Talash 3 - 61 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 -61 અંતિમ પ્રકરણ

Featured Books
Categories
Share

તલાશ 3 -61 અંતિમ પ્રકરણ

તલાશ 3 વિષે થોડું : તલાશ 3 અહીં પુરી થઇ રહી છે. ત્યારે સૌથી પહેલા તો મારા તમામ વાચકોનો ખુબ ખુબ આભાર, જેમણે સતત મને પ્રોત્સાહિત કર્યો છે. મારા કેટલાક અંગત કારણોસર અને અમુક ટેક્નિકલ મુશ્કેલીથી આ તલાશ 3 સિરીઝ માં 2 -3 વખત વીકલી નવો એપિસોડ પ્રિન્ટ ન થયો છતાં  વાચકોએ મારી આ નોવેલ માં રસ જાળવી રાખ્યો અને સૂચનો અને સુભેચ્છાનો સતત વરસાદ વરસાવતા રહ્યા છે. 
આ ઉપરાંત માતૃભારતી ના શ્રી મહેન્દ્રભાઈ જયેશ ભાઈ અને પુરી ટીમનો ખુબ ખુબ આભાર, ઘણી વાર ડેડલાઈન સુધી વાર્તા નો નવો એપિસોડ અપલોડ ન થયો હોય અને મોડું અપલોડ થાય છતાં એ લોકો ના સતત પ્રયાસો થી એકાદ બે અપવાદ છોડીને દર મંગળવારે  સવારે 11-20 વાગ્યે નવો એપિસોડ પ્રસિદ્ધ થતો રહ્યો. 
આ ઉપરાંત મિત્ર શ્રી આશુ પટેલ, પ્રવીણ પીઠવાડિયા અને મિત્ર દંપતી ભાવિશા અને રૂપેશ ગોકાણી એ સતત પ્રોત્સાહિત કર્યો છે. 
મારા તમામ વાચકો, મને અંગત રીતે ઓળખનારા કે માત્ર એક વાર્તા લેખક તરીકે ઓળખનાર તમામનો ખુબ ખુબ આભાર... તો ફરી મળીશું બહુ જલ્દી.. 
આ વાર્તા તમને કેવી લાગી એ તમે ઇમેઇલ કે 9619992572 પર કોલ - વોટ્સએપ પર જરૂરથી જણાવજો 

 

તલાશ 3 -61 અંતિમ પ્રકરણ

ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને એમની વચ્ચેના સંવાદ કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. 


"જીતુડા, પૃથ્વી જી ક્યાં છે? મેં બાપુ ને પૂછ્યું તો કહેતા હતા કે એ ઘવાયા છે અને કોઈ હોસ્પિટલમાં છે. જ્યાં એમને મળવા કોને જવા દેતા નથી. મારી સાથે ચાલ મારે હમણાં જ એમને મળવું છે." સોનલ ઉત્કંઠાની જીતુભાને વળગીને કહી રહી હતી. 

"અરે દીકરી એને ચા-નાસ્તો તો કરી લેવા દે. જો આખા શરીરમાં ઉઝરડા પડી ગયા છે, ને એના મોં પરથી લાગે છે કે 3 રાત થી સૂતો પણ નથી. એને થોડો આરામ કરવા દે પછી આપણે હોસ્પિટલ જઈશું." સુરેન્દ્ર સિંહે સોનલ ને સમજાવતા કહ્યું. 

"બાપુ એ મજબૂત છે. હજી 2-3 કલાક આરામ નહિ કરે તો કાય મ... બીમાર નહિ પડી જાય." મોં ફુંગરાવતા સોનલે કહ્યું. અને સુરેન્દ્ર સિંહ માથે હાથ દઈને બેસી પડ્યા જયારે જયાબા અને મોહિની હસી પડ્યા.

xxx 

હોસ્પિટલના રૂમ માં શાંતિ હતી. વિન્ડોમાંથી હળવો પવન અંદર આવતો હતો, કમોસમી વરસાદ હમણાં જ થંભ્યો હતો, પણ હવામાં હજી પણ ભીનાશ અને દવાની સુગંધ ફેલાયેલી હતી. પૃથ્વી અડધો ટેક લગાવીને બેઠો હતો. એની હાથમાં સેલાઇનની નળી હતી, પણ ચહેરા પર શાંતિની રેખાઓ. બહાર વરાંડેના છોડમાંથી પાણીના ટીપાં જમીન પર પડતાં, એ ધીમા સંગીત જેવી ધૂન બનાવી રહ્યા હતા.

