જરૂરી નથી કે પાક્કી દોસ્તી આગળ વધીને પ્રેમમાં પરિવર્તીત થાય. ક્યારેક આ દોસ્તી આગળ વધીને કોઈ એક સુંદર વાર્તા બની જાય છે પણ એમાં જયારે કોઈ થર્ડ પાર્ટી આવીને બેસી જાય એટલે શરૂઆત થાય "મર્યાદા"ની. પહેલા જેવી વાર્તા, પછી વાર્તાના શબ્દો થોડાક રીસાય જાય છે....ત્રીજા વ્યક્તિના આવવાથી માનો આખી વાર્તાનો સાર માત્ર એક જ શબ્દ બની જાય - '. મર્યાદા'.
આમ જ કંઇક લાગતી - વળગતી વાર્તા છે - સારાંશ અને વાણીની. બંને સમુદ્રની કિનારે ઊભા છે....આજે પહેલી વાર બંને સાથે હોવા છતાં શાંત છે. આટલી ખટપટ કરતી સારાંશ અને વાણીની દોસ્તી આજે ભીંજાયેલી હતી. માનો કોઈએ આવીને એમને કહ્યું હોય કે, "તમે હવે બસ કરો ! બહુ થઈ ગઈ તમારી દોસ્તી !" પણ આવું કંઈ હતું જ નહીં. ચુપ્પીને શાંત કરીને સારાંશ વાણીને પૂછે છે : વાણી બોલ શું થયું શું છે ?
વાણી એક નજર સારાંશ તરફ જોય છે પછી સમુદ્રની લેહેર તરફ જોઈને કહે છે: થયું શું છે ?...ખરેખર થયું શું છે, સારાંશ ?
સારાંશ : મારી લેખિકા મને તારા શબ્દોથી કંઈ ના સમજ પડે...તું સીધું બોલ શું થયું...
વાણી: તું...(તે અટકી જાય છે)
તેના શબ્દો નીકળતા જ નથી.
ત્યાં પાછળથી એક અવાજ આવે છે: સારાંશ... સારાંશ... અહીં આવ !
સારાંશ વાણી તરફ જોતો પણ નથી અને એ અવાજની દિશામાં જતાં કરે છે.
વાણી ફક્ત તેને જતો જ જોઈ શકી ! ના વાણીની વાણી કશું કહી શકી,ના સારાંશ -ની દોસ્તી. ચૂપ થઈ ગઈ એ સમુદ્રની લહેર પણ, પવન સૂસવાટા મારતા થંભી ગયો.આટલો મોટો દરિયો પણ બેકાર પડ્યો,જ્યારે વાણીના આંખમાંથી આંસુઓ વહ્યા.
તે પોતે જ પોતાની જાતને કહે છે: પહેલા સારાંશ બધી પ્રોબ્લેમ બાજુ પર મૂકી મારી પ્રોબ્લેમ જોતો..હું એની પ્રાયોરિટી હતી. પણ...હવે તો મારી કેર કરવી પણ એને નડે છે."મર્યાદા "ની વાતો કરે છે, એ સારાંશ જે મારી કેર પીરીયડ - માં પણ કરતો. મર્યાદા ટોકે છે એ સારાંશને જેને મારા બીજા સાથે દોસ્તી કરવામાં પણ મને ટોકીને રાખી હતી.
"મર્યાદા" - દેખાય છે એ સારાંશ - ને જેણે મારા જોડે બેડ શેર કરવામાં પણ મને રોકીને રાખી હતી. મર્યાદા જુએ છે એ હવે મારી દોસ્તીમાં.
વાણી રડતા રડતાં બોલે છે : આઈ મિસ યુ યાર ! સારાંશ. પ્લીઝ કમ બેક. તું પહેલા જેવો થઈ જા સારાંશ.
પણ અફસોસ ! આ સાંભળવા માટે સારાંશ - ને મર્યાદા નડતી હતી. ન જોઈ વાણીના આંખમાં ઉદાસી નજરની આગળ દોસ્તીથી વધારે "મર્યાદા" હતી.
આપણા જીવનમાં પણ કેટલાક એવા કિસ્સા બનતા જ હોય છે. આ જીવન છે, એક સફર! જ્યાં કેટલાક લોકોને તમારી સાથે ફક્ત ફાયદા માટે રહેવું ગમશે તો કેટલાક લોકો વચ્ચે થી સાથ કાપવા માટે રહેશે. પણ તમે આ બધાથી ગભરાતા નહીં. કારણ કે શ્રી કૃષ્ણજી કહે છે , " દુઃખ તો બધાના પક્ષે છે બસ જે દુઃખ સાથે જીવવાનું જાણી જાય તેને જીવન જીવવાનું આવડી જાય."
આમ, દોસ્તીમાં પણ એવા પ્રસંગો આવે જ છે.કારણ કે માનવીની જરૂરિયાત અમર્યાદિત છે,ખાસ કરી એની માનસિક જરૂરિયાત. લોકો મને પ્રેમના નકામ થવા પર દોસ્તીની સલાહ આપે છે પણ હું એમને કઈ જણાવું કે મારી તો દોસ્તી પણ મુકમ્મલ નથી થતી.
તમે પણ ક્યારેય ને ક્યારેય તમારી દોસ્તીને જતી કરી જ હશે. તમારી વાર્તાઓ મારી સાથે શેર અવશ્ય કરશો કારણ કે વહેંચવાથી દુઃખ ઓછું થાય છે. અને હું તમારા જીવનમાં forever રહેવા માટે નથી કેહતી પણ હા એક સલાહકાર જરૂર બનીશ.
patelmahesh3884@gmail.com