીચે ઉતરતા જ એ દોડી એના એપાર્ટમેંટ તરફ દોડી... ધરતી પણ ઉતરી. એણે આકાશ તરફ જોયું, એનામા એકપણ શબ્દ બોલવાની હિમંત ન હતી.
“ચાલ, તો હુ જાઊ, મારા ઘરે મહેમાનગતિમાં કઈ તકલીફ પડી હોય તો સોરી, માફ કરજે, કંઇક એવુ બોલાઇ ગયુ હોય તો પણ ફ્રેંડ સમજીને માફ કરી દેજે.”
“શુ કામ શરમમા નાંખે છે? મહેણાં મારે છે?”
“ના સાચુ કહુ છુ.”
“એવુ કંઇ નથી.”
“હા, ભુલી ન જતી, કંઇ મુશ્કેલી હોય તો મને યાદ કરજે મારો ફોન નંબર છે ને? તો ફોન કરી લે જે જરૂર હોય તો ઓકે.”
“હા ચોક્કસ.” બીજુ કંઇક બોલે એ પહેલા જ સ્વીટી દોડતી આવી.
“ અંકલ અંકલ ચાલોને અંદર મારા ઘરે.” હાથ પકડતા કહ્યું.
“ના બેટા, આજે મોડુ થાય છે, હુ બીજીવાર ચોક્કસ આવીશ, પણ તુ આવીશ ને બીજીવાર રાત રોકાવવા” આકાશે કહ્યું.
“હા અંકલ ચોક્કસ... અંકલ રજા પડશેને એટલે આવીશ.” એના ગાલ પર હાથ મુકતા
કહ્યું, “હાલ તો લે આ.” ગિફ્ટ્નું એક પેકેટ આપતા કહ્યું.
“થેંક્યુ અંકલ અને બાય, આવતા રહેજો , મને મળવા તો કોઇ નથી આવતુ.”
“હુ આવીશને બેટા” એણે બાઇક પરથી ઉતરીને એને પકડીને ગાલ પર કિસ કરી. અને એના ફ્રોકના ખિસ્સામાં ૧૦૦ની નોટ મુકી.
“બાય અંકલ.” એણે પણ કરી.
“બાય”
“મમ્મી હુ ઉપર જાઉ છુ, ચાવી લાવો ને.”
“હા લે, હુ આવુ છુ” ચાવી આપતા કહ્યું.
“હા બાય અંકલ.” હાથ હલાવીને અંદર દોડી.
“તે શુ આપ્યુ એને?” ધરતી એ કહ્યું.
“કંઇ નહિ યાર, ગિફ્ટ બસ.” આકાશે કહ્યું.
“તુ એને બગાડીશ.”
“એ મારો પ્રશ્ન છે, ચલ હુ રજા લઉ, સંભાળજે.” આકાશે બાઇક પર બેસતા કહ્યું.
“હા ચાલ તારે મોડુ થશે, મારી ચિંતા ના કરતો, અને તારી પણ ન કરતો જે થાય એ લડી લેજે. ઓકે”
“હા, ચોક્કસ તુ પણ ટેંશન ન લેતી વધારે.”
“હા”
“તો ચાલ હુ જાઊ.” બાઇક્ને કીક મારતા કહ્યું.
“હા ચલ બાય.”
“બાય.”
“બાય.” આકાશે બાઇક ભગાવી મુકી. એને જતો ક્યાંય સુધી જોતી રહી, એની આંખો પણ ભીની થઈ ગઈ. આકાશ ઓફિસમાં ગયો અને એ પછી એનુ રોજિંદુ રુટિન શરુ થઈ ગયુ. એ જ ૭.૩૦ એ ઉઠવું, ૯ વાગે ઓફિસે જવું પાછા આવવું, સુઇ જવું, બસ બીજુ કંઇ જ નહિ, પણ આ રુટિનમાં ફેર ત્યાં પડ્યો કે, છુટાછેડાનો કેસ પાછો શરુ થયો, અને આ સ્થિતી પહેલાં કરતા થોડી વધુ કઠણ હતી. આમને આમ, પંદર દિવસ વીતી ગયા, નતો એ ધરતીને ફોન કરી શક્યો, નતો ધરતીએ એને ફોન કરવાનો પ્રયત્ન કર્યો.
એક શનિવારની સાંજ હતી, સાંજના ૭ વાગી ગયા હતા. શિયાળાના સમયમાં અંધારે પોતાનુ સામ્રાજ્ય ફેલાવી દિધુ હતુ, શેરી લાઇટો, રસ્તાની લાઇટો શરુ થઈ ગઈ હતી.
આકાશ ઓફિસ પુરી કરીને ઘર તરફ ફરી રહ્યો હતો, બાઇક પર, બાઇકની ગતિ બહુ ન હતી, રસ્તામાં બસ સ્ટેંડ જોડે મેદાન હતુ ત્યાં કોઇ આનંદના મેળાના ડેરાં હતા, ત્યાં થોડી ભીડ હતી, આ ભીડમાં એ બાઇક પર જતો હતો, ત્યાં કોઇ નાનકડી છોકરીની બુમ સંભળાઇ, પહેલાં તો થયુ ભાસ થયો હશે, પણ એક જોડે પસાર થતા બાઇક સવારે ઉભા રહેવાનો અને પાછળ કોઇક બોલાવતુ હોવાનો ઇશારો કર્યો. એ પછી બાઇક ઉભી રાખીને સાઇડ કરી, પાછળ જોયુ તો સ્વીટી દોડતી દોડતી આવી વળગી પડી, એણે એને ઉંચકી લીધી.
“અંકલ ક્યારની બૂમ પાડતી હતી? સાંભળતા પણ નથી.” ગુસ્સામાં કહ્યું.
“બેટા, તુ અહિં એકલી?, તારી મમ્મી ક્યા છે? આટલી સાંજે અહિં?” એના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઇ આવી.
એટલામાં ધરતી આવી, હાંફતી હાંફતી,” શુ કરે છે? કોઇની પાછળ દોડી જાય છે? હમણા કંઈક થઈ જાય તો?”
“બસ હવે, મારી સ્વીટીની નજર એટલી નબળી નથી, તેજ છે, મને ઓળખી લીધો, તારા જેવી નથી એની નજર.” આકાશે ધરતીને કહ્યું.
“હા જોયુ મમ્મી, મે કહ્યુ હતુ ને કે આકાશ અંકલ જ છે.”
“તુ અને તારા અંકલ... ચલ ઉતર હવે હજી ઘરે નથી જવાનુ “ એને પકડતા કહ્યું.
“ના ના મારે નથી જવું.” એ આકાશને જોરથી વળગી પડી.
“તને હમણાં ઘરે જવાનું કોઇ જ સાધન નહિ મળે.” આકાશે કહ્યું
“આકાશ હુ ૬.૩૦ની ઉભી છુ, કોઇ બસ કે જીપ નથી આવતી.” ધરતી બોલી.
“ચલ હુ મુકી દઊ?” આકાશે કહ્યું.
“ના ના મારે આનંદમેળો જોવો છે, ચકડોળમાં બેસવુ છે, ના મારે ઘરે નથી જવું.” સ્વીટી રડવા લાગી.
“નથી જવાનુ કહ્યું ને ચલ નીચે ઉતર... ચલ ઘરે જવાનુ છે, આમેય અંકલ થાકી ગયા છે, તુ હેરાન ન કર... ચલ ઉતર.” ધરતીએ એનો હાથ પકડતાં કહ્યું.
“ના ના” એ જોરથી આકાશને ચોંટી ગઈ, “અંકલ મારે....”
“તારે આનંદમેળો જોવો છે?” આકાશે એની પીઠ પર હાથ ફેરવતા કહ્યું.
“હા ચલો ને”
“ઓકે”
“ના આકાશ, તુ ઉતાર આને , કંઇક સાધન મળશે હુ એમાં ઘરે જતી રહીશ, ઉતાર આને”
“એની ઇચ્છા છે જોવા દે ને ચલ.” આકાશ એને સમજાવતાં કહ્યું.
“ના, પાડીને મે” થોડી ગુસ્સામાં બોલી.
“ના, અંકલ please please ” સ્વીટી જોરથી રડી.
“ચાલ હવે, આને શુ કામ રડાવે છે? ચલ.” ધરતીને કહ્યું.
“પણ આકાશ.”
“મે કહ્યુ ને ચાલ એટલે ચાલ દલીલબાજી નહિ.”
“તુ આને બગાડીશ.” એ ગુસ્સામાં બોલી.
“થેંક્સ અંકલ.” એણે બંને ગાલ પર કીસ કરી.
“ખુશ ને , તો ચાલ હવે , ઉતરો , નીચે, હુ બાઇક પાર્કિંગમાં મુકી દઊ.”
“ના હુ નહિ ઉતરુ તમારે જે રીતે મુકવી હોય એ રીતે મુકો.”
“ઓકે બાબા, ચલ આપણે બંને જઈએ બસ. ધરતી તુ અહિં ઉભી રહે, હુ બાઇક મુકીને આવુ.”
“હા પણ, આને તો ઉતાર, ઉતર નીચે.” સ્વીટીને પકડતાં કહ્યું.
“ના નહિ ઉતરુ જા, ચલો અંકલ” આકાશ હસ્યો, ધરતી એ આંખો કાઢી.
પછી એણે બાઇક પાર્કિંગમાં મુકીને સ્વીટીને લઈને બારીએથી ટીકિટ લીધી. ધરતીને બૂમ પાડી, પછી ત્રણેય અંદર પ્રવેશ્યા, અંદરનુ વાતાવરણ જોઇને સ્વીટી ખુશખુશાલ થઈ ગઈ, આકાશને પણ લાગ્યુ કે ઘડિક નવી દુનિયામાં હોય, પણ ધરતી હજુ ગુસ્સે હતી, કેમકે આકાશ જ્યારે મળતો ત્યારે સ્વીટીના બધા જ શોખ ઇચ્છાઓ પુરી કરતો એને હતુ કે આ રીતે એ બગડી જશે.
“અંકલ, કઈ બાજુ જઈશુ?”
“તારી મમ્મીને પુછ.”
“મમ્મી મમ્મી, કઈ બાજુ જઈએ?”
“તમે બંને અંદર લાવ્યા છો મને શુ ખબર.? ” એ ગુસ્સામાં બોલી.
“ઓ... હો..... ”
“કંઇ વાંધો નહિ અંકલ આ બાજુ જઈએ રાઇડ બાજુ.....” બંનેએ એક્બીજા સામે જોયુ તાળી આપી.”
“ચલ , ચાલો મેડમ.....” ધરતી સામે જોઇ કહ્યું. ફરીથી ધરતી એ આંખો કાઢી. આકાશ ફરી હસ્યો.
આકાશે સ્વીટીને બધી રાઇડમાં બેસાડી, ધરતીને નાછુટકે એ તમામ રાઈડમાં કંપની આપવી પડી, આ બધામાં સ્વીટી બહુ જ ખુશ હતી. ધરતી નારાજ હતી સખત રીતે કેમકે આકાશના પૈસા વપરાતાં જતા હતા.
“અંકલ પેલી બે મોટી રાઇડ તો બાકી રહી ગઈ.” સ્વીટીએ બે મોટા ચકડોળ બતાવતા કહ્યું.
“એમા જવુ છે?” આકાશે પુછ્યું.
“હા અંકલ.” એણે ચકડોળ તરફ જોતા કહ્યું.
“ના એમાં નથી જવાનું.” ધરતી બોલી.
“અંકલ please ....” એણે એમ કરીને આકાશ સામે જોયું.
“ઓકે ચાલ.” ધરાતી સામે જોયા વગર સંમતિ આપી.
“તમે બંને બેસો હુ નથી આવતી.”
“તુ ચલ ને.” રીતસરનો ધરતીનો હાથ પકડીને ખેંચી.
“આકાશ.....નહિ ........”
“ચલ............હવે ...”
ચકડોળમાં આકાશના ખોળામાં સ્વીટી બેઠી, એને એની જોડે ધરતી.
“કોઇ દિવસ બેઠો છે ચકડોળમાં?” ધરતીએ એની સામે જોઇને કહ્યું.
“ના તુ?” આકાશે એની સામે જોઇને કહ્યું.
“મને તો એની ઉંચાઇ જોઇને જ બીક લાગે છે. બેસવાની વાત તો બાજુ પર રહી.” ધરતીને થોડિક બીક લાગતી હતી.
“એ તો મને પણ લાગે છે.” આકાશે કહ્યું.
“શુ ? લાગે છે બીક?” ધરતી એ પુછ્યું.
“હા પણ તુ છે એટલે કંઇ ચિંતા નથી, બસ મારો હાથ પકડજે.” આકાશે એની સામે જોઇને કહ્યું.
“હા”
એટલામાં ચકડોળ શરુ થયુ, બંને માથી કોઇનેય ખબર નહતી કે સ્વીટીએ ૫ રાઉંડ ફરવાનુ કહ્યું છે. માંડ ૨ રાઉંડ ફર્યા ને ધરતીને બીક લાગવા લાગી. એણે આકાશને પુછ્યું.
“આકાશ કેટલા રાઉંડ કહ્યા છે?”
“મને ખબર નથી, મે તો સ્વીટીને પૈસા આપ્યા હતા.”
“શુ? તે.... તારી તો... નીચે ઉતર પછી વાત છે.”
“ સ્વીટી કેટલા રાઉંડનુ કહ્યું છે?”
“૫ રાઉંડ એ પણ ફાસ્ટ.” એણે હસીને જોરથી બૂમ પાડી.
“હેય....આહા.....” જેવી ચિત્ર વિચિત્ર જાતની બૂમ સ્વીટી પાડતી હતી, આ બાજુ ધરતીને બીક લાગતી હતી, એણે આકાશના હાથ પર હાથ મુક્યો, છેવટે આકાશે એના ખભા પર હાથ મુક્યો, ધરતીએ ચોથા રાઉંડમાં તો, એના ખભા પર માથુ ઢાળી દીધુ, આકાશ પણ મનમાં ફફડી ગયો. પણ ધરતીના સાથે બધુ ભુલાવી દિધું.
પછી બધા રાઉંડ પછી નીચે ઉતર્યા. ધરતીના બોલવાના હોશ ન હતા. હજી એનો હાથ આકાશના હાથમાં હતો. એ બીકમાં હતી આકાશ પણ શુ બોલવુ એ સુઝ ન હતી. એકલી સ્વીટી જ કુદકા મારતી હતી.
“શુ થયુ અંકલ? ડરી ગયા ને?”
“હા કેમ? બધા તારા જેવા થોડા હોય.”
“અંકલ ડરી ગયા, અંકલ ડરી ગયા, મમ્મી તુ પણ ને.” એણે ધરતી સામે જોઇને કહ્યું.
“ચુપ રે ચાંપલી”
“રહેવા દે ને, એને શુ કામ લડે છે? ડરી ગઈ છે તો કહી દે ને આમેય તારા મોઢા પર સાફ દેખાય છે. મે ના કહી દીધું.”
“ચાલ હવે અહિંથી ” ધરતીની નજર કંઇક શોધતી હતી. ત્રણેય જણ ચાલતાં ચાલતાં બધુ જોતા હતા. સ્વીટી જુદી જુદી દુકાનોમાં જુદી જુદી ચીજવસ્તુઓ જોવામાં વ્યસ્ત હતા. આકાશે એ ચીજ નોટીસ કરી. એક બ્લેક જેકેટ બ્લેક હેટવાળો માણસ, એ ત્રણેય અંદર પ્રવેશ્યા ત્યારથી પાછળ પાછળ કાં તો આગળ એમ કરીને જોડે જોડે ફરતો હતો. એની નજર ખાસ કરીને ધરતી પર હતી. એણે એ દુકાનમાં અરિસામાં જોયુ ત્યારે એ શંકા વધુ દ્રઢ બની.
“અંકલ અંકલ પકડોને.”
“કેમ? ચાલને શુ આખો દિવસ પકડાવે છે?” ધરતી એ કહ્યું
“ચાલ ઉપર આવ.” એણે સ્વીટીને પકડી.
“તુ પણ આકાશ , આને માથે ચઢાવે છે.” ગુસ્સામાં બોલી ધરતી.
“તુ તો પકડતી પણ નથી તારા કરતા તો અંકલ સારા.” સ્વીટી બોલી
“એમ તો રહેજે અંકલ જોડે.”
“હા રહીશ.”
“એય ચુપ, મમ્મીને આમ બોલાય સોરી બોલ.”
“અંકલ જુઓને , પણ , ક્યારની વઢે છે ? .”
“ના સોરી બોલ. ભુલ તારી છે ને.”
“પણ”
“બોલ સોરી”
“”સોરી મમ્મી”
“thats my good girl ” કિસ કરતા કહ્યું આકાશે.
“its ok .” ધરતી એ કહ્યું
“અંકલ મારે કી-ચેઈન લેવું છે.”
“ક્યાં છે?” આકાશે એની સામે જોઇને કહ્યું.
“આ પેલુ રહ્યુ પેલી કી-ચેઈનની દુકાનમાં” ધરતીએ આંગળી ચિંધતા કહ્યું.
“ઓકે એક કામ કર, જઈને લઈ આવ.”
“ના ચાલો ને.” સ્વીટીએ જીદ પકડી.
“ચાલો મેડમ, ધરતી તુ આવીશ?”
“તારે અપાવી છે ને ? તુ જ જા.” ધરતી રોષમાં બોલી.
“જેવી આપની આજ્ઞા મેડમ, ચાલો સ્વીટી ડાર્લિંગ ” સ્વીટીએ કહ્યું.
“ચાલો”
“લે ઉતર નીચે અને જોઇ લે, તારે જે લેવુ હોય. ભાઇ , આને જે લેવુ હોય તે બતાવો, હુ પૈસા આપુ છુ. વ્યવસ્થિત બતાવજો.” દુકાનદારને કહ્યું.
“જી સાહેબ...”
એમ કહીને દુકાનદાર વસ્તુઓ બતાવવામાં એને સ્વીટી વસ્તુ જોવામાં પડી, આકાશની નજર ધરતી તરફ હતી. અને પેલા બ્લેક હેટ અને કોટવાળા માણસ પર હતી. એ ધરતીની આસપાસ જ રહેતો હતો. એને લાગ્યુ કે ધરતીને એની ખબર હતી. પણ જાણવા છતાં અજાણ્યા બનવાની પ્રયત્ન કરતી હતી.
“ અંકલ થઈ ગયુ, અંકલ”
“હા” એ વિચારોમાંથી બહાર આવ્યો. એણે દુકાનદારને પૈસા આપ્યા.
“મમ્મી મમ્મી, આજો હુ શુ લાવી છું.”
“ખબર છે ઘરે જઈને જોજે.” ટુંક્માં પતાવ્યું.
થોડે આગળ એક ડ્રેસ અને સાડીની દુકાન હતી. કદાચ ધરતીને એમાં રસ પડ્યો. એને એક ડ્રેસ ગમ્યો.
“ભાઇ આ ડ્રેસની કિમંત?”
“બેન, ૪૫૦ રૂપિયા.”
“ઓકે.”
“લેવો છે બેન પેક કરુ?”
“ના”
“લઈ લો ને બેન.”
“લઈશ, પેલા મને જોવા તો દો. આ સાડી કેટલાની છે?”
“૬૦૦ રૂપિયા.”
“એને બંને ગમતી વસ્તુઓ પૈસાના કારણે છોડવી પડી.”
આકાશ નજીક આવ્યો,” શુ થયુ? લઈ લે ને?”
“ના કલર સારો નથી.”
“તારા ચહેરા પરથી તો લાગે છે કે તને ગમેં છે પણ લેવી નથી.”
“નથી લેવી કહ્યું ને?”
“અંકલ એક મીનીટ નીચે ઉતારોને.”
“શુ થયુ બેટા?”
“કંઇ નહિ, પેલુ જાદુગર જોવુ છે સામે છે ને.”
“ઓહ, જા, પણ પાછી આવજે જલ્દી.”
“હા સામે જ છુ.” એમ કહીને દોડી.
“ધરતી પાણીની બોટલ લઈ આવીશ સામેથી ત્યાં દેખાય છે કાઉંટર પરથી.”
“હા એક મિનિટ. ઉભો રહે હુ લાવુ છુ.” ધરતી પેલાં કાઉંટર પર પાણી લેવા ગઇ, તક જોઇ પેલા હેટવાળાને પકડ્યો.
“શુ કરતો હતો તુ? કેમ પાછળ પાછળ ફરે છે?”
“કંઇ નહિ, કેમ ફરાય નહિ ? તમારા એકલા માટે થોડુ છે?”
“બોલ નહિ તો...? એક પછી એક પડવા માંડશે , પોલિસનો માર પડશે એ અલગ.” આકાશે એની ફેટ પકડીને હાથ ઉગામતા કહ્યું.
“આકાશ....” ધરતી ની નજર પડી. પાણી લાવતા લાવતા આવતી હતી ત્યારે,
“આકાશ છોડ,....”
“ધરતી એ તારો પીછો કરે છે.”
“છોડ, કઊ છું.”
એટલામા ફનફેરના ગાર્ડસ આવી ગયા.
“લઈ જાવ આને પોલિસમાં આપી દો.”
“જી સાહેબ”
“શુ કરે છે તુ? કોઇપણ ની સાથે લડી પડે છે.”
“કોઇપણ ની સાથે નહિ, એ માણસ તારો આપણે અંદર આવ્યા ત્યારથી પીછો કરતો હતો, મને બરાબર ખબર છે, તને પણ હતી”
“હા તો ? બસ હવે, તમાશો ના બનાવ ચલ અહિંથી.”
“શુ થયુ મમ્મી?” સ્વીટી વળગી પડી.
“કંઇ નહિ બેટા.” એને ઉંચકીને કહ્યું.
“ઓકે , ચલ હવે હુ આવુ છું.”
“હા , લે આ પાણીની બોટલ.”
જતાં જતાં નજર ચુકવીને ધરતી માટે સાડી અને ડ્રેસ લીધા અને સ્વીટી માટે ફ્રોક લીધુ. બંને ચુપચાપ બહાર આવ્યા.
“ચાલ બેસી જા, મારે ઘરે જઈએ.”
“પણ....”
“દલીલ નહિ કર, રાત બહુ થઈ ગઇ છે. ઠંડી પણ છે, હોટેલમાં જમીને ઘરે જઇશું.”
“પણ”
“ના પાડીને ?”
“ઓકે.” પછી એ ચુપચાપ આકાશ પાછળ ગોઠવાઇ. સ્વીટી હોટેલમાં પણ આકાશના ખોળામાં બેસીને જમી. એની જોડે જ ફરી. પછી રાતે મોડા ઘરે આવ્યા. આ સમયમાં સ્વીટીએ ખુબ વાતો કરી. આકાશે જોડે જાણે એ ધરતીને ભુલી જ ગઈ હતી. આકાશ સ્વીટી જોડે વાતો કરતો હતો. ધરતી ડ્રોઇંગરૂમમાં બેઠી હતી. ખુરશીમાં એટલામાં ફોનની રિંગ વાગી.
અંદરથી આકાશે બુમ પાડી. “ધરતી, ઉઠાવ ફોન હુ આવુ છુ.”
“હા” એમ કહીને ફોન ઉપાડ્યો. “હેલ્લો કોણ?”
“આકાશભાઇ છે? હુ મંયકભાઇ કોન્ટ્રાક્ટર બોલુ છું.”
“હા છે બોલાવુ.”
“ના એમને કહો કે હુ આવુ છુ અત્યારે મળવા બસ.”
“ઓકે.” એમ કહીને એ ફોન મુકાઇ ગયો.
“કોણ હતુ?” અંદરથી આકાશ આવ્યો.
“કોઇ મંયકભાઇ કરીને હતા, એ આવે છે અત્યારે મળવા.”
“અરે હા થોડુ કામ છે એટલે તુ જા અંદર સ્વીટી જોડે બેસ એ બોલાવે છે.”
“હા, એ સુઇ ગઇ?”
“ના પણ તૈયારી માં છે જા.”
એટલામાં ડોરબેલ વાગી. આકાશે દરવાજો ખોલ્યો.
“કેમ છો? મંયકભાઇ” આકાશે કહ્યું.
“મજામાં કેમ છો તમે? સોરી આટલી રાતે આવ્યો, હુ કામમાં હતો એટલે મોડો આવ્યો. ગલ્લેથી ફોન કર્યો. મને થયુ કે કદાચ ઘરે હોય તો જતો આવુ. ઘર જોતો આવુ.”
“બહુ સરસ કર્યુ , આવો બેસો. ઘર તો તમે જોયેલુ છે ને?”
“હા. પણ તમે જે કહ્યુ કે ઘર કાઢી નાખવુ છે એ સમજી વિચારીને કહો છો?”
“હા મંયકભાઇ બીજો કોઇ ઉપાય નથી, નહિ કાઢુ તો કેસ માટે પૈસા ક્યાથી લાવીશ? પપ્પાને ઇનવોલ્વ કરવા હુ નથી માગતો, આમ પણ આ ઘર એમણે મારે નામે કર્યુ જ છે, હા બાઇક નુ શુ થયુ?”
