બધાની વચ્ચે બિન્દાસ ડેરિંગ કરીને વંશિકા મારી અને શિખાની પાસે આવીને ઊભી રહી અને બોલી.
વંશિકા :- હેલો ફ્રેન્ડ્સ.
હું અને શિખા :- વેલકમ વંશિકા. પ્લીઝ ટેક યોર સીટ.
હું ઊભો થયો અને એક ખુરશી વંશિકાની બાજુમાં ખસેડી જેવી રીતે એક મેચ્યોર મેન એક લેડીઝને રિસ્પેક્ટ આપે છે એવી રીતે. વંશિકાએ પણ મને થેંકયુ જેન્ટલમેન કહ્યું અને પોતાની ખુરશી પર બેસી ગઈ. કામમાં ૧:૩૦ વાગી ગયો હતો અને સમય ક્યાં જતો રહ્યો એનો ખ્યાલજ નહતો રહ્યો એના કારણે મને પણ બહુ ભૂખ લાગી હતી. શિખા અને વંશિકાએ પોતાની ટિફિન ખોલ્યું અને અમારા ત્રણેય વચે ટેબલ પર મૂક્યું. બંને ટિફિન પહેલી સુગંધ ખૂબ જાણીતી હતી જે શિખાના ટિફિનમાંથી આવતી હતી જે એના મમ્મીએ બનાવ્યું હતું કારણકે અત્યાર સુધી હું ઘણીવાર શિખા સાથે જમ્યો હતો અને ૨-૩ વખત એના ઘરે પણ જમવાનો પ્લાન હતો જેમાં હું ગયો હતો જેના કારણે એના સ્વાદ અને સુગંધથી સારી રીતે વાકેફ હતો. આજે શિખા ટિફિનમાં મગનું શાક લાવી હતી જે મને ભાવતું હતું અને વંશિકાના ટિફિનમાં પંજાબી સબ્જી હતી જેની સુગંધ પરથી લાગતું હતું કે સ્વાદ ખુબજ સરસ હશે. હવે મારા માટે ખુબજ મૂંઝવણ ભર્યું કામ હતું કે બન્ને ટિફિનમાંથી ક્યાં ટિફિનમાં પહેલો હાથ મારવો (આઈ મીન પહેલા કોનાથી શરૂઆત કરવી) કારણકે શિખા એક નાની બહેન (સારી મિત્ર પણ હું એને મિત્ર કરતા વધુ એક નાની બહેન માનતો હતો કારણકે મારી કોઈ નાની બહેન નહોતી જેની ખોટ મને હમેશા અનુભવાતી હતી) અને વંશિકા મારો વન સાઇડ લવ. હવે શિખાના ટિફિનથી શરૂઆત કરુ તો કદાચ વંશિકાને દુઃખ થાય કે હું રુદ્રમાટે ટિફિન લઈને આવી અને એમને પહેલી પ્રાયોરીટી શિખાને આપી બીજી બાજુ શિખાને પણ એવું લાગે અને આ વાત લઈને હું વિચારમાં ખોવાઈ ગયો કે મારે કઈ બાજુ જવું જોઈએ.
એટલામાં એક તાળી વાગી જે વંશિકાના હાથની હતી અને હું વિચારમાંથી બહાર આવ્યો.
વંશિકા :- શું વિચારી રહ્યા છો રુદ્ર જમવાનો વિચાર નથી કે શું ?
હું :- અરે એવું કાંઈ નથી બસ એમજ.
શિખા :- સર જમવાનું શરૂ કરીએ. મારું ટિફિનમાંતો આપડે રેગ્યુલર જમીએ છીએ પણ આજે એક કામ કરો તમે શરૂઆત ભા......
આટલું બોલતા શિખા અટકી ગઈ અને સાથે સાથે મારો ટિફિન હાથ પહોંચે એની પહેલાજ ત્યાં અટકી ગયો. મારી સખત રીતે ફાટી પડી હતી કારણકે હું સમજી ગયો હતો કે શિખાના મોં માંથી આ શું નીકળવા જઈ રહ્યું હતું. જો આ વંશિકા સાંભળી જાયતો મારી અને શિખાની વાટ લાગી જાય અને બની પણ શકે વંશિકા ત્યાંથી ગુસ્સે થઈને નીકળી પણ જાય. શિખાને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને ફરીવાર રીપીટ કરી ને બોલી સોરી...આઈ મીન વંશિકા ટિફિન લાવી છે તો તમે એનાથી શરૂઆત કરો આજે. હમણાં હું ઘણા દિવસોથી ભાવિન સાથે ઘણીવાર મારું ટિફિન શેર કરું છું એટલે મારી જીભ લપસી ગઈ અને એનું નામ બોલે ગયું હતું.
