મારો દરરોજનો એલાર્મ ટાઈમ ફિક્સ હતો એટલે ફક્ત આજે વહેલા ઊઠવાની કાઈ ખાસ જરૂર નહોતી. હું મારા રેગ્યુલર ટાઇમ ૭:૩૦ વાગતા જેવો ઊઠી ગયો હતો અને નાહીને રેડી થઈ ગયો હતો. આમ તો હું જીન્સ કરતા વધુ ફોર્મલ કપડાજ પહેરતો હતો કારણકે મારી પર્સનાલિટી પ્રમાણે મારા પર ફોર્મલ કપડાં વધુ શૂટ થતા હતા અને આજ કારણથી હું દરરોજ ઓફિસવર્ક માટે હંમેશા ફોર્મલ કપડાજ પહેરતો હતો. ક્યારેક બહાર ફરવા જવાનું હોય એ સમયે જીન્સ અને ટી-શર્ટ પહેરતો હતો. આજે પણ મે નેવી બ્લ્યુ કલરનો શર્ટ અને લાઇટ ગ્રે કલરનું પેન્ટ પહેર્યું હતું. સવારમાં મે વંશિકાને ફક્ત એક સિમ્પલ ગુડમોર્નિંગનો મેસેજ કરી દીધો હતો જેનો હજી સુધી કોઈ જવાબ આવ્યો નહોતો. હજી મારા પાસે અડધા કલાકનો સમય હતો જે પૂરતો હતો જયંત સરે મોકલેલા ઇમેઇલ ચેક કરવા માટે. મે મારું લેપટૉપ ઓપન કર્યું અને જયંત સરે મોકલેલા મેઈલ ઓપન કરીને બધી ડિટેલ બ્રીફ કરી લીધી. થોડીવારમાં મારા મોબાઈલ પર ફોન આવ્યો જે ડ્રાઈવરનો હતો એણે મને જણાવ્યું કે હું ૧૫ મિનિટ જેવા સમયમાં તમારા ઘરે પહોંચી જઈશ. અવિ અને વિકી પણ રેડી થઈ ગયા હતા અને તે લોકો પોતાના રેગ્યુલર સમય પર નીકળી પણ ગયા. થોડીવારમાં ફરીવાર ડ્રાઈવરનો ફોન આવ્યો એણે મને જણાવ્યુંકે હું તમારા ફ્લેટની નીચે ઊભો છું અને વેઇટ કરું છું. મે એણે તરત નીચે આવું છું એવું જણાવ્યું અને હું મારું લેપટૉપ બેગમાં મૂકીને ઘર લોક કરીને લિફ્ટમાં એન્ટર થયો. અમારું ઘર ત્રીજા ફ્લોર પર હતું એટલે ક્યારેક લિફ્ટ બંધ હોયતો નીચે ઉતરવામાં વધુ પડતી તકલીફ થાય એવું નહોતું.
હું નીચે ઉતર્યો અને ડ્રાયવરને ગુડમોર્નિંગ વિશ કર્યું અને એને પણ મને સામે એટલીજ રિસ્પેક્ટથી જવાબ આપ્યો.
ડ્રાઈવર :- સર, આપડે રીજેન્ટા ઈન જવાનું છે ને ?
હું :- હા ત્યાં જવાનું છે તમે જોયેલું છે ને ?
ડ્રાઈવર :- હા સર, હું ૨-૩ વખત જયંત સરની સાથે ત્યાં ગયેલો છું. સર, કારની બેક્સીટ પર એક ફાઇલ મૂકી છે જે જયંતસરે તમને આપવા માટે કહ્યું હતું.
હું :- સારું હું લઈ લઉ છું.
હું કારમાં બેસી ગયો અને એ ફાઇલમેં મારા હાથમાં લઈ લીધી. અમે લોકો અમારા ડેસ્ટિનેશન તરફ આગળ વધવા લાગ્યા. એટલામાં મને જયંતસરનો ફોન આવ્યો.
જયંત સર :- હેલો રુદ્ર, તું નીકળી ગયો ?
હું :- હા સર, બસ થોડીવાર પહેલાજ.
