થોડા દાયકાઓ તમને સૌને પાછળ લઇ જાઉ. આજે જયારે તમે મારા શબ્દો ને સથવારે ચાલ્યા જ છો તો થોડુ ભૂતકાળમાં પણ ડોકિયું કરાવી જ લઉં.
ઍ લગભગ 1987 કે 1988 ના સમયની વાત છે. ઍ સમયે કોઈક કોઈક સંપન્ન વ્યક્તિ ને ત્યાં જ લેન્ડ લઈન ફોન હતા. અને શેરી માં જેમને ત્યાં ફોન હતા ઍ સાર્વજનિક જેવા હતા. P. P તરીકે પાડોશી ના ફોન નંબર લગભગ સગાવહાલા પોતાની ફોન ડાયરી માં લખી રાખતા. અને ગમે ત્યારે ફોન આવે ત્યારે મોઢું ચડાવ્યા વિના લોકો શેરી ના છેડે પણ એકબીજાને બોલવા જતા. ઍ જાણે ગર્વ લેવા જેવી બાબતો હતી. પગાર ટૂંકા પણ મન ખૂબ વિશાળ હતા. ત્યારે માણસ ને માણસ ની સૂગ ન હતી.
લગભગ તમે પોંચી જ ગયા હશો ઍ સમય માં. ઍ સમયે લીલા લગભગ 38 થી 40 ની ઉંમર ની હશે. મજાનું મોટુ હવેલી જેવું મકાન. પતિ લીલાધર પોતાની દુકાને વ્યસ્ત. ધંધામાં ગાળાડુબ..પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ.. એના જેવું.લીલા સાથે લગ્નના 20 વર્ષ ના જીવનમાં એણે જમવામાં શું છે અને ઘરમાં કેટલા રૂપિયા ની જરૂર છે. ઍ સિવાય વધુ રસ લીધો જ ન હતો.બાળકો માં એક દીકરો અને એક દીકરી. ઍ સમયે બેઉ સંતાનો બહાર હોસ્ટેલ માં રહી ને અભ્યાસ કરતા હતા. લીલા રૂપાળી ને મળતાવડા સ્વભાવ ની હતી. ઘરમાં પતિ પત્ની અને તેમના સાસુ જયા બા રહેતા.જયાબા અને લીલાને સારુ બનતું.
સવાર માં તો નિત્ય ક્રમ અને કામકાજ માં દિવસ પસાર થતો. લીલા સવારમાં વહેલી ઉઠી પોતાના પૂજા પાઠ કરી ઘરકામ માં પરોવાતી. જયારે પતિ લીલાધર તેમની પેઢીએ જાય ત્યારે લીલા ને જયાબા થોડીવાર ઓસરી ઍ બેસી અલખધણી મલક ની વાતો કરતા. બપોરે લીલાધર જમવા આવે ત્યારે તેઓ ત્રણેય સાથે જમવા બેસી જતા. જમી પરવારી સૌ થોડીવાર આરામ કરતા. અને સાંજે ચાર સાડા ચારે જયાબા શેરીએ આવેલા ઠાકોર મંદિરે જતા અને સત્સંગ કરતા.
આ સમયે લીલા ઘર માં એકલી જ હૉય. ઍ ઘરનું નાનું મોટુ કામ કરે. કે ક્યારેક છાપા વાંચે. સાંજે સાત સાડા સાતે ઍ રસોઈ માં પરોવાતી. એક સાંજે 5 વાગ્યાં ના સમયે અચાનક ટેલિફોન ની રિંગ વાગી.. ટ્રીન.. ટ્રીન... લીલા બીજા રૂમ માંથી ફોન ઉપાડવા આવી.. "હેલો... હેલો.." કર્યા છતાંય કોઈ કઈ બોલ્યું નહીં. લીલાએ પણ મન માં વિચાર્યું કે હશે કોઈ રોન્ગ નંબર..! એણે કામમાં મન પરોવ્યું અને રોન્ગ નંબર વળી વાત તો મગજ માંથી નીકળી પણ ગઇ.
