છેતરામણું પ્રેમ
લે.ભરતચંદ્ર શાહ
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
અંતરનું પ્રેમ
એક ગુજરાતી લેખકે બહ સરસ લખ્યું છે. પ્રેમ શબ્દ બહુ છેતરામણો છે, લીલ ( શેવાળ) જેવો લપસણો છે, શાંત અને ઊંડા પાણી જેવો મીંઢો છે, સાગર જેવો ગહેરો છે, લજામણીના ફૂલ જેવો છે, હિમશિખર જેવો બરછટ છે. પ્રેમ હંફાવે છે. નાના કે મોટા, ગરીબ કે ધનવાન, ,જ્ઞાની કે અજ્ઞાની , પાગલ કે હોશિયાર ,દેશી કે વિદેશી,સ્વધર્મી કે વિધર્મી , બધા માટે બરફના ગોળા જેવો છે જેને ચુસ્વાનું મન થયા કરે છે . સંબિત પણ એલિના સાથે સંપર્કમાં આવી તેણીને બરફના ગોળાની જેમ ચુસ્વાનું મન થયું પણ સદ્દનસીબે બચી ગયો.
એક વખત પ્રેમની અનુભૂતિ થઈ જાય પછી તો સ્વર્ગ હાથવેંત જ છેટું લાગે . બસ એના જ વિચારો એના જ ખયાલો અને એની સાથે જ વાત કરવાની અને મળવાની ચાહના " અગર તુમ મિલ જાઓ તો જમાના છોડ દેંગે હમ ".દરેક પળે , દરેક સેકન્ડે બસ એ જ એ. જો સામેથી મેસેજ આવે કે કોલ આવે તો તો બસ પૂરું કોઈ પણ ભોગે એને મેળવીને જ જંપે . સંબિત માટે પણ એલિના પ્રત્યે એવીજ અનુભૂતિ થતી હતી. એલિના હવે એણે હાથવેંત છેટું લાગતી હતી
પછી તો શારીરિક ઉભરા વધવા માંડે, પ્રથમ રાતની કલ્પના જ હચમચાવી મૂકે , લગ્ન કરવાનાં વચનો અપાય અને સુખી જીવનનાં સ્વપ્ન જોવાય . બસ બધું જ જન્નત જ જન્નત લાગે .સંબિતને પણ જન્નતના જ સપના આવતા હતા.
રોજની જેમ સંબિતે મોબાઈલ ફોન ચાલુ કર્યો. વોટ્સ એપમાં આવેલ મેસેજ જોતો હતો. અચાનક એક અજાણ નંબર પરથી મેસેજ આવેલો જોયો. મેસેજ હતો : "હાય ..હેલો “
સંબિત થોડીવાર ગુંચવાયો. મનમાં વિચાર કરતો હતો કે બ્લોક કરી દઉં પણ એને વળતો સવાલ કર્યો ,"કોણ છો? ક્યાંથી છો? મારો નંબર ક્યાંથી મેળવ્યો ? "
મેસેજ કરનારે સંબિતનો નંબર ક્યાંથી મેળવ્યો તેનો જવાબ આપતા એને પોતાનું નામ ગામ અને અન્ય માહિતી ટૂંકમાં કીધી .
થોડીક અલપઝલપની વાત થઈ. ધંધા,નોકરીની, પરિવારિકની ,રમતગમત, મનોરંજન,સંસ્કૃતિ,આચાર વિચાર,ભાષા,પહેરવેશ ,આહાર વિગેરે બાબતે વાતચીત થઈ. એકાદ અઠવાડિયાંસુધી તો આવીજ વાત થતી હતી.
સામેવાળી વ્યક્તિ એક બ્રિટિશ મહિલા એલિના હતી જે એના પરિવાર સાથે ઇંગ્લેન્ડના હેમ્પશાયર પરગણાંના સાઉથમટન શહેરમાં રહેતી હતી. વ્યવસાયે એ ડો . ગાયનેકોલોજિસ્ટ હતી અને પરિવારમાં પતિ અને બે બાળકો હતા. એલિનાના જણાવ્યા મુજબ એ પોતે આર્થિક સલાહકાર પણ હતી અને એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ભાગીદાર પણ હતી. એટલી ટૂંકી માહિતી એલિનાએ સંબિતને આપી હતી .
આ માહિતી ખરેખર સાચી છે કે જૂઠ્ઠી તે તો એલિનાને જ ખબર પણ સંબિતે સાચું માની લીધું હતું.