(હાશ, મારા જીવમાં જીવ આવ્યો અને મેં અને શિખાએ નાહકનો શ્વાસ લીધો. આજે ખરેખર આ છોકરી મારા હાથ-પગ તોડવીને રહેત. ખુશ હોય ત્યારે નાના છોકરાની જેમ કાઈ પણ બકી નાખે છે અને એની સજા આજે મારે ભોગવવી પડેત. મને વિચાર આવ્યો બાય ધ વે કોણ અને કયો ભાવિન ? જેને હું નથી ઓળખતો કારણકે નથી અમારા સ્ટાફમાં કોઈ ભાવિન કે નથી એના ઘરમાં કોઈ ભાવિન મારે શું લેવા દેવા હવે એવું પૂછીને હું શું લેવા આગમાં ઘી નાખું. હા,કદાચ વંશિકા ભાવિન વિશે ના પૂછેતો સારું અને શિખાની વાત પૂરી થતા વંશિકા બોલી.)
વંશિકા :- અરે ઈટ્સ, ઓકે ઘણીવાર કોઈનું પણ નામ નીકળી જાય ક્યારેક. (અને એણે બીજો કોઈ સવાલના પૂછીને આગમાં પાણી નાખી દીધું જેના લીધે આગ શાંત થઈ ગઈ અને મારા કાળજામાં ઠંડક વળી.)
બાય ધ વે શિખાએ મારી મુશ્કેલીનો હલ લાવી દીધો હતો વંશિકાના ટિફિનમાંથી જમવાનું આમંત્રણ આપીને એટલે મને વધુ ખુશી મળી કે શિખાએ ઈનડાયરેક્ટલી મારી હેલ્પ કરી નાખી હતી. અમે ત્રણેય લોકોએ જમવાની શરૂઆત કરી અને ખરેખર વંશિકાના ફૂડનો ટેસ્ટ પણ ખૂબ સરસ હતો. જમતા જમતા મને થયું વંશિકાને પૂછી જોઉં કે જમવાનું કોણે બનાવ્યું છે અને મેં થોડા અચકાતા પૂછી લીધું.
હું :- વંશિકા, જમવાનું ખરેખર ખુબજ ટેસ્ટી છે બાય ધ વે કોણે બનાવ્યું છે જમવાનું ?
વંશિકા :- અફકોર્સ, મે બનાવ્યું છે આજે અને આમ પણ મને કુકિંગનો બહુજ શોખ છે.
શિખાએ હવે, ખરેખર મારી વાત આગળ વધારવાનું મનમાં ઠાની લીધું હતું અને આ મિશનને અંજામ આપતા વંશિકાને એણે પૂછીજ કાઢ્યું.
શિખા :- વંશિકા, બાય ધ વે તને ક્યાંથી વિચાર આવ્યો આજે અચાનક રુદ્રાસર માટે ટિફિન લઈને આવવાનો આજે કાઈ સ્પેશિયલ ઓકેઝન છે કે શું આઈ મીન તારો કે ઘરે કોઈનો બર્થડે કે કાઈપણ ? (ખરેખર આ વખતે એણે બોલવામાં એનું થોડું મગજ વાપર્યું હતું એટલે એને એવીરીતે પૂછ્યું જેથી કરીને વંશિકાને ઓકવર્ડ ફિલ ના થાય અથવા કોઈ માઠું પણ ના લાગે.)
વંશિકા :- અરે, ના કોઈજ ખાસ ઓકેઝન નથી. આતો એક સારી મિત્ર હોવાના કારણે તમારા સર માટે આજે લાવી છું અને હું તો દરરોજ ટિફિન લઈનેજ આવું છું. મને ખબરછે ઘણા દિવસોથી તમારા સર બહારનું જંક ફૂડ જમે છે અને આમ પણ જંક ફૂડ બહુ સારું નહીં સ્વાસ્થ્ય માટે એટલે એમના માટે હેલ્થી અને ટેસ્ટી હોમમેડ ફૂડ લાવી છું.
