સ્વામી ઓમકારનાથજી તેમના આશ્રમ માં ભક્તગણો સમક્ષ માનવજીવન માં ધર્મ નું મહત્વ સમજાવવા માટે આવરીતપણે વિવિધ ઉદાહરણો આપી રહ્યા હતા. બધા ભક્તગણ અભિભૂત થઈ સ્વામીજી ની અમૃતવાણી માં ખોવાઈ રહ્યા હતા તેમાં ફાર્મશી ઉધ્યોગ ના માંધાતા ગણાતા બીજનેસ ટાઇકુન શિવ મહેતા પણ હતા. શિવ તેના નિયમ પ્રમાણે દર વર્ષે પંદર દિવસ અલમોડા પાસે આવેલ સ્વામીજી ના આશ્રમ માં આવી તેમની દિવ્યવાણી નો રસપાન કરી દરેક મુશ્કેલી ઑ નો સામનો કરવાની હિમ્મત કેળવી સજ્જ થઈ જતાં હતા અને આ પંદર દિવસ દરમ્યાન તે દુનિયા થી પોતાનો સંપર્ક કાપી અને સામાન્ય સેવક ની જેમ રહેતા.
ઓમકારનાથજી પોતાની વાત સમજાવતા કહ્યું “ જો તમારે જીવન માં સફળતા મેળવવી હોય તો તમારો દ્રષ્ટિકોણ વિશાળ રાખો. તમારી નજર હમેશા બગીચા તરફ હોવી જોય નહીં કે સામાન્ય ફૂલ કે પાન તરફ, તમારી સામે ખેલાડી કોણ છે તે ઓળખો, બાજી શું છે તે નહીંજૂઓ. લોકો મહાવીર અને બુધ્ધને જુવે છે પરંતુ તેમણે ઉઠાવેલા કષ્ટ ને જાણીબૂજી ને અવગણે છે. આપણે બધા શતરંજ ના એક મોહરા છીએ અને ખેલાડી એ જગત નો પાલનહાર છે માટે હે ભક્તો સફળ લોકો હમેશા જે લોકો ચાલતા હોય છે તેમને ચાલતા જુવે છે, તરવૈયા ને કિનારે થી નહીં પણ તરંગ થી જોવે છે, મનુષ્યો એ જીવન માં આવેલ દરેક મુશ્કેલી ને એક તક ગણાવી જોઈએ. જો તમે પોતાની મુશ્કેલી ઑ ને તક માં તબદીલ કરી શકશો તો સફળતા તમારા કદમો માં હશે પરંતુ આ માટે ક્યારેય પણ સત્ય નો માર્ગ છોડવો ન જોઈએ.”.
સ્વામીજી ની એ વાત “મુશ્કેલી ને હમેશા તક સમજો” પર શિવ વિચારતો ગયો અને તેને પોતાના જીવન પર થી આ વાત ખુબજ સત્ય લાગવા મંડી અને વિચારતા વિચારતા તે પોતાના શૈશવ કાળ માં પહોચી ગયો.
એક પ્રમાણિક ગરીબ નિષ્ઠાવાન વણિક શિક્ષક જમાનદાસ અને તેમની સુશિલ, ગુણિયલ પત્ની ગોદાવરિ નું એક માત્ર સંતાન એટ્લે શિવ. પિતા જમાનાદાસ ગુજરાત ના ભાવનગર જિલ્લા માં આવેલ રૂપાવટી નામના ગામ માં શિક્ષક તરીકે કર્યા કરતાં હતા અને એક આદર્શ શિક્ષક તરીકે ખુબજ નામના મેળવેલી અને આ માટે રાજ્ય દ્વારા સન્માનીત કરવા માં આવેલ . જિલ્લા માં આદર્શ શિક્ષક તરીકે કોઈ પણ ઉદાહરણ આપવામાં આવે તો દરેક લોકો ની જીભ પર એક જ નામ આવતું હતું જમાનદાસ મેહતા. બાળકો ને સચ્ચાઈ અને નેકી ના રસ્તા પર ચલાવવા અને જીવન માં આવનાર દરેક મુશ્કેલી ઑ નો દ્રઢ સામનો કરી એક આદર્શ નાગરિક બનાવવા તે એક માત્ર સંકલ્પ સાથે જમાનદાસ પોતાનું કાર્ય કરતાં હતા અને આ કઠિનપંથ પથ પર તેમની ધર્મપત્ની ગોદાવરિ હમેશા સાથ આપતા હતા. બને પતિ પત્ની એ થીગડા વગર ના કપડાં કેવા હોય તે જોઈએ પણ ઘણો સમય થઈ ગયો હતો પરંતુ એ બંને ને આ વાત થી કોઈ ફર્ક નહોતો પડતો.
