તમે બધા એ ક્યારે ને ક્યારે કોઈના મોઢે આ વાત તો સાંભળી જ હશે..
ફલાણાએ તો દીકરો થાય એની બધા રાખી છે. આ જગ્યા એ જઈને તમે દીકરાની માનતા રાખો તો તમને ધાર્યું પરિણામ મળે છે..
માનતા હંમેશા ગરીબ પરિવારના લોકો જ રાખે છે જેમની એમની 2 વખતની રોટલી માટે સવારથી સાંજ સુધી કોઇપણ જાતની પરિસ્થિતિ જોયા વગર માત્રને માત્ર ખાવા માટે મજૂરી કરતા હોય એવો લોકો જ માનતા માં દીકરો માંગે છે, બાકી પૈસાવાળા ના ઘરમાં દીકરી લક્ષ્મીનો અવતાર લઈને આવે છે.
આજે એક ભાઈ જોડે બેઠો હતો કે એમને મને ગોળનો નાનો ટુકડો આપ્યો ને કહ્યું લો સાહેબ મારે ઘરે આજે બાબો આયો છે. તો મોઢું મીઠું કરો.. મે એને મારા થોડી મદદ કરી ને કહ્યું કે ઘરે જતા પૈડાં લઈને જજે આ રાખ તારી પાસે..
એને કહ્યું કે સાહેબ અત્યારે તો અહીંયા થી સીધો બાધા કરવા જાઉં છું ચાલતો ચાલતો..એટલે ઘરે જવાનું નક્કી નઈ રાત્રે લેટ થઈ જશે..મૈં કહ્યું કે અહીંયા બેસ ખુશી સમાચાર લઈને આયો છું. ચા પીતો જા... મૈં ચા આવે ત્યાં સુધી કહ્યું કે સેની બાધા રાખી હતી..?
તો પહેલા તો થોડા એ થાય કે સાહેબ હું તમને કહીશ તો તમને થોડું એવું લાગશે કે 2025 માં તું હજી આવા વિચાર લઈને ફરે છે.. પણ મારા માટે માનું એ બધું ભગવાન છે. મે એને સાંત્વના આપી કે બોલો દિનેશભાઈ, એમને બહુ ધીમા આવજે કહ્યું કે સાહેબ અમે દાહોદથી અહીંયા મજૂરી કરવા આવીએ છીએ. અમે બંને માણસ અહીંયા જે મજૂરી મળે એ કરીએ અને બે ટાઈમ નું ખાધા જેટલું ભેગુ કરીને.. પણ તમને ખબર તો છે અત્યારે કેવું ચાલે છે. દુનિયા એક મિનીટ પણ કોઈની રાહ જોતી નથી, એટલે આપણે પણ સમય સાથે બદલાવું પડે ને.. મે એની વાત અધવચ્ચે થી કાપી ને કહ્યું કે બાધા શેની રાખી હતી..? એને કહ્યું મનેં કે દીકરો થાય એની રાખી હતી. અને માતાજીની અસીમ કૃપાથી દીકરો નો મારા ઘરે જન્મ થયો.. મે કહ્યુ કે ભગવાન જે આપે એ રાજી ખુશીથી સ્વીકારી લેવાનું,
દિનેશભાઈ તર્ક સાથે મને જવાબ આપ્યો સાહેબ મે અને મારા ઘરેથી દીકરા માટે માનતા રાખી મારા કરતા પણ મારી ઘરવાળી વધારે ખુશ છે.. અમારા માટે તો અમારો દીકરો અમારા તારણહાર બનીને આયો છે. મોટો થઈને ભણી ગણીને જો આગળ વધશે તો પણ પરિવારની જવાબદારી તો નીભાવશે અને ઓછું ભણશે તો પણ પરિવારની જવાબદારી એ નિભાવશે જ.. આ દીકરો એ નવી આશા લઈને અમારા જીવનમાં આયો છે.. ભગવાન કરે કે અમારી બધી આશા પૂરી થાય.. આ વાત પણ એનેં પૂરી કરી અને ચા ની ચૂસકી પણ.. અને એ ત્યાં થી બાધા પૂરી કરવા માટે રવાના થયો.!
" પરિવાર માટે એનો દીકરો મોજ શોખ મૂકીને કમાય છે.. માટે જ ભગવાન જોડે એને બાધામાં મંગાય છે..
કોઈ પણ પરિવારમાં એક દીકરો તો એવો આવે જ છે જે એના ઘરની દરેક જવાબદારી પોતાના ખભા પર લઇને આગળ વધે છે.. એમને આ સમાજના 4 લોકો શું 40 લોકોથી પણ ફરક નથી પડતો ત્યારે તે આગળ વધે છે.. સમાજ કાર્ય કરવા જ્યારે તમે તમારા પરિવારનું વિચારતા થઈ ગયા ત્યારે સમાજમાં બદલાવની શરૂઆત થવા લાગી.. પહેલા દિનેશભાઈ એ મને વાત કરી તો મને લાગ્યું કે આ શું ના કામની વાત કરે છે પણ એને બહુ નાની વાતથી જીવનનો બહુ મોટો બોધ પાઠ આપ્યો. જ્યાં જ્યારે જ્યાંથી નવી શરૂવાત કરવા મળે ત્યાં ત્યારે ત્યાંથી નવી શરૂવાત કરી જ દેવાની. એક નવી આશા સાથે આરંભ કરેલું કામ ક્યારે ને ક્યારે એના લક્ષ્ય સુધી પહોચે જ છે બસ તમારે એ કામ ખંત અને વિશ્વાસથી કરતું રેવું પડે...
:- હિમેન સોલંકી "કબીર"