સંબિતે પણ પોતાની માહિતી આપતા કહ્યું." હું પણ પરિવાર ધરાવતો છું.એક ખાનગી કંપનીમાં સેલ્સમેનની નોકરી કરું છું. પરિવારમાં માતા પિતા અને હું એમ ત્રણ જ જણા છીએ .."
બસ રોજ વાતનો ચીલો અવિરત ચાલુ જ રહ્યો. જાણે એકબીજાને કેટલાય વર્ષોથી ઓળખતા હોય. પાછલા જન્મનો કોઈ સંબંધ હોય તેવી બંનેને અનુભૂતિ થતી હતી.
ધીરે ધીરે એમની વાતોએ ક્યારે ટ્રેક બદલ્યો તે બંનેને ના સમજાયું . પેલી એલિના બ્રિટિશ હોવાથી અંગ્રેજી સિવાય કોઈ ભાષા જાણતી નહોતી જયારે સંબિત હિન્દુસ્તાની હોવાને લીધે એ હિન્દી સિવાય ગુજરાતી, થોડીક મરાઠી અને અંગ્રેજી બોલી શકતો હતો.
કોઈકવાર સંબિત એના અંદરની લાગણીઓ,ભાવનાઓને અલંકારિક શબ્દોમાં , શુધ્દ ભાષાઓમાં કંડારીને ગુગલ ટ્રાન્સલેટ પર અંગેજીમાં ભાષાંતર કરી લેતો અને એમાં નજીવી ફેરફાર કરીને અંગેજીમાં સંદેશાઓ મોકલતો.
સામે છેડેથી આનો જવાબ ટૂંકમાં જ આવતો.એટલે સંબિત નિરાશ થઈ જતો.એને પોતાનાં સંદેશમાં જે કઈ જણાવતો તેનો જવાબ તેને સંતોષકારક નહોતો મળતો એટલે મનમાં ને મનમાં ખીજવાઈ જતો.
'ગઈકાલે રાત્રે તારા પગ દુખેલા?' સંબિતે એલિનાને વોટ્સ એપ મેસેજ મોકલ્યો.
'ના જરાય નહીં. કેમ અચાનક આવો સવાલ?' એલિનાએ વળતો જવાબ આપ્યો.
'ઓહહહ' સંબિતે ઉદાસીવાળુ ઈમોજી મોકલ્યું.
'પણ કેમ?' એલિનાએ એણે ફરી પૂછ્યું.
'ના, એમ તો કંઈ નહીં પરંતુ ગઈકાલે તું આખી રાત મારા મનમાં દોડાદોડી કરતી હતી. એટલે મને થયું કે, આજે કદાચ તારા પગ દુખતા હશે.' સંબિતે ખુલાસો કર્યો.
સંબિતની વાત સાંભળીને એણે તરત તો કંઈ જવાબ નહીં આપ્યો પરંતુ પછી એણે સંબિતને એક સ્માઈલી મોકલી. પછી બે વચ્ચે એમ જ થોડી વાત થઈ અને જેમ જેમ એમની વાત આગળ વધતી જતી હતી તેમ તેમ સંબિત પ્રેમમાં ગળાડૂબ થવા લાગ્યો .
બંને વચ્ચે મેસેજેસ વહેતા થયા. ઘણીવાર સંબિત રોમેન્ટિક અને સહેજ અશ્લીલ ફોટા અને ,ઈમોજી અને લખાણ પણ મોકલતો હતો. પણ સામે છેડેથી લાઈક સિવાય કોઈ વળતો જવાબ મળતો નહોતો તેથી સંબિત છંછેડાઈ જતો અને ઘરમાં ગુસ્સે થઇ જતો હતો.
એક દિવસ, સંબિતે હિંમત ભેગી કરી અને એલિનાને પોતાની લાગણી વ્યક્ત કરી, ‘હું તને ખૂબ જ પ્રેમ કરું છું એલિના, તારા વિના જીવન અધૂરું લાગે છે. જ્યારે સંબિતનો મેસેજ એને જોયો ત્યારે એલિનાના ધબકારા કાબૂ બહાર થઈ ગયા. તેણે વળતો મેસેજ કર્યો , " આ તમે શું કહો છો ? એના વળતા મેસેજમાં સંબિત કઈ સમજી ના શક્યો.
