પહેલા તો બધાની દિલથી માફી માંગું છું. વાર્તામાં જેમ કિરણને સાહિલ માટે પાંચ વર્ષ રાહ જોવી પડે છે. એમ આપણે પણ આગામી વાર્તા માટે ખરેખર પાંચ વર્ષ ની રાહ જોવી પડી. આશા છે કે, હવે આ નિયતિ વાર્તાનાં અંત સુધી વિના વિલંબે આગળ વધતી રહે.. આપ સૌ મિત્રો પહેલાંની જેમ જ પોતાના પ્રતિભાવો જણાવશો અને કોઈ ખામી રહી ગઈ હોય તો યોગ્ય ધ્યાન દોરવશો.
અત્યાર સુધી આપણે જોયું કે, નાના શહેરથી વડોદરા જેવા મોટા શહેરમા ભણવા માટે આવેલી કિરણ વડોદરામાં સેટ થવા માટે પ્રયત્ન કરી રહી હોય છે જ્યાં અચાનક એક ફોન કોલ એના સરળ જીવનમાં નવો વળાંક લાવે છે જે એને ફરી પાંચ વર્ષ જવા મજબૂર કરે છે.... છેલ્લે કિરણ એની બેસ્ટ ફ્રેન્ડો ને પોતે સાહિલને કેટલો પ્રેમ કરે છે એ જણાવતાં કિંજલ ભગવાન પાસે જઈને પણ એ બંને ને મળાવવા પ્રાર્થના કરશે એમ કહે છે. હવે આગળ.....
ભાગ ૭
કિંજલ નું નામ આવતાં જ કિરણ નાં આંખમાંથી એક બોર જેવડું આંસુ ટપ કરતા પડી જાય છે કેમ કે થોડા સમય પહેલા જ ઘરના કોઈ અગમ્ય કારણોસર કિંજલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, શાળામાં વેકેશન હોવાથી મળવાનું ઓછું થાય છે હજૂ થોડા દિવસ પહેલાં કિંજલનો ફોન આવ્યો હોય છે પરંતુ કિરણ વાત નથી કરી શકતી અને એક દિવસ કિંજલના આવા સમાચાર મળે છે, કિરણ એક ધબકાર ચૂકી જાય છે એને લાગે છે કે જો તેણે છેલ્લે કિંજલ સાથે વાત કરી લીધી હોત તો કદાચ આવું કાંઈ ના થાત, આ સાથે કિરણ પોતાના ભૂતકાળમાંથી બહાર આવી જાય છે અને જોવે છે તો જાણે બંને સહેલીઓ સાથે રડતી હોય એમ આકાશમાંથી આંસુ વરસતા હોય છે, કિરણને યાદ આવે છે કે પોતે વાંચવા માટે અગાસી પર આવી હોય છે અને વરસાદને લીધે એ ફટાફટ બુક લઈને નીચે રૂમમાં આવી જાય છે.
પિન્કી: अरे! किरण इतनी अच्छी बारिश हो रही है और तुम नीचे क्यों आ गई?
પ્રિયંકા: हां, यार! हम सब टेरेस पर ही आ रहे थे नहाने... चल। चल । वापस, बड़ा मज़ा। आएगा।।
કિરણ: नहीं यार तुम लोग ही जाओ मेरा कोई मन नही है बारिश में भीगने का...
બધા ચિંતાથી કિરણ સામે જુએ છે બધાના મનમાં સવાલ હોય છે કે આને થયું છે શું કે આટલી ઉદાસ છે..(બધા વરસાદમાં નહાવા માટે જાય છે અને કિરણ પોતાની બુક લઈને વાંચવા બેસે છે)
રાતના ૯ વાગ્યાનો સમય છે, બધાના ટિફિન આવી ગયા હતા એટલે ફ્રેશ થઈ ને બધા સાથે મળીને જમવા બેઠા, જમીને રૂમની બધી છોકરીઓ પોતપોતાનો ફોન વાપરવા માં વ્યસ્ત હોય છે, કિરણ પણ પોતાના મમ્મી પપ્પા ને ફોન કરે છે અને એ લોકો સાથે વાતો કરતા કરતા હસી મજાક કરવામાં ૧૦ ક્યાં વાગી જાય છે એનો ખ્યાલ જ નથી રહેતો..