શિખા :- હા, સાચું કહ્યું તે આમ પણ સર બીમાર પડી જશે બહારનું ખાઈને તો પછી અમને માર્ગદર્શન કોણ આપશે કામ કરવામાં અને ઘરના જમવાની વાતજ કંઈક અલગ છે.
(શિખાએ વંશિકા તરફ જોયું અને એનું ધ્યાન ભટકાવીને મને પોતાની આંખો ઊંચી કરીને ઇશારો કર્યો જેનો અર્થ એવો હતોકે વાહ, ભાભી કેટલું સરસ ધ્યાન રાખેછે તમારું.)
વાત-વાતમાં અમારું લંચ પૂરું થયું આજે ખરેખર એવું લાગ્યું હતુકે જાણે ઘણા સમય પછી હું બરાબર જમ્યો હતો કારણકે એક સાથે બે સરસ ફૂડ અને એમાં પણ મારી ફેવરિટ ગર્લ સાથે લંચ. વંશિકા લંચ કરીને ફરી પોતાની ઓફિસ તરફ ચાલતી થઈ અને ફરીવાર જેમ આવી ત્યારે લોકો જોઈ રહ્યા હતા એવીજ રીતે આખો સ્ટાફ એને જોઈ રહ્યો હતો જેમાં થોડા લોકોને વંશિકા શિખાની કોઈ ફ્રેન્ડ લાગી રહી હતી અને થોડા લોકોને મારી ફ્રેન્ડ લાગી રહી હતી. આમતો મારું કામ લગભગ પુરુ થઈ ગયું હતું અને મે મારા ઘણા બધા દિવસોનો ટાર્ગેટ એડવાન્સ પૂરો કરી નાખ્યો હતો છતાં મિ. જયંત ડોયે એટલેકે અમારા બોસ જેમની સાથે મારી વાત થઈ હતી અને એમને મને લાસ્ટ ટાઈમ જે સૉફ્ટવેર સિડી ડ્રાઈવમાં રાખવાનું કહ્યું હતું એ હવે ક્લાયન્ટને મેઈલ કરવાનું હતું અને સિડી ડ્રાઇવ ડિસ્પેચ કરવાની હતી. હું મારી કેબિનમાં જઈને બેઠો અને મારું આગળનું કામ ચાલુ કર્યું. જનરલી હું ઓફિસમાં મારા પર્સનલ લેપટોપનો ઉપયોગ નહોતો કરતો કારણકે લગભગ કંપનીનો બધો ડેટા ત્યાંના કમ્પ્યુટરમાં રહેતો હતો અને ઘરેથી હું ભાગ્યેજ ક્યારેક ઓફિસવર્ક કરતો હતો જેના કારણે મારા લેપટોપમાં કંપનીનો ડેટા વધુ રહેતો નહોતો. મારું મેઈલ એકાઉન્ટ ઓપન કરીને મેં ક્લાયન્ટને એમનું સૉફ્ટવેર મેઈલ કરી આપ્યું અને એમની સાથે કોમ્યુનિકેટ કરીને એમણે બ્રીફ પણ કરી આપ્યું સાથે- સાથે અમારા બોસને પણ ઇન્ફોર્મેશન આપી દીધી. જયંત ડોયે ફરીવાર મને થેંકયુ કહ્યું ટાર્ગેટ સમય પહેલાજ પૂરો કરી આપવા માટે. હવે આગળ શું કામ કરવાનું એનું લિસ્ટ હજી સુધી બાકી હતું કારણકે એક અમારી કંપની એક નામચીન ગ્રુપ હતું જે માર્કેટમાં એક ઉમદા છાપ ધરાવતી હતી જેના કારણે અમારા પાસે ક્યારેય કામની ખોટ નહોતી આવતી. મે શિખાને કોલ કરીને મારી કેબિનમાં બોલાવી અને સિડી ડ્રાઇવ આગળ ડિસ્પેચ કરવા માટે આપી દીધી. કામ પૂરું કરતા કરતા ૫:૦૦ વાગી ગયા હતા અને અડધા કલાક જેવા સમય પછી ઘરે જવાનો સમય હતો એટલે આજે મેં સામેથી શિખાને કોફી માટે ઇન્વાઇટ કરી એટલેકે કોફી પીવા માટે કહ્યું હતું. (જનરલી આમ જોવા જાયતો આઈ.