.....
...્્..્. ગુજરાત સૌરાષ્ટ્રનું જુનાગઢ અને જુનાગઢ નો ગીરનું ગાઢ જંગલ અને આ જંગલનું નામ "સંતોષી",,, હવે તમે વિચારતા હશો કે આવું નામ કેવી રીતે એની પાછળ પણ એક નાનકડી વાર્તા છે,, કેટલા વર્ષો પહેલા બન્યું એવું કે એક શૂરવીર સિંહણ સંતોષી આ જંગલમાં રાજ કરતી હતી અને જંગલના રક્ષા રૂપે પોતાનું બલિદાન આપ્યું છે અને એ સિંહણનો એક નિયમ હતો એ કોઈપણ પ્રાણીને મારીને ખાય નહીં જે પ્રાણી કે પછી પશુ પંખી કુદરતી મોતથી મર્યા હોય પછી એનું શરીર પોતે પોતાના ભોજનમાં ઉપયોગ લે ,,આ નિયમ ના લીધે તે આજુબાજુના વિસ્તારમાં પ્રસિદ્ધ સિંહણ સંતોષી હતી અને પછી આ પરથી એના ગયા પછીથી આ જંગલ નું નામ "સંતોષી જંગલ" રાખ્યું..
જંગલ માં અને ગુફાઓ અને ગુફાઓમાં અનેક મોટા પ્રાણી અને ઝીણા મોટા પણ,,,,
..... જંગલી રમણીયતા તમે જુઓ તો બે ઘડી ત્યાં બેસી રહો ધીરે ધીરે ઝરણા વહે નાનકડી નદીઓ વહે, દસ પંદર દિવસે વરસાદ વરસે ઝીણા છટા સાથે, અને ત્યાં સવારમાં પંખીઓનો કલરવ, પ્રાણીઓનો ઘોંઘાટ ભર્યો અવાજ જાણે જંગલ હસતા મોઢે ઉઠતું હોય અને હસતા મોઢે સૂતું હોય એવું લાગે,,
.... આ જંગલમાં સૌથી મોટો પરિવાર કોઈનો હોય તો તે છે વરુ નો પરિવાર,, તેના પરિવારમાં લગભગ 300 થી 400 પ્રજાતિ વાસ કરે,, અને તમે કહી શકો આ જંગલનો રાજા પણ વરુ નો સૌથી મોટો મુખીયા,, કાલી વરુ,, છે,, અને આ કાલી ખૂબ જ ગુસ્સે વાળો અને અધર્મી અજ્ઞાની અને દયા વગરનો મતલબ કોઈપણ પ્રાણીઓને ગમે ત્યારે હેરાન પરેશાન કરે મારીને ખાય અને માતાથી તેના બચ્ચા ને પણ અલગ કરી નાખે,, તમે કહી શકો આખું જંગલ આ કાલી વરુથી પરેશાન હતુ,, આખા વરુ ના પ્રાણીઓનાં ઝુંડથી હેરાન પરેશ નથી તમે કહી શકો દીપડા વાઘ ચિતા ગેંડા અને સૌથી હેરાન કરવા વાળી વાત સિંહ પણ આ ખાલી વરુ અને તેના પ્રજાતી થી દુઃખી હતા પરંતુ હવે કોઈ કંઈ કરી ના શકે કારણ કે સૌથી વધારે પ્રજાતિ આ જંગલમાં વરુની હતી એટલે રાજ પણ એનું ચાલે,,
...... એક નાનકડો વાંદરો ઢબુ બૂમો પાડતો પાડતો જંગલની પાછલા ભાગમાં મીંઢોરી ગુફામાં સંતાઈ જાય છે અને બૂમો પાડે કે બચાવો બચાવો મને આ ખાલી રાજા થી બચાવો. મેં કંઈ ગુનો કર્યો નથી ને માત્ર એક મારા દોસ્ત કાગડાને બચાવ્યો એને મારીને ખાવા માંગતા હતા. આ વરુ પ્રજા ,,
.... ઢબુ વાંદરાની બૂમો સાંભળીને આખું જંગલ મીંઢોરી ગુફાની સામે ભેગા થઈ જાય છે,, હવે તમને કહી દઉં મીંઢોરી ગુફા મતલબ ત્યાં માત્ર સાચા અને ઈમાનદાર પ્રાણીઓ વાત કરે અને આ ગુફામાં વાઘ દીપડા ચિતા ગેંડા જંગલી ભેંસ ગાય વાંદરા કાગડા કોયલ કાબર ચકલી બગલા તેતર હંસ મોર પોપટ અને બીજા અનેક પ્રાણી અને આ ગુફાનું રક્ષણ કરવાનું કામ અને તમે કહી શકો મુઠીયા મતલબ" સુશીલ"સિંહ...
