If.. dinosaurs come back..!! in Gujarati Comedy stories by Heena Ramkabir Hariyani books and stories PDF | જો.. ડાયનોસોર પાછા આવે તો..!!

Featured Books
  • Shadows Of Love - 12

    अर्जुन ने अपने मन को कस लिया। उसके दिल की धड़कन तेज़ थी, लेक...

  • BAGHA AUR BHARMALI - 9

    Chapter 9 — मालदेव द्वारा राजकवि आशानंद को भेजनाबागा भारमाली...

  • Salmon Demon - 1

    पुराने समय की बात है जब घने जंगलों के नाम से ही गांव के लोग...

  • अधुरी खिताब - 45

    एपिसोड 45 — “जब कलम ने वक़्त को लिखना शुरू किया”(सीरीज़: अधू...

  • काला घोड़ा - रहस्य का दरवाज़ा - भाग 2

    काला घोड़ा — रहस्य का दरवाज़ा (भाग 2)लेखक – राज फुलवरेअंदर क...

Categories
Share

જો.. ડાયનોસોર પાછા આવે તો..!!

આજનો વિષય સ - રસ રમુજ. 

આમ, તો રમુજ એ લખવા માટે મને અઘરું પડે કારણ મારો સ્વભાવ થોડો નહિ પણ ધણો ગંભીરતા વાળો પણ છતાં રમુજ લખી શકવાની ચેલેન્જ લીધી.કોઈ સામે બેસે અને જોક્સ કે રમુજ કરવી સરળ રહે કારણ તમે સામે વાળાના હાવભાવ જોઈ શકો, અનુભવી શકો. પણ અહીં તો માત્ર કલ્પના જ દોડાવી લખવાનું હોય તો પછી કલ્પના બેનની કલમ ને દોડાવી. થોડીવારમાં 
તો ઘરમાંથી કઈક બહાર દોડતું ગયુ હોય એવું લાગ્યું.થોડીવાર રહી ઘરમાં જોયું તો મારા સાસુ ગાયબ હતા. હું તો હાંફડી ફાફડી થતી એને શોધવા નીકળી ત્યાં તો ઓલા બધા માતાજી  કેમ કોઈક ને કોઈક વાહન પર અસવાર છે, એમ અમારા મમ્મીજી તો ડાયનોસોર પર અસવાર હતા. મેં તો કહયુ મમ્મીજી ઓ મમ્મીજી નીચે ઉતરો ને આપણા  ધરે ચાલો, પપ્પાજી ઘરે રાહ જોતા હશે તમારી. 
              તો મમ્મીજી મને કહે મે તો સંસાર ની મોહમાયા છોડી દીધી છે, હવે તો આ ડાયનોસોર જ મારું વાહન. હું ને આ ડાયનોસોર એ ય ને બધે ફરીશુ.થોડીવારમાં તો ડાયનોસોર ને વાચા ફૂટીને અને કહેવા અરે માજી તમે ક્યારે મારી માથે ચડી બેઠાં, હું હાફી રહયો છુ જોતા નથી.ઠેક, ૧૫મી સદી માંથી દોડતો દોડતો આવું છું.તમારા ઘરમાંથી નીકળો એટલે શું માથે અસવાર થઈ જવાનું?? એમાય તમે કેવિ જાડા છો જોવો  તો ખરાં ☺😄!હુ બીચારો તમારો ઓટલો બધો વજન ઉચકીને થાકી ન જાઉ! ☺બિચારો ડાયનોસોર તો રડવા જેવો થઈ ગયો.
