પ્રેમ આરાધના.. ઉપાસના.. તપ.. તપશ્ચર્યા...🌹
ઈશ્વરનો સાક્ષાત્કાર એ પ્રેમપૂર્તિ.. સમર્પણ થયાં પછીની મોક્ષ સંતૃપ્તિ..
પ્રેમમાં તપ તપશ્ચર્યા.. ઉપાસના આરાધના એટલે પ્રિયજનની તરસ.. એનો લગાવ.. કાળજે ચોંટેલી... ભીંજાયેલી લાગણી.. કદર.. કાળજી.. એક નજર જોવાની પ્યાસ.. બસ.. એનું જ રટણ એની જ તાલાવેલી.. મેળવી લેવાની ચાહ..
હાથમાં હાથ પરોવાયેલા હોય નજર એક થઈ હોય હૃદય આનંદથી ઉછળી રહ્યું હોય પામી જવાની અતૃપ્ત ચાહ હોય... બસ પ્રિયજનનો રૂબરૂ સાથ હોય...
લાલ ગુલાબ જેવાં હોઠ ચાહત ભીનાં હોય.. રસ ઝરતો સ્વાદ અમૃત બને હોઠથી હોઠ પીવાતાં હોય.. સોમરસની કોઈ તમા ના હોય.. એકમેકમાં સમાઈ જવાની ઉત્તજનાનું બળ હોય.. ઉમાંશીવનું મિલન હોય.. કામદેવની કરામત હોય.. બેઉ દિલ સંતૃપ્તાની હદ પર હોય.....
છતાં સંતૃપ્તપ્તા અધૂરી હોય.. પ્રારબ્ધ વિરહનાં લેખ લખે સંજોગ વિપરીત બને સમજણ શત્રુ બને પીડાની પરાકાષ્ઠા સર્જાય.. આંખોથી આંસુ છલકી છલકી આંખો કોરી ભઠ થાય.. કશું ના સમજાય.. વિરહ આકરો તાપ બને ચાંદની શીતળતાની જગ્યાએ અંગને દઝાડે જાણે ડામ દેવાય.. મનહૃદય ભાંગી પડે..ચિતા જાણે સળગી રહી.. આત્મા નીકળી તન ભસ્મ થાય પણ... છતાં..
છતાં... છતાં...
આજ રાધા.. આજ સીતા.. પોતાનાં પ્રિયજનનો વિરહ વેઠી તપ તપશ્ચર્યા કરે.. પ્રેમ આરાધના કરે.. પ્રારબ્ધે કરેલો કાળોકેર સર માથે ચઢાવી ઉપાસના કરે.. ભવભવનાં બંધન છે મીઠાં.. એમ ક્યાં છૂટે?
વહાલો સાંવરિયો એમ ક્યાં ભૂલે? દિલમાં સમાવી એની આરાધના કરે..
આજ સ્થિતિ મીરાંની હતી.. મીરાંનાં પ્રેમનાં આવેગે પ્રેમલક્ષણા ભક્તિના ફળરૂપે એનું સ્થૂળ શરીર પણ આત્મા સાથે પરમાત્માની મૂર્તિમાં સાક્ષાત સમાઈ ગયું.
પ્રેમ ઉપાસના.. તપશ્ચર્યાની કોઈ સીમા નથી કોઈ કોર્ષ કોઈ ગ્રંથ નથી.. એ સ્વબળે રચાય છે લખાય છે એ અંતે સમર્પિત પ્રાર્થના બને છે.
દરેક માનવની એક દુનિયા છે પોતાની આસપાસની શ્રુષ્ટિમાં જીવાય છે જેની જે સ્થિતિ સંજોગ ધન ઐશ્વર્ય ઈજ્જત આબરૂ માનસન્માન સમાજ સંબંધ ઉપલબ્ધી જે કંઈ પોતાનું છે આગવું છે એ સારું છે સ્વર્ગ છે એમાં ખુશ છે.. સાવ સામાન્ય સ્થિતિ હેસિયત જે છે એમાં પણ ખુદનો અનોખો પ્રેમ છે.. ઈશ્વરે આપેલી સ્થિતિમાં તપ ઉપાસના મોક્ષ છે... એક.. પુરી કે અધૂરી.. પોતે સર્જેલી સંતૃપ્તિ.. તૃપ્તિ.. છે.. જે છે એ સર માથે સ્વીકારેલું છે...
પ્રેમ સીમા... એક વર્તુળ.. પરિઘ.. લક્ષ્મણ રેખા..
પ્રેમ થકી સંબંધનું બંધન.. સ્વીકારેલું.. અપનાવેલું.. પ્રેમમાં સીમા મર્યાદા નથી પરંતુ પ્રેમ થયાં પછી.. વર્તુળની બહાર.. પરિઘની બહાર પગ નથી મુકાતો.. એ પ્રેમબંધનની સીમા રેખા.. લક્ષ્મણરેખા બની જાય છે.. નથી ઓળંગાતી.. કારણ કોઈ પીશાચ રાવણની જેમ વેષ બદલીને આવે છે અથવા રૂપ બદલે છે કોઈ છેતરામણી ચાલ ચાલે છે જાળ બિછાવે.. આકર્ષણનાં ખેલ ખેલે છે સમય પારખી લાગણીઓ ઉશ્કરે છે બાંધેલી પ્રેમની પાળ તોડાવે છે..
પ્રેમ ઓરાનું એક પવિત્ર વર્તુળ છે.. પરિઘ છે સાથે સાથે પાત્રતા જાળવવાની લક્ષ્મણરેખા છે... એ લંઘાય નહીં.. ઓળંગાય નહીં...
રામાયણની કથાની જેમ જયારે કોઈપણ સ્ત્રી.. કોઈ માયાવી હરણ જેવી કોઈપણ લાલચથી આકર્ષણથી લક્ષ્મણ રેખા ઓળંગે છે એનું બધું બરબાદ થાય છે.. આ આધુનિક કાળમાં તો ડગલે ને પગલે મારીચ, રાવણ જેવાં પીશાચો વાસનાના વરુ જેવાં રાક્ષશો મોકો જોઈ.. તક જોઈ બેઠાં છે જ્યાં રેખા ઓળંગી... વિશ્વાશનો પરિઘ અને પ્રેમનું વર્તુળ તૂટે છે.. બધું બરબાદ થાય છે પાત્રતા ગુમાવી વ્યભિચારનો આરંભ થાય છે..
સુંવાળી લલચામણી પળો પ્રેમનું સત્યાનાશ કાઢે છે.. એકમેકનાં પ્રેમમાં વફાદારીનાં બોલ દીધાં હતાં એજ શરીર ભ્રષ્ટ થાય છે..
એક અતૂટ પ્રેમનાં સ્પર્શ ઉપર બીજા કાળા પીશાચી પાપી સ્પર્શનો ગુનો થાય છે અને જે પ્રેમ ઓરા પવિત્ર હતો એ અભડાઇને છિન્ન ભિન્ન થાય છે. પ્રેમ ઓરા પાપી ઓરામાં પરિવર્તીત થાય છે.....
આવાં તૂટેલાં પરિઘની ચિતા સળગતી નથી તનની ભસ્મ થતી નથી અવગતિઆ જીવની ગતિ થતી નથી.. જીવતાં નર્કમાં જીવવાની સજા મળે છે..
પ્રેમનું એક પવિત્ર ઓરાનું વર્તુળ એનો પરિઘ.. એની લક્ષ્મણ રેખા.. કાયમ જીવંત અને પ્રજવલિત રહે છે.
દક્ષેશ ઇનામદાર. "દિલ"..