Beyond the Imagination in Gujarati Motivational Stories by Sahil Patel books and stories PDF | Beyond the Imagination

Featured Books
Categories
Share

Beyond the Imagination


વાસ્તવિકતા હંમેશા કલ્પનાઓ કરતા અલગ હોય છે પરંતુ ક્યારેક એવા લોકો પણ મળી જાય છે જેમનો એક જ ધ્યેય હોય છે Just turn expectations into reality.

ઘણા લોકો તો એવા હોય છે જે બીજા લોકો કલ્પના પણ ન કરી શકે એવા કામ માં સફળ થઈ ને બેઠા હોય છે તો ચાલો આ beyond the imagination ની વાર્તા જોઈએ

ખેતમજૂર નું એક બાળક પોતે શાળા એ જતું હોય છે અને શાળાએથી આવીને ખેતર જઈ ને નાના મોટા કામ કરે . થોડાક વર્ષો સુધી આવું ચાલ્યું.

બાળક ધીમે ધીમે મોટો થવા લાગ્યો. નજીક ની સરકારી શાળા માત્ર પ્રાથમિક ધોરણ માટે જ હતી. તેને આગળ અભ્યાસ કરવાની ઈચ્છા હતી પરંતુ પૈસા નહોતા. ગમે એમ કરીને ઉધારીએ પૈસા લઈને તે નજીકના નાના નગર માં ગયો. ત્યાં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું અને સાથે સાથે કામ પણ કરતો જેથી તેનો દૈનિક ખર્ચો નીકળી જાય. તેની સાથેના લોકો તેની ખૂબ મસ્તી કરતા કેમ કે તેની પાસે પહેરવા માટે  વ્યવસ્થિત કપડાં પણ નહોતા .

એક વખત શાળા માં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં બધા બાળકો પોત પોતાના ભવિષ્ય ના વિચારો કહેતા હતા. આ છોકરા એ પણ પોતાનો વિચાર રજૂ કર્યો જે સાંભળીને બધા હસવા લાગ્યા અને શિક્ષકો પણ બોલ્યા કે આ કલ્પના ની બહાર છે તું આ કામ કરી જ ના શક. પેલો છોકરો મુંજાય ગયો કેમ કે તેણે કહ્યું હતું કે હું અત્યારે છાપા ને પસ્તી વેચીને મારું ગુજરાન ચલાવું છું હું એમ ઈચ્છું છું કે ભવિષ્ય માં આ ધંધા દ્વારા જ હું કરોડપતિ બનીશ. તેની આ વાત ની લોકો એ ખૂબ મજાક ઉડાડી હતી.

તે છોકરો માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા બાદ નગર છોડીને મોટા શહેર માં જાય છે અને ત્યાં પણ આવા છાપા ને પસ્તી નો ધંધો કરે છે. તેણે અમુક અમુક છાપા માંથી મહત્વ ની માહિતીઓ અને લેખો ને કાપી ને એક અલગ બુક બનાવી લીધી અને તે આવી જ રીતે જૂના છાપા ની મહત્વ ની માહિતી ની એક બુક બનાવવા લાગ્યો સાથે સાથે તે પસ્તી ને ભંગાર માં મળેલી વસ્તુઓ માં કઈક ને કંઇક નવું કરીને તેને સરખી કરવાની કોશિશ કરતો.એમાં ક્યારેક સફળ થતો તો એ વસ્તુ એ બજાર માં જઈને વેચી આવતો.


ધીમે ધીમે તેણે સેકંડ હેન્ડ વસ્તુઓ લઈ ને તેને રિપેર કરવાનું ચાલુ કર્યું અને છાપા માં રહેલી અનમોલ માહિતીઓ ને મોંઘા ભાવે વેચવાનું ચાલુ કર્યું. તેણે તેની સાથે 3 - 4 લોકો પણ રાખી લીધા જે ભંગાર ની વસ્તુ માંથી નવી વસ્તુઓ બનાવતા.

તેણે આ નવી વસ્તુઓ કંપનીઓને વેચવાનું શરૂ કર્યું ધીમે ધીમે તે આ જ ધંધા માં ખૂબ જ આગળ વધ્યો અને તેણે શાળા માં ભણેલા recycle અને  reuse ના કોન્સેપ્ટ થી એક ધંધો ઊભો કર્યો જે સમગ્ર દેશ માં ફેલાય ગયો.

તેણે પોતાની કંપની બનાવી દીધી જેમાં જૂની પુરાણી અને ભંગાર ની વસ્તુઓ માંથી નવી વસ્તુઓ બનાવવામાં આવતી. તે દેશના નાની ઉંમર ના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓ ની યાદી માં આવી ગયો. એક સમયે જે લોકો એવું કહેતા કે આ કામ ની કોઈ કલ્પના પણ ન કરી શકે અને તું આ કામ માં શું ઉખાડી લઈશ એ જ કામ દ્વારા એ વ્યક્તિ સફળ થયો
.

The real success is when everyone says that it's impossible to do and but you still do that work that beyond the imagination.

બીજી શીખ એ પણ મળે છે કે ઘણા લોકો માત્ર ભણવું એટલે સારું પરિણામ લેવું , સારા માર્ક્સ લેવા એને ગણે છે , પરંતુ આ છોકરો જીવન માં ખરેખર ભણ્યો હતો , જેણે ભણતર થી જ પોતાનો વિચાર રજૂ કરીને ખૂબ મોટો ધંધો વિકસીત કર્યો.