.... સુશીલ સિંહ પોતે પરાક્રમી બહાદુર શૂરવીર અને બીજાનો માટે કારી રાત્રે પણ જાગવા વાળો પ્રાણી અને જંગલનો ચોથો ભાગ પ્રાણી અને પશુ પક્ષી એ આ ગુફામાં વસવાટ કરે... અને આ સુશીલ સિંહ પોતે રક્ષા પણ કરે અને આજે વાંદરો એના પાછળ છુપાવીને રડતો બુમો પાડે...
.... ત્યારે સામેથી અવાજ આવે,, એ સુશીલ સિંહ એ ઢબુ વાંદરાને અમારી પાસે હાજર કરી દે નકર તારે અને તારા પશુ પક્ષીઓને પણ બધું ભોગવવું પડશે આ અવાજ કાલી વરુ નો હતો અને એ ખૂબ ક્રોધમાં હતો,,
... પોતાના બે ડગ આગળ ભણતા સુશીલ સિંહ અવાજ કાઢે.. ભલે અમારે બલિદાનમાં મોત દેવું પડે તને પણ જે મારા શરણે આવે એને હું બચાવવા લડાઈ પસંદ કરીશ અને હવે બહુ થઈ ગયું તારો ત્રાસ દિવસ અને દિવસે વધતો જાય આ સાંભળી બધા પશુ પક્ષી અને પ્રાણી એકબીજા સાથે લડાઈ કરવા લાગે...
.... અનેક પશુ પક્ષી ઘાયલ થઈ જાય કારણ કે વરુની પ્રજાતિ વધારે હતી અને આ ગુફામાં માત્ર થોડાક જ પશુ પક્ષીને પ્રાણી હતા... ત્યારે સુશીલ સિંહ પોતે એક અવાજ કરે.. બધા પશુ પક્ષી અને પ્રાણી મીંઢોરી ગુફાની પાછળના રસ્તે થી છુપાઈને બીજું જંગલ આપણું છે નદીને પેલે પાર ત્યાં જતા રહો હું આ વરુ પ્રજાતિને અહીં રોકી રાખું અને ત્યાં જંગલના રસ્તા પર પહોંચીને આ જંગલ નાં રસ્તે આગ લગાડી દેજો જેથી આ વરુ પ્રજાતિ અને કાલી વરુ તમારી પાસે આવી ના શકે આ સાંભળી બધા પશુ પક્ષી અને પ્રાણીઓ પોતાના રક્ષણ કાજે ત્યાંથી નીકળવા લાગે પરંતુ ઢબુ વાંદરો કહે,, મહારાજ સુશીલ તમને મૂકીને હું નહીં જવું અને તમને ખબર હોવી જોઈએ કે તમારી રાણી સિંહણ તમારી વાટ જુએ ગુફામાં તમે શિકાર લેવા ગયા હજી ત્યાં બેઠા છે તમારી વાટમાં... આ સાંભળીને સુશીલ સિંહ એકવાર પોતાની આંખમાં આંસુ લાવી દે પરંતુ એ ઢબુ વાંદરાને કહે મને ખબર છે મારી રાણી સિંહણ ના પેટમાં મારો આવનારો વંશ મારા બચ્ચા પલી રહ્યા છે એને હું કંઈ પણ ના કહી શકું જો આ વરુ પ્રજાતિ અને કાલી વરુને આ વાતની ખબર પડી ગઈ કે રાણી સિંહણના પેટમાં મારા બચ્ચા છે તો એ સૌથી પહેલા મારી સિંહણને મારશે પણ હું એ થવા નહીં દઉં આમ કહી તે વાંદરાને કહે તું જા પણ વાંદરો માનતો નથી ત્યારે સુશીલ સિંહ કહે...