દરવાજો ધીમેથી ખુલ્યો. સોનલ અંદર આવી, સફેદ ડ્રેસ માં, હળવા વાળ ખભા પર વિખરાયેલા. એના પગલાં અચકાતા, પણ નજર સ્પષ્ટ અને સ્થિર હતી. એની પાછળ પાછળ જીતુભા,મોહિની જયા બા, સુરેન્દ્ર સિંહ, ગિરધારી, વિક્રમ પૂજા, સુમતિબહેન બધાં અંદર પ્રવેશ્યા. ચારે તરફ શાંતિ હતી. સોનલે બધાને અવગણીને પૃથ્વીને હળવેથી હગ કર્યું. 


"હા, હા, સોનલ બા દુખે છે. " મોં પર બનાવટી  દર્દ લાવીને પૃથ્વીએ કહ્યું. સોનલ બેઠી ગઈ, ખુરશી પર નહીં, પણ પૃથ્વીના બેડ ની બાજુમાં. એક ક્ષણ માટે બંને વચ્ચે નિઃશબ્દતા હતી. વરસાદના અવાજ, હાર્ટ મોનિટરના બીપ્સ, અને બંનેના શ્વાસ — બધું એક થતું ગયું.


"સોનકી હવે તો મને કહે કે બારમા ધોરણના છેલ્લા દિવસે શું થયું હતું. જીતુભાના મનની અકળામણ નો પાર ન હતો આ રહસ્યને જાણવા એણે છેલ્લા પાંચ દિવસ ઉચાટમાં કાઢ્યા હતા. 
"હા સોનલબા મારે પણ જાણવું છે. જ્યારથી આ જા રે જા એ મને કહ્યું કે આ હ.. વિક્રમે તમને બારમા ધોરણના છેલ્લા દિવસ વિશે કંઈક લખીને એને મળવા જવા મજબુર કર્યા ત્યારથી મને મન થાય છે કે હું એનું ગળું દબાવી દઉં. એને મારા પર ખૂની હુમલો કરાવ્યો એ માટે મેં એની પરિસ્થિતિ સમજી ને માફ કર્યો પણ જો કંઈક...


"પૃથ્વી જી, પહેલા મારી વાત તો સાંભળી લો. પછી જો આ વિક્રમ અહીં ઉભો રહે તો તમે ચોક્કસ એને મન ફાવે એ સજા કરજો. અને તમે અને આ જીતુડાએ મને શું ધરી છે. કે મારી સાથે કંઈક અજુગતું થયું હોય પછી ય હું એને મળવા જાઉં? શું હું તમને એટલી બેવકૂફ લાગુ છું.?


"ઓકે, બોલો સોનલબા તમારે શું કહેવું છે. "જીતુભાએ સોનલ ને સોનલબા કહ્યું એટલે સોનલને સમજાયું કે જીતુભા ભુરાયો થયો છે. છેલ્લા 5 દિવસ માં જયારે એની અને જીતુભાની વાત થતી ત્યારે જીતુભા અચૂક પૂછતો હતો કે. એ દિવસે શું થયું હતું.  


સોનલે  ધીમેથી બોલવાનું શરૂ કર્યું. "હું આજે બધું કહી દેવા આવી છું. એ દિવસની બધી જ વાત, જે દિવસની વાત મેં મારા બાપુ ને કે માંથી ય વિશેષ એવા ફૈબાને કે મારા સંકટ સમયની સાંકળ એવા મારા વ્હાલસોયા ભાઈ ને કદી કહી નથી જે વાતની એક માત્ર સાક્ષી મોહિની હતી. અને હા એ સિવાય આ વિક્રમ અને આ સુમતિ આંટી. મને બરાબર યાદ છે એ  બારમું ધોરણ નો અંતિમ દિવસ.”

પૃથ્વીએ આંખો બંધ કરી, જાણે તેને પણ ખબર હતી કે એ શબ્દો અંદર સુધી પહોંચશે.