“હા એક પાર્ટી મળી છે ૨૫૦૦૦ આપવા તૈયાર છે, હુ કાલે મળાવું.”
“ના કાલે તો હુ થોડો બીઝી છુ, મહેમાન આવેલા છે.”
“ઓકે તો સોમવારે પૈસા કેશ મળી જશે કાગળિયાનું હુ કરી લઈશ પણ મકાન કાઢવાની વાત મને સારી નથી લાગતી. તમારા પપ્પાએ બહુ જ મહેનતથી બનાવ્યુ છે હુ સાક્ષી છુ એનો.”
“તો તમે જ કહો હુ ૫ લાખ રુપિયા ક્યાથી લાવુ? તમે તો જાણો છો બધી હકીકત.”
“હા, તુ કદાચ ગીરવે મુકી દે, પછી પૈસા થાય એટલે છોડાવી લેજો.”
“ઓકે, હુ વિચારીને કહીશ આ પ્લાન છે. અને મકાન ના ઝેરોક્ષ પેપર તમારી જાણકારી માટે અને હા આ વાત આપણા બે વચ્ચે જ રહેવી જોઇએ. પ્લીઝ અને બીજા વકીલ માટે?”
“એની ચિંતા નહિ કર. તમારા પપ્પાએ મારી મદદ કરી છે. હુ એમનો ઋણી છુ તો તારા માટે આટલુ તો કરી શકુ છું.”
એટલામાં ધરતી પાણી લઇને આવી.
“લો પાણી.”
“આકાશભાઇ આ?”
“આ મારી ક્લાસમેટ અને મારા ફ્રેંડ અસ્મિતની બેન છે. બાજુના નગરમાં રહે છે. ફનફેર જોવા દિકરી જોડે આવી હતી. મોડુ થઈ ગયુ બસ ન મળી અને ઠંડી પણ બહુ હતી તો અસ્મિતનો ફોન આવ્યો શુ કરુ? હુ અહિયા લઈ આવ્યો?”
“હા આમ પણ રાતે મુસાફરી સારી નહિ. તો ચાલો હુ રજા લઉ. રાત બહુ થઈ ગઈ છે. તમે ચિંતા ન કરતા હુ બધુ ફોડી લઈશ હા પેલા વકીલ જોડે બધુ મેળવી લેજો. બાકીનુ કામ હુ કરી લઈશ ડોન્ટ વરી .”
“ઓકે , ચાલો ગુડ નાઇટ.”
“ગુડ નાઇટ” કહિને મયંકભાઇ જતા રહ્યા. દરવાજો બંધ કરીને એ ચુપચાપ ઉપર જતો રહ્યો. ધરતી સામે નજર મેળવવાની હિંમત નહતી, એ મયંકભાઇની ઓફર વિશે વિચારતો હતો.
“લે પાણી પી લે આકાશ.” ધરતીએ પાણીનો ગ્લાસ આપતા કહ્યું.
“કેમ? મે નથી....”
“ખબર છે, પણ પી લે તારો અવાજ કહિ આપે છે તને જરૂર છે એની.”
“ઓકે” ગ્લાસ ગટગટાવી ગયો.
“હુ મુકતી આવુ.”
“રહેવા દે પ્લીઝ ઉભી રહે.”
“આવુ છુ પણ”
“ના...”
“ઓકે, આ બધુ શુ છે ? આટલા ૧૫ દિવસમાં આવી સ્થિતિ કેમ આવી ગઈ ? કે ઘર વહેચવાનો નિર્ણય લીધો? મને કહીશ?”
“તને નહિ કહુ તો કોને કહીશ ? બીજુ છે જ કોણ?”
“મારે ૫ લાખ રુપિયાની જરૂર છે. ૧ લાખ વકીલ માંગે છે, અને બીજા આ કેસ પુરો કરવાના જોઇશે. છુટાછેડા માટે ભરણપોષણના ૫ લાખ રુપિયાનો દાવો માંડ્યો છે મેઘા એ.”
“પણ મેઘા તો પોતે સધ્ધર છે તો પછી એને રુપિયાની શી જરૂર છે? કેસ તો એણે મુક્યો નથી? છુટાછેડાનો તો? ”
“ના કેસ મે જ મુક્યો તો પણ મારી ઇચ્છા હતી કે કોર્ટ બહાર જ એ સહી કરી દે ડિવોર્સ પેપર તો એ જે માંગે એ આપવા હુ તૈયાર હતો. મે કહ્યુ પણ હતુ એટલે તો ૬ મહિનાથી મે કોઇ જ કાર્યવાહી કરાવી નહતી, છેવટે એણે રીટ કરી કે મારી તમામ વસ્તુઓ જે મને લગ્નમાં મળી છે એ હુ લઈ જાવ. ઉપરાંત ૧ લાખ રુપિયા જે તુ અને અસ્મીત આવ્યા એ વખતે એ લઈ ગઈ હતી. એ પછી એણે ભરણપોષણનો કેસ કર્યો, આ બધામાં વકીલે મને છેતર્યા.
“એ તો મે તને એ જ દિવસે કહ્યું હતુ કે આ વકીલનું કામ શંકાસ્પદ છે.”
“હા, એ પહેલા પણ ખબર હતી પણ, મને કોઇ ક્લુ ન તો મળતો, તારા કહેવાથી શંકા વધુ મજબુત બની. પણ અત્યાર સુધી એને ચલાવ્યા વગર કોઇ બીજો ઉપાય નહતો કેમકે મે એના પૈસા ચુકવ્યા નહતા, હવે આ બાઇક અને ઘરમાથી બધુ બરાબર કરી દઈશ.
“હા પણ ઘર વેચવા કરતા તો કોઇને સાચવવા આપી દે આજ નહિ તો કાલે પૈસા તો તારી જોડે આવવાના તો છે જ ને, છોડાવી લેજે એ વખતે, બીજુ કે વકીલ બદલી નાખ, મને એ સમજાતું નથી કે તને આટલો ગુસ્સો હોવા છતાં ૬ મહિના ખેંચ્યા તો એને કંઇ થતુ નહિ હોય?”
“ખબર નહિ, યાર પણ બીજા મગજથી દોડતો વ્યકતી કરી પણ શુ શકે ? આ સિવાય.”
“હા અત્યારે આવુ કર્યુ છે તો છુટાછેડાના કેસમાં તો શુ નુ શું કરશે?”
“હા એ જ વિચાર મને થથરાવી જાય છે. એટલે હુ તને મળવા નુ અને ફોન કરવાનુ ટાળુ છુ. તમારી બંનેની પ્રથમ મુલાકાત જ ભયંકર હોય ને, તો આપણને વારંવાર મળતા જુએ તો એ તને નિશાન બનાવી શકે છે. એટલે તો રશ્મિબેનને પણ મળવાનુ ટાળુ છું”
“હા એ પણ છે.” ધરતી સમસમી ગઈ. બંને વચ્ચે શાંતિ પથરાઇ ગઈ.
“આકાશ, કોઇ આટલુ ખરાબ પણ હોઇ શકે?” ધરતી એ કહ્યું.
“ખબર નહિ, મને પણ એ જ નથી સમજાતુ કે પ્રેમની દોરી આટલી બધી કાચી કે એક ઝાટકે એના ભાઇઓએ શંકા અને પૈસાની રૂએ તોડી નાખી?” કદાચ મારા પ્રેમમાંજ કોઇ ખામી હશે? કદાચ મારા કર્મોની સજા મને મળી રહી છે.” આકાશનો અવાજ રૂંધાઇ ગયેલો હતો.
“કદાચ તારી બાજુએ ખોટ નથી, ખોટ એની બાજુએ છે... એના પ્રેમમાં ખામી હશે.” ધરતીએ કહ્યું.
“એ તને લાગે છે કે કેમકે તુ મારી ફ્રેંડ છે પણ.”
“ના આકાશ હુ સ્પષ્ટ કહી શકુ છુ તારી આંખોમાં, તારી વાતોમાં એના વિશેનો પ્રેમ હુ સ્પષ્ટ જોઇ શકુ છુ, પણ હજી તારા છુટાછેડા સુધી પહોચેલી વાત મારા સમજવામાં નથી આવતી.”
“હા કેમકે મે તને બધી અડધી પડધી વાતો કહી છે આખી નહી... આખી કહીશ પણ બીજી વાર મળીશુ ત્યારે આ બધુ પતી જાય પછી નિરાંતે.” આકાશે આંખના ખુણા લુછતાં કહ્યું.
“એ નિરાંત ક્યારે મળશે એ ખબર નહિ.” ધરતી એ કહ્યું
“કેમ આમ બોલે છે?”
“તો શુ કહુ? આજે પેલા માણસને મારવાની શી જરૂર હતી?”
“એ ક્યારનોય તારી આસપાસ ભટકતો હતો, જાણે તારા પર નજર રાખતો હોય પહેલા મને એમ થયુ કે ખાલી હશે, સંયોગ હશે કે વારંવાર મળી જાય છે પણ જ્યાં તુ જતી રહી ત્યાં એ જતો હતો. અને એટલા માટે મે તને બોટલ લેવા મોકલી એ પણ ત્યાં ગયો, સો.”
“પણ એમા તારે એને મારવાની શી જરૂર હતી?”
“મે એને ધમકાવ્યો હતો, મારવા લીધો હતો માર્યો નથી યાર.”
“પણ એવુ કરવુ શુ કામ પડયુ ? નાહકનો તામાશો કર્યો, પીછો કરતો, નજર રાખતો હતો રાખવા દેવો હતો.” ધરતી ગુસ્સામાં બોલી.
“બહુ જ સરસ, કોઇ તારો પીછો કરે, નજર રાખે હુ ચલાવી લઉ? ના કદી પણ નહિ? મારા હોવા છતા તારી પર કોઇ નજર રાખે એ હુ ચલાવી નહિ લઊ.” આકાશ દ્રઢ અવાજે બોલ્યો.
“તારે એમ કરવાની જરૂર શી હતી? એની પાસે કંઇક હથિયાર હોત તો? તને કંઇક થઈ જાત તો ભાન પડે છે કેટલા ખરાબ માણસો છે એ?” ધરતી ફરી ગુસ્સામાં બોલી.
“એક મીનીટ તને કંઇ રીતે ખબર કે એની જોડે બંદુક કે ચપ્પુ જેવા હથિયાર હશે? તને કંઇ રીતે ખબર કે એ ખરાબ માણસ છે... કદાચ તારા માટે આ નવુ નથી એવુ તો નથી ને?”
“કેમ? કેમ વળી ? ખબર ન હોય આવા માણસો ખરાબ જ હોય ને, એમને શુ...? . એ તને પણ ખબર છે.” ધરતીએ વાત ઉડાડવાનો પ્રયત્ન કર્યો.
“હા પણ, મે તો તને કહ્યુ નથી કે એની પાસે બે બંદુક અને છરી મળી પોલિસને, તો પછી તને ક્યાંથી ખબર પડી ? કે એ બહુ જ ખરાબ માણસ છે.”
“જવા દે ને હવે પકડાઇ ગયો ને બસ બહુ થયુ... મે તો અંદાજે કહ્યુ હતુ પણ મારે કારણે તને કંઇ થાય તો હુ મારી જાતને ક્યારેય માફ નહિ કરી શકુ.” ધરતીએ કહ્યું.
“તુ વાત ઉડાડવાનો અને છુપાવવાનો પ્રયાસ ન કર સાચુ કહે કે એ કોણ હતી ? તને ખબર છે એ કોણ હતા... ? ખબર છે ને? .”
“ના આકાશ બસ જવા દે જો કેટલો સુંદર ચાંદો દેખાય છે થાળી જેવો.” ગગન તરફ ચંદ્ર બતાવતા કહ્યું.”
“તુ વાત ફેરવ નહિ, મારા સવાલનો જવાબ આપ.” આકાશે ગુસ્સે થઈને કહ્યું.
“તને ના પાડીને મે.? ”
“તારા જોડે તારા પતિનુ ન હોવુ, આ માણસનુ તારા પર નજર રાખવુ, તે દિવસે તારા પરનો હુમલો... આ બધી વાત સાબિત કરે છે કે તુ કંઇક છુપાવે છે. મે એકપણ દિવસ તમારા બંને જોડે વાત નથીં સાંભળી તારા મોઢે નહિ, કે સ્વીટીના મોઢે... આ પરથી સાબિત થાય છે કે તુ કંઇક છુપાવે છે.”
“આકાશ મે ના પાડીને તો પ્લીઝ હવે બંધ થઈ જા નહિ તો.”
“નહિ તો શુ?”
“નહિ તો હુ વાત નહિ કરુ પ્લીઝ, સમય આવે બધુ તને કહીશ પણ હમણાં નહિ હવે આગળ કંઇ નહિ પુછતા, હુ તારી જોડે આવીને મારુ બધુ દુ:ખ ભુલી જાવ છુ. કાલ સાંજ સુધી મને એનો અહેસાસ ન થવા દે પ્લીઝ કે હુ દુખી છુ.” ધરતી એ આકાશ સામે જોઇને કહ્યું.
“ઓકે. જેવી તારી મરજી.”
બંને વચ્ચે મૌન છવાઇ ગયુ, આકાશ છતની પાળી પર બેઠો બેઠો આકાશ સામે જોતો હતો. રાતની ચાંદનીના અને સ્ટ્રીટલાઇટની સુંદરતાના દર્શન કરતો હતો વચ્ચે વચ્ચે ધરતીની સુંદરતાના પણ.
ધરતી બહુ ગમગીન બની હતી એને જે વાતનો ડર હતો એ જ થયુ આકાશને ખબર પડી જવાની હતી, પણ આકાશને કહી દેવામાં જોખમ હતુ. અસ્મિત સાથે જે થયુ એ શુ આકાશ જોડે નહિ થાય? એની શુ ખાતરી? આકાશ આમેય મુશ્કેલીમાં છે મારી મુશ્કેલી એને જણાવીશ તો મને મદદ કરવા તૈયાર થઈ જશે, અને શુ નુ શુ કરશે.? એ મારે માટે કંઇ પણ કરી શકે છે. પણ અત્યારે એ મુશ્કેલીમાં છે એની મુશ્કેલી પુરી થઈ જાય પછી વાત કરીશ, એને છેલ્લે થયેલી અસ્મિત જોડેની ફોનની વાત યાદ આવી.
“ધરતી તુ આકાશ ને વાત કર, એ આપણને ચોક્કસ મદદ કરશે મને પણ થોડી રાહત થશે.”
“ના અસ્મિત, એ પોતે મુશ્કેલીમાં છે, મારી મુશ્કેલી એને જણાવીને વધુ દુખી કરવા નથી માંગતી એ એનુ કામ ભુલીને તે મારી પાછળ લાગી જશે. પેલા એનો છુટાછેડાનો કેસ પુરો થઈ જવા દે પછી હુ વાત કરીશ, તુ ત્યાં સુધી મોં બંધ રાખજે પ્લીઝ.”
“હા પણ મે એને ક્લુ આપી દ્દીધા છે.”
“મે ના પાડતી હતી ને?”
“મે ફક્ત એટલુ જ કહ્યુ છે કે તુ ધરતીને જો. તારા પ્રશ્નનો જવાબ આપોઆપ મળી જશે કેમકે.”
“કયા પ્રશ્નનો? શુ પુછ્યુ હતુ એણે?”
“એ જ કે તુ કોઇ પ્રોબ્લેમમાં છે?”
“અસ્મીત, હુ એની આંખોમાં મારા વિશે પ્રેમ જોઇ શકુ છુ અને તે પણ મને કહ્યુ ને કે એને મારા પર લાગણી છે. કદાચ એને પ્રેમ પણ કહી શકુ છુ. એટલે જ હુ એને મારા દુખમાં ખેંચીને વધુ દુખી કરવા નથી માંગતી.”
“એ દુખી નહિ સુખી થશે. જો ધરતી , આ તારી ફિલોસોફી પણ , જો આપણને ચાહનાર કોઇ સાથે હોય ને તો ગમે તેટલી મુશ્કેલ દુખ આવે કે દુઃખોનું પુર આવે કે દુખના ડુંગર તુટી પડે બધા જ નાના થઈ જાય છે યાદ રાખજે. “બાય ટેક કેર.”
આ વાતો ખાસ કરીને છેલ્લા શબ્દો વારંવાર ખુંચતા હતા. એણે આકાશ સામે જોયુ.
“આકાશ સોરી, હુ તને કંઇ નહિ કહુ, હમણાં તો નહિ કહુ હમણાં તો નહી જ તને મારા વિશે પ્રેમ છે લાગણી છે અને પ્રેમમાં વહી જઈને તારુ કામ ભુલાવીને મારા દુ:ખમાં તને તાણી જાવ એટલી નિર્દયતો હુ નથી આટલા દિવસ સહન કર્યુ છે થોડુ વધારે.” મનમાં બોલી.
આ બાજુ આકાશ વિચારોમાં મગ્ન હતો, કે “શુ કામ ધરતી મારાથી સઘળુ છુપાવે છે? ખુલ્લા મને વાત કહી દે, ઉભરો ઠાલવીને શાંત થઈ જા. મારાથી બનતી હુ મદદ કરીશ. ફકતતુ વાત કહે જો તારે મદદ મન લેવી હોય તો ના પાડજે પણ તુ આમ મનમાં મુંઝાય છે એ મારાથી નથી જોવાતુ.” એ મનમાં બોલ્યો ધરતી સામે જોઇ.
“મનમાં દુખી તો તુ પણ છે જ અડધી અડધી વાતો કહીને કહે છે, કે દિલની વાતો કરી. એ ક્યાં દિલની વાત હતી એ તો દિલના દુખની વાત હતી.”
એ આકાશ સામે જોવા એટલામાં આકાશની નજર ધરતી પર પડી બંનેની નજર મળી, બંને હસી પડયા.
“શુ વિચારતી હતી?” બંને લગભગ સાથે જ બોલ્યા.
“હુ પણ તને આજ પુછુ છુ.” ધરતી હસીને બોલી.
“કંઇ નહી બસ એમ જ.”
“વિચારે છે ઘણુ બધુ પાછો કહે છે કે કંઇ નથી વિચારતો.” મનમાં બોલી. “તો કયાં ખોવાઇ ગયો હતો?” ધરતી એ પુછ્યુ.
“ક્યાંય નહી બસ એમ જ.”
“હવે કહીશ.”
“કહેવાનુ તો ઘણુ બધુ છે પણ.” મનમાં બોલ્યો, ”ખરેખર કંઇ નથી.” આકાશ બોલ્યો.
“ના કહેવુ હોય તો ના પાડી દે.” કુત્રિમ રોષમાં કહ્યું.
“વાહ ગુસ્સો કરવાનુ તો તારી જોડે થી શિખવા મળે . મને એમ કહે કે તુ શુ વિચારતી હતી?”
“કંઇ નહી.”
“હવે તુ કહે ને.”
“મે તને પહેલા પુછ્યુ હતુ.”
“તો સાંભળ, કંઇ ખાસ નહી હવે પછી મેઘા કયા આરોપો લગાવશે? તારો પ્રોબ્લેમ શુ છે એ જ.”
“મેઘાનુ નામ દઈને વાત છુપાવતાં બહુ આવડે છે તને.” મનમાં બોલી.
“ખરેખર આ જ વિચારતો હતો.” ધરતી એની સામે જોઇ રહી એટલે આકાશે રીપીટ કર્યું.
“મે તને કંઇ કહ્યુ?”
“ના પણ તારો ચહેરો બતાવે છે કે તને મારી વાત સાચી નથી લાગી.”
“ના સાચી હોય તો ના લાગે.” એ હસી. “ બસ હવે, હસવાનુ બંધ કર. એ કહે કે તુ શુ વિચારતી હતી.“
“એજ કે કેટલા દિવસ આપણે જોડે વિતાવ્યા 7 દિવસ કે 7 વર્ષ? મારે માટે એ 7 દિવસ 7 વર્ષ જેવા બની ગયા, તારો સાથ અસ્મિતનો પ્રેમ અને લાગણી, આ બધામાં ખ્યાલ જ ન રહ્યો કે હુ દુખી છૂ કોઇ પ્રોબ્લેમમાં છુ.” એની આંખો ભીની થઈ ગઈ.
“પ્રેમ અને લાગણી ખાલી અસ્મિતના જ હતા ? મારા નહિ? મારો ફક્ત સાથ હતો?” કુત્રિમ રોષમાં આકાશ બોલ્યો.
“ના હવે તારા પણ હતા ને.”
“તો કહ્યુ કેમ નહિ?”
“ખાસ માણસોનુ કહેવાનુ ના હોય. સમજવાનુ હોય , અનુભવવાનુ હોય.” એ લાગણીશીલ થઇ ગઈ હતી.
“ખાસ એટલે મળીને ફેકી દેવાવાળા રાઇટ?” આકાશે હસીને કહ્યું.
“ના હવે ટોંટ નહિ માર, સાચુ કહુ છું. તુ મારા ખાસ માણસોમાં છે.”
“એટલે જતો તે કોઇ ફોન ન કર્યા કંઇ નહી.”
“હા તો ડોબા તે ક્યાં કર્યા ? પાછો મને કહે છે હમણા પડશે ને.” એ મારવા દોડી, આકાશે એના હાથ પકડી લીધા.
“આપણે બંનેને એકબીજાની અસર આવી ગઈ કેમ?”
“હા ડોબા.”
“યસ બોસ.” બંને હસી પડ્યા. ધરતી ફિક્કું પડી
“શુ છે ? કેમ ઉદાસ છે?” આકાશે એના ચહેરા સામે જોઇને કહ્યું.
“કંઇ નહિ બસ એમ જ, આ દો દિનકી ચાંદની જેવુ છે, આપણા બેનુ મળવુ, મળીએ છિએ, હસી મજાક કરીએ છીએ, પાછા એ જ દુખમાં તણાઇ જઈએ.”
“હા...”
“ખબર નહિ આ દુખના દિવસો ક્યારે પુરા થશે?”
“આ દિવસો આમ જ રોકાઇ જાય તો સારુ. તારી જોડે આમ વાત કરવા તો મળે.” આકાશ બોલ્યો.
“હા પણ, આટલી મુશ્કેલીઓમાં બંને હેરાન થઈ રહ્યા છીએ તો , ભેગા મળીએ તો કેટલા હેરાન થઇશુ?” ધરતી બોલી.
“બિલકુલ નહિ, એ તુ ખોટુ વિચારે છે , અથવા તો જાણી જોઇને કે છે.” આકાશ બોલ્યો
“તુ જે સમજે એ....”
“મારા સમજવા ન સમજવાથી શુ થશે? તુ જ કહી દે ને” આકાશ બોલ્યો.
“જવા દે ને.” ધરતીના આંખનાં ખુણા ભીના થઈ ગયા, એણે આડુ જોવાના પ્રયત્ન કર્યો.
“તુ લાખ છુપાવવાનો પ્રયત્ન કર પણ , તુ તારા આ મોતી જેવા આ આંસુ છુપાવી નહી શકે, એ પણ મારાથી , કદી નહી.” ધરતીના આંખનાં ખુણાના આંસુને આંગળીથી લૂછતાં એને એ આંસુ બતાવતા કહ્યું. ધરતી જોડે આનો કોઇ જવાબ નહતો. એ પાળી પર હાથ મુકીને એના ટેકે ઉભી રહી ગઈ અને એની આંખમાથી જાણે આંસુ ધોધરૂપે નીકળવા માંગતા હતા પણ નીકળી ન શક્યા, માંડ થોડા નીકળ્યાં પણ , એટલામાં આકાશે એના ખભા પર હાથ મુક્યો.
“આંસુ રોકી રાખ, કામ આવશે , પ્લીઝ શાંત થઈ જા.”
“હા , કેટલા વાગ્યા ?” ધરતી એ પુછ્યું.
“ખાલી 3.30 થયા છે.” આકાશે હસીને કહ્યું.
“હા જો , તારી જોડે વાત કરવામાં ભાન જ નથી રહેતુ કેટલા વાગે છે એ ”
“મને પણ ..” બંને હસી પડયા. પણ એ હાસ્ય પાછળ બહુ જ ખરાબ ઉદાસીનતા હતી. બંને ટેંશનમાં હતા. બંને સુઇ ગયા.
સવારે રોજના ક્રમ મુજબ ચંચળબેન આવીને કામ પતાવી દિધુ, સ્વીટી રમતી હતી.
“ધરતી , શુ કરવુ છે?”
“કંઇ નહિ બસ અમે બંને જઈએ હવે.”
“ના અંકલ આપણે ફરવા જઈએ.” સ્વીટી દોડતી આવી.
“બેટા કાલે સ્કૂલ જવાનુ નથી?” ધરતી એ કહ્યું.
“ના ના....”
“ઓકે, ચલો જઈશુ. કાલે સવારે અંકલ મુકી દેશે તમને ઓકે.”
પછી બીજે દિવસે ત્રણેય ખુબજ ફર્યા. રાતના બાર વાગ્યા સુધી.