સંબિતે પ્રેમનો એકરાર કરતો મેસેજ ફરીથી મોકલ્યો , “ આઈ.લવ.યુ “
એલિનાએ પણ વળતો જવાબ મોકલ્યો , “આઈ.લવ.યુ.ટૂ “
સંબિત ગેલમાં આવી ગયો હતો. ગેલમાં ને ગેલમાં એણે રોમાંટિક સંદેશ જે તેણે એક જાણીતા ગુજરાતી છાપામાં વેલેન્ટાઈન ડે નિમિત્તિના લેખમાં વાંચ્યું હતું જે તેણે જેમની તેમ જ મેસેજમાં લખી મોકલ્યો, (અંગેજીમાં ગુગલ ટ્રાન્સલેટ કરીને)
" પ્રેમની મોસમ પૂરજોશમાં ખીલી છે. આસમાન વધુ વાદળી લાગે છે, ઘાસ વધુ લીલું લાગે છે, પાણી પણ શરબત લાગે છે, દિલમાં ધડકનોની ટિક ટિક ટીટિયારીમા ટહુકા સંભળાય છે. દિલ વધુ તેજ ધડકે છે.કદમ હવામાં સરકે છે.છાતીમાં બગીચો છલકે છે,નજરમાં મેઘધનુષ ચમકે છે."
બસ તો શું કહેવું. સંબિત તો હરખ પદુડો થઈ આમતેમ ઠેકડા મારતો થઈ ગયો. એલિનાનો જવાબ જોઈ વિદેશી છોકરી જોડે પ્રેમનો વસંત ઋતુ ખીલી હોય અને બહુ મોટું આંતરરાષ્ટ્રીય બહુમાન મળ્યું હોય તેવું સંબિતને મહેસૂસ થતું હતું.
જેમ જેમ બંને વચ્ચેનું અંતર ઘટતું ગયું તેમ તેમ બંને એકબીજા પ્રત્યે આકર્ષવા લાગ્યા તેઓ દરેકની નજર છુપાવી મોડી રાતના પણ ગુપ્ત રીતે મેસેજની આપ-લે કરતા હતા.
જેમ કે દરિયાને વરસાદી નદી સાથે મિલનની આસ હોય છે તેમ સંબિતને પણ એલિના જોડે મિલનની આસ હતી. પરંતુ એલિનાના વહેણમાં ગંભીરતા અને ઊંડાણ નહોતી . એ તો ખળખળાટ વહેતુ પાણી હતું એટલે જ વરસાદ પૂરો થતાં જ તેનું અસ્તિત્વ પણ અદૃશ્ય થઈ ગયું હતું.પણ સંબિત હજુ પણ આસ લગાવી જ બેઠો હતો.
હવે સંબિતના દરેક વિચાર એલિનાથી શરૂ થઈને તેની સાથે જ ખતમ થઈ ગયા હતા . હવે તેને ન તો તેની કરિયરની ચિંતા હતી કે ન તો તેના માતા-પિતાના સપના પૂરા કરવા આતુર. જ્યારે સંબિતના માતાપિતા આશાની અનુભવી આંખોએ તેમના દીકરાના આવેલા આ બદલાવનો અહેસાસ કર્યો ત્યારે એક માતાની જવાબદારી નિભાવતાં તેની માતાએ સંબિતને પૂછ્યું, ‘શું વાત છે સંબિત , છેલ્લા કેટલાક દિવસોથી મને લાગે છે કે તું કંઈક બદલાયેલો દેખાઈ રહ્યો છે. આજકાલ, તારા મિત્રો વધુ અને વધુ બની ગયા છે. ખાસ તર સ્ત્રી મિત્રો. આખો દિવસ છોકરીઓ જોડે જ મોબાઈલમાં વળગેલો રહ્યા કરે છે.આ સિવાય પણ દુનિયા છે . તું જ્યાં સુધી તારું આ લફરું અમને નહીં જણાવે ત્યાં સુધી તને અકળામણ થયા કરશે.ચોખ્ખી અને સ્પષ્ટ વાત કરે તો ઉકેલ નીકળે. તે કોઈ છોકરી આગળ પ્રેમનો એકરાર કર્યો છે ? તેણીએ શું જવાબ આપ્યો ? ’ માતાની અચાનક પૂછપરછથી સંબિત એકદમ ગભરાઈ ગયો .
ઉતાવળમાં તેણે કહ્યું ,"ના મમ્મી એવું કશું નથી.