“એ દિવસ સ્કૂલનો છેલ્લો હતો,” સોનલ કહેવા લાગી.“ક્લાસની છેલ્લી બેલ વાગી ત્યારે બધા એકબીજાને ફોટો ખેંચાવી રહ્યા હતા, સાઇન લખાવી રહ્યા હતા, ફરી કોણ ક્યાં ક્યારે મળી શકશે એ કઈજ કોઈને ખબર ન હતી. સ્મૃતિઓની ખૂણો બનાવી રહ્યા હતા. એ વખતે વિક્રમ કોલેજના ટ્રસ્ટીના પુત્ર કે જે એ વખતે ડિગ્રી કોલેજના પહેલા વર્ષમાં હતો એ મારી પાસે  આવ્યો.”

હોસ્પિટલના રૂમમાં સોનલના શબ્દો જાણે સમયને પાછા ખેંચી રહ્યા હતા. હવે એ દૃશ્ય આંખો સામે જીવતું હતું  યુવાવસ્થાની કાંતિ, સ્કૂલની દીવાલ, અને એ કાફેટેરિયા જ્યાં કોઈ અનહદ ક્ષણ બનવાની હતી.

“એ પહેલાથી બે ત્રણ વાર મારા સુધી પોતાના મિત્રો મારફતે મને પ્રેમ પ્રસ્તાવ મોકલી ચૂક્યો હતો. મને ખબર હતી એ કોઈ પ્રેમ નથી, એ ફક્ત જવાની ની ઉત્કંઠા અને વિજાતીય આકર્ષણ છે. કોલેજમાં અને બારમા ધોરણમાં એ પણ ચર્ચા હતી કે એની બાળપણ ની સખીને એ ચાહે છે. એ અત્યારે ક્યાંક વિદેશમાં ભણી રહી છે. એનો ચહેરો નિર્દોષ હતો, પણ ઈરાદા અણઘડ. મેં એનો પ્રસ્તાવ લાવનાર ને પણ બરાબરના ખખડાવ્યા હતા. ”

“દીવાલ પર અભ્યાસ પૂર્ણ સમારોહ ના પોસ્ટર હજી લટકતા હતા, ચોક ની ધૂળ હવામાં તરતી હતી. પાછળ બેન્ચ પર બેઠેલા મિત્રો ના ચહેરા પરમિશ્કાન થી લઈને અટ્ટહાસ્ય રમતું હતું. અને કેમેરા ના ફ્લેશ એ બારમું ધોરણ ના છેલ્લા પળોને અમર કરી રહ્યો હતો.એ વખતે એ કેન્ટીનમાં આવ્યો, જ્યાં હું મારી સાથીઓ સાથે બેઠી હતી. હાથમાં કોલ્ડ કોફી કપ, બારમું ધોરણ પૂરું થવાનું હતું. અચાનક એણે હાથ પકડીને બોલ્યો. ‘એક વાર વિચારી જો, સોનલ… તું મને ના નથી કહી શકતી.’મને તું ઓળખતી નથી આ કોલેજ મારા બાપુ એ બંધાવી છે. કરોડો રૂપિયા છે મારી પાસે હું તને રાણીની જેમ રાખીશ.”

પૃથ્વી ધ્યાનથી સાંભળતો રહ્યો. એની આંખોમાં રોષ નહોતો, માત્ર સહાનુભૂતિ હતી ટીનેજ માં થનારા વિજાતીય આકર્ષણ થી એ અજાણ ન હતો. 

“એજ સમયે કેન્ટીનમાં પ્રિન્સિપાલ સાથે વિક્રમ ના પિતા મહેન્દ્રભાઈ અને માતા સુમતિબહેન આવ્યા. એ ટ્રસ્ટી તરીકે બિલ્ડિંગ ડેવલપમેન્ટની વાત કરવા આવ્યા હતા. એ ક્ષણે બધાની સામે આ વિક્રમે  હાથ પકડ્યો હતો. મારી અંદર ગુસ્સો ઉછળ્યો.  મને જીતુડા એ શીખવાડ્યું હતું એ  યાદ આવ્યું કે "ટપોરીઓને આત્મસન્માન થી હેન્ડલ કરવાના  શાંતિથી નહીં.”