ટી. ફિલ્ડવાળા લોકો બહુ જલ્દી ફ્રસ્ટ્રેટ થઈ જતા હોય છે અને સિગારેટ અથવા કોફીની હેબિટ ધરાવતા હોય છે કારણકે આખો દિવસ લેપટોપ સામે બેસીને માથાકૂટ કરવી પડતી હોય છે જેના કારણે લગભગ ઓફિસની અંદરજ ટી અને કોફી મેકર હોયજ છે અને અમારી ઓફિસમાં પણ હતું જેના કારણે બહારથી ચા- કોફી મંગાવવાની જરૂર નહોતી પડતી. મને આ બંનેમાંથી કોઈની હેબિટ નહોતી પણ ક્યારેક હું સિગારેટ પણ પી લેતો અને કોફી પણ એટલે આ કોઈ નવીન વાત નથી આ ફિલ્ડ માટે)
હું અને શિખા કોફીની મજા માણી રહ્યા હતા અને સાથે સાથે લંચટાઈમની વાતો કરી રહ્યા હતા. મે શિખાને થેંકયુ કહ્યું કારણકે એણે અત્યાર સુધીમાં ઘણીવાર મારી ઈનડાયરેક્ટલી હેલ્પ કરી હતી વંશિકા સાથે મારો કોન્ટેક્ટ વધારવા માટે અને શિખાએ મને સોરી કહ્યું કારણકે એણે જે ભૂલ કરી હતી બોલવામાં એના માટે. મને પણ ખબર હતી કે શિખા મરામતે હંમેશા સારું વિચારે છે એટલે એના પર ખોટો ગુસ્સો કરવાનો કોઈ મતલબ નહોતો અને મેં એને ઈટ્સ ઓકે કહ્યું અને અમે બંને સાથે બેસીને કોફીની મજા માણવા લાગ્યા. અમારી વાતોમાં આમજ અડધો કલાક પસાર થઈ ગયો અને ફાઇનલી ઓફિસ ટાઈમ પૂરો થયો અને હું અને શિખા નીકળવા માટે રેડી થવા લાગ્યા. જતા-જતા શિખાએ ફરીવાર ટોન્ટ માર્યો. "કેમ સર, આજે લેટનાઇટ કામ કરવાનો વિચાર નથી કે શું ?
હું :- બેટા, મને લાગે છે કે તારી મસ્તી હવે વધતી જાય છે અને ક્યારેક મારે તને પીટવી પડશે.
શિખા :- બસ, તમને શું લાગેછે હું તમારથી ડરું છું ? મિ. રુદ્ર ગજ્જર જો મને મારવાનો વિચારપણ કર્યોતો હું ભાભીને જઈને કહી દઇશ કે.......
હું :- શું કહીશ તું ?
શિખા :- એજ કે તમે ભાભીને બહુ પ્રેમ કરો છો એમ અને સાથે સાથે તમે એક નંબરના ફટ્ટુ પણ છો.
હું :- ઊભી રે બેટા હવે તો તું ગઈ.
શિખા :- બીજું એવું પણ કહીશ કે તમે ભાભીના ગયા પછી એમના કરતાં વધુ તારીફ મારા લંચની કરતા હતા. બોલો હવે શું કરશો ?
હું :- મારી માં, તારા હાથ જોડું છું. હું તને ક્યારેય નહીં પહોંચી શકું બોલવામાં મને માફ કરી દો માતા.
શિખા :- યે હુઈના બાત, યહી ડરમેં દેખના ચાહતીહૂ મેં આપકી આંખો મેં. શાદી કે બાદભી....
હું :- હા માતા, ચાલો હવે નીકળીએ કે અહીંયા રોકાઈ જઈશું.