શિવ પોતે ભણવા માં ખુબજ તેજસ્વી હતો અને દરેક વર્ષે પોતાના વર્ગ માં પ્રથમ આવતો હતો પરંતુ હમેશા બીજા બાળકો ને જોઈ ને પોતાની ગરીબી ને કોષતો હતો અને પોતાના પિતા ને ફક્ત વેદિયા જ ગણતો હતો. શિવ ના વર્ગ માં ગામ ના શ્રીમંત વણિકમનોહરદાસ ની પુત્રી ઉર્વશી પણ ભણતી હતી જે ભણવા માં તો મધ્યમ હતી પરંતુ ખુબજ સુશિલ અને સમજદાર હતી તેને પોતાના પિતા ના પૈસા નું સહેજ એવું પણ અભિમાન ન હતું અને મન માં ને મન માં તે શિવ ને ખ્બજ પસંદ કરતી હતી બચપણ ની પસંદ ક્યારે પ્રીત માં બદલાઈ ગઈ તે તરુણઅવસ્થા માં પહોચેલ ઉર્વશી સમજી શક્તિ ન હતી. એસએસસી ની પરીક્ષા માં શિવ જિલ્લા માં પ્રથમ આવ્યો અને રાબેતા મુજબ ઉર્વશી પ્રથમ વર્ગ સાથે ઉતીર્ણ થઈ હતી. રૂપાવટી જેવા નાનકડા ગામ માં આગળ ભણવા ની સુવિધા ન હતી અને ઉચ્ચઅભ્યાસ માટે બહાર જવું ફરજિયાત હતું. જમાનદાસ પોતે ખુબજ પ્રમાણિક અને શિક્ષણ ના વેપાર ના વિરોધ્ધી હોવાથી ક્યારેય કોઈ બચત કરી શકેલ નહીં તો તેમણે દીકરા શિવ પાસે તેને ઉચ્ચ અભ્યાસ માટે બહાર મોકલવાની અસમર્થતા વ્યક્ત કરી અને કહ્યું કે તું પણ ભાવનગર પીટીસી કરી શિક્ષણ કાર્ય ને પોતાના જીવન નું લક્ષ્ય બનાવ પરંતુ શિવ ના તો સપના ઑ આસમાન ને આંબવા ના હતા તેથી તેણે રડમસ અવાજ માં ઉર્વશી ને પીટીસી કરવાની વાત કરી અને તેથી ઉર્વશી એ આવાત પોતાના પિતા ને કરી તેથી મનોહરદાસ આગળ આવ્યા અને જમાનદાસ ને તેણે જીવનભર સેવાયગ્ન કરેલ છે તેના ઋણ ને ગામ વતી ચૂકવવા શિવ નો આગળ નો ભણવા નો દરેક ખર્ચ ઉઠાવી લેવાની તૈયારી સાથે તેમણે પોતાની પુત્રી ઉર્વશી ની સાથે શિવ નું એડમિશન અમદાવાદ ની ખુબજ નામાંકિત સ્કૂલ માં કરાવી દીધું અને બને ને હોસ્ટેલ માં દાખલ કરી દીધા. ઉપકાર તળે આવેલ શિવ મનોહરદાસ નો વધુ ઉપકાર ન લેવો પડે તે માટે અમદાવાદ માં પાર્ટ ટાઈમ નોકરી કરવા લાગ્યો તેની આ કાર્ય કરવાની ધગશ જોઇ ઉર્વશી તેને વધુ ને વધુ ચાહવા લાગી હતી પરંતુ તે ક્યારેય પોતાના પ્રેમ નો એકરાર શિવ સમક્ષ કરતી નહીં કેમ કે તેને ડર હતો કે શિવ ના કહેશે અથવા પોતાના માર્ગ થી ભટકી જશે તો અને તે ક્યારેય ઇચ્છતી નો હતી કે આવું કઈ થાય. શિવ પણ ઉર્વશી ને મનોમન ચાહતો હતો પરંતુ તેના તથા તેના પિતા ના ઉપકાર તળે હોવાથી તે પણ પોતાના પ્રેમ નો એકરાર કરી