અમારી નેહા અમારા માટે અમારો દીકરો છે. એ કાંઇ પણ વાત માં છોકરાઓ થી પાછળ નથી.‘ પપ્પા જ્યારે જ્યારે એના વિશે આવી વાતો કરતા, નેહા સાંભળી ને મલકાઈ જતી પણ આજે એ જ શબ્દ એની માનસિક પીડા માં વધારો કરી રહ્યા હતા.
‘તમને પહેલા જ ચેતવ્યા હતા કે છોકરી ને માથા પર ના બેસાડો. છોકરીની જાત છે ક્યારે શું થઇ જાય? પણ મારી સાંભળો છો ક્યારે? પોતાનું જ ધાર્યુ કરો છો. હવે એની સાથે જે થયું એને લઇને શું મોઢું બતાવશો સમાજ માં?’
’શીલા આમ ગુસ્સે ના થા. જરાક શાન્તિથી વિચાર. નેહા જોડે જે થયું એમા એનું શું વાંક છે? ’ રમણલાલ એ પત્ની ને સમજાવવાનો પ્રયાસ કર્યું.
’શું જરુર હતી એને આમ તુષાર કુમાર જોડે ફરવા જવાની? એમાં તમારો પણ વાંક છે. તમે જ વધાર પડતી છૂટ આપી હતી.’
’શીલા, વાત ને વધારી ને આમ કકળાટ ના કર.’
’હું કકળાટ કરું છું? વાત તો તમે વધારો છો એને તુષારકુમાર જોડે પરણાવવાની ના પાડી ને. એમને વાંધો નથી તો તમને શું નડે છે?’
’શીલા તું વાત ને સમજ. આ નેહાનાં આત્મસમ્માન નું સવાલ છે.’
’છોકરી ની જાત ને વળી શું આત્મસમ્માન. બાપ દીકરી બન્ને મારી સાંભળતા જ નથી. હવે એક કામ કરો મને ઝૅર લઈ આપો.’
‘શીલા.‘ ૪૫ વરસનાં લગ્નજીવન માં પહેલી વખત રમણલાલ નું હાથ પત્ની ઉપર ઉપડી ગયો. બસ આ વાત ને લઈને બે દિવસ સુધી ઘર માં કોઇ કોઇ થી બોલ્યું નહી.
એ દિવસે નેહા ને ઑફિસથી નીકળતા મોડું થઈ ગયું હતુ. એ હજુ ઘરે જવાની તૈયારી જ કરતી હતી કે એના મોબાઇલની રિંગ વાગી.
‘તુષાર. તું. બોલ શા માટે ફોન કર્યો?‘
‘ઓ માય સ્વીટહાર્ટ. ક્યાં છે?‘ સામે થી તુષારે રોમાન્ટિક મૂડ માં પુછ્યું.
‘ઑફિસ માં છું અને હવે ઘરે જવાની તૈયારી કરું છું.‘
‘તુ હજુ સુધી શું કરે છે ઑફિસ મા? ૮ વાગે છે.‘
‘પરમ દિવસે એક ક્લાઇન્ટ મીટિંગ છે. એના માટે પ્રેઝન્ટેશન તૈયાર કરતી હતી.‘ નેહાએ જ્વાબ આપ્યો.
‘સારું... હું આવું છું ત્યાં. તારા માટે એક સરપ્રાઇજ છે. ૧૫ મિનિટ માં જ આવું છું.‘
‘તુષાર મને મોડું થાય છે. મમ્મીનું ફોન બે વખત આવી ગયો છે.‘
‘મને ખબર જ હતી કે તું બહાના બતાવીશ એટલે જ તારા પપ્પાથી મેં વાત કરી લીધી છે. એમને ખબર છે કે તું મારી સાથે છે. ચાલ હવે ફોન મુક. હું આવુ છું.‘ નેહા નું જવાબ સાંભળ્યા વગર તુષારે ફોન મુકી દીધો.
નેહા તુષાર ની સરપ્રાઈઝ આપવાની ટેવ થી વાકેફ હતી. એ માણસ ગમે ત્યારે ગમે તે કરી શકે એમ હતો. એના આવા સાહસિક અને રોમાંટિક વર્તનના લીધે જ નેહાને એના પ્રત્યે આકર્ષણ થયું હતુ અને સમય જ્તા એ આકર્ષણ પ્રેમ માં પરિણમ્યું હતું
બન્ને ના ઘરે થી સમંતિ મળતા બે મહિના પહેલા જ બન્ને ની સગાઈ થઈ હતી અને ૪ મહિના પછી લગ્ન લેવાના હતા.
૧૦ જ મિનિટ માં તુષાર ત્યાં આવી ગયો. નેહા ને એની સરપ્રાઈઝ ત્યારે ખબર પડી જ્યારે તુષારની બાઈક એક ૫ સ્ટાર હૉટલ ની સામે આવી ને ઉભી રહ્યી.