બીજા દિવસે, દિવસ તો રાબેતા મુજબનો જ હતો... જેમ રોજ પસાર થતો હતો એમ જ પસાર થઇ રહ્યો હતો. ઍ જ સાંજ પડી. લીલા ઘરમાં એકલી હતી અને કંટાળતી પણ હતી.. ત્યાંપા છી રિંગ વાગી. લીલા ફોન ઉપાડી હેલો.. કોણ બોલે છે? એમ પૂછે છે પણ કોઈ જવાબ આપતું નથી. લીલા ને thay છે કે આ કોણ કરતુ હશે? બે દિવસ થી? એનું મન વિચાર માં પડી જાય છે. પણ કઈ નિષ્કર્ષ આવતો નથી.ત્રીજા અને ચોથાદિવસે પણ આવું જ થાય છે.. ઍ સાંજે લીલા લીલાધર ને આ બાબત ની જાણ કરવા નો પ્રયત્ન કરે છે પણ ઍ જ સમયે લીલાધર ભોજન ના ભાર ને હિસાબે નિંદ્રાધીન થઇ ગયો હૉય છે.. લીલા મનોમન નક્કી કરે છે કે આવતી કાલે તો જો ફોન આવશે તો ધમકાવી જ નાખીશ.. અથવા ટેલિફોન ઓફિસ માં પૂછીશ કે ફોન ક્યાંથી આવતા રહ્યો છે? ---=હા મિત્રો પહેલા એવી સુવિધા ટેલિફોન ખાતવાળા આપતાં..
પાંચમા દિવસે લીલા સાંજ ની રાહ જોઈને જ બેઠી હૉય છે. બરાબર સાંજે 5 વાગે છે ને રિંગ વાગે છે ટ્રીન.. ટ્રીન... લીલા તરત જ ફોન ઉપાડી ને ખિજાઈ જાય છે કે, "તમે કોણ બોલો છો? જો ઍ ન કહી શકતા હોવ તો હું ટેલિફોન ઓફિસ ફોન કરી ને તમારી કોમ્પ્લેઇન કરી દઈશ..."ત્યાં સામે થી એક પ્રત્યતરઃ આવે છે.."ના પૂછો મને કે હું કોણ છું?જો સ્વીકારો મને તો હું એક દોસ્ત છું."લીલા ફોન ના એકછેડે અને સામે કોણ છે ઍ ઓળખતી પણ નહોતી. પણ આ અવાજ ખૂબ ચુંબકીય લાગ્યો. એણે અચરજ મિશ્રિત ગુસ્સા ભર્યા અવાજે કહ્યું" કોણ છો તમે મારે કોઈ દોસ્ત નથી જોઈતા.. હવે થી અહીં ફોન ન કરતા.. નહીં તો... "
ત્યાં તો ફરી પ્રત્યુત્તર આવે છે
"સ્વીકાર મારી દોસ્તી, બની જા મિશાલ દોસ્તીની..
નથી અન્ય કોઈ સ્વાર્થ તુજથી બસ સમયે મેળવ્યા છે ઓ સાથી..
થોડી ગોઠડી પૂરતી બાબત છે, મને એક સારા દોસ્ત ની તલાશ છે."
લીલા ઍ ગભરાઈ ને ફોન મૂકી દીધો. પૌરુષ્ય ભર્યો ચુંબકીય અવાજ અને ઍ પણ કવિતા ના અંદાજ માં.. ઍ તો એકલી એકલી પરસેવે રેબઝેબ થઇ ગઇ. સ્ત્રી માં છુપાવવાની ગજબ ની શક્તિ છે.. બધી મૂંઝવણને પોતાની છાતી માં દાટી ઍ રાતે ચુપચાપ લીલાધર સાથે સુઈ ગઇ.
