Logic, system and the limits of truth in Gujarati Thriller by pooja meghanathi books and stories PDF | તર્ક, તંત્ર અને સત્યની સીમાઓ

Featured Books
Categories
Share

તર્ક, તંત્ર અને સત્યની સીમાઓ

કિશન માત્ર પચીસ વર્ષનો હતો, પણ તેનું મગજ ત્રીસ વર્ષના અનુભવી તર્કવાદીની જેમ ચાલતું. મુંબઈની એક અગ્રણી ડિજિટલ મેગેઝિન, ‘સત્યશોધક’ માટે તે ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટર હતો. કિશન માટે, ધર્મ એ ભાવનાત્મક વૈભવ હતો, અને અંધશ્રદ્ધા એ ગરીબીનો ધંધો. તે માનતો કે દુનિયા માત્ર એ જ શક્તિઓથી ચાલે છે, જેને વિજ્ઞાનના માપદંડો પર માપી શકાય.
છેલ્લા છ મહિનાથી તેના જીવનમાં એક ઊંડો વળાંક આવ્યો હતો. કિશનની નાની બહેન, મૃણાલી (૨૨ વર્ષ), એક વિચિત્ર અને અસ્પષ્ટ બીમારીથી પીડાઈ રહી હતી. તેના શરીરમાં સતત દુખાવો રહેતો, અને તેના વિચારોમાં એક અજીબ શૂન્યતા આવી ગઈ હતી. શહેરના શ્રેષ્ઠ ડોક્ટરોએ તેની તપાસ કરી હતી, પણ રિપોર્ટ્સ હંમેશા સામાન્ય આવતા. પશ્ચિમી દવાઓ નિષ્ફળ ગઈ, અને આ જ તક હતી તેના પરિવાર માટે જાદુ ટોણા તરફ વળવાની.
"બેટા, આ દવાઓ કામ નહીં કરે. કોઈકે આપણા ઘર પર કાળો જાદુ કર્યો છે. મેં એક બાબાને મળવાની વ્યવસ્થા કરી છે, જેણે કહ્યું છે કે તે આ શક્તિઓને દૂર કરી દેશે," કિશનના મમ્મીએ નિસાસો નાખ્યો. તેમની આંખોમાં ડર અને આશા બંને હતી.
કિશને ગુસ્સામાં ડાઇનિંગ ટેબલ પર મુકેલું તાંબું અને કાપડનું બાંધેલું બાબાનું 'રક્ષાકવચ' ફગાવી દીધું. તે જોરથી બોલ્યો, "મમ્મી, આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ! 'કાળો જાદુ' જેવું કંઈ હોતું નથી. આ માત્ર બાયોલોજિકલ કે સાયકોલોજિકલ સમસ્યા છે, જેને તમે વહેમનું નામ આપી રહ્યા છો!"
"તારો તર્ક તારી પાસે રાખ, દીકરા! તું જ તારી બહેનને નુકસાન પહોંચાડી રહ્યો છે, કારણ કે તું આ દિવ્ય શક્તિઓમાં વિશ્વાસ નથી કરતો," તેના પિતાનો અવાજ ઊંચો થઈ ગયો. તેમણે બાબાને મળવા માટે ₹૫૦,૦૦૦ જેટલી મોટી રકમ આપી હતી. આ રકમ કિશનના આક્રોશનું મુખ્ય કારણ હતી, કારણ કે આ સીધું-સાદું આર્થિક શોષણ હતું.
તે રાત્રે, કિશને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો. તે હવે માત્ર મૃણાલીને બચાવવા માંગતો નહોતો, પણ ભારતમાં ફેલાયેલા તંત્ર અને કાળા જાદુના નેટવર્ક નો પર્દાફાશ કરવા માંગતો હતો. તે એક પત્રકાર તરીકેનું તેનું સત્ય-શોધક મિશન હતું.
તેણે પોતાના લેપટોપ પર સર્ચ શરૂ કર્યું. તેણે માત્ર 'જાદુ ટોણા' સર્ચ ન કર્યું. તેણે 'અઘોરી વિદ્યા', 'કપાલ ભૈરવ પંથ', અને 'તંત્રનું ગુપ્ત જ્ઞાન' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો. અઠવાડિયાઓની ઊંડી તપાસ પછી, તેને એક નામ મળ્યું: 'મહાકાલ તંત્રકેન્દ્ર'. આ કોઈ સત્તાવાર સંસ્થા નહોતી, પણ પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ હતો કે તે તંત્ર વિદ્યાનું એક ગુપ્ત, ભૂગર્ભ કેન્દ્ર છે, જે વારાણસીથી દૂર, મધ્ય પ્રદેશના ભયાનક જંગલો માં આવેલું છે.
ચાર દિવસની લાંબી મુસાફરી, ધીમા રેલવે પ્રવાસ અને છેલ્લે ખખડધજ જીપમાં જંગલોમાં પ્રવેશ કર્યા પછી, કિશન 'મહાકાલ તંત્રકેન્દ્ર' ના કહેવાતા સ્થાન પર પહોંચ્યો. તે માત્ર એક જૂનું, ખંડિત સ્મશાન મંદિર હતું. અહીં કોઈ ભવ્ય કેન્દ્ર નહોતું, માત્ર શાંતિ, રાખ અને એક અંધકારમય સિલુએટ હતું. અહીં નિશાનથી કોઈપણ માણસને હલાવી દેનારી હતી એવું લાગતું હતું કે અહીં કોક ઊંડું રહસ્ય દબાયેલું છે પરંતુ વૈજ્ઞાનિક પટ્ટી બંધાયેલા .કિશનને આ કશું દેખાતું કે મહેસુસ થતું જ ન હતું 
એક વૃદ્ધ, લાંબી દાઢી- લાંબી જટાવાળો, રાખથી ઢંકાયેલો વ્યક્તિ ધૂણી પાસે બેઠો હતો. તે આંખો બંધ કરીને ધૂમ્રપાન કરી રહ્યો હતો. તે જ હતો કપાલ-ભૈરવ. જે મંદ હસી રહ્યો હતો
કિશન, પોતાના મિશનની સફળતા માટે, માઇક્રોફોન અને કેમેરા સાથે તેની તરફ આગળ વધ્યો. તેના મિશનની શરૂઆત થવા જઈ રહી હતી. તેના મગજમાં માત્ર એક જ વિચાર હતો કે દુનિયામાં આ કાળા જાદુ જેવું હોતું નથી તે સાબિત કરવું.
"માફ કરજો, શું તમે અહીંના... અઘોરી છો?"