અમે બન્ને ઓફિસની બહાર નીકળી ગયા અને લિફ્ટમાં એન્ટ્રી થયા. ગ્રાઉન્ડ ફ્લોર પહોંચીને શિખા એના વ્હીકલ પાસે ગઈ અને હું મારા બાઇક પાસે. મારા બાઇકની બાજુમાં વંશિકાનું એક્ટિવા નહોતું એટલે લાગ્યું કદાચ અમારી પહેલાજ નીકળી ગઈ હશે કારણકે મારી અને શિખાની વાતમાં અમે ૧૦ મિનિટ જેવો વધુ સમય બગાડ્યો હતો. મે મારી બેગમાંથી મારા બ્લુટુથ કાઢ્યા અને મારા મોબાઈલ સાથે કનેક્ટ કર્યા અને સોંગ ચાલુ કરી દીધા. મારા બે પ્રકારના મૂડ હતા જ્યારે હું વધુ પડતો ખુશ હોય ત્યારે અને વધુ પડતો દુઃખી હોય ત્યારે મને સોંગ સાંભળવાનું બહુ ગમતું હતું. હવે દુઃખતો મોટા થયા પછી મેં લગભગ જોયું નહોતું કારણકે મારા ૨ ભાઈ જેવા મિત્રો અને આજુબાજુની વધુ પડતી પોઝિટિવ વાઈબમાં રહેવાના કારણે હું ક્યારેય દુઃખી થતો નહોતો. મે મારી બાઇકપર બેસી ને સેલ માર્યો અને બાઇક સ્ટાર્ટ કરીને નીકળી ગયો મારા હોમ સ્વીટ હોમ પર જવા માટે. મારું પલ્સર ૧૫૦ બાઇક મને ખુબજ વ્હાલું હતું એના પાછળ પણ ૨ કારણો હતા. એક પલ્સર ૧૫૦ મારું ડ્રીમ બાઇક હતું જે મને પહેલાથી ખૂબ પસંદ હતું અને બીજું કે મારી પહેલી સેલેરીમાંથી મેં આ બાઈક ખરીદ્યું હતું. દરેક છોકરાને એમનું બાઇક ખુબજ વ્હાલું હોય છે મારી જેમ. ફાઇનલી ચાલો, ૬:૦૦ વાગવા આવ્યા હતા એટલે ટ્રાફિકતો મળવાનો હતો અમદાવાદમાં અને આજે આંટી પણ આવી ગયા હતા એટલે ઘરે ટિફિનપણ પહોંચી જવાનું હતું એટલે બહાર જમવા જવાની કોઈ માથાકૂટ નહોતી. હજી થોડો આગળ ગયો ત્યારથી ટ્રાફિક શરૂ થયું હતું. લોકોને જેમ મનફાવે તેમ સાઇડ કાપીને નીકળીને વહેલા પહોંચી જવાની ઉતાવળ હોય છે. સાંજનો સમય ખરેખર બહુજ કંટાળાજનક હોય છે ઓફિસવાળા લોકો માટે ઉપરાતં એ.એમ.ટી.એસ અને બી.આર.ટી.એસ બસોમાં પણ એટલીજ ભીડ હોય છે. ફાઇનલી ધીરે- ધીરે હું મારા રુટમાં આગળ વધતો જતો હતો અને આંબાવાડી પહોંચ્યો. સર્કલપર ખૂબ ટ્રાફિક હતું અને લોકોની બૂમોનો અવાજ આવતો હતો વળી કોઈ ઝઘડી રહ્યું હોય એવું લાગતું હતું મે બાઇક ઉપરથી ઊંચા થઇને જોયું આગળ કેટલીય ગાડીઓ એકબીજાની રસ્તો રોકીને ઊભી હતી અને એક્સિડન્ટ થયું હતું. બહુ બધા લોકો ત્યાં આવીને ઊભા હતા પણ એવું લાગતું હતું કે લગભગ લોકો મોબાઈલથી વિડિઓ ઉતારી રહ્યા હતા અથવા એકબીજાને કોસી રહ્યા હતા પણ કોઈ મદદ માટે આગળ નહોતું આવી રહ્યું પોલીસ સ્ટેશનમાં ડરના લીધે. મે મારું બાઇક થોડું હાથેથી ખસેડીને સાઈડમાં કર્યું અને બાજુમાં રસ્તાના કોર્નર પાસે થોડી જગ્યા હતી ત્યાં જવા દીધું અને ત્યાજ પાર્ક કરી દીધું. હું ચાલીને થોડો આગળ ગયો અને ત્યાં જઈને જોયું તો એક ગાડી અને એક એક્ટિવા વચ્ચે એક્સિડન્ટ થયું હતું. ગાડીને વધુ કાઈ નુકશાન ન્હોતું થયું પણ એક્ટિવાનો આગળનો ભાગ તૂટી ફૂટી ગયો હતો પછાડવા અથવા ઘસાવના કારણે અને સાઈડમાં અને બધી જગ્યાએ સ્ક્રેચ પડી ગયા હતા. ગાડીવાળો ગાડીની બહાર ઊભો હતો અને લોકો એને ઘેરીને ઊભા રહ્યા હતા અમુક લોકોને જોઈને તો લાગતું હતું હમણાં આ લોકો એને મારવા લાગશે.