બીજે દિવસે લીલા રોજ કરતા વહેલી જાગી ગઇ હતી. સવારનું નિત્ય ક્રમ પતાવી છાપા માં ડોકિયું કર્યું. લીલાધર ની સવાર તો મોડી પડતી. અને સાસુજી સેવા પૂજામાં વ્યસ્ત હતા. છાપા ની પૂર્તિ ઉઠલાવતા એક પાના પર કંઈક કાવ્ય લખેલુ હતું. લીલા ને કાવ્ય જોતા અને વાંચતા જ અનામી ફોન યાદ આવી ગયો!ખબર નહીં કમ એણે લીલાધર ને આ બાબત નું કઈ કહ્યું નહીં. થોડા કુતુહલ સાથે ઍ સાંજ પાડવાની રાહ જોતી રહી.
સાંજ ના પાંચ ના ટકોરે ઍ માનસિક સજ્જ થઇ ફોન ન આજુબાજુ આંટા મારવા મડી. એકાદ પંક્તિ તો રમૂજ ખાતરઃ એણે પણ બનાવી રાખી હતી. ત્યાં તો ટ્રીન.. ટ્રીન....
લીલા કશુંય બોલ્યા વિના રિસિવર ઉઠાવે છે. સામેથી એજ ચુંબકીય અવાજ.... " આવતા જતા જરાં નજર તો નાખતા જજો.. બીજું તો કઈ નહીં પરંતુ કેમ છો કહેતા જજો.. "
લીલા તૈયાર જ હતી " આપનો બકવાસ હવે ધીમે રહીને બંધ કરજો.. બીજું તો કઈ નહીં પણ પોલીસ ની તમે બીકમાં રહેજો. "
સામે થી આંગતુક " વાહ દોસ્ત તમે પણ મારી જેમ કવિતા બનાવના શોખીન લાગો છો. લાગે છે આ દોસ્તી આગળ વધશે. "અને ફોન મુકાઈ ગયો..
હવે સાંજનો 5 વાગ્યાનો આ ક્રમ બની ગયો હતો. નહોતા એકબીજાને નામ પૂછ્યા કે નહોતું ગામ પૂછ્યું.. બસ અમસ્તી નિખાલસ અને ટૂંકી વાતચીત અને એક અલગ પ્રકારના સંબંધ, એક અલગ પ્રકારની દોસ્તી ની શરૂઆત થઇ ગઇ હતી.
લીલા ખુશ રહેતી. અત્યાર સુધી કોઈએ એના શોખ પૂછવાની દરકાર જ નહોતી લીધી. અને ઉંમર નો આ એવો પડાવ હતો કેપતિ વ્યસ્ત, બાળકો બહાર એમની દુનિયા માં.. તો એક વ્યસ્ત સ્ત્રી અચાનક એકલતા પણ અનુભવતી હતી. ત્યાં ડૂબતા ને તરણું મળ્યા જેવું થયું.
બને એકબીજા સાથે સતત બે ત્રણ વર્ષ સુધી વાત કરતા રહ્યા. ત્યાર ના સમય માં વિડિઓ કોલ તો હતા નહીં. નિયમિત પણે વાતચીત થવાથી મન થી નીક્ટતા અનુભવતી હતી લીલા!
રોજ શું કર્યું, શું બનાવ્યું દિવસ આખાનું વૃતાત કહેતી અને પેલા આગનતુક સાંભળતા રહેતા. ઍ પણ લીલા જોડે કંઈક નવી ઘટના ની અલગ ચર્ચા કહ્યા કરતા.
એક દિવસ એણે કહ્યું હમણાં ફોન ની રાહ ન જોશો. મારે થોડુ કામ છે તો હું પાછો આવીશ ત્યારે સામે થી ફોન કરીશ..લીલા ઍ સ્વીકૃતિ આપી.એક દિવસ... બે દિવસ... ત્રણ દિવસ., એક અઠવાડિયું... બીજું.. ત્રીજું... એમ કરતા એક મહિનો થઇ ગયો..
આ બાજુ લીલા ની અકડામણ નો પાર ન હતો. એને ક્યાંય ચેન પડતું ન હતું. રોજ સાંજે પાંચ વાગે ઍ ફોન ની રાહ જોતી. અને અંતે નિરાશ થઇ જતી.. એક રાતે એને બીજે દિવસે તપાસ કરવાનો નિશ્ચ્ય કર્યો.