ધરતી સુવડાવવા ગઈ તો એણે આકાશને અને એની સાથે જ સુવવાની જીદ કરી. આકાશ જોડે વાર્તા સાંભળવાની જીદ કરી. આકાશ વાર્તા સંભાળવવામાં પડયો. ધરતી કંટાળીને ત્યાંથી ચાલી ગઈ.
“શુ વાત છે?, ક્યાં ખોવાઇ ગઈ?, ક્યારનોય ઉભો છુ જોડે , તને ખબર જ નથી? “ આકાશે ધરતીના ખભા પર હાથ મુકતા કહ્યુ.
“અરે તુ આકાશ.” એ અચાનક ચોંકી ગઈ કદાચ ડરી ગઈ.
“શુ થયુ? આટલી ગભરાઇ કેમ ગઇ? તને બરાબર તો છે ને? “ એના ખભા પર હાથ મુકતા કહ્યુ.
“હા બસ , કંઇ નહિ. જરા વિચારોમાં હતી.” ધરતી હજુ થોડી ડરેલી અને રડમસ હતી.
“”એવા તે કયા વિચારોમાં હતી? હુ આવ્યો ને 10 મિનિટ ઉભો રહ્યો. ત્યાં સુધી તને ખબર જ નહતી કે આજ સવારથી તને જોઉ છુ તુ ક્યાંક વિચારોમાં છે. શુ વાત છે?”
“કંઇ નહી બસ, એમ જ, જવ દે,”
“ઉડાવ નહી વાત બોલ.”
“કંઇ નહિ સાચે જ.”
“તુ જુઠ્ઠુ બોલી શકતી નથી તો શુ કામ બોલે છે? .”
થોડીવાર એ ચુપ રહી પછી બોલી,
“આકાશ, આ વખતે તને મળવાની મારી બિલકુલ ઇચ્છા નહતી. કોણ જાણે કેમ? પણ મારું મન તને મળવાની ના પાડતું હતુ, સ્વીટી ની જીદ આગળ હું હારી ગઇ. આ જ સવારથી એ જે રીતે તારી જોડે રહી છે, પાર્કમાં, ઝૂમાં, હોટલમાં જમતા, અને બીજી જગ્યાઓ મંદીર, સંગ્રહાલય, જ્યાં જ્યાં આપણે ગયા, અને કાલે જે રીતે તારા જોડે ભળી ગઇ તો ખબર નહિ મારે શું કરવું એની સમજ નથી પડતી. હું તારાથી દુર રહેવા માંગતી હતી કેમકે હુ પોતે એક મુશ્કેલીમાં છું, અને તુ પણ, મારી મુશ્કેલી જણાવીને તારી એ મુશ્કેલીમાં વધારો કરવા નથી માંગતી, એટલે મે તને ફોન ન કર્યો. સ્વીટી ઘણી જીદ કરતી હતી પણ મે જ ન કરવા દિધો, તે દિવસે મારે અહિયાં આવ્યા વગર ચાલે એમ ન હતું એટલે જ આવી હતી, પણ સ્વીટી તને જોઇ ગઇ, અહિયાં ખેચી લાવી, આજે રોકાવાની ઇચ્છા નહતી પણ... સ્વીટીના લીધે... હું હારી ગઇ છું આકાશ ખરેખર.” એ રડી પડી
“તુ નથી હારી, ધરતી, તારી અંદરની મમતા હારી ગઇ છે, એને આરામ જોઇએ છે, એને ચિંતા છે સ્વીટીની, એના ભવિષ્ય અને વર્તમાનની એટલે તું હારી ગઇ છે, રડવાનું બંધ કર, પણ તને મુશ્કેલી શુ છે એ મને કહે તો ખરી હુ તને હેલ્પફુલ થઇ શકું?
“આકાશ plz, જો કહી દઇશ તો વધુ ભાંગી પડીશ...”
“પણ એટલુ તો કહે કે મુશ્કેલીનુ જડ શુ છે? આકાશે જીદ કરી
“આકાશ, એ મારા હસબન્ડ છે, અને એ લોકો બહુ જ ખતરનાક માણસો છે. હવે આનાથી વધુ એક પણ શબ્દ ના પુછતો તને મારા સમ છે, તને સ્વીટીના સમ છે. plz સમય આવે હુ કહીશ...” એની આંખમાથી આસું નીકળી ગયા.
“સમ આપીને મારા હાથ બાંધી દીધા તે, નહી પુછુ કંઇ નહી પુછુ, પણ એક વાત યાદ રાખજે કે આ સમ તે મને આપ્યા છે મે તને નહી, કોઇપણ સમયે એવું લાગે કે પ્રોબ્લેમ વધારે છે તો હું જીવુ છુ હજી, એ વાત યાદ રાખજે, અને પણ એટલું તો કહે કે તે દિવસનો હુમલાનો પ્રયાસ ? કાલે જે માણસો પીછો કરતા..? .”
“એ બધા જ એના માણસો હતા, એમને ખબર છે કે હું અહિયા છુ, કદાચ તારી વાત પણ ખબર હોય એટલે plz તુ તારો કેસ ના પતે ત્યા સુધી તુ મારાથી દુર રહેજે નહિતર એ લોકો તને... તને મુશ્કેલીમાં મુકી દેશે plz...”
“Ok નહી મળુ, પણ જે મુસીબત આવી છે એનાથી ભાગવાનો પ્રયાસ નહિ કર, તુ જેટલી ભાગીશ પ્રોબ્લેમ એટલો મોટો થતો જશે. એના કરતા સામનો કર, સચ્ચાઇને સાથે રાખ, જો તુ સાચી હોઇશ તો તારી સાથે ઇશ્વર હશે, કોઇનાથી ડરવાની જરૂર નથી. કેમકે જીત હંમેશા સત્યની જ થતી હોય છે એટલું યાદ રાખીશને....”
“હા હંમેશા તારી આ વાત... પણ..”
“પ્રોમીસ આપ” આકાશે હાથ લંબાવ્યો
“પ્રોમીસ,,,” એણે હાથ આકાશના હાથમાં મુક્યો અને ચોંધાર આસુ એ રડી પડી. આકાશના ખભા પર માથુ મુકીને રડી પડી. જોરજોરથી હિબકાં ભરીને. આકાશે એના ખભા પર હાથ મુક્યો, એને થયુ કે એને શાંત કરુ, પણ એણે એને રડવા જ દીધી, એ કયાંય સુધી રડતી જ રહી, પછી શાંત થઇ ગઇ.
“બસ, બહુ થયુ રડવાનુ બંધ કર, આનો ઘણો ફાયદો થયો નઇ?” આકાશે કહ્યું.
“શેનો?” ધરતીએ ખભા પરથી માથું લેતા કહ્યુ.
“આપણી મુલાકાતનો”
“શું?” આકાશનો હાથ હજી ધરતીના ખભા પર હતો.
“અહિયા બેસ, એક તો મને તારા જેવી ફ્રેંન્ડ મળી ગઇ.”
“ખાલી ફ્રેંન્ડ?” ધરતીએ વાત કાપતા કહ્યું.
“ફ્રેંન્ડથી પણ ખાસ, દિલની નજીક હોય એવી ફ્રેંન્ડ... અસ્મીત જેવી...”
“ખાલી અસ્મીત જેવી...? ધરતીએ સવાલ કર્યો
“એથી પણ વિશેષ બસ એકદમ ખાસ...”
“હુ સમજી ગઈ...” વાત કાપતા કહ્યું.
“શું?” આકાશ બોલ્યો
“એ જ કે જેને તમે દિલની તમામ વાતો કહી શકો, જેની સાથે બે મિનિટ શાંતિથી બે વર્ષની જેમ ગાળી શકો…” ધરતીએ આકાશ સામે જોયું
“હા તો આટલા ખાસ વ્યકતી જોડે બેસીને આમ આ રીતે રડાય?” આકાશ બોલ્યો “આ રીતે શર્ટ ભીનુ કરાય” શર્ટ બતાવતા કહ્યું.
"હા એતો મારો હક છે..." ધરતી બોલી, “છે ને?” ફરી વાર સાવલ કર્યો ધરતી એ.
"સંપૂર્ણ હક છે." ધરતી એની જોડે બેસી હતી, એણે આકાશના ખાભા પર માથુ ઢાળી દિધુ. આકાશ ને થયું કે આ સમય આમ જ થંભી જાય.
“તને આ સમય દરમિયાન મારી કઇ વાત સહુથી વધુ ગમી? કઇ ના ગમી?” સ્વસ્થતા જાળવતા આકાશે કહ્યું.
“બધી જ તારુ ઉઠવું, બેસવું તમામ અને ન ગમવામાં જે તુ આખો દિવસ ચિંતાનો ટોપલો લઇને બેસી જાય છે ને એ... અને તને?
“એ જ જે તે કહ્યુ, વિશેષ તારી આ સ્મિત....” આકાશે હસીને કહ્યું. ધરતી જવાબમાં હસી.
“ધરતી, મારી ઇચ્છા છે કે બીજીવાર આપણે મળી એ ત્યારે તુ પણ ટેન્શન ફ્રી હોય એટલે કે તારા બધા ટેન્શનમાંથી બહાર આવી ગઇ હોય હુ પણ ટેન્શન ફ્રી હોવ, તુ આ જ રીતે બેઠી હોય, હુ તારા આસું શોધતો હોવ તુ મારા, પછી આપણે બંને ખડખડાટ ગાંડાની જેમ હસતા હોઇએ....”
“હા, તને લાગે છે કે એવું થશે? ધરતીએ કહ્યું.
“હા ચોક્કસ થશે મારો આત્મવિશ્વાસ કે છે કે થશે...”
“તો થશે... બાકી આ...” એમ કહી ને ફરી રડી પડી, આકાશે એને રડવા દીધી.
થોડીવાર સુધી રડ્યા પછી આકાશે એને રૂમમાં મુકી ને એ આડો પડ્યો બંનેમાથી કોઇ જ ઉંઘી ન શક્યુ, બંને રડતા હતા.
સવારે તૈયાર થતા પણ બંને ગમગીન હતા. સ્વીટી સ્કુલના કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ, ને બહાર આવી.
“આ ના આ કપડાં?” આકાશે આશ્ચર્યથી પૂછ્યું.
“એ તો મારી બેગમા હતા નવા નવા લાવ્યા હતા, કેવી લાગુ છું લાગુ છું ને પરી જેવી?”
“હા...” આકાશે સ્મિત કર્યુ એ પણ ફિક્કું.
“એમ નહિ મમ્મી સુંદર લાગે છે કે હું?” ધરતી સામે જોઇને કહ્યું.
“Of course, તુ યાર” ધરતી સામે જોઇને કહ્યું.
“તુ પણ શું ? આકાશ ચાલ જલ્દી મોડુ થશે આને.”
“Don’t worry, હુ આવુ છું મુકવા” આકાશે કહ્યું.
પછી આકાશ અને ધરતી સ્વીટીને મુકીને અપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમા આવ્યા, આકાશે બાઇક ઉભી રાખતા જ ધરતી ઉતરી પડી. બંને વચ્ચે ખમોશી હતી, સન્નાટો હતો પણ બંનેમાથી કોઇનીયે દૂર જવાની ઇચ્છા નહતી, બંનેના દિલમાં ઉદાસીનતા ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.
“તો હુ જાઉ છુ ? ” ધરતી બોલી
“હા, અને સાંભળ ભુલી ના જતી કાલની વાત, હું છું એ હંમેશા યાદ રાખજે હિંમત નઇ હારતી, ડરતી નઇ, OK અને હા આ રશ્મિબેનના ઘરનો અને ઓફિસનો નંબર છે, મારો ફોન ના લાગે તો એમને કરીશ તો પણ ચાલશે, આ ચંચળબેનના હસબન્ડનુ STD છે એનો નંબર છે, તારી જોડે રાખજે આ બધુ કામ લાગશે, અને હા આ નાનકડી ભેટ છે, લઇ લેજે ના ન પાડતી..”
“હા“ નતમસ્તકે હા કહ્યું.
“મારી સામે તો જો આમ, રડતાં-રડતાં વિદાય આપીશ? આપ મને જવાબ” ધરતી એની સામે જોયુ આંખમા આંસુ આવી ગયા, માંડ સંભાળ્યા એણે એ આંસુ.
“તુ મારી ચિંતા ના કરતો તારો છુટાછેડાનો કેસ જલદીથી પુરો કરી દેજે, બહુ હોશિયારી ના મારતો, અને હા તને કોઇ પ્રોબ્લેમ હોય તો અસ્મિતને કહેજે પૈસાની કે પછી ગમે તે, મને ખબર છે કે તારી ખુદ્દારી થોડી વધી ગઇ છે પણ હુ પારકી છુ એમને...”
“તુ પણ તો ક્યા પારકી છે..!”
“Thanks, ચલ તારે મોડું થશે.”
“Take Care”
આકાશે પાછું જોયા વગર બાઇક ભગાવી મુકી.
અંદર રૂમમાં જઇને એણે પેકેટ ખોલ્યાં. એના માટે બે સાડી, સ્વીટી માટે ડ્રેસ હતા બે અને કેટલાક પૈસા હતા, સાથે ચિઠ્ઠી પણ હતી, ડાયરી પણ, ચિઠ્ઠીમાં લખ્યુ હતુ.
પ્રિય મિત્ર,
આ પૈસા છે અને ડાયરી છે, કેટલા છે પૈસા એ નથી કેતો પણ મારો આ મહિનાનો અડધો પગાર છે બાકીનો અડધો મે આ ગિફ્ટ પાછળ વાપર્યો છે તુ મળી એ રાતે એ દિવસે થયો હતો તને કામ લાગશે. ડાયરીમાં મારા, રશ્મિબેનના અને ચંચળબેનના ફોન નંબર છે અને એડ્રેસ છે, જરૂરિયાતે કામ લાગશે હવે. હુ મારુ મિશન છુટાછેડા નહિ પુરુ કરુ ત્યાં સુધી નહી મળુ, અને પછી આપણે મળીને તારો પ્રોબ્લેમ સોલ્વ કરીશુ, સ્વીટીને યાદ આપજે.
લી,
એ જ તારો નકામો ફ્રેંન્ડ,
આકાશ
એ ચિઠ્ઠી અને સાડીને વળગીને રડી પડી, જોરજોરથી ક્યાંય સુધી રડતી રહી, હવે તેને ખબર હતી કે એની જીંદગીમા માત્ર આંસુ જ છે બીજુ કાઇ નહિ.
****************************************************************************************************************************************************************************
આ પછી આકાશને બહુ જ મુશ્કેલીઓ પડી, છુટાછેડાના કેસમા મેઘાએ ઘણા આરોપો મુક્યાં, ભરણપોષણ માટે પાંચ lakh રુપિયા માંગ્યા, એ ઉપરાંત માનસિક અને શારિરિક ત્રાસનો પણ આરોપ મુક્યો, એ ઉપરાંત દહેજ માટેની માંગણીનો પણ આરોપ મુક્યો, એ ઉપરાંત બીજી સ્ત્રીઓ સાથેના સંબંધોનો પણ આરોપ મુક્યો આટલા બધા આરોપો મુક્યા, એ ઉપરાંત છાંપામાં પણ બહુ જ મુદ્દો ચગાવ્યો એની સીધી અસર એની જોબ ઉપર પડી, વગનો ઉપયોગ કરીને જોબમાથી દુર કરાવી દીધો, એટલો બધો બદનામ કરી મુક્યો કે બહાર આવુ જવુ પણ બંધ થઇ ગયુ છતાં પણ આકાશે હિંમતથી એ તમામનો સામનો કર્યો. સૌ પ્રથમ તો એનો જુનો વકીલ વર્મા ને દુર કરી દીધો, કેમ કે મુસીબતનું મુળ તો એ જ હતો, એ ફુટેલો હતો, કોઇ જ કાર્યવાહી કરવાને બદલે બેસી રહેતો હતો. મયંકભાઇએ એને મદદ કરી, વર્માને રૂપિયા ચુકવીને એને બદલી નાખ્યો, મયંકભાઇના વકીલ બીજુ કોઇ નહિ પણ એમના ભાઇ જ હતા, એમણે તમામ આરોપોનો અભ્યાસ કર્યો, અને હિંમતથી એક પછી એકનો જવાબ આપ્યો, પાંચ lakh રૂપિયા ભરવા સિવાય તમામ આરોપોમાંથી નિર્દોષ છોડાવી દિધો, અને છુટાછેડા પણ અપાવ્યા. પણ એ છ મહિનાએ આકાશની લાઇફ બદલી નાખી, એના પર આરોપ મુકીને જોબમાંથી દુર કરાવી દેવામાં આવ્યો, મકાન પણ ગીરવે મુકવુ પડ્યું.
બધુ જ પુરુ થઈ ગયુ ત્યારે સાંજના સાત વાગે એ રશ્મિબેનના ડ્રોઇંગરૂમમાં બેઠો હતો.
“બસ, આકાશભાઇ જે થઇ ગયુ એનો અફસોસ ન કરો હવે, નવેસરથી જીંદગી શરૂ કરો આટલી મુશ્કેલી હિંમતથી વેઠી છે તો હવે આજે શુ કામ હારી ગયેલા હોય એવાં થાવ છો....”
“મે ક્યારે નહતું વિચાર્યુ કે એ આ હદે ઉતરી જશે.” આકાશના અવાજમાં ભાર હતો.
“ બસ, હવે જે થઇ ગયુ એ વિચારવાનુ બંધ કરો જે સામે છે એનો વિચાર કરો મારી વાત થઇ ગઇ છે મે તમને કિધુ હતુ ને.”
“હા હુ કાલે નિકળુ તો પછી....”
“હા એ તો જવુ પડશે કાલે જ સાંજની બસ છે, ૩૫૦ km છે અહીંથી રાજસ્થાન ગુજરાત બોર્ડર પર, હવે નિરાશા ખંખેરીને કાલના માટે સજ્જ થાવ.”
એટલામાં મોના દોડતી આવી “મમ્મી મમ્મી ફોન છે પપ્પાનો અંકલને બોલાવે છે.”
“જાઓ આકાશભાઈ“
“હા” એ ઉઠીને ફોન જોડે ગયો.
“હેલ્લો મેજરસાહેબ, કેમ છો?
“હુ તો મજામાં છુ, તમે પણ છોને મજામાં?”
“હા હવે મગજ એકદમ ખાલી છે.”
“હવે ભરવાનું શરુ કરો, બરાબર બીજી બધી ચિંતા મુકી દો પૈસાની, મકાનની તમામ બધું થઇ જશે, અમે બંને છીએ ને.”
“હા પણ..”
“પણ ને બણ, રશ્મિને બેન માનો છો તો આટલુ તો માનવુ પડશે અને કાલના માટે બેસ્ટ લક, પાછા આવશો ત્યારે મળીશું બરાબર.”
“હા પણ, અહી નહિ ત્યાં જ મારા ફ્લેટમાં તમે બંને મારા મહેમાન બનીને આવજો, મે આ શહેર છોડવાનો નિર્ણય કર્યો છે, જ્યાં સુધી હુ મારી રીતે સધ્ધર નહી થાવ ત્યા સુધી અહી પગ નહી મુકુ.”
“Ok, તમારા આ કાર્યમા ઇશ્વર સહાય કરે, પણ અમને ભુલી ના જતા.”
“એ તો નહિ ભુલાય, એ હમેશા યાદ રહેશે કે મયંકભાઇ, ચંચળબેન અને તમારો પરિવાર, આ ત્રણેય પરિવારો હંમેશા યાદ રહેશે.”
“તો પછી મળીએ, bye, best luck.”
“bye.”
ફોન મુકાઈ ગયો, એની આંખમાં આંસુ હતા, એ સોફા પર આવીને બેઠો.
“બસ આકાશભાઈ ચલો જમી લો, પછી સુઇ જાઓ, ઘણા દિવસે તમને શાંતિથી ઉંઘ આવશે.”
“હા...”
પછી આકાશ જમીને ત્યા જ સુઈ ગયો. બીજે દિવસે સવારે ચંચળબેનને મયંકભાઇને મળ્યો અને સાંજે નીકળી ગયો. એક અજ્ઞાત સફર તરફ કદાચ એ સફર પણ સહેલી તો નથી જ થવાની.
*******************************************************************************************************************************************************************************************************
આ ઘટનાના છ વરસ પછી
એક ઉભરતા શહેરનો પોશ વિસ્તારના અપાર્ટમેન્ટનો છઠ્ઠા માળનો ફ્લેટ નંબર ૫૫.
બેડરૂમમાં ફુલ AC ચાલુ હતા, રૂમ એકદમ ઠંડો હતો, સવારના 8 વાગ્યા હતા, આકાશ મહાશય હજુ ઉંઘતા હતા.
ડોરબેલ વાગી, કામ કરનાર નટખટ સોનુએ દરવાજો ખોલ્યો.
“શુ વિજયભાઇ ? ક્યારના વગાડતા હતા ? હુ આવતી તો હતી.”
“હા હવે ખબર છે , તુ કામમાં હતી, સાહેબ ક્યાં છે? “ આકાશની ઓફિસના કારનાં ડ્રાયવર અબ્દુલચાચા બોલ્યા.
“અબ્દુલચાચા , સાહેબ ઊંઘ્યા છે.”
“એ નાલાયક હજુ ઉંઘે છે, ક્યા છે?” વિજય અંદર આવતા બોલ્યો
“એમના રૂમમાં.”
“કોણ છે સોના?” અંદરથી બૂમ આવી
“વિજયભાઇ અને ચાચા છે.”
“જઇએ છીએ તુ બુમ ના પાડ.” વિજય બોલ્યો
“તો જાઓ ને” સોના બોલી.
વિજયની દોસ્તી અહિંયા આ શહેરમાં આવ્યા ત્યારે પ્રથમ દિવસે જ થઇ હતી. આજે બહુ ગાઢ થઇ ગઇ હતી. વિજયે લગ્ન કર્યા હતા. લવમેરેજ હતા. રાધા જોડે.
“શું છે યાર ? તને કંઇ કામધંધો નથી ? સવાર સવારમાં ઉંઘ બગાડે છે, નાલાયક” આકાશ ઉઠતાં બોલ્યો.
“શું કરું? તને જોયા વગર દિવસ શરૂ જ નથી થતો ને, અને ડોબા ૮ વાગ્યા છે, ૧૧ વાગ્યાની ટ્રૈન નથી તારે, તારે જવાનું નથી બોમ્બે?”
“હા પેકિંગ થઈ ગઈ છે, યાર પણ રાધા તો કહેતી કે તુ બહાર જવાનો છે?”
“હા તુ બોમ્બે જાયા છે એ પણ ત્રણ મહિના માટે તો તને જોયા વગર, તને ટ્રૈનમાં બેસાડ્યા વગર થોડો જાવ, તુ જલ્દી તૈયાર થા, અબ્દુલચાચા આવી ગયા છે, અહિંથી ઘરે જઈને પછી જમીને ટ્રૈનમાં જજે હાલ.”
“હા અબ્દુલચાચા ક્યાં છે? બહાર કેમ છે? “
“જલદી આવ, મે રોહિતકાકા જોડે ચા મંગાવી છે આવી ગઇ હશે. ચલ જલદી આવ”
“હા.”
પછી ચા નાસ્તો કરીને મોંઘીદાટ ગાડી રસ્તા પર દોડવા લાગી, બંને વિજયના ઘરે પહોંચ્યા.
“કેમ છો આકાશભાઇ? રાધા બહાર આવી. “ઘણા દિવસે....”
“શું કરીએ મોટા માણસ છે? તો દર્શન તો દુર્લભ જ હોય ને.”
“એવું કંઇ નથી નાલાયક ચલ અંદર ભુખ લાગી છે મને.”
“ચાલો ને બધું તૈયાર જ છે, અબ્દુલચાચા તમે ? ”
“ના બેટા, આજે નહી”
“કેમ ? ચાચા ચલોને”
“બેટા નાસ્તો કરીને આવ્યો છુ, ઘરે થઇ પણ જશે”
“થોડું”
“ના બેટા.”
“જેવી તમારી મરજી પણ બેટી કહો છો અને ના પણ પાડો છો?”
“એવું નથી બેટા”
“જેવી તમારી મરજી બીજુ કંઇ?”
“ના.”
બધાં જમ્યા, વિજય એક ભાડાના મકાનમાં રહેતો હતો, મકાન સિંગલ હતું એનો માલિક બહાર હતો, એટલે મળી ગયુ વળી ઓળખાણ પણ નીકળી.
“ચાલો હવે ટાઇમ થઈ ગયો” રાધા બોલી.
“હા ચાલો, તુ આવે છે ને” વિજય બોલ્યો.
“Of course ચાલ, ચલો આકાશભાઇ ક્યાં ખોવાઇ ગયા? આ તમારો નાસ્તો છે ડબ્બામાં. રસ્તામાં ભુખ લાગે તો ખાઇ લેજો.”
“પણ આની શી જરૂર હતી?”
“હવે ચાલને ઇન્કવાયરી કર્યા વગર”
“હા હવે ચાલ” ધબ્બો મારતા કહ્યું આકાશે.
ત્રણેય ગાડીમાં ગોઠવાયા, ગાડી સ્ટેશન તરફ દોડવા લાગી.