જયંત સર :- મેં ડ્રાઈવર સાથે એક એગ્રીમેન્ટની ફાઇલ મોકલાવી છે આઈ હોપ તને મળી ગઈ હશે.
હું :- હા સર મને મળી ગઈ છે અને મારી પાસેજ છે.
જયંતસર :- ઓકે, સારું તું મિટિંગ અટેન્ડ કરી લે એન્ડપછી મને ગુડન્યુઝ આપજે.
હું :- ઓકે સ્યોર, સર.
લગભગ ૧:૩૦ કલાક જેવો રસ્તો હતો અને હું ફ્રી હતો આ સમય પર એટલે મેં ફાઇલ ઓપન કરી અને તે rid કરવાનું શરૂ કર્યું અને સાથે ફરીવાર મારું લેપટૉપ ઓન કર્યું અને ફરી એકવાર આખી ડિટેઇલ બ્રીફ કરવાનું વિચાર્યું. હું મારા કામ પર ધ્યાન આપી રહ્યો હતો આમ જોવા જાયતો મારી બ્રેઇન મેમરી થોડી શાર્પ હતી જેના કારણે હું લાંબા સમય સુધી યાદ રાખી શકતો હતો પણ ફ્રી ટાઈમમાં શું કરવું એ સમજાતું નહોતું એટલે વિચાર્યુકે ફરી એકવાર યાદ કરી લઈએ તો વધારે સારું. મારું કામ પૂરું થતા હું ફરીવાર ફ્રી થઈ ગયો હવે બીજું કઈ કામ હતું નહીં એટલે વિચાર્યુકે ચાલો હવે પાછો મોબાઈલ હાથમાં લઈએ. મને તરત વિચાર આવ્યોકે સવારેમે વંશિકાને મેસેજ કરેલો જેનો કોઈ જવાબ નહોતો આવ્યો. મે મારો મોબાઈલ ડેટા ઓન કર્યો અને થોડીવારમાં મોબાઈલના નોટિફિકેશનો શરૂ થઈ ગયા જેમાં ઘણા બધા મેસેજો આવ્યા હતા જે મે જોવાનું ટાળ્યું અને મારું વોટ્સએપ ઓપન કર્યું. વંશિકાનો ગુડમોર્નિંગનો જવાબ ગૂડમોર્નિંગથી આવ્યો હતો ૨૦ મિનિટ પહેલા. મે મોબાઈલમાં જોયું લગભગ ૧૦:૦૦ વાગી ગયા હતા એટલે એટલું કન્ફર્મ થયું કે વંશિકા ઓફિસ પહોંચી ગઈ હશે અને એને ત્યાંથી મેસેજ કર્યો હશે. આમ તો ઓફિસ પર જઈને તે પોતાના કામમાં વ્યસ્ત થઈ જતી હતી અને ત્યાં તે મોબાઇલનો વધુ પડતો ઉપયોગ ટાળતી હતી એવું એકવાર તેણે મને જણાવ્યું હતું. એટલે મને લાગ્યુકે કદાચ હવે એને મેસેજ કરીશતો એનો કોઈ જવાબ લગભગ આવવાની શક્યતા ઓછી છે એ પણ લંચટાઇમ સિવાય છતાં મિ એને એક મેસેજ કરી દીધો. "ચા-નાસ્તો કર્યો ?"
મે મારો મોબાઈલ મારી બાજુમાં મૂકી દીધો એન્ડ બહાર તરફ જોયું વડોદરા પહોંચવાની તૈયારીજ હતી. હમણાંતો હું ક્યારનો મારા કામમાં વ્યસ્ત હતો એના કારણે ક્યારે ડ્રાઈવરે કારમાં ધીમા અવાજે સોંગ ચાલુ કરી દીધેલા એનો મને ખ્યાલ નહોતો. કદાચ એ ભાઈ ચૂપચાપ ડ્રાઇવિંગ કરીને કંટાળ્યા હશે એટલે સોંગ ચાલુ કરી દીધા એવું મને લાગ્યું. મે અમારો બંન્નેનો કંટાળો દૂર કરવા એમની સાથે વાત કરવાનું વિચાર્યું.