પણ સંબિતની મમ્મીએ દબાણ લાવતા એ કબુલ્યો કે એક વિદેશી છોકરી જોડે મારો પ્રેમ સંબંધ બંધાયો છે. અને એલિના વિષે એને સઘળી માહિતી આપી
મમ્મીએ પૂછ્યું," એલિનાએ તારી આગળ પ્રેમનો એકરાર કર્યો? તે પૂછ્યું? "
"હા મમ્મી " સંબિતે જુઠ્ઠાણું ચલાવ્યું.
મારી સામે પૂછી જો " મમ્મીએ પાછું દબાણ લાવતા કહ્યું .
‘ઠીક છે મમ્મી, જો હું ફરીથી એલિનાને પૂછી લઉ છું . "
એને તરત ફરીથી એલિનાને મેસેજ કર્યો.
ઘણા દિવસો સુધી રાહ જોયા પછી પણ એલિનાનો જવાબ આવ્યો નહીં ઉલ્ટાનું સામે ચાલીને તેણીએ હાય હેલોનો પણ મેસેજ કરવાનું બંધ કર્યું.
સંબિતને લાગ્યું કે હું છેતરાયો છું એટલે એણે વોટ્સ એપ પર મેસેજ કર્યો , ''મને શા માટે છેતરી? મારા પ્રેમ , લાગણી અને સેવામાં તેને શું ઓછું લાગ્યું?'' '' તારો મારા સિવાય બીજા સાથે કોઈ ચક્કર નથી ચાલતું.? તારા પ્રત્યે મારા મનમાં અને દિલમાં ખુબ જ લાગણી,આદરભાવ છે. ''
પણ આ સવાલોની કોઈ અસર એલિના પર વર્તાઈ નહોતી.તે નિરુત્તર રહી .ફક્ત મેસેજ વાંચી લીધાની ભૂરી ટીક હતી.
૧ વર્ષથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.પણ એક પણ વખત ફોન પર વાતચિત થઈ નહોતી. સંબિતે બે ત્રણ વાર કહ્યું કે મને તારો મધુર અવાજ સાંભળવો છે.તો વોઈસ મેસેજ પણ કરી શકે અને થોડા ફોટા પણ મોકલજે. પણ એલિનાએ તેવું કશું જ નહોતું કર્યું .
બંને વચ્ચે ફરીથી વાતનો સિલસિલો ચાલુ થયો. એલિનાને એક કંપનીના શેર જોઈન્ટ એકાઉન્ટમાં લેવા હતા તે માટે સંબિતને કહ્યું હતું. એ કંપની સ્વિટ્ઝર્લેન્ડ બેઝ કંપની હતી. અને અમુક અમેરિકન ડોલર જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે મંગાવ્યા હતા. શરૂઆતમાં સંબિત લલચાઈ ગયો હતો પણ અત્યારના ડિજિટલ યુગમાં થતા ફ્રોડ વિષે એના મનમાં વિચાર આવતા એને એલિનાને પૈસા મોકલવા ખોટા બહાના બતાવી અસમર્થતા દર્શાવી . એને કહ્યું કે અમારે ત્યાં મંદી છે, મારી ઉપર ઘરનું લોન ચાલે છે,ખર્ચાઓ વધી ગયા છે અને હજુ પગાર વધતા નથી વિગેરે વિગેરે બહાના બતાવ્યા . એમાં એલિના નારાજ થઈ ગઈ અને વાતચીત કરવાનું બંધ કરી દીધું . સંબિત નવાઈ પામ્યો કે કેમ અચાનક વાત કરવાનું બંધ કર્યું? એ મેસેજ દ્વારા કરગરતો રહ્યો પણ એલિના ટસ કે મસ થઈ નહોતી .
તેણીએ એક દિવસ ફરીથી મેસેજ મોકલ્યો કે જે કંપનીમાં બંને રોકાણ કરવાના હતા તેના શું શું ફાયદાઓ છે તે ટૂંકમાં કહ્યા."કંપની તરફથી દર વર્ષે ૧૫ દિવસ અલગ અલગ દેશોની મુલાકાત લેવી, વૈદ્યકીય ફાયદાઓ ગણાવ્યા, મોંઘીદાટ ભેટ સોગાદો ગણાવી, છોકરાઓ માટે શિષ્યવૃત્તિ ગણાવી વિગેરે વિગેરે."