“રાધા, મે કહ્યું હતું એ બધું મુક્યું ને?” વિજયે પુછ્યું.
“હા, બધું જ મુકી દિધું છે.”
રસ્તામાં આકાશ ટેંશન મા હતો. પ્લેટફોર્મ પહોંચ્યા ત્યા પણ એ ચિંતાતુર અને ખાસ ઉદાસ હતો.
“શું વાત છે? આકાશ, કંઇ પ્રોબ્લેમ છે? તબિયત તો સારી છે ને? ટેંશનમા કેમ છે?”
“કંઇ નહિ બસ એમ જ.”
“આકાશભાઇ ટ્રૈન ટાઇમસર છે. બસ આવવાની તૈયારીમાં જ છે, શુ થયું વિજય?” રાધા બોલી
“ખબર નહિં, આને જોને ક્યારનોય ઉતરેલી કઢી જેવું મોં કરેલું બોલતો પણ નથી શું છે?
“શું થયું?” રાધા એ પુછ્યું
“કંઇ નહિ બસ કોઇકની યાદ આવી ગયી હતી?”
“કોઇકની? કોની? “ રાધા બોલી આશ્ચર્યથી.
“અરે ડિમલાઇટ, ટ્યુબલાઇટ, કોઇક એટલે કોણ હોય?” ટપલી મારતા વિજયે કહ્યું
“બસ યાર, તારા નસીબમા એને મળવા લખાયેલું હશે તો તુ ચોક્કસ મળીશ.” બસ આમ ઉદાસ ના થા, એટલે જ કઉ છું પેલી તારા બોસની મોનિકા જોડે લગ્ન કરી લે“ વિજયે હસ્તા હસ્તા કહ્યું.
“શું તુ પણ... તને તો કોઇ...” આકાશ બોલ્યો.
“બસ વિજય, મજાક ના કર.”
“Sorry, યાર મે તો તારો મૂડ હળવો કરવા કહ્યું હતુ, પણ આમા દુખી થવાની ક્યાં વાત આવે છે, મળશે તને ચોક્કસ મળશે જા. આ સફરમાં તને ચોક્કસ મળશે આ વિજય મહારાજ નું વરદાન છે.” વિજય બોલ્યો
“તથાસ્તુ હવે ના બોલતો, જા ટ્રૈન આવી ગઈ સામાન ગોઠવ, જા...”જા...” રાધા ગુસ્સે થઈને બોલી.
“જેવી આજ્ઞા મહારાની” વિજય હસતો હસતો ગયો, “ચલો અબ્દુલચાચા આપણી નોકરી આવી”
“હા સાહેબ”
“ના પાડીને સાહેબ કહેવાની”
“સોરી બેટા, વિજયભાઇ પણ..”
“પણ ને બણ ના ચાલે?”
“આકાશભાઇ, કેટલો સમય થઈ ગયો છતાં તમે હજી?”
“હા રાધા, મને અફસોસ છે કે હુ અસ્મીત ને આપેલું વચન ના નિભાવી શક્યો, બસ.. અને આજ એનો જન્મદિવસ છે એટલે યાદ આવી ગઈ.”
“બસ હવે ઉદાસ ના થાવ, ઇશ્વર કરે ને વિજયનું કહેવું સાચું પડે, ચલો ટ્રૈન આવી ગઈ છે.”
“હા, ઘણીવાર એવુ બોલી જાય છે જે સાચુ પડે છે.”
“હા..”
“ચલ તો ઉદાસ ન થા, ચિયર અપ, એંજોય જર્ની, અને હા પ્રોમિસ યાદ છે ને આ પછી આપણે ત્રણેય ફરવા જઇશુ.” વિજય બોલ્યો.
“હા” બન્ને ભેટ્યા.
“હા, મમ્મી પપ્પાની ચિંતા ના કરતો.”
“હા આકાશભાઇ, એમની ચિંતા બિલકુલ ના કરતા, અને ઉદાસ ના થતા, અને ટાઇમ મળે તો ફોન કરજો.”
“હા તુ પણ આ ડોબાનું ધ્યાન રાખજે.”
“હા તમે બહુ ચિંતા ના કરતા.” એ પણ ભેટી
પછી ટ્રૈન સડસડાટ દોડવા લાગી મુંબઇ તરફ. આકાશનું ત્યાં ત્રણ મહિનાનું કામ હતું.
પણ આકાશની ઇચ્છા બે મહિનામાં એ કામ પતાવીને રજા લેવાની હતી.
*******************************************************************************************************************************************************
લગભગ ચાર મહિના પછી
સવારના સાત વાગ્યા.
આકાશની સેક્રેટરી તૃષાના ઘરે ફોનની રિંગ વાગી, એના ઘરમાં એની મા, એની નાની બેન અને નાનો ભાઇ હતો.
રોજની જેમ સવારમાં વહેલા ઉઠીને તૃષા ઘરકામમાં લાગી ગઇ, એના ભાઇ-બેન કોલેજ જવાની તૈયારીમા છતા તૃષાએ ફોન ઉઠાવ્યો.
“હેલો” તૃષા હિઅર.
“Good morning તૃષા, હું આકાશ બોલુ છું.”
“હા સર, Good morning કેમ છો?”
“ક્યારનો તારા મોબાઇલ પર રિંગ મારુ છું, તુ ઉઠાવતી કેમ નથી?”
“સોરી સર ફોન ચાર્જિંગમા છે અને સાઇલન્ટ મોડ પર છે. હુ ભુલી ગઇ હતી”
“Its Ok, ધ્યાનથી સાંભળ, તે મારા ઘરનું PC જોયું છે ને?
“હા, સર”
“તો સાંભળ, દસ મિનિટમાં અબ્દુલચાચા તને લેવા માટે આવશે એમની જોડે ઘરની ચાવી છે, તુ એ લઈને PCમાંથી તારી પેનડ્રાઇવ માં એક ફોટો લઈને ઓફિસમાંથી મને મેઇલ કરજે. હા એકવાતનું ધ્યાન રહે કે આ વાતની જાણ કોઇને ન થાય, ફક્ત તુ અને અબ્દુલચાચા બસ, તુ તૈયાર તો છે ને?”
“હા સર, પણ વાત શું છે?”
“એ હુ તને પછી કહીશ, OK”
“OK”
“હા મેઇલ કરતી વખતે તારા પર્સનલ મેઇલ પરથી કરજે ઓફિસના મેઇલથી નહી”
“OK સર, ડોન્ટ વરી હું કરી દઇશ.”
“હા ઘરે પહોચીને મને મોબાઇલ પર રિંગ કરજે જલ્દી OK.”
“OK, સર bye.”
આકાશના અવાજમાં ચિંતા અને બહુ જ લાગણીસભર હતા, જાણે કોઇ ગુમાવ્યાનો અહેસાસ હતો, એ તૃષા સમજી શકી, કેમકે આકાશની એ નજીક હતી.
એના મગજમાં ઘણા સવાલો ઉઠ્યાં, “કોનો ફોટો મેઇલ કરવાનો કીધો હશે? અવાજ કેમ આવો હતો? કોઇને કહેવાની કેમ ના પાડી? ઘરેથી ફોટો લાવવા અને મેઇલ કરવા મને કેમ કહ્યું? આમ તો આ કામ વિજયસર જ કરે છે, તો પછી.”
“શું છે તૃષા ક્યાં ખોવાઇ ગઈ?”
“કઈ નહિ મમ્મી બસ એમ જ”
“તો ફોન કોનો હતો? આટલી બધી ટેન્શનમાં કેમ છે?”
“કઈ નહિ મમ્મી, તુ મારી ચા મુક જલ્દી ઓફિસ જવુ છે.”
“પણ આટલું વહેલું?”
“થોડું કામ છે આકાશસરનું – આમેય એ રજા પર છે તો તુ જાણે છે મારું કામ વધી ગયું છે.”
એટલામા અબ્દુલચાચા ગાડી લઈને આવી ગયા, તૃષા ગાડીમાં ગોઠવાઇ, અબ્દુલચાચાના મનમાં પણ આજ સવાલ હતો, પણ થોડા અલગ.
ફ્લેટ ખોલીને બંને અંદર પ્રવેશ્યા.
“ચાચા, આ સર ને અચાનક શુ સુઝ્યું?”
“ખબર નહિ, મને પણ કહ્યું કે ઓફિસની ગાડી લઈને ન આવવા જણાવ્યું.”
“PC અંદર બેડરૂમમાં છે નહિ?”
“હા, અંદર છે, ફોન કરવાનું કિધું તને?”
“અરે હા, હુ કરું છુ”
આ બાજુ આકાશ પોલીસ સ્ટેશનમાં હતો, રાજ્યની સૌથી સુંદર જગ્યા પર્યટન સ્થળના પોલીસ સ્ટેશન એ પણ સવાર સવારમાં વાત કંઇક આમ બની હતી.
૩સ્ટાર હોટેલના રૂમમાંથી સવારમાં આકાશ તૈયાર થતો હતો. હજુ સવારના ૬ વાગ્યા હતા, પણ એની ઇચ્છા ખુશનમા સવારની મજા માણવાની હતી, કેમ કે એનો મૂડ નહતો, એનું મગજ ક્યાંય ચોટતુ નહતુ, એટલે એને થયું કે સવારમાં ફરવાથી કદાચ મૂડ બદલાય.
એણે કાઊન્ટર પર ફોન કરીને ગાડી મંગાવા કહ્યુ, એ બહાર નીકળી, લિફ્ટમાં થઇને કાઊન્ટર પર આવ્યો, કાઊન્ટર પર ચાવી આપીને ગાડીમાં બેઠો.
છેલ્લા એક મહિનાથી ડ્રાઇવર આકાશ જોડે ફરતો હતો. બંને ઘણી જગ્યાએ ફર્યા હતા, ડ્રાઇવરને પણ આકાશ જોડે મજા આવતી હતી.
“સાહેબ કયાં જઇશું? દરવાજો ખોલતા ડ્રાઇવરે પુછ્યું
“બસ, કયાંક એવી જગ્યા જ્યાં સિમેંટ કોક્રિટનું જંગલ ના હોય, શાંતિથી સવારની મજા માણી શકાય એવી જગ્યાએ લઇ લે.”
“જી સાહેબ”
ગાડી રસ્તા પર દોડવા લાગી, આકાશ હજી વિચારોમાં હતો કોણ જાણે કેમ પણ સ્વીટી અને ધરતીની યાદ બહુ જ આવતી હતી, એણે અફસોસ હતો કે અસ્મીતનું વચન એ નિભાવી ના શક્યો.
એ વિચારોમાં હતો એટલામાં ગાડીની બ્રેક વાગી, એનું ધ્યાન હટ્યું.
“શુ થયુ?”
“સાહેબ, બહુ ભીડ છે કોઇ એકસીડન્ટ થયું લાગે છે.”
“ચાલ જોઇએ તો ખરા.”
“અરે સાહેબ રોજનું છે.”
“ચલને જોવામાં કંઇ જાય છે.”
“ચાલો.”
બંને ગાડી સાઇડ કરી જોવા ગયા, રસ્તો દ્રીમાર્ગી હતો, વચ્ચે ડિવાઇડર જેવું કઈ નહતું, બીજી બાજુ જ્યાં ભીડ હતી ત્યાં ગયા.
“શુ થયુ છે ભાઇ?” એક માણસને પુછતા ડ્રાઇવરે કહ્યું.
“કોઇ છોકરીની લાશ પડી છે ચોકડીમાં બાવળિયા વચ્ચે.”
“છોકરી” આકાશના મગજમાં ચમકારો થયો.
“સાહેબ ચાલો, મોડું થશે” ડ્રાઇવર બોલ્યો.
“એક મિનિટ... તુ ઉભો રહે”
આકાશ ભીડ ચીરીને ગયો, એની પાછળ કમને ડ્રાઇવરને જોતરાવું પડ્યું.
“ક્યા છે લાશ?” આકાશે પુછ્યું.
“આ રહી થોડા નીચે ઉતરીને જુઓ.” એક માણસે રસ્તો બતાવતા કહ્યું.
“પોલીસને ફોન કર્યો?” આકાશે પુછ્યું
“ના સાહેબ લફરામાં કોણ પડે? આવશે એમને ખબર પડશે તો” એક જણ બોલ્યો, આકાશને થયુ કે આમને તમાશો જોવાની મજા આવે છે. એને ગુસ્સો આવ્યો, એ નીચે ઉતર્યો તો લાશ વધુ સ્પષ્ટ થઈ.
“સાહેબ રહેવા દો.” ડ્રાઇવર બોલ્યો
“રહેવા દો ને ભાઇ શુ કામ લફરામાં પડો છો?” એક જણ બોલ્યો
“આ કોઇ છોકરી ની લાશ છે કદાચ તમારી દિકરી ની લાશ પડી હોય આ રીતે તો તમે તમાશો જોતા ઉભા રહો?” આકાશે વેધક સવાલ કર્યો, ભીડમાં સન્નાટો છવાઇ ગયો કેટલાંક સરકવા લાગ્યા, આકાશે નજીક જઈને જોયુ, એ સ્તબધ થઈ ગયો, એને આંખો પર વિશ્વાસ ન થયો, એ ઢાળ પર ઉભો હતો પડવા જેવો થઈ ગયો. ચક્કર આવવાં લાગ્યા.
“સાહેબ શુ થયુ?” ડ્રાઇવર પાછળ દોડતો આવ્યો અને આકાશને પકડ્યો.
“કંઇ નહિ, મને વધુ નજીક લઈ જા.”
“કેમ સાહેબ?”
“Plz….”
“તમે આને...” ડ્રાઇવર વિસ્મય પામ્યો શુ બોલવુ એની સુઝ ના પડી આકાશની હાલત જોઇ.
“હા..”
બંને નજીક ગયા. ચહેરો વધુ સ્પષ્ટ થાય એ માટે ડ્રાઇવરે એની પાસે રહેલા મોબાઇલની લાઇટ કરી, કેમકે સવારના છ જ થયા હતા.
“સ્વીટી?” આકાશનો અવાજ ચિરાઇ ગયો.
“સાહેબ હિંમત રાખો.”
પછી સ્વસ્થતા જાળવી એની નાડી તપાસી.
“તારી જોડે પોલીસનો નંબર છે?”
“હા છે, તમે ઉભા રહો હુ કરુ છુ. “ પછી એણે ફોન લગાવ્યો
“સાહેબ Good Morning પંડ્યા સાહેબ.”
“Good Morning હેડ કોન્સટેબલ પંડ્યા બોલુ છુ બોલો”
“સાહેબ હુ દિનો, દિનો ગાડીવાળો બોલુ, G-Star hotel વાળો”
“હા દિના બોલ શુ વાત છે?”
“સાહેબ અહિયા, અહિયા સર્કલની જોડે ચોકડી છે ને? ત્યાં એક બેબીની લાશ છે.”
“તુ ત્યાં જ છે?”
“હા હુ અહિ જ છુ, મારા એક સાહેબ છે હોટેલમા રહે છે તે દિવસે મળ્યા હતા તે રાત્રે? ફનફેર જોડે એ સાહેબને બંને છીએ, સાહેબ જલ્દી આવો.”
“તુ ઉભો રહે ત્યા, PSI સાહેબ Patrolling પર જ છે હુ વાત કરુ છુ અને હુ પણ આવુ છુ.”
“હા”
આ બાજુ આકાશ સ્તબ્ધ થઈ ગયો હતો, એને શું બોલવુ કંઇજ સુઝ પડતી હતી નહી, આંખોમાથી આસું પણ નહતા નીકળતા.
એટલામા પોલિસની ગાડી આવી, એ પછી બીજી ગાડી અને એમ્બુલન્સ પણ આવી આ જોઇને ભીડ ઓછી થઈ ગઈ, માત્ર ગણ્યાંગાંઠ્યા જ વધ્યા, આકાશ હજુ સ્વીટી જોડે જ બેસી ગયો હતો, અને જોઇ રહ્યો હતો.
“દિનો તુ જ ને?” PSI બોલ્યા
“હા સાહેબ આજ દિનો છે” હેડ કોન્સટેબલ બોલ્યો
“નમસ્તે સાહેબ, Good Morning આ રહી લાશ, આ મારા સાહેબ છે.”
“પીએસઆઇ એ આકાશ સામે જોયુ એ જોઇને એને સમજતાં વાર ન લાગી કે આ છોકરીના સંબંધમાં છે.”
“Mr.“ PSI એ ખભા ઉપર હાથ મુક્યો.
આકાશની તંદ્રા તુટી, એણે ઉપર જોયુ.
“Hello, હુ PSI દિનાકર મિશ્રા.”
“Hello” આકાશ માંડ માંડ બોલી શક્યો, અને ઉભો થઇને હાથ મિલાવી શક્યો.
“તમારુ નામ?” પીએસઆઇ એ સવાલ પુછ્યો
“આકાશ..”
“Mr. આકાશ તમે જરા ઉપર જશો? હુ ચેક કરી લઉ?”
“નહિ, હુ અહિ બરાબર છુ તમે કરો તમારી કાર્યવાહી મને કાંઇ વાંધો નથી.”
“Ok, પંડ્યા આસપાસ બધુ કોર્ડન કરી તપાસ કરો બરાબર.” પછી લેડી કોન્સટેબલે ખિસ્સા તપાસ્યા.
“કંઇ છે?” PSI એ પુછ્યુ
“સાહેબ આ કી-ચેઇન અને આ ફાટેલો ભીંજાઇ ગયેલો કાગળ છે, કદાચ કોઇક નામ અને નંબર છે.”
કી-ચેઇનને થેલીમાં મુક્યુ, આકાશની નજર પડી.
“એક મિનિટ સર.”
“હા મિ. આકાશ.”
“હુ આ જોઇ શકુ છું.”
“હા”
પારદર્શક થેલી હાથમાં આપી સ્વીટી નામનો S અને ધરતી નો D વાળુ કી-ચેઇન હતુ. મેળામાં લઈ આપ્યું હતુ.
આકાશે એની પર એક ઢિંગલી દોરેલી હતી, આકાશને એ જોઇને આંસુ આવી ગયા, રડી પડ્યો.
“Mr. આકાશ plz.. તમે ઉપર આવી જાઓ. plz” PSI એ કહ્યું, એણે આકાશને ગાડી જોડે મોકલી દિધો, ગાડીમાં આકાશ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
આ બાજુ પીએસઆઇ એ બરાબર નિરિક્ષણ કર્યુ. હાથે પગે કંઇક બાંધેલાના નિશાન હતા, કપડાં પણ ફાટી ગયેલા કેટલાય દિવસો જુના હતા, આંખો પણ ઊંડી ઉતરી ગયેલી હતી. ચહેરો શુષ્ક દેખાતો હતો, પગમાં ચંપલ પણ ન હતા, પછી હેડ કોન્સટેબલ પંડ્યાને ચેક કરવાની સુચના આપી, અને લાશને પીએમ મા મોકલી આપી.
ડ્રાઇવર દિનાની પુછપરછ કરી આકાશની માહિતી મેળવી.
“OK, તુ તારા સાહેબ ને લઈને પોલીસ સ્ટેશન આવ મારી પાછળ.”
આકાશ પોલીસ સ્ટેશન ગયો, PSI એ પાણી આપ્યુ.
“મિ. આકાશ હુ કાંઇ પુછી શકુ?”
“હા, શ્યોર, પુછો”
પછી આકાશ અને PSI વચ્ચે લાંબી વાતચીત થઇ. આકાશે બધી જ વાત પુરેપુરી અને ડિટેઇલ મા કરી, ક્યારે સ્વીટી ધરતી મળ્યા હતા, કેવી વાત થઇ હતી, તમામ વાતો કરી.
“તમારી પાસે કોઇ ફોટો છે ધરતીનો?”
“ના, હાલ તો નથી પણ મંગાવી શકુ છું, હુ મારી સેક્રેટરીને કઉ એ મેઇલ કરશે, પીએસઆઇ સાહેબ એક વાત તો ચોકકસ છે જો સ્વીટી અહિંયા હોય તો એનો અર્થ એ હોય કે ધરતી અહિં જ આસપાસ હોવી જોઇએ.”
“પણ એવું ચોક્કસ કઈ રીતે કહી શકાય? કદાચ એનુ અપહરણ થયુ હોય, એ ઘરેથી ભાગી આવી હોય?”
“અપહરણની વાતથી હુ સમંત હોવ પણ ભાગી જાય એવી છોકરી નથી.”
એટલામાં હેડ કોન્સટેબલ પંડ્યા કેટલીક વસ્તુઓ અને નોટ્સ લઈને આવ્યો, કાનમાં કંઇક કહી ગયો.
“પંડ્યાજી આ નંબર ચેક કર્યા? કાગળ પરના?”
“હા સાહેબ ચાલુ છે, આ એક નંબર પુરો નથી.”
“એક મિનિટ સર, મને આપો હુ તમારી મદદ કરી શકુ.” આકાશ વચ્ચે બોલ્યો
“હા, લો.”
“આ નંબર તો મારા જુના ઘરનો છે, આ રશ્મિબેનનો છે અને આ મુંબઈનો છે કદાચ અસ્મિત નો હોઇ શકે? હુ કઉ”
એણે કાગળ પાછુ આપી ડાયરી ચેક કરી.
“હા સર, એ અસ્મિત ના ઘરનો નંબર છે.”
“OK.”
“સર, આનો મતલબ એ થાય કે સ્વીટી મુશ્કેલીમા હતી.”
“કઈ રીતે?”
“એ એ રીતે કે આ નંબરો સ્વીટી જોડે તો જ હોય જો એ મુશ્કેલીમા હોય, અને આ નંબરો કા તો ધરતી એ એને લખી આપ્યા હોય કે તુ જઈને મદદ મેળવ, સ્વીટીને એવુ કહ્યુ હોય, કદાચ મારા ઘરે ફોન કર્યો હોય અને તે બંધ આવ્યો હોય.”
“હા, એવું પણ બની શકે છે તમે એક કામ કરો, મને ધરતીબેન નો ફોટો મેળવી આપો. હુ PM રિપોર્ટ શુ આવે છે એ જોઉ છુ, Ok અને તમે સ્વસ્થ પણ થઈ જાઓ.”
“હા એ તો તમને ૧૦ મિનિટમાં જ આપી દઉ છુ, મે ફોન કરી દિધો છે.”
એટલામાં આકાશનો ફોન રણક્યો એણે જોયુ તો તૃષાનો હતો.
“હા તૃષા બોલ, પહોંચી ગઇ?”
“હા સર, પીસી ચાલુ છે, કઈ ડ્રાઇવ મા છે?”
“D ડ્રાઇવ open કર, અને એક હિડન ફોલ્ડર હશે નામ છે DH”
“એક મિનિટ, હા સર ફોટા છે સર કોઇ.”
“હા તો એમાથી એક ફોટો હશે ધરતીનો અને એક હશે એની જોડે જે છોકરી છે તે નાનકડી એનો એ બંને ફોટા લઈ લે.”
“OK લઈ લીધા સર.”
“OK gud તો લઈને જલદી send કર મને.”
“હા સર.”
પછી ફ્લેટ લોક કરીને એ ઓફિસ ગઈ અને ઓફિસથી મેઇલ કર્યા, અને આકાશને ફોન કર્યો કે મેઇલ સેન્ડ થઈ ગયો છે. એ વખતે હજી એ પોલીસ સ્ટેશન પર જ હતો.
“સર, મેઇલ સેન્ડ થઈ ગયો છે, ફોટાનો અહિં છે ઇન્ટરનેટ?”
“હા છે ને ડેટા રૂમમાં સામે તમે જોઇલો હોય તો પ્રિંટ કઢાઇ દો.”
આકાશે કોપી કાઢી, PSIને આપી.
“મિ. આકાશ, તમે જાવ આરામ કરો, હુ કઈ સમાચાર મળશે કે તમને કઇશ.”
“હા.”
“અને હા તમે મને કિધા વગર શહેરની બહાર નહિ જઈ શકો.”
“હું જવાનો પણ નથી.”
પછી આકાશ રૂમ પર ગયો હોટલમાં. ઇન્સ. કડી ગોઠવવામાં પડ્યાં.
“સર શું વિચારો છો? છેલ્લા એક કલાકથી?”
“પંડયાજી હુ આ છોકરી વિશે વિચારુ છું.”
“હા તો, ડૉ નો ફોન આવ્યો છે કેટલીક માહિતિ આપી છે, આ રહી.”
“Ok, છોકરી ભુખથી મરી છે, છેલ્લા ૪ દિવસથી કાંઇ ખાધુ નથી, Very Strange.”
“હા સર, અને બીજુ એ કે એના હાથે પગે બાંધી રાખી હોય એવા નિશાન છે, પીઠ પર પણ માર મારવામાં આવ્યો છે, કેટલાક નિશાન ગળામાં પણ છે, કેટલાક ડામના પણ છે.”
“એનો મતલબ કે છોકરીનું કિડનેપિંગ થયુ હતુ. “
“હા... તમારી વાત સાચી સાહેબ પણ, મને એક વાત ન સમજાઇ.?”
“કઇ પંડયાજી?”