હું :- તમે હજી હમણાંજ જોબ શરૂ કરી છે ?
ડ્રાઈવર :- ના સર, હું ૧૦ જેવા વર્ષથી આ જોબ કરી રહ્યો છું.
હું :- પણ મે પહેલાતો તમને ક્યારેય જોયા નથી ? અને તમારું નામ શું છે ?
ડ્રાઈવર :- સર મારું નામ રાકેશ છે અને હું વિજયભાઈ ની જગ્યાએ ટ્રાન્સફર થયો છું એમને બીજી કંપનીની કેબમાં ટ્રાન્સફર કર્યા છે. (જનરલી મોટી કંપનીઓ પોતાની કેબ ક્યારેય રાખતી નથી. તે અવાર-નવર થર્ડ પાર્ટી તરફથી કેબ હાયર કરે છે કારણકે એક્સિડન્ટ જેવા કેસમાં જો કંપનીનું નામ ઈન્વોલ્વ થાયતો એની અસર કંપનીની ઇમ્પ્રેશન પર પડે છે એટલે સ્વભાવિક છે કે ડ્રાઇવરોની બદલી થતી રહે છે)
હું :- ખૂબ સરસ એટલે તમને ડ્રાઇવિંગનો ખૂબ સારો એવો અનુભવ છે.
રાકેશ :- હા સર, હવે આ અમારી રોજી- રોટી છે એટલે એમાં પૂરતું ધ્યાન આપવું અમારી ફરજ છે.
એટલીવારમાં રાકેશભાઈનો ફોન વાગે છે અને તેઓ રીસીવ કરે છે. એમની ૪-૫ મિનિટ જેવી ફોન પર વાત ચાલી. આમતો આપણે કોઈની પર્સનલ વાતો સાંભળવી ન જોઈએ પણ તેઓ કોઈ હોસ્પિટલ રિલેટેડ વાતો કરી રહ્યા હતા એટલે મારું ધ્યાન એમના તરફ ગયું. એમનો ફોન પૂરો થતા આખરે મારાથી પૂછાઈ ગયું.
હું :- રાકેશભાઈ, ઘરમાં કોઈ હોસ્પિટલ રિલેટેડ તકલીફ છે ?
રાકેશભાઈ :- ના સર એવું કાંઈ ખાસ નથી પણ મારી દીકરીનો ફોન હતો તે મારી વાઈફને લઈને ડોક્ટર પાસે જઈ રહી છે આજે એની એપોઈમેન્ટ હતી.
હું :- શું થયું છે તમારી વાઈફને ?
રાકેશભાઈ :- સર સ્ટોરી થોડી લાંબી છે અને આપણે પહોંચવા આવ્યા છીએ તો એટલે હું રીટર્નમાં જણાવીશ.
હું :- કોઈ વાંધો નહી આરામથી જણાવજો.