શકતો નહીં અને તેણે મનોમન નક્કી કરી લીધેલ કે તે પોતાનો પ્રેમ હમેશા માટે પોતાના દિલ માં જ દફન કરી દેશે. શિવ એ આજ કારણોસર મનોમન તે નક્કી કરી લીધેલ કે જીવન માં તે ગરીબ નહીં જ રહે અને પોતાના પિતા ની જેમ વેદિયાપણા થી દૂર રહી ખુબજ પૈસા કમાશે આથી પૈસા ને પોતાના જીવન નો આદર્શ બનાવી પાર્ટ ટાઈમ નોકરી માં પણ તે ખુબા જ ખંતપૂર્વક કામ કરતો હતો અને પોતાનો બધો ખર્ચો પોતાની રીતે કાઢી લેતો હતો પરંતુ કમાવાની લાહ્ય માં ધીમે ધીમે એ પોતાના ભણવાના લક્ષ્ય થી દૂર થવા લાગ્યો અને બીજી તરફ ઉર્વશી કોઈ પણ રીતે શિવ સાથે આગળ ભણવા માટે ખુબજ ખંતપૂર્વક અભ્યાસ કરતી હતી. બારમાં ધોરણ ની પરીક્ષા ઑ આવી ગઈ અને શિવ અપેક્ષા મુજબ નું પરિણામ નો લાવી શક્યો અને બીજી તરફ પોતાના પ્રેમ ની સાથે રહેવા ખંતપૂર્વક અભ્યાસ કરનાર ઉર્વશી ખુબજ સારું પરિણામ લાવી અને મેડિકલ માં એડમિશન મેળવ્યું જ્યારે શિવ ને ફાર્મસી માં અડમિશન મળ્યું.
શિવ બેટા ક્યાં ખોવાઈ ગયો છે? અચાનક અવાજ સાંભળી શિવ એકદમ ચમકી ઉઠ્યો અને કહ્યું કે ગુરુદેવ આ વિચારો ની હારમાળા પીછો નથી છોડતી.
સ્વામિ ઓમકારનાથજી એ કહ્યું શિવ બેટા તું આજે રાત્રે ભોજન પછી મળજે તારી સાથે ઘણી વાતો કરવાની છે.
રાત્રે ગુરુજી એ શિવ ને પૂછ્યું “ બેટા આજકાલ તારો વ્યવસાય કેમ ચાલી રહ્યો છે? મારી પુત્રી અને બને બાળકો કેમ છે? આજકાલ વ્યગ્ર કેમ દેખાઈ રહ્યો છો?”.
શિવ “ગુરુદેવ આપના આશીર્વાદ થી મારી કંપની ફાર્મસી માં આખી દુનિયા માં શ્રેષ્ઠ ગણાય છે અને હવે ભારત સિવાય ઇંગ્લૈંડ અને ચીન માં પણ અમારી કંપની એ કારખાના નાખ્યા છે અને બધુ ધારણા કરતાં સારું થઈ રહ્યું છે. નસીબદાર ને મળે તેવી સુશિલ અને સમજદાર પત્ની છે અને એક મારો સમોવડિયો દીકરો છે જેની સુજબૂજ થી અમારા ધંધા નું વિસ્તરણ થઈ રહ્યું છે. દીકરી વિશાખા આ વર્ષે ડોક્ટર થઈ ગઈ છે.મુંબઈ, લંડન અને દિલ્હી માં ખુબજ સરસ બંગલા ઑ છે અને થોડા વર્ષો થી અમે લોકો લંડન માં જ વસવાટ કરી રહ્યા છીએ પરંતુ ગુરુદેવ ખબર નહીં કેમ આજકાલ મારુ મન ઉદાસ રહે છે. ગુરુદેવ આ કોઈ અમંગલ નિશાની છે?
સ્વામિ ઓમકારનાથજી “શિવ બેટા આવનારું વર્ષ તારા જીવન માં ઊથલ પાથલ લાવનાર રહેશે પરંતુ તું દરેક વસ્તુ નો દ્રઢ સામનો કરી વિજેતા રહીશ તેવી મને ખાતરી છે.