“છોકરીની લાશ મળી સર્કલ રોડ પર અને સર્કલ રોડ તો શહેરની વચ્ચોવચ ન કહેવાય પણ બહુ બહાર પણ ન કહેવાય, એ લોકો અહિં જ તો નથી કિડનેપિંગવાળા? કેમ કે જો.... ભુખી હોય તો, ક્યાંક તો જમવાનુ માંગ્યુ હશે ને પણ, આજુબાજુ બધાએ ના પાડી હતી, કે આ છોકરી પહેલા કોઇએ જોઇ જ નથી... મને આ જ નથી સમજાતુ કે એ બહારથી આવી કે અહિંયા જ હતી.
“હા આપણે એક કામ કરીએ એનાં કપડા ફોરેન્સીક લેબમાં મોકલી આપીએ કંઇક મળશે. જાઓ તમે જઈને એ કામ કરો.”
“”હા...”
આકાશ રૂમ પર જઇને એટલો બધો રડ્યો કે આખો દિવસ રૂમની બહાર પણ ના નીકળ્યો, જમ્યો પણ નહિ, બીજે દિવસે માંડ સ્વસ્થતા મેળવી.
બપોરે એ થોડો નાસ્તો કરીને પોલીસ સ્ટેશન ગયો.
“નમસ્તે સર, Gud afternoon”
“અરે! આકાશ કેમ છો? બેસો.”
“Thank you”
“આકાશ ધરતીબેનનો કોઇ જ કોન્ટેક થતો નથી, મે તમારા ફ્રેંડ અસ્મિતના ઘરે ફોન કર્યો હતો, નો રિપ્લાય આવે છે, તમે જે ઓફિસનો નંબર આપ્યો હતો એના પર ફોન કર્યો પણ એ લોકો કહે છે કે અસ્મિત ૫ દિવસથી ઓફિસ નથી આવ્યો.”
“Ok, અસ્મિતનો ફોન મે પણ ટ્રાય કર્યો હતો નો રિપ્લાય જ આવે છે, PM રિપોર્ટમાં શું આવ્યું?”
“સ્વીટી નુ મોત ભુખના લીધે થયુ છે.” દિનાકરે કહ્યું
“શું વાત કરો છો સર?” આકાશ હકબક રહી ગયો.
“હા અને બીજી વાત એને હાથેપગે બાંધી રાખવાના નિશાન છે, અને એને યાતના પણ આપવામાં આવી છે, આ વાંચી લો.“
રિપોર્ટની કોપી આકાશને આપી, આકાશ વાંચીને આશ્રર્યમાં મુકાઇ ગયો.
“સર, એ લોકો અહિંયા તો નથી ને?”
“ના મે આખા શહેરમાં એવી તમામ જગ્યાઓ પર તપાસ કરાવી બધી જ રીતે પણ I think એ બહારથી આવી છે, મને ફોરેન્સિક રિપોર્ટ મળી જાય તો એના કપડાંની કોઇ કડી મળી જાય. “
“સર, જો ધરતી સહિસલામત હોય તો, એણે સ્વીટીને શોધવાના પ્રયત્નતો કર્યા જ હશે ને? કદાચ પોલિસ રિપોર્ટ પણ લખાવ્યો હોય?”
“હા સર, આકાશસરની વાત સાચી છે, આપણે દરેક પોલિસ સ્ટેશનમાં તપાસ કરાવી જોઇએ.” પંડ્યાજી બોલ્યા.
“હા તમે આનો ફોટો આની મમ્મીનો ફોટો લઈ જઈને તપાસ કરાવો તમામ પોલિસ સ્ટેશનમાં.”
“હા.”
“સર, સ્નિફટ ડોગથી માહિતી મળે કે સ્વીટી ક્યાંથી આવી હતી? “ આકાશ બોલ્યો
“અરે હા, યુ આર રાઈટ થોડો ક્લુ તો મળશે જ. ચાલો હુ એનો બંદોબસ્ત કરાવુ છું.”
“સર, મને આ બધો ખેલ એના હસબન્ડ નો લાગે છે.”
“હા એ તો તમે કાલે કહ્યું હતુ ને?”
“હા.”
“પણ એક વાત છે જો આમા ધરતીબેનનો હસબન્ડ ઇન્વોલ હોય તો, એ સ્વીટીને આ રીતે હેરાન ત્યારે જ કરે જ્યારે ધરતીબેન પાસેથી કંઇ મેળવવું હોય અને આમ હોય તો..?
“તો ધરતીને પણ જોખમ છે રાઇટ.”
“હા મિ.આકાશ.”
“સર ક્યાંક એવુ તો નથી ને કે ક્યાંક બંને ને સાથે પુરી રાખ્યા હોય અને ધરતીએ સ્વીટીને ભગાડી દીધી હોય, અને કહ્યુ હોય કે આ નંબર પર ફોન કરજે પણ સ્વીટી કરી શકી ન હોય અને કર્યો હોય પણ કોઇ મળ્યું ન હોય?”
“હા હુ એજ વિચારું છુ જો એવું હોય તો ધરતીબેનને શોધવાના પ્રયત્ન થવા જોઇએ.”
“હા સર.”
“ચાલો એ હુ કહુ છુ, સાંજે સ્નિફટ ડોગથી તપાસ કરીશુ તમે આવી જજો ૬ વાગે અહિયા.”
“ચોક્કસ ચલો.”
“Ok.”
આકાશે રજા લીધી, એના મગજમાં એક જ સવાલ હતો ધરતી છે તો ક્યાં છે?.
સાંજે સ્નિફર ડોગથી તપાસ શરૂ થઈ ગઈ, સ્નિફર ડોગ સ્વીટી જે જગ્યા ફરી હતી ત્યાં ફર્યો. સ્નિફર ડોગ સર્કલથી શરૂ કરીને ખાણીપીણીના પ્રખ્યાત બજાર, અશોક વિસ્તારમા ફર્યો, ત્યાંથી હાઇવે તરફ જઈને અટકી ગયો.
“સર બસ અહિંથી અટકી જાય છે ત્રણવાર આ જ વિસ્તારમાં ફરે છે.” પંડ્યાજી એ કહ્યુ.
“એનો અર્થ એ કે સ્વીટી અહિં હાઇવે પર ઉતરી ગમે તે સાધનમાંથી પછી એ અહિં ખાણીપીણીના બજાર તરફ આવી, એણે કદાચ જમવાનું માંગ્યુ ન મળ્યું રાત્રે સર્કલ તરફ ગઇ અને ૩ વાગે એણે શ્વાસ છોડ્યો.”
“હા ઇન્સ. સાહેબ તો આ લોકોને ખબર હશે ને.” આકાશના મનમાં આશા જાગી.
“હા પટેલ આ બધાની પુછપરછ કરો, સર્કલ પર કોણ હતુ એ રાત્રે તપાસ કરો.”
“હા સર.”
“આકાશભાઇ ચિંતા ન કરો કંઇક તો મળશે.”
“હા”
તે રાત્રે આકાશ રૂમ પર પાછો આવ્યો, એના મગજમાં એક જ વિચાર હતો, ધરતી ને શોધવી.
ત્રીજા દિવસે આકાશ બપોરે પોલિસ સ્ટેશન આવ્યો.
“શુ થયુ સર કંઇ કડી મળી?”
“ના આકાશભાઇ એક પણ વેપારી મોઢું ખોલવા તૈયાર નથી.”
“તો શું કરીશું?
“એ તો કંઇક કરીએ છીએ પણ સ્વીટીની લાશ નુ શું કરીશુ?”
“જ્યાં સુધી ધરતી ન મળે ત્યાં સુધી તો રાહ જોવી પડશે ને.”
“હા એ પણ છે.”
એ દિવસ પણ એમને એમ પુરો થઈ ગયો, રાત્રે આકાશ એ બજારમાં ગયો, એણે પુછપરછ કરી ત્યારે એક નાનકડો ભીખ માંગતો છોકરો બોલ્યો. “સાહેબ, આ છોકરી હતી, રાત્રે ૯ વાગે અહીં એક ફોન લગાવતી હતી પણ લાગ્યો નહિ, પછી જમવાનું માંગ્યુ તો બધાએ એને ધુત્કારી કાઢી.”
“બેટા તુ આ વાત પોલિસ અંકલને કહિશ.”
“પણ મને ડર લાગે છે.”
“આકાશે ૧૦૦ની નોટ આપી.”
“હજી બીજા પણ આપીશ પણ આવુ બોલજે.”
“હા સાહેબ હુ કાલે પોલિસ સ્ટેશન આવીશ.”
“OK ગુડ.” બીજી ૧૦૦ ની નોટ આપી.”
ચોથે દિવસે આકાશ પોલિસ સ્ટેશન ગયો.
“સર, કેમ છો?”
“મજામા, તમે સવાર સવારમાં?”
“હા, તમને હેરાન કરવા.”
“અરે નઇ એતો કામ છે ચાલુ.”
“કોઇ માહિતી.”
“અરે યાર પેલા વેપારીઓ કંઇ જ બોલતા નથી.”
“એમની ચિંતા છોડો મે એક જણને પકડ્યો છે તમને કહેશે બધુ.”
“કોણ છે?”
આકાશે બૂમ પાડી, “”ચીંટુ”
એક નાનકડો છોકરો આવ્યો એ ત્યાં આસપાસ ભીખ માંગતો હતો, કચરો વિણતો હતો.
“અરે તે કહે જે કાલે મે પુછ્યું હતુ એ.”
“એક મિનિટ આકાશભાઇ હુ પુછૂ?”
“હા સ્યોર.”
“આ બાજુ આવ.” ઇન્સ એ બોલાવ્યો, ફોટો બતાવ્યો, “આ છોકરીને જોઇ હતી?”
“હા સાહેબ.”
“કેટલા વાગે?”
“૮ વાગે”
“શુ કરતી હતી?”
“એ બધે ફરી ને ભીખ માંગતી હતી, કોઇએ આપ્યુ નહિ પછી ડબ્બા પરથી ફોન કર્યો. તો પેલા ક્રુષ્ણાચાચા એ એના પર્સના દસ રુપિયા લઈ લીધા પણ એણે વાત તો કરી નહિ.” પછી એ ૧૧ વાગ્યા સુધી ત્યાં જ હતી, પછી હુ જતો રહ્યો હતો.”
“તે એને ઉતરતા જોઇ હતી?”
“ના પણ પેલો મુનિયો કેતો તો એ કોઇ ખટારામાંથી ઉતરી હતી.”
“મુનિયો કોણ?”
“પેલો હાઇવે પર ચાની લારી પર કામ કરે છે ને એ.”
“OK બીજુ કંઇ ખબર છે?”
“ના સાહેબ પણ બધાએ બહુ મારતાતા, એ પેલા લારીવાળાઓ.”
“OK ચલ, બહુ સરસ“
“પટેલ આને લઈ જા, સહિ કરાવ અને ચા નાસ્તો પણ આપજે, જા હુ બોલાવીશ તો આવીશને?”
“હા સાહેબ.”
“જા” પછી પટેલભાઇ એને લઈ ગયા, ચા નાસ્તો કરાવ્યો એડ્રેસ નોંધ્યુ, બયાન પણ.
“Thanks આકાશભાઇ”
“Thanks ઇશ્વરને કહો ..મને નહિ.”
“હા, હવે તમે ચિંતા ન કરતા એ લોકોને તો હુ જોઇ લઈશ.”
“OK, પણ એક વાત પુછુ?”
“હા બોલો.”
“મારે સ્વીટી ને જોવી છે શુ હુ?”
“હા ચોક્કસ કાલે આપણે જઈશુ.”
“Thanks”
પછી ઇન્સ. બધા વેપારીઓની પુછપરછ કરી આકરી ત્યારે કોઇ બોલ્યુ કે છોકરી આવી હતી રાત્રે પણ અમે ન તો ફોન કરવા દિધો કે ન તો જમવાનુ આપ્યુ, વળી કોન્સટેબલે પણ એને ધુત્કારી હતી.
“શરમ આવે છે મને તમારા લોકોથી એક નાનકડી છોકરીને પાણી પણ ન આપ્યું? આટલા બધા પૈસા ભુખ્યા તમે? વિચારો કદાચ આની જગ્યાએ તમારી છોકરી હોત તો, તમને કેવુ લાગત? ક્રુષ્ણાચાચા તમે મહાન છો કેમ? ફોન પણ ના કરવા દિધો અને ૧૦ રૂપિયા લઈ લીધા પાણી પણ ના આપ્યુ? એ બીચારી તરફડીને મરી ગઈ... શેઇમલેસ. પંડ્યાજી આ બધા વિરુદ્ધ ગુનો નોંધો.”
“જી સર, સર કોન્સટેબલ હજી નથી આવ્યો.”
“એને કાલે ઘરેથી પકડી લાવો.”
“જી સાહેબ.”
બીજે દિવસે આકાશ પોલિસ સ્ટેશન આવ્યો, ત્યારે ભીડ હતી પોલિસ સ્ટેશનમાં.
“Gud morning સર.”
“આકાશભાઇ Gud morning, બહાર જોયા તમારાં ગુનેગારો?”
“કોણ છે આ બધા?”
“અશોકનગરના ખાણીપીણી વાળા છે રાજ્યમાં પ્રખ્યાત, એક છોકરી ને મારી નાખી, લો વાંચો આ લોકો ની વિગતો એમના હાથે લખેલી.”
“આ બધુ?”
“હા આકાશભાઇ કાલે તમારા ગયા પછી મે આખો દિવસ પુછપરછ કરી, પોલિસ લોકઅપમાં નાખ્યા, માર માર્યા બધાને ત્યારે બોલ્યા.”
“Thanks” આકાશને વાંચીને એની આંખમાં આંસુ આવી ગયા.
“સર, કોઇ માણસ આટલુ ક્રુર બની શકે છે?”
“હુ પણ એ જ વિચારુ છુ, સાલ્લા નાલયાક.”
એટલામા હેડ કોન્સટેબલ પંડ્યા આવ્યા.
“સર, પેલો આવી ગયો છે.”
“ક્યાં છે?”
“બહાર છે.”
“પુછ્યુ?”
“હા હાલ તો ના પાડે છે”
“જા હુ આવુ છુ.”
“ચાલો આકાશભાઇ બીજા નમુના ને મળવા .”
“કોણ છે?”
“ચાલો બતાવુ” બંને કેબિનની બહાર આવ્યા.
“નામ”
“કોન્સટેબલ ગાયકવાડ”
“આ છોકરી રાતે ૩ વાગે મરી ગઈ ભુખથી આને તે જોઇ હતી.”
“ના સાહેબ એ રાત્રે હુ બે વાગ્યા સુધી હતો, મારી ડ્યુટી ત્યાં જ હતી મે નથી જોઇ એને”
“બરાબર યાદ કર તને મારી ખબર છે”
“હા સાહેબ યાદ છે.”
“OK પટેલ પેલાને બોલાવતો.”
પટેલ પેલા નાનકડા છોકરાને લઈ આવતો.
“બોલ બેટા, આ છોકરી ફોટાવાળી, આ સામે દેખાય એ કાકાને મળી હતી?”
થોડીવાર જોઇ રહ્યો
“હા, મળી હતી, આમણે એને ધક્કો મારીને કાઢી મુકી’તી.”
“કેટલા વાગ્યા હશે એ વખતે?”
“રાતના ૧૧ વાગ્યા હશે મારો બાપ રોજ આ ટાઇમે જ બોલાવવા આવે છે એટલે ખબર છે ૧૧ જ વાગ્યા હતા.”
“બોલ હવે કંઇ કહેવુ છે?” ઇન્સ. કોન્સટેબલ ની જોડે ગયા.
“આ જુઠ્ઠુ બોલે છે.” ઇન્સ. સણસણતા બે તમાચા માર્યા.
“હવે બોલ, યાદ આવે છે? આવે છે?” વધુ જોરથી બોલ્યા.
“હા સાહેબ હા, આ આવી હતી મારી જોડે મદદ માંગતી હતી, ખાવાનુ પણ. મે એને ધક્કો માર્યો અને કાઢી મુકીને હુ પીવા જતો રહ્યો.”
“સાલ્લા” બીજા બે તમાચા માર્યા.
“પંડ્યાજી આનો ડિસમિસ નો લેટર બનાવડાવો, બેદરકારી કેસ દાખલ કરો. તારા જેવાના કારણે લોકો પોલિસ પર થુંકે છે. હલકટ.”
“તમે થોડી દયા કરી હોત તો આજે માસુમ જીવત, જરા વિચાર તો કરો આની જગ્યાએ તમારી છોકરી હોત તો” આકાશ બોલ્યો
“ચાલો આકાશભાઇ આપણે હોસ્પીટલ જઈએ.”
“હા ચાલો.”
બંને સ્વીટી ની ડેડબોડી જોવા હોસ્પીટલ ગયા, આકાશ એને જોઇને માંડ કાબુ રાખી શક્યો. પાછા વળતા, એ માંડ સ્વસ્થ રહી શક્યો.
“સર, હુ ધરતી ને ગુમાવવા નથી માગતો, plz.”
“ચિંતા ન કરો કંઇક કરીએ છીએ.”
“સર, છાપામા સમાચાર આપીએ તો.”
“પણ જોખમ છે.”
“હા એ તો છે જ”
“માત્ર એ રીતે સમાચાર અપાવો કે ધરતીનો જન્મ દિવસ હોય.”
“હા એ વાત ખરી” તમે બધા પોલિસ સ્ટેશનમાં આપો
“હા એમ જ હુ કહુ છુ.”
“OK મને અહિં ઉતારી દો.”
“OK, Bye.”
“Bye.”
આ પછી બીજા ૧૦ દિવસ વીતી ગયા, ન તો ધરતીના કોઇ સમાચાર મળ્યા ના તો કંઇ પતો, પણ એક દિવસ રોજના ક્રમ મુજબ ઇન્સ. સાહેબ જોડે બેઠો હતો આકાશ. ત્યારે ઇન્સ. નો મોબાઇલ રણક્યો.
“હેલ્લો, ઇન્સ. વિનેશ Here.”
“હેલ્લો હુ ઇન્સ. વિનય બોલુ છુ.”
“હા બોલો.”
“અસ્મિત જે ગુમ હતો ૧૫ દિવસથી એની ડેડબોડી મળી છે, કાલે રાત્રે દિવમાંથી.”
“OK body લાવી દિધી છે?”
“હા, કદાચ આજે અંતિમ વિદાય પણ થઈ જશે.”
“Thanks અમે આવીએ છીએ.”
“તો પછી by air આવજો જલ્દી.”
“એની ચિંતા ન કરો.”
“OK bye.”
“bye”
“મિ. આકાશ બે ટીકિટ ની વ્યવસ્થા થશે?”
“અત્યારે? ક્યા જવા? ફોન કોનો હતો?”
“મુંબઇ થી ઇન્સ. વિનયનો હતો, એ અહિંના છે પણ ત્યાં સ્થિર છે, મારા ખાસ ફ્રેંડ પણ છે, તમારા દોસ્ત અસ્મિતની લાશ મળી છે, આજે અંતિમ વિધી છે, Sorry પણ આપણે પહોંચવુ પડશે.”
“અસ્મિતની? ક્યારે ? ક્યાંથી?”
“તમે રિલેક્સ થઈ જાઓ , માત્ર મુંબઇ જવાની તૈયારી કરો ટીકિટ રેડી કરવો , Plz હુ વાત કરું છું.”
“હા થઈ જશે” આકાશની આંખમાં આંસુ આવી ગયા.
“મારો એક ફ્રેંડ છે ટીકિટ તો હમણા થઈ જશે પણ ..”
“પૈસાની વ્યવસ્થા તો થઈ જશે ને? તમે આગળ વધો plz. , હા, લો પાણી પી લો, ચિંતા નહી કરો હવે ધરતીબેન મળી જશે.”
“ઇન્સ. સાહેબ મને ચિંતા થઇ રહી છે, પ્રથમ સ્વીટી, અસ્મિત હવે ક્યાંક?”
“નહિ થાય તમને મારા પર નહિ, તમારા પર નહિ, પણ ઇશ્વર પર તો વિશ્વાસ છે ને?”
“હા.”
પછી બંને પ્લેનમાં મુંબઇ પહોચ્યા, અસ્મિતની બોડી જોઇને એ હક્બક રહી ગયો, અસંખ્ય ઘા હતા શરીર પર, ત્યાંની પોલિસનો PM રીપોર્ટની કોપી વાંચી, અને અસ્મિતની કેટલીક અંગત વિગતો વાંચી. એક વાત પાકી થઈ ગઈ કે આ કામ ધરતીના હસબન્ડનું હતુ, એક પ્રખ્યાત ઉધ્યોગપતિ હતો.
આ બાજુ ધરતીને શોધવા લાગેલી ટીમને જ્યાં ધરતી રાખવામા આવી હતી તે મકાન હાથ લાગ્યું, તો બંને તત્કાલિક પ્લેન માં પાછા આવ્યા, પોલિસે રૂમની સઘન ચેકિંગ કરી, ત્યાંથી ધરતીનો ડીએચ લખેલો રૂમાલ મળ્યો, તુટેલી બંગડીઓ, એક ચેઇન પણ મળી, અલબત્ત એ જેન્ટ્સ હતી, લેડિઝ ન હતી, પણ છેલ્લો પ્રશ્ન તો એમનો એમ જ રહ્યો, ધરતી ક્યાં છે? મકાન સાવ ઉજ્જડ જગ્યાએ હતુ, આજુબાજુ ૩૦ km સુધી કોઇ ગામ ન હતુ, એ મકાન જુનુ ગોડાઉન હતુ, અને એ ધરતીના હસબન્ડે જ ખરીદેલું હતુ, પણ ઉપયોગ કર્યો ન હતો.
આમ ને આમ ૩૦ દિવસ વીતી ગયા ધરતીનો કોઇ જ પત્તો ન હતો.
અચાનક એક દિવસ રાત્રે ઇન્સ. વિનેશને એમના બાતમીદારનો ફોન આવ્યો, કે “ ધરતી થોડે દુર એક હોસ્પીટલ મા છે, એ પણ સિરિયસ , જીવશે કે કેમ એ મોટો સવાલ છે.:”
“સમાચાર સાચા છે?”
“હા સાહેબ પણ, એમના હસબન્ડ અખિલેશ ના માણસો તેમને શોધે છે એટલે જે પણ કરો સાવધાની થી કરજો.”
“OK .”
એ દિવસે આકાશ સુતો હતો રાતના ૩ વાગ્યા હતા, બારણે ટકોરા પડ્યા – એણે દરવાજો ખોલ્યો.
“અરે વિનેશભાઇ તમે અત્યારે?”
“હા જલ્દી તૈયાર થાવ આપણે જવાનું છે.”
“અત્યારે?”
“હા જલ્દી હુ નીચે રાહ જોઉ છું”
“તમે બેસો હુ તૈયાર થાઉ છુ.” આકાશ ફટાફટ તૈયાર થયો, બંને નીચે આવ્યા, રસ્તામાં વિનેશભાઇ એ બધી વાત કરી.
“પરિસ્થિતિ મુશ્કેલ છે.”
“હા, એ તો લાગે જ છે.”
“ચિંતા ન કરો હુ તમારી સાથે છુ હુ મદદ કરીશ પુરેપુરી.”
“Thanks.”
બંને હોસ્પીટલ પહોંચ્યા, બંને સીધા ડો. ની કેબિન માં ઘુસ્યા.
“હેલો, ડો. નમસ્તે” વિનેશભાઇ બોલ્યા
“નમસ્તે ડો.” આકાશ બોલ્યો
“તમે લોકો કોણ ? આમ અચાનક કઈ રીતે ઘુસી ગયા,? દરવાજો કેમ બંધ કર્યો?”
“Sorry Dr. બીજો કોઇ ઓપ્શન નથી, ઇન્સ. વિનેશ.” આઇકાર્ડ બતાવતા કહ્યું
“હુ આકાશ વી.એમ. કંપની માં જી.એમ. છું, તમારા હોસ્પીટલમાં એક પેશન્ટ છે મહિલા એક્દમ સિરિયસ.”
“આ રહ્યો એનો ફોટો.”
“હા, તો”
“આ એના relative છે, એમનું કિડનેપિંગ થયુ હતુ, એમની છોકરી નુ પણ, અમે એમને જ શોધીએ છીએ, ધરતીબેન નામ છે એમનુ.”
“OK બેસો, હુ બધી વાત કરુ.”
“ડો. સાહેબ તમને ધરતી કયાં મળી કઈ રીતે? અત્યારે કયાં છે? કેમ છે?”
“બસ, આકાશભાઇ શાંતિ રાખો હુ પુછુ છુ ને? ડો. સાહેબ તમે કહેશો?”
“આજથી લગભગ ૩૫ દિવસ પહેલા, આમને લાવવામાં આવ્યા આવેલા, એમને કોઇક ટ્રકે એક્સીડન્ટ કર્યુ હતુ, કદાચ જાણી જોઇને, પણ ઇશ્વરના ચમત્કારે એમને બચાવી લીધા છે, બે પગ જતા રહ્યા છે.”