થોડીવારમાં અમે લોકો હોટલ પર પહોંચી ગયા. રાકેશભાઈએ મને હોટલના ગેટ પાસે ડ્રોપ કર્યો. "સર, હું ગાડી પાર્ક કરવામાટે જાઉં છું અને તેમાંજ આરામ કરીશ. તમારુ કામ પૂરું થઈ જાય એટલે મને ફોન કરજો હું તમને લેવા માટે આવી જઈશ." આવું બોલીને ગાડી લઈને નીકળી ગયા. હું હોટલમાં દાખલ થયો અને રિસેપ્શન પર મારું વિઝિટિંગ કાર્ડ દેખાડ્યું. ત્યાં બેઠેલા છોકરાએ એમના મેનેજરને કોલ કરીને બોલાવ્યા. થોડા ટાઈમમાં તેમના મેનેજર આવીને મને એક કોન્ફરન્સ રૂમમાં લઈ ગયા જે ખાસ અલગ રીતે ફક્ત મિટિંગ માટે રેડી કરાયો હતો. હું અંદર દાખલ થયો ત્યારે હજી સુધી કોઈ આવ્યું નહોતું કારણકે મિટિંગમાં હજી ૧૫ મિનિટ જેવો સમય બાકી હતો. મે મારું બેગ ટેબલ પર મૂક્યું અને વોશરૂમમાં ફ્રેશ થવા માટે ગયો. બહાર આવીને હું ફરીવાર મારી ખુરશીપર બેઠો અને એટલીવારમાં ક્લાયન્ટ કંપનીના મેનેજર મિ. આર. કે. મૂર્થી એન્ડ સાથે એમની બીજો ૩ લોકો જેવો સ્ટાફ આવ્યો. મને લાગ્યું હું કમ્પ્લિટ ટાઈમપર પહોંચ્યો હતો. એમને આવીને તરત મારી સાથે નમ્રતાથી હાથ મિલાવ્યો અને ગુડમોર્નિંગ કહ્યું. મે પણ સામે જવાબમાં એમણે હાથ મિલાવીને ગુડમોર્નિંગ કહ્યું. મિ. મૂર્થીની ઉમર લગભગ ૫૦ આસપાસની દેખાતી હતી અને તેઓ તમિલનાડુથી બિલોંગ કરતા હતા જે વસ્તુની જાણ મને પહેલાજ એમના ચહેરા પર લગાવેલા તિલક અને બોલવાની સ્પીચથી થઈ ગઈ હતી. કારણકે તેઓ એમની સ્પીચ તમિલ ભાષાના ટોનમાં બોલી રહ્યા હતા પણ છતાં મને તે જાણીને ખુશી થઈ કે તે સરસ એવું ગુજરાતી બોલી રહ્યા હતા અને તેમણે આપણી માતૃભાષાને અહીંયા રહીને પોતાના દિલમાં અલગ સ્થાન આપ્યું હતું.
મિ. રુદ્ર ગજ્જર ? મૂર્થી સરે મને પૂછ્યું.
હું :- હા સર, રુદ્ર ગજ્જર અને હું જયંતસરની જગ્યાએ આ મિટિંગ અટેન્ડ કરવા માટે આવ્યો છું કારણકે તેઓ થોડા વધુ પડતા વ્યસ્ત શિડ્યુલથી પસાર થઈ રહ્યા છે.
મૂર્તિ સર :- યસ યસ, બાય ધ વે આઈ એમ મિ. મૂર્થી એન્ડ મિ. જયંતે મને જણાવ્યું હતું કે અમારી ટીમના ગુડ કોમ્યુનિકેટિવ, એન્ડ સ્કીલ લીડર રુદ્ર મારી જગ્યાએ મિટિંગ અટેન્ડ કરશે. પ્લીઝ ટેક યોર સીટ ધેન વી સ્ટાર્ટ ઓવર મિટિંગ.
જયંતસરનું મારા વિશેના આવા સકારાત્મક વિચારો મૂર્થી સર પાસેથી જાણીને મને વધુ ખુશી થઈ.
હું :- સ્યોર સર.
મૂર્થી સર :- સોરી મી. રુદ્ર આઈ ફોરગોટ ટુ ઇન્ટ્રોડ્યુઝ મી સ્ટાફ ટીમ. મીત મિ. અંકિત એઝ ઓવર સિનિયર મેનેજર, મિ. ધવલ ઓવર માર્કેટિંગ મેનેજર એન્ડ મિ. હાર્દિક ઓવર ઓપરેશન મેનેજર.
મે દરેક લોકો સાથે હાથ મિલાવ્યો અને અમે અમારી સીટ પર બેઠા. અત્યાર સુધીમાં મે ઘણીવાર નાની એવી મિટિંગ કરી હતી પણ એ બધી અમારી ઓફિસના કોન્ફરન્સ રૂમ સુધી સીમિત હતી જે અમારા નાના મોટા ક્લાયન્ટ હતા પણ આજે આ એક મોટી મિટિંગ હતી જેના કારણે અમારી કંપનીને એક મોટો પ્રોજેક્ટ મળવાનો હતો. આવી મિટિંગ ખરેખર જયંતસર અટેન્ડ કરતા હતા પણ આ વખતે તેમણે મારા પર વિશ્વાસ કરીને એમની જગ્યાએ મને અટેન્ડ કરવા માટે મોકલ્યો હતો જેના પરથી મને એમને મારા પર કરેલ ભરોસા અને મારી પાસેથી રાખેલી અપેક્ષાનો અનુભવ થતો હતો એટલે આ મિટિંગ કોઈપણ કાલે નિષ્ફળ ના જાય એ સંપૂર્ણપણે મારી જવાબદારી હતી.
