હું ઇડર નામના શહેરમાં એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. હું ૧૧મા વિનિયન પ્રવાહના વર્ગનો વર્ગશિક્ષક હતો. સમયના નિયમન માટે મેં સારા નિયમોની રચના કરી હતી. મારા વર્ગમાં દરેક વિદ્યાર્થી સમય અનુસાર આવી જતા, પરંતુ મારા વર્ગની એક વિદ્યાર્થિની, જેનું નામ મિતવા હતું, તે શાળામાં રોજ મોડી આવતી તેની આ બેદરકારી હું રોજ ટોકતો અમુક સમયે તે ગૃહકાર્ય કરતી નહીં કે અમુક વખત શાળા ઘણવેશ માં જ ના
હું તેને રોજ પૂછતો, છતાં તે શાંત વદને બેસી જતી; મારો કોઈ પ્રત્યુત્તર આપતી નહીં. હું શાળામાં નવો હતો, જેથી કોઈ ખાસ બધા જોડે ઓળખાણ નહોતી.
આમ ઘટનાક્રમ ચાલતો રહ્યો. અમુક વખત તો મિતવા અડધો દિવસ ભરીને જ જતી રહેતી. તેના પર મને અમુક વખત શંકા થતી. મને વિચાર આવતો કે આ છોકરી કોઈ પ્રેમ કે કોઈ બીજા ચક્કરમાં તો નથી ને? તેથી આ છોકરી પર મારું ખાસ ધ્યાન રહેતું, કારણ કે બાળક એ એક જાગૃત શિક્ષકની જવાબદારી હોય છે, જે આગળ જઈને દેશનું ભવિષ્ય બને છે.
હું મનોવિજ્ઞાનનો શિક્ષક, તેથી બધાના વર્તન અંગેની માહિતી મને મળી જતી અને હું મેળવતો રહેતો. તેના આ સમયસર ન આવવા માટે મેં તેને કડક સજા કરી: એક તાસ તડકામાં ઊભું રહેવાનું અને ચાર વખત સોટી હાથ પર મારી. આટલી કડક શિક્ષા કર્યા છતાં તે કઈં જ ન બોલી. મારા આ પ્રકારના વર્તન છતાં તેણીએ વળીને કોઈ પ્રત્યુત્તર ન આપ્યો.
એ દિવસ મને યાદ છે કે ૨૬ સપ્ટેમ્બરના દિવસે મિતવા મોડી આવી. છતાં હું કઈં ન બોલ્યો. પછી તો જે દૃશ્ય સર્જાયું, તેને જોઈ હું આશ્ચર્યચકિત હતો.
મિતવા અડધો દિવસ ભરી શાળા છોડી ચાલવા માંડી. મેં તેનો પીછો કર્યો. હું બાઇક પર આવતો અને તે ચાલતી આવતી, તેથી હું વહેલો પહોંચી ગયો. પીછો કરતાં કરતાં તેનું ઘર આવી ગયું અને મેં ત્યાં જોયું કે ત્યાં એક અપંગ બાળક ખુરશી પર બેઠું બેઠું કોઈના આવવાની રાહ જોતું હતું.
હું બાઇક મૂકીને ત્યાં એક ગાડીની પાછળ સંતાયો. પછી મિતવા આવી અને તે અપંગ બાળક હરખાઈ ગયું અને કહે, “દીદી, આટલું મોડું કેમ થયું? ભૂખ લાગી છે!”
પછી મને પડતાલ કરતાં ખબર પડી કે મિતવાની માતાનું મૃત્યુ એક વર્ષ પહેલાં થયું હતું અને મિતવાના પિતા નોકરી જતા હોવાથી બધી જવાબદારી મિતવા પર આવી પડી હતી. આ દૃશ્ય જોતાં મારી આંખોના વારિનું ઝરણું વહેવાનું શરૂ થયું.
બીજા દિવસે મિતવા શાળામાં મોડી આવી. તે મને કહે, “સાહેબ, જે સજા આપવી હોય તે આપો. મને મંજૂર છે.” તે દિવસે મિતવાની આંખમાં આંસુ જોઈ હું પણ રડી પડ્યો.
પછી તેને મેં પૂછ્યું, “શું થયું છે, બેટા?” આખી ઘટના તેણે મને કહી. તે દિન મારી આંખથી આંસુ બંધ નહોતા થતા. હું એટલો રડ્યો હતો કે આખો વર્ગ સ્તબ્ધ થઈ ગયો. મેં તેના વિશે વિચાર્યું હતું કે કોઈ ચક્કરમાં તો નથી ને? પણ આ વાત અલગ જ હતી.
તેથી મેં તેને માફી માંગી અને કહ્યું, “મને માફ કરીશ, બેટા?” તે રડવા માંડી. મેં તેને શાંત કરી, સાંત્વના આપી અને કહ્યું, “આજથી તું મોડી આવીશ કે કોઈ કારણોસર વહેલી જઈશ, તો પણ કોઈ વાંધો નહિ.”
તે દિવસથી મેં બાળકો પર શિક્ષા કરવાનું બંધ કરી દીધું. એ દ્રશ્યો યાદ કરતાં આજે પણ આંખમાં આંસુ આવે છે તેની ની
આજે મિતવા ની કોઈ વર્તમાન સ્થિતિ ની ખબર નથી તેની એ
12 માં ધોરણ પછી ક્યાંય દેખાઈ જ નહીં પણ એ વિધાર્થિની ને હંમેશા મારા બાળક જેવું જ રાખતો તેની કેવી સ્થિતિ હશે
એ મને હંમેશા મારા મન માં વિચાર આવે છે એ ક્ષણો યાદ આવતા આપી આપ હૃદય ભાવભીનું થઈ જાય છે
મેસરિયા આર્યન
"યાત્રી"