“જતા રહ્યા છે means.? “ આકાશે પુછ્યું
“બંને પગે ફ્રેક્ચર છે, એક પગનુ હજી ઓપરેશન કરવું પડશે, હજી એ કોમામા છે, રાતે જ થોડા ભાનમાં આવ્યા હતા, હાથે પણ વાગેલુ છે, માથામાં પણ.”
“એ ચાલી તો શકશેને?” આકાશે પુછ્યું
“હા ચોક્કસ હમણાં નહિ. હજુ બે મહિના પછી.”
“ડો. તમે પોલિસ કેસ તો કર્યો જ હશે ને?”
“હા પણ પોલિસવાળા ગુનો નોંધીને જતાં રહ્યા આજ સુધી ફર્યા પણ નથી, અને હા એમના પર બે ક્રિટિકલ ઓપરેશન કરવા પડશે એના માટે બહારથી ડો. બોલાવવા પડશે એનો ખર્ચ હોસ્પીટલ ઉઠાવી શકે એમ નથી.”
“ડો. સાહેબ પૈસાની ચિંતા તમે નહિ કરતા, અત્યાર સુધીનો તમામ ખર્ચ હુ આપીશ, પણ ધરતીને કંઇ ન થવુ જોઇએ.”
“એની ચિંતા ન કરો, એમને કંઇ નહિ થાય.”
“ડો. હવે અગત્યની વાત આ વાત પુરેપુરી કોન્ફીડેન્શીયલ રહેવી જોઇએ, ધરતી અહિં છે એ વાતની જાણ કોઇને ના થવી જોઇએ. સૌ પ્રથમ તો એનો વોર્ડ બદલાવી દો, બીજુ કે સ્ટાફમાથી તમારા ખાસ માણસ જ મુકો અને એમના સિવાય વોર્ડમાં બીજુ કોઇ નહિ જાય.”
“એ હુ કરી દઊ છુ.” એટલામા રિંગ વાગી ટેલિફોનની હોસ્પીટલમાં.
“યસ, ડો. શશાંક હિઅર.”
“સર હુ નીના બોલુ છુ ગ્રાઉન્ડ ફ્લોર પરથી પેલા મેડમ છે જેમનુ નામ રાધા લખ્યુ છે ટેમ્પરરી, એમને સંપુર્ણ ભાન આવી ગયુ છે.”
“OK, gud હુ આવુ છુ, હલનચલન થયુ?”
“હા, એ તો બેઠા થઈ ગયા છે તમે જલ્દી આવો.”
“OK હુ આવુ છુ,” એમણે ફોન મુક્યો.
“આનંદ ના સમાચાર છે, રાધાને એટલે કે ધરતીને સંપુર્ણ ભાન આવી ગયુ છે, તે વાતચીત કરી શકે છે, પણ હમણાં બોલવાની રજા નહિ આપીએ, એક ઓપરેશન પછી OK . હા, એક વાત ખાસ યાદ રાખજો એમને કોઇ આઘાત ન લાગવો જોઇએ, બહુ પુછપરછ ના કરતા, જ્યાં સુધી ચાલતા ન થાય ત્યાં સુધી, તમે એને ખુશ રાખવાનો પ્રયત્ન કરજો, રહી વાત એમની સિક્યોરીટીની તો એ જવાબદારી મારી.”
“Thanks sir, એની બાબતમાં ચિંતા ન કરતા એને કોઇ આઘાત નહિ લાગે.” આકાશ બોલ્યો.
આકાશ , તમે સર જોડે જાવ અને ધરતીને મળો, હુ જરા થોડું કામ પતાવી દઊ.
“OK .”
આકાશની ધડકનો વધી ગઈ, જે વસ્તુની ૬ વર્ષથી રાહ જોતો હતો એ ઘડી આવી પહોચી હતી, એ જતો હતો ત્યારે એક એક સેક્ન્ડ એક એક યુગ જેવી લાગતી હતી.
બંને એ વોર્ડ આગળ પહોંચ્યા.
“તમે અહિ ઉભા રહો, હુ ચેક-અપ કરીને આવુ.”
“OK .”
ડો. ૧૫ મિનિટ પછી ચેક-અપ કરીને બહાર આવ્યા, આ સમયમાં એને એ બધું યાદ આવી ગયુ, છેલ્લે કરેલો આડકતરો એકરાર પણ યાદ આવી ગયો, એટલામા ડો. આવ્યા.
“મિ. આકાશ તમે મળી શકો છો.”
“OK .”
“ચાલો” બંને અંદર પ્રવેશ્યા, આકાશ અંદર પ્રવેશ્યો એના ધબકારા વધી ગયા હતા, બંનેની નજર મળી.
નર્સ બોલી, “જુઓ તો કોણ આવ્યું છે તમને મળવા?”
ધરતી એ નજર કરી, બંનેની નજર મળી.
“આકાશ” એ ઉભી થવા ગઈ.
“નહિ, સુઇ રહે, ઉભી ન થતી, આરામ કર, કેમ છે હવે? સારી લાગે છે ને તબિયત?
“હા, હકારમાં માથું હલાવ્યું?
“અને હા કોઇ ચિંતા કરવાની જરૂર નથી, હવે હુ આવી ગયો છુ.”
“આકાશ.. સ્વીટી?” તુટક તુટક અવાજે બોલી.
“સ્વીટી, એ સલામત છે, એ મુંબઇ માં છે, અસ્મિત જોડે બરાબર, નાઉ સ્માઇલ.”
“બહુ વાર કરી.” ફરીવાર તુટક અવાજે બોલી.
“અરે ના યાર, એવુ કાંઇ નથી ચલ હવે તુ આરામ કર.” આકાશ બોલ્યો.
એની આંખો માં બહુ જ સવાલો હતા, પણ ડો. ઘેનનું ઇન્જેક્શન આપીને ઉંઘાડી દીધી, આકાશ બહાર આવીને ઇન્સ. વિનેશના ખભે રડી પડ્યો.
“બસ, આકાશભાઇ, ધરતી મળી ગઈ ને? રડવાનું બંધ કરો.”
“હા, પણ એની હાલત જોઇ? હુ કેટલું જુઠ્ઠું બોલીશ?”
“જુઠ્ઠું બોલવાથી કોઇની જીંદગી બનતી હોય તો એમાં વાંધો શુ છે? ચાલો બહાર જઈએ, ડો. રૂમની શીફ્ટીંગની વ્યવસ્થા કરશે, આપણે જમી લઇએ.”
“મને નહિ ભાવે.” આકાશ બોલ્યો.
“થોડું , મારે માટે plz.”
“OK .”
બંને બહાર જઈને જમ્યા, થોડીવાર સુધી વાતો કરી.
“આકાશભાઇ, તમારા રહેવાનું?”
“હાલ તો ત્યાં જ ટેમ્પરરી રહેવા દઈશ, સમાન બધો અઠવાડિયાં પછી શિફ્ટ કરું.”
“એવું ન કરતા હુ એક ગાડી અપાવી દઉ છું, ટ્રાવેલ એજન્સીની છે, અને હોટેલમાં રૂમ પણ અંહિયા શિફ્ટ થઇ જાવ, ઓપરેશન પતી જાય પછી ધરતીબેનને લઈ જજો.”
“હા, એમ જ કરીશ, પેલી વાતનું ધ્યાન રાખવું પડશે કે અખિલેશને ગંધ ન આવે.”
“એને તો અત્યારે આમેય નહિ પડે એ મોરેશિયસ છે, વર્લ્ડ ટુર પર, એના માણસો નિશ્ચિંત છે, એમને એમ છે કે ધરતી મરી ગઈ છે.”
“હા એનો જ તો ફાયદો ઉઠાવવાનો છે.”
“હા તો હવે રજા લઉ, OK તમે ધરતીનું ધ્યાન રાખજો હું આવતો રહીશ.”
“વિનેશભાઇ સ્વીટીના અંતિમ સંસ્કારનું?”
“અરે હા, એ વાત તો હુ ભુલી જ ગયો, આ વાત તો ધરતીબેનને નહિ કરી શકાય તમારે જ કરવા પડશે, શુ કરીશું?”
“હુ એ જ વિચારું છુ.”
“આજે ચાલો તમે મારી જોડે. ફોર્માલીટી પતાવી દઈએ.”
“પણ પછી ધરતી?”
“એની ચિંતા નહિ કરો, મે એની વ્યવસ્થા કરી દીધી છે.”
“ઇન્સ. સાહેબ તમે બધે જ ધરતીના ફોટા મોકલ્યા હતા ને? તો અહિ પણ મળ્યા હશે? તો આપણને આ લોકો એ કહ્યું કેમ નહિ કે ધરતી અહિં છે.”
“એમાં થયુ એવું કે જે દિવસે અકસ્માત થયો એ રાત હતી, રાત ના ૯ વાગે થયો હતો સુમસામ હાઇવે પર સીટીની બહાર, ટ્રકે એને ટકકર મારી હતી, કોઇક ગાડીવાળો ત્યાંથી પસાર થતો હતો, એ ધરતી ને અહિં લઈ આવ્યો, દાખલ કરાવી ને જતો રહ્યો. એણે નામ એડ્રેસ પણ આપ્યું હતુ, પણ જ્યારે હોસ્પીટલવાળાઓ એ પોલિસને જાણ કરી તો એ લોકો આવ્યા જ નહિં, પણ હોસ્પિટલવાળાઓએ ક્રિટિકલ કન્ડિશન ધ્યાનમાં લઈને દવા ચાલુ રાખી.”
“હા, તો તમે એ માણસને મળ્યા?”
“હા મળ્યો એટલું જ નહિ મારા માણસે ટ્રકનો નંબર અને ડ્રાઇવરનો ચહેરો પણ બનાવી દીધો, એટલું જ નહિ અહિંના ઇન્સ. વિરુધ્ધ ડીએસપીને ફરિયાદ કરી છે.”
“Thanks.”
પછી બંને એ પાછા ફરીને સ્વીટીની લાશ લીધી, અને અંતિમસંસ્કાર કર્યા, આ સમય દરમ્યાન આકાશની આંખોમાં આસું રોકાતા ન હતા, કેટલીક વાતો બહુ જ યાદ આવી ગઈ.
“અંકલ, તમને જોઇને મારા પપ્પાની યાદ આવે છે, કદાચ એ તમારા જેવા જ હશે.”
“તમે બહુ જ સરસ છો એમ કહીને કિસ કરેલી.”
“અંકલ, તમે અને મમ્મી જોડે હોવને ત્યારે બહુ જ સરસ લાગો છો.”
આ બધી વાતો બંને એકલા હતા એ ટાઇમે કહેલી હતી, એના પછી આકાશ બહુ જ ભાંગી પડ્યો.
બે દિવસ પછી એ ધરતી જોડે ગયો, ત્યાં મહિનો રહ્યો, આ સમયમાં ધરતી પર બે ઓપરેશન, આ સમયમાં ધરતીની સંભાળ રાખવી, નિયમિત દવા આપવી, ફળ ખવડાવવા, જમાડવી, ખુશ રાખવી, બધુ જ આકાશે કર્યુ, અને એના ફળ સ્વરૂપે ધરતીની તબિયતમાં સુધારો આવ્યો, એક મહિના પછી ડો. કહ્યું કે તમે આને લઈ જઈ શકો છો. આકાશની ખુશીનો પાર નહતો, આ સમયમાં આકાશ ઘરથી દુર રહ્યો હતો, બે મહિનાથી ફોન પણ ન હતો કર્યો.
આ બાજુ ઘરે રાધા અને વિજય પણ ટેન્શન મા હતા, બે મહિનાથી આકાશનો કોઇ જ ફોન કે મેસેજ નહતા.
“વિજય, આ ઘરથી કટઓફ રહેવાનો આઇડિયા તારો જ હતો ને?”
“હા કેમ? પણ મને શુ ખબર કે આ આવુ કરશે? છેલ્લા બે મહિનાથી નાલાયકે કોઇ જ ફોન નથી કર્યો, ના તો મેસેજ, ઇડિયટ, સ્ટુપીડ સાલો .”
“તમે એમના હોટલ ફોન કર્યો હતો?”
“હા કર્યો હતો મે કહ્યુ છે કે જો આકાશ આવે તો સમાચાર આપજો, એમણ્રે કહ્યું કે એ ફરવા ગયા છે હોટેલ તરફથી આવશે એટલે કહેશે, અને નાલાયક નો ફોન પણ બંદ છે.”
“હા મોબાઇલ શું કરવા બંધ કર્યો હશે?”
“ચલ સુઇ જા હવે કાલે મારે વહેલું જવાનું છે બે દિવસ માટે.”
“તારી આ ટુર પુરી નથી થતી? તુ હમણા તો ગયો હતો? ક્યાંક કંઇ લફડુ તો નથી ને?”
“હા છે જ એટલે તો જાઉ છું?”
“તુ જો મારી કાઢીશ” એમ કહિને મારવા ગઈ, વિજયે એને પોતાની બાંહોમા લઈ લીધી.
બીજે દિવસે સાંજના ૬ વાગે લેન્ડલાઇન રણક્યો.
“હેલ્લો”
“હા, રાધાભાભી આકાશ બોલુ છુ.”
“Thanks, બહુ સારુ કર્યુ અમને યાદ તો કર્યા? બોલો આજે અચાનક યાદ આવી?”
“એવું કાંઇ નથી, રાધા થોડો કામમા હતો ઓફિસના.”
“એવુ તો શું કામ હતુ કે મારી કે વિજયની યાદ ન આવી? કયાં કોઇ શોધી તો નથી કાઢી ને જો એવુ હોય તો જ યાદ આવી ન હોય.”
“એવું કાંઇ નથી, ચલ જવા દે એ બધુ પેલા તમારા ‘એ’ ક્યાં છે?”
“એ બહાર ગયા છે, ટુર પર.”
“એટલે જ એનો ફોન બંધ છે.”
“હા મિટીંગમાં હશે શુ કામ હતુ બોલો તો?”
“પેલી મારી ચેકબુક છે જે વિજય જોડે રહે છે એ અબ્દુલચાચાને આપજો, હમણાં આવશે, OK, અને પૈસા પડ્યા છે?”
“હા કદાચ પડ્યા હશે ૧૦,૦૦૦ જેવા.”
“તો એપણ એમને આપજો એમાથી થોડા તમારા વાપરવાનો એડજસ્ટ કરીને, જલ્દી OK .”
“પણ, હુ પૈસા તો બધા આપી દઇશ, પણ આટલા બધા પૈસા, ચેકબુક? શુ વાત છે? કંઇ પ્રોબ્લેમ છે?”
“ના બસ થોડી જરૂર છે, બાકી વાતો પછી કહિશ, મુકુ છું, bye”
“bye, ફોન મુકતાજ રાધા ટેન્શન મા આવી, આમ અચાનક આટલા રૂપિયાની શી જરૂર પડી? અવાજ કેમ આવો હતો? કોઇ ટેન્શનમા હોય એવો?”
થોડીવાર પછી અબ્દુલચાચા આવ્યા, રાધાએ બધુ એમને આપ્યુ, અબ્દુલચાચાના મગજમાં આજ સવાલો હતા, ‘તે દિવસે ફોટો કોનો હતો? આજે આ બધું લઈને આટલે દુર કેમ બોલાવ્યો?”
҉ ҉ ҉ ҉ ҉
આકાશે બીજા દિવસે બધી ફોર્માલીટી પતાવીને ધરતીને લઈ જવાની તૈયારી કરી, વિનેશભાઇ આગલા દિવસે મળી ગયા હતા.
“આકાશ મારુ પોસ્ટિંગ બીજે થયું છે, પણ તુ ચિંતા ન કરતો અખિલેશની કરતુતો નો પર્દાફાશ તો હુ કરીશ જ, પણ હવેથી આપણે મળીશું નહિ ત્રણ મહિના સુધી, OK ત્યાં સુધી ધરતી રાધિકા બનીને તારી જોડે જ રહેશે, તારે એક જ વાત કહેવાની કે એ તારી પત્ની છે બસ.”
“હા એ તો થઈ જશે, મારા ઘરે એ સેફ રહેશે.”
“એ તો મને ખબર જ છે તો પણ હુ બે માણસ તારી જોડે મુકીશ આડકતરી રીતે જ તારી જોડે પડછાયાની જેમ રહેશે, હા લે આ બોક્સ, આમા બે ગન છે, એક અસલી અને એક નકલી, અસલી જોડે એનું લાયસન્સ પણ છે, OK જરૂર પડ્યે જ વાપરજે OK .”
“એની જરૂર નહિ પડે વિનેશભાઇ.”
“હવેથી બધો જ આધાર તારી પર છે OK, ત્રણ મહિના બહુ જ કિંમતી છે મારે માટે, તારે માટે, ધરતી માટે, આ સમયમાં અખિલેશને ખબર ન પડી તો આપણે આ જંગ જીતી ગયા સમજજો.”
“હા તો ચલો જઈએ.”
“ના હુ રજા લઊ, તમે સંભાળીને કામ કરજો.”
“હા.”
પછી આકાશે એસ ટી ડીમાંથી રાધાને અને અબ્દુલચાચાને ફોન કર્યા, પછી હોસ્પિટલ જઈને બધી કાર્યવાહી કરી.
સાંજે ૮ વાગે અબ્દુલચાચા હોસ્પિટલ આવ્યા, એ સમયે બહાર જ ઉભો હતો.
“સાહેબ, આ પાછળ તમારો સામાન ડેકી માં મુક્યો છે.”
“હા.”
“એક વાત પુછું?”
“હા પુછો?”
“તમે મને અહિ હોસ્પિટલ કેમ બોલાવ્યો?”
“આપણે કોઇ ને લઈ જવાની છે, આનાથી આગળ કાંઇ ના પુછતા પછી કહીશ શાંતિથી.”
“OK .”
પછી આકાશ ધરતી જોડે આવ્યો.
“એક આનંદના સમાચાર છે.”
“શું?”
“આજે તને અહિંથી રજા મળશે.”
“તો પછી હુ?”
“મારે ઘરે, બહુ વિચારીશ નહિ OK હવે તૈયાર થઈ જા, અને આમ રડમસ ચહેરો નહિ કર, થોડી હસ, હવે તુ સાજી થઈ ગઈ છેછે.”
“હા”
“ચલ તો હુ થોડી ફોર્માલીટી પતાવીને આવું છુ.”
“હા.”
પછી બહાર આકાશ ને જે ધરતીની સંભાળ રાખતી હતી એ સિસ્ટર મળી.
“સિસ્ટર.”
“હા...બોલો”
“Thanks આટલા દિવસ રાધિકાની સંભાળ લેવા બદલ, જો તમે આટલી કેર ન લીધી હોત કદાચ.”
“અરે એ શું બોલ્યા? આ તો મારી ફરજ હતી, ને તમારો પણ ફાળો ઓછો નથી કાંઇ.”
“લો આ નાનકડી ભેટ.” કવર આપતા કહ્યું
“એની શું જરૂર છે ના હુ નહિ લઉ.”
“plz, જો નહિ લો તો મને ખોટુ લાગશે.”
“પણ”
“plz.”
“OK, પણ ઘરે લઈ જઈને આટલી જ કેર તમારે રાખવી પડશે હજુ વધુ કેરની જરૂર છે.”
“I know that.”
“OK, પછી સિસ્ટર અંદર વોર્ડમાં પ્રવેશી.”
“કેમ છો?, બહુ જ આનંદના સમાચાર છે તમારા માટે, તમે આજે ઘરે જશો.”
જવાબમાં માત્ર ધરતી ફિક્કું હસી,
“ચલો હવે તૈયાર થઈ જાઓ, ટાઇમ થઈ ગયો છે, એક વાત કઉ, બહુ ઓછા લોકો હોય છે, જેમને આકાશભાઇ જેવા મિત્રો મળે છે, આટલી બધી કાળજીપુર્વક સંભાળ રાખવાવાળા, બહુ લકી છો તમે, માત્ર નાનકડી ઓળખાણને લીધે રાત દિવસ જાગ્યા છે, તમારી પાછળ.”
સિસ્ટરના એ શબ્દોને એ સાંભળતી જ રહી.
આકાશ ડો. જોડે ગયો.
“Hello, ડો. કેમ છો?”
“મજામાં, આકાશભાઇ બેસો. બધી તૈયારી થઈ ગઈ.”
“હા, બિલ પણ આપી દીધુ, અને હા આ કવર તમારા માટે વેલ્ફેર ફંડ માટે અને આ તમારા માટે.”
“OK, પણ આમા છે શુ?”
“મારા ગયા પછી જોઇ લેજો OK ?”
“OK, પણ એક અગત્યની વાત કરવી છે.”
“હા, બોલો ને બધા રીપોર્ટ નોર્મલ છે ને છેલ્લા?
“હા, ડાબા પગનું પ્લાસ્ટર અઠવાડિયામાં ખુલી જશે, જમણા પગનું ૧૫ દિવસમાં, અને છાતીમાં જે વાગ્યુ છે એને થોડી વાર લાગશે, કંમ્પલીટ થતા બે‌-ત્રણ મહિના થશે, પણ બે મહિના પછી એ હરતા ફરતા થઈ જશે, પણ એક મહિનો તો કંમ્પલીટ બેડ રેસ્ટ, plz ટેક કેર ઓફ ધીસ.”
“Don’t worry Dr.”
“હા અગત્યની વાત એ કે હવે પછી એ માં નહિ બની શકે.”
“what????”
“હા કડવી છે પણ સાચી વાત છે, હા પણ થોડા ટાઇમ પછી ફરી ચેક-અપ કરીને કઉ, પણ મે કર્યુ છે, મને ડો. મિસિસ શર્મા એ કહ્યું, સર્જન છે.”
“OK .”
“મારે આ વાત પહેલા કરવી હતી, પણ હિંમત ન ચાલી એટલે કઉ છુ.”
“ડો., ફરીવાર ચેક-અપ કરાવીએ તો?”
“એમ તો જુઓ મે બધા જ ટેસ્ટ પુરા કરાવ્યા છે, છતા તમારી ઇચ્છા હોય તો કરીશુ, પણ હમણાં નહિ, પહેલા અમને સ્ટ્રોંગ થઈ જવા દો, OK .”
“OK .”
પછી ધરતીને સ્ટ્ર્રેચરમાં બહાર લાવામાં આવી એ ઘેનમાં હતી, રેડ સાડીમાં બહુ જ સુંદર લાગતી હતી.
“ચાલો સિસ્ટર Thanks.”
“એની કોઇ જ જરૂર નથી.”
“ચાલો ડો. સાહેબ.”
“OK કંઇ હોય તો ફોન કરજો.”
ગાડી પાછલા બારણે ઉભી હતી, સડસડાટ હાઇવે પર દોડવા લાગી.
“શુ વાત છે અબ્દુલચાચા, ગાડી કેમ રોકી ?” હાઇવે પર ગાડી ધીમ્મી પડતી જોઇને આકાશે કહ્યું.
“સર, તમે પાછળ બેસીને મેડમ નું માથું તમારા ખોળામાં લઈ લો, સારુ રહેશે, ક્યાંયે અથડાશે નહિ, નહિતર....”
“OK તમે સાઇડ કરો, કેટલા કલાક થશે?
“સર, ૯ વાગ્યા છે, ૬ કલાક થશે પણ મારી સ્પીડ ૫ કલાકની છે, ચિંતા નહિ કરો, પહોંચી જઇશું.” ગાડી સાઇડ કરતા કહ્યું
“એની મને ચિંતા નથી.”
પછી આકાશ પાછળ ગોઠવાયો અને ધરતીનું માથું એના ખોળામાં લીધુ, ધરતીને ઘેનનું ઇંજેક્શન આપ્યું હતુ જેથી એને ટેંશન ન થાય.” ગાડી સડસડાટ દોડતી રહી હાઇવે પર, સાડા ત્રણ કલાક દોડ્યા પછી,
“ચાચા, ક્યાંક સાઇડ કરો કોઇક હોટેલ પર, તમારું જમવાનું?”
“હા, ભુખ તો લાગી છે, તમને પણ લાગી હશે?”
“હા, એટલેજ તો કહ્યુ.”
એક સારી હોટેલ પર સાઇડ કરી.
“સર ચાલો”
“ના, ચાચા તમે જમતાં આવો. હુ બહાર ઉભો છુ.”
“સર, ચાલો ને”
“પણ આ અહિયા...”
“એમને સુવા દો, આમેય આ કાચમાં ખબર નહિ પડે. આમેય જમતાં કેટલી વાર?
“હા એ પણ છે જ, OK ચાલો.”
“સર આ છે કોણ? સોરી પણ મને સવાલ થાય છે એટલે પુછ્યું?” જમીને આવીને ચાચાએ પુછ્યું.
“ચાચા, તમને પુરો હક છે પુછવાનો, બીજી વાત તમે ઓફિસના કામે નથી મારા કામે છો, એટલે સર નહિ, આકાશ કહો, આ કોણ છે એ કઉ.”
“હા છે એકદમ ખાસ.”
પછી આકાશે ગાડીના ટેકે તમામ વાત કરી, બધી જ ઇતિથી અંત સુધી.
“આમ વાત છે બોલો, હવે તમે સાથ આપશોને ? ખાલી ત્રણ મહિના ? .”
