વ્યસનની માનવશરીર અને મસ્તીષ્ક પર બહુ ઊંડી અસર પડે છે.જે મગજની રચના અને કાર્યપ્રણાલી પર ઊંડી અસર કરે છે.તે મગજ ના જ્ઞાનતંતુ ઓ ને ઉત્તેજિત કરી શરીર પર વિપરીત અસર કરે છે.
વ્યસન કરતું વ્યક્તિ સમાજમાં પોતાની પ્રતિષ્ઠા ખોઈ બેસે છે. સૌથી પહેલા તો અન્ય કોઈ ને નુકસાન થવાની પહેલા ઍ પોતાના મહામુલા શરીરને જ હાની પહોંચાડે છે.
આપણું શરીર અમૂલ્ય હોવા છતાં પણ વ્યસની મનુષ્ય વ્યસન ના સંકજા માં એટલો ફસાઈ જાય છે અથવા એમ કહી શકાય કે ઍ એટલો લાચાર બની જાય છે કે તે સારા નરસા નો ભેદ સમજવા તૈયાર નથી હોતુ, અને એક લત પાછળ જિંદગી ને બરબાદ. કરી નાંખે માનસિક રૂપથી તે ચિંતા અને આત્મતાના વિચારોને વેગ આપી શકે છે. વ્યસનનો અતિરેક સંબંધો કેરિયર અને સામાજિક જીવન પર પણ નકારાત્મક પ્રભાવ પાડે છે. વ્યસનથી ભાવનાત્મક અસ્થિરતા ઉદભવે છે. વ્યક્તિ પોતાના વ્યવહાર પરનું નિયંત્રણ ગુમાવી બેસે છે. વ્યસનને હિસાબે ફંટલ કોટેક્સ પર અસર પડે છે અને પોતાના આવેગો પરનું નિયંત્રણ ગુમાવી બેસે છે.
વ્યસન નું વિજ્ઞાન :
વ્યસન કારક પદાર્થોને લીધે શરીરમાં રાસાયણિક પરિવર્તન થાય છે જે વ્યક્તિને તે પદાર્થનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરે છે.
1) ડોપામાઇન :
ડોપમેન્ટ એક રસાયણ છે જે આપણા મસ્તિષ્કમાં ઉત્પન્ન થાય છે અને આનંદની અનુભૂતિ આપે છે. જ્યારે આપણે કોઈ વ્યસન કારક પદાર્થનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ડોપામાઇનનું સ્તર વધારે છે જે આપણને ખુશી અને આનંદની અનુભૂતિ આપે છે.
2) શેરટોનીન :
જે મસ્તિષ્કમાં ઉત્પન્ન થાય છે તે સુખ શાંતિની અનુભૂતિ કરાવે છે જ્યારે વ્યસન દરમિયાન તે શેરોટીનનું સ્તર ઘટાડે છે અને ચિંતા અને તણાવ વધારે છે.
3) એંડોર ફિન્સ:
ઇન્દોર ફિલ્મ ઉત્પન્ન થાય છે જે પણ સુખની અનુભૂતિ આપે છે જ્યારે વસન કરીએ ત્યારે એન્ડોરિન્ટ નું સ્તર વધે છે અને આનંદની અનુભૂતિ કરાવે છે.
જ્યારે વ્યસન વાળા પદાર્થો નો ઉપયોગ બંધ કરવામાં આવે ત્યારે હતાશા તણાવ અને ચિંતા ની અનુભૂતિ આપે છે.
વ્યસન એક જટિલ સમસ્યા છે જે આપણા મસ્તિષ્કમાં રાસાયણિક ફેરફારો સાથે સંકળાયેલી છે.
વ્યસન ના પ્રકારો :
1) દારૂનું વ્યસન
2) ડ્રગ્સ નું વ્યસન
3) તમાકુનું વ્યસન
4) જુગારનું વ્યસન
5) ઇન્ટરનેટ નું વ્યસન
6) સોશિયલ મીડિયાનું વ્યસન
7) વિડીયો ગેમ્સનું વ્યસન
8) સેક્સનું વ્યસન
9) શોપિંગ નું વ્યસન
10) ખોરાકનું વ્યસન
દારૂનું વ્યસન :
જે વ્યક્તિને દારૂનું વ્યસન હોય તેના શરીરમાં ધ્રુજારી, ચહેરો લાલ થવો કાળાશ પકડવી જઠરાંત્રીય ગૂંચવાણો હકીકત કે સામાજિક જવાબદારીની અવગણના જોવા મળે છે. તેમના અણધાર્યા મૂળ સ્વિમિંગ થવા લાગે છે તેમનો સ્વભાવ ચીડિયો થવા લાગે છે. તેઓ અપરાધભાવ અનુભવે છે તેઓ ઓછી સ્વમૂલ્યની લાગણી ધરાવે છે અને હતાશ જોવા મળે છે.