વરસાદના લીધે વાતાવરણમાં એક અલગ જ રોમાંચ હોય છે, કિરણ એ વાતાવરણનો માહોલ અનુભવતી બહાર બાલ્કની માં ઊભી હોય છે.. અને પોતાના મનપસંદ સંગીતનો આનંદ માણી રહી હોય છે ત્યાં અચાનક એના ફોનની ઘંટડી રણકી ઊઠે છે અને એના આનંદમાં ભંગ પડે છે, વરસાદનો રોમાંચ ક્ષણિક હોય એમ સાહિલનો નંબર જોતા જ કિરણ પોતાની સંગીતની દુનિયામાંથી બહાર આવી જાય છે..અને ફોન કોલ નો જવાબ આપવા ન માંગતી હોવાથી ફોન જ સાઈલન્ટ કરી નાખે છે.. પણ એનું ધ્યાન ફોનની સ્ક્રીન પર જ અટકેલું હોય છે જેમાં સતત સાહિલ નો નંબર ફ્લેશ થતો હોય છે, કિરણ અવઢવમાં પડી હતી કે ફોન ઉઠાવો કે નહીં? , ઉઠાવી ને શું વાત કરવી? સાહિલ નાં જીવનમાં શું ચાલતું હશે? એનાં મનમાં સવાલ નું પુર આવ્યું હોય છે..
ઘણી વાર બાદ કિરણ કોલ રિસિવ કરે છે..
કિરણ હજુ પણ કંઈ બોલી શકતી નથી સામેથી કેટલીય વખત હેલ્લો... હેલ્લો અવાજ આવે છે..
સાહિલ: હેલ્લો, કિરણ!!! કેમ કંઈ બોલતી નથી? તું જ છે ને?? હેલ્લો..઼.. હેલ્લો મારો અવાજ આવે છે????કિરણ....
(પોતાના માં આત્મવિશ્વાસ ભેગો કરી ને)
કિરણ: હા... હું... હું કિરણ. બોલો,
સાહિલ(હાશકારો અનુભવતાં) હા...શ..યાર તું આટલા વર્ષો માં જરા પણ બદલાઈ નથી, હજું પણ એવી ને એવી જ છે ચૂપચાપ રહેવા વાળી, મારે તારી સાથે બોવ બધી વાતો કરવી છે..બોવ બધું કહેવું છે...બોવ બધું સાંભળવું છે..(સાહિલ કિરણના જવાબ ની રાહ જોયા વિના એકસાથે બધું બોલ્યા જ જાય છે.)
સાહિલ: જો અત્યાર સુધી તું ભલે ચૂપ હોય પણ આજે તો તારે બોલવું જ પડશે. આટલા વર્ષો જેનીરાહ જોય છે એના જવાબો આપવા જ પડશે..
કિરણ: શેના જવાબ? શેની રાહ જોતા હતા?
સાહિલ: આપણે ૫ વર્ષ પહેલાં મારા ઘરે મલ્યા તા ને જે વાત થઈતી એ.. મને એમ કે તું ભૂલી ગઇ હશે પણ જ્યારે તને નિધીના મેરેજ માં જોઈ તો લાગ્યું કે મને જોઈએ છે એ જવાબ મળશે...(જરા અચકાતા) મળશે ને???
કિરણ: હા, પણ પ્રશ્ન શું છે એતો ખબર હોવી જોઈએ ને??
સાહિલ: જો સાંભળ છેલ્લી વારની જેમ ભાગી ના જાતી ઓકે, મને તુ પહેલી વખત જોઈ હતી ત્યારથી બોવ જ ગમે છે..... અને આજે પણ એટલી જ ગમે છે.... આ..ઈ....લવ....યુ...કિરણ.....હું તને ગમું છું????
કિરણ કાંઈ પણ બોલી શકતી નથી, વર્ષોથી જે પળની રાહ જોઈ રહી હતી એજ ક્ષણ ઉપર આવી ને ઉભી હતી એની નિયતિ.. શું હશે કિરણ નો જવાબ??? શું આ વખતે કિરણ પોતાના દિલની વાત માનશે કે પછી એની નિયતિ માં બીજું કંઈ લખ્યું છે.. જોઈએ આગળ ના ભાગમાં....