“હું ઊભી થઈ, અને એને બધાની સામે જોરથી એક લાફો માર્યો. રૂમ માં ફરીથી નિઃશબ્દતા છવાઈ ગઈ. બહાર વીજળી ચમકી, જાણે એ જ લાફાનો પ્રતિધ્વનિ હતો." સોનલની આંખો ભીંજાઈ ગઈ. “કેન્ટીનમાં પિન ડ્રોપ સાઇલન્સ હતું. પ્રિન્સિપાલ સ્થિર થઈ ગયા. મહેન્દ્રભાઈનો ચહેરો પીળો પડી ગયો. સુમતિ આંટી , વિક્રમની મોમ,  મારી પાસે, અમારી પાસે આવ્યા અને એક જોરદાર તમાચો વિક્રમ ના ગાલ પર માર્યો પછી મને કહ્યું. "બેટા, તું સાચી છે. એને માફ કરી દે. જવાનીના આવેગમાં નક્કી એણે કંઈક અજુગતું કર્યું હશે. વિક્રમ તારે આ છોકરી ની માફી મંગાવી જ પડશે. આપણે અહીં ટ્રસ્ટી છીએ આ બધી જ મારી દીકરીઓ છે. અને તારી બહેન થઇ. સમજાયું કઈ તને..."


"એણે મારી સામે માફી માંગી. અને એ જ ક્ષણે વિક્રમની આંખો માંથી એ અહંકારનો તેજ ખોવાઈ ગયું હતું અને પસ્તાવાનું ઝરણું ફૂટી રહ્યું હતું. આટલા પૈસા પાત્ર ખાનદાનનો હોશિયાર પણ હંમેશા ધન અને જવાનીના જોશમાં ઉદ્ધત વર્તન કરનાર એ છોકરાને મારા એક લાફો અને પછીથી એની મોમના એક લાફા અને શિખામણોએ પીઢ બનાવી દીધો. એ પછી વિક્રમ વિદેશ ભણવા ચાલ્યો ગયો. પૂજા એની બાળપણની સાથી હતી. એ જ એની સાચી પ્રેમિકા હતી. એણે પછી એ જ તરફ ધ્યાન આપ્યું. વિજાતીય આકર્ષણનો જે ઉતાવળ હતો, એ પૂજા માટેના પ્રેમ માં રૂપાંતર થયો. અને હવે… તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે.” 

પૃથ્વીએ હળવું સ્મિત કર્યું. “એટલો બારમા ધોરણના છેલ્લે દિવસે તું  જીવનનો મહત્વનો પાઠ શીખ્યો બરાબર ને વિક્રમ." સાંભળીને વિક્રમ મ્લાન હસ્યો અને બે હાથ જોડીને સોનલની માફી માંગતા કહ્યું. "સોનલ, દોસ્ત મેં ઉગતી જવાનીમાં તો ભૂલ કરી જ હતી પણ હમણાં 5-6 દિવસ પહેલા એથીય મોટી ભૂલ કરી. મોમ સાચું કહે છે ને માણસ ઓળખતા નથી આવડતું. મારા કારણે આ પૃથ્વીનો જીવ જોખમમાં પડ્યો એનો એક સાથી જીવન મરણના ઝોલા ખાય છે. પૃથ્વી આ બધું જ જાણતો હતો અને એ છતાંય મારી મોમ ને બચાવવા એ ખડે પગે રહ્યો. અને મારી જિંદગી, મારી પૂજાને બચાવવા પોતાની જીવની પરવા કર્યા વગર લડ્યો અને પૂજાને હેમખેમ પછી લાવ્યો. પૃથ્વી તારો આ અહેસાન..." 


"સોનલબા ને દોસ્ત કહે છે તું વિક્રમ, અને પૂજા મારી દોસ્ત છે. દોસ્તીમાં અહેસાન ન હોય. એ ફરજ હોય.હવે મારા મનમાં તારા પ્રત્યે કોઈ દોષ ની લાગણી નથી. મેં તને માફ કર્યો. બસ." પૃથ્વી એ કહ્યું અને એ સાથે જ વિક્રમ એને ગળે વળગી પડ્યો.  

