જ્યાર થી કઈ દીધી એને દિલની ફરિયાદો બધી , એ પથ્થરની મૂર્તિ મારા માટે ભગવાન થઈ ગઈ .
આ દુનિયા માં આશરે એવાં કેટલાં લોકો હશે કે જેને એ પ્રશ્ન થતો હશે કે પથ્થરની મૂર્તિઓ માં ભગવાન ક્યાં થી હોય ?
આમ તો બે વાતો છે મતલબ કે બે વિચારો . જો નાસ્તિક અથવા તો સમય અને નસીબ થી હારેલો માણસ છે એને પૂછો કે ભગવાન છે ? આ પથ્થરની મૂર્તિમાં ભગવાન છે ? નસીબ થી હારેલો છે એટલે નક્કી છે કે એ તો ના જ પાડશે . નાસ્તિક છે એ પુરાવા માગે . હા ભી નઈ અને ના ભી નઈ . હોય તો બતાઓ .
ભણેલા લોકો નાસ્તિક વધારે હોય કેમ કે એમને ચમત્કાર કરતાં , મેહનત પર વધારે વિશ્વાસ હોય . અને જો મેહનત નું ફળ દૂર દુર સુધી ના દેખાય તો એ ધીરે ધીરે નસીબનો હાથ પકડે અને નાસ્તિક તરફ વળી જાય .
પથ્થરની મૂર્તિમાં ભગવાન છે કે નહિ એ જો ભક્તિ કરતાં માણસને પૂછો તો એ હા જ કેશે . એક ભક્તિ વાળો અને એક નાસ્તિક ભેગા થાય અને જો વાત નીકળે કે પથ્થરની મૂર્તિમાં ભગવાન છે કે નહિ ? તો નાસ્તિક એક જ સવાલ કરશે કે માની લીધુ ભગવાન છે પણ એ ક્યાં છે બતાઓ ? ગમે તેટલી ભક્તિ કરતાં હોય પણ આ સવાલ નો જવાબ કોઈ જોડે નથી . કેમ કે સામે વાળો એમની હાજરી માગે છે . તો ભક્તિ કરતાં એમ જ કે માનો તો છે ના માનો તો નથી .
મને એક નાસ્તિક મળ્યાં મને કહે તો સાયન્સ નો વિદ્યાર્થી છે અને ભગવાનમાં માને છે . કઈ રીતે ? મારાં જોડે ભી જવાબ નતો. તો હું એમની વાતો સાંભળતો રહ્યો . એમણે કીધુ કે મેં મારા છોકરા ને શીખવ્યું છે કે ભગવાન જેવું કઈ ના હોય .
એક કામ કર રાત્રે ઘણું બધું મીઠું ખા અને સવારે મંદિરમાં જઈ ને જાડા કર . મંદિર તો ભગવાન નું ઘર કેવાય ને કોઈક ના ઘેર બગાડો તો એ ગુસ્સેના થાય તો ભગવાન પણ થશે . તો એતો આવશે ને એને મારવા .
મેં હા માં મોઢું હલાયું .
એ કે ક્યાં થી આવશે હશે તો આવશે ને . વાતમાં દમ તો છે . એ વખત તો એવું જ લાગ્યું . પછી ઘેર આવીને વિચાર્યું કે એવું કરવા થી ભગવાન નીચે આવે ખરાં ?
છેલ્લે એક વિચાર આવીને ઊભો રહ્યો કે આવી નાની નાની બાબતમાં જો એ પોતાના હોવાની સાબિતી આપે તો એ ભગવાન તો ના હોય . નાની નાની વાતમાં સાબિતી તો માણસ આપે અને જો એ આપવા આવે તો એ ભગવાન તો ના હોય .
એ દિવસ દિલ સખત ઉદાસ હતું . મારે કોઈ જોડે વાત કરવી હતી પણ મારો કોઈ દોસ્ત ભી નથી . સાચું કહું તો દોસ્ત તો છે પણ કોઈ ને કેવું નથી ગમતું .જેને મારી બધી વાતો કઈ શકું એવું કોઈ મળ્યું નથી કેમ કે તમે કોઈ ને દિલ ની વાત કહો તો એ તમને સાચા ખોટા ની સમજ આપવા માંડે અને એ દિવસે મારું નતું જાણવું કે હું સાચો છું કે ખોટો છું મારે જોડે જે થયું એ બરોબર છે કે નઈ કશું નતુ જાણવું . મારે બસ વાત કરવી હતી .
એવું કેવાય છે કે મંદિરમાં જાવ એટલે મન શાંત થઈ જાય અને મારે તો કરવું જ હતું તો હું ત્યાં ગયો . મંદિરમાં ખાલી એક પથ્થરની મૂર્તિ અને એના સામે પથ્થર બનવા માંગતો એક માણસ ઊભો હતો . જે કેવું હતું એ બઘું જ કેવાય ગયું .
મારું માનવું છે કે અમુક વાર કોઈ ખાલી વાત સાંભળી લે ને એ જ જરૂરી છે . જવાબ એક ભી નઈ જોઈ તો . હું તો મારું દુઃખ પથ્થર ને કઈ દીધું હવે એ પથ્થરનું દુઃખ કેટલું છે એ તો એ પથ્થર જાણે ?