એક ગામમાં બે મિત્રો રહેતા મનસુખ અને માનવ બંને સ્કુલ માં સાથે ભણતા અને એક બીજાની મદદ કરતા એક દિવસ માનવ ને સ્કુલ જતા રસ્તામાં એક પાકીટ મળ્યુ તેમાં 500રૂપિયા અને એક ઓળખ પત્ર હતુ . માનવ કહે આ પાકીટ આપણે રાખી લઈએ. મનસુખ બૉલ્યો ના માનવ આ પાકીટ જેનો ખોવાણો છે એ ને આપી દઈએ . બન્ને સ્કૂલ પહોંચ્યા અને એ પાકીટ માસ્ટર જી ને આપ્યો. માસ્ટર જી એ પાકીટ ખોલ્યું અને તેમાંથી ઓળખ પત્ર બહાર કાઢ્યું અને માલિક નો સંપર્ક કર્યો. થોડીક વારમાં એ માલિક ત્યાં આવ્યો. અને તેણે એ બાળકોનો આભાર વ્યક્ત કર્યો. અને રાજી થઈ ને તેણે બાળકોને કહ્યું કે તમે મારી વસ્તુ પાછી આપી એ માટે આ રહ્યું તમારું ઈનામ . મનસુખ બોલ્યો કે ના ઇનામની કોઈ જરૂર નથી અમને તો સાચું કામ કરવાની ખુશી મળી છે.
શીખ
ઈમાન દારીથી ચાલનાર ને હંમેશા સન્માન અને આનંદ મળે છે.
આમ કરતાં કરતાં સમય વીતવા લાગ્યા. અને આ બન્ને ભાઈ ઓ નુ ભણવાનું પણ પૂરું થઈ ગયુ. અને બંને મોટા થઈ ગયા બંને ના લગ્ન પણ થઇ ગયા અને સમય પણ સારો ચાલવા લાગ્યો. એક દિવસ મનસુખ ના માથે એના મમ્મી પપ્પા ની જવાબ દારી આવી પડી. મમ્મી નો દવા નો ખર્ચ કરવા મા કેટલો ય સમય નીકળી ગયો . પણ તેની મમ્મી સાજી ના થઈ. એક દિવસ આ માનવને ખબર પડી ત્યારે એ ત્યાં આવ્યો અને જોયું. માનવે મનસુખ ને કીધું કે ચાલ હું તને એક સારો ડૉકટર બતાવું અને આપણે ત્યાં લઈ જઈએ. મનસુખ બોલ્યો ચાલો. આ બન્ને મિત્રો અને મનસુખ ની મમ્મી. ડૉકટર પાસે ગયા. ડૉકટર રે જોયું તો તેને થાઈરોઈડ થયો હતો. થાઈરોઈડ માં સ્વભાવ ચીડિયો બને.જમવાનું વધારે ભાવે પણ સરીર દિવસે દિવસે સુકાતું સુકાતું જાય.એટલે ડોકટરે દવા આપી બંને મિત્રો ઘરે પરત આવ્યા. જોત જોતા માં પુરેપુરો થાઈરોઈડ મટી ગયો. મનસુખ બોલ્યો વાહ માનવ તને તો મારા કરતાં પણ વધારે ખબર પડે છે. જો તે મને આવી શીખ ના આપી હોત તો મારી મમ્મી સાજી ના થઈ જોત. માનવ તારો ખૂબ ખૂબ આભાર. માનવ બોલ્યો એના આભાર વળી સેનો બોલવાનો હોય. માણસ એક બીજાને કામ ના આવે તો સુ કામનો માણસ અને આપણી આ એટલા વારસો ની મિત્ર તા. મે તો મારી માનવતા અને મિત્ર તા નિભાવી છે. માનવ બોલ્યો કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય સુખ માં પાછળ હોય અને દુઃખ માં આગળ હોય. આમ સમય ફરી પાછો ચાલવા લાગ્યો
બંને મિત્રો ની જવાબ દારી પણ વધારે વધવા લાગી બાળકોના અભ્યાસ ની એમની સગાઈ ની હવે બને ની આવક પણ સીમિત થઇ ગઈ બંને પોતાની ખેતી અને પશુપાલન નો વ્યવસાય કરતા પણ આ જમાના માં કયા ખેતી કે પશુ પાલન માંથી પૂરું થાય. આટલી મોઘવારી નો મારો ક્યાંથી પૂરું કરવું. ખેતી માં પક પલળી જાય ચોમાસામાં વરસાદ પડે શિયાળા માં વરસાદ પડે અને બધોજ પાક પલાળી નાખે. એમ કરતાં કરતાં મનસુખ અને માનવ ઉપર દેવું ચડવા લાગ્યું. બંને મિત્ર દેવામાં દુબાઈ ગયા. પણ આ બંને કરે તો શું કરે કુદરત આગળ માનવનું ના ચાલે. સમય વીતવા લાગ્યો. અને બંને મિત્રો ની ઉંમર પણ થવા આવી.
કહેવાય છેકે જે સાચો માણસ હોય એની પરીક્ષા કુદરત લેતો હોય છે..
આમ અંતે બન્ને મિત્રો એ એમની મિત્રતા નિભાવી. અને એમના છોકરા ઓ ને પણ શિખામણ આપતા ગયા કે જીવનમાં ખોટું કોઈનું કરતાં નહિ. હંમેશા સચ્ચાઈ ના માર્ગે ચાલજો....