Shabd-pushadhi - 9 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 9

Featured Books
Categories
Share

શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 9

શબ્દ ઔષધી ભાગ- 9 જીવનને જીવવા જેવું બનાવીએ મા આજનો શબ્દ છે "સમજણ" 

સૌ પ્રથમ તો દરેકે દરેક સમજદાર વ્યક્તિએ એક વાત સમજી લેવી જોઈએ કે જો આપણને કોઈપણ વ્યક્તિને સમજાવવાની જરૂરીયાત ઉભી થાય છે તો એના મુખ્ય કારણોમાં સૌથી મોટું કારણ એ હોય છે કે, કોઈપણ પ્રકારે કે કોઈપણ કારણવશ શરૂઆતમાં આપણે દાખવેલી આપણી જ કોઈ બેદરકારી કે પછી આપણું કૂણું વલણ જ જવાબદાર હોવાનું.

હા મિત્રો,

જ્યારે આપણે ઘરના કે બહારના કોઈપણ વ્યક્તિ પ્રત્યે વધારે પડતો વિશ્વાસ મૂકી દઈએ છીએ,

ત્યારે એજ આપણો વિશ્વાસ આગળ જતાં, કોઈ એકને કે પછી બંનેને ભારે કે પછી મોંઘો પડતો હોય છે, કે પછી કોઈ મુશ્કેલીમાં મુકી દેતો હોય છે. 

આજ પરિણામ ત્યારે પણ મળતું હોય છે કે જ્યારે

આપણે એ વ્યક્તિ પર જરૂરથી વધારે પડતો પ્રેમ કે લાગણી માં તણાઈ જઈ જે તે વ્યક્તિ તરફ એક લિમિટથી વધુ કૂણું વલણ અપનાવવા લાગીએ છીએ.

ખરેખર એ લાંબા ગાળે આપણા,

જે તે વ્યક્તિના

કે પછી બંને માટે નુકસાનકારક સાબિત થઈ જતું હોય છે. 

આનાથી બચવાનો એકજ ઉપાય એ છે કે, 

ક્યારે?

કોને ?

કેટલી ? અને ક્યાં સુધી સમજણ/સલાહ આપવી,

કે પછી 

ક્યારે ?

કોની ?

કેટલી, અને ક્યાં સુધી સમજણ લેવી,

અથવા તો કોઈને વાત કહેવી,  કે સાંભળવી ? 

જો ઉપરોક્ત બાબતનું પૂરતું જ્ઞાન જ્યાં સુધી આપણે નહીં કેળવીએ, તો સમય જતાં મુશ્કેલીનો સામનો કરવામાંથી આપણે બાકાત નહીં રહીએ. 

માટે જ્યારે પણ, જ્યાં પણ જેટલી સમજણ આપવાની કે લેવાની જરૂરીયાત લાગે,

ત્યારે જો આપણે જરા સરખા પણ,

સંકોચમાં રહ્યાં,

શરમમાં રહ્યાં, કે પછી

અહમમાં રહ્યા તો કોઈ એક, કે પછી બંને પક્ષે મુશ્કેલી ઉભી થશે થશે અને થશે જ,

એ વાતમાં કોઈ બેમત નથી. 

અને આ સમજણ તો ત્યારે જ આવે કે જ્યારે

આપણા સ્વભાવમાં અન્યો પ્રત્યે સાચો પ્રેમ લાગણી અને વિશ્વાસ ભર્યો હોય, અને એ પણ નિસ્વાર્થ. 

જ્યારે અન્ય વ્યક્તિ આપણને જે સલાહ આપે,

એ સલાહ ભલે સાચી હોય કે ખોટી,

સૌ પ્રથમ પુરી સલાહ સાંભળી લેવાની આદત કેળવાય તો સમજો જીવન આનંદનું પહેલું પગથિયું આપણે પાર કરી લીધું છે. 

હવે બીજું પગથિયું એ છે કે,

કોઈએ આપણને આપેલ શિખામણ કેટલી સાચી છે,

ને કેટલી ખોટી

એનું શાંત ચિત્તે મનમાં ચિંતન કરવું,

ત્યારબાદ જ નિષ્કર્ષ પર આવવું, આપણા માટે ફાયદાકારક રહેશે. 

આજ વસ્તુ કોઈને સલાહ આપતી વખતે પણ લાગુ પડે છે, કે જ્યારે

આપણે કોઈને કંઈ સલાહ આપીએ એ પહેલાં

સૌ પ્રથમ એ જોઈ લેવું કે,

આપણે જેને સલાહ આપવા માંગીએ છીએ,

શું એ આપણી સલાહ નું પાલન કરશે કે નહીં?

બીજું કે કરશે તો કેટલું પાલન કરશે ?

ત્યારબાદ સામેની વ્યક્તિને સારી રીતે સમજાય એમ

પરંતુ

ખૂબ ઓછા પણ અર્થ પૂર્ણ શબ્દોમાં જે તે વ્યક્તિને સલાહ આપવી,

હા આમાં કોઈ કોઈ વાર સામેના વ્યક્તિને સમજવામાં આપણી કોઈ ભૂલ થઈ જતી હોય છે,

તો જરૂર પડે, તો જે તે વ્યક્તિને એટલી જ નમ્રતાથી ફરી સમજાવવામાં કોઈ જ વાંધો નથી. 

પરંતુ પહેલાં કહ્યું તેમ,

કોને સલાહ આપવી, કે કોની સલાહ લેવી ?

એનું પૂર્ણ જ્ઞાન કેળવવું અતિ આવશ્યક બની જાય છે,

નહીં તો આમાં ક્યારેક આપણું કે અન્યનું કોઈ કામ પણ બગડી શકે છે, ને અંતે

સંબંધ પણ બગડી જતાં હોય છે. 

પેલું કહે છે ને કે, 

ધરમ કરતા ધાડ પડી,

બસ આવું ન થાય એના માટે સલાહ લેતા કે આપતા પૂર્વે આ બધી બાબતો પર ધ્યાન આપવાથી બંને માટે ફાયદાકારક સમયનું નિર્માણ ઊભું થશે, ને સંબંધો પણ ઘાઢ બનશે. 

છેલ્લે એક વાત 

ક્યારેય એવું મનમાં નહીં લાવવું કે મારે મારા સમગ્ર જીવનમાં ક્યારેય કોઈની સલાહની જરૂર નથી, કે પછી જરૂર નહીં પડે. 

શબ્દ ઔષધિમા વધારે ભાગ 10 માં કોઈ નવાં શબ્દ ઉપર ત્યાં સુધી આપ સૌ વાચક મિત્રોનો દિલથી આભાર