રાહી આંખમિચોલી - 1 in Gujarati Anything by Hiren B Parmar books and stories PDF | રાહી આંખમિચોલી - 1

Featured Books
Categories
Share

રાહી આંખમિચોલી - 1

ભાગ ૧ : શરૂઆત

રાની – શહેરની એક મોર્ડન યુવતી હતી. કોલેજ પૂરી કર્યા બાદ હવે તે પોતાની ફેશન કંપની શરૂ કરવાની તૈયારી માં હતી. સોશિયલ મીડિયા માં તેનો મોટો ફેન ફોલોઈંગ હતો. તેના દિવસની શરૂઆત ઈન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરીને અને રાતનો અંત સેલ્ફી પોસ્ટ કરી ને થતો.

એક સાંજ, કેફેમાં બેઠી હતી ત્યારે સ્ક્રોલ કરતાં કરતાં એક પ્રોફાઈલ નજરે પડ્યું - "હીર - જીવન નો સાચો અર્થ શોધનાર".

પ્રોફાઈલ માં કોઈ સેલ્ફી નહોતી, ન તો લાઈફસ્ટાઈલ ફોટા, ત્યાં માત્ર વિચારો.

"આત્મા ને જાણો તો જગત ને જાણો"

"સાચી મજા શાંતિમાં છે, અવાજમાં નહીં"

રાની હસી પડી -

"અરે આ કયા પ્રકાર નો ઈન્સ્ટા એકાઉન્ટ છે? કોઈ ફોટો નથી ફક્ત જ્ઞાન ની ભાષા?"

કૌતુહલ થી તેણે મેસેજ કર્યો,

"હાઈ, તમે ખૂબ અલગ છો! કાફે માં મળીયે?"

થોડા સમય પછી રિપ્લાય આવ્યો,

"હું કોઈને મળતો, નથી અહીં વાત કરો"

રાની ને ઝટકો લાગ્યો,

"કોઈ ચેટ કરવા માંગે અને કાફે માં મળવાની ના પાડે? કેવી અજીબ વાત છે!"

પણ તેની અંદર અજાણતું આકર્ષણ પણ હતું. એ દિવસથી તેમની રોજ વાતો થવા લાગી.

ભાગ ૨ : અથડામણ

રાની હંમેશા મોજમાં નવા ગીત એજ એની દુનિયા હતી.

હીર મૌનપ્રિય, સત્સંગ ના પુસ્તકો વાંચતો, ધ્યાન કરતો, દિવસભર સેવાભાવ ના કાર્ય કરતો.

રાની હીર ને પૂછતી -

"હે હીર, તમને બોરિંગ નથી લાગતું, આખો દિવસ ધ્યાન, સત્સંગ! દુનિયાની મજા ચૂકી જાવ છો."

હીરે શાંત શબ્દો માં લખ્યું.

"રાની દીદી મજા તો પળવારની છે.આજ છે કાલ નથી! પણ શાંતિ? શાંતિ તો કાયમી છે. હું મજા નહીં, શાંતિપ્રિય છું."

રાનીના દિલમાં વિચારની લહેર ચાલી.

પણ તરત જવાબ આપ્યો -

"ઓહ પ્લીઝ, તમે બહુ ફિલોસોફિકલ છો! હું લાઈફ જીવીને માણવા માંગુ છું, બુક વાંચીને નહીં."

હીર હળવેથી હસ્યો -

"એક દિવસ તમને સમજાશે, જીવન પુસ્તક કરતા પણ વધારે ઊંડું છે."

ભાગ ૩ : બદલાવની શરૂઆત 

આમ દરરોજ ચેટ થતી હતી.

રાનીના પ્રશ્નો બદલાતા ગયા -

“હીર, સાચી ફ્રેન્ડશીપ એટલે શું?"

"સફળતા એટલે રૂપિયા કે બીજું?"

"પ્રેમ શું છે?"

હીર ધીરજથી સમજાવતો, ક્યારેક ઉદાહરણ આપતો કે કથા કહેતો.

એક દિવસ હીરે મેસેજ લખ્યો -

"પ્રેમ એ છે જ્યાં સ્વાર્થીપણું નથી. ફક્ત આપવા જેવું મન હોય."

રાની લાબું સમય સ્ક્રીન ઉપર જોતી રહી.

તેના મનમાં ખળભળાટ શરૂ થયો.

"હું તો હંમેશા મેળવવા ઈચ્છતી હતી. કયારેય આપવાનું તો શીખ્યું જ નથી."

ધીરે ધીરે, રાનીના શબ્દોમાં નરમાશ આવવા લાગી. અંદરથી કોઈ નવી શોધમાં નીકળી રહી હતી.

ભાગ ૪ : અંતરનો અવાજ

રાનીનો સ્વભાવ થોડો બદલાવ પકડતો હતો. હવે એ સેલ્ફી, ફેશન છોડી વધુ વિચારક બનતી ગઈ.