સંબિતે વળતો જવાબ આપતા મેસેજ મોકલ્યો કે "આ બધા ફાયદાઓ અમને આમ પણ મળે જ છે.પણ હાલ મારી પાસે વધારાની સગવડ નથી. મારી નોકરીને હજુ ૫ વર્ષ જ થયા છે હજુ માતાપિતા પ્રત્યે જવાબદારીઓ છે. હું અત્યારે વર્તમાનનું વિચારું છું નહિ કે ભવિષ્યનું. ભવિષ્યનો વિચાર કરવો સારી બાબત છે પણ હું આજની ચિંતા કરું છું.ભવિષ્યની ચિંતા અને સગવડ માટે મારે વધારાની આવક રળવી પડે તે માટે સમય નથી. ૧૨ કલાકની મારી જોબ છે."
સંબિતનો મેસેજ વાંચી એલીનાએ કહ્યું, " જે માણસ ભવિષ્ય માટે નકારાત્મક સોચ ધરાવતો હોય તેની શેની સંબંધ રાખવો ? "
મેસેજ વાંચી સંબીત ઢીલો પડી ગયો.ફૂલોની જેમ મુરઝાઈ ગયો. તેના માતા પિતા સમજી ગયા હતા કે દીકરો કોઈકની આર્થિક લેવડ દેવડ અને ફ્રોડના લપેટમાં આવી ગયો છે.
તેનો મુરઝાયેલો ચહેરો જોઈ એના પિતા બોલ્યા, " દીકરા ઋતુની જેમ પ્રેમ ઋતુમાં પણ એવુંજ થાય છે. ફૂલો કરમાય છે, પાન ખરી જાય.કોઈ મોસમ કાયમ આવી નથી રહેતી. પ્રેમમાં પણ એવુંજ હોય.બ્રેક અપ થાય,છૂટાછેડા થાય પાછી પ્રેમની ઋતુ આવે એટલે નવું પ્રેમ જાગે.બીજા સાથે નવા પ્રેમની મોસમ રચાય છે. ઋતુઓની આવનજાવન મુજબ પ્રકૃતિ રંગ બદલે છે.એવું માણસમાં પણ થાય છે. પાનખર ઋતુ આવ્યા પછી પણ વૃક્ષોની સુકાયેલી ડાળીઓને નવા પાંદડા અને ફૂલો માટે એક વર્ષ સુધી વસંત ઋતુની રાહ જોવી પડે.
પ્રેમમાં અંતર -
એક દિવસ એને એલિનાનો મેસેજ મળ્યો, "હાઈ "
સંબિતે પૂછતાં એને જવાબ આપ્યો કે," હું અમેરિકામાં એક શહેરમાં સેટ થવા જઈ રહી છું તેમાં હું વ્યસ્ત હતી. હું તારાથી નારાજ છું મને તારા તરફથી ઘણી આશા હતી કે આપણે બેઉ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી કંપનીમાં જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરીશું. ફકત ૧૦૦ અમેરિકન ડોલર એટલે ભારતિય રૂપિયા ૮૫૦૦/- આટલી જ નજીવી રકમ જોઈતી હતી. તારા લીધે મારો ટાર્ગેટ પૂરો નથી થયો. મને જે વળતર મળવાનું હતું તે નથી મળવાનું. તારા લીધે મને નુકસાન થયું છે. "
ફરીથી એલિનાએ જયારે સદંતર વાત કરવાનું બંધ કરી દીધું ત્યારે સંબિત બેબાકળો બની ગયો હતો.પાગલોની જેમ હરકત કરતો હતો. ઘણા લોકોએ સમજાવ્યા કે સામાજિક માધ્યમોથી થયેલો પ્રેમ કેવો હોઈ શકે. થોડા દિવસ માટે તો શાંત રહ્યો પણ પાછો પ્રેમનો કીડો સળવળી ઉઠ્યો
સંબિતના દિમાગમાં કઈંક યોજના કરવાનો વિચાર સળવળ્યો સંબિતે એલિનાને વિશ્વાસમાં લેવા માટે વોટ્સ એપ પર એલિનાના વખાણ કર્યા અને કહ્યું, “ એલિના , પરિવારના વડીલોના ડરથી હું તને મારા દેશમાં ગામ લઈ જઈ શક્યો નથી, પણ હું તને અહીં મારા દેશમાં લાવવા માંગુ છું. તારા પ્રત્યે મને બહુ જ માન સન્માન છે મારા ઘરના તને સારી રીતે આવકારશે .તું એકવાર અહીં આવી જા.” આવીશ ને?