“ચોક્કસ સચ્ચાઇની લડાઇમાં ચોક્કસ સાથ આપીશ, પણ તમારા ઘરે એમને અત્યારે લઈ જવાનું? એટલે ઉપર ફિફ્થ ફ્લોર પર?’

“હા મે સિક્યોરીટી ગાર્ડ અજમલ જોડે વાત કરી છે, એણે કહ્યું કે પાછલા દરવાજે આવી જજો, ઇમરજંસી ડોર છે ને ત્યાંથી જતા રહીશું, બરાબર ને... બાકી મારા ઘરમાં કોણ આવે છે ને કોણ જાય છે અને આખા એપાર્ટ્મેંટમાં તે સ્ટ્રિક થઈ જશે.”
“હા ચાલો હુ એની જોડે વાત કરુ છુ.”
“આ વાત હવે તમે અને તૃષા જાણો છો, તમારે મને સાથ આપવો પડશે.”
“ચોક્કસ સર કોઇને ગંધ સુધ્ધા નહિ આવે કે મેડમ તમારા ઘરે છે”
“બસ, મારે એ જ જોઇએ.”
“આકાશભાઇ વિજયભાઇને?”
“એને ટાઇમ જોઇ વાત કરીશ, મને એનુ ટેંશન નથી કે એ શુ કહશે પણ હુ આ બાબતમાં વધારે લોકોને ઘસડવા નથી માંગતો, દુશ્મનને વાર કરવાની વધારે જગ્યા ન મળવી જોઇએ, શુ કહો છો ચાચા?”
“હા એતો છે જ.... પણ આમને હોશ ક્યારે આવશે? જમવાનું?”
“એ તો મે જમાડી હતી, પણ ડો. એ કહ્યુ છે કે ૪ કલાકમાં આવી જશે.”
“હા તો જઈશુ?”
“હા ચાલો.”
ગાડી ફરિવાર હાઇવે પર દોડવા લાગી, થોડા ટાઇમ દોડ્યા પછી એક સીટીમાં પ્રવેશી, આમ તો બહુ મોટુ ન હતુ છતા બહુ નાનુ પણ ન હતુ.
રાતના ૨ વાગ્યા હતા, આકાશનો ફોન રણક્યો.
“તૃષા, બોલ.”
“કેમ છો સર? સોરી ડિસ્ટર્બ તો નથી કર્યા ને?”
“ના બસ, જાગતો જ હતો.”
“OK, મને થયું કે તમને ફોન કરું”
“બહુ જ સારુ કર્યું. અત્યાર સુધી જાગે છે?”
“હા ઉંઘ નહતી આવતી, આજે બહુ ખરાબ વાત સાંભળી.”
“શુ?”
“મોનિકા મેમ ઇનચાર્જ થવાના છે સરની જગ્યાએ.”
“મરી ગયા, તૃષા શુ કરીશુ તો પછી?”
“કંઇ નહિ સર, તમારે કેમ છે બધુ?”
“બધુ બરાબર છે.અને હા હવે હુ cl કરીશ OK “.
“OK ચલો bye gudnite.”
“gudnite.”
આ બાજુ ધરતી થોડી જાગી હતી, એણે જોયુ તો એ આકાશના ખોળામાં હતી, એકદમ મોંઘી ગાડી લાગતી હતી, શહેરની સ્ટ્રીટ લાઇટો પણ દેખાતી હતી, એ વિચારતી હતી કે” આકાશ ક્યાં લઈ જઈ રહ્યો છે? આ ગાડી કોની હશે?”
અને એટલામા આકાશ મોબાઇલ પર વાત કરવામાં મશગુલ હતો, તૃષા જોડે.
“આ તૃષા કોણ હશે? શુ આકાશની વાઇફ હશે? મોનિકા કોણ હશે?”
આકાશે ફોન મુક્યો.
“આકાશભાઇ તૃષાબેન નો ફોન હતો?”
“હા. મોનિકા બોસ બનવાની છે, સરની જગ્યાએ.”
“તો તો સર, સારા દિવસો પુરા કેમ?”
“હા, મોનિકાનો સ્વભાવ વિચિત્ર છે, ગમે તેને ગમે ત્યારે ઉતારી પાડે છે, પૈસાનું અભિમાન છે.”
“હા, એ તો છે જ, પાછલા દરવાજે લઊ ને?”
“હા મારી અજમલ જોડે વાત થઈ ગઈ છે.”
“OK .”
આ વાતો ધરતી એ પણ સાંભળી, એને બેઠા થવાનો પ્રયત્ન કર્યો.
“શુ થયુ? બેઠા થવુ છે?”
“હા” હકારમાં માથુ હલાવ્યુ, આકાશ સામે જોઇને.
“OK, એક મિનિટ.”
પછી એને ખભાના ટેકે બેઠી કરી, અડધી બેસાડી.
“બરાબર છે ને?”
“હા.”
“દુખાવો થાય છે?”
“ના”
“OK ”
આકાશની મોંઘી ગાડી, શહેર સ્ટ્રીટ લાઇટની રોશનીમાં નહાતુ હતુ, ક્યાંય ઉંચી ઉંચી બિંલ્ડિગ હતી, દુકાનો હતી, એપાર્ટમેંટસ હતા. ધરતી મા સવાલોનુ પુર હતું,” હુ ક્યાં આવી?, આ બધુ આકાશનું છે?, આટલા પૈસા?”
એટલામા ગાડી કોઇ એપાર્ટમેંટમાં પ્રવેશી, ત્યાં બે ગાર્ડ ઉભા હતા, ગાડી અંદર જવા દીધી, એ ઇમરજંસી એક્ઝીટ હતી. અબ્દુલચાચા ઉતર્યા.
“અનિસભાઇ, બધુ પતી ગયુ ને?”
“હા, ચલો જલ્દી કરો.”
“ચાલો સર” અબ્દુલભાઇ એ દરવાજો ખોલ્યો
“ચલાશે?” ધરતીને પુછ્યું
“સર, એક મિનિટ” અનિસ બોલ્યો
“હા અનિસભાઇ બોલો.”
“સર, ચાલતા તો બહુ વાર થશે, અને બે પગે પ્લાસ્ટર છે, તો દુખાવો પણ થશે.”
“હા આકાશભાઇ.” અબ્દુલચાચા એ કહ્યું
“તમારી વાત સાચી છે, લો આ ઘરની ચાવી, તમે ઘર ખોલો, હું એને લઈને આવુ છુ, અનિસભાઇ ગાડી તમારા હવાલે.”
“OK, પણ સ્ટ્રેચર લાવુ?” અનિસભાઇ
“ના હુ ઉપાડી લઊ છુ.”
“ચાલો મને પકડજે, OK .” ધરતીની સામે જોઇને કહ્યું
“ક્યાં?” એની આંખમાં સવાલ હતો.
“બસ હવે થોડે ઉપર જવાનુ છે, હુ તને પકડું છુ.”
પછી આકાશે એને ઉચકી લીધી, અને રૂમ તરફ ગયો, ફિફ્થ ફ્લોર હતો, આકાશ માંડ ચઢી શક્યો, થાકી ગયો, એને લઈ જતાં જતાં ધરતી જોઇ જ રહી આકાશ સામે. આકાશ ફ્લેટમાં પ્રવેશ્યો.
“આવો, આ બાજુ.” અબ્દુલચાચા દરવાજામાં હતા.
“હા..”
ફ્લેટમાં પ્રવેશતાં જ ચકાચોંધ નજરે પડતી હતી, બહુ ભવ્ય નહતો છતાંયે સાદો નહતો, અંદર બેડરૂમમાં એસી, મ્યુઝિક સિસ્ટમ, ટીવી હતુ.ડબલ બેડ નાઈટ લેમ્પ pc બધી જ ફેસીલીટી હતી.
એને બેડમાં મુકી,
“હવે, શાંતિથી બેસ... OK ”
“હા, એણે હકારમાં માથું હલાવ્યું, પછી વિચારોમાં ખોવાઇ ગઈ.” આકાશે આટલી બધી પ્રગતી કરી? શુ એ ખોટા રસ્તે તો નહિ ગયો હોય ને? અનેક વિચારો એ એનું મન ઘેરી લીધુ.”
આકાશ આ બાજુ મુકીને બહાર આવ્યો,
“સર, આ સામાન” અબ્દુલચાચા બોલ્યા
“OK, લો આ ત્રણ કવર છે, એક તમારું, અનિસભાઇનું અને બીજા છે એમનું, મે કહ્યુ છે એનુ ખાસ ધ્યાન રાખજો.”
“એની ચિંતા ના કરો પણ….આ...?”
“ઘરે જઈને જોજો.”
“હા પણ છે શું?”
“મે ના પાડીને ઘરે જઈને જોજો, અને દવાવાળું બોક્સ અલગ રાખ્યું છે ને?”
“હા, ટેબલ પર મુક્યું છે બેડરૂમના, ચાલો હું જાઉ.”
“OK, જરૂર હોય તો હુ ફોન કરીશ.”
“ઠીક છે, gudnite.”
“Gudnite” દરવાજો બંધ કર્યો.
ઘણા દિવસની ભાગદોડથી આજે શાંતિ મળી હતી, એ અંદર રૂમમાં આવ્યો, ધરતી વિચારોમાં હતી.
એ એની જોડે બેડ પર બેઠો.
“શુ વિચારે છે?”
“હા... કઈ જ નહિ, બસ એમ જ.” અચાનક આકાશના અવાજથી વિચારોમાંના ધ્યાનથી બહાર આવી.
“તો ઠીક છે બહુ વિચારીને મગજ ન બગાડતી, શાંતિથી ખાઇ-પીને લહેર કર, તારું જ ઘર છે, એમ માનીને.”
“હા, પણ આ ઘર, ફ્લેટ? ગાડી?”
“બધું જ મારુ નથી, કમ્પનીનું છે, OK, બી પોઝીટીવ યાદ છે ને, મારું બ્લડગ્રુપ છે, સો ખરાબ ના વિચારતી, OK, ભુખ લાગી છે?, રાતના ત્રણ વાગ્યા છે, આપણો ઉંઘવાનો સાચો ટાઇમ થયો યાદ છે ને?” આકાશ હસ્યો.
ધરતી હસી ન શકી.
“ભુખ લાગી છે?”
“મને તો લાગી છે, તને ન લાગી હોય તો પણ કમ્પની તો આપવી પડશે!”
“પણ...”
“પણ ને બણ, હુ લઈ આવુ બેસ” આકાશ ઉભો થઈને બેગમાંથી નાસ્તાનું પેકેટ લઈ આવ્યો.
“લે ખા ચલ.”
“ના, ભુખ નથી.”
“મારે માટે થોડું… bye ધ વે, તુ જમી છે પણ હુ નથી જમ્યો, કમ્પની તો આપવી પડશે.”
“તમે જમ્યા નથી?”
“ના, થોડો નાસ્તો કર્યો હતો એટલે તો કઉ છુ લે.”
“OK .” બંને થોડો નાસ્તો કર્યો, આકાશે ચમચીથી ખવડાવ્યું, એણે ખાધુ પછી.
“ચાલ, હવે સુઈ જાવ.”
હા, એ બેડમાં સુતી, આકાશે ચાદર ઓઢાડી.
“જો ઉંઘ ના આવે તો સામે ટીવી છે, મ્યુઝિક સિસ્ટમ છે, આ મેગેઝીન છે, જે ગમે તે ચાલુ કરી દેવાનુ, આ પડ્યાં રીમોટ, OK, એસી નું રિમોટ આ છે, OK .”
“મારે એની જરૂર નથી.”
“ના પણ પડશે, ટેવ તો પાડવી પડશે ને આમ તો હુ પણ ચાલુ નથી કરતો, OK ચાલ હવે ગુડ નાઈટ.”
“ગુડ નાઇટ”
ધરતી વિચારોમાં હતી, આકાશે લગ્ન કર્યા હશે?, એવી કઈ જોબ હશે આકાશને?
આકાશ પણ ડ્રોઇંગરૂમમાં આવીને સોફા પર સુઇ ગયો.
સવારે ૭.૩૦ એ સોના એપાર્ટમેંટમાં આવી. એને ID card આપવામાં આવ્યુ. સાથે એ કોના કોના ફ્લેટમાં કામ કરે છે એ લખવામાં આવ્યું, એને નવાઇ લાગી, ૫ વર્ષમાં પહેલીવાર આ રીતે ચેકિંગ થયુ હતું, આમ તો આજે ૮ વાગે આવવાનું હતું પણ વહેલી આવી ગઈ હતી.
“શુ વાત છે, આકાશ સરના ફ્લેટમાં તાળુ નથી?, સર આવી ગયા? ચાલ બેલ તો મારું” એમ વિચારીને બેલ માર્યો. ઘણીવાર સુધી બેલ માર્યા પછી દરવાજો ખુલ્યો. આકાશ એ સમયે સુતો હતો, ઉંઘમાં દરવાજો ખોલ્યો,
“સર કેમ છો?”
“અરે! સોનાબેન તમે?”
“હા, હુ હેમલતાબેન ના ઘરે જતી હતી, જોયું તો તમારા ફ્લેટનું લોક ખુલ્લુ હતું, નીચે કોઈ એ કીધુ નહિ કે તમે આવી ગયા છો? રાત્રે મોડા આવ્યા છો?” બેગ્સ જોઈને કહ્યું.
“હા, ત્રણ વાગે આવ્યો, હુ તૈયાર થાઉ છું, તમે કામ શરુ કરો.”
“હા, પેલાં થોડીવાર બેસો હુ તમારો રૂમ સાફ કરી દઉ પછી તૈયાર થઈ જાવ, ઓફિસ જવાનાં છો?”
“ના ગુરુવાર છે આજે, સોમવારથી જઈશ.” એ અંદર પ્રવેશી, તો બેડમાં કોઇક સુતુ હતું. એને નવાઇ લાગી, એ બહાર આવી,
“આકાશભાઇસાહેબ, અંદર...?”
“અંદર શું? “અચાનક એના મગજમાં લાઈટ થઈ “ અહી આવો પછી કામ શરુ કરજો.”
“આ મેડમ.....?”
“બેસો અહિં...”
“હા બોલો.”
આકાશે પછી બધી જ વાતો કરી, કઈ રીતે ધરતી મળી અને શુ પ્રોબ્લેમ છે બધીજ, સુચના પણ આપી.
“તો એટલે આજે આ બધી સિકયુરીટી છે?”
“હા, હવે મે જ કરાવી છે.”
“પોલિસે શુ કહ્યુ?”
“તપાસ ચાલુ છે, પણ હવે ધરતીની જવાબદારી તમારી છે, એટલે કે... રાધિકા તમે આજ નામે બોલાવશો, અને એ અહિયા છે એ વાત ની જાણ હવે તમારા સિવાય માત્ર તૃષા મારી સેક્રેટરી, અબ્દુલચાચાને જ છે તો.”
“એની, ચિંતા નહી કરતા, હુ એમની બધી જ સંભાળ રાખીશ.”
“હા, ડો. હજુ એક મહિનો બેડ રેસ્ટ કહ્યો છે, તો એમની?”
“તમે કહ્યું ને કે જવાબદારી એટલે એમાં બધું જ આવી ગયું.”
“Thanks, હા તમે ૭ વાગે આવી જજો, બપોરે ટીફિન પણ તમારે જ ખવડાવું પડશે... હા તમારો પગાર ૧૫૦૦ વધારી દઈશ OK .”
“ના સાહેબ, આટલો બધો નહિં”
“મે કહ્યુંને??, બસ હવે જાઓ, કામ શરુ કરો.”
“આકાશભાઇ તમે ધરતીબેન વિશે બેફિકર રહેજો કોઇની હિંમત નથી સોના હોય ને એમની તરફ આંખ પણ ઉંચી કરો.”
“હા મારા કબાટની ચાવી ખબર છે ને એમાં એક બોક્સ છે, યલો કલરનું પીળા કલરનું એમાં, એક બંદુક છે, નકલી છે, પણ કદાચ જરૂર પડે તો કામ લાગશે, OK .”
“એની કોઇ દિવસ જરૂર નહિ પડે સાહેબ ઠાકોરજી પર ભરોસો રાખજો.”
“હા એ તો છે જ.”
પછી એ અંદર ગઈ, પણ એને બધુ ફિલ્મી લાગતું હતુ, આકાશ એમની પાછળ અંદર આવ્યો.
“સાહેબ આમને.....?”
“હા ઉઠાડું છુ.”
“ધરતી, ધરતી ઉઠ.”
બહુ મુશ્કેલીથી એ ઉઠી.
“ચાલ, તૈયાર થઈ જા, આ સોનાબેન છે, અહિં કામ કરે છે, તારે કંઇપણ જરૂર હોય તો આમને કહિ દેવાનું એ તારી જોડે જ રહેશે…. સોનાબેન આ બેગમાં આમના કપડાં, બ્રશ બીજો સમાન છે, હુ બાજુના રૂમમાં જઈને તૈયાર થાઉ છું”
“પણ, એમાં તો કચરો છે ને?”
“અરે એ તો હુ કરી લઊ છું તમે, આમને તૈયાર કરો.”
“હા, તમે આમેય કયાં માનવાના છો?”
આકાશ એના કપડાં લઈને બાજુ ના રૂમમાં ગયો, ત્યાં થોડી સાફ સફાઇ કરીને તૈયાર થયો. આ બાજુ ધરતીને પણ તૈયાર કરી, ચા-નાસ્તો કરીને, એનું કામ પતાવી દિધું.
“સોનાબેન આ પૈસા છે, ૨૦૦૦ છે, હુ અત્યારે તો બહાર જવાનો નથી, રાધિકાની જરૂરિયાત વસ્તુ લાવવાની જવાબદારી તમારી, આમેય એને શુ જરૂર છે, એ મને નહિ કહે, અને તમારા સિવાય.”
“હું સમજી ગઈ તમારે શું કહેવું છે થઈ જશે, એની ચિંતા નહી કરો, બસ હવે ચિંતાનો ટોપલો મુકી દો.”
“હા.” આકાશ હસ્યો
“તો હુ જાઉ કઈ કામ હોય તો કહેજો, અને હા જતાં આંટો મારતી જઈશ.”
આકાશ પેપર વાંચવામાં પડ્યો, ધરતી એમની એમ બેડમાં હતી. એને કંટાળો આવતો હતો પણ સવારની ગોળીઓનું ઘેન બહુ જ હતુ.
આકાશ અંદર આવ્યો,
“શું થયું ? ઉંઘ નથી આવતી?”
“હા, આવે છે પણ કંટાળો વધારે આવે છે.” ધીમેથી બોલી એ.
“સુઇ જા, તારે આરામની જરૂર છે.”
“પણ ??”
“પણ ને બણ ચલ સુઈ જા, જો ચલ આંખો બંધ કર.”
એણે આંખો બંધ કરી, એ સુઇ ગઈ. આજથી છ વર્ષ પહેલાની વાત ધરતી અને આજની ધરતીમાં બહુ ફેર હતો. ક્યાં એ દર્દ છુપાવતી, હસતી, ધરતી અને આજની દર્દની પીડાતી, અને કરમાઇ ગયેલી ધરતી, એ ક્યાંય સુધી ધરતીને જોતો રહ્યો. પછી ઉભા થઈને છ મહિનામાં આવેલા મેગેઝીન એકબાજુ મુક્યાં, બધુ વ્યવસ્થિત કર્યુ.
એ ધરતી જોડે ખાસ વાતચીત કરવાનુ ટાળતો હતો, સ્વીટીના મોતનું રહસ્ય છુપાવવાનું હતુ એટલે એને થતુ કે જો વધુ વાતચીત કરીશ તો કદાચ આવુ જાણી ન લે, એટલે એમને એમ બે દિવસ પુરા થઈ ગયા, શનિવારે સવાર સવારમાં આકાશે દરવાજો મોડો ખોલ્યો.
“શું થયું? સાહેબ આજે મોડા ઉંઘ્યા હતા કે શું?”
“ઉંઘ્યો જ નથી.”
“કેમ?”
“તમારા મેડમને તાવ છે સખત. મે રાતે ગોળી આપી હતી છતાં પણ તાવ વધતો જ જાય છે, મે ઠંડા પાણી ના પોતા પણ મુક્યાં, છતાંયે કોઇ ફેર નથી.”
“ડો ને ફોન કર્યો.”
“ક્યાંથી કરુ ? એવાં કોઇ ડો. નથી જેને હુ વાત કરી શકુ, બીક લાગે છે કે કોઇ ફુટી જાય તો.”
“એ પણ છે, પેલા અર્ચનાબેન છે ને સી વિંગમાં રહે છે એ.... હુ એમના ત્યાં જ કામ કરું છુ પણ આજે એ અમદાવાદ ગયેલા છે, રાતે મોડા આવશે.”
“એમના પર ભરોસો મુકી શકાય?”
“હા ચોક્કસ, હુ તો ક્યારનીય કામ કરું છુ લગભગ ૧૦ વરસથી, હુ વાત કરુ...જો તમે કહો તો.”
“તમે મને એનો નંબર આપજો.”
“હા આ કાગળ પર લખી દઉ.”
“હા પેન પણ પડી જ હશે.”
એમણે કાગળ પર નામ નંબર લખી દીધો. આકાશે ધરતીના મુળ ડો. જોડે પણ વાત કરી હતી. એમણે ચિંતા ન કરવાની સલાહ આપી હતી. ક્રમ મુજબ એ વાતો કરીને સુઇ ગયો, આકાશને ઉંઘ આવતી નહતી, ઘડિયાળમાં જોયું તો રાતના ૧૨ વાગ્યાં હતાં. એને થયું લાવ ચેક કરું તાવ છે કે નહિ, એ રૂમમાં ગયો, ધરતીના માથા પર હાથ મુક્યો, શરીર તાવથી ધગધગતુ હતું અને હાથ પણ. ગોળી આપી ઉઠાડીને, છતાં પણ કંઇ ફેર ન પડ્યો.
“ તાવ તો વધતો જ જાય છે, શુ કરું? ડો. ને ફોન કરું અત્યારે ૧૨ વાગે? થોડીવાર રાહ જોઉ કદાચ તાવ ઉતરી જાય.” થોડીવાર રાહ જોઈ પણ કોઇ જ ફેર ન હતો, છેવટે મન ન માન્યું, , ડો. ને ફોન કર્યો.
“હેલ્લો, હુ આકાશ બોલુ છું, એ વિંગમાંથી ફ્લેટ નંબર ૫૫, ફીફ્થ ફ્લોર પરથી, ડો. અર્ચનાબેનનુ ઘર છે?”
“હા, હુ એમનો હસબંડ બોલુ છું, બોલો?”
“સર, મારા વાઇફની તબિયત બગડી છે, plz એમને મોકલશો? જલ્દી?”
“હા, એક મિનિટ થોડી રાહ જુઓ, હું મોકલુ છું.” સામેથી ફોન કપાઇ ગયો.
“અર્ચના, ઉઠ.”
“શુ થયુ? કોનો ફોન છે?”
“એ વિંગમાથી મિ. આકાશનો ફોન છે, વી.કે. કંપનીના જી.એમ. છે, એમની વાઇફની તબિયત બગડી છે, બોલાવે છે.”
“OK, હું જાઉ છું”
“હુ આવુ?”
“ના સ્વીટી હુ આવું છુ ૫ મિનિટમાં OK .”
“OK, કમ ફાસ્ટ.”
“bye”
“bye”
રસ્તામાં આવતા ડો.અર્ચનાબેન વિચારતાં હતા કે આકાશભાઇ વી.કે ઇન્ડ. ના મેનેજર ક્યાંક એ વિજયભાઇના ફ્રેંડ તો નથી ને? પણ એમના તો મેરેજ થયા નથી તો પછી અહિં એવું વિચારતા વિચારતા આકાશના ફ્લેટમાં આવ્યા, આકાશ રાહ જોતો જ બેઠો હતો.
“આવો, મેડમ... અંદર છે, આ એની ફાઇલ છે, ટ્રીટમેન્ટ ચાલે છે એમની.”
“એમને થયું છે શું?”
“એમનુ એક્સીડન્ટ થયું હતું”
“OK .” અર્ચનાબેનને એક વખત ફાઇલ પર નજર ફેરવી લીધી, પછી અંદર જઈને ધરતીનું ચેકઅપ કર્યુ, ઇંજેક્શન આપ્યું
“આકાશભાઇ મે ઇંજેક્શન આપ્યુ છે તાવ તો ઉતરી જશે પણ કાલે મારા ક્લિનીક પર લાવવા પડશે ચેક અપ માટે.”
“હા.”
”તમે વિજયભાઇ, રાધાબેન ના ફ્રેંડ છે ને?”
“હા, વિજય મારો ખાસ છે, તમે આશા ક્લિનીકમાં..?”
“હા, હુ એ જ છું, હુ એમની ફેમીલી ડો. જેવી જ છું... પણ તમારા તો મેરેજ નથી થયા ને.”
“હુ તમને વાત કરુ જો ટાઇમ હોય તો.”
“હા ચોક્કસ.”
“પણ આ વાત આપણા બે વચ્ચે જ રહેવી જોઇએ.”