દારૂના વ્યસનની આરોગ્ય પર અસર :
દારૂના વ્યસનથી પીડિત વ્યક્તિનું અને રક્તવાહિની સંબંધિત સમસ્યા જોવા મળે છે. વ્યસનથી પીડિત વ્યક્તિનું સમાજમાં ઉપેક્ષા પામી છે.
યાદ રહે તમે દારૂને નથી પીતા પણ દારૂ તમને અને તમારા પરિવાર ને પીવે છે.
દારૂ નો પ્રકાર :
1) ફર્મેન્ટેડ દારૂ : દારૂ કુદરતી ફર્મેન્ટેશનથી બને છે. જેમાં ફાડુ કે અનાજમાં રહેલી ખાંડ ઇસ્ટ દ્વારા આલ્કોહોલમાં બદલાય છે. ઉદાહરણ તરીકે બિયર, વાઈન જે દ્રાક્ષ અથવા અન્ય ફળ માંથી બનાવાય છે.
* સાઇડર કે સફરજન થી બને છે.
* ટોડી જે ડોકમાંથી બને છે.
આ બધામાં આલ્કોહોલનું પ્રમાણ 4 થી 15 ટકા જેટલું હોય છે.
2) ડિસ્ટીમ દારૂ :
ફર્મેન્ટેડ દારૂને ઉકાળીને આલ્કોહોલ અલગ કરી વધુ તાકાત વાળો બનાવવામાં આવે છે.
દાખલા તરીકે વોડકા, વિસ્કી કોચ જીન રમ બ્રાન્ડી ટેકિલા
આ બધામાં આલ્કોહોલનું પ્રમાણ 30 થી 50% હોય છે
3) લીક્યોર :
ડિસ્ટિલ દારૂમાં મીઠા સ્થળોના સ્વાદ મસાલા વગેરે ઉમેરવામાં આવે છે.
દાખલા તરીકે કાલુવા પોયરી ક્રીમ અને કોનટ્રો.
********* તમાકુનું વ્યસન ************
તમાકુ એ નગરી ખેત પદાર્થ છે ખાસ કરીને ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં તેનું ઉત્પાદન થાય છે.
તમાકુનો વ્યસન મુક્ત ઉપયોગ મોટેભાગે નીકોટીનને કારણે થાય છે. નિકોટીન લત લગાડનાર રાસાયણિક તત્વ છે જેના કારણે મનુષ્યને ફરી ફરીને તમાકુનો ઉપયોગ કરવાની ઈચ્છા થાય છે.
તમાકુનું વ્યસનમાં રહેલા નિકોટીનને લીધે થાય છે. રિપોર્ટિંગ મગજ સુધી પહોંચે છે અને આનંદ જેવી લાગણી આપે છે આ કારણથી વ્યક્તિને ફરીથી તમાકુ લેવાની ઈચ્છા થાય છે કેટલાક લોકો તણાવ એકલતા દુઃખ અથવા દબાવીને કારણે તમાકુ તરફ વળે છે.
તમાકુ લેવાની વિવિધ પદ્ધતિ છે.
1) ધુમ્રપાન દ્વારા: સિગરેટ બીડી ચિલમ અને સિગારથી.
નુકસાન: ધુમ્રપાન થી નિકોટીન સીધું ફેફસામાં જાય છે જેના કારણે વ્યસન ખૂબ ઝડપથી આગળ વધે છે.
2) ચાવવાથી : ગુટખા માવો જર દા સાથે સાથે સુપારી અને પાઉચ
નુકસાન: નિકોટીન ગાલની અંદરના ભાગો દ્વારા શરીરમાં જલ્દી જાય છે.
3) નાક દ્વારા : કેટલાક લોકો પાવડર તમાકુ નાખી ખેંચે છે તેને સ્નફ કહેવામાં આવે છે.
તમાકુની દરેક પદ્ધતિમાં કેન્સર હૃદય રોગ દાંત મસુડાના રોગ, શ્વાસની તકલીફ સ્ટ્રોક જેવા ગંભીર જોખમો વધે છે.
વ્યસન ઍ સામાજિક વ્યક્તિગત દુષણ છે. એક સારા સમાજ ણા નિર્માણ માટે વ્યક્તિગત રીતે પારિવારિક રીતે આ અંગે જાગૃત રહી વ્યસન થી દૂર રહેવા પ્રયત્ન કરવા જોઈએ.ખોટી દેખાદેખી, વ્યક્તિ ને વ્યસન તરફ દોરે છે.