આ મેસેજ એલિનાને મળી તો ગયો અને એણે વાંચ્યો પણ ખરો પરંતુ વળતો જવાબ નહોતો આપ્યો.
સંબિતની ઓફિસમાં એક ભાઈ ત્રણ દેશો સિંગાપુર,મલેશિયા અને થાઈલેન્ડની મુલાકાત પરિવાર અને અન્ય મિત્રો જોડે ફરવા ગયા હતા. ત્યાં છોકરીઓની વાત નીકળી. ત્યાં દેહ વેપાર કરતી છોકરીઓ એટલી રૂપાળી અને ઘટાદાર કાયા ધરાવતી હોય છે કે ના પૂછો.પણ ત્યાંના એક બે સ્થાનિક રહીશોએ કીધું કે આમાંથી અડધી તો ટ્રાન્સજેન્ડર હોય છે એટલે કે લિંગ પરિવર્તન કરેલા હોય છે.તમને ખબર જ નહીં પડે કે અસલી છોકરી અને લિંગ પરિવર્તન કરેલી છોકરી કેવી. આમાં જ એ લોકો સોશ્યલ મીડિયા થકી યુવાનોને ,પૈસાદાર લોકોને પ્રેમજાળમાં ફસાવી પૈસા પડાવે છે અને જલસા કરે છે. સંબિતે પણ બે ડેટિંગ સાઇટ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું .
બંને સાઈટ પર યોગ્ય છોકરી જોડે સંપર્ક કરવા લાગ્યો. તેમાં એક વિદેશી છોકરીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી .પેલી વિદેશી છોકરીએ એ રિકવેસ્ટ સ્વીકારી . છોકરીનું પ્રોફાઈલ નામ હતું લ્યુકેના . થોડા દિવસ વાત ચાલી. સંબિતે જયારે છોકરીની પ્રોફાઈલ જોઈ તો ચોંકી ઉઠ્યો. પ્રોફાઈલ પર વિગત વાંચી તો તમ્મર આવી ગયા હતા. જેમ કોઈને અચાનક જોરદાર તમાચો માર્યા પછી તમ્મર આવી જાય છે તેવા તમ્મર સંબિતને આવી ગયા હતા .
એલિનાએ વિચાર્યું નહોતું કે સંબિત ડેટિંગ સાઈટ પર પણ એકાઉન્ટ ધરાવે છે અને મારું પ્રોફાઈલ પણ જોશે. આ બાબતે બંને વચ્ચે કોઈ વાત જ થઈ નહોતી. સંબિત તેણીને ભોળોજ લાગતો હતો એટલે જ વિશ્વાસમાં લઈ પૈસા પડાવવાનું કાવતરું કર્યું હતું.
કોઈ પણ ડેટિંગ સાઈટ પર એકાઉન્ટ ખોલાવે એટલે પ્રોફાઈલમાં વિગત લખવી પડે ત્યારે જ એકાઉન્ટ ખુલે અને સક્રિય થાય છે.
એ છોકરી બીજું કોઈ નહિ એજ એલિના હતી જેની સાથે એને વોટ્સ એપ પર મિત્રતા થઈ હતી. અને જેના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયો હતો . એ એલિના ટ્રાન્સ જેન્ડર (એટલે લિંગ પરિવર્તન કરેલી ) નીકળી. વોટ્સ એપમાં એલિનાએ જે ૪-૫ ફોટા મોકલ્યા હતા એ સિવાય પણ અનેક ઉત્તેજિત ફોટા એણે ડેટિંગ સાઈટ પર ઉપલોડ કર્યા હતા.
પ્રોફાઈલમાં વિગતમાં લખ્યું હતું કે ૪ વર્ષ અગાઉ તેણીએ લિંગ પરિવર્તન કરાવ્યું હતું અને અલગ અલગ પુરુષો જોડે સહશયન કરવાનો શોખ ધરાવે છે .
