દીપ્તિ લાલ પાનેતર , નાકમાં નથણી, હાથમાં બંગડી, અને બીજા 16 શણગાર કરી અને તૈયાર હતી.
આ તરફ મર્મ વરરાજા જાન લઈ અને આવ્યા હતા. શરણાઈ ના સુર વચ્ચે આખી માનવ મેદની થનકારા કરી રહી હતી. સૌ કોઈને આનંદ હતો. હોય જ ને કારણ કે દીપ્તિ અને મર્મ બંને પોતાના માત પિતાના એકના એક જ સંતાન હતા.
દીપ્તિ માધ્યમિક શાળામાં શિક્ષિકા છે. મર્મ એ જ સ્કૂલમાં આચાર્ય છે. બંને છેલ્લા ત્રણ વર્ષથી સાથે નોકરી કરતા હતા અને જોતા માં જ બંને વચ્ચે એકરૂપતા સર્જાઈ ગઈ.
દીપ્તિ મહેતા અને મર્મ વ્યાસ આજે એક થવા જઈ રહ્યા હતા. સગા સંબંધીઓની સાક્ષી એ અગ્નિ નારાયણ ની સાક્ષી એ તેઓ આજે એક થવાના હતા. તે બંને પણ ખૂબ જ ખુશ હતા.
ધીમે ધીમે જાન માંડવામાં આવે છે. ફુલહાર ની વિધિ શરૂ થઈ છે. બંને એકબીજાની સામે જુએ છે અને જોયા જ કરે છે .
દીપ્તિ સ્વર્ગની તિલોતમાંથી ઓછી સુંદર લાગતી ન હતી.
આજે તો જાણે ચંદ્રમાં એ પોતાનો રૂપ દિપ્તીને આપી દીધું હોય તેવું લાગી રહ્યું હતું . તેને જોઈને મર્મ બીજી જ દુનિયામાં ખોવાઈ જાય છે તેને દિવસ, વાતાવરણ કે પરિસ્થિતિનું પાન રહેતો નથી.
તેને તો એવું લાગે છે કે અહીં માત્ર તે અને દીપ્તિ બે જ છે. બીજું કોઈ જ નથી. આ માત્ર બસ એમની જ દુનિયા છે. મારા માટે તો દીપ્તિમાં જ એની દુનિયા હતી અને દુનિયામાં માત્ર દીપ્તિ જ સુંદર હતી.
તેના માટે તો દીપ્તિ પ્રિય વચન મંદ સ્મિત વતી હતી.
જ્યારે તેણે દીપ્તિને પ્રથમવાર જોઈ ત્યારથી જ દીપ્તિ માટે તેના મનમાં અલગ લાગણી થવા લાગી હતી.
તેને ક્યાં ખબર હતી કે આ દીપ્તિ રૂપસુંદરી બની તેના રંગહીન જીવનમાં નવા રંગો ભરી દેશે અને તેનું જીવન સુંદર સુગંધ અને મીઠાશથી કરી દેશે.
પણ ઈશ્વર નું ચક્ર ખૂબ જ વિશાળ છે ક્યારે કઈ દિશામાં ફરે અને સૃષ્ટિમાં શું પરિવર્તન લાવે તે ખબર જ ન પડે.
લગ્નની વિધિ આગળ ચાલી. હસ્તમેળાપ નો સમય થયો.
દીપ્તિના હાથની મહેંદી જોઈ મર્મ તેનામાં ખોવાઈ ગયો હતો.
આજે કોઈ દેવી થી તે ઓછી અંકાતી ન હતી. ધીમે ધીમે લગ્નના ફેરા શરૂ થઈ છે. બંને દંપતી એકબીજાના હાથમાં હાથ આપી અગ્નિદેવની સાક્ષી ફેરા ફરી રહ્યા હતા. એક પછી એક વચન એકબીજાને આપી રહ્યા હતા. ગોર મહારાજ સપ્તપદી નું પઠન કરી રહ્યા હતા. બ્રહ્માંડ ની તમામ આધ્યાત્મિક શક્તિઓ આજે અહીં કામે લાગી ગઈ હોય એવું પ્રતિત થતું હતું.
કોઈ દિવ્ય શક્તિ મર્મ ને સ્પર્શ કરી ગઈ હોય તેઓ તેને અનુભવ થતો હતો. અંતે લગ્નની વિધિ પૂર્ણ થઇ અને કન્યા વિદાય નો સમય આવ્યો જાણે વાતાવરણ એકદમ નીરજ બની ગયું હતું. બધા સ્વજનો દીપ્તિને વિદાય આ મર્મ મામાપે છે.
