Past in Gujarati Love Stories by Ketan joshi books and stories PDF | અતીત

Featured Books
Categories
Share

અતીત

 અમદાવાદ શહેરના એક પોશ વિસ્તારના એક કેફેમાં આજે વર્ષો પછી રોશની અને સૂરજની ફરી મુલાકાત થઈ હતી. આ મુલાકાતનું સ્થળ બંને માટે અજાણ્યું ન હતું છતાં બન્નેના હૃદય વાતચીત કરતાં કરતાં ધબકારો ચૂકી જતાં હતાં.

          સૂરજ અત્યારે શહેરમાં એક પ્રાઇવેટ કંપનીમા મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. જ્યારે રોશની એક ગર્ભશ્રીમંત પરિવાર ઉછરેલી પિતાની એક પ્રાઇવેટ ફર્મ સંભાળતી હતી. 

            એક સમયે એકબીજા વગર સહેજ પણ રહી ન શકે તેવી આ જોડી અત્યારે એકબીજાથી નજર છુપાવી રહી હતી. પાંચ વર્ષ પછી આ મુલાકાત તેમનાં જીવનમાં નવા વળાંક લઈને આવી હતી. લગભગ દસ વર્ષ પહેલા અમદાવાદની ગાંધી કોલેજમાં સુરજે પ્રથમવાર રોશનીને જોઈ હતી. જોવામાં બેફિકર અને રૂપવાન આ યુવતી સુરજના જીવનમાં કંઈક કંઈક ઘટનાઓ લઈને આવી હતી એ વાતની જરા પણ અણસાર મને તમને અથવા સૂરજને એ સમયે થઈ ન્હોતી.

              રોશની તે સમયના અમદાવાદનાં નામચીન ઉધોગપતિ નટવરલાલ શાહની એક માત્ર સંતાન હતી. જયારે સૂરજ પોતાના પરિવારનો સૌથી મોટો છોકરો અને નાના બે ભાઈ બહેન સાથે પોતાની મા સાથે શહેરના એક મધ્યમ વર્ગના લોકોના વિસ્તારમાં રહેતો હતો. કોલેજના બીજા વર્ષના પ્રારંભમાં જ રોશની કોલેજમાં ચર્ચાનું સ્થાન બની હતી.દેખાવ ચાર સાડા ચાર ફૂટ ઊંચાઈ વિકસિત બદન વાંકડિયા કાળા વાળ ગાલ પર પડતા ખાડા ગુલાબની પાંખડી જેવા કુમળાં લાલ હોંઠ તેજ ચબરાક આંખ પાતળી કમર ચાલ પણ એવી હતી કે મૌસમ તેને જોઈ પોતાની ચાલ ભૂલી જાય. આવી રૂપના અંબાર સમી રોશનીની એક ઝલક માટે કોલેજના લગભગ તમામ છોકરા હરહંમેશ તલપાપડ રહેતાં હતાં. આપણી કહાણીનો નાયક સૂરજ પણ તેમાં સામેલ હતો.

           રોશનીના એડમિશનને હવે લગભગ ત્રણ મહિના જેવો સમય પસાર થવા આવ્યો હતો છતાં સૂરજ હજુ સુધી તેની સાથે વાત કરી શક્યો ન હતો કેમકે રોશનીએ શરૂઆતમાં જ પોતાનું ગુસ્સેલ વલણ બતાવી દીધું હતું. બન્યું એવું કે કોલેજમાં તે સમયે એક રાજકારણી અને એક નામચીન ગુંડાના પુત્ર પણ અભ્યાસ કરતાં હતાં. જેઓ એકવાર કોલેજ કેન્ટિનમાં બેંચ પર બેસવા બાબતે રોશની સાથે ઝઘડો કરી લીધો હતો. તે સમયે આ બંને છોકરા કોલેજમાં છોકરીઓની છેડતી બાબતે ખૂબ જ બદનામ હતા. તેઓએ આ ઝઘડાનું બદલો લેવા માટે રોશનીને છેડતી કરી હતી રોશની એ પણ સામો જવાબ આપવા માટે તે બંનેને લાફો મારી દીધો હતો. અને પોલીસ કમ્પ્લેન પણ કરી હતી. આ વાત કોલેજમાં વાયુવેગે પ્રસરી ગઈ હતી. ત્યાર પછી કોઈ છોકરો રોશની તરફ નજર પણ નાખતો ન હતો.

        કોલેજની લાઇબ્રેરીમાં એકવાર કોઈ બુક માટે રોશની અને સુરજ વચ્ચે નાની વાતચીત થઈ પણ હતી. આ સિવાય સૂરજ અને રોશની ક્યારેય એકબીજા સાથે વાત કરી ન હતી. તે સમયે કોલેજમાં ગિરનાર પ્રવાસનું આયોજન થયું હતું. ત્યાંના પહાડ પર ટ્રેકિંગ કેમ્પિંગ અને ત્યાંના જંગલમાં ભ્રમણ કરી વિવિધ ઔષધીઓ વિશે જાણવા અને ત્યાં રોકાવા માટે એક નાનકડા પ્રવાસનું આયોજન થયું હતું. જેમાં કોલેજના ફક્ત 20 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા. જેમાં સૂરજના ક્લાસમાંથી સુરજ અને તેના બે મિત્ર સિદ્ધાર્થ અને વિવેકન પસંદગી કરવામાં આવી હતી. આ પ્રવાસમાં કોલેજના છ શિક્ષકોની એક ટીમ બનાવવામાં આવી હતી. શરૂઆતમાં રોશનીનું સિલેક્શન થયું ન હતું. પરંતુ તેની ક્લાસની એક વિદ્યાર્થીની એ છેલ્લે પોતાનું નામ હટાવી દીધું હતું તેના કારણે રોશનીનું સિલેક્શન આ પ્રવાસમાં થયું હતું. 

            અમદાવાદ થી સવારે 7:00 વાગ્યાની બસમાં આ લોકો જુનાગઢ જવા રવાના થયા હતા. આ સફરમાં સુરજ અને રોશની એકબીજાની નજીક આવવાના હતા તેની સાથે આ સફરમાં આ પ્રવાસમાં કેટ કેટલી અજીબો ગરીબ ઘટના ઘટવાની હતી.