Tandav A Love Story in Gujarati Book Reviews by Manichandra Ruturaj books and stories PDF | તાંડવ એક પ્રેમ કથા રિવ્યૂ

Featured Books
Categories
Share

તાંડવ એક પ્રેમ કથા રિવ્યૂ

તાંડવ એક પ્રેમકથા નામ પરથી એવું લાગે કે કદાચ આ માત્ર પ્રેમની વાર્તા હશે પરંતુ શરૂઆતથી જ સમજાય છે કે આ નવલકથા પ્રેમ પર પૂરી થતી નથી. પ્રેમ આ કથામાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ ભાવ છે પરંતુ તેની આસપાસ જીવનના અનેક વિસ્તાર પથરાયેલા છે. જીવનના કઠિન નિર્ણયો સંબંધોની જટિલતા આધ્યાત્મિકતા સફળતાના ભારનો શાપ રાષ્ટ્રીય સુરક્ષાના અજાણ્યા સંઘર્ષો આંતરરાષ્ટ્રીય કાવત્રા આતંકવાદીઓના જાળ વિજ્ઞાન અને વ્યવસાયના અથડાતા હિતો માનવીય મનની તરસ અને અંતરના આઘાતો આ બધું મળી આ કથાને વિશાળ બનાવે છે. ત્રેસઠ દરમિયાન ચાલતી આ કહાની વાચકને વારંવાર અલગ અલગ દુનિયામાં લઈ જાય છે. ક્યારેક નિર્દોષ પ્રેમની નાજુક ખુશીમાં ક્યારેક દેશની સુરક્ષા માટે પ્રાણ જોખમાતા ગુપ્ત મિશનોમાં ક્યારેક વ્યાવસાયિક જીવનની કડક સ્પર્ધામાં ક્યારેક યુદ્ધની વેદનામાં અને ક્યારેક પોતાને ઓળખવાના ઊંડા પ્રશ્નોમાં. દરેક ભાગનું વાતાવરણ અલગ છે પરંતુ કથાની લાગણીયુક્ત પકડ ક્યારેય છૂટતી નથી.

આ વાર્તાનાં કેન્દ્ર બિંદુ શિવ મહેતા છે જે ગરીબીમાં ઉછર્યો છે પરંતુ બુદ્ધિ અને જિદ્દનો અધભૂત ભંડાર ધરાવે છે. પિતા જમાનદાસ ગામના આદર્શ શિક્ષક છે અને માતા ગોદાવરી મમતા અને સંસ્કારનું મૂલ્ય ધરાવે છે. એમના સદભાવના વાતાવરણ હોવા છતાં ગરીબીના કારણે જીવનમાં મળતી અડચણો અને અપમાન શિવના સ્વભાવ પર ઊંડો ઘા મૂકે છે. ગરીબી સામે જીત મેળવવાની હંમેશાં લાગણી એને મહેનત પ્રતિભા અને લોખંડી સંકલ્પ દ્વારા આગળ ધકેલી જાય છે. આ જ સમય દરમિયાન ઉર્વશી તેના જીવનમાં પ્રવેશે છે. ઉર્વશી માત્ર મિત્ર નહિ પરંતુ શિવના હૃદયનો સૌથી ઊંડો સૂર બને છે. નિર્દોષતા ત્યાગ સૌજન્ય પ્રેમ અને સમજણના અમૂલ્ય ગુણ ઉર્વશીને વિશેષ બનાવે છે. બંને વચ્ચે પ્રેમની લાગણી શબ્દ વિનાની ભાષામાં જન્મે છે પરંતુ શિવનો અહં અને ગરીબી પ્રત્યેનો લાજનો ભાવ તેને પ્રેમ સ્વીકારવાથી અટકાવે છે. ઉર્વશીનો ત્યાગ સમર્પણ અને નિર્ભવ સાથ એના જીવનને સફળતા તરફ ધકેલે છે પરંતુ એ પ્રેમને સ્વીકારવાની શક્તિ ન ધરાવવાની ભૂલ તેની આખી જીવનકથા પર એક ઘા નાખી દે છે. ઉર્વશી અભાવે છોડી ગયેલો પ્રેમ અને પસ્તાવો આખી નવલકથામાં મૌનમાં ધબકે છે.