-*-*-*-*
દિલ્લી ના પ્રગતિનગર વિસ્તાર માં આવેલ એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ જે લોકો માટે એક જનરલ બિલ્ડિંગ હતું જેમાં વિવિધ વેપારી પેઢી ઑ કાર્ય કરતી હતી જેમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ ની પેઢી, સોફ્ટવેર કંપની, મોબાઇલ કંપની, લેબોરેટરી વગેરે પરંતુ હકીકકત માં તે ભારત ની ઇન્ટેલીજન્સ એજન્સિ “રો” એટ્લે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ નું હેડ ક્વાર્ટર હતું. આ બિલ્ડિંગ નું સુરક્ષાચક્ર એટલું સખત હતું કે અંદર કોઈ પણ બહાર ની વ્યક્તિ આવી જ ન શકે.
રો ની મુખ્ય કામગીરી માં ભારત ની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ માં ભારત નો પક્ષ રાખવો,વિદેશ નીતિ ના ઘડતર માં મદદ, આંતરરાષ્ટ્રીય અભિપ્રાય ને પોતાના દેશ તરફ વાળવો અને મુખ્યત્વે ભારત ને કનડતા આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવી અને આતંકવાદી તત્વો ને નિષ્ફળ બનાવવા અને દુશ્મન દેશો ની દરેક હરકતો પર નજર રાખવી.
રો ના વડા વિજય કપૂર એ આજે એક ખુબજ મહત્વ ની એક ખુફિયા મીટિંગ બોલાવી હતી અને દરેક મુખ્ય એજન્ટ ને હાજર રહેવા તાકીદ કરવામાં આવેલ હતી.
સવારે દસ વાગ્યે બધા એજેંટ જેમાં રો ની શાન એવા વિક્રમસિંહ, પાકિસ્તાન માં રહી રો ની ખુફિયા ઓપરેશન ને અંજામ આપનાર જવામર્દ આલમખાન, ચીન ના દરેક ઓપરેશન ના ઇન્ચાર્જ એવા ચિકો વાંગચૂ તે ઉપરાંત એફબીઆઇ ના વિકટર તેમજ સ્કોટલૈંડ ની શાન ગણાતા આલ્બર્ટ ટાઈકોમ પણ હાજર હતા.
મીટિંગ માં એફબીઆઇ અને સ્કોટલૈંડ ના એજન્ટો ને જોઈ ને બધા ને ખુબજ આશ્ચર્ય થતી હતું કેમ કે રો ની બધી પ્રવૃતિ ઑ અને કાર્યો ખુબ જ ગુપ્ત રીતે થતાં હોય છે અને પોતાની પ્રવૃતિ અંગે કોઈ દેશ ને સહેજ એવી માહિતી નો મળે તે માટે ખુબજ સજાગ હોય છે અને આતો હરીફ સંસ્થા સમક્ષ પોતાના એજેંટ ખુલ્લા પડી જાય તેવું લાગતું હતું.
વિજય કપૂર ની ચેમ્બર માં તેની પાછળ ની દીવાલ પર રો નો મોટો એમ્બ્લમ ચીનહિત હતો અને તેની ઉપર સંસ્કૃત માં તેમનો motto લખ્યો હતો “ધર્મો રક્ષતિ રક્ષિત”. વિજય કપૂર પોતાના એજેંટ ના મન માં શું ચાલી રહ્યું છે તે સમજતા હતા એટ્લે જ તેમણે પોતાની વાત ની શરૂઆત બંને વિદેશી એજન્ટો ના પ્રાથમિક પરિચય આપી અને કહ્યું કે એફબીઆઇ અને સ્કોટલૈંડ એ આપણા દેશ માં ફેલાઈ રહેલ આતંકવાદ વિષે માહિતી મેળવેલ ચ્હે અને તે માટે જ આજની મીટિંગ બોલાવી છે. સૌ પ્રથમ વિકટર તેણે જે માહિતી મેળવેલ છે તે અંગે જણાવશે.