બીજે દિવસે ટેલિફોન ઓફિસ માં ફોન કરી ઓપરેટર પાસે ફોન નંબર માગ્યા. કે આ નંબર પર ફોન કરનાર ના નંબર આપો. મહા મહેનતે નંબર મળ્યા. ઍ નંબર ટેલિફોન ડિરેક્ટરી માં શોધ્યા.. હા મિત્રો, ટેલિફોન ડિરેક્ટરી માં ફોન ધારક નું નામ સરનામું અને નંબર મળી જતા. લીલા ઍ પોતાની શોધ પૂરી કરી. ઍ નંબર હતા શશી શાહ નામની કોઈ વ્યક્તિ ના..!
બે ત્રણ દિવસ ની મહેનત બાદ લીલા ઍ ઍ નંબર પર આજે સામે થી 5 વાગે રિંગ કરી..ટ્રીન.. ટ્રીન....
"હેલો કોઈ છે?"
સામે થી એક વયસક સ્ત્રી નો અવાજ, " હેલો... આપ શશી ના મિત્ર છો ને? "
લીલા-" હા, પણ તમે...? "
વાક્ય અધૂરું જ રહી ગયું..
"હું શશીની માતા. આપનો ખૂબ ખૂબ આભાર કે તમે શશીના મિત્ર બની ગયા.." એમનો અવાજ ગળ ગળો થઇ ગયો.
લીલા " શશી ક્યાં છે, એમને આપો ને "
માતા ડુસકા સાથે, " શશી હવે આ દુનિયા માં નથી.. "
લીલા સ્તબ્ધ.. થઇ ગઇ. શું બોલવું શું કહેવું કઈ સમજી શકાયું નહીં. એની આંખ માંથી ગંગા જમના વહી રહ્યા હતા.. એને સમગ્ર શ્રુષ્ટિ ફરતી લાગી. ઍ દીવાલ ને ટેકે ઉભી રહી ગઇ.
માતા ઍ એમનું સરનામું આપ્યું. અને લીલા ને ઘેર બોલાવી.
બીજે જ દિવસે લીલા ત્યાં ધસી જ ગઇ.. એક મોટા શાનદાર હવેલી જેવા ઘરનો શશી કુળ દિપક હતો. શશિની માતા ઍ લીલાને આવકારી. લીલાના મન માં પ્રશ્નો નો વરસાદ હતો.
ઍ પૂછે ઍ પહેલા જ માતા ઍ કહ્યું, શશી એક સ્વસ્થ, હોશિયાર અને કાબેલ યુવક હતો. એક ગંભીર અકસ્માત માં એના પગ ગુમાવી બેઠો હતો. તેના મગજ માં પણ ગંભીર ઇજા હતી.. ડૉક્ટરે શશી માટે હાથ ઉપર લઇ લીધા હતા. ઍ કેટલો સમય જીવશે ઍ નક્કી ન કરી શકાય એમ હતું. એવા માં લીલા સાથે ની
ફોન ની વાતચીતને હિસાબે ઍ ખુશ રહેવા લાગ્યો. એની તબિયતમાં પણ સુધારો થઇ રહ્યો હતો. ધીમે ધીમે બધી દવાઓ પણ પોઝિટિવ અસર આપી રહી હતી. એક દિવસ લીલાનો ફોન મુક્યા બાદ ઍ વહીલચેર પર થી જાતે ઉભો થવા ગયો. અને એના માથા ના ભાગે અને પગ માં ઇજા થઇ. જે દિવસે એને હોસ્પિટલ માં દાખલ કરવાનો હતો ઍ દિવસે એણે લીલા જોડે છેલ્લી વાત કરી કે ફોન ની રાહ ન જોતા.... હોસ્પીટલ ની સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું.
માતા "તમારી દોસ્તી ઍ શશી ના 2 વર્ષ નું આયુષ્ય વધારી દીધું."
લીલા શૂન્ય મનસ્કે બહાર નીકળી. ને ઘરે પહોંચી.
હજી રોજ સાંજે 5 વાગે ઍ યાદ કરે છે.. ટ્રીન.. ટ્રીન... હેલો... કોઈ છે?