સમય આગળ વધે છે અને શિવ વ્યાપાર જગતમાં પ્રચંડ સફળતા પ્રાપ્ત કરે છે. દેશ અને વિદેશમાં એની કંપનીનો પ્રસાર વધે છે ધન પ્રતિષ્ઠા વેપાર પરિવારમાં સુખ અને સમૃદ્ધિ બધું પ્રાપ્ત થાય છે. પરંતુ અંદરથી ઊભેલો ખાલીપણો ઓછો થતો નથી. સફળતાનો ગર્વ મળે છે પરંતુ મનની શાંતિ મળી નથી. ઉર્વશી પ્રત્યેનો અધૂરો પ્રેમ એને જીવનભર યાદ અપાવે છે કે જો પ્રેમને અવગણીએ તો સફળતાનો પર્વ પણ અધૂરો રહી જાય છે. કથાનો આ ભાગ વાચકને શાંતિપૂર્વક સમજાવે છે કે જીવનમાં કેટલું પણ હાંસલ કરી લઈએ પરંતુ મનનો પસ્તાવો સૌથી ભારે રહે છે.

આ તોફાની આંતરિક અવસ્થામાં શિવના જીવનમાં સ્વામી ઓમકારનાથજીનો પ્રભાવ આવે છે. ગુરુનો ઉપદેશ એને જીવનમાંથી ભાગવા નહિં પરંતુ જીવનને જીતવા પ્રેરિત કરે છે. મુશ્કેલીને તક ગણવી સત્યને ક્યારેય ન છોડવું અને જીતવા પહેલા સહન કરવાની ક્ષમતા વિકાસ કરવી જેવા વચનો દ્વારા આધ્યાત્મિકતા જીવનમાં આધારરૂપ બને છે. આ વળાંક કથાને ઊંડાણ આપે છે અને સમજાવે છે કે ભૌતિક સફળતા એ સંપૂર્ણ જીવન નથી મનની શાંતિ અને સચ્ચાઈ વિના જીવનની જીત ખોટી છે.

અહીંથી નવલકથા અચાનક આંતરરાષ્ટ્રીય રાજકારણ અને આતંકવાદના તોફાનોમાં પ્રવેશે છે. ગુપ્તચર દળો દેશોની વચ્ચે ચાલતું જૈવિક યુદ્ધ આતંકીઓના તાલીમ કેમ્પ દેશવિરોધી યોજનાઓ અને વિશ્વની શક્તિઓ વચ્ચે ચાલતું ગુપ્ત સંગઠન બધું નવલકથાને ધબકારા વધારી દે તેવી બનાવે છે. દેશની સુરક્ષા માટે પ્રાણ પાંખ પર રાખીને કામ કરનાર અધિકારીઓ વીરતા કુશળતા અને દેશપ્રેમના ઉત્તમ ઉદાહરણ બને છે. ગુપ્ત બેઠક જોખમી મિશનો આતંકવાદીઓના ઘાટ અને તેમની સામેની બહાદુર લડાઈ વાર્તાને શિખરે લઈ જાય છે. આ ભાગમાં સ્પષ્ટ થાય છે કે યુદ્ધ હવે માત્ર તોપો દ્વારા નહિ પરંતુ માહિતી વિજ્ઞાન પ્રયોગો મનોબળ અને ગુપ્ત હુમલાઓ દ્વારા લડાય છે.

