તડકાનો માર અને તનાવ નો ભાર કંઇક એક જેવા જ હોય છે. ગરમી માં તપતો આ રોડ , અને આcçવા ઉકળાટ માં પણ લોકો ની સવારી ચાલુ જ છે.કેમ કે કોઈક ને ઘરે પહોંચવાની જલ્દી છે,તો કોક ને ટ્રેનકે બસ ચૂકી જવાની .પણ આ બધા થી અજાણ થયેલી કિર્તિ બસ એના વિચારો માં ખોવાયેલી છે.
" મારી સાથે જ કેમ આવું થાય છે હે ભગવાન શું હું આટલી ખરાબ છું.શું મને મારી ચોઇસ માટે હક નથી. પરિવારની આબરૂ માટે શું હું મારા સપનાને તૂટવા દઈશ." કિર્તિ તેના મન માં વિચારે છે.
કિર્તિ તો તેના વિચારો માં જ ખોવાયેલી છે પણ આ દુનિયા લોકો તો એમની રફતાર માં જ ચાલે છે .કિર્તિ બાકડા પર થી ઉભી થાય છે તેની આંખો ના આંસુ લુછી ઘર તરફ નીકળે છે.
રમીલાબેન, કેમ આટલી વાર લાગી કીર્તિ? કિર્તિ, પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો એટલે મોડુ થઈ ગયું.
" કાલ થી વહેલા આવી જજે.અને હા કાલે તને જોવા માટે છોકરા વાળા આવવાના છે તો કાલે કોલેજ જવાની જરૂર નથી, " રમીલાબેન. કિર્તિ અંદર રૂમ માં જતી રહી અને રડવા લાગી.
કિર્તિ એક સામાન્ય ઘર ની છોકરી હતી.તેના પિતા રમણીક ભાઈ કંપની માં જોબ કરતા હતા. અને તેની માતા રમીલાબેન ગૃહકાર્ય કરતા હતા. તેમની એક જ દીકરી હતી. રમણીકભાઇની તે લાડલી હતી. એટલે જ તેને એમની હાથની હથેળી ઉપર રાખતા હતા. કીર્તિને કોઈ પણ કઈ કહે તો પછી રમણીક ભાઈ તેમને છોડતા નઈ.
૨ વર્ષ પહેલા:
કોલેજ નો પહેલો દિવસ બધું જ નવું બિલ્ડિંગ,શિક્ષક, બેન્ચ.ત્યારે જ કોઈ સારું એવું મિત્ર બની જાય અટકે જાણે રણ માં તરસ્યા માણસ ને પાણી નો ગ્લાસ મળવો હા કંઈક એવી સ્થિતિ હોય છે. કિર્તિ ક્લાસ માં આવે છે. તે જોવે કે બધા જ એની પહેલા આવી ગયા હતા . તેની બેન્ચ પસંદ કરવાનો કોઈ ઉપાય જ નહોતો. એટલે તે ચોથા નંબર ની બેન્ચ ખાલી હતી ત્યાં જઈ ને બેઠી.બધા તેની સામું જોઈ રહ્યા હતા પણ કોઈએ એની સાથે વાત કરવા હાથ લંબાવ્યો નહી. બધા પોત પોતાની વાતો માં પાછા ખોવાઈ ગયા. પણ કીર્તિ તેનું માથું નીચું નમાવી ને બેઠી હતી. ત્યાજ થોડીક વાર માં એક છોકરો ક્લાસ માં આવ્યો અને કિર્તિ ની બાજુ માં આવી ને ઊભો રહ્યો . તે થોડીક વાર ત્યાં જ ઊભો રહ્યો પણ કીર્તિ નું ધ્યાન તેના ઉપર નહોતું એટલે તેને ખબર ન પડી. છોકરા એ બેન્ચ ને ધીમે થી ઠપકારી. ત્યાં જ કીર્તિ એ તેની સામે જોયું. છોકરા એ કહ્યું , ક્લાસ માં એક પણ બેન્ચ ખાલી નથી. તો તમે કોઈ છોકરી સાથે જગ્યા બદલી લેશો. તેની