રાની એક દિવસ કેફેમાં બેઠી હતી ત્યાં તેની બેસ્ટ ફ્રેન્ડ નિધિએ આવીને પૂછ્યું - 

"અરે, તું તો બહુ શાંત થઈ ગઈ, પેલા જેવી નથી રહી, સિરિયસ ચેટ કોની સાથે કરે છે? કોણ છે?"

રાનીએ થોડી સ્મિત કરીને કહ્યું -

"હીર છે... એક અજાણી વ્યક્તિ... હું તેને ભાઈ માનું છું. એની સાથે વાત કરું તો મને લાગે કે હું જાત ને ઓળખી રહી છું"

નિધિ આશ્ચર્યમાં પડી ગઈ.

"વાહ! પણ ક્યારેક મળી નથી ને? સોશિયલ મીડિયા નો ભરોસો ખોટો પણ પડી શકે."

રાની ગંભીર થઈ ગઈ.

"એ સત્ય છે પણ હીર સાથે વાત કરતી વખતે મને ખોટું લાગતું નથી, એના શબ્દો મને અંતરના અવાજ જેવા લાગે છે."

તે રાત્રે રાની બેડ પર પડેલી હતી -

હીર ને મેસેજ કર્યો.

"હીર વીર, તમે ક્યારેય મળવા તૈયાર નહીં થાવ?"

હીરે તરત જવાબ આપ્યો.

"રાની દીદી આપણું સંબંધ મળવા પર નથી, સમજવા પર છે, સાચી નજીકતા આંખોથી નહીં, અંતરઆત્મા આપે છે."

રાનીને થોડી ચીડ આવી.

"હું તમને મળવા માંગુ એમાં ખોટું શું છે?"

હીરે હળવેકથી જવાબ આપ્યો.

"ખોટું તો નથી, પણ જરૂરિયાત નથી ને? યાદ રાખો જોડાણ હૃદયથી બને છે, ચહેરાથી નહીં."

રાની ફોન ને તાકતી રહી.

એના મનમાં મિશ્ર ભાવનાઓ હતી - ગુસ્સો પણ, કૌતુહલ પણ, અને એક અજાણતું આકર્ષણ પણ.

ભાગ ૫ : પરીક્ષણ 

રાની ના જીવન માં મોટું ઈવેન્ટ આવવાનું હતું. તેના બ્રાન્ડ નું પ્રથમ ફેશન શો.

હીરને આમંત્રણ આપેલું પણ હીરે હાજરી આપી નહીં આખા શો માં રાની ઉદાસ રહી.

જેમતેમ શો પૂરો થયો રાની ના પરિવાર લોકોએ, મિત્રો તથા સાથીમિત્રો એ ખુબ જ અભિનંદન આપ્યા.

પણ રાની અંદર થી ખુશ નહોતી.

સાંજે રાની એ હીર ને મેસેજ કર્યો - 

"હિરુ વીરુ, આજે મારી લાઈફ નો સૌથી મોટો દિવસ હતો, બધાએ અભિનંદન આપ્યા છતાં અંદર ખાલીપો લાગે છે."

રાત થઈ ગઈ પણ હીર નો જવાબ આવ્યો નહીં.

ગુસ્સામાં તે રોવા લાગી. ફોન સ્વીચ ઓફ કરી અને સૂઈ ગઈ.

ભાગ ૬ : સંકટ

રાની સફળતા ની સીડી ચઢી ગઈ હતી. મહેનત કરીને ખુબ રૂપિયા કમાયા. પાર્ટી ફેમ બ્રાન્ડ મોજ ની જિંદગી ચાલતી હતી. પણ એ અંદર થી થાકી ગઈ હતી.

એક દિવસ તેની કંપનીમાં એક મોટા ડીલ માં ખોટો નિર્ણય લઈ બેઠી. કરોડો રૂપિયાનું નુકસાન થયું.

ફ્રેન્ડ્સ, પાર્ટનર્સ બધા એના સામે પ્રશ્નો ઉઠાવતા રહ્યા.

"તું તો મોર્ડન બિઝનેસ વુમન છે, આવામાં તારાથી ભૂલ કઈ રીતે થાય?"

રાતે બેડ પર બેસીને રાની રડી પડી.

એણે હીર ને મેસેજ કર્યો.

“હીર વીર, મારી લાઈફ બરબાદ થઈ રહી છે બધું ગુમાવવું પડશે કદાચ."

થોડાક સેકન્ડ માં જવાબ આવ્યો.

"રાની દીદી, તમે જે ગુમાવી રહ્યા છે ફક્ત રૂપિયા, જીવન તો તમારા હાથમાં છે, સાચી હાર તો ત્યારે થાય જ્યારે તમે હિંમત ગુમાવશો."

રાની રડતા રડતા મેસેજ લખે છે.

"પણ મારી સાથે હવે કોઈ નથી મને સમજનાર."

હીર નો જવાબ આવ્યો.

"હું છું ને તમારા આત્મા સાથી જે ભાઈ થી વધારે મિત્ર થી પણ વધારે, યાદ રાખો તમે એકલા નથી."

તે રાત્રે રાની ને પહેલી વાર લાગ્યું કે તેના અંદરના અંધકાર માં કોઈ દીવો પ્રગટયો છે.....


ક્રમશ: