વરસાદના ટીપાં ખિડકીના કાચ પર સરકી રહ્યા હતા.
કાવ્યા પોતાના desk પર બેઠી હતી, ચાની કપમાંથી ઉઠતી વરાળમાં ખોવાઈને.
ટેબલ પર પડેલી એક ચીઠ્ઠી —
તેના ઉપર ફક્ત બે શબ્દો લખેલા: “મળવું છે.”
કાવ્યાના હાથ કાંપ્યા… કારણ કે એ લખાણ એની ઓળખની બહારનું નહોતું.
પણ એ વ્યક્તિ, છેલ્લા પાંચ વર્ષથી…
ગાયબ હતો.
માયાનગરી મુંબઈ ની બોરીવલી ની એ આલીશાન બિલ્ડિંગ કે જ્યાં દરેક માળ પર ચમકતા windowsમાંથી Arabian Seaનો reflection દેખાતો હતો.ગેટ પર બોક્સર જેવા સિક્યુરિટી ગાર્ડ તો લોબી મા ચારેતરફ ફૂલો ની સુગંધ ને દીવાલો પર મહાન વ્યક્તિ ના ફોટો વળી ચારે તરફ એ.સી ની કૃત્રિમ હવા તો ખરી જ.લિફ્ટ મા જતા એ દુનિયા ના દેકારા થી દૂર જાણે ક્યાંક મનપસંદ સ્થળ પર આવ્યા હોય તેવો અહેસાસ લિફ્ટ નું મ્યુઝિક પણ જાણે વ્યક્તિ ને માનસિક શાંતિ દેવાના પ્રયત્ન મા હોય. બિલ્ડિંગ ના ટોપ ફ્લોર થી તો આખું મુંબઈ દેખાય.આ અલોકિક ઈમારત એટલે કે Silver time. Building નું નામ સાંભળતા જ લોકો તો તેની સ્મૃતિ મા ખોવાઈ જતા.
ગગનચુંબી ઈમારત તો ખરી જ અને આ જ બિલ્ડિંગ ની 11મી મંજિલ પર બેઠી છે કાવ્યા કાપડિયા.કાવ્યા અઢી અક્ષરનું નામ પણ સફળતા ચાર અક્ષરનું નામ.હવે કાવ્યા અને સફળતા ને શું સંબંધ? કાવ્યા સુરત ના ખોબા જેવડા ગામની છોકરી . ભણવામા ઠોઠડી પરંતુ જિંદગી ની પરીક્ષા મા TOPPER. દિવાસા ના દિવસો છે પરંતુ,
🌸 એ સવાર શહેર માટે સામાન્ય હતી,
પણ એક નાના ઘરના ખૂણે આજે ચમત્કાર થયો.
વરસાદની હળવી બૂંદો ખિડકી પાસે રમતી,
અને અંદર—એક નાની, ગુલાબી ચહેરાવાળી પરિ,
જેના ગાલ પર હાસ્યનો પહેલો અણસાર હતો.
એની આંખો જાણે આકાશમાંથી ચોરીને લાવવામાં આવી હોય,
અને એનાં નાના હાથોમાં ભવિષ્યના સપનાં છુપાયેલા.
પરિવારે એને જોતા જ માની લીધું—
આ તો ફક્ત દીકરી નથી,
આ તો ભગવાનની સાક્ષાત્ સ્મિત છે.
જન્મથી જ દૃઢ સંકલ્પ વારી ને જિદ્દી છોકરી.દાદા ની લાડલી ને પાપા ના આંખનું જાણે સપનુ.જન્મથી જ તેને રાજકુમારી ની જેમ રાખવામા આવી હતી. કઈ પણ કો પણ કાવ્યા ઘણી તોફાની . એક વખત તો શાળાની બારીનો કાચ ફોડી નાખ્યો,તેની પાછળ કોઈ અંગત સ્વાર્થ કે બદલા ની ભાવના ન હતી માત્ર નિર્દોષ બાળપણ હતું.આખુ ગામ કાવ્યા ને તોફાની છોકરી થી ઓળખે ,એક ઘર એવું નહી હોય કે જ્યાં કાવ્યા ની ચર્ચા ના થય હોય.દિવસો સુખના જતા હતા .એક દિવસ આ જ કાવ્યા ના જીવન મા જાણે અંધારું છવાય ગયું .કાવ્યા ના દાદા જે હમેંશા તેને બચાવતા તેનું અકાળે અવસાન થયું . બધા ના મનમા એક જ પ્રશ્ન કાવ્યા આટલી શાંત કેમ થઈ ગઈ? કાવ્યા ના દાદા ના અવસાન પછી જાણે તે શાંત થઈ ગય તેના જીવન મા પાનખર આવી ગયો ! સાંજ પડતી હતી. આકાશમાં સૂર્ય તાંબડી લાલી પહેરીને ધીમે ધીમે પશ્ચિમ તરફ ઉતરી રહ્યો હતો.
બગીચાના આમળાના ઝાડ પરથી કાગડા ઉડીને વીંઝાઈ ગયેલા આકાશમાં ચક્કર મારતા હતા.
કાવ્યા માટી સાથે રમતી હતી — પણ તે રમકડાંમાં ડૂબેલી બાળક નહોતી.
દાદા ગયા ત્યારથી તેની આંખોમાં કોઈ મસ્તી ન હતી, ફક્ત ઊંડો શાંત સાગર.
તેના નાનકડા હાથમાં જૂની ખીલવાળી કાંસી જેવી ચમકતો કંઈક લાગ્યો.
હાથ ખોદતી ખોદતી અચાનક તેની આંગળીઓ ટીનના કડક સપાટ સાથે અથડાઈ.
કાવ્યાએ માટી ઝાંખી કરી — બહાર એક નાનકડું ટીનનું બોક્સ દેખાયું.
તે પર માટી અને જંગની ચાદર હતી, જાણે વર્ષો થી ધરતીમાતા એ તેને કેળવી રાખ્યું હોય.
તે બોક્સ ઊંચું કરતાં જ તેના પેટમાંથી એક અજાણી ઠંડક વહી ગઈ.
બોક્સ પર પીળો, પાતળો કાગળ ચોંટેલો હતો — કાગળ પર દાદાના ઓળખાણના, વાંકડિયા પરંતુ ગમગીન અક્ષરોમાં લખ્યું હતું:
!!!
PART- 2 Soon