પાછળ ની બેન્ચ માં બેઠેલા છોકરાએ કહ્યું કે તું અહીંયા બેસી જા નેહા ત્યાં બેસી જશે. ચારેય એ પોતાની જગ્યા પર બેસી ગયા . તે ચારેય એકબીજા સાથે થોડી વાતો કરી ત્યાં જ તેમના ક્લાસ માં મેમ આવી ગયા. આમ જ પહેલો દિવસ પોતાનું ઇન્ટ્રો દેવા માં જ જતો રહ્યો. પહેલા દિવસ થી જ નેહા ,કાર્તિક, નેવિસ અને કિર્તિ આ ચારેય નું ગ્રુપ બની ગયું હતું.આવી જ રીતે ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. હવે તે ચારેય ને કોલેજ માં ખૂબ જ મજા આવવા લાગી હતી. પણ બધા કહે જ છે જ્યાં એક છોકરો અને છોકરી દોસ્તી ન સંબધ માં જોડાય છે ત્યારે પ્રેમ શબ્દ વચ્ચે હોય જ છે. તો આવી જ ચર્ચા હવે થવા લાગી હતી કીર્તિ અને કાર્તિક માટે પણ આ બંને તો આ વાત થી સાવ જ અજાણ હતા.
એક દિવસ અચાનક જ આ વાત કિર્તિ ને ખબર પડી. તેને બવ જ ગુસ્સો આવ્યો . તેને હવે વિચાર્યું કે હું કાર્તિક ને હવે નહીં બોલાવું. તે ક્લાસ માં જઈ ને બેસી ગઈ . નેવિસ, નેહા અને કાર્તિક આવ્યા . નેહા એ કીર્તિ ને પૂછ્યું કેમ આજે વહેલા આવતી રહી .મને કીધુ પણ નહીં. કિર્તિ, "બસ એમ જ .". નેહા , "કાઇ થયું છે તને , કેમ ઉદાસ છે.". ના એવું કઈ નથી બસ એમ જ આજે મન નથી લાગતું. આમ જ આખો દિવસ કીર્તિ કઈ બોલી જ નઈ કાર્તિક કે તેને બે ત્રણ વાર બોલાવી પણ કીર્તિ એ તેને જવાબ આપ્યો નહીં. કોલેજ ટાઇમ પૂરો થયો એટલે કીર્તિ ફટાફટ ઘરે જવા નીકળી ગઈ. ઘરે પણ કીર્તિ આજ વાત વિશે વિચારતી હતી. મારા મન માં તો એવું કઈ છે પણ નઈ નક્કી કાર્તિક ના મન માં જ આવું હશે અને કોઈ એ જોયું હશે ત્યારે જ આવી વાત થઈ હશે ને ...
ના યાર એટલા દિવસ થી હું તેણી સાથે રહું છું પણ મને તો એવું લાગ્યું નથી . "કિર્તિ આજે તારા મામા મામી આવવાના છે અને બે દિવસ રોકાવાના પણ છે. તો તું બે દિવસ કોલેજ ન જતી આપણે એમની સાથે ફરવા જવાનું છે" , "મમ્મી હવે હું સ્કુલ માં નઈ કોલેજ માં જવુ છું તું જ્યારે હોય ત્યારે એમ જ કહે છે કે રજા લઈ લે" કીર્તિ.
"સારું હવે નહીં કવ આ છેલ્લી વાર લઈ લે ને બેટા." રમીલાબેન ૨ દિવસ પછી : અરે કીર્તિ તું બે દિવસ થી કેમ કોલેજમા નહોતી આવતી ? તારી તબીયત તો ઠીક છે ને? નેહા. "ના, હું ઠીક જ છું પણ એતો મારા મામા અને મામી આવ્યા હતા એટલે અમે બહાર ફરવા ગયા હતા" કિર્તિ પણ મને એવું થયું કે તું બીમાર હશે કેમ કે તે દિવસ પણ તું આમ થોડીક ઉદાસ હતી . તે દિવસે શું થયું હતું.? નેહા.