સંબિત એલિનાની વોટ્સ એપ પર મોકલેલી અને ડેટિંગ સાઈટ પર મોકલેલી વિગત વાંચી મૂંઝાયો. ડેટિંગ સાઈટ પર પ્રોફાઈલમાં લખેલી વિગત સાચી કે વોટ્સ એપ પર મોકલેલી વિગત સાચી ? એનું અનુમાન લગાવી ના શક્યો. બંને પરથી મોકલાવેલ ફોટા એક સરખા હતા અને બંને વ્યક્તિ એક જ છે એટલું જાણી શક્યો
તેથી છેલ્લે એને દિલની વાત માની અને આ પ્રકરણ પર કાયમની ચોકડી મારી દીધી. એ મનોમન ઈશ્વરનો પાડ માનતો હતો કે હે ભગવાન મને લૂંટતા બચાવ્યો.
ઓન લાઈન પર થતા સંબંધો મોટાભાગે છેતરામણા જ નીકળે છે. પૈસા પડાવવા માટે જ એવા લોકો ફેક આય ડી ખોલાવી રેકેટ ચલાવતા હોય .એક વાર શિકાર જાળમાં ફસાય એટલે તરત જ બધાજ સંપર્કો કાઢી નાખે છે. ડેટિંગ સાઈટો પરથી એકાઉન્ડ ડીલીટ કરી નાખે છે. વોટ્સ એપ બ્લોક કરી નાખશે જેથી શિકાર કાઈંજ ના કરી શકે.
એલિયાને પણ એવુજ કર્યું . છ મહિનાના ટૂંક સમયમાંજ સંબિતનો વિશ્વાસ મેળવી લીધો અને પહેલું તિર છોડ્યું જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવાનું .પણ કહે છે ને કે ભોળા માણસનો ભગવાન જ જુએ છે. સંબિતના વ્હારે પણ ભગવાન જ દોડી આવ્યા અને એણે સદબુદ્ધિ આપી.
ઘણાખરા યુવકો મહિલાઓના નામે ફેક આય ડી બનાવી અશ્લીલ ફોટા ,લખાણો અને વાતચીત કરી યુવાનોને આર્થિક રીતે પાયમાલ કરાવતા હોય છે.
લોકો પૈસા પડાવવા કેવી કેવી છેતરપિંડી કરે છે,લોકોને ફસાવે છે,લવ જેહાદ જેવી પ્રવૃત્તિ કરે છે , આ સંબંધોનું આંતરાષ્ટ્રીય જાળ ફેલાવે છે પણ પ્રેમાંધ બનેલી આજની યુવા પેઢી ક્યારે સમજશે ?
આજના ડિજિટલ અને આધુનિક સામાજિક પ્રચાર માધ્યમોનો દુરુપયોગ કરી લોકો કેવા કેવા પેતરાં અને કેવી કેવી યુક્તિઓ કરી લોકોને ફસાવે છે .ઘરના વડીલો અને મોભીઓની સલાહની અવગનાં કરી આજની પીઢી માયાજાળમાં કેવી ફસાતી જાય છે . સંબિતના નસીબ સારા કે એણે બુદ્ધિ વાપરી પૈસા નહોતા મોકલ્યા અને ડેટિંગ સાઈટ પર બનાવટી નામથી બનાવટી ખાતું ખોલી અને બરાબર આ જ એલિનાને ઉર્ફે લ્યુકેનાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને પેલીએ પણ તરત જ રિકવેસ્ટ સ્વીકારી લીધી .અન્યથા સંબિત આર્થિક રીતે લૂંટાઈ જતો પણ સમયપર સદ્દબુધ્ધિએ બચી ગયો
આજના યુવક યુવતીઓમાં વિદેશમાં સ્થાયી થવાની અને વિદેશીઓ જોડે પરણવાની ઘેલછા લાગી છે પણ તેનો પરિણામ ભોગવવો પડશે એ બાબત આંખ આડા કાન કરે છે. સંબિતને પણ માતા પિતાએ અને અન્ય
વડીલોએ સમજાવ્યા હતા પણ એણે તેઓની વાતને ધ્યાને નહોતી લીધી .
એલિનાએ વોટ્સ પર મોકલાવેલા ફોટા અને ડેટિંગ સાઈટ પર અપલોડ કરેલા આકર્ષક અને સુડોળ કાયા ધરાવતા અશ્લીલ અને અર્ધ નગ્ન ફોટા જોઈ સંબિત પૂર્ણતા ઓગળી ગયો હતો. એને શારીરિક પ્રેમ જાગેલો કે અંતરનું પ્રેમ કે પ્રેમમાં અંતર એ પોતે તેનો ન્યાય ના કરી શક્યો.
સમાપ્ત
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@