એજ સમયે દરવાજો ખૂલ્યો. આઈ બી ઓફિસર અંદર આવ્યા અને કહ્યું. "ધર્મેન્દ્ર ચૌહાણે કબૂલાત કરી લીધી છે કે સજ્જન સિંહે એને ઉશ્કેર્યો હતો, પૃથ્વીની હત્યા માટે નકલીની જગ્યાએ અસલી ગુંડા એણે જ મોકલેલ કે જેથી વિક્રમ એમાં ફસાઈ જાય અને એની બધી મિલકતનો માલિક ક એ પોતે અને પછી રાજીવ બની જાય. ધર્મેન્દ્ર અને સજ્જન બંનેનો અંત થઈ ગયો. વિક્રમ નિર્દોષ છે.”

આ સાંભળીને વિક્રમે ઊંડો શ્વાસ લીધો, જાણે ભાર ઉતરી ગયો હોય જયારે પૂજાના ચહેરા પર પ્રથમ વાર એક આછું સ્મિત આવ્યું. એ આગળ વધી પૃથ્વીને હળવેથી હગ કર્યું અને પછી સોનલે ભેટી પડી અને કહ્યું. "સોનલ, બેન મારા આ અડીયલ પ્રેમીએ તને બહુ  હેરાન કરી છે. પ્લીઝ અમને માફ કરી દેજે."


"કઈ વાંધો નહિ પૂજા ભાભી, હવે હું તમારી નણંદ થાઉં, બધો બદલો લઈશ કહીને સોનલ ખડખડાટ હસી પડી.  

હોસ્પિટલના દીવા ધીમા થતા રહ્યા  પ્રકાશ હવે આરામ આપતો હતો, ચમકતો નહોતો.
xxx 


એક અઠવાડિયા પછી.
નાથદ્વારા ની નજીક અરાવલીના ટેકરીઓ પર ચારેય ઊભા હતા — જીતુભા–મોહિની, પૃથ્વી–સોનલ. સૂર્ય ઢળી રહ્યો હતો, ઘંટી નો નાદ મંદિરમાંથી આવી રહ્યો હતો.
હવાની ઠંડકમાં ઘાસની સુગંધ હતી — જંગલ, જે ક્યારેક ભયજનક લાગતો, હવે શાંત અને પવિત્ર લાગતો હતો.

જીતુભાએ કહ્યું, “અહીં ક્યાંક એ ખજાનો દાટેલો હતો. પણ હકીકતમાં આપણે જે મેળવ્યું છે એ જ સાચો ખજાનો છે.”

મોહિની હસીને બોલી, “હવે તું ખજાનાની શોધ છોડીને ઘર બનાવી લે.”

જીતુભા એ હાથમાં રાખેલ પથ્થર જમીન પર મૂક્યો — જાણે કોઈ અધ્યાય પૂરો કર્યો હોય.

“હા, તલાશ હવે પૂરી થઈ ગઈ છે.” સોનલે હાથ જોડીને કહ્યું,

પૃથ્વી એ આકાશ તરફ જોયું. ને કહ્યું “સાચું છે. ક્યારેક તલાશ બહાર નથી હોતી, એ મનની અંદર પૂરી થાય છે.”

પવનમાં ઘંટ નાદ વહી રહ્યો હતો, જે અંત નહીં, નવો આરંભ હતો. સૂર્ય અસ્ત થતો હતો. નાથદ્વારા ની પહાડીઓ પરથી સોનેરી પ્રકાશ ફેલાતો હતો. પૃથ્વી અને સોનલ હાથમાં હાથ રાખીને ચાલતા રહ્યા.
પાછળથી જીતુભાનો અવાજ આવ્યો,

“તલાશ પૂરી થઈ ગઈ... હવે શરૂઆત છે જીવનની.” હવામાં ઘંટ નાદ, ધરતીની સુગંધ, અને માનવની જીતનો અહેસાસ હતો.


xxx  

પાકિસ્તાન ના એ હાઇ એન્ડ સિક્યુરિટી વિસ્તાર ના બે જોડાયેલા બંગલાના કોમન બગીચામાં 7 લોકો બેઠા હતા. હની- ઈરાની,  મિસિસ હની-ઈરાની, નાઝ અઝહર અને શાહિદ. જોકે ત્રણે જુવાનિયા ના શરીર પર ઠેક ઠેકાણે પાટા પિંડી હતા. પણ હાલમાં એ લોકો એ ઘાવ પ્રત્યે બેદરકાર હતા.

