.....
...... વાત દ્વારકા નગરીના નાનકડા એવા વીરપર ગામની,, ગામ નાનું જરૂર છે પરંતુ આ ગામમાં ભરવાડ ,રબારી ,વાઘરી ,ગઢવી ,મહેર અને કોઈ જાતિ વધારે પ્રમાણમાં વસવાટ કરે તો એ છે "આહીર" મતલબ કાઠીયાવાડી.... અને તમે ટુંકમાં કાઠી પણ કહી શકો....
..્ અને આ વિસ્તારને કાઠી વિસ્તાર પણ કહેવામાં આવે અહીં એક ખોરડું રહે જેમાં માતા પિતા રામીબેન અને હમીર ભાઈ અને એક મોટી બહેન જોસના અને ઘરમાં સૌથી નાનો સભ્ય એટલે 12 વર્ષનો જીગર ગોજીયા.... શરીરે ઊંચો ને રંગે ધોરો ને પાતળા બાંધાનો આખો જીણી અને નમણી જાણે ક્યાંક નો રાજકુમાર કેમ હોય પણ જીગર નો પરિવાર ગરીબ હતા તેના પિતા ને પાંચ વીઘા જમીન અને રહેવા માટે ઘર પણ માટી થી લીપેલું ને માથે નળિયા હતા,,આખું ગામ તેને પ્રેમથી જગો જગુડો કે પછી જગુ કહે... પણ જીગર એકદમ શાંતિ થી આખા ગામનું માન જાળવે...
.... પણ જીગરના હૃદયમાં કોઈ વસવાટ કરે તો એ છે દસ વર્ષની મોટા ઘરની એકની એક દીકરી રીધલ... રીધલ ની આંખો ઝીણી નમણી અને પીળા કલરની હતી તેના વાળ પણ સોનેરી કલરના અને મોઢું એકદમ સફેદ અને એકદમ નાનકડી ઢીંગલી જેવી.. અને કહેવા જઈએ તો આખા ગામમાં શું પણ આજુબાજુના 25 ગામમાં સૌથી વધારે જમીન ધરાવનાર રીધલના દાદા ખેડૂત અને ગામના સરપંચ તરીકે આલાભાઈ વાઢીયા પ્રખ્યાત છે તેની કુલ જમીન સાડા પાંચસો વીઘા એકર છે અને આલા ભાઈન ત્રણ દીકરા અને ત્રણે દીકરાને ઘરે બે બે દીકરા પણ સૌથી નાના દીકરા એવા રનમલ ને ત્યાં મોટા બે દીકરા અને સૌથી નાની દીકરી રીધલ,,
... કહેવાય છે કે તેના દાદા અને મોટા બે કાકા અને રિધલ ના પિતા દ્વારા કેટલી માનતાઓ કેટલાય મંદિરોની કરી ત્યારે તેના ઘરે દીકરી નો જન્મ થયો મતલબ રિધલ નો જન્મ થયો,, એટલે આખા ઘરમાં અને આખા ગામમાં રિધલ સૌથી લાડકવાઈ છે,,
... પરંતુ રિધલ નાં હૃદયમાં માત્ર એક નામ સવાર સાંજ એનાથી પડે એ છે જીગર,, બે બાળપણના ભેરુ મતલબ મિત્ર સાથે ભણ્યા હા જીગર બે વર્ષ ભણવામાં આગળ છે તોય રિધલ નું હંમેશા ધ્યાન રાખતો... કંઈ પણ ખાવાનું ઘરેથી લાવે ટિફિન બોક્સમાં બંને સાથે મળીને બીજા દોસ્તો સાથે ખાતાં,, ભલે રિધલ પૈસાવાળા ઘરેથી આવતી હોય પરંતુ જીગર ને ક્યારે પણ એ વાતને દર્શાવ્યું ન હતું,, અને જીગર ને પણ આ વાતને સ્વભિમાન હતું કે રિધલ એનું ઘર જોઈને નહીં પણ હૃદય જોઈને દોસ્તી કરી છે અને તે નિભાવી પણ છે,,
.... આમ સમય આગળ વધવા લાગ્યો અને હવે ધીરે ધીરે ભાદરવો માસ પુરો થાય અને આસુના નોરતા ચાલુ થાય ત્યારે હવે ગામમાં નવરાત્રીની શરૂઆત પણ થાય અને તૈયારીઓ પણ ચાલુ કરવા લાગે...