‘તુષાર! આ શું છે?‘
‘હૉટલ છે.‘ તુષારે હંસીને જવાબ આપ્યો.
‘એ તો મને દેખાય છે. પણ આટલી મોંઘી હૉટલ?‘
‘સેલીબ્રેશન કરવા માટે. આજે આપણી સગાઇ થયે બે મહિના કમ્પ્લિટ થયા છે.‘ તુષારે નેહા ના ખબા પર હાથ મુકી ને કહ્યું.
નેહા એનો હાથ ઝાલી ને અન્દર જતી રહ્યી.
ડિનર લીધા પછી ખાસ ઈચ્છા ના હોવા છતાં તુષાર ના કહેવા પર નેહાએ આઇસ્ક્રિમ ખાધું. આઇસ્ક્રિમ ખાધા પછી નેહાને ચક્કર આવા લાગ્યા. જ્યારે આ વાત એને તુષાર ને કીધી તો એ એને એક રુમ મા થોડી વાર આરામ કરવા માટે લઈ ગયો. બેડ પર પડતાની સાથે જ નેહા ને ઉંઘ આવી ગઇ.
જ્યારે એની ઊંઘ ટૂટી તો પોતાના કપડા વેર વિખેર જોઇને એ ચૌંકી ગઈ. એની બાજૂ માં જ તુષાર ને ઉઘંતો જોઇને એ ગભરાઇ ગઇ. નેહા રડું રડું થઈ ગઇ. એણે તુષાર ને ઉઠાડ્યો અને ગુસ્સે થી એને જોવા લાગી.
‘શું થયું? આમ કેમ જોવે છે મને?’ તુષારે આંખો મસળતા પુછ્યું
‘તુષાર... તે ...તે... મારી સાથે.....??‘ નેહા આગળ કશું ના બોલી શકી.
‘નેહા શું ખોટું છે એમા. હવે આપણે લગ્ન તો કરવાના જ છે ને. પછી તો આ થવાનું હતું જ ને.‘ નેહા ના કહેવા ના ભાવ સમજ્તા તુષારએ સહજતાથી કહ્યું
‘તે મને છેતરી છે તુષાર.‘ નેહાએ ગુસ્સે થી કીંધુ.
‘ના. તુ જાતે મારી સાથે આવી છે. મેં તને બે વખત પહેલા પણ મારી ઇચ્છા વિષે જણાવ્યું હતું ને? આજે અહીં આવી ને તે કોઇ વિરોધ ના કર્યો તો મને એમ લાગ્યું કે તુ તૈયાર છે.‘ શર્ટ પહેરતા તુષારે લાપરવાહી થી કહ્યું.
જવાબ માં નેહાએ એને ચાંટો મારી દીધો અને રુમ માંથી બહાર જવા લાગી.
તુષારે એનુ હાથ પકડી ને એને જતા અટકાવી - ‘નેહા. રાત્રે આપણી વચ્ચે શું થયું એ કોઇને ખબર નહી પડે પણ જો તું આમ અત્યારે ઘરે જઇશ તો બધા ને શંકા જશે. હજુ તો સવાર ના ૪ વાગ્યા છે. આમ પણ મેં તારા ઘરે એમ કીધું હતું કે હુ અને તુ મારા માસીનાં ઘરે જઇએ છે અને રાત્રે ત્યાં જ રોકાઇશું.‘
નેહા તુષારની વાત ને સાંભળ્યુ ના સાંભળ્યુ કરીને હાથ છોડાવીને બહાર નિકળી ગઈ.
X
આ ઘટના પછી બે દિવસ સુધી ઘરમાં શમશાનવત શાન્તિ પ્રસરી રહી.
‘મોટી બેન, હવે એની સાથે લગ્ન કરીને સુખી નઈ થઈ શકું. જે માણસ ને માત્ર સ્ત્રી શરીર માં જ રસ હોય એ બીજુ તો શું સુખ આપી શકવાનો. એને મારી લાગણી દુભાયી છે, લગ્ન પછીનાં પહેલી રાત નાં સપના રોંદી નાખ્યા છે. જે ક્ષણ માત્ર ને માત્ર એક જ વાર જીવન માં આવે છે, એ એને અનાયસે મારાથી ઝુટવી લીધી. આ બધા માં મને શું મળ્યુ? હું માત્ર ઉપભોગની વસ્તુ બની ગયી? એને મારી સાથે બલાત્કાર કર્યું છે. હું લડત આપીશ. નહિ છોડું એને.’
પોતાની લાડકવાયી દીકરી જે દુખમાંથી પસાર થઇ રહી હતી એને રમણલાલ મહસૂસ કરી શક્તા હતા પણ સાથે સાથે નિર્ણય નાં લઈ શકવાની દુવિધામાં પણ હતા. એક તરફ સામાજિક આબરૂ દાવ પર હતી તો બીજી બાજુ દીકરી નું જીવન અને એનું ભવિષ્ય દાવ પર હતું. બન્ને બાજુ કંઇક ગુમાવવાનુ તો હતુ જ.