વિકટર :- “ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવંટ જેને લોકો ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરીયા એટ્લે કે isis તરીકે પણ ઓળખે છે જેણે આતંકવાદ નો ચહેરો જ બદલી નાખ્યો છે અને દુનિયા માં ઈસ્લામિક શાસન જેનો મુખ્ય ઉદેશ છે અને પોતાને ઈસ્લામિક ખલીફા તરીકે ઓળખાવનાર અબુ એ હવે ઈરાક અને સિરીયા માં તબાહી મચાવી પોતાનો પ્રસાર હિંદુસ્તાન અને યુરોપ માં કરવા ઈચ્છે છે અને આ માટે તેણે ભારત વિરોધી આતંકવાદી સંસ્થા ઇંડિયન મુજ્જાહીદીન, જમ્મુ કશ્મીર લિબ્રેશન ફ્રન્ટ અને ખૂંખાર આતંકવાદી સંસ્થા અલકાયદા સાથે હાથ મિલાવ્યા છે અને આ માટે કશ્મીર, બંગાળ અને કેરલ માં પોતાના એજન્ટો પણ નીમી દીધા છે જેમને મદરેસા ઑ તથા થોડા મૌલવી ઑ દ્વારા રાહ ભટકેલ મુસ્લિમ યુવાનો ના દિમાગ માં ધાર્મિક જનૂન ભરી રહ્યા છે અને આ કામ માં સિમી પણ મદદ કરી રહી છે અને આખા ભારત ને ઈસ્લામિક સ્ટેટ બનાવવા નો ખતરનાક પ્લાન બનાવેલ છે. આ સાથે એક ડોજિયર આપું છું જેમાં સવિસ્તાર દરેક લોકો ની માહિતી આપેલ છે. આ લોકો ને રોકવા ખુબજ જરૂરી છે કેમ કે આ લોકો ફક્ત ભારત ના નહીં પણ સમગ્ર વિશ્વ ના દુશ્મનો છે અને એફબીઆઇ આ માટે દરેક વિશ્વાસ આપું છું”.
ત્યારબાદ સ્કોટલૈંડ ના આલ્બર્ટ ટાઈકોમ એ પોતાની વાત શરૂ કરતાં કહ્યું કે “ભારત માં આતંક ફેલાવનાર દરેક ગ્રૂપ ને એ અહેસાસ થઈ ગયો છે કે મુંબઈ ટેરર એટેક, સંસદ પર એટેક કે પછી નાના મોટા બોમ્બ બ્લાસ્ટ થી ભારત ને હરાવી કે ડરાવી નહીં શકાય અને ઘણા સમય થી ભારત સરકાર પણ કોઈ એટેક સહન નહીં કરી એ તેવા એટીટ્યુડ થી કામ કરી રહી છે અને કશ્મીર માં આતંકી ઑ નો સફાયો કરી રહી છે તેથી તેમના આકા પાકિસ્તાન અને આઇએસઆઇ એ પોતાનો વ્યુહ ની ફેર વિચારણા કરી છે અને પોતાનું ક્યાય કનેક્શન નો દેખાય તે રીતે આતંકવાદી ઑ ને બાયોલોજિકલ વેપન વિકસાવવા પ્રોત્સાહિત કરી રહ્યું છે અને આ માટે તેણે ભારત ના દુશ્મન અને પોતાના મિત્ર એવા ચીન સાથે હાથ મિલાવ્યો છે અને સિકયાંગ માં ખુફિયા લેબોરેટરી ચાલુ કરી છે તેવી માહિતી મળી છે. આ ઉપરાંત આતંકી સરગના એવો કાસીમ શેખ પણ એવું મંતવ્ય ધરાવે છે કે જો ભારત ને હરાવવું હોય તો તેમના આતંકી ગ્રૂપ પાસે એટમબોમ્બ હોવો જોઈએ પરંતુ આ માટે ની ટેકનોલોજી વિકસાવવી તેમના માટે શક્ય નથી તેથી તેમણે એટમબોમ અથવા તેની ટેકનોલોજી ચોરવા માટે પ્લાન તૈયાર કરેલછે, બીજા વિશ્વયુધ્ધ માં હિરોસીમાં અને નાગશાકી માં બોમ્બ ફેકવામાં આવેલ ત્યાર પછી તેની હરોળ ના ઘણા એટમબોમ્બ હજુ વિશ્વ ના ઘણા પાર્ટ માં છે આ ઉપરાંત કોલ્ડવોર દરમ્યાન અમેરિકા અને રશિયા એ તેમના મિત્ર દેશો માં ઘણી મિસાઈલો અને અણુબોંબ રાખેલ પરંતુ રશિયા માં ગોર્બાચેવ ના શાસન દરમ્યાન રશિયા નું પ્રભુત્વ દુનિયા માં થી પૂર્ણ થઈ ગયું એ તેના ટુકડા ત્તેમજ તેમના મિત્રદેશો માં થી ઘણા ના વિભાજન થઈ ગયા છે અને નાના નાના દેશો