આ તરફ દીપ્તિ નો ગૃહ પ્રવેશ થાય છે અને બધા મહેમાનો પોત પોતાના ઘરે વિદાય લે છે. દીપ્તિ અને મર્મ પોતાના બેડરૂમમાં જાય છે. દીપ્તિ રૂમમાં આવ્યા પછી રૂમનુ દ્રશ્ય જોઈ આશ્ચર્ય પામે છે. મર્મ ધીમેથી રૂમનો દરવાજો બંધ કરે છે.
દીપ્તિ ઉભી હોય છે મનમાં પાછળથી એના શરીર સાથે પોતાના હાથ બાંધી લે છે. દીપ્તિ તેને છોડાવી અને જવાનો પ્રયત્ન કરે છે. પરંતુ મર્મ તેને પોતાની તરફ ખેંચી લે છે. ધીમે ધીમે બંને એકબીજાની નજીક આવે છે. બંનેના શ્વાસ એક થાય છે. અને ગાઢ આલિંગન કરે છે. એકબીજામાં ખોવાઈ જાય છે. મર્મ હળવેથી દીપ્તિ ને તેડી લે છે. અને બેડ ઉપર બેસાડે છે પછી પોતે તેની બાજુમાં બેસે છે અને તેનો હાથ પકડે છે. ધીમે ધીમે તે દિપ્તીના શરીર પરથી તમામ આભૂષણો ઉતારે છે.
પછી બંને એકબીજાના પ્રણય જગતમાં ખોવાઈ જાય છે. આ રીતે આ મધુ રાત્રી પૂર્ણ થાય છે.
અચાનક દીપ્તિ ની આંખો ખુલે છે. તેને ખ્યાલ આવે છે કે તે સ્વપ્નની દુનિયામાં હતી. મર્મ તૈયાર થઈ તેની સામે ઉભો હતો.
પોતાની જગ્યાએ ઊભી થઈ છે. મર્મ તેને વળગી પડે છે અને તેના ગાલ પર ચુંબન કરે છે.
મર્મ : મારે એક વાત કરવી છે તારી સાથે.
દીપ્તિ : હા બોલોને?
મર્મ: મને એક છોકરી પસંદ છે, હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું.
દીપ્તિ ; (મનમાં ) કોણ છે તે ? શું કરે છે? ક્યાં રહે છે ? તમને કેવી રીતે મળી ? આ બધા પ્રશ્નો પૂછવાનું મન થાય છે પણ મર્મ મારા પતિદેવ છે હું એમને આ પ્રશ્ન પૂછું તો અમારા સંબંધ પર શંકાનું અંધારું થઈ જાય.
હું એ ઇચ્છતી નથી.
કંઈ વાંધો નહીં તમને જે યોગ્ય લાગે તે કરો ઈચ્છા હોય તો મને નામ જણાવો બાકી કંઈ વાંધો નહીં પણ હું અહીંથી ક્યાંય નહીં જઈશ. હું બીજા કોઈને પ્રેમ કરતી નથી અને કરવાની પણ નથી.
બોલતા બોલતા જ તેની આંખો ભીની થઈ જાય છે.
મર્મ તેને વળગી પડે છે.
મર્મ : તારે એ છોકરી નું નામ જાણવું છે? એને જોવી છે?
દીપ્તિ : તમારી ઈચ્છા હોય તો કહો અને બતાવો.
મર્મ દીપ્તિને ડ્રેસીંગ ટેબલ પાસે લઈ જાય છે અને મિરરની સામે ઉભી રાખે છે અને કહે છે આ છે તે છોકરી મારે તેની સાથે લગ્ન કરવા છે બોલ છે તને કોઈ પ્રોબ્લેમ? .
દીપ્તિ ખૂબ જ ખુશ થઈ જાય છે. તે મર્મને વળગી પડે છે.
પછી દીપ્તિ લાલ સાડીમાં તૈયાર થઈને આવે છે. મર્મ પણ ક્રીમ શેરવાનીમાં તૈયાર થઈ જાય છે. અને ગોર મહારાજને બોલાવી બંને ફરી વિધિ વિધાન પૂર્વક લગ્ન કરે છે.
ત્યારબાદ ફરી બંને પોતાના રૂમમાં આવે છે. રૂમ ફરીથી શણગારેલો છે. ફરી એ જ દ્રશ્યો જોવા મળે છે. મને હળવેથી બેડ પાસે જઈને બેસે છે ધીમે ધીમે બંને એકબીજાની નજીક આવે છે .
આમ અહીં દીપ્તિ અને મર્મના નવા લગ્ન પૂર્ણ થાય છે અને તે બંને ફરી એક થઈ જાય છે.
સંકલન અને આલેખન - જય પંડ્યા