હું :- ગુડમોર્નિંગ ટીમ મેમ્બર્સ, સૌ પ્રથમ હું તમારા બધાનો આભારી છું કે આટલી બધી સૉફ્ટવેર કંપનીઓ હોવા છતાં તમે લોકોએ અમારી કંપનીને સિલેક્ટ કરીને આ પ્રોજેક્ટ અમારી કંપનીને આપીને તમારી સાથે કામ કરવાની એક સુવર્ણ તક આપી અને હું તમને વિશ્વાસ અપાવવા માગુ છું કે અમારી કંપની તમારા પ્રોજેક્ટને લગતી તમામ સર્વિસ આપવા માટે ખરી ઊતરશે.
અને આ સાથેજ મેં મારી કંપની વિશે થોડી ડિટેઇલ એમને બ્રીફ કરી અને જયંતસર દ્વારા મોકલેલ પ્રેઝન્ટેશન એમની સામે ઓપન કર્યા. ધીરે ધીરે કરીને મેં અમારા કંપનીની પોલિસી,કામ કરવાની ક્ષમતાઓ અને એમના પ્રોજેક્ટ રિલેટેડ સર્વિસ કઈ રીતે પૂરી પાડીશું એનું એક સારા ઉદાહરણ તથા એની કંપનીઓના રિવ્યૂ સાથે પૂરું પાડ્યું. અમારી મિટિંગ દરમ્યાન હું એમની સાથે પ્રોપરલી કોમ્યુનિકેશન કરીને એ લોકોના ડોટ ક્લીયર કરી રહ્યો હતો અને જેના કારણે મને ચોક્કસપણે મને એમના તરફથી પોઝિટિવ પોઇન્ટ મળી રહ્યા હતા. લગભગ ૨:૦૦ કલાક જેવા સમય પછી અમારી મિટિંગ પૂરી થઈ અને ફાઇનલી એ લોકો અમને આ પ્રોજેક્ટ આપવામાટે કન્વિન્સ થઈ ગયા હતા.
મે મારા બેગમાંથી એગ્રીમેન્ટની ફાઇલ કાઢી અને મૂર્થી સર પાસે એને પહોંચાડી. તે લોકોએ વાંચી અને પછી મૂર્થી સરે એના પર એગ્રીમેન્ટ સાઈન કરીને એમણે પોતાની સાથે કામ કરવાની એક નવી તક આપી.
ફાઇનલી અમારી મિટિંગ ઓવર થઈ અને હવે સમય હતો મિ. મૂર્થી અને તેમની ટીમને ગુડબાય કહેવાનો. એમના દરેક મેમ્બરે ફરીવાર અમારી ડીલ ફાઈનલ થવા માટે મને કોંગ્રેચ્યુલેશન વિશ કર્યું અને મારી સાથે હાથ મિલાવ્યો. લાસ્ટમાં મૂર્થી સર મારી પાસે આવ્યા અને તેમણે મારી સાથે હાથ મિલાવીને કહ્યું.
મૂર્થી સર :- મી.રુદ્ર તમારી સાથે મિટિંગ કરવાનો ખૂબ સારો અનુભવ રહ્યો. મને તમારો કોન્ફિડન્સ અને કંપનીમાટે કામ કરવાની ઉત્સુકતા તથા મહેનત ખૂબ સારી લાગી. આઈ હોપ આપણી હજી પણ આગળ આવી મિટિંગ્સમાં મુલાકાત થશે. બાય ધ વે ફરી ક્યારેક વડોદરા આવો ત્યારે જરૂરથી થોડો સમય કાઢીને મળજો અને મિ. જયંતે મારા તરફથી કોંગ્રેચ્યુલેશન વિશ કરજો.
