હા વાંચક મિત્રો તમને લાગતું જ હશે આ વડી ક્યારે ભૂલો પડ્યો, સમજી શકું તમારા આપેલા આવકારને પણ હું કહું છું ને જીવનની નદી છે ચાલ્યા કરે....
આમેય સ્વપ્ન આંખો ખોલોને વિલુપ્ત મને સ્વપ્ન જ સમજો?
ચાલો.... ચાલો.... ફિલ્મ વિશેની વાતો કરીએ,
યાર આ લાલો ફિલ્મ એટલે ગુજરાતી આધુનિક ફિલ્મોમાંથી એક એવી ફિલ્મ જે એટલી લાગણીઓથી ભરે કે જાણે એક નાનું બાળક વેકેશનમાં પોતાના મામાના ઘરેથી પાછુ પોતાના ઘરે પાછું ફરતું હોય અને એની આંખમાં જે ભાવ પ્રગટ થતા હોય એમ જ ભગવાન સાથેનો સંવાદ આ ફિલ્મના મુખ્ય કેરેક્ટર લાલા અને ભગવાન વચ્ચેની જે મુલાકાતમાં થાય છે એ શ્રદ્દા જગાડનાર છે,...
ફિલ્મ સામાન્ય માણસના હૃદયણે અડી જાય એ રીતે બનેલી છે, ફિલ્મનું ડિરેક્સન સરળ અને સટીક છે, એવા જ ભાવ આ ફિલમે મારામાં જગાડ્યા જેવા ભાવ મારાં નાની મને નરસિંહ મહેતાને ભગવાને કરેલી મદદ વિશેની વાર્તા કહેતા ત્યારે મારામાં કુતુહલ જાગતું, શું ભગવાન ખુદ આવે, ભક્ત માટે? ત્યારે નાની કહેતા કેમ ન આવે? ભગવાન બધે જ છે, અને આ ફિલ્મમાં પણ એજ વાત નજરે પડે છે ભગવાન બધે જ છે,
ફિલ્મનો મુખ્ય કેરેક્ટર લાલોએ પ્રેમ લગ્ન કરીને ઘરેથી ભાગીને શહેરમાં વસેલો છે, મનનો સાફ છે પણ મનનો ગુલામ એ ત્યારે. બને છે જયારે એવી ઘટના તેના જીવનમાં બને છે, વ્યસન અને વિચારો તેના ઉપર હાવી થવા લાગે છે એને ક્યાય કઈ દેખાતું નથી તે ક્રૂર બને છે પત્ની ઉપર અને તે સીમાઓ લાંઘી ખુદની ઓળખ ભૂલી અસત્યનાં માર્ગે ચાલે છે,
એક સિનમાં તો ફિલ્મમાં ભગવાનનો ડાઈલોગ છે કે તું જેને હંમેશા ખુશ રાખવાનું કહી પ્રેમ લગ્ન કર્યા એની ઉપર જ તે હાથ ઉપાડ્યો? આ સિનમાં બંને કેરેક્ટર નીભવનાર એકટરોની એક્ટિંગ ગજબ છે,
આ વાત એક ગામડાના માનવીથી લઈને સીટીની પ્રજાને શુદ્ધ અને સરળ રીતે પહોંચાડે એ રીતની મુવી છે,
શુદ્ધ ભરતીય સંસ્કૃતી અને ટ્રેડિશન પોઇન્ટ ઓફ વ્યુ થી ડિરેક્ટરે આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે, ફિલ્મ ફેમિલી વેલ્યુને બવ જ પ્રાધાન્ય આપે છે, અને ભગવાનનો મહિમા ઉજાગર કરે છે,
આ ફિલ્મના ડિરેક્ટર જો ભવિસ્યમાં નરસિંહ મહેતાનાં જીવન ઉપર ફિલ્મ બનાવે તો, એક અલગ જ ઇતિહાસ રચાય અને ભક્તિનાં રંગ છવાય,
મોર્ડન બનવાના ચક્કરમાં આજના લોકો ફેમિલી વેલ્યુ ભૂલતા જાય છે એ લોકો માટે આ ફિલ્મ એ આઈના સમાન છે, લાલો એક સામાન્ય રીક્ષા ચાલાક છે, તેના જીવનમાં ભગવાન કઈ રીતે આવી શું ભાગ ભજવે છે એ કંઈક અલગ જ અનુભવ આ ફિલ્મ આપણને બતાવે છે,
ફિલ્મ એ સામાન્ય પ્રજાનાં હ્રદય ને અડવી જોઈએ, ફિલ્મનાં કેરેક્ટર ફીલ થવા જોઈએ એ બખુબી આ ફિલ્મ કરે છે, ફિલ્મનું દરેક પાત્ર આપણને સમજાય છે,
ફિલ્મમાં ચાલતી સ્ટોરી સાથે, પાત્રો નાં મનની સ્થિતિ પણ આપણને સમજાય છે, તેમના મનમાં જોવા મળતી દરેક બાબતો અને ઈમોશનલ એ આપણને એ કેરેક્ટર ઉપર જોવા મળે છે, ગુજરાતી ફોક મ્યુઝિક એ આ ફિલ્મ માટે આત્મા સમાન છે, બેકગ્રાઉન્ડમાં વાગતું ભજન હોય કે ગુજરાતી સંગીતનાં સુંદર મનમોહક કરતા વાદનોનો અવાજ કાનને સુકુન આપે છે,
આજના યુગમાં આવી ફિલ્મો બનાવવી એજ મોટી વાત છે અને એવી ફિલ્મ બનાવવી જેને પબ્લિક પોતાના હ્રદયમાં રાખે એ ખરેખર આનંદની વાત છે, હું ચાહું છું કે આ ફિલ્મની આખી સિરીઝ બનવી જોઈએ ભગવાન અલગ અલગ રીતે કઈ રીતે સંસારને મદદ કરે છે એ ઉપર ફિલ્મ સિરીઝ બને તો થિયેટર પણ કૃષ્ણમય બને,
તમને કેવી લાગી આ ફિલ્મ પ્રતિભાવ જરૂરથી આપજો
જય શ્રીકૃષ્ણ