Moon and Earth gravity in Gujarati Science by Rjvp books and stories PDF | ચંદ્ર અને પૃથ્વી વચ્ચેની ગુરુત્વાકર્ષણ બળ ની રમત

The Author
Featured Books
Categories
Share

ચંદ્ર અને પૃથ્વી વચ્ચેની ગુરુત્વાકર્ષણ બળ ની રમત

               સૂર્ય અને ચંદ્રની આ સંતાકુકડી ખગોળ ની અદભુત વિસ્મય કાર્ય કુદરતી ઘટના છે .ચંદ્રને પણ પૃથ્વીની જેમ અક્ષીય કક્ષીય ગતિ છે. ચંદ્ર પોતાની આસપાસ ફરતી વખતે પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતો હોય છે. તેમ જ પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતી હોય છે. તેથી ચંદ્ર સૂર્યની ફરતે સ્વતંત્ર રીતે ફરતો ન હોવા છતાં તે પણ સૂર્યની ફરતે પરોક્ષ રીતે પ્રદક્ષિણા કરે છે. એ રીતે સૂર્ય, ચંદ્રને પૃથ્વીની ગતિને સ્થિતિને કારણે અમાસને પૂર્ણિમા સર્જાય છે. 
                           સૌર પરિવાર (solar system)

          સૂર્ય ,ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, અને ઉલ્કાઓ વગેરેના સમૂહને સૂર્યમંડળ કે સૌર પરિવાર કહેવામાં આવે છે.
          સૂર્યમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન એ આઠ ગ્રહો આવેલા છે . આ બધામાં મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે જ્યારે યુરેનસ અને ને શક્તિશાળી દૂરબીનથી જોઈ શકાય છે આ બધા જ ગ્રહો લંબવ વર્તુળાકાર એ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. 
       સૂર્યમંડળના બધા જ ઉપગ્રહો ગ્રહોની આસપાસ ફરે છે પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે . ગુરુ, શનિ યુરેનસ નેપ્ચ્યુન અને મંગળની બે કે તેથી વધારે ઉપગ્રહો છે જ્યારે બુધ અને શુક્રને એકે ઉપગ્રહ નથી. 

         મંગળ અને ગુરુના ગ્રહ વચ્ચે નાના કદના અસંખ્ય લઘુ ગ્રહો આવેલા છે.


બુધ=

        તે સૌથી સૂર્યની નજીકનો ગ્રહ છે તે પીળા પડતા રંગનો દેખાય છે તે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી થોડો સમય આકાશમાં દેખાય છે બુધ પણ વાતાવરણ નથી તેને એકે ઉપગ્રહ પણ નથી
  શુક્ર -

        તે બધા ગ્રહોમાં સૌથી તેજસ્વી અને સુંદર ગ્રહ છે તે સૂર્યોદય પહેલા કે સૂર્યાસ્ત પછી દેખાતો હોવાથી તેને પ્રાતઃકાળ કે  સાયંકાળ નો તારો કહેવાય છેતેના કદ અને વજન પૃથ્વી જેવા જ છે જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ!શુક્રને એકે ઉપગ્રહ નથી.

મંગળ -
        તે પૃથ્વી અને ગુરુ વચ્ચે આવેલો છે.તે લાલ રંગનું સુંદર ચમકતો ગ્રહ છે.આગ્રહ પરનું વાતાવરણ ખૂબ જ પાતળું છે.મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતા વધુ ઠંડી અને ગરમી પડે છે.મંગળને બે ઉપગ્રહો છે.
ગુરુ - 
      સૌર પરિવારના બધા ગ્રહો માટે સૌથી મોટો છે.તે પીળાશ પડતો સફેદ ગ્રહ છે.તેને ભીમકાય ગ્રહણ પણ કહેવાય છે તેને 79 ઉપગ્રહો છે.
.શનિ -
         તે ગુરુ અને યુરેનસ ની વચ્ચે આવેલો ગ્રહ છે.તેની આસપાસ વીંટી આકારના ત્રણ તેજસ્વી વલયો છે.શનિને 62 થી પણ વધુ ઉપગ્રહો છે.
યુરેનસ -
       તેસૂર્યથી ખૂબ દૂર હોવાથી સૂર્યનું પ્રખર તેજ તેની સપાટી પર આછી ચાંદની જેવું દેખાય છે.તે અત્યંત ઠંડો ગ્રહ છે.યુરેનસ ની શોધ ઈસવીસન 1781 માં વિલિયમ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ કરી હતી.તેને જોવા માટે ટેલિસ્કોપની મદદ લેવી પડે છે.

નેપ્ચ્યુન -
         તે લીલા રંગનો ખુબ જ ઠંડો ગ્રહ છેતેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે.આ ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે.તેને આઠ ઉપગ્રહ છે ઇસવીસન 1846 માં ગેલે નામના ખગોળશાસ્ત્રીએ આ ગ્રહ ની શોધ કરી હતી.

સૂર્યગ્રહણ: -/ 
            ચંદ્ર પૃથ્વીનું ઉપગ્રહ છે તે પૃથ્વીની આસપાસ ફરે છે વળી તે પૃથ્વીની ખૂબ નજીક છે ક્યારેય તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવી જાય છે તે સમયે ચંદ્રના અવરોધ થી સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે ચંદ્ર સૂર્ય કરતા નાનું હોવાથી તે સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી પરિણામે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી  
    સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે 
     ચંદ્રગ્રહણ: -
                ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે પૃથ્વીના એટલા ભાગ નો પડછાયો ચંદ્ર પર પડે છેચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી જેને ચંદ્ર ગ્રહણ કહેવાય છે . 
    ચંદ્રગ્રહણ માત્ર પૂનમની રાત્રીએ જ થાય છે