અસ્તિત્વ માં આવ્યા છે, આવા નાના દેશો માં વિશ્વ માં જાણકારી નો હોય એવી ઘણી મિસાઇલ અને અણુબોંબ હજુ પણ પડ્યા છે. આવા નાના દેશો ના શાસકો પોતાના નાના ફાયદા માટે પણ આ બધુ આતંકવાદી ઑ ના હવાલે કરતાં વિચારે તેમ નથી. કાસીમ શેખ આ માટે ફંડ ઊભું કરવા માટે પાકિસ્તાન માં રહેતા ભારતીય દાણચોર અને હવે આતંકી હનીફ ના નેટવર્ક નો ઉપયોગ કરી ભારત અને પૂરા વિશ્વ માં ડ્રગ્સ અને હથિયારો ની દાણચોરી નું વિષચક્ર ફેલાવી રહ્યો છે અને આમાં તેમની સાથે અફઘાનિસ્તાન ના તાલિબાનો નો પણ સાથ મળી રહ્યો છે અને તેમનું આ નેટવર્ક ખુબજ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે અને ટૂંક સમય માં તે પોતાના હેતુ માં સફળ થઈ જશે તેવું ત્યના સ્તોત્ર માંથી જાણવા મળેલ છે. ભારતે આ દિશા માં તુરંત પગલાં લેવા પડશે નહીં તો આતંકી લોકો ખુબજ તારાજી ફેલાવશે અને આ માટે હું અને મારી ટીમ આપને દરેક રીતે મદદ કરવા તૈયાર છીએ”.
વિજય કપૂર એ વિકટર અને આલ્બર્ટ નો આભાર માની ભારત સરકાર આ માટે જરીરી કદમો ઉઠાવશે તેવો વિષવાશ આપ્યો અને એફબીઆઇ અને સ્કોટલૈંડ સાથે દરેક માહિતી ની આદાનપ્રદાન કરવામાં આવશે તેવો ભરોસો આપી મિટિંગ ને બરખાસ્ત કરી.
લંચ પછી વિજય કપૂર એ પોતાની ઓફિસ માં પોતાના પ્યારા એજન્ટ વિક્રમસિંહ, આલમખાન અને ચિકો વાંગચૂ ને બોલાવ્યા અને કહ્યું કે મિત્રો વિકટર અને આલ્બર્ટ દ્વારા આપવામાં આવેલ માહિતી ઘણી સ્ફોટક છે પરંતુ આપણા માટે નવી નથી આ બધી પ્રાથમિક માહિતી ઑ આપણી પાસે હતી જ અને તેના ઉપર કામ પણ ચાલુ થઈ ગયેલ છે અને આજે બપોરે મે આ વિષય પર આપના ગૃહમંત્રી અને વડાપ્રધાન સાથે વાત કરી તો તેમણે આ માહિતી ઉપર કોઈ નક્કર યોજના બનાવી ને આતંકી ઑ તથા દુશ્મન દેશો ના મનસૂબા ઑ ને નિષ્ફળ બનાવવા આદેશ આપ્યો છે અને આ માટે જરૂરી દરેક મદદ અને જોઈ એ તેટલું ફંડ ફાળવવા નો ભરોશો આપ્યો છે.
ત્યારબાદ આલમખાન તરફ જોતાં પૂછ્યું કે તારો રિપોર્ટ શું કહે છે?
આલમખાન :- “મેં માનશેરા, પંજર, ગુજરાનવાલા માં આપણું નેટવર્ક ખુબજ મજબૂત કરી લીધું છે તે ઉપરાંત ઇસ્લામાબાદ, લાહોર અને કરાંચી માં રાજકીય નેતા અને ઘણા લશ્કરી અધિકારો ઑ ને આપણાં નેટવર્ક માં સામેલ કર્યા છે અને જ્યારે પણ આતંકવાદી ઑ ભારત માં ઘૂસવા નો પ્રયાસ કરવાના હોય ત્યારે ભારતીય લશ્કર ને મળી જાય તે માટે પાકિસ્તાન અધિકૃત કશ્મીર ના ઘણા લોકો ને તૈયાર કર્યા છે અને લગભગ ૭૦ થી ૭૫% સફળ માહિતી ઑ મળી જાય છે. સ્કોટલૈંડ ના આલ્બર્ટ ની વાત સાચી છે કાસીમ શેખ ની હરકતો હમણાં ઓછી થઈ ગઈ છે જાણે તે ખુબજ મોટું પ્લાનિંગ કરવા માંગતો હોય તેમ તે શાંત થઈ ગયો છે. મે તેના નેટવર્ક માં આપણાં માણસો ગોઠવ્યા છે પરંતુ હમણાં તેમના તરફ થી કોઇ સમાચાર આવ્યા નથી તેથી શક્ય છે કે આ કાર્ય માં કાસીમ શેખ અને તેના થોડા નજીક ના સાથીદારો જ સામેલ હોય. મારા પ્રયાસ ચાલુ જ છે પરંતુ ઘણી વાર ફંડ ના પ્રશ્નો આવી જાય છે”.