ગેલરીમાં ઉભા-ઉભા નેહાની એની મોટી બેન સાથે થતી વાતો એ સાંભળી ગયા.
X
તુષારે બે દિવસ સુધી નેહા ને ફોન પર સંપર્ક કરવાનું પ્રયત્ન કર્યું પણ નેહા તરફથી કોઇ પ્રતિસાદ ના મળતા એણે નેહાના ઘરે જઇ વાતનું ખુલાસો કરી માફી માંગી લેવાનું નક્કી કર્યું.
બારણા પર ટકોર પડતા શીલાબેને બારણું ખોલ્યુ. સામે તુષારકુમાર ને જોઇને એ અસમંજ માં મુકાઈ ગયા. મુંગા મોડે એમને આવકાર આપીને એ અન્દર થી રમણલાલ ને બોલાવી લાવ્યા.
તુષારકુમારને પાણીનું ગિલાસ આપી ને શીલાબેન સામે કુર્સી પર બેસી ગયા. થોડીવાર બેસી રહ્યા છતાં જ્યારે કોઇ કશું જ ના બોલ્યું તો તુષારકુમારે વાત ચાલુ કરતા કહ્યું – ‘નેહા નથી?’
શીલાબેન કંઈક બોલવા જતા હતા ને રમણલાલ એ એમણે બોલતા અટ્કાવ્યા.
‘કેમ શું કામ છે એનું?’
રમણલાલનું ગમ્ભીર સ્વર સાંભળીને વાત ને સંભાળતા એને કહ્યું – ‘મારાથી બહુ જ મોટી ભૂલ થઇ ગઇ છે એટલે આજે માફી માંગવા આવ્યો છું.’
‘આને ભૂલ ના કહેવાય. તે અમારો વિશ્વાસ તોડ્યો છે.’ રમણલાલ એ કહ્યું.
‘મને એ અહેસાસ છે એટ્લે જ તો....’
‘જીન્દગી માં અમુક વાતો એવી હોય છે જે સમય રહેતા જ થાય તો એની મર્યાદા બની રહે છે અને તે એ સામાજિક મર્યાદાનું ભંગ કર્યું છે.’ રમણલાલ એ તુષાર ની વાત કાપતા કહ્યું.
‘હું એના માટે દિલગીર છું પણ હું તમને વચન આપું છું કે નેહા ને ક્યારે પણ દુઃખી નહી કરું.’
‘અને જે દુઃખ એને અત્યારે પડ્યુ છે એનું શું?’
‘એટલે જ તો હિંમત કરીને અહિં આવ્યો છું. મારી આ એક ભૂલ ના લીધે મેં બધાનું વિશ્વાસ ગુમાવ્યું છે. મને બસ એક તક આપો. હવે હું એને એટલુ સુખ આપીશ કે એ બધા જ દુઃખ ભૂલી જશે.’ તુષારે વિનંતી કરી.
‘અને એ એક તક નેહા તને ના આપે તો?’ રમણલાલ એ પ્રશ્નાર્થ નજરે તુષાર બાજું જોયું.
‘આ શું કહો છો તમે?’ શીલાબેન થી ના રહેવાયુ અને એ બોલી ઉઠ્યા પણ રમણલાલ ભણી જોઇને એ ચુપ થઇ ગયા.
‘હું એને સમજાવીશ અને વિશ્વાસ અપાવીશ.’ તુષારે કહ્યું.
‘જો ભાઇ મેં કોઇ દિવસ દીકરી અને દીકરા માં ભેદ નથી કર્યું. આજે મારી નેહા ની જિન્દગી એક એવા મુકામ પર આવી ને ઉભી છે જ્યાં જો એને માત્ર છોકરી હોવાના લીધે હાર માનવી પડે તો એ નિર્ણય હું ક્યારે નહી કરું. નેહા માટે જો તને સાચો પ્રેમ હોય તો અગ્નિ પરિક્ષા હવે તને આપવી પડશે.’ રમણલાલે તુષાર ના ખબા પર હાથ મુકી ને કહ્યું.
‘એટલે?’ હું સમજ્યો નથી. તુષારે કહ્યું.
‘મારી નેહા ને હું કમજોર નહી થવા દઉં. એના લગ્ન હવે તારી સાથે કોઈ સંજોગો માં નહી થાય. હવે આપણે કોર્ટ માં મળીશુ.’
રમણલાલ નું નિર્ણય સાંભળીને શીલાબેન માથું પકડીને બેસી ગયા. અન્દર ના રુમ માંથી બધી વાતો સાંભળતી નેહા ની આંખો માં આંસુ આવી ગયા.
તુષાર એક હારેલા યોધ્ધાની જેમ ઘરથી બાહર નિકળી ગયો.