"નાઝ, હવે તો તારે ફાઇનલ કરવું જ પડશે કે તું અમારામાંથી કોને સાસુ બનાવવા માંગે છે." નાઝ ની ચાચી-મામીએ એક સાથે કહ્યું. 

"મારે તો તમને બન્ને ને સાસુ બનાવવા છે." સહેજ નફ્ફટ થતા નાઝે કહ્યું. અને પછી સહેજ સિરિયસ થતા કહ્યું. મેં પહેલા જ કહ્યું છે કે દેશ ની જવાબદારી, મિશન, આ બધું મને એક ગૃહિણી બનતા રોકે છે. મરાય અરમાન છે કે મારો સોહર કામ પરથી પાછો આવે એટલે હું ને મારા ઢગલો એક બાળકો એને વળગી પડીયે. પણ આ જન્મ માં તો એ શક્ય લાગતું નથી અને રહી વાત વંશ વધારવાની તો તમે છયે મળીને નક્કી કરી લો કે મારે પહેલા કોનો વંશ વધારવો હું અઝહર અને શાહિદ બન્ને દ્વારા  એક એક બાળકને જન્મ આપીશ. મને એ બન્ને પસંદ છે. પણ આ બન્ને એ મને જીતુભા સામે મારો બદલો લેવામાં મદદ કરવી પડશે." 

"પણ એ કેવી રીતે શક્ય  છે? સમાજ શું કહેશે?" એક સાથે હની, ઈરાની, મિસિસ હની, મિસિસ ઈરાની, અઝહર અને શાહિદ બોલી ઉઠ્યા.  

"સમાજ અને પરંપરા તો યુગો થી કોઈ પણ ને કંઈપણ બાબતમાં રોકતા ટોકતા રહે છે. આપણે પાકિસ્તાની છીએ પણ શું આપણે મહાભારત વિશે નથી જાણતા? દ્રૌપદી ને કેટલા વર હતા કઈ યાદ છે? મને સમાજની નથી પડી અમે ત્રણે નાનપણથી સાથે મોટા થયા છીએ. મને બન્ને સાથે લગાવ છે. બન્ને મારા માટે જીવ ઓળઘોળ કરવા તૈયાર  છે. હજી થોડા દિવસ પહેલા જ ગોળીઓના વરસાદ વચ્ચે હું મૂર્ખ ની જેમ ખાલી ગન લહેરાવતી ઉભી હતી તો આ બે જ હતા જે પોતાના જીવની પરવા  કર્યા વગર મને ત્યાંથી ઊંચકી ને લઇ આવ્યા હતા. અને તમને જો આ પરદેશમાં રૂઢિચુસ્તતા ને એવા બધા વાંધા હોય તો આપણે યુરોપ માં શિફ્ટ થઇ જાશું બસ.." 


xxx   


જીતુભા મોહિની ઉભા  ઉભા બધાના અભિનંદન સ્વીકારી રહ્યા હતા. તેમના લગ્નનું રિસેપ્શન હતું.  નવો જીવન પ્રારંભ, લગ્નની ઉજવણી, મોહિનીની આંખોમાં ચમક.લાઈટ્સની ઝળહળ વચ્ચે સૌને લાગ્યું કે એ હનીમૂનના વિચારથી ખુશ છે. પણ અંદરથી એની આંખોમાં કંઈક બીજું જ ચમક્યું, જેમ કે લાંબા વિરામ પછી કોઈ જૂનો અધૂરો અધ્યાય ફરી બોલાવી રહ્યો હોય.

સુમિતે આગળ આવીને જીતુભાના હાથમાં એક કવર આપતા કહ્યું. કવર આપ્યું.

“જીતુભા, હનીમૂન માટે યુએસની ટિકિટ બુક થઈ ગઈ છે.”

મોહિની એ કવર ખોલ્યું — અંદર ટિકિટ ઉપરાંત એક નાનો સોનેરી ચાવી નો ગુચ્છો હતો.
ચાવીના કીચેન પર લખેલું હતું: “S-13 | Houston”

મોહિનીએ હળવી હાસ્ય સાથે પૂછ્યું,

“આ શું છે?”

જીતુભા એ ધીમેથી કહ્યું,  “આ ટ્રીપ એ માત્ર આપણું હનીમૂન નથી ... કંઈક નવી તલાશ  શરૂ થાય છે.”


સંપૂર્ણ