“હા.”
પછી આકાશે બધી જ વાત કરી.
“તો આમ વાત છે.”
“હા, તમે મને સાથ આપશો ને?”
“હા, ચોક્કસ કેમ નહિ?, મારા તરફથી બેફિકર રહેજો, અને એમની ટ્રીટમેંટની જવાબદારી મારી, આ ફાઇલ હુ લઇ જાઉ છુ, અને એમનુ ચેકઅપ હુ અહિ આવીને જ કરી જઈશ, OK . સોનલબેન અહિંયા જ કામ કરે છે ને?”
“હા, સોનાબેન અહિં જ કામ કરે છે.”
“તો હું એમની જોડે બપોરે આવીશ, OK .”
“કંઇ વાંધો નહી, આમેય આની જવાબદારી મે એમને જ સોંપી છે.”
“અને હવે ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી, OK relax.”
“Thanks.”
“Its Ok .”
“તમારી ફી?”
“એની જરૂર નથી, કાલે...”
“ના, આ રાખો, ૧૦૦ રુપિયા આપતા કહ્યું.”
“OK, ચાલો gudnite.”
“Gudnite.”
ડો. અર્ચનાબેન ના ગયા પછી, આકાશ ધરતી જોડે બેઠો, એના માથા પર હાથ મુક્યો, હજી તાવ હતો, એ વિચારતો હતો કે “આટલુ બધુ શુ કામ સહન કર્યું? એકવાર તો મને જણાવવુ હતુ? હુ થોડિક તો મદદ કરત ને? “ એના હાથે પગે માથા પર બધે જ પાટા હતા, પ્લાસ્ટર હતુ, ચાલવાના પણ વાંધા હતા, અને બોલવાના પણ.
“શું કામ એવું કર્યુ હશે? મને ફોન કરીને કહ્યુ કેમ નહિ હોય? એના હસબંડ ને એવો તો શુ વાંક પડ્યો કે એ આ હદ સુધી ઉતરી ગયો?”
જેવા અનેક વિચારોમાં એ ઘેરાઇ ગયો, અને એમાંને એમાં ક્યારે ઉંઘ આવી ગઈ ખબર જ ન પડી.
સવારે ડોરબેલ વાગી, સોનાબેને વગાડી, બહુ ટાઇમ વાગતી રહી પણ દરવાજો ન ખુલ્યો, અવાજથી ધરતીની આંખ ખુલી, એણે જોયું તો આકાશ જોડે ખુરશીમાં સુતો હતો, માથુ બેડ પર હતું.
“આકાશ અહિંયા જ કેમ?” એના મગજમાં સવાલ થયો, એણે આકાશને બુમ પાડી.
“આકાશ, આકાશ ઉઠો, ડોરબેલ વાગે છે.”
થોડીવાર ઢંઢોળ્યા પછી એ ઉઠ્યો,
“હા ગુડ મોર્નિંગ.”
“ગુડ મોર્નિંગ તમે અહિં?”
“કંઇ નહિ રાત્રે તને તાવ હતો એટલે અંહી બેઠો હતો, અહિં જ ઉંઘ આવી ગઈ, સોનાબેન હશે હું જાઉ છું.”
દરવાજો ખોલ્યો, “શુ સાહેબ ક્યારનીય દરવાજો ખખડાવું છું.”
“Sorry, રાત્રે ઉંઘ નહતી આવી માંડ ૪ વાગે આંખ મળી હતી.”
“કેમ? કોના વિચારોમાં હતા?” સોના બોલી.
“કોઇનાય નહિ, મારા એવા નસીબ ક્યાંથી? આ તો ધરતીને તાવ હતો, રાત્રે ડો.અર્ચનાબેનને બોલાવ્યા ત્યારે સારુ થયું, કાલે આખો દિવસ તાવ હતો, એટલે.”
“સારું થયુ ને હુ નંબર આપતી ગઈ તો.”
“હા,” આકાશે આળસ ખાતા કહ્યું
“તો તમે જાઓ તૈયાર થાવ, હુ મારે કામ લાગુ.”
“હા.”
ચા નાસ્તો કર્યો, સોનાએ ટાઇમ મુજબ કામ પુરુ કરી દિધું, પછી એ જતી રહી.
એ વખતે આકાશ થોડી બહાર લટાર મારી આવ્યો, પછી આવીને અંદર જોયું તો, ધરતી બેઠી હતી, વિચારોમાં હતી.”
“હાય... શું છે? કોના વિચારોમાં છે?”
“કંઇ નહિ.. બસ એમ જ.” આંખમાં પાણી સ્પષ્ટ દેખાતુ હતુ.
“તને ખબર છે કે તુ જુઠું બોલી શકતી નથી તો કેમ બોલે છે?”
“રાત્રે મને તાવ હતો?”
“હા, થોડો હતો. ડો. દવા આપીને સારુ થઈ ગયુ કંઇ નહિ યાર, આવું તો ચાલ્યા કરે, હવે તારે સુવુ છે?”
“ના, કંટાળી ગઈ છું સુઇને, ઉપરથી બોલાવાની પણ ના પાડી છે.”
“બોલવાની ના પાડી છે સાંભળવાની કે જોવાની કે વાંચવાની નહિ.”
“એટલે?”
“એટલે એમ કે જોવા માટે આ ટીવી છે, જોયા કર જે જોવુ હોય એ, પિકચર જોવા હોય તો આ કેસેટ, સીડી નો ઢગલો છે, અને મેગેઝીન વાંચવા હોય તો આ રહ્યા, ઇંગ્લીશમાં, હિંદીમાં, ગુજરાતીમાં, politics, science, અને વાર્તા અને નોવેલ બધુ જ છે અહિયા, ગીતો સાંભળવા હોય તો આ રહ્યા, મ્યુઝીક પ્લેયર છે, જો તારે કંઇજ વિચારવાનુ નહિ, સાંભળવાનુ, જોવાનુ, અને jst enjoy yourself, બધુ જ ભુલી જા, બસ.”
“આકાશ, મને આ બધામાં રસ નથી?”
“રસ નથી તો પાડવો પડે.”
“પણ”
“પણ ને બણ, જો તને આ રીતે દુ:ખી થઈને કંઇ મળવાનુ છે? મળશે તને કંઇ નહિ.”
“પણ.”
“શું પણ? મળશે તને કંઇ એ કહે પહેલા મને?”
“ના, છતાં પણ”
“શુ પણ, છતાં પણ? તને દુ:ખી કરવાવાળા તો લહેર કરે છે, એશ કરે છે, તુ અહિં ગાંડાની જેમ કંઇનુ કંઇ વિચાર્યા કરે છે, એકવાર સારી થઈ જા, પછી હુ તને નહિ કઉ, કંઇ નહિ કઉ.”
“આકાશ...”
“બસ, અત્યાર સુધી તુ બોલીને મે સાંભળ્યું, હવે હુ બોલીશ, કરીશ. તુ ફક્ત તુ જોઈશ, એ સિવાય બીજુ કંઇ જ નહિ કરે તુ, તુ આને મારી ધમકી સમજે તો ધમકી, અને જે સમજે એ.”
“OK, બાબા બસ ખુશ.”
“That’s gud baby.” આકાશે ગાલ પર ટપલી મારી.
“ચાલ બોલ શું કરવું છે? પિક્ચર જોવું છે? કે ગીતો સાંભળવા છે? કે મેગેઝીન વાંચવું છે?”
“તમારી ઇચ્છા?”
“ના બોલ.”
“પિક્ચર, હવે કયુ એ નહિ પુછતા.”
“OK .” આકાશે ઇંગ્લિશ પિક્ચરની લગાવી કોમેડી હતું.
બંને પિક્ચર જોવામાં પરોવાયા, ધરતીનું મન ન હતું, છતાયે આકાશનું મન રાખવા માટે એ જોતી હતી, આકાશનું મન ધરતી પર હતું. એને ખબર હતી કે, ધરતી વિચારોમાં છે, એ માત્ર એનુ મન રાખવા પિક્ચર જોવે છે એ એને ખબર હતી, પિક્ચર પત્યા પછી ધરતી એ કહ્યું,
“આકાશ હુ સુઇ જાવ?”
“હા, ચોક્કસ ટિફિન આવે એટલે ઊઠાડું છું ઓક.”
“હા.”
”થોડીવાર જાગને આમેય ટિફિન આવવાની તૈયારીમાં જ છે, આમેય તુ જાગતી જ રહેવાની છે ને ઉંઘવાની તો છે નઈ.”
“હા એ પણ છે જ, પણ બેઠાં બેઠાં થાકી જવાયું છે.”
“હા તો સુઇ જા. સુતા સુતા વાત કર, આમેય હુ તને ઉંઘ નહિ આવે તો તુ વિચારે ચઢીશ, પછી રડવા લાગીશ.”
“OK ” પછી આકાશે તેને ઉંઘાડી હાથ પકડીને.
“હવે કેમ લાગે છે? થોડું સારુ લાગે છે?”
“હા, પહેલા કરતા થોડુ સારુ, પણ કંટાળી ગઈ છું.”
“હવે નહિ આવે, આટલું બધુ છે તારી જોડે.”
“હા”
એટલામાં ટિફિન માટે મિસકોલ આવ્યો, આકાશ બહાર જઈને ટિફિન લઈ આવ્યો, એને ખવડાવ્યું, પોતે ખાધું, પછી ધરતી થોડીવાર સુઇ ગઈ, આકાશે બપોરે પણ એને સુવા દિધી. આકાશ મેગેઝીન વાંચવામાં પડ્યો પછી પોતાની ઓફિસની ફાઇલો વ્યવસ્થિત કરી.
સાંજે ડો. અર્ચનાબેન આવ્યા, એમણે તપાસ કરી, માથામાં ઘા હતો એનું ડ્રેસિંગ કર્યુ, હાથનું પણ કર્યું, ચેક-અપ કર્યુ, બ્લડ સેમ્પલ લીધા.
“ધરતીબેન હવે તમને સારા થતા બહુ દિવસો નહિ લાગે, થોડાજ દિવસોમાં ફરતા ફરતા થઈ જશો.”
જવાબ માત્ર ફિક્કુ હસી, એને મનમાં થયું કે “સારી થઈને પણ કયુ મોટુ તીર મારી લઇશ.”
“Don’t worry” ફરીથી બોલ્યા.
“ડો. આ ચાલતી ક્યારે થશે?”
“આકાશભાઇ શાંતિ રાખો થઈ જશે . હવે ચિંતાની કોઇ જ જરૂર નથી.” રૂમની બહાર આવતાં કહ્યું
“એ તો મને પણ ખબર છે. પણ હવે બહુ થયુ આને આ રીતે જોઇને હુ થાકી ગયો છે.” આકાશનો આવાજ ધીમો થઈ ગયો.
“ચિંતા નહી કરો, થઈ જશે જલ્દીથી, હુ છુ ને.”
“હા, મને એટલે જ તો ચિંતા નથી.”
“આકાશભાઇ મે હાલ તો બ્લડ સેમ્પલ લીધું છે, જઇને લેબમાં આપી દઈશ, રિપોર્ટ કાલ સુધી આવી જશે, પણ એક દિવસ માટે દવાખાને લાવવા પડશે.”
“OK, એ થઈ જશે.” હુ ગોઠવીને તમને કઇશ. હા કાલથી હુ ઓફિસ જવાનો છુ, તો તમને ટાઇમ મળે એ રીતે તમે આવી જજો.
“હુ મારી રીતે આવી જઇશ, સોના જોડે ચાવી છે ને?”
“હા... છે.”
“ઓકે લો ,,,,, આ પૈસા .....” આકાશે પૈસા આપતા કહ્યું
“ના, એતો તમે ક્લિનિક આવો પછી વાત, હવે પૈસાનું નામ ન દેતાં, ઓક, નહિં તો હુ આવવાનું બંધ કરી દઇશ.”
“OK, જેવી આપની ઇચ્છા.” આકાશ હસ્યો.
“હા, ચાલો.” પછી અર્ચનાબેન જતા રહ્યા.
પછી આકાશ ધરતી જોડે આવ્યો, એની માથા પરની પટ્ટી ખુલી ગઈ હતી, અને કપાળ પરની પણ, હાથે મોટી પટ્ટીના બદલે નાનકડી પટ્ટી જ હતી, પણ એક હાથમાં પ્લાસ્ટર હતું.
“હવે ભાર ઓછો લાગે છે?”
“હા, થોડો.”
“આ રહ્યો છે એ પણ ઓછો થઈ જશે.”
“હા એ પછી શું?”
“શુ એ પછી શું? એટલે?”
“હા હુ સારી થઈ જઈશ, ચાલતી થઈ જઈશ પછી શું? એના કરતાં તો?” એની આંખમાંથી આંસુ વહિ નીકળ્યા.
“હવે એક પણ શબ્દ બોલી છે તો મારીશ.” આકાશે એની વાત કાપી નાખતા કહ્યું.
ધરતી રડતી હતી.
“તુ પહેલા રડવાનું બંધ કરજો, શાંત થઈ જા plz.”
“હા.”
“લે પાણી પી લે ચલ.”
પછી એને પાણી પીવડાવ્યું.
“જો હવે પછી શું? એનો વિચાર કરવાવાળો હુ છુ OK . એ વિચાર તારે નથી કરવાનો, એના માટે હુ બેઠો છું. આમ પણ તુ ધરતી તરીકે આ ઘરમાં નથી આવી, તારી ઓળખ મારી પત્ની રાધિકા તરીકેની છે, અને જ્યાં સુધી હુ નહિ કઊ ત્યાં સુધી આ ઓળખ જાળવી રાખવાની છે. OK, હા કાલથી હુ ઓફિસ જઈશ, બહારથી લોક કરીને, બપોરે સોના આવશે જમાડવા અને અર્ચનાબેન પણ આવતાં રહેશે, ૬ વાગ્યા સુધી તો હુ આવી જઈશ. મહેરબાની કરીને રડવાનું નથી. રડી તો મારા સમ છે, તારે ખાઇ પીને લહેર કરવા સિવાય કોઇ જ કામ કરવાનુ નથી.”
“પણ...”
“પણ ને બણ કોઈ દલીલ નહિ ચુપચાપ સુઇ જા, પછી ઉઠાડું છું.”
આકાશની વાત પરથી એને એવું લાગ્યું કે આકાશે કોઇક ઉંડુ પ્લાનિંગ કર્યુ છે.
આકાશના મનમાં કંઇક તો છે જ. વધુ વિચારે એ પહેલા ઉંઘે એને ઘેરી લીધી, એ ઉંઠી છેક રાતે આકાશે જમવા ઉઠાડી એટલે ૯ વાગે.
“૯ વાગી ગયા છે.”
“હા.”
“તમે જમી લીધું?”
“ના તારા વગર જમાય ખરું?”
“જમી લેવું હતુ ને મારી રાહ?”
“બસ હવે બહુ સવાલ ન કર, ચલ લે” મોંમા કોળિયો મુકતા કહ્યું
“પણ” કંઇ બોલે એ પેલા મોંમા કોળિયો મુકી દીધો. આકાશે જમાડી, પછી પોતે જમ્યો. આકાશે ટીવી ચાલુ કર્યું હતુ, પણ એનુ ધ્યાન આકાશ જમતો હતો એમાં હતુ, આટલી બધી સુખ સગવડ હોવાં છતા આકાશના સ્વભાવમાં કોઇ જ ચેંજ નહતો.
“શુ જુએ છે? મને જુએ છે કે પછી કંઇક વિચારે છે?” ધરતી એની સામે જોઇ રહી હતી એટલે પુછ્યું
“ના કંઇ નહિ.”
“કોઇ જ વિચાર કરવાનો નથી.”
“આકાશ, સ્વીટી?”
“એ જ્યાં છે ત્યાં સેફ છે, બસ તારે ચિંતા કરવાની જરૂર નથી OK . bye ધ વે આ સાડી ગમી?”
“હા. કેમ?”
“નહિ સોનાબેન લાવ્યા છે એટલે પુછ્યું, હા જો તારે પર્સનલી કંઇપણ મંગાવુ હોય તો તુ એમની જોડે મંગાવી શકે છે? OK .”
“હા.”
“ગુડ, તને આટલા દિવસમાં કોઇ તકલીફ તો નથી પડી ને?”
“ના હવે, આવું કેમ કહો છો?”
“હા, તો કાલથી પડશે હું તને પુરીને જઈશ, એટલે.”
“હા, વાંધો નહિ... પણ કેમ?”
“તારી સુરક્ષા માટે.”
“મારી સુરક્ષા કરીને શુ ફાયદો થવાનો છે, જે થવાનું છે એ તો થઈને જ રહે છે ને.”
“એવું નથી યાર, શુ આવુ નેગેટીવ બોલે છે? બી પોઝિટીવ.”
“ખબર છે બ્લડગ્રુપ છે.”
“હા ચલ આટલુ તો યાદ છે તને.”
“હા”
“એક વાત પુછુ?”
“હા પુછો”
“આટલુ બધુ થઈ ગયું, એક દિવસ પણ મારી યાદ ના આવી.”
“ના, આટલા બધામાં ક્યાંથી આવે?.......તને એવું લાગે છે?” થોડિવાર પછી બોલી.
“આ તો પુછુ છુ.”
“તમને આવી હતી? એ કોને પહેલા? તમને તમારી આ હાઇ-લાઇફ સ્ટાઇલમાં નહિ જ આવી હોય, અને આમેય, હુ હતી પણ કોણ ? જેને તુ યાદ કરે.”
“હા એ પણ છે, તારી યાદ શુ કામ આવે? આ પૈસા, AC ગાડી, AC કેબિન, પાર્ટી, મિટીંગ, જેવી હાઇ-લાઇફ સ્ટાઇલમાં તુ તો ક્યાંય ખોવાઇ ગઈ.!” આકાશ વ્યંગમાં બોલ્યો.
પછી એ મૌન થઈ ગયો, થોડિવાર પછીએ બોલ્યો.
“તને લાગે છે? આટલા બધામાં મને એક પણ સેકંડ તારી યાદ નહિ આવી હોય, કે સ્વીટીની યાદ નહિ આવી હોય?” આકાશનો અવાજ લાગણીસભર થઈ ગયો.
“મને શુ ખબર?” કટાક્ષમાં બોલી. પણ આકાશની આંખો ને વાંચી શકી, એના પરનો પ્રેમ અને લાગણી.
“હા, તો રહેવા દે, સ્વીકારી લે કે મે તને યાદ નથી કરી, OK, ચલ હવે સુઇ જા.”
“આકાશ તમે લગ્ન કર્યા?” થોડીક લાગણીશીલ થઈ.
“હા, કર્યા ને, ૫ બાળકો છે, ૨ છોકરાને ૩ છોકરી, ૨ છોકરાના લગ્ન થઈ ગયા, પરદેશ છે, છોકરીઓમાં બે જણે લવ મેરેજ કર્યા, એકના એકના અરેંજ મેરેજ. મારી વાઇફ પિયર ગઈ છે. બોલ હવે બીજુ કંઇ.” આકાશ હસ્યો
“શુ તુ પણ સાચુ બોલ ને?”
“હા સાચુ કઉ છુ, લે તુ માનતી નથી.”
“ના કહેવુ હોય તો કંઇ નહિ જા.”
“OK OK કહીશ પણ પહેલા એ કહે કે તારી જોડે આ બધુ બન્યું કઈ રીતે?”
“તુ બધાં જ સવાલો પુછ, તુ જે કહે એવું કરીશ, પણ આકાશ તમે આ સવાલ ના કરો plz... plz...”
“OK, નહિ કરુ”
“હવે તો બોલો.”
“શું?”
“કંઇ નહિ. gudnite”
“OK, gudnite, હા રાત્રે વિચારજે ૬ વર્ષમાં ૫ બાળકો થયા કઈ રીતે? પરણાવ્યા કઈ રીતે? અને પરદેસ કઈ રીતે ગયા?” આકાશ હસ્યો.
“gudnite” એણે ચાદર ઓઢી
આકાશ હસતો હસતો બહાર આવ્યો. પણ ધરતીના સ્વભાવથી ચિંતિત હતો, ગુસ્સાસભર, કડવો, અને ચિડિયો સ્વભાવ થઈ ગયો હતો, અને લાગણીશીલ બહુ જ થઈ ગઈ હતી.
એ વિચારતો હતો કે આમાંથી બહાર કાઢવી કઈ રીતે? હજુ સ્વીટી અને અસ્મીતના મોતની તો ખબર જ નથી, ક્યાંક વધારે ભાંગી ના પડે?, એ મોટો ડર હતો એનો? અને કાલની ચિંતા હતી અને એ આખો દિવસ શુ કરશે? કઈ રીતે રહેશે?
અને થોડીવાર મેગેઝીન વાંચ્યુ પછી, કંટાળ્યો, એ લોક કરીને નીચે ગયો, રમણભાઇની દુકાને સવાર બપોર સાંજની ચા અહિંથી આવતી હતી, અને દુધ પણ, નાસ્તો પણ.
“કેમ છો રમણભાઇ? મજામાં?”
“હા... મજામાં તમે?”
“હુ તો મજામાં છું પણ તમે જોવા નથી મળતા મુંબઈથી આવ્યે ચારેક દિવસ થયા છતાં આ તરફ આવ્યા પણ નથી... શું વાત છે?”
“કંઇ નહિ, બસ થોડી તબિયત ખરાબ હતી એટલે.”
“હવે તો બરાબર છે ને? અરે હા, તમારી સવારની ચાં વધી ગઈ છે? નાસ્તો પણ? શુ વાત છે?”
“અરે, એ તો મે સિગરેટ ઓછી કરીને એટલે બીજુ કંઇ નહિ, અત્યારે આપજો એક.”
“હા, લો...”
આકાશની ટેવ છુટી ગઈ હતી પણ એકલા રહેવાનું થયુ ત્યારથી થોડી થઈ હતી, આદત ન હતી, પણ ક્યારેક લઈ લેતો હતો, ટેંશનમાં હોય ત્યારે, અઠવાડીયે એકાદવાર.
**************************************************************************************************************
બીજે દિવસે આકાશ ઓફિસ ગયો, ધરતીને વહેલાં આવવાનું વચન આપી, એનો ટાઇમ ૮.૩૦નો હતો, છતાં આજે વહેલો પહોંચી ગયો, ૮.૩૦ સુધી બધો સ્ટાફ આવી ગયો.
તૃષા મોડી પડી, પોણા નવ વાગે આવી.
“હાય, ગુડ મોર્નિંગ, જીયા મજામાં, કેમ છે?”
“હાય, ગુડ મોર્નિંગ, હુ તો મજામાં છું, તુ આજે લેટ?”
“અરે યાર આજે મોડું થઈ ગયું. બસ લેટ પડી.”
“બહુ જ સરસ, સર, તારી રાહ જુએ છે.”
“સર? આકાશ સર? શુ મજાક કરે છે?”
“મજાક નથી કરતી , સાચી વાત કરુ છુ, જા જલ્દી.”
“હા, લે આ મારા ટેબલ પર મુક , હું આવુ છુ.”
“OK, જા.”
પછી એ દોડીને આકાશની કેબિનમાં ગઈ.
“મે આઇ કમ ઇન સર?”
“હા પઘારો, આ તમારો આવવાનો ટાઇમ છે?”
“Sorry sir, late થઈ ગઈ. બસ લેટ હતી.”
“બહાનુ તો સરસ છે, તમને એમ કે સર તો, આવવાના નથી, જવાય છે. શાંતિથી કેમ?”
“ના સર, એવું નથી.”
“તો કેવું છે?” ,
“Sorry sir”
“જાઓ તમારા રજિસ્ટરમાં, અડધી સીએલ લખાઇ ગઈ છે, યુ મે ગો.”
“થેંક યુ” એ બહાર નિકળી ગઈ.
આકાશનું રુટીન થઈ ગયું સવારે ૬ વાગે ઉઠવું, ધરતીને ઉઠાડવું, પોતે તૈયાર થવું, ઓફિસ આવવું, ઓફિસમાંથી પણ બે-ત્રણવાર ફોન કરીને પુછી લેતો. સાંજે ૬ થી ૭ વાગે મોડામાં મોડો પહોંચી જતો, એને જમાડતો, પોતે જમતો, કલાક એની જોડે બેસીને વાત કરતો, પછી ઓફિસનું કામ કરતો અને સુઇ જતો, અને એના ગયા પછી ૧૦ વાગ્યા સુધી ઘરનુ કામ સોનાબેન પતાવી દેતા, કેટલીકવાર થોડિવાર સુધી એમની જોડે બેસતી, સોના, ટીવી ચાલુ કરી આપો, પછી ૨ વાગે આવીને જમાડતી, અને ૬ વાગે જતી, આખો દિવસ વાતો કરતી, એની વાતોમાં આકાશનો ઉલ્લેખ જરૂર હોય, આકાશભાઇ સારા છે, આકાશભાઇ આમ કરે, તેમ કરે. એના મોઢે વખાણ રહેતા, કેટલીક વાર અર્ચનાબેન પણ આવતા, આમને આમ, ૧૫ દિવસ વિતી ગયા, હવે આકાશની...
*****