..... મિત્ર ઢબુ તને ખબર છે હું કોણ છું મારા દાદાજી આ જંગલમાં સિંહના રાજા હતા અને મારા પિતા પર પરંતુ સૌથી મોટું બલિદાન મારી દાદીમાં સંતોષી સિંહણનું આ જંગલ પર છે હું એનો વંશ છું જેનું નામ આ જંગલ પર પડ્યું છે એ સંતોષી સિંહણનો હું પૌત્ર એનો અધિકાર એનો સ્વરાજ અને એનો વંશજ હું પોતે સુશીલ સિંહ છું અને મારા પૂર્વજો પાસેથી મેં શીખ્યું છે કોઈ દિવસ હાર નથી માનવાની એ પણ જ્યારે કોઈની મદદ કરવાની હોય ત્યારે પાછળ પગ નહીં લેવાનું ભલે પછી આપણું મોત આવે...
... જેવી વાત પૂરી થઈ ત્યાં તો રાણી સિંહણ આ બધી વાત સાંભળી લીધી... એને જોઈને સુશીલ સિંહ જોરથી અવાજ કરે ,,,રાણી તમે બહાર શું કરવા આવ્યા... તમારા માટે આ જંગ લડાઈ સારું નથી તમે ગુફામાં જતા રહો... ત્યારે રડતી આંખોએ રાણી સિંહણ કહે ,,,જ્યારે તમારી સાથે મે સંબંધ બાંધ્યો ત્યારે જ મેં મારુ મોત તમારી હથેળીમાં મૂક્યું હતું તો આજ તમને મોતના મોઢામાં મૂકીને હું હાલતી બનુ તો તા કાલ આખો મલક મારા ઉપર હશે ,,,મરવું હોય તો લડતા મરવું પણ આ રાણી સિંહણ પાછી ના વરે..આ રાણી સિંહણ નું વચન છે,,,
...આમ કહી તે... બે ડગલા આગળ ભરી સુશીલ સિંહ સાથે ઉભી રહે છે અને જોરદાર લડાઈ થાય પરંતુ આ બાજુ વરુની પ્રજાતિ જીતી જાય છે અને સુશીલ સિંહને ખૂબ જ ઘાયલ કરીને એક ઊડી ગુફામાં નાખી દે અને આ બાજુ રાણી સિંહણને પણ ખૂબ જ મારે અને ઘાયલ કરી ને વરુ પ્રજાતિ એક નદીમાં નાખી દે
.....અને પેલી બાજુ ત્યાં પશુ પંખી અને પ્રાણી છુપાય ગયા એ નાનકડા જંગલમાં ,, ત્યાં જવા માટે જાય વરુ પ્રજાતિ પણ ત્યાં રસ્તામાં આગ લાગી હતી એટલે વરુ પ્રજાતિ અને કાલી વરુને એમ થયું કે બધા પશુ પક્ષી પ્રાણીઓ અને સુશીલ સિંહ ને પણ એ જ ગુફામાં નાખ્યો છે તો એ બધા મરી ગયા એમ કરીને તે ત્યાંથી પોતાના જંગલમાં આવીને જસ્ન મનાવવા માંડે ....
