Kai Kahaani Lakhu ke mane Tane Pamvani ke tane Khoi Besvani ?? - 2 in Gujarati Love Stories by dhara books and stories PDF | કઈ કહાની લખું કે મને તને પામવાની કે તને ખોઈ બેસવાની ?? - 2

The Author
Featured Books
Categories
Share

કઈ કહાની લખું કે મને તને પામવાની કે તને ખોઈ બેસવાની ?? - 2

હું અલોરા આ કહાની મારી તમને મારા જ દિલ થી કહેવા માંગુ છું જેને હું ખુદ ની ખુદ સાથે ની મુલાકાત કહું છું . જેમાં મે મારું આખું દિલ ને મૂકી દીધું હતું . 

જયારે આપણે ઉંમર ના ૧૮ માં વર્ષ એ પહોચી એ ત્યારે ના તો કોઈ એક્સપિરિયન્સ હોઈ , ના તો કોઈ સમજણ હોઈ , બસ એવી ખબર હોઈ કંઇક કરવું છે , પણ સુ એ નઈ;પરંતુ અમુક લોકો ને ખબર હોઈ કે એને એના જીવન માં શું કરવું છે ? પણ અમલ માં કરવું ઘણું મુશ્કેલ છે અને જયારે આપણું બાળપણ આપણ ને સાદ કરતું હોઈ કે ચાલ રમવા તયારે સમજવું કે આપણે જવાબદારી માં ઝકડાઈ ગયા છીએ અને આ ઉંમર આપણી ભૂલ કરવાની છે , એ ભૂલ ને સુધારવાની છે, બાકી ત્યારે કરેલી અમુક ભૂલ છેલ્લે સુધી પડછાયો બની સાથે રહે છે. 

આ જ ઉંમર માં આપણ ને આકર્ષણ, પ્રેમ , હૂંફ બધી જ ભાવના ની જરૂર પડતી હોઈ છે ., આંખો કોઈ ને ગોતતી હોઈ છે.કઈક આપણે નવા સબંધો બનાવવા ઉત્સુક હોઈ એ , એવા સાથે જ આ નવી દુનિયા માં આ બધું બહુ આસાની થી મળી રહે છે જેમાં ફોલોવર વધારવા ની ચાહત આપણી ....... ..

       બસ આ જ રીતે આ બધું આપન ને અંજાણ વ્યક્તિ સાથે મુલાકાત કરાવી આપે છે . આ મુલાકાત ભલે ઓનલાઇન હોઈ પણ કેવાય ને સબંધ જોડાતા વાર લાગે છે , પણ તૂટતા નઈ  . અહીં તો થોડી મુલાકાત દોસ્તી માં કયારે ફેરવાઈ ગય ખબર  ના પડી. 

પણ ધીમે ધીમે આ દોસ્તી એ આદત જેવી બની ગઈ.  એ આદત જે કોઈ ને પણ કોઈ વસ્તુ ની લાગી શકે પણ આ તો એક દોસ્તી હતી . જે કોઈ ને જલ્દી સમજાઈ જાઈ તો કોઈ ને થોડો સમય લાગે . જેમાં મને ઘણો જ સમય લાગ્યો ત્યાં તો બધું હાથ માંથી રેલાઈ ગયું ...

 Adem ને ત્યારે એટલો એહસાસ નહોતો કે આ આદત એના માટે કેવી છે , સામે મને એની એટલી આદત કે એના એક મેસેજ માટે મારે વારે વારે ફોન ની સ્ક્રીન પર જોવું પડે કે કાશ એનો એક રિપ્લાય આવે . અમારી શરૂઆત કઈક આવી હતી , 

તે : હાઈ 

હું:હાઈ 

તે : તું મને ઓળખે ? 

હું : ના

અચ્છા સારું 

બસ આવી નાની વાત વાત માં ખાલી સમય ઓછો પડતો હોઈ એવું લાગતું . એમાં એકબીજા ને ઓળખવાની જે ઉત્સુકતા મન ને બધી જ મર્યાદા માંથી ખેચી ને કોઈ ગુના તરફ લઈ જતું હોઈ એ જાણતા અજાણતા કઈ સમજાતુ નથી. 

જેમ મારી સવાર જ એના મેસેજ ની રાહ માટે પડી હોઈ એવું લાગતું . મને આખો દિવસ એના જ વિચાર માં પસાર થઈ જતો . જયારે કોઈ પુછે પ્રેમ એટલે શું ? તો મારી પાસે થી એનો જવાબ મળવો ખૂબ મુશ્કેલ લાગે છે , પ્રેમ તો ત્યારે સમજાઈ જયારે તમે કોઈ ના વિરહ માં રાત દિવસ તમારા સમય ની ગાડી ની સ્પીડ વધારવા માંગો પણ ગાડી આગળ વધે જ નહીં. 

    જયારે હું ખુદ જિંદગી ના થોડા થોડા ટુકડા ઓ સમજવા લાગી તયારે મે લખવાની ચાલુ કર્યું . કયારેક મન સમજતું નહોતું અને દિલ મનાવવા માંગતું નહોતું કે તને હવે એની આદત લાગી ગઈ છે , અને આવા સમયે એને વાત માં મને પૂછ્યું કે તું કમ મને તારા મન ની વાત કહેતી નથી કે તને સુ ગમે , તને કઈ રીતે કોઈ ને મળવું ગમે ,તયારે મારા માંથી એટલો જ જવાબ મળ્યો એને કે જાને હવે એવું કઈ થોડી હોઈ , બધું કવ જ છું . તને યાદ છે મે તને કીધું હતું કે દરરોજ મને નવા નવા લોકો ને મળવું ગમે . એ મારી ઉંમર ના હોઈ એવું નઈ બસ ખાલી એક વાતો કરવા જોઈએ .