      મને થયું કે લાઉ ને ડાયનોસોર ને પુછું ,કે આ બાજુ વળી કેમ ભૂલા પડી ગયાતા કે શું❓તો મને કહેવા લાગ્યુ કે કાલે રાત્રે મારા રસોડામાં જે હોમમેઇડ પિત્ઝા બનાવ્યા ને એની સુગંધ એને મારા ધર સુધી દોડાવી લાવી. હું તો મનોમન ડરવા લાગી ક્યાંક ૧૫મી સદીમાં એના ઘરે પિત્ઝા બનાવવા મને તેડી ન જાય તો સારું!!એક તો મને ત્યાંથી પાછા આવવાનો રસ્તો ય નથી ખબર બોલો. હજી તો હું કાઈક જમવાનો આગ્રહ કરું ત્યાતો ડાયનોસોર તો અમારા તેની પર અસવાર મમ્મી જી પર ગુસ્સે થવા લાગ્યું અને કહે માજી તમે તમારી વહુ ભેગા તમારા ઘરે જતા રહો હું ય મારા ઘરે જઈશ 1૫મી સદીમાં. ત્યાં બી. પી. કે ડાયાબિટીસ હોય, પગ દુખતા હશે તો ય જંગલ માં રહેવું પડશે અને મારા માટે જમવાનું બનાવું પડશે. ત્યાં પછી મેડિકલ સ્ટોર ય નહીં હોય.. અને ખાસ...સાંભળજોત્ત્યા પાણી પૂરી વાળો ય નહિ હોય , પાણી પૂરી ખાધા વગર તમે બેભાન થઈ ગયા તો☺!! અને મરી ગયા તો...? શું કરશો?? એટલે કહું છું તમે આયા રહો તમારી વહુ ભેગા તમારા ઘરે જાઓ....બસ મારા ઉપર થી તમે નીચે ઉતરો, મને તમારો વજન લાગે છે.☺☺☺ ☺☺☺☺
          ડાયનોસોરની આવી વાતુ સાંભળીને તો મમ્મીજી તરત જ ડાયનોસોર ઉપરથી નીચે ઉતરી ગયા અને મારી સાથે ઘરે આવવા રાજી થઈ ગયા.. મનેય આશ્ચર્ય થયું કે આવા અમારા જીદી મમ્મીજી એક ઝાટકે કેમ નીચે ઉતરી ગયા હશે!! મે ય વળી મમ્મીજી ને પુછ્યું કે લે... કા ડાયનોસોર પરથી નીચે ઉતરી ગયા?? તમારે તો માથે બેસીને આખી દુનિયા ફરવીતી ને!!!તો બોલ્યા  પાણી  પૂરી તો મારા શક્તિના બાટલ. છે,એના વગર તો મને નબળાઈ આવી જાય..  પાણી પૂરીનુ નામ સાભળી ને તો ડાયનોસોર ના કાન ય ચઈમકા. ડાયનોસોર તો કહે ઈ વળી શક્તિ ના બાટલા વાળી પાણી પૂરી કેવી હોય!! કારણકે નબળાઈ જેવું તો મને ય લાગે છે.મે કીધું હાલો તો લઈ જઉ તને ય પાણી પૂરી ખાવા. પછી તો હું, અમારા મમ્મીજી અને ભૂલી પડેલુ આ ડાયનોસોર ત્રણેય ડાયનોસોર ઉપર અસવાર થઈ ઉપડયા ત્રણેય પાણીપુરી ખાવા
            પછી તો  ડાયનોસોરે પાણીપુરી ખાવાની ચાલુ કરી તો એને તો એટલી ખાધી એટલી ખાધી કે પેલો પાણીપુરી બનાવવા વાળો ભૈયો બેભાન થઈ ગયો.🫠🫢😁😄😃😀ડાયનોસોર તો પાછુ મને પૂછે કે ૧૫મી સદીમાં આવું બધું મળતુ હોત તો કેવું સારું થાત,      મારે ૧૫મી સદીએથી ધક્કા તો ન ખાવા પડે.ધડીક મા તોહું ય બેભાન થઈ અને મારું સપનું  તૂટી ગયું .મે તો ભગવાન ને કીધું હવે આ ડાયનોસોર પાછા ન આવે તો સારું..😃😃
                                  -- હીના રામકબીર હરીયાણી