પાત્ર પરિચય
1. પ્રિયા (માતા)
ઉંમર: 50 વર્ષ આસપાસ
સ્વભાવ: સંસ્કારી, ત્યાગમૂર્તિ, દીકરાના પ્રેમ માં જીવતી.
ભૂમિકા: વાર્તાની મુખ્ય પાત્ર. પતિના અવસાન પછી દીકરાને ઉછેરનારી. પોતાના સપનાં ભૂલી દીકરા ને સફળતા આપવાના જ પ્રયત્નો કરતી રહી. આખરે દીકરા ના ફોટા સાથે જ દુનિયા છોડી દે છે.
2. આરવ (દીકરો)
ઉંમર: 22–25 વર્ષ (વાર્તા ના શરૂઆત માં)
સ્વભાવ: હોંશિયાર, મહેનતી, પ્રેમાળ પણ નોકરી અને વિદેશી જીવનની વ્યસ્તતામાં માતા થી દૂર થતો જાય છે.
ભૂમિકા: સહ-મુખ્ય પાત્ર. માતા નો લાડલો દીકરો, પરંતુ સફળતાની દોડ માં માતા ની લાગણી ઓ સમજવા માં મોડું કરે છે. અંતે માતા ગુમાવ્યા પછી પસ્તાવો એનો સાથી બને છે.
3. પ્રિયાનો પતિ (મૃત પાત્ર)
વાર્તામાં જીવિત નથી, પણ પૃષ્ઠભૂમિ માં મહત્વપૂર્ણ છે.
પ્રિયાના જીવન માં ખાલીપો છોડી જાય છે, જેથી પ્રિયા આખી શક્તિ દીકરા પર જ લગાવે છે.
4. પડોશી / ડૉક્ટર (સહાયક પાત્રો)
પડોશી : પ્રિયા ને હોસ્પિટલ લઈ જનાર, સમાજ ના સહાનુભૂતિભર્યા પાત્રો.
ડૉક્ટર: પ્રિયા ની નબળી તબિયત બતાવનાર, કથા ને વધુ ગંભીર બનાવે છે.
પ્રારંભ
"મા, આજે તારી ચહેરા પર સ્મિત કેમ નથી?" – આરવએ પૂછ્યું.
જયા ફક્ત મલકાઈ ગઈ. તેનાં ચહેરા પરના આંચળે ઘણા દુઃખ છુપાવ્યા હતા.
આરવ એકલો દીકરો, ખૂબ હોંશિયાર, ખૂબ સંસ્કારી. પિતા નું વહેલું અવસાન થતાં, માતાએ જ એને બધું આપી ઉછેર્યો હતો. જયા પોતે ક્યારેય પોતાના માટે જીવી જ નહીં—એના દરેક સ્વપ્ન આરવમાં જ હતા.
કોલેજના દિવસો
એક દિવસ આરવ કોલેજ માંથી ઘરે આવ્યો. આંખોમાં ખુશી હતી.
"મા, મને વિદેશ માં સ્કોલરશિપ મળી છે!"
જયા ના હ્રદયમાં એક ક્ષણ માટે ચમક આવી, પણ તરત જ આંખો ભીની થઈ ગઈ.
"વાહ બેટા... તું તો મારું ગર્વ છે. પણ તું દૂર જશે...?"
"મા, તું ચિંતા ન કર. હું તને દરરોજ વીડિયો કોલ કરીશ."
જયાએ સ્મિત આપ્યું, પરંતુ અંદર થી એને ખબર હતી કે સંતાન દૂર જતાં એક ખાલીપો રહેવાનો જ છે.
વિદાયનો દિવસ
એરપોર્ટ પર જયા એ હાથ પકડી ને દીકરા ને આશીર્વાદ આપ્યો.
"હંમેશા યાદ રાખ, તારી સફળતા મારી સૌથી મોટી ખુશી છે."
આરવ વિમાન માં બેઠો.
જયા ઘરે પરત આવી, પણ ઘર માં દીકરા ની ખાલી ખુરશી જોઈ ને એની આંખો ભરી ગઈ.
વર્ષો વીતી ગયા
વિદેશમાં આરવ નોકરીમાં વ્યસ્ત થઈ ગયો. કૉલ્સ ઓછા થયા, પછી ફક્ત મેસેજ . જયા દરરોજ દીકરાનો ફોટો જોઈને જીવી રહી હતી.
એક દિવસ એને ભારે તાવ આવ્યો . ડૉક્ટરે કહ્યું – "હવે ખાસ કાળજી રાખવી પડશે."
જયા દીકરાને ફોન કરવા ગઈ, પણ એ મીટિંગમાં હતો.
"મા, હું પછી વાત કરું, ઓકે?"
એ શબ્દો સાંભળીને એણે ફોન મૂક્યો, પણ આંખમાંથી આંસુ રોકી ન શકી.
છેલ્લી ઈચ્છા
એક રાત્રે જયાએ જૂના એલ્બમમાંથી ફોટા કાઢ્યા. દીકરાનો બાળપણનો ફોટો હાથમાં લઈને બોલી... –
"હું તને એક વાર મારી આંખો સામે જોવી માંગું છું, બસ એક વાર..."..
પરંતુ એ રાત્રે જ એની તબિયત બગડી ગઈ. પડોશીઓએ હોસ્પિટલ પહોંચાડ્યું..
છેલ્લા શ્વાસોમાં જયાના હાથમાં મોબાઈલ હતું, સ્ક્રીન પર આરવનો ફોટો...
અંતિમ ક્ષણ
આરવને ત્યારે ખબર પડી જ્યારે હોસ્પિટલમાંથી ફોન આવ્યો. તે દોડી આવ્યો , પણ મોડું થઈ ગયું હતું.
માતાનું નિર્જીવ શરીર સામે ઊભો રહીને એ તૂટી પડ્યો.
કોફિનમાં રાખેલી માતાના હાથમાં એ જ મોબાઈલ હતો—એમાં ખુલ્લો ફોટો, એની હસતી છબી.
આરવ ફફડીને બોલ્યો –
"મા… તું મને છેલ્લે બોલાવી રહી હતી ને? માફ કર, હું આવી શક્યો નહિ…!"
હૉલમાં બધાની આંખો ભીની થઈ ગઈ.
અંત
માતાના હાથ માંથી મોબાઈલ સરકી પડ્યો. સ્ક્રીન પર તે ફોટો જોતાં આરવ સમજી ગયો—
મા ક્યારેય અધૂરા સ્વપ્નો નથી રાખતી. દીકરો એ જ એનો આખો વિશ્વ હોય છે.
પણ આરવ માટે હવે એ ફોટો જ જીવનભરનો સહારો બની ગયો.