.... આજે પેલું નોરતું છે બધા બાળકો આમ તેમ રમી રહ્યા છે મોટા પણ ઉપર રમી રહ્યા છે,, માતાજીના ગરબા લોકો ગાય રહ્યા છે,, અને આ બાજુ જીગરના હાથમાં ચા ની કીટલી છે અને તે બધા લોકોને ચા પીવડાવી રહ્યો છે ત્યારે જીગર ની બાજુમાં જઈને રિધલ કહે,, હાલને જીગા આપણે ગરબે રમવા જઈએ તુ આ ચા ની કીટલી તો બીજાને આપી દેને તો આપણાથી ગરબે રમાય તું હોય તો મને મજા આવે નકર મજા નથી આવતી તું હાલ ને,, આમ કહી રિધલ જીગર નો હાથ પકડીને ગરબા ચોકની અંદર ગરબા રમવા લઈ આવે છે પરંતુ જીગરના હાથમાં હજી ચા ની કેટલી છે આ બધું જોઈને ત્યાં ઉભેલા કંઈક છોકરાઓ જોર જોરથી હસવા લાગે,, અને એમાંથી એક છોકરો વિજય કહે,,રીધલ તારે ગરબે રમવું હોય તો તારી બેનપણીઓ સાથે રમવા માંડ આ મજૂરને કામ કરવા દે,, એ ચા પાણી પાઈ બધાને એ એનું કામ છે,, એનું કામ રમવાનું નથી,, પૈસા કમાવા દે એને,, આમ કહી એ છોકરાઓ પાછા હસવા લાગે,,
.... આ જોઈને રિધલ ને ખૂબ જ ગુસ્સો આવે અને તે પોતાના હાથની ઝાપટ એ છોકરા વિજય નાં ગાલ પર લગાડે ને ત્યાં ઉભેલા વિજયના ભાઈબંધ પણ હસતા ચુપ થઈ જાય ને એટલી વારમાં તો ગરબાનાં ગીત બંધ થઈ જાય અને ત્યાં ચારે કોર લોકો એ જ એકઠા થઈ જાયને તરત રિધલ ની માં વાલી બેન રિધલ નો હાથ પકડી ને તેની પાસે બોલાવી લે અને એ છોકરો વિજય રિધલ નાં દાદા જે સરપંચ હતા ગામનાં તેને ફરિયાદ કરતા કહે કે મેં દાદાજી માત્ર નાનકડી એવી મજાક કરી જીગર ની ભાઈબંધ સમજીને તો એણે રિધલ દ્વારા મારા ગાલ પર તમાચો માર્યો અને હવે તમે કહો આવા ગરીબ ઘરના છોકરા સાથે રિધલ આખો દિવસ તેનો હાથ પકડી ને જીગો જીગો કહીને ફરતી હોય તે કંઈ સારું લાગે ,,આજ તા રિધલ દસ વર્ષની છે અને કાલ સવારે મોટી ઉંમર થશે તો આખા ગામમાં તમારે બદનામી થશે રિધલ હજી બાળક છે પણ પછી કાલ સવારે મારો કહેવાનો મતલબ તમે સમજી ગયા અને આ સાંભળી વિજય ના માતા પિતા પણ આવી ખરાબ વાતો કરવા લાગ્યા,,
... આ બધું સાંભળીને જીગર ની માં જીગર ને પાસે આવી ને બે હાથ જોડી કહેવા લાગી,, સરપંચ સાહેબ માફ કરી દયયો મારો દીકરો હજી નાનો છે એને એ બધી કંઈ ખબર ના પડે એ તો બાળક કહેવાય એમ કરી માફી માગે ને જીગર ના પિતા પણ હાજર થઈને માફી માગે,,
પણ આ બાજુ વિજયના માતા પિતા અને રિધલ નાં માતા-પિતા કંઈ પણ સમજવા માટે તૈયાર ન હતા અને બસ એક જ વાત પકડીને બેઠા કે જીગર ને એનો પરિવાર આ ગામ મૂકીને જવું પડશે અને સરપંચ સાહેબ પણ આ વાતમાં પોતાની હા પાડી છે અને અરજી મુકે છે અને જીગર અને તેને પરિવાર આ ગામ થી નહીં પરંતુ ૨૫ ગામ થી દૂર ગમે ત્યાં પોતાનું રહેઠાણ બનાવે અને આ ગામમાં મારી પરવાનગી વિના પાછા ના આવે,,
.... જેવી આ વાત જીગરના કાનમાં પડી એને તો ધરતી આકાશ એ થઈ ગયા. જાણે આખી દુનિયા લુંટાઈ ગઈ હોય અને હૃદયમાં કોઈ છરીઓ દ્વારા ઘા માર્યા હોય એટલું દર્દ જીગરને થઈ રહ્યું છે,, અને આ બાજુ રિધલ પણ ખૂબ જ રડી રહી છે પરંતુ ગામના સરપંચ નો ફેંસલો મતલબ આખા ગામનો રાજીપો,,
... આ બાજુ જીગર ના પિતાએ પોતાની પાંચ વીઘા જમીન વેચી નાખી અને ગાય ભેંસો વેચી નાખી અને કંઈક રૂપિયા સાથે લઈ જાય છે આ બધું જોઈને જીગર એક કોથળીમાં પોતાની જમીનમાંથી ધૂળ ભરે અને કહે,, કસમ છે મને આ માટીની જેમ મારા માતા પિતાએ મહેનતથી મને મોટો કર્યો કે ઘર બનાવજો. ધરમ વસાવ્યો અને ઈમાનદારી વસાવી,, એક દિવસ હું પાછો આવીશ અને આ જમીનના ટુકડા ને લઈને મારા પિતાને એક મહેલ ઉભો કરીએ વચન છે મારું મારા માતા પિતાને આજ હું હારીને જાઉં છું પણ જે દી પાછો આવીશ તે દિવસ માત્ર મારો હશે તે દિવસે મારા માતા-પિતા બોલશે આખું ગામ સાંભળશે...
... આમ કહીને જીગર અને તેનો પરિવાર ત્યાંથી રવાના થાય પરંતુ જીગર કહે માં બાપુ તમે જરા આગળ હાલતા થાવ મારે થોડું કામ છે હું હમણાં ઘડીકમાં પાછો આવ્યો,, આમ કહીને તે તળાવના કાંઠે લીમડાના ઝાડ નીચે એક હિંચકો બાંધ્યો છે અને ત્યાં નીચે લાકડા પડ્યા છે,,
...ત્યાં એક છોકરી કોઈની વાટ જોઈ રહી છે ત્યારે પાછળથી એ છોકરીને ખભા પર હાથ મૂકીને,,રિધુ એ મારી રિધુ આમ મારા હામુ તા જો,,આજ તું આમ રિસાયેલી રહીશ ને તો પછી જિંદગીમાં કદાચ ક્યારેક મારું મોઢું નહીં જોઈ શકે આ સાંભળી રિધલ પોતાના બે હાથ જે ઘરના મોઢા ઉપર ઢાંકી દે અને કહે ખબરદાર આગળ જો આ વાત કરી તો,,જીગા જિંદગીમાં ક્યારે પણ હું તને નહીં ભુલુ,, મારી ભૂલને લીધે તારે આ ગામ છોડવુ પડ્યું,, તારા પરિવારને તારી જમીન પણ વેચવી પડી મને માફ કરી દે ,, જિંદગીમાં ક્યારે પણ પોતાની જાતને માફ નહીં કરી શકું અને તારા વગર કેવી રીતે રહી શકુ મારાથી નહિ રહેવાય એકલું,, હું પણ તારી સાથે આવું,, આમ કહીને રિધલ આજ છેલ્લી વાર જીગરને ગળે લાગીને ખૂબ જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે અને જીગર પણ પોતાની સંભાળી નથી શકતો અને તે પણ રડે છે ત્યારે,,,
..... રડતા રડતા જીગર પોતાના હાથમાં એ ફાઈલ છે તે રિધલ ને આપતા કહે,,,આ લે મારી રિધુ જો તારે મને ખુશ જોવો હોય તો આ ફાઇલમાં મારું સપનું છે અને આપણા બેયનાં બાળપણની મિત્રતા ના ફોટા પણ છે જે સંભાળીને રાખજે અને હા મારી વાટ જોજે અને બીજી વાત કદાચ મને આવવામાં કેટલાંય વર્ષો લાગી જાય પણ જો તું આ જીગા ની રિધુ હોય તો મારી વાટ જોજે...
...આમ કહીને જીગર પોતાના આંસુ લુછીને નીકળે છે અને આ બાજુ રિધલ જીગરે આપેલી તે ફાઈલ ખોલે અને એકલી એકલી કહે,, આ ફાઇલમાં મારાં જીગા ની સપનું છે અને મારે તે સપનું પૂરું કરવાનું છે,, જેવી ફાઈલ ખુલે એવી રિધલ ની આંખોમાં પાછા આંસુ આવે અને ફાઇલમાં સામે લખેલું હતું" ડોક્ટર રીધલ વાઢિયા..".. આ વાંચતા ની સાથે રિધલ પોતાની જાતને કહે,,, મતલબ જીગો મારુ સપનું પૂરું કરવા માટે મને કહી ગયો મારુ સપનું છે ડોક્ટર બનવાનું અને સપનું જીગા તે જોયું હતું મારા માટે હવે હું તારા વગર કેવી રીતે પૂરું કરું,, પણ યાદ રાખજે મારી દોસ્તી કંઈ નબળી નથી તે દિવસે ગરબા ચોકમાં તું હાર્યા મારા લીધે અને કેટલા વર્ષો પછી તારી જીત પણ એ જ ગરબા મારા લીધે તને મળશે આ તારી રિધુ નું વચન છે તને...જીગા... આમ કહીને રિધલ ની આંખોમાં આસુ હતાં,,
... અને તે ઘરે જાય છે અને રીધલ તેના પરિવારને કહે કે મારે હવે આગળ ભણવા માટે શહેર જાવું છે અને હું હોસ્ટેલમાં રહેવા માંગુ મારાથી નહીં ગામમાં ભણતરમાં ધ્યાન નથી દેવાતું,, આ સાંભળીને તેના પરિવારના લોકો ના કહેવા લાગ્યા પણ રિધલ ની જીદ સામે તેનો પરિવાર હાર માને અને રિધલ શહેરમાં ભણવા જાય છે,, અને મેડિકલ કોલેજમાં પોતાની ભણતર આગળ વધારે,,,
...... અને આ બાજુ જીગર અને તેનો પરિવાર શહેરમાં એક નાનકડા કારખાનામાં તેના પિતા કામ કરવા જાય અને જીગર આગળ ભણતરમાં એન્જિનિયરિંગ શરૂ કરે છે પણ વર્ષો વિતતા ગયા પણ આજેય જીગરના હૃદયમાં માત્ર તેની રિધુ જ રહે એ જ્યારે પણ નવરો થાય ત્યારે બળતણ ના ફોટા પોતાના અને રિધલ નાં જોઈ ને બસ જોયા કરે,, અને આ બાજુ રિધલ નાં પણ એવા જ હાલ,,,
...... 14 વર્ષ પછી.....
...... આજે જામનગર જિલ્લાના મોટા એવા ઉદ્યોગપતિ અને 20 કારખાનાના માલિક એવાં "હમીર ભાઈ ગોજીયા" નાં દિકરા "જીગર ગોજીયા"નો જન્મ દિવસ છે તો આખું શહેર આજે નિમંત્રણમાં છે અને ખૂબ જ શાનદાર પાર્ટી ઉજવાઈ રહીં છે,,,
.... ત્યારે જીગર ના પિતા હમીર ભાઈ કહે,, આજના દિવસે મારા દીકરાને મારે ભેટ આપવી જોઈએ પરંતુ એના બદલે એણે મને ભેટ આપી છે ,,મારા ગામ વીરપુરમાં જે મારી જમીન વેચાઈ ગઈ હતી તે મારા દીકરા એ "પાંચ ની પાનસો" વીઘા કરી ને મને જિંદગીની સૌથી મોટી ખુશી આપી છે આજે હું એનો જેટલો પણ ધન્યવાદ કરું એટલો ઓછો છે અને એમ કહું કે ધન્યવાદ મારા દીકરા મારા ઘરે જન્મ લેવા માટે મને આ દુનિયામાં લાયક બનાવવા માટે...
.... આ સાંભળી જીગર કહે,, ધન્યવાદ કેવો હોય ને તો પપ્પા તમારે રિધલ નો કહેવો જોઈએ,, કારણકે આ જમીન લેવા માટે એણે મારી મદદ કરી છે,, ભલે છેલ્લા 14 વર્ષથી એને હું મળ્યો પણ નથી અને મને નથી ખબર એ મારી રીધુ કેવી દેખાતી હશે કેવી થઈ ગઈ હશે પરંતુ મારા કાગળ ત્યાં પહોંચ્યા એવાં જય સિક્કા સાથે તૈયાર હતા અને તમને આ જમીન મળી ગઈ...
.... જેવી આ વાત જીગર ની મમ્મીના કાને પહોંચી તેણે જીગર નો હાથ પકડીને સાઈડમાં લઈને કહ્યું,, આ પાર્ટીમાં જો કેટલી અમીર ઘરથી છોકરી આવેલી છે અને તે બધી સંસ્કારી ભણેલી અને હોશિયાર છે એ બધાને મૂકીને તું હજી એ ગામની છોકરી રિધલ ને યાદ કરીને બેઠો છે મારુ માન મારા દીકરા તું એને ભૂલી જાય કેટલાય વર્ષો પહેલા એના લીધે એના પરિવારને આપણે ગામ મુકવું પડયુ ને તારી બહેન પણ ત્યારે બીમાર થઈ અને આ દુનિયા છોડીને વય ગઈ અને હવે મારી પાસે માત્ર તું એક છે હું તને નથી માંગતી,,, આમ કરીને જીગર ની માં રડવા લાગે અને જીગર તેના આંસું લુછતા કહે,, માં તારે જે કહેવું હોય તે કહે કોણ મારા હૃદયે માત્ર મારી રિધુ જ રહેશે ભલે પછી મારે આખી જિંદગી એના વગર રહેવું પડે હું તો પણ એની વાટ જોઈ આમ કહીને પાર્ટી અધૂરી મૂકીને જીગર ત્યાંથી જાય છે ત્યારે પાછળ તેના પપ્પા કંઈક વિચારતા ને જીગર ની મમ્મીને કહે,, હવે આપણી પાસે રૂપિયા પૈસા દોલતની કોઈ કમી નથી પરંતુ મારો દીકરો જો હજી દુખી હોય તો આ બધા રૂપિયા હું રિધલ નાં પરિવારના પગમાં પાથરી ને રીધલ નો હાથ જીગર માટે માંગી લઈ,, આ બાજુ જીગર ની મમ્મી કંઈ પણ કહેતી નથી અને તે કહે ,, હાલો હું પણ તમારી સાથે આપણા ગામ વીરપર જવા માટે રાજી છું,,
..... આ બાજુ ચાર માળની મોટી હોસ્પિટલ છે અને ઉપર "જીગર વુમન હોસ્પિટલ" મોટી હેડિંગ મારેલું છે,, એટલે તમે સમજી શકો આ હોસ્પિટલ રિધલ ની,, ને નીચે "ડોક્ટર રિધલ વાઢીયા"પણ લખેલું છે,,રિધલ સ્ત્રીઓની મોટી હોસ્પિટલ ચલાવે છે અને તે પોતાની હોસ્પિટલ હેડ ડોક્ટર પણ છે અને આની સાથે તેણે સાથે રહ્યા વગર જીગર નું સપનું પૂરો કર્યો અને 14 વર્ષથી આજે પણ જીગરના આવવાની વાટે છે,,
.... આ બાજુ જીગર ના માતા પિતા રિધલ નાં પરિવાર પાસે રિધલનો હાથ માંગવા જાય અને રિધલ નો પરિવાર પહેલા જીગર ના પરિવાર પાસે માફી માંગે અને રિધલ અને જીગર નાં લગ્નની હા પાડે છે આ વાત સાંભળી જીગર ખૂબ જ ખુશ થાય છે અને રિધલ ને મળવા માટે જૂની જગ્યાએ બોલાવે,,
... આ બાજુ બંને તળાવના કાંઠે લીમડાના ઝાડ નીચે એક સાથે હિચકે હીચકી ને રડતી આંખોએ જાણે આખી જિંદગીને જીવતા હોય એમ વાતો કરે એને કહે જીગર,,, હવે આપણે બંનેના લગ્ન થવાના છે એના પહેલા ગરબા ચોકમાં મારે તારી સાથે રિધલ ગરબા રમવા છે તું આવી ને મારી રિધુ,,આ સાંભળીને રિધલ શરમાઈ જાય અને ગરબા ચોકમાં નવે નવ નોરતા એક સાથે જીગર અને રિધલ ગરબા રમે અને આગળ જતા બંનેના લગ્ન થાય અને લગ્નજીવન આગળ વધે પરંતુ આજે પણ આ ગામના ગરબા છે જીગર અને રિધલ નાં પ્રેમની નિશાની બનીને રહી ગયો...
....... સોનલ રાવલિયા.......
..... ખૂબ જ આભાર મને વાંચવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો....