Signature No Suspense - 1 in Gujarati Philosophy by Ankit K Trivedi - મેઘ books and stories PDF | સિગ્નેચર નો સસ્પેન્સ... - 1

Featured Books
  • શંકા ના વમળો ની વચ્ચે - 23

    બરોડા પહોંચ્યા પછી સોનાલી ના પપ્પા ને ઘરે તેમના બેડરૂમ માં આ...

  • Smile and Solve

    ઘણી બધી અકળામણ અને પછી નક્કી કરેલો નિર્ણય..... પહેલું વાક્ય...

  • પ્રણય ભાવ - ભાગ 3

                                        આજે પ્રણય ભાવ ના આ પ્રકર...

  • તુતી

    (રસ્કિન બોન્ડ ની વાર્તા monkey business નો ભાવાનુવાદ.)તુતીદા...

  • મેઘાર્યન - 4

    મેઘા ભારપૂર્વક બોલતી હોય તેમ કહ્યું, “આ કામ તમારી સૌથી પ્રિય...

Categories
Share

સિગ્નેચર નો સસ્પેન્સ... - 1

આ વાત છૅ  તમારા મારાં જેવા માણસની,પણ એક અનોખા સબંધની.....

આ વાત છૅ એક નાનકડા ગામની અને ત્યાં રહેતા એક વ્યક્તિની જે કોઈ દાન,ધર્મ , ભગવાન કે ધાર્મિક કોઈપણ કાર્ય કરવામાં ના માનતો અને વિશ્વાસ ન ધરાવતા એવા રાજુ નામના વ્યક્તિની અને તેથી ગામ લોકોએ તેનુ ઉપનામ નાસ્તિક રાજુ  પાડેલું .

 ગામના લોકોને આ રાજુ ગમતો ન હતો કેમકે તે તેની ધૂનમાં જ કામ કરે અને વળી કોઈ કાયદાએ માનતો નહીં એટલો એ ઘમંડી, ઘરમાં એ અને એની બહેન બે જણ જ રહેતા માતા પિતા આ બાળકો બહુ નાના હતા ત્યારે જ ગુજરી ગયા હતા, બહેન ભાઈનું બહુ ધ્યાન રાખે એને કહેતી કે ભાઈ તું રોજ મને મંદિરે મૂકવા આવે છે તો કોકની અંદર દર્શન કરતો હોય તો ત્યારે રાજુ કહેતો કે જો એ હોત તો આપણે નાના હતા તો આપણા માતા-પિતા ત્યારે મર્યા જ ના હોત આવું બોલી અને તે કૃષ્ણ ભગવાન ઉપર માતા-પિતાના મર્યા નો ગુસ્સો ઠાલવતો અને જેમ ફાવે તેમ બોલી ત્યાંથી નીકળી જતો પણ આ બધી વસ્તુની વચ્ચે તેને તેની બહેન પ્રત્યે ખૂબ જ લાગણી હતી તે તેના માટે કંઈ પણ કરી જવા તૈયાર રહેતો, એકવાર તેની બહેને રાત્રે ભાણા ઉપર એને આસ્તિક થવાની શિખામણ આપતા કહેલું કે ભઈલા તને આટલો રોષ માતા-પિતાના આપણા નાનપણમાં ગુજરી જવાથી છે એ હું સમજી શકું છું પણ તું પણ સમજ કે ઈશ્વર વગર કંઈ જ ચાલતું નથી એક દિવસ તું આ વસ્તુને માનીશ

ત્યારે તેણે કહેલું જો ઈશ્વર ના ચાલતું હોય કંઈપણ તો પછી માતા-પિતા ગુજરી ગયા તેમાં પણ તેનો જ હાથ છે તો પછી એ કરુણાનીધાન શાનો જો એ હોત તો એને આટલા નાના બાળકોની ચિંતા હોત અને આવું થવાજ ના દેત એમ કહેતા તે ઉભો થઇને ત્યાંથી નીકળી ગયો.

સમય વીતતો ગયો એના બહેન ના લગ્નનુ ટાણું આવ્યું અને માંડ ઘર ચલાવતા એમાં બહેનને હું શું આપીશ એ વિચાર માં બેઠેલો રાજુ અંદર અને અંદર મનમાં પોતાની જાત ને ધિકકારતો અને બહેનના સાસરિયા એ આપેલું લિસ્ટ જોતો અને વિચારતો ક્યારે આ ભેગું કરીશ,

તેણે તેના ઘણા મિત્રો જોડે પૈસા માટે માંગ કરી મિત્રો એ તેની મદદ તો કરી પણ લિસ્ટની માંગ પુરી થઇ નહોતી તે વિચારતો માતાપિતા હોત તો હું શહેરમાં ભણ્યો હોત અને મને નોકરી પણ સારી મળી હોત તો બહેનના લગ્ન ધામધૂમથી કરત આખા ગામમાં કોઈએ જોયા ના હોય અને વિચાર્યા ના હોય એવા કરત પણ.... એવુ વિચારતા તે સુઈ ગયો.

સવારે ઉઠ્યો અને એની બહેન કહ્યું કે ભઈલા ભગવાન ને કંકોત્રી આપવાની છૅ લે મને ઝટ મંદિર મુકીજા એવુ સાંભળતા જ રાજુના મગજ માં ગુસ્સો આવી ગયો અને એણે બુમ પડતા કહ્યું કે જેને કંકોત્રી આપવી હોય એને આપ પણ ભગવાન ને નહિ એ ભગવાન આની જ તાકમાં હશે કે મને કંકોત્રી આપે એટલે હું જમતો આવું પણ હું એને મારે ઘરે તો કંકોત્રી આપીશ જ નહિ એટલે એ ઘુસી જ ના શકે એને કીધું જો તું કંકોત્રી આપીશ તો હું લગ્ન માં નહિ આવું એવુ કહેતા એની બહેન બોલી ના ભઈલા તું તો જોઈએ ને અને ભગવાન ને કંકોત્રી આપીએ તો એ આવે ખરા ભાઈ આ તો રિવાજ છૅ પણ રાજુ કહે ના એ આવી જશે એનું કઈ નક્કી નહિ એમ કહેતા રાજુ એ કંકોત્રી નો વિરોધ કર્યો અને ના આપવા દીધી,

જોત જોતામાં લગ્નનો દિવસ આવ્યો અને લિસ્ટ અધૂરું હતું પણ તેણે તેના બનેવીને પહેલેથીજ કીધેલું કે બનેવીરાજ  તમારા માતાપિતા ને સમજાવજો કે આ અડધું લિસ્ટ પણ હું લગ્ન પછી પૂરું કરી આપીશ અત્યારે મુખ્ય વસ્તુ લીધી છૅ એમ કહેવડાવી દીધું હતું.

જાન આવી બધા જાનૈયાઓની  આગતા સ્વાગતા કરી અને બીજી બાજુ લગ્ન થઇ ગયા અને પછી બધાની નજર ભાઈ  શું  આપે છૅ એના ઉપર હતી  કન્યાવરની વસ્તુ આપવા માટે જેવી ચાદર વસ્તુ પર થી ઉપાડી ત્યાં ઘરની બહારથી ગામના સરપંચનો અવાજ આવ્યો રાજુ આ લિસ્ટ લે ભાઈ  અને આ બધી વસ્તુ દીકરીના કન્યાવર માટે છૅ રાજુ દોડતો બહાર ગયો તો વસ્તુથી ગાડું ભરેલું હતું અને આ એજ બધી વસ્તુ હતી જે બહેનના સાસરિયાના  લિસ્ટ માં હતી તેણે સરપંચ ને કહ્યું આ તમે લાવ્યા તો સરપંચ નોલ્યા હું નથી લાવ્યો કોઈ  શહેરી છોકરો આવ્યો હતો  ગામ ના પાદર સુધી આવ્યો અને આ કાગળ હાથમાં આપતાં તેમને તને આપવાનું કીધું અને પછી એ અંદર આવી નહિ શકું કેમ કે તેમણે જણાવ્યું કે કંઈક તમારા સબંધ એમની જોડે બગડી ગયા છૅ અને પછી તે તેની ગાડીમાં બેસી ને  જતો રહ્યો.

 આ સાંભળતા રાજુ ની જોડે એની બહેન દોડીને આવી અને કહ્યું કાગળ માં શું લખ્યું છૅ ભાઈ ? રાજુ એ કાગળ ખોલતા જોયું તો એમાં લહ્યું હતું ભાણુભા વધાવી લેજે અને પછી એક મોટી સિગ્નેચર  કરી હતી 

જે ભાઈ બહેન જોઇને  અવાચક થઈ ગયા....

 ક્રમશ......