..... પણ આ બાજુ સુશીલ સિંહ ને હોંશ આવે અને પોતાની રાણી સિંહણ યાદ આવે અને તે પોતે ઉભો થઈને પોતાની સિંહણ ને શોધવા લાગે... અને છુપાઈ ગયેલા પશુ પક્ષી અને પ્રાણી પણ એની મદદ કરે ત્યાં એક નદીમાં સિંહણ ઘાયલ અવસ્થામાં જોવા મળે બધા પશુ પક્ષી પ્રાણી મદદ કરીને બીજી ગુફામાં રાણી સિંહણને સુવડાવી ને તેનો ઈલાજ કરે પરંતુ રાણી સિંહણ છેલ્લી અવસ્થામાં મોતની પાસે છે ત્યારે તે સુશીલ સિંહને કહે.... મહારાજ મને માફ કરી દો હું તમારો જિંદગીભર સાથ ના નિભાવી શકી... મારા બધા વાયદા અધૂરા મૂકીને આજ હું જાવ છું પરંતુ તમે જિંદગીમાં આવી રીતે સૂરવીર બહાદુર અને પરાક્રમી રહેજો અને આ પશુ પક્ષી અને પ્રાણીઓની રક્ષા કરજો આપણો સાથ આટલો જ હતો પરંતુ મને વિશ્વાસ છે તમે એક સારા પિતા જરૂરત બનશો મારા પેટમાં બે બચ્ચા છે તમારા અને મારા સંબંધની નિશાની તમને સોંપીને હું જાઉં છું... આમ કહીને રાણી સિંહણ પોતાનો અંતિમ શ્વાસ સુશીલ સિંહની પાસે માથું નાખીને લેય અને સુશિલ સિંહ પોતે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે અને આખું નાનકડું જંગલ તેને શાંત કરે અને બીજી સવારે સિંહણ ના પેટે થી બે બચ્ચા નો જન્મ થાય ત્યારે એક માદા સિંહ છે અને બીજી માદા સિંહણ આ જોઈને સુશીલ સિંહને હરખનો કોઈ પાર નથી તે પોતાના બેય બચ્ચાને સુરક્ષિત જોઈને આનંદ અનુભવે અને પોતાના હાથમાં પોતાનો માદા સિંહ બચ્ચા ને લઈને,,, તુ મારો વંશ જ છે તારે પરાક્રમી શૂરવીર અને બહાદુર થવાનું છે આ સાંભળીને એ બચ્ચું રડવા લાગે ત્યારે સિંહ કહે મારુ બચ્ચું તો છે તું પરંતુ આ જંગલનો ભાર અને રક્ષા કરવાનું કામ તારાથી નહીં થાય તો માત્ર તારી બહેનની મદદ કરજે આ સાંભળીને એ એક દિવસનું બચ્ચું હસવા લાગે ત્યારે બધા પશુ પક્ષી પ્રાણી અને સુશીલ સિંહ પણ હસવા લાગે અને આ બચ્ચાનું નામ સાગર સિંહ રાખવામાં આવે...
.... અને પછી માદા સિંહણ બચ્ચું સુશીલ સિંહ પોતાના હાથમાં લઇ અને ઊંચું કરીને કહે આ મારો વંશ છે આ મારો અધિકારી છે ભલે આ એક સિંહણ હોય પરંતુ આખા જંગલની રાણી આ મારી સિંહણ બનશે જંગલ ની જવાબદારી ઉપાડશે અને આનું નામ મારા પૂર્વજો પરથી હું રાખું "શૂરવીર સિંહણ સંતોષ.... મારી લાડકવાઈ સંતોષ...
... આમ કહીને આખું જંગલ આજે ખૂબ જ હરખ ઉલ્લાસમાં છે કારણ કે તેના રાજા ને ઘરે આજે એનું વંશ આવ્યો છે અને એક ઉમ્મીદ નું કિરણ કે કાલ સવારે આ સંતોષ સિંહણ મોટી થઈને એક રાણી સિંહણ ની જવાબદારી નિભાવશે...
... આવજો બાય બાય અને બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ..
.... બીજો ભાગ જલ્દી અપલોડ કરી ત્યાં સુધી હસતા રમતા રહો અને મદદ કરતા રહો બધાને...
... સોનલ રાવલિયા.....