ચિકો એ પોતાની વાત કહેતા કહ્યું કે ચીન માં મારો મુખ્ય હેતુ ચીન ની દરેક લશ્કરી હિલચાલ ની માહિતી રખવાનું છે તે ઉપરાંત વેપાર માં ભારત ના હિતો નું રક્ષણ કરવાનો પણ છે મારી માહિતી મુજબ ભારત ના ઘણા ઇમ્પોર્ટર ખોટા ડિકલેરશન ફાઇલ કરી કસ્ટમ ડ્યૂટિ ની ચોરી કરી પોતાના ફાયદા માટે ભારત ને આર્થિક નુકશાન પહોચાડી રહ્યા છે અને આ માહિતી હું ડીઆરઆઇ ને પહોચાડી આપું છું. આલ્બર્ટ એ કહ્યા મુજબ સિકયાંગ માં ચીન એ ખુફિયા લેબોરેટરી વિકસાવી છે તે માહિતી મારી પાસે પણ છે પરંતુ હવે તે એરિયા ને લોકો માટે પ્રતિબંધિત કરી દીધો છે. હૂ તે લેબોરેટરી ની માહિતી મેળવવા અને આપણું નેટવર્ક તેમાં ઊભું કરવા પ્રયાસ કરી રહ્યો છું”.
વિજય કપૂર એ હળવા સ્મિત સાથે આલમ સામે જોઈ કહ્યું હવે ફંડ ની કોઈ તકલીફ નહીં રહે ત્યાં ઇસ્લામાબાદ માં તારે એક્ટિવ રહેવાનુ છે બાકીની સૂચના ઑ યોગ્ય સમયે મળી જશે પછી એક ચબરખી તેના તરફ સરકાવી ને કહ્યું કે આમાં એક નંબર છે જે યાદ રાખી તેનો નાશ કરી દેજે આ નંબર નો ઉપયોગ ફક્ત ઈમરજન્સી માં જ કરવાનો છે. ત્યાં કરાંચી માં બીજા મોડ્યુયલ્સ એક્ટિવ કરેલ છે જે યોગ્ય સમયે તારો સંપર્ક કરશે.
ત્યારબાદ ચિકો તરફ ફરી ને કહ્યું કે હમણાં આપણી ઘણી ફાર્મસી કંપની ઑ ચીન માં સસ્તી મજૂરી અને સસ્તા રો મટિરિયલ ને કારણે તેમના કારખાના ઑ ત્યાં સ્થાપ્યા છે તેમાથી એક કારખાનું સિકયાંગ માં છે અને ત્યાં આપના ચાર કેમિકલ એક્ષ્પેર્ટ ત્યાં પહેલે થી પહોચી ગયા છે અને સિકયાંગ માં આપના બધા ચહેતી એજન્ટ દિવ્યા પોતાનો પગ જમાવી ચૂકી છે અને યોગ્ય સમયે તારો સંપર્ક કરશે તારી હવે ની ત્યાની કામગીરી વિષે ની માહિતી તને મારી સેક્રેટરી શ્રુતિ પાસે થી મળી જાશે.
વિજય કપૂર એ અંત માં રો ની શાન એવા વિક્રમસિંહ તરફ ફરી ને કહ્યું કે તારી કામગિરિ આજ થી જ ચાલુ થઈ જાય છે તારે આજ ની ફ્લાઇટ માં જ નીકળી જવાનું છે. તારી નવી પ્રોફાઇલ, પાસપોર્ટ, ટિકિટ અને કાર્ય ને લગતી માહિતી નું કવર તને શ્રુતિ પાસે થી મળી જશે.
ALLTHE BEST TO ALL .