આપણી સેનાનો સૌથી ઉત્કર્ષ સ્થાન રાત્રિના સમયે નિયોજન કરેલું ત્રણ દિશાથી ઘેરવાનું અભૂતપૂર્વ ઓપરેશન છે જેમાં દેશના બહાદુર સૈનિકો આતંકીઓને નષ્ટ કરે છે અને એકપણ સૈનિકને નુકસાન થવા નથી દેતા. આ દૃશ્ય વાચકના રોમ રોમમાં વીરતા ઉત્સાહ અને ગર્વ જગાવે છે. દેશપ્રેમના આ તીવ્ર ક્ષણો નવલકથામાં આગ ની જેમ જ્વલંત છે.

આ પછી વાર્તા ફરીથી સંબંધોની નરમાઈ તરફ વળે છે. શિવની પુત્રી વિશાખા તર્કબદ્ધ સંવેદનશીલ અને વેદનાને સમજતા હૃદય ધરાવતી યુવતી છે. તે હર્ષિત ગાંધી સાથે મળી આવે છે જેના જીવનમાં અનાથપણું અને સંગીત બંને છે. બંને વચ્ચે જન્મતો પ્રેમ શાંતિપૂર્ણ સમજણ આધારિત અને સૌમ્ય છે. બંનેના જુદા જુદા ઘાવ અને જીવનના સંઘર્ષો એમને નજીક લાવે છે. જય અને પ્રિયા વચ્ચેનું વ્યાવસાયિક જોડાણ કથાના ભવિષ્ય તરફ નવા રસ્તા બનાવે છે.

આ નવલકથાની સૌથી મહાન ખાસિયત એ છે કે તેમાં કોઈપણ પાત્ર આખું સારા અથવા આખું ખરાબ નથી. દરેક પાત્ર માનવીય છે ગર્વ ભૂલો પસ્તાવો ત્યાગ કર્તવ્ય પ્રેમ અને વેદના બધું સાથે જીવે છે. શિવ સફળ છે પરંતુ અંદરથી તૂટેલો પણ છે. ઉર્વશી દેવદૂત જેવી છે પરંતુ મૌન પીડાથી ભરેલી પણ છે. ગુપ્તચર અધિકારીઓ કડક છે પરંતુ અંદરથી અત્યંત સંવેદનશીલ છે. આતંકીઓ ભયંકર છે પરંતુ સાચો દુશ્મન તે છે જે તેમને બુરાઈ તરફ ધકેલે છે. આ ઊંડાણ નવલકથાને માત્ર કથા નહીં પરંતુ અનુભવ બનાવે છે.

અંતે ખુલ્લી થાય છે તાંડવનો સાચો અર્થ. આ યુદ્ધ દુનિયા સામેનું નહિ પરંતુ મનુષ્યના હૃદય સામેનું છે. પોતાના અંદરના અહં પસ્તાવા ડર આવેગ અને પસંદગીઓ વચ્ચેનું નાટક એટલે તાંડવ. જીવનનો સૌથી મોટો પ્રશ્ન જીતવાનો નહિ પરંતુ સાચું સાચું પસંદ કરવાનો છે. જે વ્યક્તિ પરિસ્થિતિના તોફાનમાં પણ સત્ય પ્રેમ અને કર્તવ્યનો રસ્તો પસંદ કરે તે જ જીવનનો વિજેતા બને છે.

નવલકથાનો અંતિમ સંદેશ હૃદયને સ્પર્શે એવો છે. જીવન માત્ર મેળવવામાં નથી પરંતુ સાચવામાં છે. પ્રેમને ગુમાવવાનો પસ્તાવો મનુષ્યને સૌથી વધુ તોડે છે એટલે જે પ્રેમને જીવતા સ્વીકારી શકાય તે જ જીવનની સૌથી મહાન જીત છે. સફળતા અને સ્થાન મેળવવાથી વધુ મુશ્કેલ છે આંતરિક શાંતિ જાળવવી. જીવન નસીબથી નહીં પરંતુ પસંદગીથી બને છે અને સૌથી મોટો નિર્ણય એ છે કે દિલ સામે દિમાગ અને કર્તવ્ય વચ્ચે ખાસ સમયે કઈ તરફ ઊભા રહીએ.