હું :- તમારો ખૂબ ખૂબ આભાર સર કે તમારી કંપનીની જે અપેક્ષાઓ હતી તે અમે પૂરી પાડવામાં સફળ રહ્યા. એન્ડ આઈ અલ્સો હોપ આપડી ફરી ક્યારેક જરૂર મળીશું. નાઇસ ટુ મીત યુ એન્ડ યોર ઓલ ટીમ મેમ્બર્સ.
ફાઇનલી હવે મિટિંગ પૂરી થઈ અને મિ. મૂર્થી એમની ટીમ સાથે કોન્ફરન્સ રૂમની બહાર જવા માટે રવાના થયા. હું એમને રૂમના દરવાજા સુધી મૂકવા સાથે ગયો અને પછી મારી ચેર પાસે પાછો આવ્યો. હવે મારે મારું બેગ પેક કરવાનું હતું અને રાકેશભાઈ ફોન કરીને ઇન્ફોર્મ કરવાનું હતું કે હું ફ્રી થઈ ગયો. હું મારી ચેર પર આવીને બેઠો અને મેં નાહકનો શ્વાસ લીધો કારણકે આ મારી પહેલી મિટિંગ હતી એક પ્રોજેક્ટ રિલેટેડ અને તે સક્સેસ થતા હું અત્યારે ખૂબ ખુશ હતો. હું મારી ખુશી જાહેર કરી શકું તમે નહોતો કારણકે આમ પણ અત્યારે હું એકલો હતો. ફાઇનલી મે મારું બેગ પેક કરવાનું શરૂ કર્યું. એગ્રીમેન્ટ ફાઇલ અને લેપટૉપ મે મારી બેગમાં મૂક્યું અને ફરીવાર ફ્રેશ થવા માટે ગયો. ફ્રેશ થઈને બહાર આવ્યો અને મારી ઘડિયાળમાં સમય જોયો ત્યારે ખબર પડી કે મિટિંગ પૂરી થવામાં ૨:૪૦ જેવો સમય થઈ ગયો હતો. અત્યાર સુધીમાં મારા જીવનની આ સૌથી લાંબી મિટિંગ રહી ચૂકી હતી. મે ફટાફટ મોબાઈલ કાઢ્યો અને રાકેશભાઈને ફોન કર્યો અને તેમણે મને પિક કરવામાટે હોટલના ઇન્ટર્ન્સ પર આવવા માટે કહ્યું. હું રૂમની બહાર નીકળ્યો અને સૌથી પહેલા રિસેપ્શનિસ્ટ પાસે ગયો અને મારું ચેક આઉટ કર્યું. કોન્ફરન્સ હોલનું જે કઈ બિલ હોય છે તે કંપની એડવાન્સમાં પે કરી દેતી હોય છે એટલે મારે ત્યાં કોઈ જાતનું બિલ પેમેન્ટ કરવાની જરૂર નહોતી. હું ત્યાંથી ચાલતો થયો અને હોટલના ઇન્ટર્ન્સ પાસે ગયો જ્યાં રાકેશભાઈ પહેલાથી બહાર કાર ઉભી રાખીને રાહ જોઈ રહ્યા હતા. મે મારો મોબાઈલ કાઢ્યો અને મને યાદ આવ્યું કે સવારે વંશિકાને મેસેજ કર્યો એનો જવાબ હજી જોવાનો બાકી હતો કારણકે જોબ પર ગયા પછી તે જલ્દી જવાબ આપશે એવી મને કોઈ અપેક્ષા નહોતી અને ફરીવાર મોબાઈલ ડેટા ઓન કર્યો. મારા નોટિફિકેશનો ચાલુ થયા અને સાથે-સાથે વંશિકાનો મેસેજ પણ આવેલો હતો પણ હું કાર પાસે પહોંચી ગયો એટલે મોબાઈલના ચક્કરમાં કોઈ સાથે અથડાવા કરતા મને કારમાં બેસીને મેસેજ વાંચવાનું યોગ્ય લાગ્યું.